પિતૃ Nishit Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિતૃ

ગુજરાતી કેલેન્ડર નો ભાદરવો મહિનો એટલે પિતૃ મહિનો...
જાણતા અજાણતા અજ્ઞાત ની પાછળ થતા કાર્યો અને દાન આ મહિના માં વધુ થાય છે..
વિજ્ઞાન ના યુગ ના વિકાસ ની સાથે ધર્મ ભુલાયો છે..
ધર્મ એટલે જ્ઞાતિ નહીં પાછી..
ભારતીય સંસ્કૃતિ માં દરેક વિધિ માં વિજ્ઞાન રહેલું છે..

અધ્યાત્મ જગત માં કહેવાય છે કે મોક્ષ ની અવસ્થા સાધક માટે સર્વોચ્ચ છે અને એ મર્યા પછી નહીં પણ જીવતા જ મળે છે અને મોક્ષ નો અર્થ મરવું એવો થતો નથી..
મોક્ષ એટલે હવે તે આત્મા જન્મ મરણ ના ચક્ર માંથી દૂર થઈ જાય છે...

કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો પછી એનો બીજો જન્મ થાય એવું ભારતીય સંસ્કૃતિ માને છે...
તો આમાં પિતૃ નો રોલ ક્યાં આવ્યો ?
જે આત્મા નો નવો જન્મ ના થાય અને ભટકે એજ તો પિતૃ કહેવાય..
જે તમારા કાકા હતા એ એના નવા જન્મ માં કોઈ ના માસા હશે..
અને એ ત્યાં પણ પિતૃ બનશે..
એક વ્યક્તિ 2 પરિવાર ના પિતૃ કેવી રીતે હોય શકે ?

તમારા પરિવાર માં જેનું મૃત્યુ થયેલું હોય જેની ઈચ્છા અધૂરી રહી હોય એમની આત્મા ભટકે છે જેને પિતૃ કહેવાય. તમારે એમની સાથે ની લાગણી અને મોહ ના વ્યવહાર પુરા થાય તો એમની આત્મા ની ગતિ થાય અને કોઈ બીજી જગ્યા એ જન્મ લે. પછી એ તમારા પિતૃ રહેતા નાથી કારણકે એમના મૃત્યુ પછી ના અમુક વર્ષો પછી બા ને બાપુજી બીજું ભણતા હોય....
અતૃપ્ત આત્મા એટલે પિતૃ...

એ વાત સત્ય છે કે અતૃપ્ત આત્મા ની ભટકવા ની સ્થિતિ પુરી થાય ત્યાર બાદ તેમના નામ થી જે કાંઈ પણ કરવા માં આવે તે બધી ક્રિયા તેમની ગતિ માં બાધા બને છે.. સહુ પ્રથમ સત્ય શુ છે એની ઓળખ કરવી ત્યાર બાદ જે થઈ શકે એ કરાય..

મૃત વ્યક્તિ ના ફોટા પણ ઘર માં રાખવા ના જોઈએ કેમ કે જ્યારે તે સજીવન હતા ત્યારે પોતે જે શરીર માં હતા ત્યારે તેમને પોતાના શરીર પ્રત્યે મોહ હતો અને એ મોહ મર્યા પછી પણ રહે છે અને એ શરીર માં પ્રવેશ કરવા મથે છે.. દદિવો કરવો એટલે આહવાન કરવું.. જ્યારે કોઈ મૃત વ્યક્તિ ના ફોટા સામે દીવો કરવા માં આવે ત્યારે આપણે તેનું આહવાન કરીએ છીએ અને તેની સદગતિ અટકાવીએ છીએ.. માટે મૃત વ્યક્તિ સાથે લાગણી હોય તો આલબમ માં એમના ફોટા રાખી શકાય પણ દીવાલ પર કે મંદિર માં રાખી પૂજા કરવી એ જરા પણ યોગ્ય નથી.. મર્યા પછી વ્યક્તિ ના અંગુઠા બાંધવા નું કારણ જ એ છે કે તે પગ થી જ પ્રવેશ કરવા ની કોશીશ કરશે..

હિન્દૂ માં અગ્નિ સંસ્કાર મહત્વ ના છે કેમકે આત્મા ને એહસાસ થઈ જાય છે કે હવે મારુ શરીર રહ્યું જ નથી અને પરિણામે એ ગતિ કરે છે.. મરવા ની ક્રિયા બહુ ધીમી છે એક વાર કોઈ ને મૃત જાહેર કર્યા બાદ શરીર 12 દિવસે સંપૂર્ણ મરી જાય છે ત્યાં સુધી એના વાળ નખ વગેરે અંગો નો વિકાસ થાય છે.. એટલા માટે કોઈ વ્યક્તિ ના મૃત્યુ પછી 12 દિવસ સુધી ક્રિયાઓ થાય છે જેને બારમું કહેવાય છે..

ભાદરવા મહિના માં દૂધ અને તેના થી બનેલી વાનગીઓ ના સેવન નું પ્રમાણ ખૂબ વધુ હોય છે.. આની પાછળ નું વિજ્ઞાન એ છે કે આ મૌસમ માં પાચન શક્તિ મંદ થવા થી પિત્ત નું પ્રમાણ વધી જાય છે જ્યારે દૂધ પિત્ત નું શમન કરે છે માટે દૂધ ને સેવન કરવા માં આવે છે...