Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... પેજ - ૩૫

પ્રયાગ યુ.એસ.એ જવાની તૈયારી માં છે,અનુરાગ સર નો ફોન હતો તે પોતે પણ એરપોર્ટ તેને મળવા આવી રહ્યા હતા. આસ્થા તથા પ્રયાગ ના ફ્રેન્ડસ પણ એરપોર્ટ પર આવી રહ્યા હતા. પ્રયાગ ઘરે થી એરપોર્ટ જવા માટે તૈયાર છે.
************* હવે આગળ - પેજ -૩૪ *************
પ્રયાગ તથા અંજલિ ઘર મંદિર માં માતાજી ને પગે લાગ્યા, પ્રયાગે ઘરે થી નીકળતા પહેલા ઘર નાં બધા જ નોકર ચાકર ,શેફ, ડ્રાઈવર,માળી,સિક્યોરીટી ગાર્ડ વિગેરે દરેક ને તે મળ્યો તથા તેમને ભેટ્યો અને તેમને સ્વીટ તથા ગીફટ આપી. દરેક ને તેમની ડ્યુટી પહેલાની જેમ જ નિભાવતા રહે તે પણ ટકોર કરીને કહ્યું.દરેક ની આંખો માં પ્રયાગ ના વિદેશ જવાને લીધે ઘર માં જે ખાલીપો પડવાનો હતો તેનું દુઃખ સ્પસ્ટ નજર આવતુ હતુ, દરેક ની આંખો માં આંસુ હતા.બધાય નો આટલો પ્રેમ જોઈને પ્રયાગ ની પણ આંખો ભરાઈ આવી.
અંજલિ એ ડ્રાઈવર ને સુચના આપી હતી તે મુજબ આજે બધા પ્રયાગ ની મન પસંદ રેડ મર્સિડીઝ માં જવાના હતા, એટલે વિશાલ કાર માં બેસી જાય છે. પ્રયાગ આ નાના માં નાની વાત ને તેના મન માં નોંધી રહ્યો હતો. પ્રયાગ ઘર નો ઉંબરો છોડતા પહેલા અંજલિ ને ભેટી પડ્યો...અને બસ કશુજ બોલ્યા વિના બે મિનીટ સુધી એમ જ ભેટી ને ઉભો રહી ગયો. પ્રયાગ અને અંજુ બન્ને ની આંખો માં એકબીજા થી દૂર જવાનું દુઃખ હતું,બેઉ ની આંખો આંસુ થી છલકાઈ જાય છે.
બહાર પ્રયાગ ના ફ્રેન્ડસ તેની રાહ જોતા હતા,દરેક મિત્ર પ્રયાગ ને ભેટ્યા અને પ્રયાગ ને ઉચકી ને તેની ફેવરેટ કાર માં બેસાડે છે.
આસ્થા તેના પેરેન્ટ્સ સાથે એરપોર્ટ જવા નીકળી હોય છે. પ્રયાગ,અંજલિ તથા વિશાલ અને પ્રયાગ ના ફ્રેન્ડસ બધા સાથે એરપોર્ટ જવા નીકળ્યા.
પ્રયાગ ની મન પસંદ રેડ મર્સિડીઝ તેના માલિક પ્રયાગ ની યાદો ને ધુમાડા વાટે બહાર કાઢી રહી હતી. પ્રયાગ ના મન માં તેનું ઘર,તેના ફ્રેન્ડસ તથા તેની વહાલી મમ્મી અંજલિ ને છોડીને જવાનું દુઃખ હતું,તો સાથે સાથે તેની આંખો માં ભવિષ્ય નાં સ્વપ્નાં ઓ ને સાકાર કરવાની ઝંખના હતી. પ્રયાગ ને ખબર હતી કે હવે તેની દરેક વાતો અને દરેક યાદો માત્ર એક સંભારણું બની ને રહી જવાની છે.
પેલી બાજુ આચાર્ય સાહેબ તેમની પત્ની ની સાથે તેમની દીકરી અદિતી ને લઈને એરપોર્ટ જવા માટે નીકળી ગયા હોય છે. થોડીકવાર માં જ બે અજાણ્યા વ્યક્તિ તથા ક્યારેય એકબીજાને નહીં મળેલા કે નહીં જોયેલા ચહેરા એકબીજાને મળવા ના હતા... અને એકબીજા થી પરિચિત થવાના હતા.
પ્રયાગ માટે તો અદિતી કોણ છે અને કોઈ વ્યક્તિ તેની સાથેજ યુ.એસ.આવી રહી હતી તે કશું જ ખબર નહોતી.જ્યારે અદિતી પણ ક્યારેય પ્રયાગ ને મળી નહોતી,તેને તો ફક્ત તેના પપ્પા ના મેડમ નો દિકરો તથા તે કંપની નો ભવિષ્ય માં થનારો માલિક છે,તેટલું જ પ્રયાગ ને ઓળખતી હતી.
થોડીવાર માં જ પ્રયાગ ની કાર એરપોર્ટ પર પહોંચી ગઈ. તેનો લગેજ ટ્રોલી પર ગોઠવાઈ ગયો હતો. પ્રયાગ,અંજલિ તથા વિશાલ કાર માંથી બહાર નીકળ્યાં.પ્રયાગ ને જાણે આખુ શહેર દૂર જતુ હોય તેવુ લાગતું હતું. આસ્થા પણ તેનાં પેરેન્ટ્સ ની સાથે આવી ગઈ હતી.તેણે પ્રયાગ ને મળીને તેનાં પેરેન્ટ્સ ને પ્રયાગ સાથે તથા અંજલિ અને વિશાલ સાથે પણ એકબીજાને ઓળખાણ કરાવી. બધાય એકબીજાને મળ્યા અને પરિચય કેળવ્યો. અંજલિ નાં મમ્મી પપ્પા તથા તેના સાસુ અને સસરા પણ આવ્યા હતા. પ્રયાગ દરેક ને મળ્યો અને તેમની શુભેચ્છાઓ સ્વીકારી. પ્રયાગ બધા જ ફ્રેન્ડસ ને ફરીથી મળ્યો અને ભેટ્યો.
એટલામાં જ દૂર થી બ્લેક કલર નાં ચાઈનીસ કોલર નાં શર્ટ અને બ્લ્યુ જીન્સ પર પગ માં લોફર પહેરીને એક વ્યક્તિત્વ ઝડક્યુ...અનુરાગ સર...જેમના એક હાથ માં એક નાની બેગ દેખાતી હતી જેમાં કદાચ કોઈ અગત્ય ના ડોક્યુમેન્ટ હતા અને બીજા હાથમાં ફ્લાવર બુકે હતું.
અંજલિ ને પણ તેની નજીકમાં જ ક્યાંક અનુરાગ સર છે તેનો અહેસાસ થઈ ગયો હતો.
અનુરાગસર આવ્યા અને સીધા પ્રયાગ ને ગળે લગાવ્યો..અને તેને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા...ઓલ ધ વેરી બેસ્ટ બેટા...ખુબ ભણજે અને મહાન બનજે. પ્રયાગ પણ અનુરાગ સર ને ભેટ્યો પછી તરતજ તેમને પગે લાગ્યો.
અંજલિ તે વખતે બાજુમાં જ ઉભી હતી અને મનમાં જ ખુશ થતી હતી...કેમકે અનુરાગ સર એકદમ ટાઈમસર આવી ગયા હતા.અનુરાગે તેની પાસે રહેલી બેગ માંથી એક પોર્ટફોલીયો પ્રયાગ ને આપ્યો જેમાં કોઈ અગત્યના પેપર્સ હતા જેને શ્લોક ને આપવા નાં હતા.
પ્રયાગ ને મળવા આચાર્ય સાહેબ આવી પહોંચ્યા...આવી ને પ્રયાગ ને શુભેચ્છાઓ પાઠવી.પ્રયાગ ને તો ખ્યાલ જ નહોતો કે આચાર્ય સાહેબ કેમ અંહિ ? પ્રયાગે તેમનો આભાર માન્યો...અને બાજુમાં જ ઉભેલા અનુરાગ સર ને જોતા જ આચાર્ય સાહેબ તરત જ તેમને મળવા ગયા.
સર,થેન્કયુ વેરી મચ...આજે તમારે કારણે જ મારી દિકરી છેક યુ.એસ. ભણવા માટે જઈ રહી છે.આપના તથા મેડમ નાં સહકાર વિના આ શક્ય જ નહોતું. તમે મારા માટે જે કંઈ કર્યું છે તેનો ઉપકાર હું આ જીવન નહીં ભુલી શકુ.
અરે આચાર્ય સાહેબ આભાર મારો નહીં પણ અંજુ નો માનો, આ બધુ તેનાં કારણેજ શક્ય બન્યું છે.એટલે ખરેખર તમારે તેનો જ આભાર માનવો જોઇએ.
જી સર એમનો તો ખરોજ પરંતુ હું આપનો પણ આભારી છુ.
દૂર રહેલી અદિતી એ અંજલિ તથા અનુરાગ સર ને જોયા, તેમને જોતા જ તે પણ ત્યાં દોડી આવી.
મેડમ થેન્ક યુ વેરી મચ, પપ્પા એ મને બધી વાત કરી છે....કહીને અદિતી અંજલિ ને પગે લાગી.
ખુબ જ ભણજે બેટા...કહીને અંજલિ એ અદિતી ને આશીર્વાદ આપ્યા.
અદિતી એ ક્યારેય અનુરાગ સર ને જોયા પણ નહોતા, એટલે આચાર્ય સાહેબે તેમની ઓળખાણ આપી અદિતી ને...બેટા આવ આ મહાન વ્યક્તિ ના આશીર્વાદ લે....આછે અનુરાગ સર.
તરતજ અદિતી અનુરાગ સર ને પગે લાગી અને તેમના આશીર્વાદ લીધા..સર બહુ જ સાંભળ્યું છે આપના વિષે આજે આપને મળીને ખરેખર હું ધન્ય થઈ ગઈ. પ્લીઝ મને આશીર્વાદ આપો.
ખુબ ભણજો બેટા અને હંમેશા ખુશ રહેજો. અને હાં એ બધી ખોટી વાતોને બહુ ધ્યાન પર ના લેવાય...હું તો ખૂબ સામાન્ય માણસ છું.
નાનાં સર એતો આપની મહાનતા છે.કહીને અદિતી તેમની આંખો માં જોઈ રહી હતી.
અનુરાગ સર અદિતી ની પાસે ગયા અને તેના માથે હાથ ફેરવ્યો અને બોલ્યાં બેટા જે ઘર માં તુ જઈશ તે ઘર ને રોશન કરીશ અને તેનુ નામ વધારીશ.
આશીર્વાદ દિલ થી આપ્યા હતા....અનુરાગસરે..અદિતી ને, પણ ફળવાના કોને હતા....એતો સમય પર જ ખબર પડવાની હતી.
બીજીબાજુ પ્રયાગ ના ફ્રેન્ડસે પ્રયાગ ને ગુલાબ નો હાર પહેરાવ્યો અને બધાયે સાથે મળી ને પ્રયાગ ને ઉચકી લીધો.અને બધાયે સાથે બોલ્યા વી ઓલ લવ યુ પ્રયાગ એન્ડ વી ઓલ વીલ મીસ યુ. પ્રયાગ પણ ભાવવિભોર થઈ ગયો. હજુ પણ પ્રયાગ નું ધ્યાન અદિતી પર નહોતું પડ્યું.
એટલામાં આચાર્ય સાહેબ અદિતી ને લઈને પ્રયાગ પાસે તેને મળવા તથા મળાવવા આવ્યા..
હેલ્લો સર....વીસ યુ ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ અ હેપ્પી એન્ડ સેફ જર્ની ...
થેન્કસ આચાર્ય સાહેબ...કહી પ્રયાગે તેમનો આભાર માન્યો.
સર...આ મારી દિકરી અદિતી છે...અને તે પણ આપની સાથે જ યુ.એસ. ભણવા આવી રહી છે,એમ કહી ને આચાર્ય સાહેબે અદિતી અને પ્રયાગ ની ઓળખાણ કરાવી.
પ્રયાગ નું ધ્યાન હવે અદિતી નામ ની પરી પર પડી. કોલેજ માં આટલી ફ્રેન્ડસ હતી પ્રયાગ ની પરંતુ તે બધા કરતા અદિતી વિશેષ અને અલગ જ દેખાતી હતી.પ્રયાગ ની નજર એ પરી જેવી મુર્તિ પર ગોઠવાઈ...
સફેદ કલર નું પોલો લખેલુ શર્ટ અને નીચે પોલો નું જ નેવી બ્લ્યુ જીન્સ...જે બોડી ટાઈટ અને બોડી શેપ નું હતુ.તાજું સ્નાન અને વાળ માં શેમ્પુ કરીને આવેલી અદિતી નાં રેશમી ખુલ્લા વાળ એરપોર્ટ ના ખુલ્લા અને હવા વાળા વાતાવરણમાં લહેરાતા હતા. સફેદ દૂધ જેવી ગોરો વાન અને ગોળ મુખાર્વિંદ, મોટી અને અણિયાળી કાળી આંખો માં કાજલ લગાવેલુ હતું. એક ગાલ પર નાનું તલ...કપાળ પર નાની બીંદી,ઘાટીલુ તન, લાંબા નખ અને તેનાં પર સફેદ નેઈલ કલર પર નાની નાની બ્લ્યુ કલર ની ટપકી ઓ કરેલી હતી, અને લાંબી સફર પર જવાનું હતું એટલે પગ માં સ્કેચર્સ નાં લાઈટ શુઝ પહેરેલા હતા.અને ખભા પર પોલો ની જ લેધર બેગ લટકાવેલી હતી.એક ચિત્રકારે કોઈ મોર્ડન યુવાન કન્યા ને તેનાં કેન્વાસ પર પોતાના મનમાં વસેલી કોઈ યુવતી ને ચીતરી હોય તેની આબેહૂબ નકલ જેવી જ દેખાતી હતી...અદિતી.
કોઈપણ યુવાન છોકરો જો અદિતી ને એકવખત જોઈલે તો તેને ઉંઘ ના આવે એવી ખુબ સુરત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ વાળી અને કોઈ હીન્દી પીક્ચર ની હિરોઈન ને પણ ટક્કર મારે તેવી દેખાતી હતી.
આજે પહેલીવાર જ એકબીજાને જોયા પછી બન્ને નાં હૈયા માં અનોખી હલચલ ઊઠી હતી. પ્રયાગ ની નજર એક મીનીટ માટે તો અદિતી પર સ્થિર થઈ ગઈ, જ્યારે સામે પક્ષે પ્રયાગ તો હેન્ડસમ લાગતો જ હતો,એટલે અદિતી નાં મન ની પરિસ્થિતિ પણ પ્રયાગ જેવી જ હતી.
પરંતુ બીજી છોકરીઓ કરતા અદિતી ની વાત જ અલગ હતી.પ્રયાગ પણ એકવાર અદિતી ના સૌંદર્ય અને તેનાં પ્રભાવથી મોહિત થઈ ગયો હતો.
બીજીબાજુ અદિતી ની હાલત તો પ્રયાગ કરતા પણ ખરાબ હતી.એકદમ હેન્ડસમ ગોરો વાન જબરજસ્ત તેજ મારતું કપાળ,માથા પર લહેરાતા વાળ, સફેદ કલર ની વી.નેક ની ટીશર્ટ માં છાતી પર ના બહાર ડોકાતા વાળ,મીડીયમ બ્લ્યુ જીન્સ પહેરેલા પ્રયાગ નાં શરીર પર થી મઘમઘતી ખુશ્બુ આવતી હતી.હાઈટ બોડી માં પણ પરફેક્ટ.. પ્રયાગ ને જોતાં જ અદિતી હ્ય્દય નો ધબકારો ચૂકી ગઈ હતી.
બાજુમાં ઉભેલી અંજલિ ની નજરો આ બન્ને યુવાન હૈયાઓ નાં મન માં ઉઠેલી ધમાલ ની એકમાત્ર સાક્ષી હતી. કારણકે પ્રયાગ નાં મન ને સમજવું તે અંજલિ માટે તો ડાબા હાથ નો ખેલ હતો એટલે અંજલિ ને ખ્યાલ આવી ગયો હતો કે સાહેબ ના મનમાં અદિતી વસી ગઈ છે.
બેટા...કહીને અંજલિ એ પ્રયાગ ના ખભા પર હાથ મૂક્યો.પ્રયાગ તરતજ હોશ માં આવી ગયો અને જી મમ્મી....બોલ્યો.
બેટા આ અદિતી છે....આપણાં આચાર્ય સાહેબ ની દીકરી છે અને તારી સાથેજ તારી જ કોલેજમાં ભણવાની છે. અને અનુરાગ સર નાં ગેસ્ટહાઉસમાં રહેવાની છે.
જી...મમ્મી...કહીને પ્રયાગે જવાબ તો આપ્યો પણ હજુયે તે અદિતી ની નશીલી આંખો અને તેના ગોરા ગાલ પર પડી રહેલા ખંજન માં જ ખોવાયેલો અને ડૂબેલો હતો.
અદિતી ક્ષણ માં જ પરિસ્થિતિ ને સમજી ગઇ અને હોશ માં આવી ગઈ.
હેલ્લો..પ્રયાગ...માય સેલ્ફ અદિતી..
હાય....અદિતી...પ્રયાગ હીયર.
બંન્ને જણા એ હેન્ડસેક કર્યું અને એકબીજાને સ્માઇલ આપી.
બન્ને યુવાન હૈયા હવે સામાન્ય થઈ ગયા હતા.
જ્યારે આ આખી ઘટના ની આસ્થા ને તો ખબરજ નહોતી, તેતો તેના ફ્રેન્ડસ સર્કલમાં જ વાતો કરવામાં વ્યસ્ત અને મસ્ત હતી.
બેટા ચલો હવે તારે જવાનો ટાઈમ થઈ ગયો છે...કહીને પ્રયાગ ને અંજલિ એ યાદ કરાવ્યું.
જી મમ્મીજી લેટ્સ ગો....કહીને પ્રયાગે તેની લગેજ ટ્રોલી ને હાથમાં લેતાં પહેલાં ફરીથી તેની મમ્મી અંજલિ ને પગે લાગ્યો અને ભેટી ને રડી પડ્યો. તેની આંખ નું આંસુ અંજુ ની પીઠ પર જઈ પડ્યું.
અંજલિ ની આંખોમાંથી પણ આંસુઓ રોકાતા નહોતા.
વિશાલ ને જઈને પગે લાગ્યો પ્રયાગ,પરંતુ વિશાલ ને પ્રયાગ નાં દુર જઈ રહ્યા નું દુઃખ તેના ચહેરા પર નહોતું જણાતુ.
પ્રયાગ હવે અનુરાગ સર પાસે ગયો કે જેઓ ગૂમસૂમ બની ને ઉદાસ થયેલા દેખાતા હતા.કદાચ તેમને પણ અત્યારે તેમના શ્લોક ને મુકવા આવ્યા હશે ત્યારે જે પીડા થઈ હશે તેની યાદ તાજી થઈ હશે.
પ્રયાગ જેવો અનુરાગ સર ને પગે લાગ્યો એટલે તરતજ તેમણે પ્રયાગ નાં માથા પર હાથ ફેરવ્યો અને વ્હાલ થી તેને ભેટ્યા...બેટા ખુબ ભણજે અને તારી મમ્મી પપ્પા નું નામ રોશન કરજે. શ્લોક તારા મોટા ભાઈ જેવો જ છે,તને સહેજપણ તકલીફ નહીં પડવા દે. અને હા...અંજુ ની ચિંતા પણ નાં કરતો ..પ્રયાગ ને તો હંમેશા ની જેમ આજે પણ અનુરાગ ને ભેટી ને અલગ જ અહેસાસ થયો હતો,પણ હાલ તે દેશ છોડીને જઈ રહ્યો હતો...એટલે તેના મન ની પરિસ્થિતિ થોડીક અલગ હતી.
જાઓ બેટા...સમય થઈ ગયો છે...અને હવે તારો સમય શરુ પણ થઇ રહ્યો છે. જે પ્રયાગ અત્યાર સુધી અંજલિ ના દિકરા તરીકે ઓળખાતો હતો તે પ્રયાગ હવે થોડાક વર્ષો મા જ પોતાની અલગ ઓળખ ધરાવતો થઈ જશે અને ત્યારે અંજુ ને પ્રાઉડ ફીલ થશે કે હું પ્રયાગ ની મમ્મી છું. બેટા આ સમય ની કરવટ આવતીકાલ થી જ બદલાશે...સોના નો સૂરજ તારી પ્રતીભા ને ખીલવવા માટે રાહ જોતો બારણે ટકોરા મારે છે. જાવ અને તેનું ખુલ્લા દિલે સ્વાગત કરજે...જીવનમાં કશુ જ મુશ્કેલ નથીં હોતું. ભગવાન માં શ્રધ્ધા રાખજે અને ક્યારેય મુંઝાતો નહીં. ક્યારેક મન માં ગડમથલ થાય તો મને ફોન કરજે...હું કોશીશ કરીશ કે તને સાચુ માર્ગ દર્શન આપી શકું.પણ મને વિશ્વાસ છે અંજલિ નાં ઉછેર પર અને તારી કાબેલીયત પર કે તારે ક્યારેય મારી જરુર નહીં પડે.માં અંબા તારી રક્ષા કરે.
પ્રયાગ અનુરાગ સર ની વાત તથા તેમના આશીર્વાદ લઈને સહેજ શાંત થઈ ગયો. અનુરાગે પણ એક પણ શબ્દ ને ગોઠવ્યા વગર જ પ્રયાગ ને આશીર્વાદ આપ્યા.
પ્રયાગ ફરી થી અનુરાગ સર ને પગે લાગ્યો..થેન્ક યુ સર..કહીને એકવાર ફરીથી તેમને ભેટ્યો.
પ્રયાગ અને અદિતી હવે લાઈન માં ઉભા રહી ગયા. બન્ને ના પરિવાર જનો તથા તેમના મિત્રો ફરીથી તેમને મળવા માટે આવી ગયા.
અંજલિ તથા તેના પરિવાર વાળા વીઝીટર એરીયામાં જવા આગળ વધતા હતા,પણ અનુરાગ સર ત્યાં જ ઉભા રહ્યા...એટલે અંજલિ તેમની પાસે ગઈ....સર તમે નહીં આવો અંદરસુધી ??
તમે જાવ અંજુ...હું પ્રયાગ અંદર જાય પછી આવુ છુ.

જી..સમજી ગઈ...કહીને અંજલિ ત્યાંથી વીઝીટર એરીયા બાજુ ગઈ.
પ્રયાગ તેના લગેજ ને સ્કેન કરાવી ને બોર્ડીંગ પાસ લેવા ગયો તે બહાર ઊભા રહેલા અનુરાગે જોયું પછી થી તે વિઝીટર્સ એરીયામાં ગયો.
પ્રયાગ અને અદિતી બન્ને લાઈન માં આગળ પાછળ જ હતા એટલે બન્ને ની સીટ સાથેજ એલોટ થઈ હતી. બન્ને જણા હવે એકબીજાને ઓળખતા હતાં એટલે ફ્લાઇટ ની લાંબી મુસાફરી હવે ટુંકી થઈ જવાની હતી તે નક્કી જ હતું. પ્રયાગ અને અદિતી બોર્ડીંગ પાસ નું કામ પતાવીને ફરીથી તેમના પરિવાર તથા મિત્રો ને મળી ગયા. બાકી બધા તો પોતાનાં ઘર તરફ જતા રહ્યા પરંતુ અંજલિ,વિશાલ અને અનુરાગ સર હજુ પણ ત્યાં જ ઉભા હતા. પ્રયાગ ના ફ્લાઈટ માં બેસી ગયા નાં ફોન આવ્યા પછી જ ત્રણે જણા ત્યાંથી ઘર તરફ ગયા.અંજલિ નાં મન માં આજે અનુરાગ સર માટે જે માન હતું તેમાં અનેક ઘણો વધારો થઈ ગયો હતો. પ્રયાગ ને તેમણે જે પ્રમાણે જતા જતા પણ સમજી ને સમજાવ્યું હતું, તેની છાપ પ્રયાગ ની સાથે સાથે અંજલિ નાં મન પર પણ અંકિત થઈ ગઈ હતી.
પ્રયાગ ની મન પસંદ રેડ મર્સિડીઝ તેના માલિક પ્રયાગ ને મુકીને અંજલિ તથા વિશાલ ને લઇને અંધારા ને ચિરતી ઘર તરફ નીકળી ગઈ હતી.
અનુરાગ સર પણ તેમની વ્હાઈટ કલર ની બી.એમ.ડબ્લ્યુ માં પોતાના ઘર તરફ જાય છે...અંજલિ ને તેના વ્હાલ સોયા દિકરો દૂર ગયા નું દુઃખ છે...જ્યારે વિશાલ ને હજુ પણ અંજુ કળી નથી શકતી.અને અનુરાગ સર પ્રયાગ ના યુ.એસ.જવાથી મન થી ખુશ છે...અંજુ નું સ્વપ્નું સાકાર થવાનું હતુ...અનુરાગ ને ખુશી એ વાત ની પણ છે કે આજે તેમને અંજુ એ અનુરાગ ગ્રુપ ની કંપની માટે કરેલાં ઉપકારો નો રુણ ચુકવવા નો ભગવાને મોકો આપ્યો હતો.
એર ઇન્ડિયા નું ડ્રીમલાઈનર પ્રયાગ તથા અદિતી ના ડ્રીમ પુરા કરવાની દિશામાં ઉડાન ભરી ચુક્યું હતું. અનુરાગે તેના દિકરા શ્લોક ને પ્રયાગ નાં નીકળી ગયા ના સમાચાર આપી દીધા.
બે યુવાન હૈયા પ્રયાગ અને અદિતી હસતા હસતા અને વાતો કરતા કરતા પોતપોતાના સ્વપ્નાં સાકાર કરવા અમેરિકા ની ઉડાન ભરી ચૂક્યા હતા,જ્યાં સોના નો સૂરજ બે પ્રતિભાશાળી વ્યક્તિઓ નાં આગમન ની રાહ જોઈ રહ્યો હતો...તથા આવતીકાલે આ બે વ્યક્તિ ઓ ને મહાન વ્યક્તિ ઓ બનશે તેની સાક્ષી બનવા થનગનતો હતો.
બહુ ઓછા સમયમાં જ દુનિયા ને પ્રયાગ અને અદિતી ની પ્રતિભા ની પરખ થવાની હતી,જેમાં અમેરિકા દેશ માધ્યમ બનવા નો હતો.

અમેરિકા ની લાંબી તથા કંટાળાજનક મુસાફરી કરીને થાકી ગયેલા બે યુવાન હૈયા ઓ આ લાંબી યાત્રા દરમ્યાન એકબીજાને બરાબર ઓળખી ગયા હતાં તથા મિત્રો બની ગયા હતા.પણ આગળ જતા હૈયા નાં સંબંધો થી જોડાઈ જાય તેવી પુરી શક્યતા ઓ હતી.
ડ્રીમલાઈનર બે યુવાન હૈયા ઓને તેમનાં સ્વપ્નાઓ ને પુરા કરવા સહભાગી બની ને લાંબી ઉડાન પુરી કરીને અમેરિકા નાં શિકાગો શહેરના "ઓ હારે" એરપોર્ટ પર લેન્ડ થઈ ચુક્યુ હતું, જ્યાં બે યુવાન ધબકતાં હૈયા એકબીજાને એકબીજાની સામે લગભગ 'હારી' ચુક્યા હતા.
પ્રયાગ અને અદિતી તેમના ઈમીગ્રેશન પતાવીને એરપોર્ટ ની બહાર નીકળી રહ્યા હતા...અરે અદિ ..તને લેવા માટે કોઈ આવવાનું છે ? જો કોઈ નાં આવવાનું હોય તો ચાલ મારી સાથે, હું તને ડ્રોપ કરતો જઈશ.( પ્રયાગે ફ્લાઈટમાં જ વાતો કરતા કરતા જ અદિતી નું નામ ટુંકાવી ને અદિતી માં થી અદિ કરી નાખ્યું હતું)
અરે...પ્રયાગ...આ કંઈ આપણું ઈન્ડીયા નથી કે બધુ નજીક માં હોય,અને એમ પણ અનુરાગસરે ડ્રાઈવર નો નંબર અને કાર ની ડીટેલ આપેલી જ છે. એટલે કાર આવી ગઈ જ હશે.બટ થેન્કસ ફોર ટેકીંગ કેર.
ઓ.કે. ધેટસ નાઈસ...એન્ડ વેલકમ.
અદિતી ઈન્ડીયા બહાર ની પહેલી જ વખત નીકળી હતી. બહાર નીકળતા જ અમેરીકા ની આ ચકાચૌંધ લાઈટો ના ઝગારા મારતા એકબીજાને અડી અડી ને લાઈનમાં ઉભેલા હાઈરાઈઝ બીલ્ડીંગો પર એલ.ઈ.ડી અને નીયોન લાઈટો નાં ઝબકારા થતા હતા.
અદિતી અમેરિકા નો આ પહેલો નઝારો જોઈ ને સ્તબ્ધ થઈ ગઈ હતી.
પ્રયાગ માટે પણ યુ.એસ. આવવા નો આ પહેલો જ મોકો હતો.અંજલિ નો પરિવાર ધણીયે વખત રજાઓ માં ફોરેન ની ટુર કરતો હતો,પરંતુ પ્રયાગ પણ યુ.એસ.નહોતો આવ્યો. પણ પ્રયાગ માટે આવા સ્કાય સ્ક્રેપર જોવા તે નવુ નહોતું.
બહાર લાઈનબંધ પ્રવાસીઓ ને લેવા માટે તેમના સંબધીઓ તથા ટેક્સીઓ ઉભી હતી. તેવામાં અચાનક પ્રયાગ નું ધ્યાન એક સ્માર્ટ, હેન્ડસમ,આછી આછી ઉગેલી ડાઢી વાળા અને મધ્યમ થી થોડીક વધુ હાઈટ ધરાવતા, માથા માં જથ્થાબંધ વાળ જે આછાઆછા ઓળેલા હતા..અને બ્રાઉન આંખો..લાઈટ ગ્રે ટી.શર્ટ ની ઉપર ગોદડા જેવુ જેકેટ,હેન્ડ ગ્લોઝ અને નીચે ડેનીમ અને એડીડાસ નાં સ્પોર્ટ્સ સુઝ માં સજ્જ એક વ્યક્તિ પર પડ્યું જેનો ચહેરો એ વાત ની ચાડી ખાતો હતો કે તે અનુરાગ સર નો દિકરો શ્લોક જ છે. પ્રયાગ જ્યારે અનુરાગ સર ને મળવા તેમની ઓફીસે ગયો ત્યારે જ તેણે શ્લોક નો ફોટો જોયો હતો એટલે પ્રયાગ ને તેને ઓળખવામાં ક્ષણ ની પણ વાર નાં લાગી.
અચાનક શ્લોક ની નજર પણ પ્રયાગ પર પડી ગઈ..તે પણ તરતજ પ્રયાગ ને ઓળખી ગયો. બન્ને જણા એકબીજાની સામે જોઈને સ્મીત કર્યું.
વેલકમ "બ્રો".....!! વેલકમ ટુ યુ.એસ.
થેન્કસ ભાઈ....કહી પ્રયાગે શ્લોક સાથે હેન્ડસેક કર્યું.

********( ક્રમશ:)*********