Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.....પેજ - ૩૩

પ્રયાગ અનુરાગ સર નાં આશીર્વાદ લેવા માટે તેમની ઓફીસ પર ગયો છે, જ્યાં અનુરાગ સર ,અંજલિ નું કેટલું રીસ્પેક્ટ કરે છે તે જાણી ને પ્રયાગ ને આનંદ થાય છે.

અંજલિ અનેે આચાર્ય સાહેબ ઓફીસે થી ઘરેે જવા નીકળ્યા છે.

******* હવેે આગળ - પેજ -૩૩ *******


અચ્છા ચલ બોલ બેટા હવે શુ લઈશ ??
બસ...સર આપ જે લેશો તે જ....હું પણ લઈશ.

બેટા હું...તો હજુ પણ પેેલુ બૉર્નવિટા જ લઉ છુ....કહી ને હસવા લાગ્યા ....અનુરાગ સર.

ફાઈન સર...તો હું પણ તેજ લઈશ.

ઓ.કેે. ફાઈન બેટા. ..
અનુરાગે તેનાં ટેબલ પર પડેેેેલા ટેબલેટ પર બોર્નવિટા લખ્યું હતું
ત્યાં ૨ લખી ને ઓર્ડર મોકલ્યો.
સામેેેે થી તરત જ o.k. લખાઈ નેે જવાબ આવી ગયો.

અનુરાગ ગ્રુપ ની ઓફીસમાં બધી જ વસ્તુ ઓ હાઈટેક રખાઈ હતી,જેથી આવેલા ગેસ્ટ ને ઝડપ થી સર્વિસ મળે અને સમય ની બચત થાય.
બેટા...તારે પણ શ્લોક ની જેમ ભણી ને ત્યાં યુ.એસ.માં જ સેટ થવાનું છે ?? કે ઈન્ડીયા માં ??

સર..હમણાં તો એવી ઈચ્છા છે કે ત્યાં ભણીને થોડોક સમય આપનાં હાથ નીચે થોડુ શીખી ને પછી આગળ શુ કરવું તે નક્કી કરીશ.

બેટા, કદાચ તને મારી સાથે રહી ને શીખવાની જરુર જ નહીં પડે, તુ પોતે જ એટલો હોંશિયાર છુ એટલે જ...અને તેમ છતાં પણ જ્યારે તુ ઇચ્છે ત્યારે આવી જ શકે છે.
અનુરાગ અને પ્રયાગ બન્ને વાતો કરતા હતા,ત્યાં જ પ્યૂન બન્ને માટે બોર્નવિટા અને બીસ્કીટ લઈને આવ્યો. બન્નેવ જણા એ વાતો કરતા કરતા બૉર્નવિટા ને ન્યાય આપ્યો.
સર..આપનાં આશીર્વાદ રૂપી આશીર્વચન મને આપો... અને મારી સમજ પ્રમાણે કહું, તો અત્યારે હું મારા જીવન નાં એવા તબક્કા માં છુ કે જ્યાં આપનાં જેવી વ્યક્તિ ના માર્ગદર્શન અને સલાહ ની મને એક એક પગલે જરૂર પડશે.
બેટા....તારા વિચારો આજ ના સમય નાં યંગસ્ટર્સ કરતા ખુબ અલગ છે, જે દર્શાવે છે કે તું પોતે પણ વિચારો થી ઘણો સમૃધ્ધ છે.

સર...એવુ તો હું નાં કહી શકુ,અને આપની આગળ એવુ હું કહુ તે યોગ્ય પણ નથી.
અને,બીજુ કે ખુદ ભગવાન કૃષ્ણ ને પણ જો સાંદીપની ૠષી ના માર્ગદર્શન ની જરૂર પડી હતી..તો હું તો એક સામાન્ય માણષ છુ.

હમમ..તારી વાતો અને વાત કરવાની પધ્ધતિ બધુજ ખુબજ પ્રબુદ્ધ છે બેટા.
થેન્ક યુ સર...છતા પણ હું આપની પાસે થી આજે શીખી ને જ જઈશ.
અનુરાગ..મંદ મંદ મુસ્કુરાયા.....ઠીક છે બેટા,

જો બેટા.....હું તને જે કંઈ કહીશ તે મારી પોતાની સમજ અને બુદ્ધિ મુજબ કહીશ, અને શક્ય છે કે તુ પોતે પણ મારી અમુક વાત થી સંમત ના પણ હોય,અને બીજા લોકો પણ કદાચ સંમત નાં હોય તે પણ શક્ય છે...એટલે મારી વાત ને શાંતિ થી સમજજે અને તારી રીતે તેને મૂલવવા પ્રયત્ન કરજે.

ઓ.કે.સર ..ચોક્કસ...પ્રયાગે ચુપચાપ તેના મોબાઈલ માં રહેલા રેકોર્ડીંગ ઓપ્શન ને ચાલુ કરી દીધું.
જો બેટા....હું તને જે કંઈ કહુ તે મુજબ જ તુ તારા જીવનમાં કરે અથવા તે મુજબની જીંદગી જ તુ જીવે તેવી કોઈ જ મનશા હું રાખતો નથી, તને આજે જે શીખામણ અથવા જે વાત કરીશ તે મેં ક્યારેક શ્લોક ને પણ કીધેલી છે, અને તેને પણ મેં એવુ જ કહ્યું હતુ કે તેનાં પોતાના અલગ વિચાર હોય અને તેને પોતાની રીતે જીવન ને જીવવું હોય તો પણ હું એના પિતા તરીકે તેનાં દરેક નિર્ણયો માં તેને હંમેશા સપોર્ટ કરીશ.
અને આ વાત તને પણ એટલી જ લાગુ પડે છે, તુ તારા નિર્ણયો લેવા માટે અને જીવન ને જીવવા માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે,હું તારા નિર્ણયો ને પણ સુપેરે વધાવીસ અને સહર્ષ સ્વીકારીસ પણ...અને મારા જીવન નાં આખરી પડાવ સુધી તને પણ હું શ્લોક જેટલો જ સપોર્ટ કરીશ.

પ્રયાગ ચુપ હતો....તેની આંખોમાં અલગ તત્પરતા હતી,મન માં અનુરાગ સર શુ કહેશે અને તેમનાં પોતાના જીવન પ્રત્યે ના કેવા વિચારો અને અભિગમ છે તે જાણવા અને સમજવા ની અદમ્ય ઇચ્છા હતી.

બેટા....લગભગ દરેક માણસ માત્ર નો સ્વભાવ હોય છે કે તેને કોઈપણ ભોગે સફળ થવુ હોય છે, જીવનમાં તેના કામ માં અરે હું તો કહું કે માણસ ને દરેક ક્ષેત્રે સફળ થવુ હોય છે.

હું એવુ માનું છુ કે...સરળ બનો...સફળતા એની જાતે મળશે.

પ્રયાગ બોલ્યો...સર , સફળતા એટલે શું ??
અને સફળતા નો માપદંડ શુ ?

બેટા...મારા હિસાબે તો...જે કાર્ય કરી ને આનંદ મળે, કશુ કર્યા નો...અને કશુ મેળવ્યાનો...તેમાં જે નીજાનંદ મળે છે તેજ ઉત્તમ હોય છે, અને તેજ મારા હિસાબે સફળતા છે.

બેટા...દરેક વ્યક્તિને હીસાબે સફળતા ના માપદંડ અલગઅલગ હોય છે. કોઈ એક પધ્ધતિ અથવા ફોર્મ્યુલા થી કોઈ વ્યક્તિ સફળ બની હોય તેજ પધ્ધતિ થી બીજી કોઈ વ્યક્તિ ને સફળતા નાં પણ મળે તેમ પણ બને, માટે જ જે કાર્ય કરો તેમાં પોતાનું સર્વસ્વ આપો અને ઈચ્છતા હોય તે પરિણામ ના મળે ત્યાં સુધી અથાગ પ્રયત્ન કરતા રહો.
બેટા, જ્યારે આપણે કોઈ વ્યક્તિ નું અપમાન કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે તે વ્યક્તિ ના મન માં થી આપણું માન ગુમાવી બેઠા હોઈએ છીએ. માટે ક્યારેય કોઈ નુ અપમાન ના કરતો, અને કોઈ ને દુઃખ થાય તેવું વર્તન પણ ના કરતો.
અને, હંમેશા યાદ રાખજે કે સુંદર દેખાતી વ્યક્તિ માં સુંદર ટેલેન્ટ પણ હોય તે જરુરી નથી,સારું હ્રદય અને સારુ કૌવત સાથે હોવુ તે અસામાન્ય બાબત છે.અને જો તેવી કોઈ વ્યક્તિ તારા જીવન ના કોઈ પડાવ માં તારી સાથે હોય તો હંમેશાં તેવી વ્યક્તિ ને સાથે રાખવા પ્રયત્ન કરજે.

પ્રયાગ એકચિત થી અનુરાગ સર ને સાંભળી રહ્યો હતો અને સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો. એ સમજતો હતો કે આજે તે જીવનનો એવો સમય પસાર કરી રહ્યો છે, જે સામાન્ય રીતે બહુ ઓછા લોકો ના નશીબ માં આવતો હોય છે. આજે અસામાન્ય ઘટના તેનાં જીવન માં ઘટી રહી હતી...અને તે તેનાં જીવન ને નવો ઘાટ આપવામાં મહત્વ ની સાબીત થવાની હતી.
બેટા...જીવનમાં શુ કરવું તેની સાથે સાથે, શું ના કરવું તેનાં નિયમ પણ બનાવી લેજે,અને તે મુજબ જીવન જીવવા પ્રયત્ન કરજે.
બેટા...કોઈપણ વ્યક્તિ પોતાના કદ થી વધારે મોટું થઈ જાય ત્યારે લોકપ્રિયતા ની ફ્રેમમાં થી બહાર નીકળી જાય છે, માટે પ્રસિદ્ધિ મળે ત્યારે તારા પગ જમીન પર અને મન અને મસ્તિષ્ક ને તારા કાબુમાં રાખજે.
હંમેશા તારી જાત ને ચકાસતો રહેજે, અને જ્યાં જ્યાં જરૂરી જણાય ત્યાં સુધારા પણ કરતો રહેજે.
જીવનમાં સફળતા ને તું કેવીરીતે લેછે ? અને ફક્ત સફળતા એકલી જ મહત્વ ની નથી, તુ નિષ્ફળતા ને કેવી રીતે સ્વીકારી ને જીવન માં આગળ વધે છે, તે પણ એટલુ જ જરૂરી છે. માટે સફળતા અને નિષ્ફળતા બન્ને સમયે મન માં ધૈર્ય જાળવી રાખજે.
બેટા, ઘણી વખત આપણે જીવનમાં તથા આપણા વ્યાપારમાં બદલાવ લાવવા જરૂરી હોય છે, તે જાણતાં અને સમજતા હોઇએ છીએ, અને તે જરૂરી બદલાવ લાવીએ છીએ પણ ખરા. પરંતુ સૌથી વધુ અગત્યનું તો એ છે કે તે બદલાવ ને આપણે આપણા જીવન માં કે વ્યાપાર માં સ્વીકારી શકીએ છીએ ખરા ? જો તેનો સ્વીકાર નાં કરી શકીએ તો તેવા બદલાવ નો કોઈ અર્થ નથી રહેતો, માટે બદલાવ ના સમયે સમજીને તેનો સ્વીકાર કરીને આગળ વધજે.

પ્રયાગ...સતત અનુરાગ સર ની વાત ને ધ્યાન થી સાંભળતો અને સમજતો હતો.

જીવન માં સફળતા અને નિષ્ફળતા એ એક સિક્કાની બે બાજુઓ છે, પુષ્કળ મહેનત કર્યા પછી પણ અસફળ રહેવાય અને કોઈ જાત ની મહેનત વિના સફળતા મળી જાય...આવા અનેક પ્રસંગો જીવન માં આવતા જતા રહેશે...પરંતુ તુ ક્યારેય ઓછી મહેનતે સફળતા મળી જાય તો પણ પોતે હોંશિયાર છુ અને મને તરત સફળતા મળી તેમ નાં સમજતો, સફળ થયા પછી પણ મહેનત અને પુરુષાર્થ અવિરત પણે ચાલુ જ રાખ જે. તારા લક્ષ્ય ને સિદ્ધ કર્યા પછી બેસી નાં જતો, નવા લક્ષ્ય તરફ આગળ વધજે. લોકો તારી સફળતા માં તારી સાથે હશે...પરંતુ નિષ્ફળતા મળશે તો લોકો તારા થી દૂર થવા લાગે તો તે સમયે હિંમત હારીને બેસી ના જતો, યાદ રાખજે બેટા...તેવા સમયે કદાચ તારા પોતાનાં પણ તારો ત્યાગ કરીદે તેવુ પણ બને...એટલે સંપૂર્ણ વિશ્વાસ તારા મન પર રાખી ને આગળ વધજે.
આવા સંજોગોમાં એક માત્ર માં બાપ જ મોટા ભાગે તને સાથ આપે એમ પણ બને..પરંતુ એનો એવો બિલકુલ મતલબ નથી કે તારી પત્ની તને તેવા સમયે સાથ નહીં જ આપે..પરંતુ તે સાથ નાં આપે તેવું પણ બની શકે છે તે યાદ રાખજે.

ક્યારેય શક્ય હોય ત્યાં સુધી ગુસ્સો ના કરતો,તેનાં થી તારૂં જ સ્વાસ્થ્ય બગડશે, અને બને તેટલી લોકો ને મદદ કરજે,અને યાદ રાખજે તારા નજીક નાં હંમેશા તારા થી કોઈ અપેક્ષા રાખતા હશે, જે ઘણીવાર આપણે જાણતા પણ નથી હોતા, એટલે જે કોઈ તારી પાસે કોઈ કામ,અથવા કોઈ મદદ ની અપેક્ષા થી આવે તો શક્ય હોય તેટલું તેમને મદદ કરજે. વળી, કોઈને કરેલી મદદ નો જશ તુ ના લેતો અથવા તે કરેલી મદદ ની ક્યારેય કોઈપણ પ્રકારની કે કોઈપણ જગ્યાએ ચર્ચા પણ ના કરતો..અને આમતો કરેલી મદદ એ તારી ફરજ હતી એવાજ ભાવ મન માં રાખીને મદદ કરજે.
તારી મમ્મી તારા માટે કે તારુ ક્યારેય કશું જ ખરાબ કે ખોટુ નહી કરે અને નહીં થવાદે...એ હંમેશા યાદ રાખજે.
શક્ય છે કે તારા માતા પિતા થી ભૂતકાળમાં કોઈ નિર્ણય એવા લેવાઈ ગયા હોય અથવા ભવિષ્યમાં કોઇ એવા નિર્ણય લે,જે તને ના ગમે અથવા તારી દ્રષ્ટિએ તે સાચા અથવા સારા ના પણ હોય, તો પણ હંમેશા તેમને સમજવા નો પ્રયત્ન કરજે,અને તેમના નિર્ણય ને સહર્ષ સ્વીકારી લેજે. કારણકે જેતે સમયે તેમણે લીધેલા નિર્ણયો તેમણે તેમની સમજ મુજબ લીધા હોય તે યોગ્ય જ હતા અથવા હશે તે સમજવા પ્રયત્ન કરજે.
જીવનમાં દરેક વ્યક્તિ પોત પોતાની રીતે સાચ્ચા જ હોય છેં તે યાદ રાખજે, દરેક વ્યક્તિ સમય અનુસાર પોતાની રીતે નિર્ણયો લેતા હોય છે,જે તેમની દ્રષ્ટિ એ સાચા જ હોય છે, પરંતુ તે નિર્ણયો સાચા હતા કે સારા હતા અથવા તો સાચા અને સારા હતા અથવા ખોટા હતા તે સમય જ નક્કી કરી શકે છે, એટલે બધુ સમય પર છોડીને આગળ વધજે.
પ્રયાગ દરેક શબ્દો નો મર્મ અને તેની ઉંડાઈ સમજવા પ્રયત્ન કરતો હતો.
દરેક વ્યક્તિ માટે સત્ય અલગ હોઈ શકે છે, જે વાત કે જે વસ્તુ તારા માટે સત્ય હોય તે બીજા માટે સત્ય ના પણ હોય. તુ હંમેશા સુ સત્ય છે તે સમજી અને તેનો સહર્ષ સ્વીકાર કરજે. શક્ય છે કે તે તને ના પણ ગમે, પરંતુ સત્ય તો સત્ય જ રહેશે, એટલે સારુ શુ કે ખોટુ શુ તેના કરતા સત્ય શુ તે ખાસ સમજીને તારા વિચારો ને કેળવજે.

પ્રયાગ સતત અનુરાગ સર ના શબ્દો અને તેમના ચહેરા ના હાવભાવ ને જોઈ અને સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો.

જીવનમાં તારી પત્ની અને બાળકો ક્યારેક તને ના સમજે તેવુ પણ બની શકે, પરંતુ તેવા સમયે તેમનાં માટે તારા મન માં કોઈ રાગ દ્વેશ ના રાખતો, તેમને સત્ય સમજાવવા પ્રયત્ન કરજે, અને તારા પ્રયત્ન પછી પણ ના સમજે તો સમય પર બધુ છોડી દેજે, તારા પોતાના સાથે સંઘર્ષ મા ના ઉતરતો, તેમાં કોણ જીત્યું અને કોણ હાર્યું તેના કરતા દુઃખ વધારે થશે.
દરેક ના પોતાના અલગઅલગ વિચારો હોય છે, એટલે દરેક ના વિચારો ને સન્માન આપજે.
જીવનની દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેજે, ક્યારેક કોઈ વાત ના સમજી શકાય તો કોઈ ની સલાહ લેવામાં નાનમ ના રાખતો. અને કોઈ ની સલાહ હંમેશા સાચી જ હોય અથવા તારા માટે સારી જ હોય તે પણ શક્ય નથી..એટલે કોઈની સલાહ લીધા પછી તુ તેને તારી રીતે યોગ્ય મૂલવવા પ્રયત્ન કરજે, અને ત્યાર બાદ કોઈ આખરી નિર્ણય પર આવજે.
જ્યારે કોઈ વ્યક્તિ ને આપણી સલાહ ની જરૂર હોય, અથવા કોઈ વ્યક્તિ ને તેનાં મન માં કોઈ સવાલ ને લઈને મુંઝવણ હોય...ત્યારે તે વ્યક્તિ ને મન માં અનેક વિચારો આવે તે સામાન્ય બાબત છે..ત્યારે તે વ્યક્તિ જો તને પુછે તો તારા વિચારો જે સ્પષ્ટ તથા તટસ્થ હોય તે રજુ કરજે...જેતે વ્યક્તિ ને તારી રીતેજ વિચારી ને તુ જે નિર્ણય લેવડાવા માંગતા હોય તેજ નિર્ણય લેવડાવવા માટે મજબૂર કરતો નહી..તથા તેજ વ્યક્તિ એ મન માં જો કોઈ નિર્ણય લઈ લીધો હોય અને તને ફક્ત કહેવા અથવા પુછવા ખાતર વાત ની રજુઆત કરતા હોય..તો તે વ્યક્તિ ના નિર્ણય ને સહર્ષ સ્વીકારી લેજે.... કારણકે તારા કહેવા થી અથવા નહી કહેવાથી સામેની વ્યક્તિ ને કશો ફરક નહીં પડે.
જીવન ના દરેક ક્ષેત્રે તથા દરેક પડાવ પર તારું શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કરજે, દરેક જગ્યાએ અને દરેક મુંઝવણનો યોગ્ય રીતે સમજી અને તે પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયત્ન કરજે. કોઈ ની અથવા આપણી પોતાની અપેક્ષા મુજબ ક્યારેક કોઈ ઉકેલ ના પણ આવી શકે તો વિહવળ ના થતો, પરંતુ જે કંઈ કરે તે સર્વોત્મ કરવા પ્રયત્ન કરજે.

જીવનમાં દરેક વ્યક્તિ ના પોતાના અલગ વિચાર હોય છે, તેથી દરેક ના વિચારો સાથે તુ પોતે સંમત હોય અથવા તારા વિચારો સાથે બીજા પણ સંમત હોય તે શક્ય નહીં જ બને.
શક્ય હોય ત્યાં સુધી દરેક ને થોડો નમતો રહેજે.થોડું ઘણું નુકશાન થયું હોય કે થતું હોય તો પણ જતું કરજે.
અને જીવન નાં અંત સમય સુધી તારા માતા પિતા ને ક્યારેય દુઃખ થાય તેવું વર્તન નાં કરતો. તારા પરિવાર માં એક સ્ત્રી બહાર થી પણ આવશે, જે તારા ભાગ્ય નું સર્જન કરવા માં મજબુત પાયો નાંખશે. તે એટલે કે તારી પત્ની ને....હંમેશા સમજવાનો પ્રયત્ન કરજે. તે જન્મી ત્યાર થી તેનાં પિતા નાં ઘરે જ ઉછરી અને મોટી થઈ હશે, એટલે તે તેનાં માં બાપ ના ઘર નાં સંસ્કાર, ટેવ, કુટેવ બધુ જ લઈ ને આવેલી હશે,માટે તેને ખુશી અને સુખ બન્ને આપજે. તેના સ્વમાન ને ક્યારેય ઠેસ નાં વાગે તેનું ધ્યાન રાખજે.

તારી પોતાની અધુરી રહી ગયેલી ઈચ્છ્ઓનુ તારા બાળક ને તે અધુરી ઈચ્છાઓ પુરી કરવા માટે દબાણ નાં કરતો. અને સૌથી અગત્યની વાત જીવનમાં પૈસા ને અને સત્તા ને જીરવી શકે એજ વ્યક્તિ મારા મતે મહાન છે, અને તુ એક મહાન વ્યક્તિ બનજે.

અનુરાગ ને લાગ્યું કે હવે કદાચ વધુ કહીશ કે સમજાવીશ તે હાલ નાં તબક્કે પ્રયાગ માટે વધારે થઈ પડશે,એટલે બોલ્યો....બેટા કદાચ આટલી વાતો આજનાં સમયે પુરતી છે, તેમ છતાં પણ જ્યારે તારા મન માં કોઈ મુંઝવણ અનુભવે તો કોઈપણ સમયે મારી જરુર જણાય તો વિના સંકોચે મને કહેજે, હું મારી સમજ પ્રમાણે તને માર્ગદર્શન આપીશ.
પ્રયાગ ને પણ લાગ્યું કે હવે અનુરાગ સર નો વધુ સમય મારે નાં લેવો જોઈએ, એટલે તેણે પણ કીધું કે જી સર....ચોક્કસ...
સર, હું આપની આ બધીજ શિખામણ ને તમારા આશીર્વાદ સમજી ને હર હંમેશા યાદ રાખીશ તથા આપનાં સુચવેલા માર્ગ પર ચાલવા તથા અનુસરવાનો ચોક્કસ પ્રયત્ન કરતો રહીશ.

સર...આપનો ખુબ ખુબ આભાર...આપનાં આશીર્વાદ મારાં જીવન ને નવો આયામ આપશે તેવી મને શ્રધ્ધા છે. સર....કહીને પ્રયાગ અનુરાગ ને પગે લાગ્યો.... સર....મને આશીર્વાદ ....આપો.

અનુરાગ તેની ચેરમાંથી ઊભો થયો અને પ્રયાગ નાં માથે હાથ મૂક્યો..બેટા મારા આશીર્વાદ હંમેશા તારી સાથેજ છે, અને હાં...ક્યારેય તારી મમ્મી ને દુઃખી ના કરતો.
પ્રયાગ પગે લાગી ને તરતજ અનુરાગ ને ભેટી પડ્યો. કોણ જાણે શુ કુદરતી ચમત્કાર થયો કે પ્રયાગ નાં ભેટવા થી અનુરાગ અને પ્રયાગ બન્ને ને મન માં એકદમ શાંતિ, ખુશી અને આનંદ નો અહેસાસ થયો, શુ થયુ કેમ થઈ રહ્યું હતું તે સમજી શકાતુ નહોતું.

અનુરાગ ને તો સમજાઈ ગયુ હતું,પરંતુ પ્રયાગ ને નહોતું સમજાતું કે જ્યારે તે અનુરાગ સર ને આમ મળે અને ભેટે છે,ત્યારે ત્યારે તેને આમ અલગ અહેસાસ કેમ થતો હતો. પ્રયાગ ના જીવ ને ઠંડક મળતી હતી અને જાણે તેની આખી દુનિયા એક જગ્યાએ આવી ને સમેટાઈ જતી હતી.
ભગવાન પણ નાં જાણે ક્યારેક ક્યારેક શુ કરે છે તે સમજાતું નથી...પ્રયાગ પોતાના મન માં જ વાત કરી રહ્યો હતો.
સર..હું રજા લઉ ??? કહીને પ્રયાગ અનુરાગ સર ની રજાલઈને તેમની કેબીનમાં થી બહાર નીકળવા ની તૈયારી કરે છે.

એક મીનીટ બેટા..... તુ આજે પહેલી વાર જ આવ્યો છું, આમ ખાલી હાથે નાં જવાય...આલે બેટા...કહી ને તેમનાં ગળા માં જે સોના ની ચેન પહેરેલી તે ઉતારી ને પ્રયાગ નાં ગળા માં પહેરાવી દીધી.

અરે સર...મને તો તમારા આશીર્વાદ થી વધારે કશુ જ નાં જોઈએ.હું આ નાં લઈ શકુ, આટલુ બધુ ....?? અને આમ પણ પહેલા પણ તમે... ( પ્રયાગ તેની બર્થડે પર અનુરાગસર દ્વારા મળેલી ગીફ્ટ નું કહેવા જતો હતો )

બેટા....કદાચ મને એટલો તો ખ્યાલ આવતો જ હશે, કે કોને શુ અપાય અને કોને શું ના અપાય.....રાઈટ ??? એમ કહીને હસ્યા....અનુરાગ સર.
અને આતો મારા તને આશીર્વાદ છે. કાયમ તારા ગળા માં રાખજે અને ખુશ રહેજે. અનુરાગે પ્રયાગ ને માથે હાથ ફેરવ્યો.
જા બેટા...હવે તને લેટ થતુ હશે..કદાચ, કહીને પ્રયાગ ને સાથે લઈને પોતે તેમની કેબીનમાંથી બહાર આવ્યા.
હવે પ્રયાગ ને તે ભેટ સ્વીકારવા સીવાય નો કોઈ વિકલ્પ નહોતો.

જી સર..કહીને પ્રયાગ અને અનુરાગ બન્ને બહાર નીકળ્યાં...બહાર ચાલતા હતા ત્યારે બીજી કેબીન માંથી તથા બહાર બેઠેલો સ્ટાફ આ ઘટનાં ને જોઈ રહ્યો હતો, અનુરાગ સર સિવાય નાં આ વિચક્ષણ વ્યક્તિ વિશેષ ને જોઈ ને સ્ટાફ વિચારતા હતાં,કે આ બે માંથી કોણ વધારે પ્રતિભાશાળી છે ?? બન્નેવ ના કપાળ પર જબરજસ્ત ચમક હતી.
થોડીવાર માં જ અનુરાગસર પ્રયાગ ને છેક તેની કાર સુધી મૂકવા પહોંચી ગયા.
પ્રયાગ ફરીથી અનુરાગ સર ને પગે લાગ્યો,અને અનુરાગ ગ્રુપ ની ઓફીસ ને અને અનુરાગ સર ને અલવિદા કરી ને ત્યાંથી નીકળ્યો.

***********( ક્રમશ:)*********