પિતૃ - 2 Nishit Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિતૃ - 2

આ ભાગ માં પિતૃ વિશે સત્યતા અને પિતૃ ને ખુશ કરવા ની વિધિ બતાવવા માં આવી છે...

હમણાં જ પિતૃમહીનો એટલે કે ભાદરવો મહિનો આવશે...

પિતૃ નો વિષય બહુ વિશાળ છે. ક્યારેય એમના વિશે ચોક્કસ અનુમાન લગાવી શકાતું નથી અને એમના વિશે સંપૂર્ણ જાણી શકાતું નથી..
જેમણે જાણ્યું હશે એ કહી નથી શકતા અને જે બહુ બોલે છે એ અનુભવ વિહીન છે...
ભાગ્યેજ કોઈ એવું હશે જેને આ કન્સેપ્ટ ક્લીયર થયો હશે...

જ્યારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય એટલે એમના શરીર ને અગ્નિ સંસ્કાર કરવા માં આવે છે. તેમના દ્વારા વપરાયેલ બધી જ વસ્તુ નું દાન કરી દેવા માં આવે છે.. જેમકે ગાદલું, ઓશીકું, કપડાં, પલંગ, ચશ્માં વગેરે... કેમકે અંદર રહેલું ચેતન તત્વ તો શરીર છોડી ને જતું રહ્યું હોય છે હવે શરીર ખાલી હાડ માંસ નો લોચો જ બની ને રહી ગયું હોય છે........

આ એટલા માટે કેમકે એમનો સંબંધ હવે આ સંસાર કે પરિવાર થી તૂટી ગયો છે.. મૃત્યુ પછી એમની હાલત એક હોડી ની જેમ થઈ જાય છે.. એમને સતત ગતિ જ કરવા ની હોય છે અને જો એમની પ્રિય વસ્તુ આ સંસાર માં વિદ્યમાન હોય તો મોહ ને લીધે એમની ગતિ અટકશે.
હોડી ને દોરી સાથે બાંધી દો તો એ આગળ જ નહીં વધી શકે...

એજ રીતે તમે કોઈ મૃત વ્યક્તિ નો ફોટો ઘર માં લગાડશો અને એમને દીવો અગરબત્તી કરશો તો એમની ગતિ ચોક્કસ અટકશે.
જેમ કોઈ મૂર્તિ ની નિયમિત પૂજા થી એમાં પ્રાણ આવે છે એજ રીતે એ ફોટા માં પણ જે તે વ્યક્તિ ની આત્મા નો વાસ કાયમી બની જાય છે... ફોટા સામે અગ્નિ પ્રગટાવી એટલે આપણે તેમ નું આહવાન કરીએ છીએ.. એટલે દિવા ની સમક્ષ એમની અદ્રશ્ય હાજરી રહેશે.. વારંવાર ના દિવા થી એમની હાજરી થતી રહેશે અને પરિણામે ફોટો મોહ નું કારણ બની ને એમની ગતિ અટકશે.

આમ પણ ફોટો ગ્રાફી 50-60 વર્ષ જ જૂની છે.
ફોટા પૂજવા ના અમુક ગંભીર પરિણામો જોઈ લઈએ.

જ્યારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો તમે કોઈ ને કોઈ માધ્યમ થી એમને રોકી લો છો તો એ આત્મા તમારા ઘર માં નિવાસ કરવા લાગે છે. અને મૃત આત્મા નું નિવાસ સ્થાન ઘર ક્યારેય ન હોવું જોઈએ.. એના થી ઘર માં ઘણા ખરાબ પરિણામ જોવા મળે છે.. ઘર ની ઉર્જા નકારાત્મક બની જાય છે.. ઘણી આત્માઓ વર્ષો થી ભટકતી હોય છે આપણા ઘર માંથી કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય ત્યારે આવી કોઈ આત્મા સાથે એમની દોસ્તી થાય છે અને આપણા ઘર માં એ વર્ષો થી ભટકતી આત્મા પણ રહેવા લાગે છે.. જરૂરી નથી કે એ આત્મા સારી જ હોય.. આના બહુ જ ખરાબ પરિણામ જોવા મળે છે. હંમેશા એવું જ બન્યું છે કે નવી મૃત આત્મા ને કોઈ ખરાબ આત્મા જ ઘેરી લે છે..


હવે આ વાત આપણને સમજાય છે તો હજી એક વાત સમજવી ખુબજ જરૂરી છે...
એ છે મૃત વ્યક્તિ ના ફોટા ક્યારેય પણ ઘર માં રાખવા ના જોઈએ.


પહેલા ના જમાના માં પણ રાજા મહારાજા પોતાના પેઇન્ટિંગ મહેલ માં રાખતા જેને લીધે મહેલ જેવા જુના સ્થાનો પિશાચો નો અડ્ડો બની ગયો છે...

પિતૃ ને અગર તમારે પૂજવા હોઈ તો એના માટે વિધિ વિધાન અલગ છે... એમાં ફોટા નો ક્યાંય ઉલ્લેખ નથી.. એમની પૂજા પ્રતીકાત્મક રીતે થાય છે...

પિતૃ ને નકારી ના શકાય પણ આ વિષય સમજવો ખૂબ જરૂરી છે..

પિતૃ ને ખુશ કરવા માટે રોજ ઘરે તર્પણ કરી શકો...

સવારે નાહીં ને તાંબા ના લોટા માં શુદ્ધ પાણી ભરો, એક ચમચી દૂધ નાખો, એક ચમચી કાળા તલ નાખો...

ત્યાર બાદ પૂર્વ અને દક્ષિણ વચ્ચે ના ખૂણા વાળી દિશા તરફ મુખ રાખો..

ડાબા હાથ માં લોટો પકડી જમણા હાથ ની મુઠ્ઠી વાળો જેમાં અંગુઠો ખુલો રાખો...
અને ત્યાર બાદ પાણી ની ધાર કરતા એક વાક્ય બોલવા નું છે...


હું મારું નામ અટક, ગોત્ર, આજે મારા (દાદા,દાદી,મમ્મી, પપ્પા વગેરે માટે તર્પણ કરું છું) બધા માટે અલગ અલગ બોલવું, ત્યાર બાદ છેલ્લે હું મારું નામ અટક, સર્વ દેવી દેવતા, નર, નાર, કિન્નર માટે તર્પણ કરું છું...

ખાલી આટલું કરો અને અકલ્પનિય ફાયદાઓ જુઓ...

નવા ત્રીજા ભાગ માં થોડી સત્ય ઘટના સાથે હાજર થઈશું....

પિતૃ દેવો ભવ: