Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... પેજ - ૩૪

અનુરાગ દ્વારા પ્રયાગ ને જીવન વિશે ની સમજ મળવાથી પ્રયાગ ખુશ હતો. અનુરાગ જાતે પ્રયાગ ને તેની કાર સુધી મૂકવા માટે જાય છે. પ્રયાગ ને જતા પહેલા અનુરાગ તેના ગળા માં પહેરેલી સોના ની ચેઈન કાઢી ને ભેટ સ્વરૂપે આપેછે. પ્રયાગ અનુરાગ ગ્રુપ ની ઓફીસમાં થી નીકળે છે.

****** હવે આગળ**** પેજ -૩૪ ******
પ્રયાગ સીધો ઘરેે જવા માટેે નીકળ્યો, એક એવી વ્યક્તિ ને મળી ને કે જેમનેે મળી ને પ્રયાગ નેે હંમેશા શાાંતિ અનેે ખુુુુશી મળી હતી. આજેે તેેેને અનુરાગ સર તરફ થી જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે તેના જીવન ને નવો આયામ આપવાામાં તથા જીવન ના ઘડતર માં બહુ મહત્વ નો ભાગ ભજવવાનો હતું.
પ્રયાગે તેના મોબાઈલ નું રેકોર્ડીંગ બંધ કર્યું, તેનું ધ્યાન કાર માં ફીટ થયેલી ઘડીયાળ પર ગયું, સમય થવા આવ્યો હતો...ઘરે પહોંચી ને રાત્રે તેના ફ્રેન્ડસ આવવાના હતા તેની તૈયારીઓ કરવાની હતી.
અચાનક મોબાઈલ પર આસ્થા લખાઈ ને આવ્યું અને રીંગ વાગી, પ્રયાગે તેની કાર ના સ્ટીયરીંગ પર લાગેલા આન્સર ઓપસ્ન ને ચાલુ કર્યું અને આસ્થા સાથે વાત સરુ કરી.
યસ...આસ્થા ગુડ ઈવનીંગ...
વેરી ગુડ ઈવનીંગ પ્રયાગ....આસ્થા ના અવાજ માં ઉદાસી હતી,એકદમ ધીમે ધીમે વાત કરી રહી હતી આસ્થા.
કેમ યાર...આમ ઉદાસ છુ ? પ્રયાગ આસ્થા ના મન ની વાત જાણવા માંગતો હતો.
એતો.....તુ કાલે જાય છે, તો ઉદાસ જ હોઉ ને, મારે માટે કયો ખુશી નો પ્રસંગ છે આ.આસ્થા ના અવાજ માં મીઠો ઝઘડો અને પ્રેમ બંન્ને દેખાતા હતા.
અરે આસ્થા આપણે ફ્રેન્ડસ છીએ, અને એક ફ્રેન્ડ જો તેના જીવનમાં આગળ વધવા ફોરેનમાં ભણવા જાય તો તેમાં તારે ખુશ થવું જોઇએ કે દુઃખી ??
આસ્થા ને મન થઈ ગયું કે આજે તો પ્રયાગ ને કહીજ દઉ કે તને મારી વાતો, મારી આંખો, મારા વર્તનમાં શુ ફક્ત ફ્રેન્ડશીપ જ દેખાય છે ? મારા અવાજમાં પણ તને સમજાતું નથી ? કે આ છોકરી મને પ્રેમ કરેછે.
પ્રયાગ આપણે ખાલી ફ્રેન્ડસ હોઇએ તો વાત બરાબર છે...પણ...!!
આ...પણ શું ?? મેડમ...!!
થોડીકવાર માટે બન્ને ચૂપ હતા....પછી પ્રયાગ બોલ્યો...
એનીવેઝ સાંજે આવેછેને આસ્થા ??
હાસ્તો...એતો તુ ના બોલાવતો તો પણ આવતી.
પ્રયાગ તને શું આપુ કે જેથી તને હંમેશા મારી યાદ આવે ??
આસ્થા પ્લીઝ કશુ જ નાં લાવતી, હું કશુ જ લેવાનો નથી, હા આપવુ જ હોય તો હું જઉ ત્યારે એક પ્યારી મુસ્કાન તારા હોઠ પર રાખજે, મારા માટે તે વધારે કીંમતી છે.
મારાં માટે અથવા મારા લીધે કોઈ દુઃખી થઈ ને રડે તેના કરતા હસતા રહે તો વધારે સારું ને.
ઓ.કે. પ્રયાગ...એની વે, ક્યાં નીકળ્યો અત્યારે ?
આસ્થા એક પ્રેમીકા ની જેમ પ્રયાગ ને સવાલ કરી રહી હતી.
બસ એમજ...કોઈ ખાસ વ્યક્તિ ને મળવા ગયો હતો.
હવે આસ્થા થી ના રહેવાયું પુછ્યા વિનાં..
આઆ...આઆઆ કોણ છે ખાસ વ્યક્તિ ?? મને કહે જો જરા..
આસ્થા ના અવાજ નો સૂર ઊંચો થઈ ગયો હતો.
ઓ...મેડમ...શુ થયું તને આમ અચાનક ? શુ હું કોઈ છોકરીને જ મળવા ગયો હોઉ ? અને શુ કોઈ છોકરી જ ખાસ વ્યક્તિ હોઈ શકે ?
પ્રયાગ આસ્થા ને ચીડવતો હતો...હજુ પણ.
આસ્થા સહેજ નરમ અવાજે બોલી...ના ના...એવુ નથી પ્રયાગ પણ...
સી..આસ્થા એવુ કશુ નથી, હું યુ.એસ.માં અનુરાગ સર ના ઘરે રોકાવાનો છું, એટલે તેમને થેન્કસ કહેવા અને જતા પહેલા તેમનાં આશીર્વાદ લેવા તેમની ઓફીસે ગયો હતો.
ઓહહ...સો સૉરી પ્રયાગ...પરંતુ તુ ખરેખર લકી છુ, કે તને અનુરાગ સર જેવા વ્યક્તિ આટલું સારી રીતે ઓળખે છે,અને પાછુ તે તેમના ઘરે તને રાખશે...યુ આર સો લક્કી મેન.
હમમ...આઈ ઓલ્સો ફીલ ધ સેમ લાઈક વોટ યુ આર થીંકીગ આસ્થા. ઓ.કે.આસ્થા ઘરે પહોંચી જવા આવ્યો છુ, કશુ અરજન્ટ કામ હોય તો જણાવ નહીતો મળિએ છીએ આજે રાત્રે.
નો..નો...નથીંગ અરજન્ટ...તારે કશુ કામ હોય મારૂં તો જણાવજે મને.
ઓ.કે. ફાઈન ..કહીને બન્ને ના ફોન મુકાઇ ગયા.
પ્રયાગ તેના ઘરે પહોંચ્યો ત્યારે અંજલિ પહેલા થી જ ઘરે આવી ચૂકી હતી. પ્રયાગ ઘરમાં ગયો અને સીધો અંજલિ ને પગે લાગ્યો.
આવ બેટા....જઈ આવ્યો ??
કેવી રહી તારી મુલાકાત અને કેવો હતો અનુરાગ સર નો રીસપોન્સ ??
મમ્મી તુ ખરેખર ખુબ નશીબદાર છું કે તને અનુરાગસર જેવા વ્યક્તિ સાથે આટલો લાંબો સમય કામ કરવાનો નો મોકો મળ્યો હતો.અને હવે તારા લીધે હું પણ લક્કી છુ કે હવે મને પણ તેવો ચાન્સ મળશે.
અને હા,મમ્મી સુપર્બ રીસ્પોન્સ મળ્યો, મને પોતાને જાણે અનુરાગ ગ્રુપ નો માલિક હોઉ તેવુ ફીલ થતું હતું. ગેટ પર થી લઈને અનુરાગસર ની કેબિન સુધી મી.સિન્હા મારી સાથે હતા, તેઓ જાતે છેક કાર પાર્કીંગ માં મને લેવા આવ્યા હતા.દરેક વ્યક્તિ ખુબ ડીસીપ્લીન માં હતી. અનુરાગ સર ની ઓફીસ અને આખુ બિલ્ડીંગ બહુ જબરજસ્ત છે. અનુરાગસર ની કેબિન પણ ખુબ આલીશાન છે.અને અનુરાગસર પોતે પણ ખુબ ખુશ જણાતા હતા.
મમ્મી આ જો,હું તેમને પગે લાગ્યો તેમનાં આશીર્વાદ લેવા માટે તો તેમણે તેમનાં ગળામાં થી આ સોના ની ચેઈન કાઢી અને મને પહેરાવી દીધી અને બોલ્યા કે આ મારા આશીર્વાદ છે બેટા...
અંજલિ ને આ ચેઈન વાળી વાત સાંભળી ને કશું અચાનક યાદ આવી ગયું ,જે કંઈક ખાસ હતુ. પ્રયાગે તે ચેઈન કાઢી ને અંજલિ ના હાથ માં મુકી..ચેઈન હાથ માં લેતાજ અંજલિ ને કશુ યાદ આવી ગયું,એની આંખોમાં એક અજબ ની ખુશી ની લાગણી વર્તાઈ રહી હતી.અંજલિ ને આટલા વર્ષો પછી આ ચેઈન જોયા પછી ખુશી થઈ. અંજલિ એ પ્રયાગ ના માથે હાથ ફેરવ્યો અને બોલી, બેટા આ આશીર્વાદ હંમેશા તારી પાસે જ રાખજે.
મમ્મી આ જ શબ્દો અનુરાગસર પણ બોલ્યા હતા.અને મમ્મી એક વાત કહું,આજે પણ મને તેમને ભેટી ને અજબ લાગણી નો અહેસાસ થતો હતો. કેમ આવુ થતુ હશે ? શું તેમને પણ મને મળી ને એવો જ અહેસાસ થતો હશે ?
અંજલિ પાસે આજે પ્રયાગ ના સવાલ નો કોઈ જવાબ નહોતો.
બેટા એતો હું કેવી રીતે કહી શકુ ?? ફરી ક્યારેક મળે એમને ત્યારે એમને જ પુછી લેજે.
ચાલ હવે ફ્રેશ થઈજા અને અહીં થોડા પેપર્સ અને ચેકબુકો છે તેમાં સાઈન કરી રાખજે.
ઓ.કે મમ્મી લાવો...કહી પ્રયાગ બધુ લઈને તેના રૂમમાં ગયો.
સાંજે ગેસ્ટ આવવાના હતા એટલે બંગલો ની લોન માં લાઇટો લગાવી હતી, ટેબલ અને ચેર ગોઠવાઈ ગયા હતા. પ્રયાગ ની સૂચના પ્રમાણે મેનું હતું જેની તૈયારીઓ ચાલી રહી હતી.
સામાન્ય રીતે રાત્રે કુર્તા અને પાયજામો પહેરતો પ્રયાગ પરંતુ આજે વી નેક ની વ્હાઈટ ટી.શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેર્યા હતા.સમય થતા જ અંજલિ ના મમ્મી પપ્પા,ભાઈ ભાભી, બહેન તથા વિશાલ નાં મમ્મી તથા પપ્પા વિગેરે આવી પહોંચ્યા,પ્રયાગ ગ્રુપ માંથી ફક્ત મહેતા સાહેબ તથા તેમના પત્ની આવ્યા હતા અને બાકી બધા પ્રયાગ નાં ગ્રુપ ના ફ્રેન્ડસ આવ્યા હતા.
બંગલો ની લોન માં ટેબલ અને ચેર ગોઠવેલા હતાં, તથા પ્રયાગ ની સૂચના મુજબ નું મેનુ ગોઠવેલુ હતુ.
પ્રયાગ બંગલો માં આજે લાઈટસ ઝગારા મારતી હતી, બધા માણસો સ્ટેન્ડ બાય પોઝીશન માં હતાં. લોબાન ના ધૂપ ની સુગંધ થી વાતાવરણ એકદમ પવિત્ર લાગતું હતું. અંજલિ તથા પ્રયાગ આવેલા મહેમાનો નાં સ્વાગત અને સરભરા માં વ્યસ્ત હતા, વિશાલ તેનાં મમ્મી પપ્પા ની સાથે લોન માં ગોઠવેલા સોફા સેટ પર બેસીને વાતો કરતો હતો.
પ્રયાગ ને મળવા માટે આવેલા દરેક વ્યક્તિ તેના માટે લાવેલા ફ્લાવર બુકે તેને આપી ને શુભેચ્છાઓ પાઠવતાં હતા.આસ્થા ફક્ત ડચ રોઝ નું બંચ લઈને આવી હતી. વ્હાઈટ કલર નાં વનપીસ માં આસ્થા એ હાઈ હિલ ની ચપ્પલ પહેરી હતી,આસ્થા હંમેશા ની જેમજ ખુલ્લા વાળ માં ખુબ સુંદર લાગતી હતી..આસ્થા એ પ્રયાગ ના હાથ માં રોઝ આપી ને તરતજ તેને ભેટી....અને શુભેચ્છાઓ આપી.
મહેમાનો ની ખાતિરદારી માં ફરતી અંજલિ નું ધ્યાન અનાયાસે જ આસ્થા જ્યારે પ્રયાગ ને ભેટી ત્યારે તેના પર પડ્યું..અંજલિ ની નજર માં બધુ આવી ગયુ, તેને હવે પાકી ખાત્રી થઈ ચૂકી હતી કે આસ્થા ને પ્રયાગ થી પ્રેમ થઈ ગયો છે...પરંતુ અંજલિ એ બહુ ધ્યાન પર નાં લીધું. અંજલિ સહેજ પણ નારાજ પણ નહોતી...આસ્થા કે પ્રયાગ બન્ને થી.
બધાજ મહેમાનો પ્રયાગ સાથે તેનાં ભવિષ્ય નાં આયોજન ની ચર્ચા કરતાં હતા.મોડી રાત સુધી બધા રોકાયા તથા દરેકે અનુકૂળતા મુજબ નાં નાસ્તો અને કૉફી વિગેરે લીધા અને છુટા પડતા પહેલા ફરીથી પ્રયાગ ને શુભેચ્છાઓ પાઠવી.
પ્રયાગ અને અંજુ તથા વિશાલ પણ પોત પોતાના રૂમમાં ગયા. પ્રયાગ ને ઉંઘ આવતી હતી પણ ઉંઘવાનું મન નહોતું થતું. તે જાણતો હતો કે આજે આ છેલ્લી રાત હતી તેની આ ઘર માં....બીજે દિવસે રાત્રે તો જવાનું હતું તેને..
પ્રયાગ તેના વોરડ્રોપ ને ખોલી ને ઊભો રહી ગયો, તેના આખા કબાટમાં કપડા,શોક્સ,પરફ્યુમ,બ્લેઝર,તેની ફેવરેટ વોચીઝ..કેટકેટલું હતું...તે યાદો...દરેક વસ્તુ ને તો તે લઈને જઈ પણ ના શકે.
પ્રયાગ દરેક વસ્તુ ને સ્પર્શી ને મન માં જ બોલ્યો..આ બધુ હવે કોણ વાપરશે ?? મ્યુઝીક ના શોખીન પ્રયાગ નુ ધ્યાન તેના મ્યુઝીક પ્લેયર પર પડ્યું...સાથે તેની મન પસંદ સીડીઓ પડી હતી..તે જોતા જ પ્રયાગ ને થયુ કે આ મ્યુઝીક પ્લેયર પણ હવે થી ખામોશ થઇ જશે...તેની આંખો ભરાઈ ગઈ.ખુબજ સુંદર રીતે ડેકોરેટ કરેલા તેના હોમ થિયેટર નાં પ્રોજેક્ટર,સાઉન્ડ સીસ્ટમ તથા સ્પીકરો પણ હવે ખામોશ થઇ જવા ના હતાં.
પ્રયાગ જન્મ્યો ત્યાર થી લઈને તે જેટલા રમકડાં રમ્યો હતો તે બધાજ અંજલિ એ સાચવી ને રાખ્યા હતા...અને તેનો આખો એક અલાયદો રૂમ ભરેલો હતો...પ્રયાગ ને તે યાદ આવ્યું એટલે તે રૂમમાં આંટો મારી આવ્યો..કેટલુ વ્હાલ અને કેટલો બધો પ્રેમ કરતી હશે મમ્મી મને કે જેણે હજુ સુધી મારા બાળપણ ની આ દરેક વસ્તુને આમ હજુ પણ તેના જીવ ની જેમ સાચવી ને રાખી છે. પ્રયાગ ચાલતાં શીખ્યો તે ચાલનગાડી ને આજે પણ અંજલિ એ સાચવી ને મુકી રાખી હતી. અરે તેના દરેક રમકડાં ને ધૂળ પણ નહોતી ચઢવા દેતી ક્યારેય. દરેક વસ્તુને મન ભરીને જોતો હતો પ્રયાગ...
બધે બધુજ જબરજસ્ત મીસ કરવાનો હતો પ્રયાગ હવે,જે તે પોતે પણ સારી રીતે સમજી રહ્યો હતો. આંખ,મન બધુ ખોમશ હતું, કેમ કરીને છોડીને જઈશ આ બધુ ? કોણ છે હવેથી આ ઘર માં ? ફરીથી પાછો આવી ને બેઠો પોતાના બેડ પર. કોની સાથે વાત કરુ ? કેવી રીતે મારા મન માં જે ભાવ જે પીડા ઉદ્દભવી રહી છે તેને કોની સાથે શેર કરુ ? મનમાં ને મન માં જ પ્રયાગ વાતો કરતો હતો અને ઉદાસીન હતો. રડુ આવતુ હતુ, પરંતુ તેને એકલા રડ્યા કરતા જરુર હતી કોઇ નાં સાથ ની, કોઈ ના ખભા પર કે કોઈ નાં ખોળામાં માથુ મુકી ને મન ખોલી ને રડવું હતું તેને.
નીચે અંજલિ ના મન માં પણ કંઈક અંશે આવીજ પીડા અને આવાજ ભાવ ઉત્પન્ન થતા હતા.કાલથી પ્રયાગ નહી હોય ઘરમાં તો આખુ ઘર મને ખાવા દોડશે. કેટલી બધી યાદો ભરેલી છે, તેની આ ઘર મા અને તેનાં જીવનમાં, ક્ષણવાર પણ પ્રયાગ ને આમ દૂર કર્યો નહોતો તેનાં જન્મ થી લઈને તે છેક તે આટલો મોટો થયો ત્યાં સુધી...એની આટલી બધી વસ્તુઓ....આ બધુ કોણ વાપરશે ?? અંજુ ને પણ પોતાના લાડકા ને જોવાની તથા તેનાં માથે હાથ ફેરવી અને તેને વ્હાલ કરવાનું મન થઈ ગયું...
અંજલિ ધીમે પગલે પ્રયાગ નાં રૂમ તરફ આવી,જોયું તો પ્રયાગ ના રૂમ ની લાઈટો હજુ ચાલુ જ હતી.
અરે બેટા સુતો નથી હજું કે શુ ?? કહીને અંજુ પ્રયાગ ના રૂમમાં ગઈ.
નાં...મમ્મી જોને કશુ ગમતુ નથી...અને ઊંઘ પણ નથી આવતી મને.
કેમ શું થયુ બેટા ?
ખબર નહી મમ્મી કહેતા કહેતા તો પ્રયાગ ની આંખોમાં થી ભાદરવા નાં ભરપૂર વરસાદ ની માફક આંસુઓ ની હેલી આવી ચઢી.
અંજુ દોડતી પ્રયાગ ને વળગી પડી અને પોતે પણ રડી પડી.બન્ને માં ને દિકરો મન ભરીને રડ્યા.
મમ્મી કેટલા પ્રેમથી અને વ્હાલ થી તે મને મોટો કર્યો છે,અને મને શક્ય તેટલો સમય પણ આપ્યો છે, મારા લાલનપાલન માં કંઈક કેટલીય ખુશીઓ નું બલિદાન પણ તે આપ્યુ હશે. હું કેટલો ખુશનસીબ છુ કે તારા જેવી માં ને ખોળે મારો જન્મ થયો. તારૂં રુણ હું આ જીવન નથી ચૂકવી શકુ તેમ. આ સુખ સાહ્યબી મને આપવામાં તે કેટલાં ત્યાગ કર્યા હશે. આ બધુ... આમજ મારે અંહિ છોડી ને જતુ રહેવાનુ ?
અંજલિ ચુપ હતી...પ્રયાગ ને જ બોલવા દીધો, તે સમજતી હતી કે તેના મન માં જે કંઈ ચાલે છે, તે જો આજે નહીં બોલે અને નહીં કહે તો કદાચ તેને વસવસો રહી જશે, પ્રયાગ હવે જ્યારે યુ.એસ. થી પરત આવશે ત્યારે આજે જે પ્રયાગ છે તે નહીં જ હોય તે ભલીભાતી અંજુ જાણતી અને સમજતી હતી, અને એટલેજ તેણે પ્રયાગ ને બોલવા દીધો.
બસ બેટા...પ્રેમ માં અને તે પણ એક માં ને તેના દિકરા કે દિકરી માટે આવાજ ભાવ હોય..એ સાચું છે કે મને તારા માટે એક સામાન્ય માં કરતા થોડીક વધારે લાગણી અને પ્રેમ છે. પણ તે તો દરેક વ્યક્તિ નુ અલગઅલગ જ હોય થોડુક બેટા. કેટલી બધી વાતો કરી ને પ્રયાગ ને શાંત પોડ્યો અંજુ એ.
આજે ફરી થી અંજુ પ્રયાગ ની સાથે તેનાં બેડ પર બેઠી અને તેનાં ખોળામાં તેને સુવળાયો. કોણ જાણે કંઈક કેટલાય વર્ષો નો થાક ઉતરી રહ્યો હતો ત્યારે પ્રયાગ નો.
અંજુ નો હાથ પ્રયાગ ના માથે ફરતા ની સાથે જ સુઈ ગયો પ્રયાગ.
અંજલિ પણ ત્યાં જ આગલા દિવસ ની જેમજ બેઠા બેઠા સૂઈ ગઈ.

****
બીજે દિવસે સવારે અંજુ તેના નિત્યક્રમ મુજબ વહેલા મંદિર જઈ આવી અને આજે મંદિર મા અંજુ તરફ થી પ્રયાગ જવાનો હતો એટલે પૂજારી ને કહી ને પ્રયાગ ના સારા ભવિષ્ય માટે સ્પેશિયલ પૂજા કરાવી હતી અને ભગવાન ને થાળ ધરાવ્યો હતો તથા સવારે જ દાન દક્ષિણા કરીને આવી હતી.
મંદિર થી આવી અને પ્રયાગ ને ઉઠાડી આવી અંજુ. પ્રયાગ પણ ફ્રેશ થઈ ને નીચે ડાઇનીંગ ટેબલ પર બ્રેકફાસ્ટ માટે આવી ગયો. વિશાલ પણ સાથે જોડાયો હતો, જેટલી લાગણી પ્રયાગ ને તેની મમ્મી અંજલિ સાથે હતી તેટલી અને તેવી લાગણી પ્રયાગ ને તેનાં પપ્પા વિશાલ સાથે નહોતી, કદાચ કુદરતી જ હતુ આવુ બન્ને વચ્ચે. પ્રયાગ,અંજલિ અને વિશાલ કદાચ છેલ્લી વખત આમ સાથે બેસી ને નાસ્તો કરી રહ્યા હતા.પ્રયાગ જશે પછી ક્યારે આવશે તે નક્કી નહોતું.
અંજલિ મનોમન વિચારતી હતી કે આજે રાત્રે તો પ્રયાગ જવાનો છે..પરંતુ વિશાલ નાં ચહેરા પર પ્રયાગ નાં જવાનુ સહેજ પણ દુઃખ જણાતું નથી.શક્ય છે કે વિશાલ પુરુષ છે એટલે તેની ભાવનાઓ ને અભિવ્યક્ત કરતા નહીં આવડતું હોય.તે જે કંઈપણ હોય....વિશાલ ના ચહેરા પર કોઈ ભાવ વર્તાતા નહોતા.
અંજુ તારા લાડકવાયા ની બેગ તો બરાબર પેક કરી દીધી છે ને ??
વિશાલ નથી બોલતો હોતો ત્યારે વધારે સારૂ લાગતું હોય છે. અંજુ મનોમન બોલી.
જી ચિંતા નાં કરશો, મેં જાતે જ ચેક કરી ને પેક કરી છે.અંજલિ નો જવાબ સીધો અને ટુંકો થવા લાગ્યો હતો.
બેટા તારી માં ની ચિંતા ના કરતો, ભણવા જાય છે એટલે ભણવામાં ધ્યાન રાખજે.
જી...પપ્પા, અને તમે લોકો પણ મારી ચિંતા ના કરશો.મમ્મી તુ પણ તારું ધ્યાન રાખજે,અને શક્ય હોય તો તમે પણ રજાઓમાં એકાદ વખત ત્યાં આવજો.
પ્રયાગ ની આંખો નમ હતી...અને ગળુ ભારે થઈ ગયું હતું.
જો બેટા તુ આમ ઢીલો ના પડીશ, શ્લોક અને સ્વરા પણ તને સારી રીતેજ રાખશે અને તને કોઈપણ જાત ની તકલીફ નહીં પડવાદે. તારા પપ્પા નું તો હું ના કહી શકુ પણ હું મારા દિકરા ને મળવા માટે ભલે બે દિવસ જ આવીશકુ પરંતુ આવીસ તો ખરીજ.
જી મમ્મી મને વિશ્વાસ છે તમારા પર.
વિશાલ તેનાં સમયે ઑફિસ જવા નિકળ્યો એટલે અંજુ એ ટકોર કરી, વિશાલ શક્ય હોય તો આજે વહેલા આવી જજો, પ્રયાગ રાત્રે જવાનો છે. અંજુ થી રહેવાયું નહીં કીધા વિના.
ઠીકછે આવી જઈશ...કહીને વિશાલ નીકળી ગયો.
મોડે થી આસ્થા નો ફોન આવ્યો....પ્રયાગ કેન યુ પ્લીઝ કમ ફોર અ કૉફી ??
વેઈટ ફોર અ વ્હાઈલ...આસ્થા....હું મમ્મી ને પુછી લઉ તેને મારું કોઈ કામ હોય તો...પ્રયાગે ફોન હોલ્ડ કરી ને અંજલિ ને પુછ્યુ.
મમ્મી તારે કશુ કામ છે મારું ? અને હા...આસ્થા કૉફી માટે બોલાવે છે..તો શું જવાબ આપુ ??
અંજલિ મનમાં હસી....અને મન મા જ બોલી..આ છોકરી ચોકક્સ મારા દિકરા ને પ્રેમ કરેછે.
અરે તો જા જઈ આવ બેટા, પણ ધ્યાન રાખજે, બહુ ના બેસતો.
જી મમ્મી સમજી ગયો...આસ્થા જો આવુ તો પણ બહુ બેસી નહીં શકું, તુ મારે ઘરે જ આવીજા અથવાતો હું ઘર થી નજીકમાં કોઈ સી.સી.ડી પર આવી શકુ.
ઓ.કે. પ્રયાગ આપણે થોડીકવાર રહી ને તારા ઘર પાસે ના સી.સી.ડી પર મળીશું....
ઓ.કે આસ્થા ...કહી ને પ્રયાગેએ ફોન પુરો કર્યો.
મમ્મી યાર આ આસ્થા...પણ જોને...પ્રયાગ ને જવુ તો નહોતું પણ આસ્થા ને દુઃખ ના લાગે એટલે હા કહી હતી તેણે આસ્થા ને.
બેટા....જા જતો આવ અને મળતો આવ તેને..અને હા જોજે તેના સવાલો ના જવાબો આપવામાં ધ્યાન રાખજે.
જી મમ્મી....ચોકક્સ...કહીને પ્રયાગ પણ ઘર માં પહેરેલા કપડામાં જ આસ્થા ને મળવા નીકળી ગયો.
પ્રયાગ ત્યાં પહોંચ્યો ત્યારે આસ્થા પહેલેથી ત્યાં પહોંચી ગઈ હતી અને બન્ને ની કૉફી નો ઓર્ડર આપી ચૂકી હતી.
આવ પ્રયાગ....બેસ...આતો મને થયું કે જીવનમાં ફરીથી આવો ચાન્સ મળે કે નાં મળે....કે આપણે આમ બે જણા એકલા કોફી પીતા હોઇએ અને આપણી વાતો માં ખોવાઈ ગયા હોઈએ...
અને જો ભગવાન ચાહે તો આખી જીંદગી પણ આવો ચાન્સ મળે.
પ્રયાગ સમજી ગયો હતો કે આસ્થા શુ કહેવા માગે છે.
જુઓ આસ્થા મેડમ...હમણાં તો હું બે વર્ષ માટે ભણવા માટે જ જઉ છું. અને ભગવાન ની પણ હાલ તો એવી જ ઈચ્છા છે કે હાલ તો હું મારી સ્ટડી પુરી કરી લઉ અને પછી બધુ વિચારુ.અને હા...તું પણ તારા કેરીયર મા ધ્યાન આપજે, અને આગળ કશુ ભણજે.
બહુ સીધે સીધો જવાબ આપ્યો પ્રયાગે, અને કોઈપણ જાત ની મુંઝવણ વગર પ્રયાગે આસ્થા ની પ્રપોઝલ ને નકારી કાઢી.
અને આપણે ફોન પર તો મળતા જ રહીશું આસ્થા..
આસ્થા ને આજે ખુલી ને કહેવાની ઈચ્છા હતી, પરંતુ પ્રયાગ ની વાત સાંભળી ને તેણે આગળ કશુ ના કીધું.
પ્રયાગ અને આસ્થા એ સામાન્ય વાતો કરી અને કૉફી પુરી કરીને પ્રયાગે જવા માટે કીધુ.
આસ્થા આપણે જઈશુ ? મારે હજુ કામ છે ઘરે...અને હા આવવાની છું રાત્રે મને સીઓફ કરવા કે આ છેલ્લી મુલાકાત છે આપણી ?
ના ના...આવીશ જ ને...કેમ તને શું લાગે છે કે હું ના આવતી એમ ?
અરે ના ભાઈ નાં....એમ ક્યાં તુ મારો પીછો છોડવાની છું ? હસતા હસતાં પ્રયાગે આસ્થા ના માથે ટપલી મારી.
હમમમ...એમ કઈ તારો પીછો નથી છોડવાની હું...આસ્થા પણ હસતા હસતા બોલી.
બન્ને જણા ત્યાંથી છુટા પડ્યા અને પોત પોતાના ઘર તરફ ગયા.
પ્રયાગે ઘરે આવી ને અંજલિ ને બધી વાત કરી, અંજુ પણ બોલી કે બરાબર જવાબ હતો તારો બેટા, જો તને હાલ આસ્થા માટે તેવી કોઈ ફીલીંગ્સ જ નથી તો પછી....અને બે વર્ષ પછી તુ ભણીને આવે ત્યારે વાત. સાંજ પડવા આવી હતી, વિશાલ ને સવારે આટલું કીધા પછી પણ હજુ આવ્યો નહોતો કે કોઈ સમાચાર પણ નહોતાં તેના.
અંજલિ એ આજે પ્રયાગ જવાનો હતો એટલે કંસાર બનાવ્યો હતો.
વિશાલ આજે પણ તેના રેગ્યુલર સમયે જ ઘરે આવ્યો.
પ્રયાગ અને અંજુ બન્ને જણા ફરીથી વિશાલ ના આવા વર્તન થી દુઃખી હતા..પણ બે માંથી કોઈ કશુ બોલ્યા નહી.
આજે રાત્રે પ્રયાગ જવાનો હતો...એટલે ઘરે નોકર ચાકર પણ દુઃખી હતાં...પ્રયાગ અંજલિ અને વિશાલે જમવાનું પતાવી દીધુ...અને પ્રયાગ તથા અંજલિ એ પ્રયાગ નો લગેજ સેવક ને કહી ને કાર માં ગોઠવાઈ દીધો.
પ્રયાગ ને તેના ફ્રેન્ડસ ના મેસેજ અને ફોન આવવા લાગ્યા હતા...કે એરપોર્ટ પર કેટલા વાગે મળવાનું છે ? ઘરે થી તુ કેટલા વાગે નીકળે છે ?
આ બધા મેસેજ ની વચ્ચે એક મેસેજ ફ્લેશ થયો....
ગુડ ઈવનીંગ બેટા....વોટ્સ યોર ફ્લાઈટ ટાઈમ ?? એસ આઈ વોન્ટ ટુ હેન્ડઓવર સમ ઈમ્પોર્ટનટ ડોક્યુમેન્ટસ ટુ યુ.
પ્રયાગે જોયું તો મેસેજ અનુરાગ સર નો હતો.
પ્રયાગે તરતજ રીપ્લાય કર્યો...
ગુડ ઈવનીંગ સર...માય ફ્લાઈટ ટાઈમ ઈસ 11.45 એન્ડ વી આર મોસ્ટલી રેડી ટુ લીવ ઈન હાફ એન અવર. ઈફ યુ સે, આઈ કેન સેન્ડ સમવન ટુ કલેક્ટ ઈટ ફ્રોમ યોર હોમ.
અનુરાગ નો વડતો મેસેજ પણ તરતજ આવી ગયો.
થેન્કસ બેટા...નો વરી, યુ આર પ્લીઝડ ટુ વેઈટ ફોર ફાઈવ ટેન મિનિટ્સ એટ એરપોર્ટ. આઈ વીલ પર્સનલી કમ ટુ મીટ યુ એન્ડ વીલ હેન્ડ ઓવર ઈટ ટુ યુ.
થેન્કસ..
પ્રયાગે પણ જવાબ આપ્યો...
ઓ.કે. સર આઈ વીલ વેઈટ ફોર યુ.
થેન્કસ.
મેસેજ ની આપલે પૂરી થઈ. અંજલિ પણ ત્યાં જ હતી..પ્રયાગ ની સાથે જ. અંજુ ને મન મા પ્રશ્ન થયો...એટલે પ્રયાગ ને પુછ્યુ શુ થયુ બેટા ??
કંઈ નહી મમ્મી...અનુરાગ સર એરપોર્ટ પર આવી રહ્યા છે.
અરે...શુ કામ તે ધક્કો ખાતા હશે ? અંજુ ને સમજાયું નહીં.
મમ્મી ...કોઈ અગત્ય ના ડોક્યુમેન્ટસ આપવા આવી રહ્યા છે. શક્ય છે કે શ્લોક ભાઈ ને આપવા ના હશે, અને વધારે અગત્ય ના હશે એટલે કોઈ ના દ્વારા નહી મોકલ્યા હોય અને જાતે પોતે આવી રહ્યા હશે.
અંજલિ સમજી ગઈ....આખી વાત ને...શા માટે અનુરાગ સર જાતે આવી રહ્યા હતા તે. અનુરાગ સર માટે શુ વધારે અગત્યનું હોઈ શકે તે પણ.

***************( ક્રમશ:) ***************