દશેરાની ઉજવણી અને એની સાથે જોડાયેલ કથા rajesh baraiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશેરાની ઉજવણી અને એની સાથે જોડાયેલ કથા



ભારત દેવોની તપસ્વીઓની , ઋષિઓની અને વિવિધ પ્રસંગે યોજાતા ઉત્સવોની ભૂમિ છે .આપણા સહુનું
અહોભાગ્ય છે કે આવી પવિત્ર અને પુણ્યશાળી ધરતી પર પ્રભુએ આપણને જન્મ આપ્યો અને એને સાર્થક કરવાની આપણા સહુની નૈતિક ફરજ છે .
"ઉત્સવ પ્રિયા ખલુ માનવા:"આ સંસ્કૃત ઉક્તિમાં મનુષ્યની ઉત્સવ પ્રેત્યે લાગણી દર્શન કરવવામાં આવ્યા અને ઉત્સવોની ઉલ્લાસ સભર ઉજવણી અને તે સાથે સંકળાયેલ આધ્યત્મિક સંદેશથી આપણી સાંસ્કૃતિક પરંપરાઓ સુદ્દઢ બને છે અને એક પ્રજા તરીકે આપણી આગવી ઓળખ ટકી રહે છે તેથી આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું પ્રદાન મહત્વપૂર્ણ રહયું છે .
ઉત્સવ એ કલાનું એક સ્વરૂપ છે આપણી જિંદગીમાં ઉત્સવ ન હોય તો સૂનું સૂનું એકલવાયુ બની જાય રાહત અને વિસામો આપનાર સુંદર સમય એટલે ઉત્સવ .
ઉત્સવ એ તો માનવ જીવનનું ધરુવાડિયું છે તે જીવનના ચાલતા ચક્રમાં તેલ પૂરવાનું કામ કરે છે અને જીવનને હર્યું ભર્યું બનાવે છે . હતાશામાં આશા અને દુઃખમાં હૂંફ આપે છે .
ભારતીય સંસ્કૃતિના ઉત્સવ ચક્રમાં વિજયા દશમીથી પ્રારંભ થતું પર્વ દીપાવલી મોખરાનું સ્થાન ધરાવે છે પણ દશેરા દિવાળીનું દ્વાર છે .
દશેરા પેલા નવ દિવસ નવરાત્રી પર્વ માતૃશક્તિ આરાધનાનું પર્વ છે વિશ્વમા આવુ પર્વ ક્યાંય ઉજવાતું નથી ભારતમાં શક્તિ પર્વ વિવિધ રીતે ઊજવવામાં આવે છે નવ દિવસ માતાનું આહવાન કરવાનું અને અંતે હવન આયોજન થાય છે .શક્તિ પર્વ એટલે ઊર્જાનું પર્વ જીવનમાં ઊર્જા વિના કોઈ કાર્ય શક્ય નથી .
આ દશેરા સાથે એક કથા જોડાયે મહિષાસુર નામના દૈત્ય રાજાએ એક વખત જ્યારે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુધ્ધ થયું હતું ત્યારે અમોધ શક્તિ પ્રાપ્ત કરવાના હેતુથી મેરુ પર્વત પર જઈને દેવોને પણ સંકટમાં મૂકે તેવું ઉગ્ર તપ કર્યું કઠિન તપશ્રર્યાથી બ્રહ્મા પ્રસન થયા અને અમર થવાનું વરદાન આપ્યું પણ જન્મ તેનું મૃત્યું નક્કી છે એવું સમજાવવાથી બ્રહ્મા પાસે દેવ , દૈત્ય મનુષ્ય કે કોઈ પુરુષથી મારું મૃત્યું ન થાય તેવું વરદાન માગ્યું મહિષાસુરને અહંમ હતો કે સ્ત્રીતો મને મારી ન શકે .
વરદાન પ્રાપ્ત કરી તેમને સમગ્ર દેવોને હરાવ્યા ઇન્દ્રને પણ પરાજિત કર્યા અને જુલમ ગુજારવા લાગ્યા ત્યારે બધા દેવો ભેગા થય વિષ્ણુ પાસે ગયા અને મહિષાસુરનું મૃત્યુ સ્ત્રીના હાથે થવું જોઈએ તેવી માંગણી સરસ્વતી , લક્ષ્મી , પાર્વતી કે ઇન્દ્રાણી શક્તિમાન નથી તેથી દરેક દ્વારા તેમને શસ્ત્રો આપ્યા આ ભૂવનેશ્વરી દેવીએ નવ દિવસ સુધી યુધ્ધ કર્યું અને મહિષાસુર નો નાશ કર્યો આ વિજયની ખુશીમા દેવોએ બધાએ દસમા દિવસે નવ શક્તિની પૂજા કરી તેથી દશેરાની ઉજવણી થાય છે .
શક્તિનાં અનેક સ્વરૂપ છે પ્રાણશક્તિ , જળશક્તિ , વાયુ શક્તિ , અગ્નિશકતી વગેરે યાદી લાંબી છે પણ શક્તિ નેગેટિવ બને ત્યારે તેની આસુરી શક્તિ કહે છે જે વિનાશકારી નિવડે છે. અણુબોમ્બ આસુરી શક્તિની પરાકાષ્ઠા છે . શક્તિ પોઝિટિવ હોય ત્યારે તેમાંથી યોગશક્તિ આત્મ શક્તિ પ્રગટ થાય છે.
દશેરા રાવણ દહન એની કથા ભગવાન શ્રી રામે લંકાના રાવણ સાથે ભીષણ યુધ્ધ બાદ રાવણ અસુર શક્તિને હણી તેમના પર વિજય મેળવેલ આ દિવસે આસુરી શક્તિ તમામ હણાય અને ઋષિઓને હવનને રોકતા અને કનડતા રાક્ષસનો સર્વવિનાશ થયો આની હર્ષ ખુશીમાં એક બાજુ રાવણનાં દેહને બાળવામાં આવ્યો તો રાવણ જેવા રાક્ષસના મૃત્યુથી ઉત્સવ ઉજવ્યો અને આ દિવસે આપણે ત્યાં હજુ પરંપરા ગત પ્રમાણે રાવણ રૂપી પૂતળા દહન કરી અસુરી વૃતિનો નાશ કરે અને ખુશીમાં ઉત્સવ ઉજવીએ છીએ .
તો આ સાથે મહાભારતની કથાની કથામાં પાંડવોને ગૃપ્ત વાસ દરમિયાન પોતાના શસ્ત્રો સુરક્ષિત છુપાવવા માટે વનમાં વૈરાટ નગરથી થોડો દૂર આવેલા ભાગોળમાં ખીજડાના વૃક્ષમાં પોતના શસ્ત્રો સુરક્ષિત રીતે સંતાડ્યા હતા અને જ્યારે કૌરવો સાથે યુધ્ધ થયું ત્યારે તે વૃક્ષમાંથી પોતાના શસ્ત્રો પૂજા કરી ફરી ધારણ કરેલ તે દિવસથી આ દિવસે શસ્ત્રોની પૂજા પણ કરે છે .
આ દિવસોમાં સૌ વેરઝેર તિરસ્કાર , કટુતા ભૂલી એક બની ઉત્સવનો આનંદ માણે નકરાત્મક ભાવો કે આસુરી ભાવોને દેવી ભાવમાં પલટાવવા માટે આવા પર્વોનો ખુબ જ મોટો ફાળો છે.
સમાજમાં યુગેયુગે આસુરી અંધકાર આવી જાય છે આજે વિજ્ઞાનને કારણે સંશોધનો ધણા થયા છે અને પરિણામે વિશ્વમાં અજવાળું થયેલું જણાય છે. પરંતુ નૈતિકતાના ક્ષેત્રે અંધકાર પણ એટલો જ વધ્યો છે હિંસા , લૂંટફાટ , યુધ્ધ , ભષ્ટાચાર , વ્યભિચાર , વ્યસન વગેરે દ્વારા આજે માણસ પીડાઈ રહ્યો છે . મનુષ્ય પોતાની જ જાતનું નિકંદન કાઢવા તૈયાર થયો છે . તે સમયે વિશ્વને બચાવી લેવાનું છે તે માટે આ અંદરનો દરેક કચરો ત્યાગવો જોઈએ તો જ સ્વપ્રત્યે વિજય થયો ગણી વિજયા દશમીનો સાચો મર્મ માણી જાણી શકાય આ પૃથ્વી પર જ સ્વર્ગ ત્યારે બની શકશે .

- રાજેશ બારૈયા "વનવાસી"
email :vanwasi.rajesh@gmail.com