ડેસ્ટીની (આંધળા પ્રેમની અદભૂત વાત) Rayththa Viral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેસ્ટીની (આંધળા પ્રેમની અદભૂત વાત)

લગ્ન આ શબ્દ સાંભળતા જ બધા ને પોતાના દુ:ખનો એ એક માત્ર દિવસ યાદ આવી ગયો હશે. ચિંતા ના કરશો હું તમને વર્ષોથી ચાલી આવેલા એ જ લગ્ન અને પતિ પત્ની વાળા જોકેસ થી હેરાન નહીં કરૂ.પરતું કાલે મારા ભાઈ ના લગ્ન થયા અને આજે એના આ રિસેપ્શન માં હું એની જૂઠી હસી પાછળ નું એક માત્ર દુ:ખ સમજી શકું છું.
રિસેપ્શન માં તમે છોકરી કે છોકરા ને કોઈ બોલીવુડ ના ગીત પર નાચતા તો જોયા હશે , પરંતુ આ વખતે મિતલ પરિવાર માં નવી પ્રથા ચાલુ થઈ છે.
હા તો વાત એમ છે કે મારૂ નામ છે વિશ્વ મિતલ , અને હું મારા ભાઈ ના રિસેપ્શનમાં એક ( Speech ) ગુજરાતી માં કહું તો કથા કહેવા આવ્યો છું . હવે અહિયાં વ્યાસપીઠ તો છે નહીં પણ ચાલશે , આમ પણ આ જીવનજ્ઞાન નહીં પણ મે જોયેલી ,  સાંભળેલી , વાચેલી લગ્નની રમૂજી વાતો લઈ ને માત્ર ૨-૫ મિનિટ માટે આપ સૌને હેરાન કરવા આવ્યો છું. 
કહેવાય છે કે લગ્નએ એવો દિવસ છે કે જેમાં પુરુષ છેલ્લી વાર હસે છે , અને સ્ત્રી છેલ્લી વાર રડે છે. ૮૦% હાસ્યકલાકાર ફકત પોતાના જીવનમાં લગ્ન પછી આવેલા બદલાવ ની વાતો કરી ને હાસ્યકલાકાર બની ગયા છે.આમ તો અહી બેઠેલા દરેક પરણિત પુરુષ ને હું હાસ્યકલાકાર જ કહીશ , કારણ કે પત્ની દ્વારા કહેવામા આવતી દરેક અણગમી વાત ને તે હસીને સ્વીકારવી લે છે . જે કોબી-બટેટા  નું શાક કોઈ દિવસ ખાધું ના હોય અને એ જ કોબી-બટેટા નું શાક બે વાર લઈ ને ખાઈ એ પરણિત પુરુષ છે એમ માનવું . કારણકે લગ્ન પહેલા શું ખાવું અને શું ના ખાવું એના option મળતા , જ્યારે હવે જે છે એ ખાવું એ મજબૂરી બની ગઈ હોય છે.આપ સૌને વધુ હેરાન ના કરતાં છેલ્લી લાઇન કહીને હું વ્યાસપીઠ પર થી નીચે ઊતરીશ. લગ્ન પર હજારો જોક્સ બન્યા છે અને લગ્ન ને મુખ્યત્વે લોકો આઝાદીનો અંત માને છે પણ લગ્ન માટે એક વાત જરૂરથી  કહી શકાય કે , લગ્ન શબ્દ પોતે તો અધૂરો છે પરંતુ તે બે વ્યક્તિઑ ને એક કરે છે....ધન્યવાદ....!!! 
કન્સ્ટ્રકશન  ની લાઇન માં અહેમદાબાદ ની અંદર બહુ મોટું નામ એટલે કે પ્રકાશ મિતલ . પ્રકાશ મિતલ ને ૨ દીકરા હતા , સંદીપ મિતલ અને મિતલ પરિવાર નો સૌથી નાનો અને મોજીલો દીકરો એટલે વિશ્વ મિતલ.આજે પ્રકાશ મિતલ ના મોટા દીકરા એવા સંદીપ ના લગ્ન નું રિસેપ્શન હતું , જેમાં અહેમદાબાદ શહેર ના દરેક નામી વ્યક્તિઑ ની હાજરી હતી.સંદીપ ના લગ્ન બજાજ પરિવાર ની એક ની એક દીકરી એટલે સપના બજાજ સાથે થયા હતા. સપના આમ તો સમાજ સેવિકા હતી , તેના પપ્પા એટલે કે અભય બજાજ નું પણ કન્સ્ટ્રકશન  ની લાઇન માં અહેમદાબાદ ની અંદર સારૂ એવું નામ હતું . સપના મુખ્યત્વે દિવ્યાંગ બાળકો ને શિક્ષળ આપવાનું કાર્ય ચલાવતી હતી.સપના ને એક જ ચિંતા હતી કે લગ્ન પછી તેનું આ સમાજ સેવા નું કાર્ય કઈ રીતે ચાલશે , કારણકે પોતે આટલા મોટા પરિવાર ની વહુ બનવા જઈ રહી છે તે પરિવાર ને આ કાર્ય ગમશે કે કેમ તે લોકો આનો સ્વીકાર કરશે કે કેમ વગેરે વગેરે પ્રશ્નો તેને ચિંતા આપી રહીયા હતા.
પ્રકાશ મિતલ એક બહુ જ સફળ બીઝનેસ મેન હતા અને તેમની મહેનત જ એમને આ મુકામ સુધી લઈ આવી હતી.મિતલ પરિવાર માં સૌનો લાડકો એવો ઘર નો સૌથી નાનો છોકરો વિશ્વ મિતલ હતો.ઘર માં સૌથી નાનો હતો એટલે બાળપણ થી જ તેની દરેક જીદો પૂરી થતી.તે બાઇક માંગતો અને એને કાર મળતી , દર ૨-૫ મહિને વિદેશ જવું , મહિને એક વાર ફાર્મ હાઉસ માં પાર્ટી , મોડુ ઊઠવું , રખડવું આ બધી વિશ્વ ની આદતો હતી , અને પ્રકાશ મિતલ પણ તેને કઈ કહેતા નહીં . પ્રકાશ મિતલ નું માનવું એમ હતું કે , જવાની ના જે જલ્સા તે પોતે નથી કરી શક્યા તે તેમનો છોકરો કરે છે.  
વિશ્વ શરીર માં એકદમ બરાબર , મુખ પર ભરાવદાર દાઢી , ફેન્સિ વાળ ,અને મુખ્ય તો એની બોલવાની કળા. આ બધુ જોઈ ને કોઈ પણ છોકરીને તે પસંદ આવી જાય , પરંતુ વિશ્વ. વિશ્વને અત્યાર સુધી આમ તો ઘણી મિત્રો મળી , પરંતુ એવી કોઈ ના મળી જેને તે પોતાની જીવનસંગીની બનાવી શકે.મિતલ પરિવાર માં કોઈ એવું નહતું જે વિશ્વ ની વાત ના માને. આ વખતે વિશ્વ રિસેપ્શનની પાર્ટી માં એક મોટી જાહેરાત કરવાનો હતો ,  જેનું તેને તેના પપ્પા એટલે  કે પ્રકાશ મિતલ ને અગાઉ થી જ જણાવેલું હતું.   
તાળી ના ગડ-ગડાટ ની વચ્ચે વિશ્વ વ્યાસપીઠ ( સ્ટેજ ) પર થી નીચે આવ્યો . લગ્ન ની આવી વાતો કરી ને તે પોતાના મિત્રો તરફ જઈ રહ્યો હતો , એવામાં એની નજર એક અદભૂત કલાકૃતિ પર પડી.
ખુલ્લા વાળ , આંખ માં કાજલ , હોઠ પર લિપસ્ટિક , ચહેરો એટલો સફેદ કે તમે આંગળી ના નખ થી ચહેરા પર રેખા દોરી શકો , જ્યારે તે હસે ત્યારે ગાલ ની બંને બાજુ પડી રહેલા એ ખાડા , એમ થાય કે આ ખાડા માં જ પડી જઈએ , આવી અદભૂત કલાકૃતિ કે જેમાં દરેક રંગ એક બીજા થી જોડાયેલો . ખરેખર આ મોહિત કરી મૂકનારું  ચિત્ર જોઈ ને કોઈ પણ મોહિત થઈ જાય , તો પછી આ વિશ્વ શું છે . વિશ્વ ના પગ ક્યારે એના મિત્રો તરફ થી હટી ને , તે કલાકૃતિ તરફ વળી ગયા તેને ખબર જ ના પડી.
ભાઈ કોણ છે આ પપ્પા ની પરી ...!!! વિશ્વ એ તેના કાકા ના દીકરા વિનય પાસેથી  કોલ્ડડ્રીંક લેતા કહ્યું .
કોણ....?? વિનયએ પૂછ્યું .
પેલી બાજુ જો ત્યાં જે પીળા રંગ ના ડ્રેસ માં ઊભેલી છે ને એ .....!!!! વિશ્વ એ અદભૂત કલાકૃતિ બતાવતા કહ્યું .
કોણ જે ત્યાં કાજલ સાથે ઊભી છે તે...?? વિનયએ પૂછ્યું.
કોણ કાજલ..?? વિશ્વ એ કહ્યું.
ભાઈ યાદ કર જેને મને કોલેજ ના ત્રીજા વર્ષ માં પાસ કરાવ્યો હતો...કાજલ શાહ...!! જે બહુ બોલ બોલ કરતી ક્લાસ માં ....!!! યાદ આવ્યું ....!!!  વિનયએ કહ્યું.
હા ... હા.... યાદ આવ્યું ભાઈ. કાજલ શાહ જેની પાછળ તે ૩ વર્ષ સુધી મહેનત કરી , છેલ્લા વર્ષમાં તે એને પ્રપોઝ કર્યું હતું અને એને તને ના પાડી હતી..!! એ જ કાજલ શાહ છે ને આ...!!! વિશ્વ એ કહ્યું.
હા ભાઈ એ જ છે આ ...!! વિનયએ ઉદાસ થતાં કહ્યું.
તો પછી કાજલ અને આ પીળા રંગના ડ્રેસ વાળી છોકરી બંને સાથે કેમ ઊભા છે..!! તું ઓળખે છે આ પીળા રંગના ડ્રેસ વાળી છોકરીને ...?? વિશ્વ એ પૂછ્યું.
ના ભાઈ વધારે જાણકારી તો મને પણ નથી પરંતુ રિસેપ્શનમાં આવ્યા ત્યારથી જ , આ પીળા રંગ ના ડ્રેસ વાળી છોકરી અને કાજલ બંને સાથે જ છે , તો બની શકે કે તે કાજલ ની કોઈ સબંધી કે મિત્ર હોય ...!!! પણ ભાઈ પહેલા ક્યારે પણ આ પીળા રંગ ના ડ્રેસ વાળી ને જોઈ નથી...!!! વિનયએ કહ્યું .
હશે ભાઈ ...!! પણ આ પીળા રંગના ડ્રેસ વાળી તો ખરેખર અદભૂત છે હું તો જાઉં છું એની પાસે વાત કરવા ...!!! આટલું કહી ને વિશ્વ કાજલ અને પીળા રંગના ડ્રેસ વાળી છોકરી પાસે જઈને ઊભો રહ્યો .
હેલ્લો ....!!!! વિશ્વ એ કાજલ ની સામે હાથ લંબાવતા કહિયું.
હેલ્લો....!!! કાજલ એ હાથ મિલાવતા કહિયું.
હજુ તો વિશ્વ કાજલ ની બાજુ માં ઊભેલી પેલી છોકરી સાથે વાત કરવા જાય એટલા માં કાજલ બોલી... બહુ જ સારી વાત કરી તે સ્ટેજ પર થી સાચે એમ લાગે છે કે તું લગ્ન પર જ કઇંક ને કઇંક શોધ કરી રહ્યો છે , આટલું બોલી ને ત્રણે જણા હસવા લાગ્યા.
ધન્યવાદ…!!! વિશ્વએ વાત ને ટુક્વતા કહ્યું.
તમે લોકોએ કહી લીધું કે નહીં ...??? વિશ્વએ બને ના હાથ માં કઈ જોયું નહીં એટલે પૂછ્યું.
ના બસ હવે લેવા જ જઈ રહ્યા છીએ..!!કાજલએ કહ્યું.
તો ચાલો સાથે લઈએ ...?? વિશ્વએ કહ્યું.
હાં સારૂ ચાલો...!! કાજલએ કહ્યું.
અરે હું તમારા બંનેની ઓળખાણ કરાવતા તો ભૂલી જ ગઈ....!! યાત્રા આ છે વિશ્વ મિતલ.સંદીપ મિતલના નાના ભાઈ , અને મારા કોલેજનો મિત્ર . અને વિશ્વ આ છે તારા સપનાભાભી ની ખાશ મિત્ર અને મારા મામાની દીકરી યાત્રા ભટ્ટ. કાજલએ કહ્યું.
( વિશ્વ અને યાત્રા હજુ તો કઈ વાત કરે એટલા માં વિશ્વના પપ્પા એટલે કે પ્રકાશ મિતલ એ માઇક માં જાહેરાત કરી કે )
બેટા વિશ્વ તું ક્યાં છે જલ્દી થી સ્ટેજ પર આવ અને તારી સરપ્રાઈઝ બધા ને કે ....!!! પ્રકાશ મિતલ એ સ્ટેજ પર થી કહિયું.
સરપ્રાઈઝ ...?? તું હજુ શું બોલવાના છો ...?? કાજલ એ વિશ્વ ને પૂછીયું.
બોલવાનો કઈ નથી બસ એક સરપ્રાઈઝ ભાભી માટે તૈયાર કરેલું છે એની જાહેરાત જ કરવાની છે ...!!! વિશ્વ એ કહિયું.
વાહ ચાલો જોઈએ શું છે ..!! કાજલ એ કહિયું.
હા...!!! તમે લોકો ચાલુ રાખો હું આવું પછી..!! આટલું કહીને વિશ્વ સ્ટેજ તરફ ચાલવા લાગ્યો.પણ તેને અંદર ને અંદર થઈ રહ્યું હતું કે જલ્દી થી આ જાહેરાત કરી ને યાત્રા સાથે વાત કરું , મિત્રતા કરું , એ શું કરે છે ક્યાં રહે છે વગેરે-વગેરે જાણું.

ભાભી અમને બધા ને ખબર છે કે તમને સમાજ સેવા બહુ ગમે છે અને તમે નિરંતર દિવ્યાંગ બાળકો માટે કઈ ને કઈ કરતાં રહો છો , એટલે અમે બધા એ ભેગા થઈ ને વિચાર્યું  કે મિતલ પરિવાર માં તમારું સ્વાગત કઇંક અલગ રીતે થવું જોઇયે.અમે ઘણું વિચાર્યું   કે તમને શું ભેટ આપીયે , કાર , ઘર , ઘરેણાં વગેરે-વગેરે. પરંતુ પછી થયું કે સમાજ સેવા કરતાં લોકો ને આ બધા કરતાં લોકો સમાજ માટે કઈ કરે એ વધારે ગમે.તો ભાભી અમારી સરપ્રાઈઝ અને તમારી ભેટ છે આ.....!!!! આટલું કહી ને વિશ્વ એ સપના ના હાથ માં એક રિમોટ આપ્યું અને તેને press બટન દબાવા કહ્યું , અને તેને રિસેપ્શન માં લાગેલી મોટી ટીવી સામે જોવા કહિયું. જેવુ સપના એ બટન દબાવ્યું...
“ દિવ્યાંગો ના સપના “ એમ કરીને શાળા નું નામ આવ્યું અને ત્યારબાદ એક પ્રેઝન્ટેશન આવ્યું, આ પ્રેઝન્ટેશન માં શાળા માં કઈ રીતે દિવ્યાંગો માટે સુવિધા છે ,  કઈ રીતે તેમણે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે , કઈ રીતે આ શાળા અહેમદાબાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માં સર્વક્ષેષ્ઠ છે તે બતાવવામાં આવ્યું હતું.અને છેલ્લે એક વાત કહેવામા આવી કે આ શાળામાં દિવ્યાંગો પાસેથી કોઈ પણ જાતની શાળા ફી લેવામાં આવશે નહીં.
સપના આ અદભૂત ભેટ જોઈને રડવા લાગી.તેને થયું કે જે દિવ્યાંગો માટે તે આટઆટલું કરે છે લગ્ન પછી તેને સમાજ સેવા કરવા મળશે કે કેમ તેની ચિંતા થતી હતી , એવામાં આ ભેટ.તેની દરેક ચિંતા દૂર કરી ગઈ.સપના ને બધાએ ભેગા થઈ ને છાની રાખી અને તેને માઇક આપ્યું અને આ ભેટ અને દિવ્યાંગો માટે કહી  કહેવા કહ્યું.
ખરેખર જ્યારે તમારા પાસે કોઈ વસ્તુ ના હોયને ત્યારે જ તમને તે વસ્તુ ની જરૂરિયાત સમજાય છે.આપણાં બધા પાસે દરેક અંગ છે એટલે આપણે તેમની ખોટ ને સમજી નથી શકતા.ખાલી એક વખત વિચારો કે તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે તમને ખબર પડે છે કે તમારી પાસે એક આંખ નથી અથવા તો એક હાથ નથી અથવા તો પગ નથી.કેટલું અઘરું બની જશે જીવન જેની તમે કલ્પના પણ નથી કરી શકતા.અરે વિચારો અમુક બાળકો તો જન્મથી આંધળા કે અપાહીચ હોય છે , એમને તો ખબર પણ નથી હોતી કે આખું જીવન તેમના માટે કેટલું સંઘર્ષ રૂપી રહેવાનુ છે.એ બાળકો ને પણ કઈ કરવું છે બનવું છે થવું છે એમણે જરૂરત છે તો થોડી સહાયની , હું તમને કોઈને એમ નથી કહેતી કે તમે દિવ્યાંગો ને અલગ નજર થી જોવો કે દયાભાવના રાખીને જોવો , પણ હા તમને એટલું જરૂર કહીશ કે તમે એમણે એટલી સહાય તો કરી જ શકો કે તેમણે પોતના એ અંગ ની ખોટ ના વર્તાય. હું આ ભેટમાટે દરેક લોકો નો આભાર માનું છું અને તેમણે વિશ્વાસ અપાવું છું કે આ શાળા માં દરેક દિવ્યાંગ બાળક ને સારા માં સારું શિક્ષણ આપવામાં આવશે.આટલું બોલી અને સપના એ માઇક વિશ્વ ના હાથ માં આપ્યું.   
બધા પાછા રિસેપ્શનની પાર્ટી નો આનંદ ઉઠાવવા લાગ્યા , અને વિશ્વ યાત્રા ને શોધવા લાગ્યો.ઘણીવાર શોધી પણ ના તો યાત્રા મળી કે ના તો કાજલ , એટલે તે પાછો એ જ જગ્યા  પાસે પહોંચી ગયો કે જ્યાં તેને યાત્રા ને પહેલી વાર જોઈ હતી.થોડી વાર થઈ એટલે તેને કાજલ ને જોઈ તેને જોયું કે કાજલ કોઈ સાથે વાત કરી રહી છે પણ ત્યાં યાત્રા નથી.વિશ્વ જલ્દી થી કાજલ પાસે જઈને ઊભો રહ્યો  , અને બોલ્યો....હેલ્લો ...!!! 
કાજલએ પણ વિશ્વ ને આવતા જોયો એટલે તેની સામે પહોંચી અને બોલી હેલ્લો...!!! 
તમે એકલા તમારા સાથે તમારી મામા ની દીકરી હતી એ ક્યાં..?? આટલી વાર થી વિશ્વ યાત્રા ને શોધી રહ્યો હતો એવામાં તેને કાજલ દેખાય એટલે તરત જ તે કાજલ ને યાત્રા વિશે પૂછી બેઠો.
કોણ યાત્રા ..?? કાજલ એ પૂછીયું.
હા ....!!! વિશ્વ એ કહિયું.
યાત્રા તેની મમ્મી સાથે હમણાં થોડી વાર પહેલા જ ઘરે જતી રહી , હું પણ બસ ઘરે જ જતી હતી એટલા માં તમે મળી ગયા. ચાલો તું હું જાઉં છું પપ્પા બહાર ગાડી માં રાહ જોવે છે.આટલું બોલી કાજલ વિશ્વ ને આવજો કહીને જતી રહી.
આ બધુ એટલું જલ્દી થઈ રહ્યું હતું કે વિશ્વ ને કઈ પણ ના સમજાયું. હમણાં થોડી વાર પહેલા જ તો હજુ તેને યાત્રા ને પહેલી વખત જોઈ હતી અને હવે આમ અચાનક યાત્રા થી વિખૂટા પડી જવાશે તેની એને કલ્પના પણ ન હતી. વિશ્વ એ વિચાર્યું   કે ભાગ્ય(Destiny) પણ કમાલ છે તેના સપના ની રાણી જેની તે આટલા વર્ષોથી રાહ જોતો હતો તે તેને યાત્રા રૂપે મળી અને પાછી ગાયબ પણ થઈ ગઈ.
રિસેપ્શન માં ઘણા સબંધી અને મિત્રો આવ્યા હતા એટલે વિશ્વ તેમણે મળવા અને વાતો કરવા લાગ્યો અને જોત જોતાં માં રિસેપ્શનની પાર્ટી પૂરી થઈ ગઇ.
રિસેપ્શન અને બીજા કામો પતાવી વિશ્વ ઘરે પોતાના રૂમ ની બાલ્કની માં ઊભો-ઊભો ચાંદ ને જોતો હતો અને વિચારી રહ્યો હતો કઈ રીતે હવે તે યાત્રા ને મળશે.કારણ તેને FACEBOOK અને INSTAGRAM માં પણ  યાત્રા ને શોધી , તેને  કાજલ ની પ્રોફાઇલ માં પણ  ચેક કર્યું, પરંતુ તેને ક્યાય પણ યાત્રા ના મળી. અચાનક આમ રિસેપ્શનની પાર્ટી માં યાત્રા મળી અને ગુમ થઈ ગઈ પોતે માત્ર એનું નામ જ જાણતો હતો તે ક્યાં રહે છે શું કરે છે તેના વિશે તેને કોઈ પણ જાતની માહિતી ન હતી. વિશ્વ મનોમન હવે વિચારી રહ્યો હતો કે હવે ભાગ્ય(Destiny) તેની મુલાકાત યાત્રા સાથે કરાવશે કે કેમ...??? અને આ બધા વિચારો સાથે જ વિશ્વ ઊંઘી ગયો.
સમગ્ર મિતલ પરિવાર આજે નવી બનેલી શાળા “ દિવ્યાંગો ના સપના “ પર જવાની હતી. શાળા નું કામ વહેલી તકે પૂરું  કરાવી અને રિસેપ્શનની પાર્ટી માં તેનું ઉદઘાટન સપનાભાભી  ના હાથે કરાવીને વિશ્વ બહુ જ ખુશ હતો.સપના પણ આજે બહુ ખુશ હતી કારણકે તેને ભૂતકાળ માં જોયેલું સવપ્ન કે દિવ્યાંગો માટે નિશુલ્ક ફી વાળી ઉચ્ચ કક્ષા ની શાળા હોય તે પણ સાચું થઈ ગયું હતું . આ બધા વચ્ચે વિશ્વ ના મગજ માં ક્યાંક ને ક્યાંક યાત્રા ને લઈ ને ઉધમ ચાલુ હતી કે યાત્રા ક્યાં હશે , શું હવે તે યાત્રા ને મળશે....???. આ બધા વિચારો વચ્ચે તેને યાદ આવ્યું કે કાજલએ તેને કહ્યું હતું કે યાત્રા સપનાની ખાશ મિત્ર છે.તેને નક્કી કર્યું કે આજે ગમે તેમ કરીને તે સપનાભાભી  ને યાત્રા વિશે પૂછશે અને થશે તો તેને જણાવશે કે તેને યાત્રા બહુ જ પસંદ છે.જો શકય હોય તો તેઑ તેની મૈત્રી યાત્રા સાથે કરાવે.
શાળા પોહોચતાની સાથે વિશ્વ ની આંખો ધરી રહી ગઈ , કારણકે ત્યાં પહેલાથી જ યાત્રા અને કાજલ શાળા ના મુખ્ય દરવાજા પાસે ઊભા હતા.વિશ્વ એ જોયું કે રિસેપ્શન ની પાર્ટી કરતાં પણ વધુ આજે યાત્રા સુંદર દેખાઈ રહી હતી , એજ ખુલ્લા  વાળ , આંખ માં કાજલ , હોઠ પર લિપસ્ટિક , મુખ પર થોડો પણ મેકઅપ નહીં , અને મુખ્યતો જ્યારે તે હસે ત્યારે તેના બંને ગાલ પર પડતાં એ ખાડા આ આખું દ્રશ્ય ગમે તે બ્રહ્મચારી ને તેનું બ્રહ્મવ્રત છોડી દેવા પર મજબૂર કરી નાખે તો પછી વિશ્વની શું તાકાત. વિશ્વ મનોમન વિચારી રહ્યો હતો કે ભાગ્ય(Destiny) તેને અને યાત્રાને મળાવવા માટે તત્પર બેઠું છે , હવે આ વખતનો આ ચાન્સ તો તે  નહીં જ મૂકે.
બધા શાળા જોઈ ને શાળાના વિશાળ પ્રાથના હૉલ માં ભેગા થયા ત્યાં ચા-નાસ્તાની પહેલાથી જ વ્યવસ્થા થયેલી હતી.ત્યાં આવેલા મુખ્યત્વે લોકો શાળા ના વખાણ કરતાં થાકી નહોતા રહ્યા , કારણકે દિવ્યાંગો માટે આટલી ઉચ્ચ કક્ષા ની શાળા અહેમદાબાદ તો ઠીક લગભગ આખા ગુજરાત માં ક્યાય ન હતી જોવા મળી.આ બધા વચ્ચે વિશ્વએ જોયું કે સપના, કાજલ અને યાત્રા ભેગા ને ભેગા ફરી રહ્યા હતા.વિશ્વ ને યાત્રા સાથે વાત કરવી હતી પણ તેને કોઈ એવો મોકો નહતો મળી રહ્યો.વિશ્વને થયું કે જો આ વખતે તેને યાત્રા સાથે વાત ના કરી તો કદાચ ભાગ્ય(Destiny) તેને પાછો ચાન્સ નહિ આપે...!!! આ બધા વિચારોમાં વિશ્વ ખોવાયેલો હતો એવામાં એને જોયું કે સપના અને કાજલ બંને યાત્રાની પાસે નથી અને યાત્રા એકલી એક ખુરશી પર બેઠી છે , તેને થયું આ જ સારો મોકો છે યાત્રા સાથે વાત કરવાનો અને તે જલ્દીથી યાત્રા પાસે પહોંચી ગયો અને તેની બાજુ માં પડેલી ખાલી ખુરશી પર જઈને બેઠો.
થોડીવાર તો વિશ્વ કહી બોલી જ ના શક્યો , તેને થયું કઈ રીતે તે યાત્રા સાથે વાત ની શરૂવાત કરે.શું તે યાત્રા ના રૂપ ના વખાણ કરે કે તે કેટલી સુંદર છે. તો બીજી જ મિનિટે વિશ્વ ને થયું કે યાત્રા આટલી સુંદર છે લગભગ દરેક બીજો છોકરો તેના સાથે વાત કરવા આ જ રસ્તો લેતો હશે.અને જો પોતે પણ આ જ રસ્તા પર જશે તો  કદાચ યાત્રાને પણ એમ જ લાગશે કે વિશ્વ પણ બીજા છોકરા ની જેમ તેની  ખૂબસૂરતી ના વખાણ કરીને તેને લાઇન મારે છે.વિશ્વ વાત ની શરૂવાત કઈ રીતે કરે એ જ ગડમથલ માં પડ્યો હતો એવામાં કાજલ આવી અને તેને કહ્યું....
હેલ્લો..વિશ્વ....!!! 
હેલ્લો...કાજલ...!!!! વિશ્વએ કહ્યું.
બહુ જ સરસ શાળા નું નિર્માણ કર્યું છે ખરેખર તમે સપના એ જોયેલા સવપ્ન ને સાકર કર્યું હોય એવું લાગી રહ્યું છે....!!! કાજલએ વિશ્વ ને કહ્યું.
ધન્યવાદ...!! વિશ્વએ કહ્યું.હજુ તો વિશ્વ કહી બોલે પહેલા જ સપના પણ ત્યાં આવી ગઈ અને બોલી....
યાત્રા સાચે આ શાળા નું નિર્માણ મારા સવપ્ન કરતાં પણ વધારે સારું છે આજે મારા દરેક સવપ્ન સાચા થઈ રહ્યા છે એવું મને લાગે છે.બસ મને એક જ ખોટ વર્તાય રહી છે કે......
ખોટ ....?? ભાભી તમને હવે કઈ વસ્તુ ની ખોટ છે , તમે મને કહો તમારો આ દિયર એ ખોટ ને પણ પૂરી કરશે..!! વિશ્વએ કહ્યું.
ના ના વિશ્વભાઈ ખોટ વસ્તુની નથી...!! સપનાએ કહ્યું.
તો...??? વિશ્વએ પૂછ્યું.
મારી બાળપણ ની મિત્ર મારી સુખ દુખ ની સાથી મારી બહેનપણી યાત્રા મારૂ આ સવપ્ન નથી જોઈ શક્તી મને એની ખોટ વર્તાય  છે .....!!! સપનાએ દુખી થતાં કહ્યું.
નથી જોઈ શક્તી એટલે હું કઈ સમજ્યો નહિ....!! વિશ્વએ આશ્ચર્યની  સાથે સપનાને પૂછીયું.
નથી જોઈ શક્તી એટલે કે યાત્રા પણ એક દિવ્યાંગ જ છે , યાત્રા નાનપણ થી જોઈ નથી શક્તી....!!! સપનાએ વિશ્વ ને ચોકવતા કહ્યું.
શું....??? વિશ્વએ કહ્યું......
વિશ્વ સપનાની વાત સાંભળી ઘડીભર સ્તબ્ધ થઇ જાય છે , જે છોકરી ની સાથે પોતે પોતાનું સમગ્ર જીવન જીવવાના સપના જોઈ ચુક્યો છે. જે અત્યારે પોતાની નજર સમક્ષ ઉભી છે , વિશ્વ ને તેને ઘણું બધુ કહેવું છે જાણવું છે અને જણાવવું છે , પરંતુ વિશ્વ તેને કઈ પણ કહી નથી શકતો.પળ વાર માં તો વિશ્વ ની દુનિયા અને તેના સપનાઓ વિખેરાતા દેખાયા.થોડીક જ ક્ષણો માં જાણે બધુ બદલાઈ ગયું હોય તેવું વિશ્વ ને લાગ્યું. 
"બીજી બાજુ યાત્રા .... યાત્રા ને પણ આ વાત સાંભળી દુ:ખ થાય છે કે , જે દિવ્યાંગો માટે તેને અને સપના એ ,  જે  સ્વ્પન જોયા હતા તે કદાચ શકય થઈ ગયા છે , અહેમદાબાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માં દિવ્યાંગો માટે આટલી ઉચ્ચ કક્ષા ની નિશુલ્ક શાળા નિર્માણ થઈ છે , પરંતુ પોતે પોતાની આંખો વડે તે સ્વ્પન ને હકીકત થતાં જોઇ નથી શક્તી.
        હજુ વિચારો માં ડૂબેલો વિશ્વ કઈ સમજે તે પહેલા જ યાત્રા ની મમ્મી ત્યા આવી પહોંચે છે અને કહે છે કે, યાત્રા , કાજલ ચાલો હવે આપણે નીકળીશું ,  તારા પપ્પા પણ રાહ જોતાં હશે. આ સાંભળી વિચારો માં ડૂબેલો વિશ્વ સ્વસ્થ બને છે તે જોવે છે કે જે યાત્રા ને મળવા માટે થઈ ને પોતે બેચેન હતો , તેની સાથે વાતો કરવા ઈચ્છતો હતો.તે યાત્રા ફરી એક વખત તેના થી  દૂર જઈ રહી હતી , હવે ભાગ્ય(Destiny) કદાચ બને ને પાછા મળાવશે કે કેમ....??
-------------------------------------------------------------------------------------------------------
શાળા માં યાત્રા જોઈ નથી શક્તી અને તે પણ એક દિવ્યાંગ જ છે , આ વાત સાંભળ્યા  પછી વિશ્વ જાણે કોઈ અલગ જ વિચારો માં ખોવાઈ ગયો હતો. શાળાથી આવી ને તરત જ તે પોતાના રૂમ માં જતો રહ્યો અને પોતાના રૂમ ની બાલ્કની માં ઊભો હતો.બારે એકદમ શાંત વાતાવરણ હતું , સરસ મજાનો ઠંડો પવન ચાલી રહ્યો હતો , આકાશ માં સરસ આગિયા ઓ ઉડી રહ્યા હતા , તેમના ઝગમગતા પ્રકાશ થી જાણે કે આકાશ માં  સુંદર કુદરતી લાઈટ ગોઠવી હોઈ તેવું લાગી રહ્યું હતું. આ આહલાદક વાતાવરણ માં પણ વિશ્વ નું મન શાંત નહોતું.તેને યાત્રા સાથે પ્રેમ તો હતો જ અને તે જોઈ નથી શક્તી આ વાત સાંભળયા પછી તેનો યાત્રા પ્રત્યે નો પ્રેમ જરા પણ ઓછો નહતો થયો.તેને ચિંતા હતી કે તે હવે કઈ રીતે યાત્રા ને જણાવશે કે તે તેને કેટલો પ્રેમ કરે છે , શું ભાગ્ય(Destiny) બંને ની મુલાકાત પાછી કરાવશે  , અને જો કરાવશે તો યાત્રા તેના પ્રેમ નો સ્વીકાર કરશે.વિશ્વ આ જ બધા સવાલો માં ખોવાયેલો હતો , ત્યાં પાછળથી વિનય નો આવાજ આવે છે ,

શું વિશ્વ ક્યાં છે , આજે સવારે પણ તું થોડીવાર જ  દેખાયો અને શાળાથી આવીને રૂમ માં જ છે , કઈ થયું છે ..?? વિનય એ વિશ્વ ને પૂછ્યું.
ના ભાઈ થાય શું એ તો બસ એમ જ ...!! વિશ્વ એ કહ્યું.
એમ જ વિશ્વ શાંત ના હોય નક્કી કઈ થયું છે , પેલી પીળા રંગ ના ડ્રેસ વાડી છોકરી ના ખ્યાલોમાં  તો નથી ખોવાયેલો ને ....??? વિનય એ વિશ્વને પૂછ્યું.
ના ભાઈ એવું કઈ નથી અને હાં ભાઈ તે પીળા રંગ ના ડ્રેસ વાડી નું નામ યાત્રા છે...!!! વિશ્વ એ વિનયને કહ્યું.
વાહ...વાહ....ભાઈ યાત્રા....નામ તો મજા પડે તેવું  છે ..!! વિનય એ વિશ્વ સાથે મજાક કરતાં કહ્યું.
હાં ભાઈ તે પોતે આટલી સુંદર છે , અદભૂત છે , તો પછી નામ તો સુંદર હોય જ ને ..!! વિશ્વ એ કહ્યું.
હાં એતો છે અરે હાં આજે તો એ શાળાએ પણ આવી હતી તું એને મળ્યો કે નહિ , એને તે તેને તારા દિલ ની વાત જણાવી કે નહીં ..??વિનયએ ઉત્સુક થતાં કહ્યું,
ભાઈ મેં યાત્રા સાથે વાત પણ નથી કરી..!! વિશ્વ એ ઉદાસ થતાં કહ્યું.
કેમ ભાઈ વાત પણ નથી કરી એટલે...??? વિનય એ આશ્ચર્ય ની સાથે પૂછ્યું
ભાઈ યાત્રા એક દિવ્યાંગ છે અને તે જોઈ નથી શક્તી...!! વિશ્વ એ ઉદાસ થતાં-થતાં કહ્યું.
શું ...?? વિનય એ આશ્ચર્ય ની સાથે પૂછ્યું
હાં ભાઈ તારી જેમ મને પણ આશ્ચર્ય થયો કે ભગવાન પણ ગજબ કરે છે , યાત્રા જેવી આટલી સુંદર કલાકૃતિ નિર્માણ કરી કે જેના દરેક રંગ એક બીજા થી જોડાયેલા , આંખ-વાળ-તેનું તે સ્મરણીય સ્મિત તેની બોલવાની કલા બધુ જ છે તેના માં છે...!!! માત્ર દુ:ખ છે તો એક જ વાત નું કે તે આ દરેક વસ્તુ જોઈ નથી શક્તી . ભાઈ એની આંખો મા દ્રષ્ટિ નથી પણ એની આંખો હજારો વાતો કહી જાય છે. તે પોતાની મનની આખો વડે બધું જ જુએ છે.વિશ્વ યાત્રા ની વાતો કરતી વખતે જાણે કે તેની છબી વર્ણવતો હોય તેમ ખોવાઈ જાય છે.
(  વિનય અને વિશ્વ પોતાની વાતો હજુ આગળ કરે તે પહેલા પ્રકાશ મિતલ વિશ્વ ને બૂમ પાડે છે... પ્રકાશ મિતલ ના આલીશાન ઘર ના ડ્રોઈંગ રૂમ માં સમગ્ર મિતલ પરિવાર એકજુથ થઈ ને બેઠું છે. કોઈક વાત પર બધા ચર્ચા કરી રહ્યા હતા , ત્યાં વિશ્વ અને વિનય આવી પહોંચે છે )
વિશ્વ  હવે તું જ સમજાવ તારા ભાઈ અને ભાભી ને પ્રકાશ મિત્તલ ફરિયાદ કરતા બોલ્યા.આપણે એમને હનીમૂન પર મોકલવા ઇચ્છતા હતા ને બંને બીજી જ કોઈ જીદ પકડી ને બેઠા છે અને કહે છે કે , અમે હનીમૂન પર નહીં જઈએ . સંદીપે તો સ્વિઝરલેન્ડ ની ટીકીટ પણ કેન્સલ કરી નાખી".
કેમ હનીમૂન કેન્સલ ...?? શુ થયું ...??  વિશ્વ એ પૂછયું.
આ બંને ને જ પૂછ શા માટે કેન્સલ કર્યું...!!! પ્રકાશ મિતલ એ કહ્યું.
ભાઈ શું થયું હનીમૂન કેમ કેન્સલ...?? વિશ્વ એ સંદીપની સામે જોઈ પૂછ્યું.
વિશ્વ તમે લોકો એ રિસેપ્શન માં જે ભેટ આપી તેના થી તારી ભાભી બહુ જ ખુશ થઈ ગઈ અને હવે તેને આપણાં બધા માટે કઈ સરપ્રાઇઝ વિચાર્યું છે , એટલે હનીમૂન કેન્સલ નહીં પરંતુ પોસપોન (POSTPONE) કર્યું છે ...!! સંદીપ એ બધા ને સમજાવતા કહ્યું.
સરપ્રાઈઝ....શુ સરપ્રાઇઝ ....?? વિશ્વએ સપના ની સામે જોઈ પૂછ્યું.
તમને બધા ને ખબર છે કે....આવતી કાલે હોળી છે અને ત્યારબાદ ધૂળેટી તો સરપ્રાઈઝ એમ છે કે આપણે બધા લગ્ન ના કામ કાજ માથી થાકી ગયા હશું , તો હવે બધા સાથે ૪-૫ દિવસ માટે કહી બહાર ફરવા જઈએ તો કોઈ પિકનિક કે હિલ-સ્ટેશન પર...???સપના એ કહ્યું.
( બધા સપના ની વાત સાંભળી ને ખુશ થઈ જઈ છે અને અલગ અલગ જગ્યા પર ફરવા જવાનું નક્કી કરે છે છેલ્લે સપના ની જ પસંદની જગ્યા પંચગીનીમાં જવાનું નક્કી થાય છે અને આ સમગ્ર પિકનિક ની જવાબદારી વિશ્વ અને વિનય ને આપવામાં આવે છે )
   વાતો માં ને વાતો માં ખૂબ મોડું થઈ ગયું હોવાથી બધા પોત પોતાની રૂમ તરફ વળ્યા ને સુઈ ગયા .પરંતુ  વિશ્વ એક જ જાગતો રહ્યો , કારણકે ઊંઘ તો યાત્રા પોતાની સાથે લઈ ગઈ હતી.હવે યાત્રા ને કઈ રીતે મળવું અને તેને પોતાની દિલ ની વાત કઈ રીતે જણાવી ના વિચારો માં વિશ્વ ઊંઘી ગયો. 
-------------------------------------------------------------------------------------------------------


કાજલ આવતી કાલે હોળી ધુળેટી છે,યાત્રા નો મનગમતો તહેવાર છે . ભલે યાત્રા એ રંગો ને જોઈ નથી શક્તી પરંતુ એમનો સ્પર્શ તે જાણતી હતી.હોળી માં જ્યારે લોકો તેને અલગ અલગ રંગો થી રંગી દેતા ત્યારે યાત્રા પોતાની મન ની આંખો થી આ રંગો ને પારખી લેતી. આ તહેવાર તેને ખૂબ પસંદ છે , અને આ વખતે આપણે બધા સાથે મળી ને ખૂબ જલ્સા અને મજા કરીશું...!! સપનાએ ફોન પર કાજલને કહ્યું.
આ સંપૂર્ણ વાત વિશ્વ સાંભળી લે છે અને મનમાં રાજી થાય છે કે યાત્રા ને મનપસંદ તહેવાર ધૂળેટી છે , અને વિચારે છે કે કેવું ગજબ કહેવાય કે જે પોતે અલગ અલગ રંગોથી બનેલી છે અને પોતે એ રંગો ને જોઈ પણ નથી શક્તી. છતાં પણ એ રંગો નો અહેસાસ કરી ને તહેવાર ને મનાવે છે. ખરેખર આ હોળી નો તહેવાર એટલે જ કદાચ આટલો ખાશ હશે , જેમાં રૂઠેલા , રિસાયેલા , ના બોલતા , બોલતા દરેક વ્યક્તિ બધુ જ ભૂલી ને એક બીજા ને રંગ લગાડે છે , વર્ષો જૂના જગડા ધૂળેટી ના દિવસે સમાપ્ત થાય છે . વિશ્વ હજુ આ બધા વિચારો માં ખોવાયેલો હતો અને તેને યાદ આવ્યું કે આ વખતે પણ દરવખત ની જેમ મિતલ પરિવાર ના બગીચા માં સગા-સબંધી , આજુબાજુ ના લોકો હોળી – ધૂળેટી રમવા આવશે , અને આ બધા માં ખાસ હશે યાત્રા.
સ્વિમિંગ પુલ ની આસપાસ સરસ મજા ના રંગો ના થાળ સજાવામાં આવ્યા , રંગબેરંગી પિચકારી ઓ લાવામાં આવી , અને ઘરમાં જાતજાતની મીઠાઈ ઓ બનાવામાં આવી , જબરદસ્ત DJ લગાવવા માં આવ્યું અને હોળી ના અલગ-અલગ , નવા-જૂના ગીતો વગાડવાનું ચાલુ કર્યું.દરેક વ્યક્તિ એકબીજા ને અલગ-અલગ  રંગો લગાડી ને ધૂળેટી ની શુભકામનાઓ આપી રહ્યા હતા . વિશ્વ પણ સફેદ રંગનો કુર્તા , આંખ માં ચશ્મા પહેરીને બગીચા માં આવી પોહચ્યો હતો , વિશ્વ આજે કઇંક વધારે જ સ્માર્ટ લાગી રહ્યો હતો.લગભગ બધા મહેમાનો આવી ગયા હતા , માત્ર યાત્રાના પરિવાર ને મૂકીને.બધા લોકો ધૂળેટી ના રંગો માં રંગબેરંગી બની ગયા હતા , અને વિશ્વ હજુ પણ યાત્રા ની જ રાહ જોઈને બેઠો હતો.
ભાઈ મને નથી લાગતું યાત્રા આવશે...!!! વિશ્વ એ ઉદાસ થતાં થતાં વિનય ને કહ્યું.
ના ભાઈ આવશે , તું આમ નકારાત્મક ના વિચાર અને ધૂળેટી ના આ તહેવાર ને ખુશી ખુશી મનાવ...!! વિનય એ વિશ્વ ને આશ્વશન આપતા કહ્યું.

(વિશ્વ કહી બોલ્યો નહીં અને બધા ધૂળેટી ના તહેવાર માં મગ્ન થઈ ગયા , થોડી વાર થઈ એટલે સપના ને કાજલ નો ફોન આવ્યો કે યાત્રા ના પપ્પા ની તબિયત થોડી ખરાબ છે એટલે અમે લોકો કદાચ  નહીં આવી શકીએ , છતાં અમે પૂરતો પ્રયત્ન કરીશું આટલું કહી કાજલ એ ફોન રાખી દીધો)
ભાભી બધા લોકો આવી ગયા , કાજલ અને યાત્રા હજુ ના આવ્યા ..?? વિશ્વ એ સપના ને પૂછ્યું.
ના વિશ્વભાઈ યાત્રા ના પપ્પા ની તબિયત થોડી ખરાબ છે ,  એટલે તે લોકો નહીં આવી શકે...!! સપના એ કહ્યું.
વિશ્વ કશું બોલ્યો નહીં અને ત્યાં થી જતો રહ્યો.હવે વિશ્વ નું આ ધૂળેટી ના તહેવાર માં જાણે મન નહતું લાગી રહ્યું.તેને આશા હતી કે કદાચ આ વખતે યાત્રા ધૂળેટી રમવા આવશે અને હોળી ની શુભેચ્છા આપવાના બહાને યાત્રા જોડે વાત ની શરૂવાત થઈ જશે , પરંતુ જાણે ભાગ્ય(Destiny) તેના થી રૂઠી ગયું હોય તેમ યાત્રા સાથે તેની મુલાકાત સંભવ જ નહતી થઈ રહી.મન વગર વિશ્વ ધૂળેટી ના તે તહેવાર માં ઊભો હતો.દરેક ને રમુજ , મજાક અને મસ્તી કરાવનારો વિશ્વ જાણે અચાનક જ ગુમસૂમ થઈ ગયો હતો , હજારો લોકો ની ભીડ માં તેને એકલું લાગી રહ્યું હતું.દરવખતે ધૂળેટી માં દરેક લોકો ને પકડી-પકડી ને રંગ લગાવવાળો વિશ્વ આજે બેરંગ થઈ ને ઊભો હતો.
આમ વિશ્વ ઉદાસ ઊભો હતો અને તેને નક્કી કર્યું કે થોડી વાર માં બધા નું ધ્યાન હટે એટલે પોતે ઉપર પોતાના રૂમ માં જતો રહેશે.આ બધા વિચારો માં તે ખોવાયેલો હતો એવામાં તેને જોયું કે સપના ઘર ના દરવાજા પાસે જઈ રહી હતી , તેને થયું આમ ભાભી ચાલુ તહેવારે બારે કેમ જઈ રહ્યા છે. તે જલ્દી થી તેમની પાછળ પાછળ ગયો અને તેને જોયું કે દરવાજા પર કાજલ અને યાત્રા બને ઊભા છે , અને સપના યાત્રા અને કાજલ ત્રણે એકબીજા ને રંગો લગાડી રહ્યા છે અને ધૂળેટી ની શુભેચ્છાઑ આપી રહ્યા છે . વિશ્વ તો બસ યાત્રા ને જોતો જ રહી ગયો , જે રીતે સમગ્ર રણ વિસ્તાર માં મુસાફર ને પાણી નો કૂવો મળી જાય તેમ તેને યાત્રા મળી હોય તેવું વિશ્વ ને લાગી રહ્યું હતું.યાત્રા આજે પણ પીળા રંગા ના ડ્રેસ માં આવી હતી , ખુલ્લા વાળ ,વધુ પડતો ચહેરો રંગો થી રંગયેલો છતાં પણ તેના ચહેરાને તમે સ્પષ્ટ જોઈ શકો , જ્યારે તે હસે ત્યારે એ આખો રંગબેરંગી ચહેરો જાણે તેના મુખ પર પડતાં ખાડા માં આવી રહ્યો હોય તેમ લાગે , અને તેની તે આંખો.આંખ એટલી નશા વાડી કે તમે તેમાં જોવો એટલે બસ જોતાં જ રહી જાઓ , આવી આંખો જોઈને કોઈ ના કહી શકે કે આ આંખો માં રોશની નથી.જેમ પહેલા કહ્યું એમ કે યાત્રાની ખૂબસૂરતી માં દરેક રંગ એકબીજાથી જોડાયેલો હતો.વિશ્વએ જોયું કે યાત્રા કાજલ અને સપના ત્રણે તેની તરફ આવી રહ્યા હતા.હવે વિશ્વ ના ચહેરા પર એક અલગ જ મુસ્કાન નજર આવી રહી હતી.તેને જે ધૂળેટી નો તહેવાર બેરંગ લાગી રહ્યો હતો , હવે તે જ તહેવાર માં યાત્રા રૂપી રંગો તેને ચારેતરફ દેખાઈ રહ્યા હતા.
હોળી ની ખૂબ ખૂબ શુભેચ્છાઑ વિશ્વ ...!! કાજલએ વિશ્વ ને રંગ લગાવતા કહ્યું.
તમને પણ હોળી ની ખૂબ ખૂબ શુભેચ્છાઑ...!!! વિશ્વ એ પણ કાજલ ને રંગ લગાડતા બોલ્યો.
( હજુ તો વિશ્વ યાત્રા ને રંગ લગાડે તે પહેલા જ સંદીપ ત્યાં આવ્યો અને બધા ને બગીચામાં ચાલવા કહ્યું ,  અને બધા બગીચા તરફ ચલી નીકળ્યા. )
ભાઈ હવે તો ખુશ ને ...?? વિનય એ વિશ્વ ને પૂછ્યું .
હા ભાઈ એકદમ ખુશ...!! વિશ્વ એ રાજી થતાં થતાં વિનય ને કહ્યું.
યાત્રા ને તે રંગ લગાડ્યો ..?? વિનય એ વિશ્વને પૂછ્યું.
ના ભાઈ રંગ લગાવું તે પહેલા જ સંદીપ ભાઈ આવી ગયા..!!! વિશ્વ એ ઉદાસ થતાં થતાં કહ્યું.
કોઈ વાંધો નહીં ભાઈ હવે આપણી પાસે ટાઇમ જ ટાઇમ છે , તું આજે યાત્રા ને રંગ પણ લગાડી દેજે અને તેને તારા દિલ ની વાત પણ કહી દેજે ...!!! વિનય એ કહ્યું.
હા ભાઈ ચોક્કસ આજે તો ગમે તેમ કરી ને યાત્રા ને હું જણાવી દઇશ કે હું તેને પોતાની જીવનસંગીની બનાવવા ઈચ્છું છું. ભાઈ ગજબ કહેવાય નહીં ,  યાત્રા મને મળી પછી ત્યાર બાદ તે જોઈ નથી શક્તી તે વાત મને ખબર પડી અને આમ આજે ધૂળેટી માં તેની સાથે મુલાકાત.નક્કી ભાગ્ય(Destiny) પણ  અમને મળવવા માટે ઉત્સુક છે.વિશ્વ ખુશ થતાં થતાં વિનય ને કહી રહ્યો હતો.
ભાઈ હવે તું ટાઇમ ના બગાડ અને જલ્દી થી યાત્રા પાસે જઇ તેને રંગ લગાડ અને તેને તારા દિલ ની વાત કઈ દે....!!!! વિનય એ વિશ્વ ને કહ્યું.
હા ભાઈ બસ ત્યાં જ જાઉં છું હવે ....!!! આટલું બોલી વિશ્વ યાત્રા પાસે જવા ચાલી નીકળ્યો.
હજુ તો વિશ્વ યાત્રા પાસે પોહચે તે પહેલા કાજલ અને સપના યાત્રા પાસે આવી પોહચે છે અને તે ત્રણ વચ્ચે કઇંક વાત થાય છે.વિશ્વ ને તેમની વાત પર થી એવું લાગી રહ્યું હતું કે નક્કી કોઈ ટેન્શન વાડી વાત છે , એટલે તે જલ્દી થી તેમની પાસે જાય છે અને પૂછે છે...
ભાભી શું થયું..??? વિશ્વ એ સપના સામે જોઈને પૂછ્યું .
વિશ્વભાઈ યાત્રા ની મમ્મી નો ફોન હતો , યાત્રા ના પપ્પા ની તબિયત બહુ ખરાબ છે અને તેમણે હોસ્પીટલ લઈ ગયા છે અને યાત્રા ને જલ્દી હોસ્પીટલ પોહચવા કહ્યું છે...!!! સપના એ વિશ્વ ને કહ્યું.
ભાભી તો જલ્દી થી આપણે હોસ્પીટલ પોહચવું જોઈએ ..!! વિશ્વ એ સપના ને કહ્યું.
હા..!! હું સંદીપ , યાત્રા અને કાજલ અમે હોસ્પીટલ જઇયે છીએ.તમે અને વિનયભાઈ અહિયાં રહી અને ધૂળેટી માં આવેલા લોકો માટે પપ્પા અને મમ્મી સાથે રહો...!! સપના આટલું બોલી અને કાજલ અને યાત્રા સાથે બહાર તરફ જવા નીકળી ગઈ.
( વિશ્વ વિનય પાસે આવે છે અને તેને બધી વાત કહે છે , ત્યાર બાદ બને ધૂળેટી રમવા આવેલા લોકો સાથે વાતચીત અને ધૂળેટી રમે છે , અને ધૂળેટી નો તહેવાર પૂરો કરે છે )
ભાઈ શું થયું યાત્રા ના પપ્પા ને , હવે તેમની તબિયત કેમ છે ...?? વિશ્વ એ સંદીપ ને ફોન પર પૂછ્યું.
ભાઈ યાત્રા ના પપ્પા ને નાનો હ્રદયહુમલો(Heart-Attack) આવેલો હતો , પરંતુ હવે તેમની તબિયત સારી છે અને ડોક્ટરે તેમણે ૨ દિવસ પછી ઘરે લઈ જવાનું કહ્યું છે.હું અને સપના હવે ઘરે જ આવી રહ્યા છીએ...!!! સંદીપ એ આટલું કહી ફોન મૂક્યો. 
            વિશ્વ ફોન મૂકે છે અને વિચારે છે કે ધૂળેટી ના દિવસે એક ચાન્સ મળ્યો હતો , યાત્રાને પોતાના દિલ ની વાત કહેવાનો પરંતુ પોતે એ ચાન્સનો પણ યોગ્ય ઉપયોગ ના કરી શક્યો.હવે તો કદાચ ભાગ્ય(Destiny) પણ  તેને કોઈ ચાન્સ નહીં આપે.આ બધા વિચારો માં ખોવાયેલા વિશ્વ ને યાદ આવ્યું કે સપનાભાભી એ નક્કી કરેલા પિકનિક સ્થળ એ જવાની તૈયારી કરવાની જવાબદારી તેના પર છે , એટલે વિશ્વ આ બધા વિચારો ને મૂકી અને પિકનિક જવાની તૈયારી માં લાગી જાય છે.
૨ દિવસ પછી આપણે બધા એ પિકનિક જવાનું નક્કી થયું છે ...!!! વિશ્વ એ જમતા જમતા બધા ને કહ્યું.
૨ દિવસ પછી એટલે કે શનિવારે બપોરે ૩ વાગ્યે બસ આવી જશે...!! વિનય એ કહ્યું.
સારું તો બધા એ પ્રમાણે તૈયારી કરી લેજો ...!! પ્રકાશ મિતલ એ કહ્યું.
( બધા હા કહી અને જમવા લાગ્યા , અને વિશ્વ વિચારવા લાગ્યો કે હવે પિકનિક માથી આવી ને તરત જ યાત્રા ને મળવા જશે અને તેને પોતાના દિલ ની વાત કહશે )
 -----------------------------------------------------------------------------------------------------
બસ આવી ગઈ છે , જલ્દી ચાલો ....!!! વિનય એ મોટે થી બૂમ પાડતા કહ્યું.
વિનય મને પિકનિક માં ચાલવાની જરા પણ ઈચ્છા નથી થઈ રહી...!!! વિશ્વ એ ઉદાસ થતાં થતાં વિનય ને કહ્યું.
કેમ ભાઈ ...?? અને તું નહીં આવે તો કેમ ચાલશે ...??? વિનય એ પૂછ્યું
એ બધી મને નથી ખબર બસ ભાઈ મારે નથી ચાલવું ..!! વિશ્વ એ કહ્યું
ભાઈ તું નહીં આવે તો  બાકી બધા લોકો ને શું કહીશ ..?? અને તું નહીં આવે તો એ લોકો પણ નહીં આવે ...!! વિનય એ કહ્યું.
પણ ભાઈ મારી જરા પણ ઈચ્છા નથી ..!! વિશ્વ એ ઉદાસ થતાં થતાં કહ્યું.
ભાઈ ચલ ઈચ્છા પોતે થઈ જશે..!!! વિનય એ કહ્યું.
                 બધા લોકો આવી ગયા અને બસ માં બેસી રહ્યા હતા ,બસ સપના અને સંદીપ હજુ આવ્યા નહતા બધા તેમની જ રાહ જોઈ રહ્યા હતા.
વિશ્વ સંદીપ ને ફોન કરી ને પૂછ કેટલી વાર છે ...??? પ્રકાશ મિતલ એ વિશ્વ ને કહ્યું.
પપ્પા હમણાં જ ફોન કર્યો તેમણે કહ્યું અમે બસ ૫ મિનિટ માં જ આવ્યે છીએ...!!! વિશ્વ એ કહ્યું.
આવે છે નહીં આવી ગયા ...!! સંદીપ એ વિશ્વ ને અટકાવતાં કહ્યું.
ક્યાં હતા તમે લોકો આટલી વાર ..?? પ્રકાશ મિતલ એ કહ્યું.
પપ્પા અમે યાત્રા ના ઘરે ગયા હતા , યાત્રા ના પપ્પા ની તબિયત પૂછવા..!!! સંદીપે કહ્યું.
સારું કેમ છે હવે તેના પપ્પા ને ..? પ્રકાશ મિતલ એ કહ્યું.
સારું છે ...!!! અમે ત્યાં ગયા એટલે સપના એ કહ્યું કે હવે યાત્રા ના પપ્પા ની તબિયત સારી છે તો યાત્રા અને કાજલ પણ આપણી સાથે પંચગીની પિકનિક પર ચાલે તો , આમ પણ યાત્રા ના પપ્પા ની તબિયત બગડી પછી યાત્રા બહુ જ ઉદાસ થઈ ગઈ છે.તો પછી અમે નક્કી કર્યું કે એમને પણ સાથે લઈ લઈએ , એમને લેવામાં જ અમને થોડું મોડુ થઈ ગયું...!! સંદીપ એ કહ્યું.
શું યાત્રા પણ આપણી સાથે પંચગીની ચાલે છે ..?? વિશ્વ એ ઉત્સાહી થતાં થતાં કહ્યું.
હા ...!! સંદીપ એ કહ્યું.
સારું છે ભલે ચાલે એ લોકો પણ , પરંતુ હવે જલ્દી કરો આપણે પહેલાથી જ બહુ મોડા છીએ ..!! પ્રકાશ મિતલએ ગુસ્સે થતાં થતાં કહ્યું.
હા પપ્પા આવી જ ગયા એ લોકો આપણે નીકળીએ જ છીએ..!! સંદીપ એ કહ્યું.
                   સપના કાજલ અને યાત્રા બસ માં ચડ્યા , વિશ્વ તો બસ યાત્રા ને જોઈ રહ્યો હતો.યાત્રા આજે પણ પીળા રંગ નું  ટી-શર્ટ અને જીન્સ પહેરી ને આવી હતી.એ જ ખુલ્લા વાળ , આંખ માં કાજલ , હોઠ પર લિપસ્ટિક , ચહેરા પર થોડો પણ મેકઅપ નહીં છતાં પણ ચહેરો એટલો સફેદ કે તમે આંગળી ના નખ થી ચહેરા પર રેખા દોરી શકો , અને જ્યારે તે હસે ત્યારે તેના ગાલ ની બંને બાજુ પર પડતાં તે ખાડા.ખરેખર આટલી અદભૂત કલા-કૃતિ જોઈને કોઈ પણ ચિત્રકાર પોતની પિચ્છી વડે દુનિયાનું સર્વ-શ્રેષ્ઠ ચિત્ર દોરી શકે , તો પછી વિશ્વ ની શું તાકાત કે તે પોતાની એક નજર પણ બીજે ફરાવી ને જોવે.
                   યાત્રા પિકનિક માં આવવાની છે એ વાત થી વિશ્વ માં જાણે એક નવી ઉર્જા નું સર્જન થયું હોય તેવું વિનય ને લાગ્યું.
ભાઈ હજુ તારે પિકનિક માં ના ચાલવું હોય તો હું વાત કરું પ્રકાશ બાપા અને સંદીપ ને ...!!! વિનય એ વિશ્વ ની મજાક કરતાં કહ્યું.
મે પિકનિક પર ચાલવાની ના જ ક્યારે પાડી હતી ...?? વિશ્વ એ હસતાં હસતાં કહ્યું.
ભાઈ હવે મને લાગે છે આ છેલ્લો ચાન્સ છે તારી પાસે . જો હવે તું આ વખતે યાત્રા ને નહીં જણાવે કે તું તેને કેટલો પ્રેમ કરે છે તો કદાચ ભાગ્ય(Destiny) પણ  તને બીજો ચાન્સ નહીં આપે...!! વિનય એ વિશ્વ ને ચેતવતા કહ્યું.
ભાઈ હવે તું જો વિશ્વ નો કમાલ...!!! વિશ્વ એ વિનય ને કહ્યું.
બસ હવે પંચગીની તરફ ચાલવા લાગી હતી , બધા પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા હતા.આમ પણ ઘરે થી નીકળવા માં મોળું થઈ ગયું હતું અને એવામાં અહેમદાવાદ નું ટ્રાફિક , બસ ને ટ્રાફિક માથી નીકળતા સાંજ ના ૬ વાગી ગયા.સરસ મજાનો પવન ચાલી રહ્યો હતો , બસ જાણે પવનને ચિરતી હવા વેગે મુંબઈ-અહેમદાવાદ હાઇવે પર ચાલી રહી હતી. AC બસ હોવા છતાં બસ માં બેઠેલા દરેક વ્યકતી એ બારી ના કાચ ખોલી અને કુદરતી હવા , રસ્તા ની વચ્ચે આવતા ખેતર અને નદીઓ નો આનંદ માણી રહ્યા હતા.બધા કોઈક ને કોઈક વાતો માં વ્યસત હતા , બસ ની છેલ્લી સીટ પર બેસેલા વિશ્વ ને દરેક વ્યકતી સ્પષ્ટ દેખાઈ રહી હતી , પરંતુ તેની નજર માત્ર યાત્રા પર જ અટકેલી હતી. યાત્રા પણ બારી ની બાજુ માં બેઠી હતી , વિશ્વ ને થયું કે યાત્રા પોતાના મન ની આંખો થી ડૂબી રહેલા સૂર્ય ને કદાચ માણી રહી છે.વિશ્વ કેટલી વાર યાત્રા પર થી પોતાની આંખો હટાવવાનો અસફળ પ્રયત્ન કરી ચૂક્યો હતો.પણ તેને વારે ઘડીએ યાત્રા સામે જોવાઈ જતું હતું અને જ્યારે તે તેની સામે જોતો તો બસ જોતો જ રહી જતો.
ડૂબી રહેલા સૂર્ય ના કિરણો જ્યારે યાત્રા પર પડતાં ત્યારે યાત્રા નો ચહેરો વધુ ચમકી ઊઠતો , ખુલા વાળ જ્યારે હવામાં ઊડી રહ્યા હતા ત્યારે યાત્રા નો ચહેરો વધુ નીરખી રહ્યો હતો , અને તેમાં પાછું જ્યારે વાળ ની એકાદી લટ યાત્રા ના ચહેરા પર આવી જતી અને યાત્રા પોતાના કોમળ હાથો વડે તે લટ ને લઈ અને પોતાના કાન ની પાછળ મૂકી દેતી.આવું મનોરમ અને અદભૂત દ્રશ્ય જોઈ વિશ્વ પોતાની જાતને રોકી નહતો શકતો.તેને યાત્રા સાથે વાત કરવી હતી , તેને કહેવું હતું કે તે તેને કેટલો પ્રેમ કરે છે.પરંતુ ભાગ્ય(Destiny) તેની સાથે સંતાકૂકડી રમી રહ્યું હતું. યાત્રા સાથે તેની મુલાકાત તો ઘણી વખત થઈ પરંતુ વાત કરવાનો ચાન્સ તેને એક પણ વાર ના મળ્યો.હવે તેને નક્કી કર્યું કે આ મુલાકાત માં તે ગમે તેમ કરી અને યાત્રા ને પોતાના દિલ ની વાત કહેશે.
આ બધા વિચારો માં વિશ્વ ખોવાયેલો હતો એવામાં એને જોયું કે યાત્રા અને કાજલ કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા છે અને તે ચર્ચામાં બને બહુ ઉગ્ર બની ગયા છે , એટલે વિશ્વએ પોતાના કાન માથી ઇયરફોન કાઢી અને પોતાના કાન  તે તરફ કર્યા.
યાત્રા તું ભલે ગમે તે વાત કહે પણ હું તો હજુ પણ એમજ કહું છું કે આ દુનિયા માં સાચો પ્રેમ હવે મળવો મુશ્કેલ નહીં પરંતુ નામુમકિન છે..!! કાજલે યાત્રા ને કહ્યું.
કાજલ પ્રેમ કઈ મેળવવાની વસ્તુ નથી તેની તો આપણે માત્ર અનુભૂતિ જ કરી શકીએ , પ્રેમ નું બીજું નામ છે વિશ્વાસ.....!!! યાત્રા હજુ કઈ આગળ બોલે તે પેલા કાજલ એ યાત્રા ને અટકાવી.
યાત્રા આ બધી કિતાબી અને ફિલ્મી વાતો છે , હું હકીકત માં માનું છું અને હકીકત એ છે કે ૨૧મી સદી માં પ્રેમ માત્ર કહેવાનો હોય છે બાકી બધુ આકર્ષણ હોય છે...!!!!કાજલએ યાત્રા ને કહ્યું.
કાજલ આકર્ષણ જ પ્રેમ ની શરૂવાત છે..!! યાત્રાએ કહ્યું.
કઈ રીતે..?? કાજલએ કહ્યું.
વિશ્વ પણ હવે વધુ જાગૃતતા થી બને ની વાતો સાંભળી રહ્યો હતો , અને એવામાં યાત્રા આકર્ષણ જ પ્રેમ ની શરૂવાત છે એમ બોલી એટલે તેને કઇંક અલગ લાગ્યું.
સમજાવું ...!! જો તું ક્યારે બગીચા માં ગઈ છે ...?? યાત્રાએ પૂછ્યું.
હા ..!! ગઈ છું ..!! કાજલએ કહ્યું.
બગીચા માં ઘણા બધા ફૂલો હોય છે બધા ફૂલો માથી તને ગુલાબ ના ફૂલ પ્રત્યે આકર્ષણ થાય છે અને ત્યાર બાદ એ ફૂલ પ્રત્યે તને લાગણી ઉદભવે છે , તું એની ખુશ્બૂ લે છે , તારા હાથો વડે તેની પ્ંખુડિ ઓને સ્પર્શે છે.તેના સ્પર્શ અને મહેક થી તારું સમગ્ર શરીર તાજગી ભર્યું થઈ જાય છે.અને ત્યારબાદ ના ખબર પડતાં તારું એ ફૂલ પ્રત્યે નું આકર્ષણ પ્રેમ માં બદલે છે...!! યાત્રાએ કાજલ ને સમજાવતા કહ્યું.
યાત્રા તું ગમે તે કહે પણ હું મારી વાત પર હજુ કાયમ છું કે પ્રેમ જેવુ કશું હોતું જ નથી માત્ર અને માત્ર આકર્ષણ જ હોય છે અને તું મને એક વાત કે તું આટલું પ્રેમ વિશે કહે છે તને કેટલી વાર પ્રેમ થયો ...?? કાજલ એ યાત્રા ને પૂછ્યું.
આ વાત સાંભળી યાત્રા કશું બોલી નહીં અને બારી ની બહાર જોઈ અને હસવા લાગી...!!!!!
વિશ્વ આ સમગ્ર ઘટના જોઈ રહ્યો હતો , અને યાત્રા ના પ્રેમ પ્રત્યે ના આટલા સુંદર વિચારો સાંભળી અને ગદગદ થઈ ગયો હતો.તેને થયું કે યાત્રા જોઈ નથી શક્તી પરંતુ માત્ર પ્રેમ ની અનુભૂતિ કરી ને પ્રેમ ને માણી શકે છે. પરંતુ કાજલ ના છેલ્લા સવાલ એ વિશ્વ ને વિચારતો કરી મૂક્યો હતો.કાજલ એ જ્યારે યાત્રા ને  પૂછ્યું કે “ તું આટલું પ્રેમ વિશે કહે છે તને કેટલી વાર પ્રેમ થયો ...?? “ . આના જવાબ માં યાત્રા કશું બોલ્યા વિના જે રીતે બારી ની બહાર જોઈ ને હસી તેના થી વિશ્વ થોડો ડરી ગયો હતો.
  બસ હવે પોતાના નિશ્ચિત કરેલા સ્થાન પર પોહચવા હવા વેગે આગળ વધી રહી હતી અને વિશ્વ પહેલા ની જેમ હજુ પણ યાત્રા ને જોઈ રહ્યો હતો અને કાજલએ પૂછેલા સવાલ પર યાત્રા ની પ્રતિક્રિયા પર વિચારી રહ્યો હતો. વિશ્વ અને યાત્રા ને મૂકી ને બસમાં લગભગ બધા ઊંઘી ગયા હતા.યાત્રા બારી બાજુ જોઈ અને કુદરતી હવા નો આનંદ લઈ રહી હતી અને વિશ્વ એ હવામાં આનંદ લેતી યાત્રાને જોઈને ખુશ થઈ રહ્યો હતો.વિશ્વ યાત્રા ને જોવામાં મગ્ન હતો એવામાં અચાનક વિશ્વ ને છીંક આવી અને આખા બસ માં તેની છીંક ગુંજી.આ છીંક નો અવાજ સાંભળી યાત્રાએ પોતાનો ચહેરો બારી તરફ થી હટાવી અને જે બાજુ થી છીંક નો અવાજ આવ્યો હતો તે બાજુ કર્યો.વિશ્વ કશું બોલ્યો નહીં અને બસ યાત્રા ને જોઈ રહ્યો.થોડી વાર થઈ એટલે પાછી વિશ્વ ને છીંક આવી અને આખા બસ માં તેની છીંક ગુંજી.આ વખતે યાત્રાએ વિશ્વ તરફ પોતાનું મોઢું કર્યું અને બોલી...
વિશ્વ બારી બંધ કરી અને ઊંઘી જાવ...!!! યાત્રાએ કહ્યું.
વિશ્વ કશું બોલી ના શક્યો , તે કહી સમજી ના શક્યો અને તેને ખબર જ ના પડી કે ક્યારે તેના હાથ બારી તરફ ગયા અને તેને બારી બંધ કરી.વિશ્વ વિચાર માં પડી ગયો કે યાત્રા ને કઈ રીતે ખબર પડી કે આ છીંક તેની છે , અને તેને કઈ રીતે ખબર કે પોતે હજુ જાગે છે.
સવાર થી પિકનિક માટેની તૈયારી માં ભાગા-દોડી કરીને થાકી ગયેલા વિશ્વ ને ક્યારે નીંદર આવી ગઈ તેની એને ખબર જ ના પડી.યાત્રા ને મૂકી ને લગભગ બસમાં બધા ઊંઘી ગયા હતા , વિશ્વ પણ ગાઢ નિદ્રા માં સૂઈ ગયો હતો . રાત્રે બસ પણ ઓછા ટ્રાફિક ના કારણે વધુ ગતિ થી ચાલી રહી હતી , અને એવામાં માં બસ ડ્રાઇવરે જોરદાર ની બ્રેક મારી.બસની અંદર બેઠેલો દરેક વ્યક્તિ ઉઠી ગયો , વિશ્વ ની પણ આંખ ખૂલી ગઈ.વિશ્વ વિચારવા લાગ્યો કે ક્યારે તે યાત્રા ને જોતાં-જોતાં ઊંઘી ગયો , તેની તેને ખબર જ ના રહી.વિશ્વએ તરત યાત્રા ની સામે જોયું તો યાત્રા આ વખતે પોતાની સીટ પર એકલી બેઠી હતી તેની આસપાસ તેને  કાજલ દેખાઈ નહતી રહી , અને તેને જોયું કે યાત્રા હજુ પણ બારી ની બારે જોઈ રહી હતી.
વિશ્વએ આમતેમ જોયું તો ખબર પડી કાજલ આગળ ખાલી પડેલી સ્લીપિંગ સીટ પર જઈને ઊંઘી ગઈ છે.વિશ્વને થયું આજ સારો ચાન્સ છે યાત્રા ની બાજુ માં બેસી અને તેની સાથે વાત કરવાનો , તેને કઇંક કહેવાનો તેની વાતો સાંભળવાનો.હવે આ ચાન્સ ને પોતે નહીં મૂકે , હજુ તો વિશ્વ આ વિચારમાં પોતાની સીટ પર થી ઊભો થઈ રહ્યો હતો , એટલામાં સપના યાત્રા પાસે આવી અને બોલી “ યાત્રા તું હજુ ઊંઘી નથી , તને ઊંઘ નથી આવી રહી “ .
ના બસ કયારની એ જ પ્રયતન કરી રહી છું , પણ ઊંઘ જ નથી આવી રહી ...!!! યાત્રા એ કહ્યું.
તું ખોટા વિચારો ના કરીશ અને સૂઈજા , આમ પણ આપણે કાલે ઘણી બધી જગ્યા પર ફરવા જવાનું છે , તું આરામ નહીં કરે તો કેમ ચાલશે..!!! સપના એ કહ્યું.
યાત્રા થોડું હસી અને બોલી “ ફરવા જઈશું તો તમે લોકો નવી નવી જગ્યાઓ જોઈ શકશો , એનો આનંદ માણી શકશો. હું તો દર વખતની જેમ આ વખતે પણ તમારા લોકો સાથે એક બોજો બની ને જ ચાલુ છું “.
યાત્રા કેમ આવું બોલે છે ..?? તને ખબર જ છે અત્યાર સુધી આપણે બધા સાથે જ ફરવા ગયા છીએ.તું તે દરેક વસ્તુને જોઈ નથી શક્તી , પરંતુ ત્યાં રહેલા કુદરતી વાતાવરણ ને મહેસુસ તો કરી શકે છે. સપના એ કહ્યું.
યાત્રા કશું બોલી નહીં અને પાછું બારી ની બહાર જોયા લાગી.આ દરેક વાતો વિશ્વ ધ્યાન થી સાંભળી રહ્યો હતો અને હવે તેને યાત્રા માટે થઈ ને થોડું ખરાબ લાગી રહ્યું હતું.કારણકે અત્યાર સુધી તેને ક્યારે યાત્રા ના ચહેરા પર પોતે જોઈ નથી શક્તી અને એક દિવ્યાંગ છે એની લાચારી જોઈ નહતી , પરંતુ હમણાં સપના સાથેની વાતચીત માં ક્યાંક ને ક્યાંક તેની લાચારી દેખાઈ રહી હતી.સપનાએ યાત્રા સાથે થોડી વાત કરી અને યાત્રા ને સૂઈ જવાનું કહીને પોતાની સીટ પર જઈને સૂઈ ગઈ.
વિશ્વએ જોયું કે સપના દ્વારા આટલું કહેવા અને સમજવા છતાં પણ યાત્રા હજુ સૂઈ નહતી અને બારી ની બહાર જ જોઈ રહી હતી.વિશ્વએ નક્કી કર્યું કે હવે યાત્રા પાસે બીજું કોઈ આવે પહેલા પોતે યાત્રા પાસે જશે અને વાત કરશે.વિશ્વ ને અંદર ઘણી ગભરામણ થઈ રહી હતી , પરંતુ યાત્રાનો તે ચહેરો તેની હીમત પૂરી રહ્યો હતો અને તે ઊભો થઈને યાત્રા ની સીટ પાસે ગયો.
વિશ્વ થોડી વાર યાત્રા ની સીટ પર જઈને ને ઊભો રહ્યો પરંતુ કોઈને કોઈ કારણથી તેના માં હીમત નહતી આવી રહી , તેને થયું યાત્રા શું વિચારશે …??  પોતે તો યાત્રા ને આટલા સમય થી જોઈ રહ્યો છે , તેની દરેક ક્રિયા-પ્રતિક્રિયા ને એકદમ નજીક થી નિહારી રહ્યો છે અને થોડીવાર પહેલા તો યાત્રાએ તેને કહ્યું પણ હતું કે પોતે બારી બંધ કરી ને ઊંઘી જાય.આવામાં યાત્રા ની પાસે જઈને બેસવું યોગ્ય છે..?? આમ પણ યાત્રાએ સપના સાથે વાત કરી તે પરથી વિશ્વ ને લાગ્યું કે યાત્રા હમણાં બહુ જ ઉદાસ છે અને પોતે તેની સાથે વાત કરવાનો પ્રયતન કરશે અને યાત્રાએ તેની સાથે વાત ના કરી તો...??. વિશ્વ ને થયું યાત્રા સાથે વાત કરવાનો આ સમય યોગ્ય નથી , કાલે જ્યારે પંચગીની માં કુદરતી વાતાવરણ માં ફૂલો ના બગીચા માં ફરવા જઈશું ત્યારે યાત્રા નો મૂડ પણ સારો હશે , ત્યારે જ વાત કરવી યોગ્ય રહેશે.તેને થયું ભાગ્ય(Destiny) હજુ પણ તેના જોડે સંતાકૂકડી રમી રહ્યું છે આમ વિચારી અને ઉદાસ થતો થતો વિશ્વ પોતાની સીટ પર પાછો જઈ રહ્યો હતો એવામાં યાત્રા બોલી....
“ મનની વાત ને કહી દેવાથી અંદર નો ઉભાર શાંત થાય છે અને ઊંઘ પણ સારી આવી છે ...!!! “ યાત્રા એ કહ્યું.
આ વાકય સાંભળી વિશ્વ યાત્રાને જોઈ જ રહ્યો તેને કઈ સમજાય નહતું રહ્યું કે તે શું કરે...!!!! કારણકે જે યાત્રા જોડે વાત કરવા તે બેબાકળો બની રહ્યો હતો , કઈ રીતે યાત્રા સાથે વાતની શરૂવાત કરવી તે તેને સમજાઈ નહતું રહ્યું અને યાત્રા તેના સાથે વાત કરશે કે કેમ...આ અને આવા હજારો સવાલો જેના જવાબો તે રિસેપ્શન ની પાર્ટી થી શોધી રહ્યો હતો તે કદાચ હવે તેને મળવાના હતા.વિશ્વ કશું બોલ્યો નહીં અને યાત્રા ની પાસે ખાલી પડેલી સીટ પર જઈને બેઠો.
વિશ્વ અને યાત્રા બને માથી કોઈ પણ થોડી વાર સુધી કઈ ના બોલ્યા અને વાતાવરણ સાવ શાંત થઈ ગયું , માત્ર હવા ને ચિરતી બસ ના લીધે રાત્રિ માં ઠંડો પવન આ શાંતિ માં સંભળાય રહ્યો હતો.ઘણી એવી વાર થઈ પરંતુ બને માથી કોઈ કઈ બોલી નહતું રહ્યું , વિશ્વ તો બસ યાત્રાને જોઈજ રહ્યો હતો આટલી નજીક થી તે પહેલી વાર યાત્રા ને નિહારી રહ્યો હતો ,મેકઅપ વગર નો યાત્રાનો સુંદર ચહેરો , હવામાં ઉડતા યાત્રાના વાળ , રોડ પર થી પસાર થતાં વાહનો જ્યારે યાત્રાની આંખ પર પડતાં ત્યારે ચમકતી યાત્રાની આંખો , તેને તો વિશ્વાસ જ નહતો આવી રહ્યો કે યાત્રા જોઈ નથી શક્તી અને એક દિવ્યાંગ છે.આ શાંત વાતાવરણ માં વિશ્વ ની છીંક એ ખલેલ કરી , અને વિશ્વ ની છીંક થી આખી બસ ગુંજી ઉઠી.
તમારે દવા લઈ લેવી જોઈએ , નક્કી તમને હવે શરદી થશે...!! યાત્રાએ કહ્યું.
વિશ્વએ માત્ર “ હા “ , આટલું કહી ને વાત ને ટૂકાવી. અને બોલ્યો “ તમને ઊંઘ નથી આવી રહી ...?? “
ના ક્યારની પ્રયતન કરું છું પણ આ ઠંડી હવા મને ઊંઘવા જ નથી દઈ રહી..!! યાત્રા એ કહ્યું.
વિશ્વ કશું બોલ્યો નહીં અને માત્ર હસીયો ...!! 
હસવાનું કારણ..?? યાત્રાએ કહ્યું.
ઠંડી હવા લોકો ને ઊંઘ આપે અને તમને તેના લીધે ઊંઘ નથી આવી રહી ...!! તમે મને બનાવો છો કે પોતાની જાતને...?? વિશ્વ એ કહ્યું.
યાત્રા કશું બોલી નહીં અને બારી ની બહાર જોઈને હસવા લાગી....
યાત્રા ને હસતી જોઈને વિશ્વ બોલ્યો..... તમને ખબર છે હમણાં થોડી વાર પહેલા જ મને એક અદભૂત જ્ઞાન મળ્યું છે કે “ મનની વાત ને કહી દેવાથી અંદર નો ઉભાર શાંત થાય છે અને ઊંઘ પણ સારી આવી છે ...!!! “.
આ વખતે પણ યાત્રા કશું બોલી નહીં અને હસવા લાગી..!!! 
યાત્રા ને હસતી જોઈને વિશ્વ બોલ્યો..” જો આકર્ષણ થી પ્રેમ ની શરૂવાત થાય છે અને બગીચા માં રહેલા ગુલાબ ના ફૂલ ને લઈ , તેની સુગંધ અને સ્પર્શ થી શરીર માં તાજગી ભરાય જાય છે.તો પછી જ્યારે તે ફૂલ મુરજાઈ જાય છે , ત્યારે તે ફૂલ ને ફેકતા આપણે જરા પણ વિચાર કેમ નથી કરતાં...??  ”
વિશ્વ ના આ સવાલ સાંભળી ને યાત્રા ના ચહેરા પર થોડી મુસ્કાન ઓછી થઈ તેને પોતાનો ચહેરો વિશ્વ તરફ કર્યો અને બોલી.... “ કારણકે આકર્ષણ ફુલ ના ગુણો પ્રત્યે નહીં પરંતુ ફૂલ ના રૂપ પર આવ્યું હતું , ફુલ પાછું બીજી સવારે સૂર્યપ્રકાશ માં ખીલશે ત્યારે તેની સુગંધ અને ફુલ ની ગુલાબી પંખુંડી થી આપણું મન તેને મેળવવા માટે ઉત્સુક થશે, પણ ત્યારે તે ફૂલ બીજા પાસે હશે. જો આપણે મુરજાતા ફૂલ ને સાંજે ફેક્યું નહોત અને તેનું જતન કર્યું હોત તો એ ફૂલ પર પહેલો અધિકાર આપણો હોત.પ્રેમ માં પણ આવું જ છે આપણે વ્યકતી નું આકર્ષણ કરીયે છીએ તેની સુંદરતા ને પ્રાધાન્ય આપીએ છીએ , વાસ્તવ માં જો આપણે વ્યકતી ના ગુણનું આકર્ષણ કરીયે તેની અંદર રહેલી સારી વાતો નું આકર્ષણ કરીયે તો અને તો જ આપણે પ્રેમ કર્યો એમ કહી શકીએ “.
વિશ્વ યાત્રા ની વાત સાંભળી અને કશું બોલી ના શક્યો અને પાછું બને વચ્ચે મોન એ જગ્યા લઈ લીધી.
થોડી વાર થઈ એટલે વિશ્વએ શાંતિ ભંગ કરતાં કહ્યું.. “ યાત્રાને કોઈના ગુણ પ્રત્યે આકર્ષણ થયું ...???  ”.
આ વખતે પણ યાત્રા કશું બોલી નહીં અને બારી ની બહાર જોઈને હસવા લાગી...
યાત્રાને હસતી જોઈ વિશ્વ બોલ્યો હું જાણું છું કે તમે હસો છો ત્યારે બહુ જ સુંદર લાગો છો પણ આ મારા સવાલ નો જવાબ નથી , વિશ્વ ફરી બોલ્યો... “ યાત્રાને કોઈના ગુણ પ્રત્યે આકર્ષણ થયું ...???  ”.
દરેક વાતો ના જવાબ આપવા એ જરૂરી હોય છે ...?? યાત્રાએ કહ્યું.
સવાલ ની યોગ્યતા અને મહત્વતા ને ધ્યાન માં રાખીને જવાબ ની જરૂરિયાત નક્કી થાય છે ...!! વિશ્વ એ કહ્યું.
હજુ તો વિશ્વ અને યાત્રા આ બધી વાતો કરી રહ્યા હતા એટલા માં કાજલ ત્યાં આવી પોહચે છે અને બોલે છે...” અરે વિશ્વ તું પણ હજુ જાગે છે....??? ”
મને ઊંઘ નહતી આવી રહી અને મે જોયું કે યાત્રા પણ જાગે છે , તો બસ અહિયાં આવ્યો અને યાત્રા સાથે વાત કરી રહ્યો હતો..!! વિશ્વ કહ્યું.
અચ્છા શું વાત કરો છો બંને..?? કાજલ એ કહ્યું.
કઈ નહીં બસ એમ જ ..!! આટલું કહી વિશ્વએ વાત ને ટૂંકાવી.
યાત્રા તું કેમ હજુ જાગે છે , ઊંઘ નથી આવતી કે શું ...?? કાજલ એ કહ્યું.
ના બસ હવે ઊંઘવાની તૈયારી જ છે, ચલ તું પણ સૂઈ જા અને વિશ્વ તમે પણ સૂઈ જાવ કાલે આમ પણ પંચગીની માં આપણે ઘણું ફરવાનું છે ...!! યાત્રા કહ્યું.
( યાત્રા ની વાત સાંભળી બધા એક બીજા ને શુભરાત્રિ(GOOD-NIGHT) , કહી અને પોતપોતાની સીટ પર સુવા માટે થઈ ને જતાં રહ્યા )
  વિશ્વ પણ પોતાની સીટ પર આવીને બેઠો અને યાત્રા સાથે કરેલી દરેક વાતો જે તેના સ્મરણો(Memory) માં જીવનભર માટે થઈ ને કેદ થઈ ગઈ છે વિશ્વ તેને યાદ કરવા લાગ્યો અને યાત્રા સાથે ની દરેક પળ ને પાછો જીવવા લાગ્યો.યાત્રા દ્વારા કહેવામા આવેલો આકર્ષણ અને પ્રેમ નો સબંધ , પહેલી વખત આટલી નજીક થી જોયેલી યાત્રા ની સુંદરતા , યાત્રા નું તે સ્મિત , તેની બોલવાની કળા ,હવામાં ઉડતા તેના વાળ , છીંક પર યાત્રા ની તે સલાહ , દરેક વાતો વિશ્વ જાણે ભૂલી જ નહતો શકતો. વિશ્વ ની નજર સમક્ષ વારે ઘડીએ તે જ ચિત્રો આવી રહ્યા હતા.આ બધા માં વિશ્વ ખોવાયેલો હતો એવામાં એક વાત વિશ્વ ને યાદ આવી અને તે થોડો ગભરાય ગયો અને તે વાત હતી યાત્રા સાથે થયેલી છેલ્લી વાત.વિશ્વ એ પૂછેલો છેલ્લો સવાલ જેનો જવાબ યાત્રા આપ્યો નહીં અને યાત્રા માત્ર હસવા લાગી તે સવાલ એટલે....
“ યાત્રાને કોઈના ગુણ પ્રત્યે આકર્ષણ થયું ...???  ”.
મિતલ પરિવાર ને પંચગીની પોહચતા પોહચતા બપોર ના ૧૨ વાગી જાય છે અને પંચગીની માં ગરમી પણ બહુ હોય છે , એટલે બધા નક્કી કરે છે કે બધા પોતપોતાના રૂમ માં જઈને આરામ કરશે અને રાત્રે સીધા જમવાના સમયે મળશે.
વિશ્વ કેટલી વાર છે ..?? બધા નીચે જમવામાં તારી રાહ જોવે છે ...!!! સંદીપએ વિશ્વને ફોન પર કહ્યું.
માત્ર ૨ મિનિટ માં આવું જ છું ભાઈ...!!! વિશ્વએ કહ્યું.
( વિશ્વ આવે છે અને બધા ભેગા હોટેલ ના બગીચા માં જમવાનું શરૂ કરે છે )
હાં તો હવે આગળ નો શું પ્લાન છે , કાલે ક્યાં જવાનું છે ...??? કાજલએ વિશ્વ ને પૂછતાં કહ્યું.
કાલે આપણે બધા જંગલ સવારી પર જશું...!!! વિશ્વએ કહ્યું.
જંગલ સવારી ..?? એટલે કઈ સમજાયું નહીં...?? કાજલએ કહ્યું.
આપણે બધા અહિયાં થી સાથે કાર માં નીકળીશું અહિયાં થી થોડે દૂર એક જંગલ છે , ત્યાં જઈ અને જંગલ માં ફરીશું અને બપોર નું જમવાનું પણ ત્યાં જ લઈશું...!! વિશ્વ એ કહ્યું.
( બધા વિશ્વ ના આ પ્લાન થી બહુ જ ખુશ થાય છે કારણકે જંગલ માં જવાની મજા કઇંક અલગ હોય છે.હોટેલ શહેર થી થોડે દૂર અને એક પહાડ પર આવેલી હોવાથી ત્યાં પ્રાકૃતિક દ્રશ્યો નો ભંડાર જોવા મળી રહ્યો હતો.આથી બધા જમવાનું પતાવીને હોટેલ ના અલગ અલગ ભાગ માં ચકર મારવા નીકળે છે )
વિશ્વ પણ હોટેલ ના એક ભાગ પર જઈને બેસે છે. જબરદસ્ત હવા ચાલી રહી હોય છે અને ત્યાંથી સંપૂર્ણ પંચગીની દેખાઈ રહ્યું હોય છે.શહેર ની જબકારા મારતી લાઇટો આ પ્રાકૃતિક દ્રશ્ય ને વધુ રમણીય બનાવી રહ્યું હતું.વિશ્વ શાંતી થી વિચારો માં ડૂબેલો હોય છે , ક્યારેક તે ચકર લગાવે છે તો થોડી વાર પોતાના મોબાઇલ માં મથે છે.એવામાં વિશ્વ જોવે છે કે યાત્રા , કાજલ અને સપના ચાલતા ચાલતા તેની તરફ આવી રહ્યા હોય છે. 
આ જગ્યા તો બહુ જ સરસ છે ..!!! કાજલએ કહ્યું.
હાં...!!! આ જગ્યા હોટેલ ની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે , અહિયાં માત્ર તમને શાંતી નો જ અનુભવ થાય છે...!!! વિશ્વએ કહ્યું 
હાં લાગે જ છે કે અહિયાં બહુ શાંતી છે ...!! અને હવા પણ બહુ જ સારી ચાલી રહી છે ...!!! જગ્યા પર પ્રકાશ એટલો ના હોવાના કારણે આ જગ્યા કોઈ ના ધ્યાન માં નથી આવી રહી નહીતર બધા અહી જ આવી ને બેસે એવું છે....!!! સપનાએ કહ્યું.
આટલું કહી સપના કાજલ અને યાત્રા વિશ્વ ની સામે ખાલી પડેલા બાકડા પર જઈને બેઠા. વિશ્વ એ જોયું કે હવા થોડી વધુ હોવાના કારણે યાત્રા ના વાળ વારે-ઘડીએ ક્યારેક તેની આંખ માં જઈ રહ્યા હતા , તો ક્યારેક તેના ચહેરા પર આવી રહ્યા હતા , અને આ વાળ જ્યારે યાત્રા પોતાના હાથો વડે કાન ની પાછળ મૂકી રહી હતી અને રાત્રિ ના થોડા પ્રકાશ માં જ્યારે યાત્રા નો ચહેરો દેખાઈ રહ્યો હતો ત્યારે વિશ્વ યાત્રા ને જોઈને મંત્રમુગ્ધ બની ગયો હતો.લગાતાર વાળ ના ત્રાશ થી કંટાળી ને યાત્રા એ પોતાના વાળ ને બાંધી લીધા , અને જ્યારે તે પોતાના વાળ બાંધી રહી હતી ત્યારે વિશ્વ બસ તેને જ જોઈ રહ્યો હતો.આ બધા માં વિશ્વ ખોવાયેલો એવામાં સંદીપ સપના ને બૂમ પાડે છે અને પોતાની પાસે બોલાવે છે એટલે સપના ત્યાં થી ઊભી થઈ અને જતી રહે છે.
સપના ને જતી જોઈ ને વિશ્વ પ્રાથના કરે છે કે હે ભગવાન હવે કાજલ ને પણ અહીથી ક્યાંક દૂર મોકલ એટલે તે અને યાત્રા બને એકલા બેસી ને વાતો કરી શકે , તે યાત્રા વિશે વધુ જાણી શકે તેને પોતાના વિશે વધુ જણાવી શકે.વિશ્વ આ બધી વાતો વિચારી રહ્યો હતો એટલા માં કાજલ ને એક ફોન આવ્યો એટલે કાજલ ફોનમાં વાત કરવા માટે થઈ ને ત્યાં થી થોડે દૂર ગઈ અને તેને યાત્રા ને કહ્યું...
યાત્રા હું ફોન માં વાત કરવા જાઉં છું અહિયાં વિશ્વ બેઠો છે અને જો તારે રૂમ માં જવું હોય તો એને કહેજે એ તને રૂમ સુધી મૂકી જશે.હું પણ થોડી વાર માં આવું છું ..!!! આટલું બોલી અને કાજલ જતી રહી.
વિશ્વ થોડીવાર તો યાત્રા ને જ જોઈ રહ્યો અને તેને થયું આજે ભગવાન એના પર મહેરબાન છે , જે માંગે છે તે મળે છે , કદાચ હજુ કઈ માંગ્યું હોત તો એ પણ મળી ગયું હોત.હવે વિશ્વ એ વિચારી રહ્યો હતો કે તે કઈ રીતે યાત્રા જોડે વાત કરવાની શરૂવાત કરે , કારણકે યાત્રા તો કઈ બોલી જ નથી રહી બસ આ પ્રાકૃતિક હવા અને ત્યાંના વાતાવરણ ને મહેસુસ કરી રહી છે.પહેલી વાત , પહેલો સવાલ શું હોવો જોઈએ એ જ ગડમથલ માં વિશ્વ ખોવાયેલો હતો.તેને થયું યાત્રા ને તેના શિક્ષણ વિશે પૂછે , તેના ભૂતકાળ વિશે પૂછે , કે પછી તેને જોયેલા કોઈ સ્વ્પન વિશે પૂછે. વિશ્વ ને યાત્રા વિશે દરેક વાત જાણવી હતી , પરંતુ શરૂવાત ક્યાંથી કરવી તે તેને નહતી સમજાય રહી.
આમ ને આમ વિચારવામાં અને વિચારવામાં ખાસો એવો સમય જતો રહ્યો અને વિશ્વ ને થોડીવાર રહી ને તે વાતનું ભાન થયું અને તેને નક્કી કર્યું કે હવે શરૂવાત તો કરવી જ પડશે.પરંતુ શરૂવાત કરવી કઈ રીતે તે ...?? આ બધા માં તે ખોવાયેલો હતો એવામાં એને જોયું કે યાત્રા પોતાના હાથ વડે બાકડા પર કઈ કરી રહી છે , એટલે તેને યાત્રા ને પૂછ્યું..
યાત્રા તું બાકડા પર આંગળીયોથી શું બનાવી રહી છે ...??? વિશ્વએ યાત્રા ને પૂછ્યું.
પહેલા તો યાત્રા કઈ પ્રતિક્રિયા ના આપી અને માત્ર હસી પછી તેને કહ્યું.... હું આંગળીયો ની મદદ થી ચિત્ર દોરી રહી છું...!!!! યાત્રાએ વિશ્વ ને કહ્યું.
ચિત્ર...!!! વિશ્વને થોડો આશ્ચર્ય થયો કારણકે અંધ વ્યક્તિ કોઈ ચિત્ર બનાવે આ વાત તેને થોડી અજીબ લાગી એટલે તેને યાત્રા ને પૂછ્યું કે “ શે નું ચિત્ર... ?? ” 
યાત્રા પહેલા તો કશું બોલી નહીં અને માત્ર થોડું ઊચું જોયું....અને પછી બોલી કે “ હું હવા નું ચિત્ર બનાવી રહી છું ...!!! ”
વિશ્વ ને થોડું અજીબ લાગ્યું કારણકે હવા નું ચિત્ર કઈ રીતે બની શકે ...એટલે તેને યાત્રા ને પૂછ્યું.. શું હવા નું ચિત્ર…??
હા હવા નું ચિત્ર...!!!! મને ખબર નથી તે કેવી દેખાતી હશે , શું હશે..!!! મારા દિમાગ માં તો દરેક જગ્યા પર માત્ર અંધારું જ દેખાય છે પરંતુ હું હવા જેટલી મહેસુસ કરી શકું છું , તેને જેટલી માણી શકું છું , અનુભવ કરી શકું છું…!! તે બનાવવાનો પ્રયત્ન કરું છું...!! યાત્રાએ વિશ્વ ને કહ્યું.
વિશ્વ ને આ બધુ બહુ જ અજીબ લાગી રહ્યું હતું. કારણકે તે જેટલો યાત્રાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેટલો જ તે વધુ મુઝવણ માં મુકાઇ રહ્યો હતો. રાત્રે બસ માં પણ તેને યાત્રા ને પૂછ્યું કે “ યાત્રાને કોઈના ગુણ પ્રત્યે આકર્ષણ થયું ...???” તેનો જવાબ પણ યાત્રાએ તેને નહતો આપ્યો અને જ્યારે તે યાત્રા સાથે વાત કરતો ત્યારે તેને કઇંક નવું અને અલગ જ વાત જાણવા મળી રહી હતી , ભલેને તે વાત પછી પ્રેમ અને આકર્ષણ ની હોય કે બાકડા પર હવા નું ચિત્ર બનવાની.દરેક વખતે યાત્રા તેના જવાબો આપવાને બદલે નવા સવાલો વધારી રહી હતી . એટલે આ વખતે તેને નક્કી કર્યું કે આજે તે દરેક સવાલ ના જવાબ અહી થી જાણીને જ જશે.આ બધી વાતો માં વિશ્વ ડૂબેલો હતો એવામાં યાત્રાએ કહ્યું.....
ખરેખર જેને આંખો હોય છે તે કેટલા નસીબદાર હોય છે.તેઓ આ વિશાળ દુનિયા ને પોતાની આંખો વડે જોઈ શકે છે તે વસ્તુ પર પોતાની ટીપણી કરી શકે છે.તેમણે શું ગમ્યું શું ના ગમ્યું ના ભેદ , ગમો-અણગમો કહી શકે છે.અને સૌથી મહત્વ ની વાત “ જેમને આંખો હોય છે તે ક્યારે કોઈના પર બોજ નથી બનતા...!!! “. યાત્રાએ વિશ્વ ને ઉદાસ થતાં કહ્યું.
થોડી વાર તો વિશ્વ યાત્રાને જોઈ જ રહ્યો , કારણકે યાત્રા ને આંખ નથી તે જોઈ નથી શકતીની લાચારી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવી રહી હતી , અને આ વાત તેને બસ માં પણ અનુભવ કરી હતી , જ્યારે યાત્રા સપના સાથે વાત કરી રહી હતી. વિશ્વ ને લાગ્યું કે આ સમયે તેને યાત્રાનો આત્મવિશ્વાસ વધારવો જોઇએ.એટલે તેને કહ્યું......
યાત્રા તને એ જ વાત નું દુખ છેને કે તારી પાસે આંખો નથી તું આ દુનિયા ને જોઈ નથી શક્તી...?? વિશ્વએ યાત્રાને પૂછ્યું.
કદાચ હા...!!! યાત્રાએ કહ્યું.
બસ આટલી જ વાત , યાત્રા તને ખબર છે દરેક વ્યક્તિ તેની પાસે જે વસ્તુ નથી એની ચિંતા અને બળતરા માં જ જીવન વેડફી નાખે છે.અને આ જ ચિંતા અને બળતરા માં જે વસ્તુ તેની પાસે છે અને ખરેખર જે મહત્વ ની છે તે વસ્તુ પર તો તેનું ધ્યાન જતું જ નથી.આંખ ના હોય એ કદાચ ચિંતા નો વિષય હોય શકે , પરંતુ આંખ નથી એટલે જીવન શકય નથી તે માની ને બેસી રહેવું યોગ્ય છે ...?? તું વિચાર ભગવાન એ આમ જોવા જએ તો બધા ને બધુ આપ્યું છે અને આમ જોવા જએ  તો બધા ને કોઈ ને કોઈ વાત ની ઉણપ છે. હું માનું છું કે આંખ વગર જીવન જીવવું અઘરું હોય શકે , પરંતુ આંખ વગર જીવન જીવવું અશક્ય હોય શકે એ વાત મને ગળે નથી ઉતરી રહી..!!! વિશ્વએ યાત્રા ને કહ્યું.
યાત્રાને પહેલી વખત કોઈ એવા વ્યક્તિ સાથે મળવાનો મોકો મળ્યો કે જે તેને તેની આંખ ની ખામી પર અફસોસ કરવાને બદલે , આંખ વગર જીવન જીવી શકાય નો આત્મવિશ્વાસ આપી રહ્યું હતું.એટલે હવે યાત્રા ને વિશ્વ સાથે વાત કરવામાં થોડો રસ પડી રહ્યો હતો.
હા પરંતુ મને એમ લાગે છે કે હું બધા પર બોજ બની રહી છું..!! બધા ને મારી સંભાળ રાખવી પડે , મારો હાથ પકડી મને ચલાવી પડે , મારૂ ધ્યાન રાખવું પડે..!! અને મને આ બધુ જરા પણ નથી ગમી રહ્યું.હું મારા દમ પર જીવવા માંગુ છું આમ લાચાર બની ને નહીં ...!!! યાત્રા એ કહ્યું.
અચ્છા એટલે તને એમ લાગે છે કે લોકો જે તારી સંભાળ રાખે છે તારું ધ્યાન રાખે છે..!! એના લીધે તું તેમના પર બોજો બને છે …!!! વિશ્વ એ કહ્યું.
કદાચ હા...!! યાત્રાએ કહ્યું.
તો માફ કરજે યાત્રા પણ મને પહેલી વખત તારા આ વિચારો સાવ પાયા-વિહોણા અને ખોખલા લાગે છે.કારણકે એ લોકો તારી સંભાળ તારા પ્રત્યે પ્રેમ છે એટલે રાખે છે , નહીં કે એમણે તું બોજો લાગે છે…!!વિશ્વએ કહ્યું.
યાત્રાને હવે વિશ્વ સાથે વાત કરવામાં મજા આવી રહી હતી કારણકે ઘણી વખત વ્યક્તિ ને જે સાંભળવું હોય અને તે જ વસ્તુ જો કોઈ બોલે તો તે તરત જ તે વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે.
તમારા મતે જીવન એટલે શું....???? યાત્રાએ વિશ્વ ને પૂછ્યું.
થોડી વાર વિશ્વ કઈ બોલ્યો નહીં તે બસ યાત્રા ને જ જોઈ રહ્યો અને પછી તેને કહ્યું....“ હું જીવન ને નદી ના ઝરણા ની જેમ માનું છું....!! વિશ્વએ યાત્રાને કહ્યું.
નદી ના ઝરણા ની જેમ એટલે .....?? યાત્રાને થોડું અજીબ લાગ્યું.
હાં... નદી ના ઝરણા ની જેમ....જેવી રીતે એક વખત આપણે નદી ના કોઈ ઝરણા ને સ્પર્શ કરી લઈએ , માણી લઈએ , અનુભવ કરી લઈએ.ત્યારબાદ પાછું એ જ ઝરણું આપણને મળવાનું નથી.તો જીવન નું પણ એવું જ છે...!! એક વખત કોઈ પળ , ક્ષણ , કે કોઈ સમય જતો રહ્યો પછી પાછો એક જ સમય , કે એ જ પળ આવવાની નથી . તો પછી  આપણે તે દરેક સમય ને ખુશી-ખુશી પસાર કરવો જોઇયે. હું માનું છું કે ખુશ રહેવું સહેલું નથી , પણ હાં દુખી થવા કરતાં સુખી થવાનો પ્રયત્ન કરવામાં મજા છે...!!! વિશ્વએ યાત્રા ને કહ્યું.
હવે યાત્રા ને વિશ્વ અને તેની વાતો સમજાય રહ્યા હતા.તેને લાગી રહ્યું હતું કે આટલા વર્ષોથી જે સવાલો તેના મગજમાં આવી રહ્યા છે જેના જવાબો કદાચ તેને કોઈ નહતું આપી રહ્યું.કદાચ હવે કોઈ એવું છે કે જેના સાથે બેસી ને આ દરેક સવાલો ના જવાબો મેળવી શકાય છે.હજુ તો યાત્રા કહી બોલે તે પહેલા વિશ્વએ પૂછ્યું….” યાત્રા ના જીવનનું સપનું શું  છે ...?? “
થોડી વાર તો યાત્રા કઈ બોલી જ નહીં અને બને જણા વચ્ચે સાવ શાંતી છવાય ગઈ.યાત્રા ને પહેલી વખત આ સવાલ કોઈએ પૂછ્યો હતો.યાત્રા થોડી વાર ની શાંતી પછી થોડું હસી.યાત્રાને હસતાં જોઈને વિશ્વને થોડું અજીબ લાગ્યું એટલે તેને યાત્રાને પૂછ્યું...” હસવાનું કોઈ કારણ....?? “.
અંધ લોકો ને કોઈ સપના વિશે પૂછે તો હસું જ આવેને ...!!! તમને ખબર છે મને પહેલી વખત કોઈ મારા સપના(Dream) વિશે પૂછ્યું છે...!!! યાત્રાએ કહ્યું.
શું વાત કરે છે યાત્રા ...!!! વિશ્વ ને થોડું અજીબ લાગ્યું. 
હાં...!!! મને અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ એ નથી પૂછ્યું કે મારૂ સપનું શું છે...!!! યાત્રાએ કહ્યું.
પણ યાત્રા તારું સપનું છે શું એ તો મને જણાવ ...??? વિશ્વને હવે યાત્રા નું સપનું જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.
આમ તો વિશ્વ દરેક અંધ વ્યક્તિ નું સપનું હોય છે કે તે આ સમગ્ર દુનિયાને જોવે , ભગવાન ની આ પ્રકૃતિ જેનો અહેસાસ મને આટલો વાહલો અને પ્રેમાળ લાગે છે તો આ પ્રકૃતિ કેવી સુંદર હશે.મારા માતા-પિતા જેમને મને આ દુનિયા માં લાવી છે હું તો એટલી અભાગી છું કે એમને પણ જોઈ નથી શક્તી.મારા મિત્રો મારા શિક્ષકો , મારા ભાઈ-બહેન આ બધા ને મારે જોવા છે,અને સૌથી મહત્વનુ મારે.....!!! યાત્રા બોલતા બોલતા અટકી ગઈ.
સૌથી મહત્વનુ શું યાત્રા ... સૌથી મહત્વનુ કોણ છે જેને તારે જોવી છે..??? વિશ્વ એ ઉત્સુકતા ની સાથે યાત્રા ને પૂછ્યું.
વિશ્વ અંધ વ્યક્તિ ની સૌથી માટી કરુણતા અને દુર્ભાગ્ય એ છે કે એ પોતાની જાતને પણ જોઈ નથી શક્તી. સૌથી મહત્વનુ મારે મારી જાત ને જોવી છે...”  હું કેવી દેખાવ છું , મારી આંખો કેવી છે , મારૂ નાક કેવું છે , ,હું કદ માં કેટલી છું , હું રૂપાળી દેખાવ છું કે કાળી ,  હું હસું છું ત્યારે કેવી દેખાવ છું , જ્યારે મને કોઈની વાત ગમતી નથી ત્યારે મારા ચહેરા પર કેવા ભાવ આવે છે , મને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે હું કેવી લાગુ છું, હું કદાચ આ બધુ ક્યારે નહીં જોઈ શકું  ....!! યાત્રા બોલતા બોલતા અટકી ગઈ , યાત્રાનું ગળું જાણે ભરાય ગયું હતું.આટલા વર્ષોની તેની વાતો તેનું તે દુખ ધીરે-ધીરે બહાર આવી રહ્યું હતું. 
વિશ્વને પણ હવે યાત્રાની કરુણતા દેખાઈ રહી હતી અને ક્યાંક ને ક્યાંક તેની વાતો , યાત્રા જોઈ નથી શક્તી નું તેનું તે દુખ , વિશ્વને સમજાય રહ્યું હતું.પાછું બને વચ્ચે મૌન એ સ્થાન લઈ લીધું , થોડીવાર ની શાંતી પછી વિશ્વ બોલ્યો...
યાત્રા તારી ભાવના અને તારું દુખ કદાચ હું નહીં કોઈ પણ વ્યક્તિ નહીં સમજી શકે.પણ હાં હું તને અને તારી વેદના ને સમજવાનો પ્રયત્ન જરૂર કરીશ. હું જાણું છું કે અંધ-જીવન પસાર કરવું અતિશય અઘરું છે , પણ હું તને હજુ કહીશ કે તું હાર ના માનીશ.અને હાં એક વાત હું તને જરૂર કહીશ...!!! વિશ્વએ કહ્યું.
શું ....??? યાત્રાએ કહ્યું.
યાત્રા તને ખબર છે જ્યારે મે તને પહેલી વાર રિસેપ્શન ની પાર્ટી માં જોઈ ત્યારે તારા “ ખુલ્લા વાળ હતા , આંખ માં કાજલ હતું , હોઠ પર લિપસ્ટિક હતી, તારા ચહેરા પર થોડો પણ મેકઉપ નહતો , છતાં તારો ચહેરો એટલો  સફેદ હતો કે આંગળીના નખ થી આપણે ચહેરા પર રેખા દોરી શકો , જ્યારે તું હસે છે ને ત્યારે તારા બને ગાલ પર ખંજન(ખાડા) પડે છે , હું માનું છું કે તારી આંખો માં રોશની નથી , પણ તારી આંખો એટલી સુંદર છે કે જેમાં કોઈ વ્યક્તિ એક વખત જોવે તો બસ જોતો જ રહી જાય. તું ભગવાન ની એવી અદભૂત કલાકૃતિ છે કે જેમાં દરેક રંગ એક બીજા થી જોડાયેલો છે, ખરેખર આટલી અદભૂત કલા-કૃતિ જોઈને કોઈ પણ ચિત્રકાર પોતની પિચ્છી વડે દુનિયાનું સર્વ-શ્રેષ્ઠ ચિત્ર દોરી શકે છે “. વિશ્વ યાત્રા નું વર્ણન કરતાં કરતાં જાણે ખોવાય ગયો.
થોડી વાર ની ઉદાસી પછી યાત્રા ના ચહેરા પર થોડી મુસ્કાન આવી અને તે બોલી....” બસ-બસ વિશ્વ તું આટલું બધુ મારૂ વર્ણન ના કરીશ , નહિતો મને હમણાં અને હમણાં પોતાની જાતને જોવાની તાલાવેલી થઈ જશે.”
યાત્રા આ બધુ તું ઉદાસ છે એટલે હું તને ખુશ કરવા નથી કહી રહ્યો , પરંતુ મે કહેલી એક-એક વાત હકીકત છે..!! વિશ્વ યાત્રાની સાથે હસતાં હસતાં બોલ્યો.
ભલે સારું હો....!! યાત્રા એ કહ્યું.
યાત્રા ને મૂડ માં આવતા જોઈ વિશ્વએ પૂછ્યું... “ યાત્રા તને એક વાત પૂછું ..?? ”
હાં ..!! બોલ ..!! યાત્રાએ કહ્યું.
મે કાલે તને જ્યારે પૂછ્યું કે “ યાત્રાને કોઈના ગુણ પ્રત્યે આકર્ષણ થયું ...???  ” , ત્યારે તે એ વાતનો જવાબ ના આપ્યો અને માત્ર તું હસી.આજે હું ફરી તને એ જ સવાલ પૂછું છું “ યાત્રાને કોઈના ગુણ પ્રત્યે આકર્ષણ થયું ...???  ”.વિશ્વ એ કહ્યું.
વિશ્વ તારા આ સવાલ નું મને કોઈ મહત્વ જ ના લાગ્યું એટલે જ મે કોઈ જવાબ ના આપ્યો..!! યાત્રાએ કહ્યું.
મહત્વ ના લાગ્યું એટલે , હું કઇં સમજ્યો નહીં ...?? વિશ્વ ને થોડો આશ્ચર્ય લાગ્યો.
મહત્વ એટલા માટે ના લાગ્યો કારણકે અંધ-વ્યક્તિ ને કોઈ પ્રેમ કરે એ કદાચ ફિલ્મો માં જ શક્ય હોય શકે ...!! અસલ જિંદગી માં નહીં...!! યાત્રાએ કહ્યું.
સારું યાત્રા મારે તને હજુ એક સવાલ પુછવો છે ....?? વિશ્વ એ કહ્યું.
હાં ..!! બોલ....!! યાત્રાએ કહ્યું.
આપણે જ્યારે બસ માં હતા અને બસની અંદર દરેક વ્યક્તિ ઊંઘી ગઈ હતી , ત્યારે તને કઈ રીતે ખબર પડી કે હું જાગું છું ...અને તે છીંકનો આવાજ  સાંભળીને મને કેમ કહ્યું કે બારી બંધ કરી ને સૂઈ જાવ.તને કઈ રીતે ખબર કે એ છીંક મારી છે ...?? વિશ્વએ યાત્રાને પૂછ્યું.
યાત્રા થોડી વાર કશું બોલી નહીં અને માત્ર હસી.એટલે વિશ્વ ને વધુ ઉત્સુકતા આવી અને તે બોલ્યો ..” યાત્રા તું કઈ બોલીશ કે માત્ર હસયા જ કરીશ ”.
વિશ્વ માત્ર બસમાં જ નહીં પરંતુ રિસેપ્શન ની પાર્ટીમાં , શાળામાં , તે દિવસે તમારા ઘરે ધૂળેટી રમતા હતા ત્યારે અને પંચગીનીમાં આવ્યા પછી પણ તું માત્ર અને માત્ર મને જ જોયા કરે છે.એ વાત ની પણ મને ખબર છે ...!! યાત્રા એ વિશ્વ ને ચોકવતા કહ્યું.
યાત્રા તું જોઈ નથી શકતી તો તને કઈ રીતે ખબર કે હું તને જ જોયા કરું છું , યાત્રા સાચે હવે મને તું ઘણી અજીબ લાગી રહી છે. હું જ્યારે તારી પાસે કોઈ વાત કરું છું ત્યારે દરવખતે મને કઈ ને કઈ નવું જ જાણવા મળે છે ...!! વિશ્વ એ યાત્રાને કહ્યું.
ચિંતા ના કરીશ વિશ્વ ...!! મને આ બધુ કાજલ એ જણાવ્યુ છે...!! યાત્રાએ કહ્યું.
કાજલ એ જણાવ્યુ છે એટલે...?? , એને કઈ રીતે ખબર કે હું તને જ જોયા કરું છું ...?? વિશ્વએ કહ્યું .
વિશ્વ રિસેપ્શન ની પાર્ટીમાં જે રીતે તું મારી સામે જોઈ રહ્યો હતો કાજલ ને ત્યારે જ થોડું અજીબ લાગ્યું , ત્યારબાદ શાળામાં , અને તે દિવસે ધૂળેટી રમતા હતા ત્યારે અને છેલ્લે બસમાં જે રીતે તું મને જોઈ રહ્યો હતો , તેને નક્કી થઈ ગયું કે નક્કી કઇંક તો છે.યાત્રા એ કહ્યું.
યાત્રા મને માફ કરજે તારા પ્રત્યે મારો કોઈ એવો ખરાબ દ્રષ્ટિકોણ નહતો..!! અને યાત્રા હું એ વાત પણ માનું છું કે મને તું રિસેપ્શન ની પાર્ટીમાં પહેલી વખત જોઈને જ પસંદ આવી ગઈ હતી , અને મે તારી સાથે વાત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો.પણ દરવખતે કોઈ ને કોઈ કારણથી હું તને આ વાત ના જણાવી શક્યો....!!!   વિશ્વએ કહ્યું.
હું જાણું છું વિશ્વ..!! અને હમણાં તારા સાથે આટલી વાતો કર્યા પછી મને તારા પર પૂરો ભરોસો છે કે તું એક સર્વ-શ્રેષ્ઠ યુવાન છે , તું મને નહીં કોઈ પણ યુવતી ને ખરાબ દ્રષ્ટિકોણ થી નહીં જોવે ....!! પણ....!!! યાત્રાએ કહ્યું.
પણ ...!! પણ શું યાત્રા….??? વિશ્વ એ કહ્યું.
પણ વિશ્વ હું તને એક વાત ચોખ્ખી કઈ દેવા માંગુ છું....!! યાત્રા થોડા ગંભીર સ્વરમાં બોલી રહી હતી.
યાત્રા ને થોડી ગંભીર જોઈને વિશ્વ થોડો ડરી ગયો અને બોલ્યો ....” કઈ વાત યાત્રા ...!! ”
વિશ્વ વાત એમ છે કે ........!!!! યાત્રાએ કહ્યું.
શું વાત છે યાત્રા બોલ.....!!! વિશ્વ એ કહ્યું.
વિશ્વ વાત એમ છે કે , વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે .....!!! યાત્રા એ કહ્યું..