Destiny (આંધળા પ્રેમ ની અદભૂત વાત) ભાગ ૨ Rayththa Viral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Destiny (આંધળા પ્રેમ ની અદભૂત વાત) ભાગ ૨

પણ વિશ્વ હું તને એક વાત ચોખ્ખી કઈ દેવા માંગુ છું....!! યાત્રા થોડા ગંભીર સ્વરમાં બોલી રહી હતી.

યાત્રા ને થોડી ગંભીર જોઈને વિશ્વ થોડો ડરી ગયો અને બોલ્યો ....” કઈ વાત યાત્રા ...!! ”

વિશ્વ વાત એમ છે કે ........!!!! યાત્રાએ કહ્યું.

શું વાત છે યાત્રા બોલ.....!!! વિશ્વ એ કહ્યું.

વિશ્વ વાત એમ છે કે , વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે .....!!! યાત્રા એ કહ્યું..

કેમ યાત્રા ...??? વિશ્વએ કહ્યું.

વિશ્વ બધા સવાલના જવાબ આપવા જરૂરી હોય છે ..?? યાત્રાએ કહ્યું.

યાત્રા સવાલ ની યોગ્યતા અને મહત્વતા ને ધ્યાન માં રાખીને જવાબ ની જરૂરિયાત નક્કી થાય છે ...!! વિશ્વ એ કહ્યું.

આ સવાલ ને હું યોગ્ય પણ નથી સમજતી અને મારા માટે આ સવાલનું કઈ મહત્વ પણ નથી..!! યાત્રાએ કહ્યું.

( હજુ તો વિશ્વ યાત્રા ને કઈ પૂછે , કઈ કહે , તે પહેલા જ ત્યાં કાજલ આવી પોહચે છે અને કાજલ અને યાત્રા પોતાના રૂમ તરફ ચાલી નીકળે છે , અને વિશ્વ બસ યાત્રાને ત્યાંથી જતી જોઈ રહે છે )

૨ વર્ષ પછી

હેલ્લો કાજલ કેમ છે હવે યાત્રાની તબિયત ..?? સપનાએ કાજલ ને ફોન પર પૂછ્યું.

હજુ તો યાત્રા ઓપરેશન થેટર માં જ છે , તું ક્યાં છે હજુ કેમ ના આવી...?? કાજલએ કહ્યું.

હું અને સંદીપ બસ આવ્યે જ છીએ...!! સપનાએ કહ્યું.

આજથી ૧ મહિના પહેલા યાત્રાના પપ્પા ને બીજો હ્રદયહુમલો(Heart-Attack) આવેલો હતો , અને આ હ્રદયહુમલો(Heart-Attack) માં તેમનું નિધન થયું.યાત્રા ના પપ્પાની છેલ્લી ઇચ્છા હતી કે તેમની આંખોની મદદ થી યાત્રા આ દુનિયાને જોવે...!!!!! એટલે તેમણે પોતાની આંખો નું ચક્ષુ-દાન પોતાની દીકરી ને કર્યું છે ....!!! હવે ભગવાનને બસ એક જ પ્રાથના છે કે તેના પપ્પા ની આંખો યાત્રાને કામ લાગી જાય...!!! અને યાત્રા પણ બીજા લોકો ની જેમ આ દુનિયાને જોઈ શકે....!!! યાત્રાની મમ્મીએ સપના ને કહ્યું.

કાકી તમે ચિંતા ના કરો બધુ સારું જ થશે , ભગવાન પર ભરોસો રાખો...!!!! સપનાએ યાત્રાની મમ્મી ને સમજાવતા કહ્યું.

સપના પણ ઘણી વાર થઈ ગઈ યાત્રાને ઓપરેશન થેટરમાં લઈ ગયા એને , પણ કોઈ કઈ સમાચાર નથી આપી રહ્યું..!! કાજલએ કહ્યું.

કાજલ ધીરજ રાખ અને ખાલી ભગવાન ને પ્રાથના કર કે કાકા ની આંખો યાત્રાને કામ લાગી જાય...!!! સપનાએ કાજલ ને કહ્યું.

બધા આવી ગયા વિશ્વ ક્યાં છે , એ નથી દેખાય રહ્યો...?? કાજલ એ સપના ને પૂછ્યું.

વિશ્વ હવે અહેમદાબાદ માં બહુ ઓછો જ આવે છે, તેને પોતાની જાતને કામ માં એટલી વ્યસ્ત કરી લીધી છે કે પરિવાર માટે એની પાસે સમય જ નથી...!!! હાલ તે મુંબઈ આપણી બીજી કંપની સંભાળી રહ્યો છે ...!!! સપનાએ ઉદાસ થતાં થતાં કાજલ ને કહ્યું.

કેમ આમ અચાનક ....!! શું થયું...??? કાજલએ સપનાને પૂછ્યું.

એ જ ખબર નથી પડતી છેલ્લે જ્યારે આપણે પંચગીની થી ફરી ને આવ્યા ત્યારબાદ એ મુંબઈ જતો રહ્યો અને એના પછી એક વાર પણ અહેમદાબાદ પાછો નથી આવ્યો...!!! સપનાએ કહ્યું.

કદાચ મને ખબર છે એને શું થયું….!! કાજલએ કહ્યું.

તને ખબર છે એટલે ...?? સપનાએ આશ્ચર્ય ની સાથે પૂછ્યું.

હાં...!! તે જ્યારે પંચગીની નું કહ્યું એટલે મને તે રાત યાદ આવી ગઈ...!!! કાજલએ કહ્યું.

કઈ રાત...?? અને તે રાતે શું થયું હતું...?? સપનાએ કહ્યું.

સપના તને યાદ છે જે દિવસે આપણે પંચગીની પોહચ્યા , તે રાત્રે તું , હું , યાત્રા અને વિશ્વ હોટલ ની પેલી પાછળ ની બાજુ શાંત વાતાવરણ વાળી જ્ગ્યા પર જઈને બેઠા હતા ...!! કાજલએ કહ્યું.

હાં યાદ છે અને પછી હું થોડીવાર માં જ ત્યાથી જતી રહી હતી અને તું યાત્રા અને વિશ્વ ત્યાં બેઠા હતા ...!! સપના એ કહ્યું.

હાં અને તું ગઈ એની થોડીવાર પછી મને એક ફોન આવ્યો એટલે હું પણ ત્યાંથી જતી રહી હતી.ત્યાં વિશ્વ અને યાત્રા બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. સપના હું તને એક વાત કહેતા તો ભૂલી જ ગઈ તારા અને સંદીપ ના રિસેપ્શનની પાર્ટીથી લઈને આપણે પંચગીની પોહચ્યા ત્યાં સુધી દરેક વખતે મે નોટિસ કર્યું હતું કે વિશ્વ યાત્રાને જ જોઈ રહ્યો હતો , અને આ વાત મે યાત્રા ને પણ કરી હતી.તે રાત્રે વિશ્વ અને યાત્રા બને વચ્ચે બહુ બધી વાતો થઈ અને એ વાતો ને પૂર્ણવિરામ યાત્રાની એક વાત એ આપી દીધો ...!!કાજલ એ કહ્યું .

કઈ વાત....??? અને તને કઈ રીતે ખબર એ વાત ...!! કાજલ મને આખી વાત કે તને મારા સમ...!!! સપનાએ એક પછી એક સવાલો પૂછતાં કહ્યું.

એ રાત્રે યાત્રાએ મને રૂમ પર આવી ને આખી વાત કરી હતી ...!!! કાજલએ કહ્યું.

સારું હવે તું મને તે વાત કહીશ કે શું હતી તે વાત ....?? સપના એ કહ્યું.

વાત નો અંત એ રીતે થયો કે યાત્રા એ વિશ્વ ને કહ્યું કે “વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે .....!!! “ કાજલએ કહ્યું.

કેમ મળવું અશકય છે એટલે ...!! અને શું વિશ્વ યાત્રા ને પ્રેમ કરે છે ..?? કાજલ હવે બહુ થયું તું ક્યારની ગોળ ગોળ ફરવ્યા કરે છે મને આખી વાત કહે છે કે નહીં ..!!! સપનાએ થોડું ગુસ્સે થતાં-થતાં કહ્યું.

હાં વિશ્વ યાત્રા ને ખૂબ જ પ્રેમ કરે છે , અને તે રાત્રે અને તેની આગલી રાત્રે બસ માં વિશ્વ સાથે વાત કરી અને યાત્રાને પણ વિશ્વ ક્યાંક ને ક્યાંક પસંદ આવવા લાગ્યો હતો ...!! કાજલએ કહ્યું.

શું...?? એટલે વિશ્વ અને યાત્રા એકબીજા ને પ્રેમ કરતાં હતા …!! તો પછી યાત્રા એ વિશ્વ ને એવું શું કામ કહ્યું કે વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે .....!!!કાજલ મને કઈ નથી સમજાય રહ્યું. તું મને ચોખ્ખી વાત કર ..!! સપનાએ કાજલ ને કહ્યું.

મને પણ એ જ થયું કે શા માટે યાત્રાએ વિશ્વ ને ના પાડી ..!! એટલે મે યાત્રાને એ જ પ્રશ્ન કર્યો..!! કાજલ એ કહ્યું.

હાં ...!! તો શું કહ્યું યાત્રાએ ...?? સપના એ પૂછ્યું.

યાત્રાએ કહ્યું કે “ કાજલ તું તો જાણે છે કે હું અંધ છું , જોઈ નથી શક્તી . મને ખબર છે વિશ્વ એના પ્રેમ માટે થઈને દુનિયા ની સામે જગડી ને પણ મને સ્વીકારશે . પણ તું જ વિચાર કર શું આ યોગ્ય છે..??? હું જાણી જોઈને કોઈની જિંદગી ને બરબાદ કરું. વિશ્વ સામે આખી જિંદગી પડી છે , એના પણ હજારો સપના છે તેને પણ કહી કરવું છે , કઈ બનવું છે.જો એ મારા સાથે જીવન પસાર કરવાનું નક્કી કરશે તો તેના જીવન માં પણ મારી આંખો ની જેમ અંધકાર છવાય જશે , અને હું ક્યારે પણ આ વાત થી સહેમત નહીં થાઉં. અને કાજલ “ પ્રેમ નું બીજું નામ જ હોય છે છોડવું.પ્રેમ ક્યારે મેળવવા માટે થઈને નથી થતો , પ્રેમ તો આપવાનો હોય છે. જ્યારે પ્રેમમાં મેળવવાની વાત આવે ત્યારે સમજી જવું કે હવે પ્રેમ ખલાસ થઈ ગયો છે ”.હું જાણું છું કે વિશ્વ મને જિંદગી આખી પ્રેમ કરતો રહશે અને કદાચ હું વિશ્વ ને કરતી રહીશ , પણ કાજલ વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે “.સપના આ વાત માટે થઈ ને યાત્રાએ વિશ્વ ને ના પાડી હતી …!!! કાજલ એ સપનાને કહ્યું.

કાજલ ખરેખર ગજબ છે વિશ્વ અને યાત્રા ની Destiny( ભાગ્ય ) બને એકબીજા ને આટલો પ્રેમ કરે છે છતાં એકબીજાને મળી નથી શકતા.અને યાત્રા પણ ક્યાંક ને ક્યાંક મને સાચી લાગે છે. Destiny( ભાગ્ય ) પણ ગજબ છે , તે એવા લોકોને મળાવે છે જ શુકામ જેનું મળવાનું નથી હોતું...?? સપનાએ કહ્યું.

સપના મને પણ અત્યાર સુધી એવું જ લાગી રહ્યું હતું કે Destiny( ભાગ્ય ) એવા લોકોને મળાવે છે જ શુકામ જેનું મળવાનું નથી હોતું...?? પણ હવે મને સમજાય રહ્યું છે કે દરેક વ્યકતી ના મળવા પાછળ કઈંક ને કઇંક કારણ હોય છે...!!! કાજલએ કહ્યું.

કારણ ...?? હું કઈ સમજી નહીં…?? સપનાએ કહ્યું.

સમજાવું...!! યાત્રા ને વિશ્વ અલગ એટલે થયા છે કારણકે યાત્રાને એવું લાગે છે કે તે અંધ છે , જોઈ નથી શક્તી . તેથી તે વિશ્વ ના જીવન માં બોજા રૂપી બની જશે..!! પરંતુ આજે એ વાત નું પણ સમાધાન થઈ જશે.મને પૂરો ભરોસો છે કે હમણાં ઓપરેશન પૂરું થયા પછી યાત્રાને આંખો મળી જશે અને તે પોતાની આંખો સાથે સમગ્ર દુનિયા અને વિશ્વને પણ જોઈ શકશે...!! કાજલએ ખુશ થતાં થતાં કહ્યું.

હજુ તો સપના અને કાજલ વાત કરી રહ્યા હતા એટલા માં ડોક્ટર ઓપરેશન થેટર માથી બહાર આવ્યા અને કહ્યું કે “ ઓપરેશન સફળ રહ્યું છે , ૪૮ કલાક પછી આપણે યાત્રાના આંખો ની પટ્ટી હટાવી શકીશું , અને અમને પૂરી આશા છે કે યાત્રા પોતાની આંખો વડે આ દુનિયાને જોઈ શકશે ”.

()

હેલ્લો વિશ્વ ...!!! કાજલએ વિશ્વને ફોન પર કહ્યું.

હાં , બોલું છું ..!! તમે કોણ...?? વિશ્વએ કહ્યું.

વિશ્વ હું કાજલ ...!!! કાજલએ કહ્યું.

હાં કાજલ બોલ ...!! વિશ્વએ કહ્યું.

વિશ્વ તને એક ખુશ ખબર આપવા માટે થઈને ફોન કર્યો છે ...!! કાજલએ કહ્યું.

ખુશ ખબર...?? કઈ ખુશ ખબર ..!! વિશ્વએ કાજલ ને પૂછ્યું.

વિશ્વ વાત એમ છે કે ગઈકાલે યાત્રાની આંખ નું ઓપરેશન થયું અને ડોક્ટર કહ્યું છે કે આપણે ૪૮કલાક પછી યાત્રા ની આંખો ની પટ્ટી હટાવી શકીશું અને ડોક્ટર ને પૂરો વિશ્વાસ છે કે આ ઓપરેશન સફળ રહશે અને યાત્રા પોતાની આંખો વડે આ દુનિયા જોઈ શકશે...!! કાજલએ વિશ્વ ને ખુશ કરતાં કહ્યું.

શું વાત કરે છે કાજલ ...!! કાજલ આ કોઈ મજાક તો નથી ને ...!! સાચે તને ખબર નથી કે તે આજે મને કેટલી મોટી ખુશ ખબર આપી છે ...!! સાચે ભગવાન કરે તારા મન ની દરેક ઇચ્છા પૂરી થાય...!! તું સ્કૂટી માંગે અને તને કાર મળે..!! તું ફ્લૅટ માંગે અને તને બંગલો મળે...!! કાજલ.... કાજલ ..... સાચે યાત્રાના જીવન નું સૌથી મોટું સપનું હકીકત બનવા જઈ રહ્યું છે..!! યાત્રા જ્યારે પહેલી વખત એની આંખો થી આ દુનિયા જોશે , ત્યારે યાત્રા ના ચહેરાના હાવભાવ જોવા જેવા હશે..!! વિશ્વ ખૂબ જ ખુશ થઈને અને ઠેકડા મારી મારી ને વાત કરી રહ્યો હતો…

તો તું યાત્રાના ચહેરા ના હાવભાવ જોવા માટે થઈ ને આવે છે ને....?? કાજલએ વિશ્વ ને અટકાવતાં કહ્યું.

ખુશ થતો વિશ્વ ૨ મિનિટ માટે થઈને થોભી ગયો , વિશ્વ ની બાજુ થી કોઈ જવાબ ના આવ્યો એટલે કાજલ એ પાછું પૂછ્યુ.

તો તું યાત્રાના ચહેરા ના હાવભાવ જોવા માટે થઈ ને આવે છે ને....??કાજલએ પૂછ્યું.

હાં હાં એમાં પૂછવાનું થોડી હોય ...!! હું હમણાં જ ત્યાં આવા માટે થઈ ને નીકળું છું...!! વિશ્વએ કાજલને ખુશ કરતાં કહ્યું.

મને હતું જ કે વિશ્વ એની યાત્રા ના જીવન નું સૌથી મહત્વની ક્ષણ માં હાજરી આપવા ના આવે એવું બને ખરી ...!! અને વિશ્વ તું આવ અહિયાં એટલે બધી ગેરસમજ દૂર થશે અને તને એક બહુ જ મોટી સરપ્રાઇઝ મળશે..!! કાજલએ કહ્યું.

સરપ્રાઇઝ...?? કઈ સરપ્રાઇઝ..?? અને કઈ ગેરસમજ...?? મને કઈ સમજાયું નહીં..!! વિશ્વએ આશ્ચર્ય ની સાથે પૂછ્યું.

ગેરસમજ એ હતી કે વિશ્વ અને યાત્રા નું મળવું અશકય નહીં પરંતુ શક્ય છે....!!! અને સરપ્રાઇઝ એ કે યાત્રા ને તારા જ ગુણ પ્રત્યે જ આકર્ષણ થયું છે ...!! કાજલ એ કહ્યું.

એટલે...?? વિશ્વએ ઉત્સાહી થતાં થતાં કહ્યું.

બધુ હવે ફોન પર જ જાણી લઇશ કે પછી અહિયાં પણ આવીશ...!! કાજલએ કહ્યું.

સાચે કાજલ ૨ વર્ષ પછી હું આટલો ખુશ થયો છું ..!! હું હમણાં જ નીકળું છું , અને યાત્રાને કહજે કે વિશ્વ પોતાની યાત્રા(સફર) કરી અને જલ્દી થી તેની યાત્રા ને મળવા આવી રહ્યો છે..!! વિશ્વએ ફોન મુક્તા કહ્યું.

()

ડોક્ટર આવી ગયા છે ...!! સપનાએ હોસ્પિટલ ના રૂમ માં બધાને શાંત કરતાં કહ્યું.

યાત્રા કેમ છે હવે તને ....?? દુખાવો થાય છે..?? ડોક્ટરએ યાત્રાને પૂછ્યું.

યાત્રા કઈ બોલી નહીં અને માત્ર હસી..!! અને તેને હસતાં જોઈ ડોક્ટર એ ફરી પૂછ્યું.... શું થયું યાત્રા ..??

સાહેબ દુખવો કદાચ અસહનીય હશે તો પણ કઈ ફર્ક નહીં પડે ..!! કારણકે ખુશી એટલી થઈ રહી છે ...!! મને તો ક્યારે સપને પણ આ વિચાર નહતો આવ્યો કે મારૂ આ સપનું સાકર થશે...!! પણ ખરેખર આજે એક વાત સમજાય છે કે જીવન માં સપનું જરૂર જોવું જોઈએ. સપનું હકીકત થશે કે નહીં એ બીજા નંબર ની વાત છે પરંતુ સપનું જોવું એ બહુ નીડર અને હીમત વાળું કામ છે...!! યાત્રાએ કહ્યું.

બધા બસ યાત્રાને જોઈ રહ્યા હતા , અને ડોક્ટર ધીરે-ધીરે યાત્રાની આંખો પર થી પટ્ટી હટાવી રહ્યા હતા..

યાત્રા હવે હળવે-હળવે આંખો ખોલ , પણ ધ્યાન રાખજે આંખો ખોલવામાં વધારે ભાર ના આપીશ..!! ડોક્ટરએ કહ્યું.

યાત્રા એ પોતાની આંખો ધીરે-ધીરે ખોલી... !! થોડી વાર યાત્રા કઈ બોલી નહીં , એટલે બધા થોડા ડરી ગયા.ડોક્ટર પણ યાત્રાને જોઈ અને થોડી વાર પછી બોલ્યા.... “ યાત્રા તને કઈ દેખાય છે ..?? ”

યાત્રા કઈ બોલી નહીં....એટલે ડોક્ટરએ પાછું પૂછ્યું ... “ યાત્રા બેટા તને કઈ દેખાય છે ..?? ”

આ વખતે સવાલ સાંભળી યાત્રા તેની બાજુ માં બેઠેલી તેની મમ્મી ના ખોળા માં માથું નાખી અને જોરજોર થી રડવા લાગી...!! અને એટલી જોરજોર થી રડી રહી હતી કે તેની મમ્મી પણ તેને જોઈને રડવા લાગી..!!

આ દ્રશ્ય જોઈને બધા થોડા ડરી ગયા , ડોક્ટર ને પણ લાગવા લાગ્યું કે તેમણી મહેનત રંગ નથી લાગી..!! યાત્રા હજુ જોઈ નથી શક્તી...!! હજુ તો બધા આટલું વિચારી રહ્યા હતા એટલા માં યાત્રાએ પોતાની મમ્મી ના ખોળા માથી મોઢું ઊંચું કર્યું , અને હોસ્પિટલ રૂમ માં આવેલા અરીસા પાસે ડોટ મૂકી.....

જ્યારે યાત્રાએ પોતાની જાતને અરીસા માં જોઈ ત્યારે તે બસ જોતી જ રહી ગઈ અને ત્યારે તેને વિશ્વની દરેક વાત યાદ આવી .... “ ખુલ્લા વાળ , આંખ માં કાજલ , હસતી વખતે ચહેરા પર પડતાં ખંજન(ખાડા),ભગવાન ની શ્રેષ્ઠ કલા-ક્રુતિ ” અને જેવુ વિશ્વએ છેલ્લે કહ્યું હતું કે યાત્રા તને કોઈ જોવે તો બસ જોતું જ રહી જાય , તે જ રીતે યાત્રા પણ પોતાની જાતને બસ જોતી જ રહી ગઈ , અને વિશ્વએ કહેલી એક એક વાત તેને સાચી થતાં જોઈ.

યાત્રાને આમ ભાગતા જોઈને દરેક ની આંખોમાં આસું અને ચહેરા પર હસી આવી ગઈ.બધા એકબીજા સામે જોઈ રહ્યા હતા , એકબીજા સાથે આંખો આંખો માં વાતો કરી રહ્યા હતા. ડોક્ટર પણ હવે ગેલ માં આવી ગયા હતા. અને ડોક્ટરને પણ જ્યારે નક્કી થઈ ગયું કે યાત્રા જોઈ શકે છે આ વાત થી તેમણે પણ એક અલગ જ આંનદ થયો.

()

બધા યાત્રા સાથે વાતો કરી રહ્યા હતા , તેને અલગ વસ્તુ બતાવી રહ્યા હતા , આ બધા અલગ કાજલ હવે એમ વિચારી રહી હતી કે વિશ્વ હજુ સુધી કેમ ના આ(વ્યો..??? આથી તેને વિશ્વ ને ફોન કર્યો ...

કાજલ એ લગભગ દસ વખત પ્રયત્નો કર્યા પણ એક વાર પણ વિશ્વ નો ફોન લાગ્યો નહીં , એટલે તેને સપનાને આખી વાતની જાણ કરી ..!!

કાજલ તું ચિંતાના કરીશ ...!! વિશ્વ વહેલી સવારે જ ઘરે આવી ગયો હતો , અમે તેને હોસ્પિટલ પણ આવનું પણ કહ્યું હતો.પરંતુ વિશ્વએ કહ્યું કે તે મંદિર માં રહશે અને ભગવાન ને પ્રાથના કરશે કે યાત્રા નું ઓપરેશન સફળ રહ્યું હોય…!! તેને મને કહ્યું હતું કે જ્યારે યાત્રાની આંખો પરથી પટ્ટી હટે ત્યારે હું તેને ફોન કરી ને જણાવું અને ત્યારે એ અહી આવશે..!! સપનાએ કાજલને કહ્યું.

તો તારી વિશ્વ સાથે વાત થઈ..? કાજલએ ઉત્સુક થતાં-થતાં કહ્યું.

હાં મારી વાત થઈ ગઈ છે અને તે હોસ્પિટલ આવા માટે થઈને નીકળી પણ ગયો છે. ઘણી વાર થઈ પણ તે આવ્યો નહીં એટલે હમણાં થોડી વાર પહેલા જ મે અને સંદીપએ તેના ફોન પર ફોન કર્યો પણ તેનો ફોન લાગી નથી રહ્યો .સદીપ મને કહ્યું કે તે કોઈ ટ્રાફિક માં ફસાયો હશે આવી જશે...!!! સપનાએ કહ્યું.

હજુ તો સપના અને કાજલ આ વાત કરી રહ્યા હતા એટલા માં સંદીપ ના મોબાઇલ પર પ્રકાશ મિતલ ( વિશ્વ અને સંદીપ ના પપ્પા ) નો ફોન આવ્યો. અને તેની વાત સાંભળી સંદીપ ના હાથ માથી મોબાઇલ પડી ગયો.

શું થયું , સંદીપ ...??? સપનાએ ગભરતા-ગભરતા કહ્યું.

સપના વાત એમ છે કે ....!!! સંદીપએ ઉદાસ થતાં-થતાં કહ્યું.

શું વાત છે સદીપ બોલ આમ મને વધુ ટેન્શન થાય છે...?? સપનાએ કહ્યું.

સપના વાત એમ છે કે વિશ્વ હોસ્પિટલ આવા માટે થઈ આવી રહ્યો હતો ત્યારે તેની કાર એક સળિયા લઈ જતી ટ્રક સાથે ટકરાય અને બહુ મોટો અકસ્માત થયો ...!! સંદીપ ડરી ડરી અને બોલી રહ્યો હતો.

શું અકસ્માત...?? ક્યાં થયો ....?? વિશ્વ ક્યાં છે ....?? તેને કઈ થયું તો નથી ને....?? તેની વધારે વાગ્યું તો નથી ને ...?? સંદીપ કઈ બોલ....?? સપના એક પછી એક સવાલો પૂછી રહી હતી ,અને સંદીપ મૂંગો થઈ ને સાંભળી રહ્યો હતો.

સંદીપ કઇંક બોલ....??? સપનાએ ગુસ્સે થતાં થતાં કહ્યું.

સપના અકસ્માત માં વિશ્વ ને શરીર પર ઇજા તો ઓછી થઈ છે પરંતુ....સંદીપ બોલતો બોલતો અટકી ગયો.

પરંતુ શું સંદીપ....?? સપના ડરતા ડરતા કહ્યું.

પરંતુ સળીયા બહુ મોટા હતા અને ટ્રકની બહાર વધુ પડતાં હતા.વિશ્વના કાર ની ગતિ પણ થોડી વધુ હતી.વિશ્વ નું ધ્યાન ના રહ્યું અને તેની કાર ટ્રક સાથે અથડાય અને તે સળીયા ગાડી ના કાંચ ને તોડી અને સીધા વિશ્વની આંખ માં વાગ્યા અને ડોક્ટર નું કહેવું છે કે હવે લગભગ વિશ્વ ની આંખો બચાવી મુશ્કેલ છે.કદાચ વિશ્વ આંખ વિનાનો થઈ જશે......

શું....???????? સપના અને કાજલ બને સંદીપ ની સામે જોઇ રહ્યા.

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

યાત્રા ને ડોક્ટર ૨ દિવસ પછી હોસ્પિટલ માથી રજા આપે છે , અને તેને આંખ નું ધ્યાન રાખવાની સલાહ આપે છે. હોસ્પિટલ માથી છૂટ્યા પછી યાત્રા તરત વિશ્વ ને મળવા અને તેને જોવાની જીદ પકડે છે અને કાજલ ને આગ્રહ કરે છે કે તે તેને હોસ્પિટલ લઈ જાય.કાજલ અને યાત્રા હોસ્પિટલ માં આવે છે અને જોવે છે કે વિશ્વ હોસ્પિટલ વોર્ડ માં સૂતો છે તેના આંખ પર પટ્ટી બાંધેલી છે.તેની એક બાજુ તેની મમ્મી અને બીજી બાજુ સપના બેઠી છે , કાજલ સપના પાસે આવી ને પૂછે છે...

સપના હવે કેમ છે વિશ્વ ને...?? ડોક્ટર એ કહી કહ્યું...?? કાજલએ સપના ને પૂછતાં કહ્યું.

હવે તેની તબિયત તો સારી છે અને તે હમણા થોડી વાર પહેલા જ ઊંઘયો , અને ડોક્ટર નું કહેવું છે કે વિશ્વ ની આંખો બચી છે કે કેમ તે સાંજે જ્યારે તેના આંખો પર થી પટ્ટી હટશે ત્યાર પછી જ ખબર પડશે , અને તેમણે કહ્યું છે કે જે પ્રમાણે નો અકસ્માત થયો છે તેની આંખો બચવી લગભગ અશક્ય છે...!! સપના એ ઉદાસ થતાં થતાં કહ્યું.

સપના તમે લોકો છેલ્લા ૨ દિવસ થી અહી હોસ્પિટલ માં છો.મારૂ એવું માનવું છે કે તું સંદીપ અને અંકલ-આંટી ઘરે જઈ અને ફ્રેશ થઈ આવો , ત્યાં સુધી હું અને યાત્રા અહી રહી , વિશ્વ નું ધ્યાન રાખીએ છીએ..!! કાજલએ કહ્યું.

પહેલા તો કાજલ ની વાત બધા નહતા માની રહ્યા , પરંતુ થોડા આગ્રહ અને લગભગ ૨ દિવસ ના હોસ્પિટલમાં બેઠા-બેઠા થાકી ગયા હોવાથી ૨-૩ કલાક માટે બધા ઘરે જઈ અને ફ્રેશ થઈ અને તરત પાછા આવી જવાની વાત સાથે ત્યાંથી ચાલ્યા.પરંતુ સપના ત્યાં કાજલ અને યાત્રા સાથે જ રોકવાની છે એ વાત નક્કી થઈ.

બધા ગયા પછી કાજલ અને યાત્રા હોસ્પિટલ રૂમ માં આવેલા સોફા પર જઈને બેસે છે અને સપના વિશ્વ પાસે જઈ ને બેસે છે.યાત્રા તો બસ વિશ્વ ને જ જોયા કરે છે “ હોસ્પિટલ ના પલંગ પર ગાઢ નિદ્રા માં સૂતેલો વિશ્વ જાણે મનો મન હસી રહ્યો હોય તેવું યાત્રા ને લાગી રહ્યું હતું કારણકે આટલી તકલીફ હોવાના કારણે પણ તેના ચહેરા પર તે મીઠું સ્મિત દેખાય રહ્યું હતું , આંખો પર પટ્ટી , હાથ માં બાટલા ની નળી , અને પગ માં પ્લાસ્ટર , “ ,આ જોઈને યાત્રા મન માં વિચારે છે કે અસહય વેદના વિશ્વ ને થઈ રહી હશે , યાત્રા ને વિશ્વ ને જોવાની ઈચ્છા હતી પરંતુ આવી રીતે નહીં.આ બધુ જોયા પછી તેને લાગ્યું કે જો આ જોવા માટે થઈને ભગવાને તેને આંખો આપી હતી તો કદાચ તે અંધ જ સારી હતી.

થોડીવાર થઈ એટલે કાજલ ને કોઈ નો ફોન આવ્યો અને તે બહાર જતી રહી અને સપના એ જોયું કે ગ્લુકોશ નો બાટલો પૂરો થવાની તૈયારી માં છે એટલે તે ડોક્ટર ને બોલવા ગઈ અને તેને યાત્રા ને જતાં જતાં કહ્યું કે “ યાત્રા હું ડોક્ટર ને બોલાવી આવું છું તું વિશ્વ નું ધ્યાન રાખજે “

સપના ના ગયા પછી પણ યાત્રા તો બસ વિશ્વ ને જોઈ રહી હતી અને તે ભગવાનને પ્રાથના કરી રહી હતી કે “ભગવાન તને જો મારી રોશની પાછી લેવી હોય તો લઈ લે પરંતુ વિશ્વ ની આંખો માથી રોશની ના લઇશ.હું તો આમપણ આટલા વર્ષો થી અંધ થઈને જીવી રહી છું અને આવનારા વર્ષો પણ કાઢી લઇશ , બસ વિશ્વ ની આંખો ની રોશની સલામત રાખજે ”.યાત્રા હજુ આ બધુ વિચારી રહી હતી એટલા માં વિશ્વ જાગ્યો અને બોલ્યો...

મમ્મી પાણી ...!! વિશ્વ એ કહ્યું.

જેવુ વિશ્વ એ આમ બોલ્યો એટલે તરત યાત્રા ઊભી થઈ અને તેને વિશ્વ ને પાણી પીવડાવ્યું.વિશ્વ જ્યારે પાણી પી રહ્યો હતો ત્યારે તે બોલ્યો ...... “ યાત્રા તું ” .

જેવુ વિશ્વએ આમ કહ્યું એટલે યાત્રા ને અચંબો લાગ્યો અને તેને તરત પૂછ્યું....” વિશ્વ તને કઈ રીતે ખબર કે હું યાત્રા છું ...?? ”.

વિશ્વ કઈ બોલ્યો નહીં , એટલે યાત્રા એ ફરી પૂછ્યું કે “ તને કઈ રીતે ખબર કે હું યાત્રા છું ...?? ”.

જે રીતે તને બસ માં મારી છીંક પર થી ખબર પડી ગઈ હતી એ જ રીતે મને ખબર પડી ગઈ કે તું છે...! વિશ્વ એ કહ્યું.

યાત્રા થોડી વાર કહી બોલી નહીં એટલે વિશ્વ એ પૂછ્યું ...” મમ્મી , પપ્પા , ભાભી ને બધા ક્યાં ગયા ...?? ”.

અંકલ-આંટી અને સંદીપભાઈ ઘરે ફ્રેશ થવા ગયા છે અને આ ગ્લુકોશ નો બાટલો પૂરો થવાની તૈયારી માં છે એટલે સપના ડોક્ટર ને બોલવા ગઈ છે... યાત્રાએ વિશ્વ ની બાજુ માં પડેલી ખુરશી પર બેસતા કહ્યું.

સારું ...!! આટલું બોલી અને વિશ્વ થોડું હસ્યો.

વિશ્વને હસતાં જોઈ અને યાત્રા ને થોડું અજીબ લાગ્યું કારણકે પોતે આટલી તકલીફ માં છે અને કદાચ હવે ક્યારે તે જોઈ નહીં શકે છતાં પણ હસે છે …!! એટલે તેને વિશ્વ ને પૂછ્યું કે “ વિશ્વ હસવાનું કારણ ..?? ”.

કઈ નહીં એમ જ ....!! વિશ્વએ કહ્યું.

થોડીવાર હોસ્પિટલ રૂમમાં શાંતિ છવાય ગઈ બને કઈ નહતા બોલી રહ્યા અને આચાનક બને સાથે બોલ્યા .....

હું શું કહું છું....!!! વિશ્વ અને યાત્રા એક સાથે બોલ્યા.

આમ બને સાથે બોલ્યા એટલે પાછા બને હસવા લાગ્યા અને પછી યાત્રા એ વિશ્વ ને કહ્યું પહેલા તું બોલ .....

યાત્રા મને આપણી Destiny(ભાગ્ય) પર હસું આવે છે ....!! વિશ્વએ કહ્યું.

કેમ ...?? યાત્રા એ પૂછ્યું.

કમાલ છે ને આપણી Destiny(ભાગ્ય)....એને એવું લાગે છે કે તે ગમે તેમ કરી અને આપણાં બને ને નહીં મળવા દે ...!! પરંતુ આપણે પણ જીદી છીએ , કોઈ ને કોઈ કારણ થી મળી જ જઇયે છીએ...!! વિશ્વ એ કહ્યું.

યાત્રા કશું બોલી નહીં અને માત્ર હસી ...!!! યાત્રા ને હસતાં સાંભળી અને વિશ્વએ પાછું પૂછ્યું...

તો કેવું લાગે છે સપનું પૂરું થયા પછી...?? વિશ્વ એ યાત્રા ને પૂછ્યું.

યાત્રા ને ઘણું બધુ વિશ્વ ને કહેવું હતું કે દુનિયા ની સૌથી મોટી ભેટ તેને તેના પપ્પા એ તેને પોતાની આંખ ની રોશની આપી ને આપી છે , તેને વિશ્વ ને કહેવું હતું કે તેને પહાડ જોયા , નદી જોઈ , ભગવાન ની સૌથી શ્રેષ્ઠ દુનિયા જેનો અત્યાર સુધી તેને માત્ર અનુભવ અને અહેસાસ કર્યો હતો તેને પણ જોયું , મમ્મી ને જોઈ સપના ના ને જોઈ , સૌથી મહત્વ નું તેને પોતાની જાત ને અરીસા માં જોઈ અને આજે તેને વિશ્વ ને પણ જોયો. અદભૂત,અવિશ્વસનીય અને અકલ્પનીય અનુભવ તેને થઈ રહ્યો છે.પરંતુ તેને એક જ વાત નું દુખ છે કે આ સપનું હકીકત થતાં તે વિશ્વ ની સાથે નથી જોઈ શક્તી, આ બધા વિચારો માં યાત્રા ખોવાય ગઈ.

યાત્રા કઈ બોલી નહીં એટલે વિશ્વએ ફરી એ જ સવાલ પૂછ્યો કે યાત્રા કેવું લાગે છે સપનું પૂરું થયા પછી...??

સપનું પૂરું થયું અને તકલીફો પણ સાથે લાવ્યું..!! યાત્રા એ કહ્યું.

કેમ તકલીફો ..?? હવે કઈ તકલીફ ...?? વિશ્વ એ આશ્ચર્ય ની સાથે પૂછ્યું.

એ જ કે હવે તું કદાચ આંખો ની મદદ થી ..!! યાત્રા બોલતા બોલતા અટકી ગઈ.

આંખો ની મદદ થી જોઈ નહીં શકું એ જ ને…!!! તો એમાં અટકી શું ગઈ..!! વિશ્વ એ કહ્યું.

હાં એ જ ...!! યાત્રા એ કહ્યું.

યાત્રા જો નસીબ માં જે લખ્યું હોય તે થાય ...!! હું તો ભગવાનના આ નિર્ણય નો પણ સ્વીકાર કરું છું ...!!! અને મારા માટે તો ખુશી ની વાત એ છે કે તારું સપનું પૂર્ણ થયું હવે તું આંખો ની મદદ થી આ દુનિયા ને જોઈ શકે છે ...!! હવે તારી લાઈફ પણ મસ્ત સેટ થઈ જશે …!! હવે કોઈ NRI છોકરો શોધી અને લગ્ન કરી અને મસ્ત જીવન વિતાવજે ...!! વિશ્વએ કહ્યું.

ચૂપ ...!! વિશ્વ તને શું લાગે છે કે હું તને મૂકી અને બીજા કોઈ છોકરા સાથે લગ્ન કરીશ ..?? તને એટલો જ ભરોસો છે મારા પ્રેમ પર ....!! યાત્રાનો આવાજ ઊચો અને ગળું ભરાઈ આવ્યું.

અરે યાત્રા તું ગુસ્સો ના કરીશ ...!! પરંતુ આ જ હકીકત છે , જેને તારે અને મારે સ્વીકારવાની છે.હું નથી ઈચ્છતો કે મારા લીધે ફરી તારું જીવન અંધકારમય થઈ જાય.અને એ વાત પણ હકીકત છે કે હું જીવનભર તને પ્રેમ કરીશ પણ યાત્રા ...!! વિશ્વ બોલતા બોલતા અટકી ગયો.

પણ શું ...?? વિશ્વ બોલ ...?? યાત્રા એ વિશ્વ ને કહ્યું.

પણ યાત્રા એક વાત હવે નક્કી છે કે ..... “ વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે ...!! “ વિશ્વ એ કહ્યું.

વિશ્વ શું બોલે છે તું ...!! તને ભાન છે ...?? અને તું નક્કી કરવા વાળો કોણ કે યાત્રા અને વિશ્વ નહીં મળે ...!! મને આપણી Destiny(ભાગ્ય) પર અને ભગવાન પર પૂરો ભરોસો છે અને વિશ્વ અને યાત્રા નું મળવું શક્ય હતું છે અને રહશે....યાત્રા એ દ્રઢ-નિશ્ચય અને ભરપૂર આત્મ-વિશ્વાસ સાથે બોલી રહી હતી.

યાત્રા તું સમજી નથી રહી મારી વાત ને , હું નથી ઈચ્છતો કે હું તારા પર બોજ બનું.આમ પણ આટલા વર્ષો તે લાચારી માં વિતાવ્યા હવે હું તને પાછી લાચાર નહીં બનવા દઉં ...!! મારો નિર્ણય નક્કી છે કે વિશ્વ અને યાત્રા હવે ક્યારે નહીં મળી શકે..!! વિશ્વ એ કહ્યું.

થોડીવાર હોસ્પિટલ ના રૂમ માં શાંતિ છવાય ગઈ , બને જણા સાવ મૌન થઈ ગયા.અને આ વખતે પાછી વિશ્વ ને છીંક આવી અને આ શાંતિ ભંગ થઈ.જેવી વિશ્વ ને છીંક આવી એટલે તરત બને જણા આ છીંક થી આવતી જૂની યાદો વિચારી અને હસવા લાગ્યા.થોડી વાર પછી યાત્રા એ કહ્યું...

વિશ્વ તને ખબર છે પ્રેમ એટલે શું ....??? યાત્રા એ વિશ્વ ને પૂછ્યું.

પ્રેમ એટલે ....?? વિશ્વએ વિચારતા વિચારતા કહ્યું.

હાં તારા માટે પ્રેમ ની પરિભાષા શું છે ...?? યાત્રા એ પૂછ્યું.

કોઈ પણ જાતના સ્વાર્થ વિના કોઈ પણ વ્યકતી બીજી વ્યકતી માટે નિ-સ્વાર્થ ભાવે કઈ પણ કરવા તૈયાર થઈ જાય ... એ એટલે પ્રેમ ....!!! વિશ્વ એ પ્રેમ ની પરિભાષા કહેતા કહ્યું ...

બરાબર ...!! યાત્રા એ કહ્યું.

તારા પ્રમાણે પ્રેમ ને મેળવવો સરળ છે કે આપવો ...??? આ વખતે વિશ્વ એ યાત્રા ને પૂછ્યું.

મારા મતે પ્રેમ મેળવવો પણ સરળ છે અને આપવો પણ સરળ છે, અઘરું છે તો મળેલા કે આપેલા પ્રેમ ને ટકાવી રાખવો ...!! યાત્રા એ કહ્યું.

થોડીવાર પછી યાત્રા એ ફરી વિશ્વ ને પૂછ્યું ... “ પ્રેમ પરિસ્થિતી ને આધીન હોય છે ...?? “

ના પ્રેમ સ્થિતી જોઈને નહીં વ્યકતી ના આચરણ અને તેના વિચારો ને આધીન હોય છે ...!!! વિશ્વ એ કહ્યું.

તો પછી વિશ્વ કેમ પરિસ્થિતી ની સામે હારી જાય છે ....?? યાત્રા એ વિશ્વ ને ચોકાવતાં કહ્યું.

થોડીવાર વિશ્વ કહી બોલ્યો નહીં અને પાછું બને વચ્ચે મૌન એ જગ્યા લઈ લીધી.વિશ્વ વિચારી રહ્યો હતો કે તે કઈ રીતે યાત્રા ને સમજાવે કે પોતે અંધ થશે એટલે યાત્રા ની જીવન માં તકલીફો ની બહાળ આવી જશે.

વિશ્વ તું અંધ થઈશ તો મને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે ....!! યાત્રા એ કહ્યું.

તને કઈ રીતે ખબર હું એ જ વિચારું છું ..? વિશ્વ એ કહ્યું.

કારણકે વિશ્વ આપણે બને કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિ-સ્વાર્થ ભાવે એક બીજા ને માત્ર ખુશી મળે તે માટે જ વિચારી રહ્યા છીએ...!! યાત્રાએ કહ્યું.

યાત્રા સાચે મને કઈ નથી સમજાય રહ્યું કે હું શું કરું ...?? આટલા વર્ષો પછી તને આંખ મળી છે અને તારા સપના પૂરા થવાનો સમય શરૂ થયો છે ...!! એવામાં મારી આંખો ની રોશની જતી રહશે..!! જો આપણે તારી અને મારી ખુશી માટે થઈ ને મળી પણ ગયા તો આમાં તને દરેક પગલે દુખ જ મળશે...!!! વિશ્વનું ગળું ભરાય ગયું પહેલી વખત યાત્રા ને લાગ્યું કે વિશ્વ ભાવુક થઈ રહ્યો છે.

યાત્રા એ વિશ્વનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું “ જીવન માં સુખ-દુખ આપણાં હાથ માં નથી હોતા હું માનું છું કે કદાચ તકલીફો પણ આવશે , પરંતુ તું અને હું બને સાથે મળી આ તકલીફો સામે લડીશું.દરેક સવાલો ના જવાબ ભેગા મળી ને શોધીશું ”. યાત્રાએ કહ્યું.

હજુ તો વિશ્વ અને યાત્રા આગળ કહી વાત કરે તે પહેલા સપના ડોક્ટર ને લઈ ને આવી જાય છે અને ડોક્ટર વિશ્વ ને બીજો બાટલો ચડાવી ત્યાં થી જતાં રહે છે અને કહે છે કે “ ડોક્ટર હમણા થોડીવાર માં જ આવે છે પછી વિશ્વ ની આંખો ની પટ્ટી હટાવશે ”.


હોસ્પિટલ નો આખો રૂમ ભરાય ગયો હતો લગભગ બધા ત્યાં આવી પોહચ્યા હતા. વિશ્વ ની બાજુ માં તેની મમ્મી , પ્રકાશ મિતલ , સપના , સંદીપ , યાત્રા , કાજલ અને વિનય બધા ને બસ એક જ તાલાવેલી હતી કે ડોક્ટર જલ્દી થી વિશ્વ ની આંખો ની પટ્ટી હટાવે. આમ તો ડોક્ટર એ પહેલા જ કહ્યું હતું કે વિશ્વ ની આંખો બચાવી લગભગ અશકય છે.

બધા એ જોયું કે વિશ્વના ચહેરા પર ટેન્શન ને બદલે સ્મિત દેખાય રહ્યું છે. એટલે સંદીપ એ વિશ્વ ને પૂછ્યું કે “ વિશ્વ શું થયું..?? કેમ તું હસે છે ...?? ”.

વિશ્વ બોલ્યો કે “ ડોક્ટર એ કહી જ દીધું છે કે મારી આંખો બચવી અશકય છે છતાં તમે લોકો એટલી આતુરતાથી ઊભા છો જાણે કોઈ ચમત્કાર થઈ જશે...!! “ આમ વિશ્વ ને બોલતા જોઈ હોસ્પિટલ માં ઉપસ્થિત દરેક વ્યકતી વિશ્વ ની કરુણા સમજી રહ્યા હતા.

જ્યાં આત્મ-વિશ્વાસ હોય ત્યાં જ ચમત્કાર થાય છે ...!! યાત્રા થી રેવાયું નહીં એટલે તે બોલી ઉઠી.

હવે ડોક્ટર ધીરે-ધીરે વિશ્વ ના આંખો ની પટ્ટી હટાવી રહ્યા હતા , અને બધા આતુરતાથી બસ વિશ્વ ની સામે જ જોઈ રહ્યા હતા. બધાના મગજ માં બસ ભગવાન ને એ જ પ્રાથના ચાલી રહી હતી કે વિશ્વ ની આંખો સલામત હોય. આંખો ની પટ્ટી હટી રહી હતી એમ બધાના દિલ ની ધડકન પણ વધી રહી હતી. અને બસ વિશ્વ ના આંખ પર ની પટ્ટી હટી અને ત્યાં ઉભેલા દરેક વ્યક્તી અને ડોક્ટર ના મોઢા માથી એક જ વાકય નીકળ્યું..... “ વિશ્વ તને દેખાય છે ....??? ”.

થોડીવાર તો વિશ્વ કઈ જ ના બોલ્યો અને આખા રૂમ માં શાંતિ છવાય ગઈ. અને થોડીવાર પછી વિશ્વ એ કહ્યું “ મે તમને લોકો ને કહ્યું હતું કે કોઈ ચમત્કાર નહીં થાય....!! ”.

એટલે વિશ્વ તું જોઈ નથી શકતો ....??? પ્રકાશ મિતલ થી રેવાણું નહીં એટલે પૂછ્યું.

“ ના “ ....!!!! વિશ્વ એ કહ્યું.

વિશ્વ એ જેવુ “ ના “ કહ્યું બધા ના હ્રદય પર ફાળ પડી અને સપના ના આંખે અંધારા આવી ગયા , વિશ્વ ની મમ્મી વિશ્વ ને જોઈ ને રડવા લાગી , સંદીપ સપના ને સંભાળવા લાગ્યો , સૌથી વધારે વિનય રડી રહ્યો હતો આખા રૂમ માં તેનો આવાજ આવી રહ્યો હતો અને કાજલ એ યાત્રા ની સામે જોયું અને આ શું કાજલ યાત્રા ને જોતી જ રહી ગઈ.કારણકે યાત્રાના ચહેરા પર જરા પણ દુખ નહતું દેખાય રહ્યું , ઊલટું તે હસી રહી હતી.આ જોઈ તેને સપના ને ઈશારો કર્યો અને યાત્રા ની પાસે બને જણા જઈ અને બોલ્યા...

યાત્રા શું થયું ...?? કાજલ અને સપના એ યાત્રા ની બાજુ માં જઈ ધીરે થી પૂછ્યું.

વિશ્વ મજાક કરી રહ્યો છે , તેને બધુ દેખાય છે ...!!! યાત્રા એ કહ્યું.

સપના તો બસ યાત્રા ને જોઈ રહી તેને લાગ્યું કે યાત્રા નો પોતના દિમાગ પર નો કંટ્રોલ નથી રહ્યો , વિશ્વ જોઈ નથી શકતો આ આઘાત થી તે બહુ નિરાશ થઈ ગઈ છે..એટલે સપનાએ કહ્યું.... “ યાત્રા સંભાળ પોતાની જાત ને વિશ્વ હવે આંખ વિનાનો છે ....!!! ” સપનાએ કહ્યું.

યાત્રા કશું બોલી નહીં અને તેને કાજલ અને સપના ની સામે જોયું અને પછી તેને સપના અને કાજલ ને વિશ્વ ની સામે જોવા કહ્યું. અને જેવુ તેને વિશ્વ ની સામે જોયું કે .....

વિશ્વ જોરજોર થી હસવા લાગ્યો અને બોલ્યો .... મમ્મી પપ્પા ભાઈ ભાભી “ મને માફ કરજો હું મજાક કરું છું મને બધુ બહુ જ સ્પષ્ટ દેખાય છે આતો તમે બધા બહુ ચિંતા માં હતા તો મને એમ કે થોડી મજાક કરું “ .

જેવુ વિશ્વ આ બોલ્યો સૌથી પેલી થપાટ વિનય એ તેને મારી અને રડતાં રડતાં બોલ્યો “ તને શરમ આવે છે આવું બોલતા અહિયાં અમે બધા તું જોઈ નથી શકતો ની વાત થી ગભરાયેલા અને દુખી છીએ અને તું મજાક ની વહુ થાશ ”.

માફ કરજે ભાઈ પણ જ્યારે મે આખ ખોલી ત્યારે તમે લોકો જે રીતે મને ટેન્શન માં દેખાયા મારા થી મસ્તી કર્યા વગર ના રહેવાયું....!! વિશ્વએ કહ્યું.

વિશ્વ તું બધા ને ઉલ્લુ બનાવી શક્યો પરંતુ યાત્રા ને ખબર પડી ગઈ હતી કે તું મજાક કરે છે ...!! સપના એ કહ્યું.

કઈ રીતે ...?? વિશ્વ એ યાત્રા ની સામે જોઈ પૂછ્યું.

વિશ્વ તું ભૂલ નહીં હું આટલા વર્ષો સુધી અંધ જ હતી , જ્યારે પણ અંધ વ્યકતી પોતાની આંખો ખોલે ત્યારે બાહ્ય-પ્રકાશ થી તેના ચહેરા ના હાવ-ભાવ માં જરા પણ ફર્ક ના પડે .... જ્યારે તે આંખો ખોલી ત્યારે બહાર ના પ્રકાશ ના લીધે તારા ચહેરા પર એક રોનક આવી ગઈ , અને તારી આખો માં તું જોઈ શકે છે ની ખુશી હું મહેસુસ કરી રહી હતી ...!! યાત્રા એ કહ્યું.

વિશ્વ જોઈ શકે છે આ વાત માત્ર થી બધા ખુશ થઈ ગયા હતા અને જાણે દિવાળી હોય તે રીતે એક બીજા ને મળી રહ્યા હતા.આ બધા વચ્ચે વિશ્વ એ યાત્રા ની સામે જોયું અને યાત્રા એ વિશ્વ ની સામે જોયું. વિશ્વ તો યાત્રા ને બસ જોતો જ રહી ગયો કારણકે.....

આજે પણ યાત્રા એ જ પીળા રંગ ના ડ્રેસ માં આવી હતી જે તેને સંદીપ અને સપના ના રિસેપ્શન માં પહેરયો હતો જ્યારે વિશ્વએ પ્રથમ વખત યાત્રા ને જોઈ હતી હતી. હજુ વિશ્વ કઈ આગળ વિચારે તે પહેલા સપના યાત્રા ને વિશ્વ ની બાજુ માં લઈ ગઈ અને તેને યાત્રાનો હાથ વિશ્વ ના હાથ માં આપ્યો અને બોલી... ગજબ છે વિશ્વ અને યાત્રા ની Destiny(ભાગ્ય).

-------------------------------------------------------------------------------------------------------

લગ્ન પર જોરદાર ભાષણ વિશ્વ એ સપના અને સંદીપ ના રિસેપ્શન ની પાર્ટી માં આપ્યું હતું ,અને આજે ભાઇ પોતે લગ્ન કરી અને પોતાના રિસેપ્શન માં જલ્સા કરે છે. ચિંતા ના કરશો હું કોઈ ભાષણ આપવા માટે નહીં પરંતુ એક વાત કહેવા આવ્યો છું ...!!! વિનય વિશ્વ અને યાત્રા ની રિસેપ્શન પાર્ટી માં વ્યાસપીઠ પર થી એટલે કે સ્ટેજ પર થી બોલી રહ્યો હતો.

આપણાં સમાજ માં દિવ્યાંગો માટે થઈને ઘણા બધા લોકો ઘણું બધુ કરે છે , પરંતુ શું તેટલું પૂરતું છે...?? દિવ્યાંગો સ્વમાન થી જીવન વિતાવી શકે તેના માટે આપણે કોઈ કામ કરી શકીએ ...? બસ માં દિવ્યાંગો માટે થઈ ને અલગ સીટ રાખવા માત્ર થી આપણી જવાબદારી પૂરી થાય છે ...?? દિવ્યાંગો પણ બીજા લોકો ની જેમ સમાજ માં આગળ વધી શકે તેની માટે આપણે કોઈ પગલાં લઈ શકીએ...?? વિશ્વ અને યાત્રા ની સફર આપણે જોઈ અને હવે બને જણાએ નક્કી કર્યું છે કે તે પોતાનું સમગ્ર જીવન દિવ્યાંગો ની સેવા માં વાપરશે..!! આપણે પણ નક્કી કરીયે મહિનાનો એક રવિવાર દિવ્યાંગ બાળકો સાથે વિતાવીએ , તેમને ભણાવીએ , રમાડીએ , જમાડીએ .જીવન જીવવાનું કારણ આપીએ અને તેમણે એ વાત નો અહેસાસ કરાવીએ કે તે લોકો અલગ નહીં પરંતુ અદભૂત છે.

બસ આટલું કહી અને હું વ્યાસપીઠ પરથી નીચે ઊતરું છું ...!!! આમ વિનય સ્ટેજ પર થી નીચે ઉતર્યો અને જ્યારે તે નીચે ઉતરી રહ્યો હતો ત્યારે તેને જોયું કે સામે ની બાજુ ખુરશી પર એક પીળા રંગ ના ડ્રેસ વારી છોકરી બેઠી છે અને બસ વિનય તેને જોતો જ રહી ગયો... ખુલ્લા વાળ , આંખ માં કાજલ , હોઠ પર લિપસ્ટિક , ચહેરો એટલો સફેદ કે તમે આંગળી ના નખ થી ચહેરા પર રેખા દોરી શકો.આવી અદભૂત કલાકૃતિ કે જેમાં દરેક રંગ એક બીજા થી જોડાયેલો . ખરેખર આ મોહિત કરી મૂકનારું ચિત્ર જોઈ ને કોઈ પણ મોહિત થઈ જાય , તો પછી આ વિનય શું છે . વિનય ના પગ ક્યારે એના મિત્રો તરફ થી હટી ને , તે કલાકૃતિ તરફ વળી ગયા તેને તેની ખબર જ ના પડી.

જેવો વિનય તેની પાસે પોહચ્યો કે તે છોકરી ની મમ્મી ત્યાં આવી અને તેને ઊભી કરવા લાગી ત્યારે વિનય જોયું કે આ છોકરી પણ એક દિવ્યાંગ છે અને તે ચાલી નથી શક્તી.....

THE-END

-------------------------------------------------------------------------------------------------------

ખરેખર મોજ પડી ગઈ ભાઇ-બંધ , બહુ જ જબરદસ્ત પ્રતિસાદ DESTINY(આંધળા પ્રેમ ની અદભૂત વાત) વાર્તા ને મળ્યો. કદાચ સફર માં હમસફર થી પણ વધારે. હું વિરલ રાયઠઠ્ઠા ( VIRAL RAYTHTHA ) આપણી સમક્ષ આવી જ અવનવી અને દરવખતે અલગ , અદભૂત અને મજા પડી જાય તેવી વાર્તાઓ લાવતો રહીશ. મને follow કરો INSTAGRAM and FACEBOOK પર મારી આવનારી વાર્તાઓ માટે અને તમારા પ્રતીભાવ(FEEDBACK) પણ ત્યાં આપી શકો છો. તમારા feedback ની મદદ થી જ વાર્તાઓ વધુ અને વધુ સારી બની રહી છે.

KEEP READING & KEEP SHARING