સાસુ ને વહુ નો પત્ર Shital.Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાસુ ને વહુ નો પત્ર

મમ્મીજી,
હા આટલા વર્ષો પછી તમને મમ્મી નહિ પણ મમ્મી જી કહેવાનું મન થાય છે, કારણ કે આટલા વર્ષો માં એટલા અનુભવો થયા છે.
હું માં વગર મોટી થઈ. મને મારી મમ્મી કેવી દેખાતી એ પણ યાદ નથી. હું નવ કે દસ મહિના ની હતી ને એ ગુુુુજરી ગયેલી. મારા પપ્પા એ મારા ઉછેરમાં કોઈ કમી નથી રાખી.
ત્યાં સુધી કે મને અમુક સમય સુધી તો માં શું હોયએ પણ ન'તી ખબર. એ તો સ્કુલ જતી થઇ ત્યારે ખબર પડી કે બધાની મમ્મી પણ હોય છે પણ ત્યાં સુધી તો મમ્મી વગર જ જીવવા ની આદત પડી ગઈ હતી.
થોડી મોટી થયા પછી અમુક વાતો માટે મમ્મી ની કમી મહેસૂસ થતી પણ ફ્રેન્ડ જોડે વાત કરી લેતી.
કોલેજમાં આવ્યા પછી મન માં વિચાર્યું હતું કે મારા સાસુ ને હું માં સમાન માનીશ. અને એ વિચારી ખુશ થતી કે મારા લગ્ન થશે એટલે મને માં મળશે.
તમે લોકો જોવા આવ્યા અને વાત પાકી થઈ ત્યારથી હું ખુશ હતી કે મને માં મળશે.
પણ લગ્ન ના અમુક જ મહિનામાં મને તમારા માં મમ્મી નહિ પણ સાસુ ના દર્શન થવા લાગ્યા.
સૌથી પહેલા જ્યારે મારી સોના ની કડી ખોવાઈ ત્યારે જો કે એ ખોવાઈ ન'તી પણ ઘરમાં જ પડી ગઈ હતી અને પછી મળી પણ ગઈ હતી પણ એ મળી ત્યાં સુધી માં તો તમે ઘર માથે લઈ લીધું હતું.
હું ડઘાઈ ગઈ કારણ કે મે મારા ઘર માં કોઈ નો ઉંચો અવાજ પણ સાંભળ્યો ન'તો.
લગ્ન ના બે જ મહિનામાં મને પ્રેગનેન્સી રહી ગયેલી પણ હજુ કશું સમજાય એ પહેલા જ એ પ્રેગ્નન્સી મિસ થઇ ગયેલી ત્યારે મને કોઈ ની ખુબ જ જરૂર હતી કે મને સાચવી લે, હું રાતે રાતે રડતી રહેતી પણ તમારા કે તમારા દીકરા તરફ થી એવું કઈ જ ના બન્યું.
તમારી દીકરી અને હું બન્ને નોકરી કરતા હતા. તેમ છતાં મારે એકલી એ જ ઘરનું બધું કામ કરવાનુ.
તમારી દીકરી ને પણ ટિફિન હું બનાવી ને આપતી.
તમારી દીકરી ની તો રિસેપ્શનિષ્ટ ની જોબ હતી એટલે એને તો આખો દિવસ બેસી રહેવાનુ આવતું તેમ છતાં એ ઘેર આવતા ની સાથે પલંગ પર સુઈ જતી. અને મારી જોબ ટીચર ની એટલે મારે લગભગ ઉભા રહી ને ભણાવવાનું આવતું તેમ છતાં હું જો પાંચ મિનિટ માટે પણ જો આવીને બેઠી હોય તો તમે એવું કહેતા કે ભૂખ લાગી છે જલ્દી રાંધજો.
ઘર માં ઝઘડો કરી ને તમે મારી જોબ પણ છોડાવી દીધેલી જે હું ક્યારેય છોડવા નતી માંગતી કારણ કે ટીચર બનવું એ મારી લાઈફ નું સૌથી મોટી ડ્રીમ હતું.
એ છતાં ઘર ની શાંતી માટે મે જોબ પણ છોડી દીધી.
મન માં થયું કે તમને કદાચ અમારા બાળક ની ઈચ્છા હશે, બાળક આવશે તો બધું ઠીક થઈ જશે.પણ એવું પણ ના બન્યું. પ્રિયાંશ ના આવ્યા પછી થોડો સમય બધું બરાબર ચાલ્યું પણ પછી ફરીથી કામ માટે કચ કચ ચાલુ થઈ ગયી.
તમે ક્યાંક ગયા હોય અને પ્રિયાંશએ મને કામ ના કરવા દીધું હોય તો ઘર ની બહાર થી જ તમારું મોઢું ચડી જતું, પ્રિયાંશ ક્યારેક જીદ કરતો એને મારી પાસે જ રહેવું છે એ કામ ના કરવા દેતો તો પણ તમને ન'તું ગમતું.
હું દરેક કામ સંભાળી લેવા કોશિશ કરતી છતાં ક્યારેક કંઇક રહી જતું તો જે ના કર્યું હોય એના માટે તમે ગુસ્સો કરવા લાગતા.
ક્યારેક મોડું થઇ જતું ઉઠવામાં તો તમે "શેઠાણી હજુ ઉઠ્યા નથી!" એવા શબ્દો વાપરતા.
તમારો દીકરો જો નોકરી થી આવી થોડી વાર માટે પણ સુઈ જાય તો એની પાછળ પડી જતા કે, "બેટા તને કશું થતું તો નથી ને?" અને હું જો મારી ખરાબ તબિયત ના લીધે સૂતી હોય તો કોઈ દિવસ તમે મારા માથે હાથ ફેરવ્યો કે એમ પૂછયુ કે બેટા તને કશું થતું નથી ને? ખાલી કહેતા કે જાવ દવા લઈ આવો જાવ, આમ પડી રેહવા થી કશું નહિ મટે.


આવું અને આવું બીજું ઘણું બધું કાયમ થતું આવ્યું.
મારી માં ની તો શું તમે મારા પિયર ની ખોટ પણ ના પૂરી શક્યા. તમારી એક કડક સાસુ તરીકે ની છાપ મારા મન માં બની ગઈ, જેના લીધે હું હવે લાગણીશૂન્ય બની ગઈ છું. મારા મન માં તમારા માટે કોઈ માન નથી રહ્યું કેમ કે તમે તમારા દીકરા ને પણ સ્ત્રી ની સન્માન કરવાનુ નથી શીખવી શક્યા.
જે દીકરો પોતાની માં ને જે આવે તે કહી દેતો હોય એ પોતાની પત્ની ને શું સન્માન આપી શકે?
એટલે મને હવે આ સંબંધ પર થી જ મન ઉઠી ગયું છે.

કાશ કે તમે તમારા દીકરી દીકરા ની જેમ મારી પણ માં બની શક્ય હોત...
પણ કદાચ મારા નસીબમાં જ માં નહિ લખી હોય...