વેકેશન એટલે પ્રવાસ માટે અનુકુળ સમય rajesh baraiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેકેશન એટલે પ્રવાસ માટે અનુકુળ સમય



                        આપણે જીવનની દોડા દોડી માંથી થોડો સમય કાઢીને કુદરતી સાંનિધ્યમાં જઈ શકીએ તો આપણા ચિતમાં અપૂર્વ શાંતિ જન્માવે એવા દ્રશ્યો જોવા મળે , શરત એટલી જ કે એ દ્રશ્યો સાચી રીતે જોવાની અને એમાંથી ઉદ્ ભવતિ  અદ્ભુત અપાર્ષિવ અનુભૂતિને માણવાની આપણી તૈયારી હોવી જોઈએ
       આપણામાં કહેવત છે જીવ્યા કરતા જોયું ભલું મનુષ્ય માત્રમાં નવું નવું જોવાની જાણવાની માણવાની ઇચ્છાભરી હોય છે .મનુષ્યમાં ભિન્ન ભિન્ન પ્રકારની જીજ્ઞાસા હોય છે નવા પ્રદેશમાં નવા માનવીઓ નૈસર્ગિક વિવિધરૂપ સ્વરૂપ તે પ્રદેશોનું લોકજીવન સમાજ જીવન કેવું છે ?લોકો કેવા છે ?પ્રેમાળ છે , વિનમ્ર છે કે અભિમાની કે પરસ્પર મદદ કરનાર ચાહનાર છે ?નીતિમત્તાનું ચારિત્ર ધોરણ કેવું છે ?આ સર્વ નિહાળવાની અભિલાષા ઉત્કંઠા માણસને પ્રવાસી બનાવે છે . તે જાણે દેશાટન   કરવા પરિભ્રમણ કરવા નીકળી પડે છે પણ બધા માણસના ભાગ્યમાં આમ મન ચાહે ત્યાં અને ત્યારે પ્રવાસની સફરે નીકળી પડવું શક્ય નથી હોતું માણસ તેના દૈનિક જીવનની ઝંઝાળમાં ફસાયેલો હોય છે .ઉપરાંત પ્રવાસની મુસાફરી માટે શારીરિક સંપતિ અને ધન સંપતિ બન્નેની iજરુરીયાત સૌ પ્રથમ રહે છે .
    લોકો એમના રોજિંદા જીવનથી છૂટવા માટે પ્રવાસે જાય છે .તેથી એકની એક જીવન પદ્ધતિની યાંત્રિકતામાં બદલાવ આવે તેમ છતાં મોટા ભાગના લોકો માટે પ્રવાસનો અર્થ મોજ મજા કરવા જેવું એવો જ થઈ ગયો છે .અનેક પ્રવાસ ધામો , રિસોર્ટ વગેરે ધરખમ કમાણી કરવા લાગ્યા છે . એક સમયે લોકો ધાર્મિક સંદર્ભમાં જ યાત્રા કરવા જતા હતા તેમાં કુદરતી સ્થળોમાં આવેલ ધાર્મિક સ્થળોમાં જઈ ઈશ્વરની નજીક પહોચવાની વૃતિ પણ રહેતી. ઈશ્વર નજીક જવું એટલે કુદરતની અવર્ણનિય શાંતિનો અનુભવ થતો હવે લોકો ફરવા જાય છે . ત્યારે આપણી શહેરી યાંત્રિક મર્યાદાઓને સાથે લઈને જાય છે .તેથી નદીનાં પ્રવાહમાં શાંતિ ખળ ખળ ધ્વનિ , પર્વતમાંથી મળતી અદ્ભુત નીરવતાનો અનુભવ કરવાનું ચૂક જાય છે. લોકો જંગલમાં પણ ઘોંઘાટભર્યું સંગીત સાંભળવાનાં સાધનો સાથે લઈએ જાય છે. એમને વહેલી સવારે ખીણોમાંથી ઉડતા ધુમ્મસમાંથી મળતી માનસિક શાંતિમાં રસ પડતો નથી કુદરતી સૌંદર્યથી છલોછલો સ્થળો મા પણ આપણે રિસોર્ટ કે હોટલનાં રૂમમા બેસી ટીવીની ચેનલો ફેરવ્યા કરીએ છીએ.
      ગુજરાતમાં અખૂટ કુદરતી સંપતિ પડી છે. નયનરમ્ય અને વિશાળ સમુદ્ર કિનારો છે . અઢળક વન સંપતિ છે . આહવા -ડાંગથી સાપુતારા વન સંપતિ જંગલોનો સહવાસ સાંપડયો , જંગલના વૃક્ષો, વેલીઓ , વનસ્પતિ અને વન્ય જીવન પ્રેત્યેનું મન હંમેશા આકર્ષણ એટલા માટે રહયું છે કે દરેક મુલાકાત વખતે મને એક નવા જ સ્વરૂપે જોવા મળ્યું છે. પર્વતો ,ઝરણા અને કોયલ , પોપટ અને મોર વગેરે પંખીઓનો કલરવ મને એક અભિનય સંદેશ અને નવી જ પ્રેરણા તેમજ ચેતનાઓ મને આકર્ષણનું કામ કર્યું છે. પ્રકૃતિની વિવિધ છટાઓ સદા મને લુભાવે છે. અને પોતાની તરફ ખેંચે છે તેથી હું પણ બે હાથ લંબાવી તેની તરફ દોડી જઉં છું .
  જો તમે શાંતિ સુરમ્ય અને પ્રકૃતિમય જગ્યાએ પ્રવાસ કરવા માંગતા હો તો તેના માટે ડાંગની અને આહવા સાપુતારા પ્રદેશની મુલાકાત સૌથી વધારે યાદગાર બની રહેશે .ખળ ખળ વહેતા ઝરણા અને વૃક્ષોથી ઘેરાયેલો આ પ્રદેશ વાંસનાં અહીંના લોકોના મકાન પ્રાકૃતિક રંગ દ્વારા ભીંત પર બનવેલા ભીંત ચિત્રો કહેવાય છે કે ડાંગનાં આદિવાસીઓ દિલદારોનું સ્વાગત કરવા હંમેશા તૈયાર હોય છે ડાંગના સુંદર ગાઢ જંગલો , બાગ બગીચાઓ , ફળ ફૂલ આર પારનાં તમામ વાતવરણને પ્રફુલ્લિત કરી દે છે .

(નોંધ- આહવા ડાંગ પગપાળા વન શિબિર મારા અહેવાલ માંથી )