breast feeding books and stories free download online pdf in Gujarati

બ્રેસ્ટ ફીડિંગ

બ્રેસ્ટ ફીડિંગ
વૈદેહી સોફા પર બેસી ને આજ બર્ગર ખાતી હતી. હા બર્ગર એનું ફેવરિટ અને પાછું બેંગલોર શિફ્ટ થયા પછી એનું વ્યસન સમું હતું એ ગોળ પાઉં નું બટકું.
વૈદેહી ના ચહેરા પર આજ જરા માયુસી ના ભાવો પ્રગટતા હતા.એને આ દુનિયાદારી જનજાળ જેવી લાગતી.કમ્પની ના કામો ની સાથે સાંસારિક કામો નો સુમેળ કરવામાં એ નિષ્ફળ હતી એવું એને સતત લાગ્યા અને એનું એક કારણ એ પણ હતું કે એને સાંસારિક કામો ગમતા જ નહીં. એ એની સોફ્ટવેર ની દુનિયા માં અલગારી હતી.
વિચારો ને બ્રેક મારી ને એ હજુ લેપ ટોપ ખોલવા જાય છે ત્યાં જ એના 3 મહિના ના બાળક નો રડવા નો અવાજ સંભળાય છે. વૈદેહીના કાન પર આ અવાજ ઘોઘાટ જેવો લાગતો એ કદી બાળપણ માં પણ ઢીંગલી થી રમી નહોતી અને લગ્ન થયા બાદ પણ એને બાળક સાચવવું ફાવતું નહોતું.
આટલા માં વેદાંશ ને ઓફીસ થી આવતો જોઈ ને એને હાશકારો વળે છે. વેદાંશ હજુ તો પોતાની બેગ મુકવા જાય એ પહેલા તો વૈદેહી ઈશારા માં એને બાળક ના રૂમ માં જઈ લેક્ટોડેક્ષ ના ડબ્બા માંથી દૂધ પીવડાવવા નું કહે છે.
વેદાંશ પણ ચીડવાતો આનાથી અને એને પણ થતું કે મારુ બાળક મોટું થઇ ને કોનું ધાવણ ના લાજે એવા પ્રયત્નો કરશે?? જયારે એણે કોઈ દિવસ ધાવણ ચાખ્યું પણ નથી.આ વિચારો માં જ વેદાંશે આંખો ના ભીના ખૂણાઓ સાથે ચમચી થી દૂધ પીવડાવ્યું.
વેદાંશ અને વૈદેહી બન્ને સાથે કોલેજ માં ભણતા અને ત્યાં જ પ્રેમ માં પડેલા.વૈદેહી એ મોડર્ન અને પૈસાદાર ઘર ની દીકરી હતી પણ ભણવામાં હોશિયાર અને પ્રોફેશનલ કામ માં એની ચીવટ સારી હતી. એના પર જ વેદાંશ મોહી ગયેલો. એન્જીન્યરીંગ પૂરું કર્યા બાદ બન્ને એ લગ્ન કર્યા. અને બેંગલોર માં બન્ને અલગ અલગ ખ્યાતનામ કમ્પનીઓ માં કામ પર લાગ્યા. વેદાંશ પણ વૈદેહી ને ઘર ના દરેક કામ માં મદદ કરતો.અને એની વૈદેહી પર સારી અસર થતી. લગ્ન ના બે વર્ષ ખુબ સારા પસાર થયા.બાળક રાખવાનો નિર્ણય કર્યો જો કે આ નિર્ણય માં વેદાંશ નો ભાર વધુ હતો કારણ કે વૈદેહી ને કામ ની સાથે બાળક સાંભળવું ખુબ અઘરું લાગતું.આ વાત ને લઇ ને બંને વચ્ચે નાની મોટી રક જક પણ થયા કરતી. ક્યારેક અમુક સમય પૂરતું નોકરી મુકવાનો પ્રસ્તાવ પણ વેદાંશે કરેલો પણ એમાં વૈદેહીની ના મંજૂરી હતી.
પ્રેગ્નેસી તો બન્ને એ એક બીજા ને સાથ આપી ને કાઢી હતી પણ બાળક નો જન્મ થયો. સુંદર બાળક અને વેદાંશ પર જ ગયેલો ચેહરો.વેદાંશ ની ખુશી નો પાર ન હતો.પણ એને એક મોટો ધ્રાસકો સહન કરવો પડશે એવો એને વિચાર સુધ્ધા ન હતો. વૈદેહી એ નોકરી અને ફિગર નો વિચાર કરી ને બ્રેસ્ટ ફીડિંગ ની ના પાડી અને ડોક્ટર પાસે ટોપ ફીડિંગ માટે ની સલાહ લઇ પાઉડર વાળું દૂધ શરૂ કર્યું. પોતે પાછી તરત નોકરી માં લાગી ગઈ ને એના ય ત્રણ મહિના પસાર થઇ ગયા.
ત્રણ મહિના થી સમજાવતો વેદાંશએ પણ હવે આશા મૂકી દીધી હતી.પણ એને હજુ છેલ્લો પ્રયત્ન કરવો હતો. પોતે નાઈટ શિફ્ટ કરી ને આવ્યો હતો ને વૈદેહી ને ઓફીસ જવાની કલાક ની વાર હતી માટે પોતે આ સમય માં એક પ્રયત્ન તો કરશે જ એમ મન ને મજબૂત કર્યું અને વૈદેહી ને સમજાવવા એની બાજુ માં બેઠો.
વૈદેહી ને સમજાવતો રહ્યો કે આ નાના બાળક માટે એના ધાવણ નું શું મહત્વ છે અને શરીર અને મન થી કરગરતો રહ્યો પણ વૈદેહી પર એની અસર સુધ્ધા ના થઇ. વેદાંશ ના પ્રયત્ન નો ઊંધો પ્રભાવ પડ્યો.વૈદેહી ગુસ્સે ભરાઈ અને મોટા અવાજ માં બોલી ઉઠી કે 'વેદ મેં તને કેટલી વાર ના પાડી છે કે મારા થી આ નઈ થાય અને તને પણ હવે છેલ્લી વાર કહું છું કે આ બાબત થી મારી સાથે વાત ના કરતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી મધર , આઈ એમ જસ્ટ સોશિયલ એનિમલ એન્ડ આઈ એમ હેપી વિથ ઈટ..એન્ડરસ્ટેન્ડ?' રાતી આખો સાથે ગુસ્સા થી લાલ થયેલી વૈદેહી લેપટોપ બેગ લઇ ને ઘર ની બહાર પાર્કીન્ગ માં પડેલી કાર તરફ ભાગી.
કાર નો દરવાજો ખોલી ને અંદર બેઠી ત્યાં એને ગલુડિયા ની કીકીયારીઓ સંભળાય , રિયર મિરર માં જોયું . આ દ્રશ્ય જોતા ની સાથે જ એ સળગી ઉઠી જાણે એ અંદર થી ભળભળ બળતી હોય એવો આભાસ થયો.આંખ માંથી આસું ઓ દળ દળ વહેવા લાગ્યા.
એ દ્રશ્ય હતું પાર્કિંગ માં સુતેલી કુતરી નું,હા એ આરામ થી સૂતલી કુતરી એક સાથે ચાર ગલુડિયાઓ ને સ્તનપાન કરાવતી હતી અને તે છતાં પણ એ કુતરી માં એને એમના ગલુડિયા પ્રત્યે અણગમો થતો દેખાતો ન હતો અને તરત વૈદેહી ને એના જ શબ્દો યાદ આવ્યા કે 'આઈ એમ જસ્ટ સોશિયલ એનિમલ...' રડતી આંખે કાર માંથી ઊતરી ને ભાગે છે ઘર માં જઈ ને પોતાના બાળક ને ભેટી ભડે છે.એના કપાળ પર ચુમ્મીઓ નો ઢગલો કરી દે છે અને પહેરેલા જીન્સ ટી શર્ટ માં જ બેસીને સ્તનપાન ચાલુ કરે છે.
વેદાંશ આ બધું જોઈ ને આશ્ચર્ય પામી ગયો પોતે પણ મન માં ખુબ હરખાતો હતો.ખુશી ના આંસુ આંખ માં આવ્યા. વિચાર માં મગ્ન વેદાંશ ને એની વૈદેહી નો અવાજ સંભળાયો , વેદ....વેદ.... શું થયું વૈદેહી બોલ?.
વૈદેહી ચીસ પાડી ને વેદાંશ ને ભેટી ને રડવા લાગી. શું થયું ?..વેદ ધાવણ નથી આવતું..
આ સાંભળી બન્ને પતિ પત્ની એક બીજા ને ભેટી ને ખુબ રડયા.
ડોક્ટર ને કોલ કર વેદ પ્લીઝ..આ શબ્દો એની સ્ત્રી માંથી મા બનવાની ઉતાવળ દર્શાવતા હતા. હા આજ એને પેલી વાર મા બનવાની ઉતાવળ જાગી હતી પણ સ્તન્ય ન આવતા પોતે પોતાની જાત ને કોશી રહી હતી.
વેદ ડોક્ટર ને કોલ કરી એપોઇન્ટમેન્ટ લે છે અને બન્ને એક સાથે બાળક ને લઇ ને મળવા જાય છે. ડોક્ટર એ ત્રણ મહિના નો સમય ગયો જેથી ધાવણ જતું રહ્યું છે આવું સમજાવ્યું પણ જો નસીબ હશે તો આવશે આપડે પ્રયત્ન કરીયે. આવું સમજાવી અને ખોરાક તેમજ અમુક હોર્મોન ની દવાઓ લખી આપી.
હવે બન્ને ના નસીબ ની કસોટી હતી .એ સમયસર દવા લેતી અને યોગ્ય ખોરાક પણ લેતી.બર્ગર ને એણે હવે બાઈ બાઈ કહ્યું હતું. રોજે એ સ્તનપાન માટે બાળક ને છાતીએ વળગાડતી. બે દિવસ વીત્યા હતા સાંજ નો સમય હતો બાળક ના માથા પર હાથ ફેરવતા પ્રેમ થી વૈદેહી એ બાળક ને છાતી એ વળગાડ્યું અને સ્તનપાન આવવાનું પણ ચાલુ થયું. વેદ પણ હાજર હતો ત્યાં.બન્ને ની ખુશીઓ નો પાર ના રહ્યો અને સ્ત્રી માંથી માં બનેલી વૈદેહી ને બાળક આજે જ જન્મ્યું છે એવી લાગણી અને અનુભિતી થઇ.
રાત થઇ બન્ને બાળક ને રમાડતા રમાડતા ખુશી થી આંખો મીંચી ગયા.
લે : ડો રાકેશ સુવાગીયા

બીજા રસપ્રદ વિકલ્પો