કૂતરાનું પ્રેમમાં સમર્પણ અને કુતરીનો ક્રોધ પર સંયમ Hitesh Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂતરાનું પ્રેમમાં સમર્પણ અને કુતરીનો ક્રોધ પર સંયમ

શિયાળાની શરુંઆત થવાની હોય એટલે અમારે જલસા આમ તો રોજ જલસા હોય જ પણ શિયાળામાં અમે સાંજે નિશાળેથી આવી રમી-કુદીને લેસન ઝટ પતાવી દાદા જોડે તાપણું કરવા દોડી જતાં.
દાદા સગડી સળગાવીને ઢાબળો ઓઢીને તાપણું કરતાં હોય અમે જઈએ એટલે દાદા થોડો ઢાબળો અમને પણ ઓઢાળતા ; અને
દાદા દરરોજ વાર્તા કહે... વાર્તા પૂરી થાય પછી તરતજ મમ્મી જમવા બોલાવે.
આમ આ અમારી રોજીંદી ક્રિયા. આમ એકવાર હું મારી બહેન અને મારા કાકાનો છોકરો અમે ઝઘડતાં હતા એટલામાં દાદાએ બોલાવ્યા.
અહીં આવો દિકરાઓ મારી જોડે આજે તમને એક કુતરાના પ્રેમ અને લાગણીના સંબંધ વિષે વાર્તા કહું.. અમે તરતજ દોડીને દાદા પાસે ગયા અને બેસી ગયા.
એટલામાં મારી બહેન બોલી દાદા આ લાગણીના સંબંધો એટલે શું ?
દાદા કહે એજ.. હું તમને વાર્તામાં જણાવીશ .
મેં કીધું હા.. દાદા જલદી વાર્તા કહો મારે સાંભળવી છે.
દાદા હા કહું છું સાંભળો તો.
આ એ સમયની વાત છે જ્યારે હું તમારા જેટલો હતો,ત્યારે આપણે અહીંયા નહોતા રહેતા.
મારા કાકાનો છોકરો બોલ્યો : તો દાદા ક્યાં રહેતા હતા આપણે ? જંગલમાં રહેતા હતા કે શું ? દાદા..!
દાદા : ના દિકરા, ત્યારે આપણે રામપુરા રહેતા હતા જે અહીંથી ૫૦૦ ગાઉં દુર છે.
મારી બહેન બોલી : તો દાદા આપણે કેમ ત્યાંથી અહીંયા આવતાં રહ્યા ?
દાદા :એ સમયે નદીમાં પૂર આવ્યું હતું જેથી આપણું ગામ નદીમાં ગરકાવ થઈ ગયું હતું , ત્યારથી આપણે અહીંયા સ્થળાંતર કર્યું.
મેં કીધું દાદા : હવે જલદીથી વાર્તા કહોને હવે..!
દાદા : સાંભળો... રામપુરા ગામમાં આપણું ફળીયું તળાવનાં કીનારે મહાદેવનાં મંદિરની બાજુમાં જ હતું.
આપણાં ફળીયામાં એક સુંદર સફેદ રંગની જુલી નામની કુતરી અને કાળા રંગનો રાજ્યો કુતરો હતો,
આમ બંને સાથે જ રહે અને સાથે જ ફરે દરરોજ બંને જણ સવારે વહેલા આપણા ઘરે આવી જાય એટલે બાપુજી રોજ એમનાં માટે રોટલો અને દુધ એક થાળીમાં મુકી દે એટલે રોજ આવે અને રોટલો અને દુધ પી ને જાય આ એમની રોજીંદી ક્રિયા , અને જ્યારે બાપુજી ખેતરમાં જતા તો એ બંને પણ સાથે ખેતરમાં જતા રહે.
હું બપોરે બાપુજીને ખેતરે ભાથું આપવા જવ એટલે એમના માટે પણ રોટલો ; દુધ અને બીસ્કીટ લેતો જવ, મને જોઈને દોડતા દોડતા મારી પાસે આવે અને એમની વસ્તુઓ લઈને ભાગી જાય. ખેતરમાં આમ તેમ દોડવા લાગી જાય અને મસ્તી કરવા લાગી પડે.
અને જો કોઈ બહારના ફળીયામાંથી કુતરા આવી જાય એટલે સામેવાળાના તો ભુક્કા બોલાવી દે.. બોવ ધાક
પરંતુ નાના ભુલકાઓ જોડે બોવ મસ્તી કરે.
આમને આમ દિવસો નિકળતા જાય છે...એક દિવસ ખબર નહીં શું થયું હશે ? બાપડીએ જુલીને આમ હડકવા રોગ જેવી બીમારી લાગી ગઈ
એને આ રોગ લાગી ગયો હોવા છતાં એનો સંયમ તો દેખો તમે ! જ્યારે આમ આવો રોગ લાગે એટલે એના શરીરમાં અસહ્ય બળતરા થતી હોય છે.એની સામે જેબી કોઈ આવે તો એને કરડવા દોડે કાંઈ ખાઈ પણ ના શકે આમ રઘવાયું રઘવાયું થઈ જાય. પરંતુ આપણી આ જુલીનામાં તો સાવ અલગ જ દેખાય.
જુલીને આમ હડકવા રોગની અસર થઈ ગઈ હતી, પણ રાજ્યો એની સાથે જ રહેતો,
આપણા ઘરમાં હજી જાણ જ નહોતી થઈ.
પરંતુ સવારે ના રાજ્યો આવ્યો કે ના જુલી આવી મેં બાપુજી ને કીધું બાપુજી આજે જુલી કે રાજ્યો કેમ નથી આવ્યા, ત્યારે જ રાજ્યો આવ્યો પણ ખાધા વગર ચાલ્યો ગયો, અને મને નવાઇ લાગી કે આજે જુલી આવી નય રાજ્યો આવ્યો પણ ખાધા વગર ચાલ્યો ગયો.
એટલે હું એની પાછળ ગયો તો જોયું બધા જુલીને પથ્થર મારતા હતા અને રાજ્યો બધાની સામે જોઈ એમને ભણાવવાની કોશિશ કરતો હતો. મેં બધાને પથ્થર મારવાની ના પડી અને કીધું કેમ પથ્થર મારો છો ?
બધા કે બેટા એને હડકવા થયો છે અને એ હવે જેને કરડે એને પણ એ રોગ લાગી જાય.
મેં કીધું એવું હોય તો એ રાજ્યા ને કે કોઈ ને કરડવા કેમ નથી દોડતી ?
એવું કાંઈ નથી થયું એને રેવાદો કોઈ પથ્થર ના મારશો. પણ કોઈ એ મારી વાત ના સાંભળી અને જુલી આમ બસ દોડ દોડ જ કરે અને પાછળ રાજ્યો.
લોકોએ મારેલાં પથ્થર ના ઘા થી જુલી ના શરીરમાંથી લોહી વહેતું હતું અને એક બાજુ એના શરીરમાં થતી અસહ્ય ક્રોધ રૂપી જ્વાળા ફાટતી હોય રોગથી એને આટલી તકલીફ હોવા છતાં એને કોઈ ને કરડી નહિ અને પોતાનો સંયમ જાળવી રાખ્યો. અને રાજ્યા ને પણ અમુક પથ્થર વાગતા લોહી વહેતું હતું.
પરંતુ રાજ્યાની એના પ્રત્યેની લાગણી જોઈને મારું હ્રદય પણ ભરાઇ ગયું..
જ્યારે એ આમ રાજ્યાને કહેતી હોયકે હું તો આ રોગથી ત્રણ દિવસમાં મૃત્યુ પામી જઈ.. તું શું કામ તારી જીંદગી મારા કારણે બરબાદ કરે છે.
રાજ્યો કહે : મેં તને એવું વચન નથી આપ્યું કે તારી સાથે રહીશ પરંતુ..મેં મારા પ્રેમને વચન આપ્યું હતું કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તારો સાથ નહિ છોડું જ્યારથી તને આ રોગ લાગ્યો છે ત્યારથી મેં અન્ન અને જળ નો ત્યાગ કર્યો છે. જો તને આટલી અસહ્ય બળતરા થતી હોય તેમ છતાં જો તું તારા ક્રોધ પર સંયમ રાખી શકે તો મારો તો તારી સાથે પ્રેમ અને લાગણી નો અતુટ સંબધ છે.
મેં બંનેની આંખોમાં આંસુઓની ધારાઓ જોઈ હતી.. બંને નો એક બીજા પ્રત્યે નો આ પ્રેમ અતુટ હતો. જુલી દોડતી દોડતી આવતી હતી બાપુજીને ખબર નહોતી કે જુલીને હડકવા ઉપડ્યો છે.
બાપુજીની નજીક આવી .
એટલામા કોઈ બુમ પાડી કાનજીભાઈ આઘા રેજો એને હડકવા ઉપડ્યો છે કરડી જશે.
પણ જુલી અને રાજ્યો જાણે છેલ્લી ઘડીએ જાણે બાપુજીને મળવા ના આવી હોય એમ બાપુજીની ગોર બે આંટા મારીને જતી રહી બધા આ જોઈને નવાઇ પામ્યા કે એક પ્રાણીમાં આટલો સંયમ અને પ્રેમ...!!
બાપુજીની આંખોમાં પણ પાણી આવી ગયું.
એટલે બાપુજીએ વૈદ્યને બોલાવ્યા અને જુલીની સારવાર માટે પરંતુ વૈદ્યજી કે હવે એને બચાવી શકાય તેમ નથી.
બાપુજી કે કેમ ?.
વૈદ્યજી : એના શરીરમાં હડકવા રોગ લાગી ગયો છે. એ હવે બે ત્રણ દિવસ સુધી જ જીવશે.
આ સાંભળીને બાપુજીની આંખોમાં પાણી આવી ગયું. ગ્રામજનોએ કીધું :આપણે એને શહેર લઈ જઈએ તો ?

વૈદ્યજી : શહેર પહોંચતા પહેલાં એનું મૃત્યુ થઈ જશે કારણ કે એના આખા શરીરમાં આ રોગ પહોંચી ગયો છે, અને શહેર અહીંથી ઘણું જ દુર છે. મને પણ એક બાજુ દુઃખ થાય છે અને બીજી બાજુ ગર્વ અનુભવું છું કે તમે લોકો તેનો સંયમ તો દેખો.. અને બીજી બાજુ આ રાજ્યનું એના પ્રત્યેનું સમર્પણ તો જોવો.

આમ ત્રણ દિવસ જેવું થયુ અને ખબર પડી કે જુલી અને રાજ્યો મૃત્યુ પામ્યા છે. આ સાંભળતાજ મારા આંખોમાં આંસુ આવી ગયા , અને બાપુજી પણ આમ રડી પડ્યા. દરેકને એ બંનેના મૃત્યુથી ઘણું દુ:ખ થયું.
ગામલોકોએ વિચાર્યુ કે આ કુતરો અને કુતરી દરેક માટે પ્રેરણારૂપ છે આથી એમની સમાધિ બનાવી અને નીચે લખ્યું . "" રાજ્યાનું પ્રેમ માટે સમર્પણ અને જુલીનો પોતાના ક્રોધ પર સંયમ ""
બાપુજીએ સરપંચને વાત કરી આપણા વાડામાં એક પશુઓ માટે નાનુ દવાખાનું બનાવવા માટે બાપુજીએ વાડો આપી દધો. અને દવા ખાવાનાનું નામ "જુલીરાજ" રાખ્યું.

મેં કીધું દાદા મજા આવી ગઈ... આપણને કોઈ ગમે તેટલું ઉશ્કેરવાનો પ્રયત્ન કરે પણ આપણે આપણો સંયમ ના ખોવો જોઈએ. સાચું ને દાદા !
દાદા : હા દિકરા એજ સમજવે છે આ વાર્તા.
મારી બહેન : દાદા બીજું એ કે આપણે મુશ્કેલીઓમાં આપણા પરિવારનો સાથ ના છોડવો જોઈએ.
દાદા : હા બેટા એજ
મારા કાકાનો છોકરો બોલ્યો : દાદા આપણે આપણી વફાદારી અને કર્તવ્ય પણ નિભાવી જોઈએ નહિ.
દાદા : સરસ દીકરાઓ તમે સમજી ગયા.
એમે ત્રણેય જણા સાથે બોલ્યા અમે હવે ક્યારેય લડાઈ નહીં કરીએ.