કઇક આવું પણ હોઇ Sweta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઇક આવું પણ હોઇ

આ એક હકીકત છે એના પરથી શીર્ષક આપવામા આવ્યું છે. અહિ બેલા મુખ્ય પાત્ર છે.બેલા જીવન મા થયેલી હકીકત છે .પણ એટલીજ રોમાંચક પ્રેમ કથા છે દુ:ખ તકીફ ને પ્રેમ થી દુર રહેવાની વેદના પછી ૧૩ વર્ષ બાદ બેલા જેને પ્રેમ કરે છે એ બન્ને ની એક થવાની .અને પોતા જે એક વ્યક્તિ હોય જેની સાથે જન્મો ના જન્મો સાથે રહેવાનું પ્રેમ કરવા નું નક્કી કર્યું હોય અને દોઢજ વર્ષનો સાથ હંમેશ માટે છુટો પડી જાય છે. ૧૩ વર્ષ એ જે સમયે મળે છે, એ સમય ની પળે પળ નું ખુબ રોમાંચક ભરી પળેા છે જે હું અહીં જણાવીશ .મિત્રો તમારુકાય મંતવ્ય હોય એ જણાવશો . comment box કે message મા જણાવશો.
હું તમને પહેલા ૧૩વર્ષ બાદ નું જણાવીશ બન્ને કેમ મળીયા કેવી રીતે ને એમા પણ બેલા ના નસીબ કેવી રમતો રમે છે બન્ને ને સામે લાવા મા ,ત્યાર બાદ એમની love story પછી દુ:ખદ ભાગ પછી અત્યાર ની સુખદ જિંદગી જે real life જે real મા એ શુ જીવિ રહ્યા છે ,એક આદશઁ જીવન સાથી છે બન્ને એકબીજાના માટે કેમ જીવવુ કેમ રહેવું .....એ પણ અત્યાર ના દંપતી ને શિખ મળશે.
યુ.એસ(U.S) મા ચિકાગો (Chicago ) મા રહેતી બેલા તેણી પોતાના બાળક ને એકલા ઉછેરી રહી હતી. તેણી ફેશન ડિઝાયનર છે તે ખુબ સારી માતા ,સારી ડીઝાઈનર ,સારી મિત્ર હોય છે.બેલાયે પોતાના જીવન મા પાછળ ના સમય મા ખુબ દુ:ખ જોયું હતું .બેલા એક ભારતીય છે.તે પોતાના દુ:ખ માંથી બાર નોહોતી નીકળી શકતી તો ભારત છોડી દીધુ બસ . એ છેલ્લા ૪ વર્ષ થી ચિકાગો છે તેના પુત્ર શિવ સાથે રહે છે.
બેલા ખુબ સુંદર, પણ સુંદર શબ્દ કઇક ઓછું પડે એટલી સુંદર છે એની આંખો તો જાણે એક એવુ ઝરણુ જયા વહેવા નુ મન થાય,આંખ એટલી સાચી ને માસૂમ નાના બાળક જેવી,ને એના ગાલ તો જાણે કોયે એના પર ગુલાબી રંગ કરેલો હોય એવા ગુલાબી ગાલ ને હોઠ તો બાપરે લાલ ગુલાબ ની પાંખડી ઓ જ મુકી હોય એવા લાલ,વાળ તો એ લાંબા રેશમ જેવા એમ થાય કે બસ ભગવાન પોતે પોતાના હાથે ફુરસદ થી બનાવિ હશે. બેલા પોતે ખુબ મહેનતી ને ઈમાનદાર હતી ,પોતે એજ સંસકાર એના પુત્ર ને આપતી . ખુબ સરસ એના બાળકની પરવરિશ કરતી હતી.
બેલા પોતાના કામ માટે ખુબ પ્રખ્યાત હતી .ત્યાં રહેતા બધા ભારતીઓ બેલા ને ત્યાં થી ખરીદતા .ખૂબ સુંદર એના ડિઝાઇન કરેલા કપડા ,ત્યાં ના લોકો પણ બેલા ના ડિઝાઇન કરેલા જ કપડા વધારે પસંદ કરતા ને ખરીદતા . બસ આમ ચાલ્યા કરતું હતું . બેલા કામ મા ખુબ વ્યસ્ત રહેતી તોપણ ને પોતાના બાળક ને પુરો સમય આપતી .
હજી તો મે તમને નજણાવ્યું જ થી કે બેલા કોના પર પોતાની જાન છીડકતી .એ છે દુનિયા મા સૌથી સુંદર મન વાળો છોકરો , હા મિત્રો સુંદર ને સાફ મન વાળો ,એ દેખાવ મા કંઈ ખાસ નહોતો પણ પ્રેમ તો આંધળો હોય ને , એવું અહીં નથી એ બેલા માટે તો એ હીરો જ હતો નામ હતું ઇશાન .થોડો જાડો, ના થોડો વધારે જાડો ,નાક તો કોકે ધુમ્બોમારી બેસાડેલૂ ,વાળ સુપર મેન જેવા થોડા સરસ ને આંખ તો ક્યારેય સુતો જ ના હોય એવા પોપચા સોજેલા પણ પણ પણ એ આંખો તો બેલા નુ જીવન હતુ.
બહુજ ઓછા માણસો હોઈ ઇશાન જેવા . આ યુગ મા તો ૧૦૦૦ કે ૧૦,૦૦૦ રે એક હોઇશકે. ઇશાન પોતાના પિત ને પોતાના આદર્શ માનતો ,રામ વચન ની જેમજ બધી વાત નું પાલન કરતો. પોતાના પીતા જેવોજ સાચો ને સારો માણસ બનવા માગતો હતો.
મિત્રો વધુ આવતા અંકે. તમારુમંતવય જરૂર આપજો.