કોલેજમાં વાઈવા અસાયમેન્ટ Hitesh Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજમાં વાઈવા અસાયમેન્ટ



આમ વિચાર આવે આપણને કે.... જ્યારે આપણે કલમ અને કાગળ લઇને બેઠા હોઈએ છીએ ત્યારે.......

કલમની સાહી ખલાસ થઈ જાય છે અને કાગળ પણ ખલાસ થઈ જાય છે... પરંતુ.. એક વસ્તુ જ જીવંત અર્થાત હયાત રહે છે....... જે તે કવિના.... જાદુગર વિચારોની....માયાજાળ.....

આવી જ રીતે મારા મગજમાં વિચાર આવતો હતો.... એટલામાં હું... મુખમાં ને મુખમાંં હસવા લાગ્યો
કારણ કે મને કોલેજ સમયની ઘટના યાદ આવી ગઈ.

આ ઘટના એ સમયની છે જ્યારે હું.....કોલેજમાં
અભ્યાસ કરતો હતો.... સવારે ૫ વાગીને ૫૫ મિનિટે
મારું એલાર્મ⏰ વાગ્યું... સાલી સવારની શિયાળાની કડકડતી ઠંડીમાં......શું ઉઠવાની ઈચ્છા થાય ખરી....? યાર......પણ શું કરવું મજબુરી..... કારણકે આજે કોલેજમાં વાઈવા હતા.

ના જાવ તોય પ્રોબ્લેમ.... એટલે હું મારી આંખો ચોડતો - ચોડતો બાથરૂમમાં ગયો.... પછી નાઈધોઈને.....
ચકાચક તૈયાર થઈ... ચા નાસ્તો કરી.... કોલેજ જવા નીકળી ગયો.
સાલું કોલેજ ગયો ત્યારે ખબર પડી આજે તો B.A ના નહિ એકાઉન્ટના વાઈવા હતા અને ઉતાવળમાં... નોટબુક લેવાનું જ ભુલી ગયો.... યાર સાલું આતો દાવ થઈ ગયો......
મેં મારા દોસ્ત વિનોદ ને કીધું ભાઈ નોટબુક તો ઘરે જ રઈ ગઈ.... આટલું બોલતાં જ એતો હસવા લાગ્યો.
મેં કિધુ યાર તારો ભાઈ મુશ્કેલીમાં છે અને તું હસે છે... ટોપા...!

કે ભાઈ એવું નથી.... તને ખબર છે આજે વાઈવા કોના છે..... જોશી સાહેબ ના...... આજે તો તારી બધા સામે ઈજ્જતના ફાલુદા કરી દેશે...
મારી તો એક બાજુ ટેન્શનમાં ફાટતી હતી અને બીજી બાજુ દોસ્તની આવી ડરાવની વાતોની માયાજાળ હું થોડો ડરના લીધે નરવશ હતો.
પરંતુ એની હસી માં પણ મને એક કોમળતા જરતી હોય એવું લાગતું હતું.. કારણ કે એને મારા પ્રત્યે ઘૃણા નોહતી..... પરંતુ એ મજા લેતો હતો..

એટલામાં લેકચર શરૂ થાયો.... જોશી સાહેબ ને આવતા જોઈ.... મારી તો... ફાટવા લાગી !
હું તો ભગવાને પ્રાર્થના કરવા લાગ્યો.. કે..સાહેબને કંઈક ઈમરજન્સી કામ આવી જાય તો સારું છે. કારણ કે મારો રજિસ્ટર્ડ નંબર પાંચમો હતો એટલે મારી વધારે ફાટતી હતી.

વાઈવા શરૂ જ થતાં હતા એટલામાં "વસાવા સાહેબ" આવ્યા.
અને બોલ્યા : જોશી સાહેબ માફ કરશો તમને Distrub કરવા બદલ.
જોશી સાહેબ કહે કંઈ વાંધો નહીં. પછી વસાવા સાહેબ કહે છે જે NSS વાડા વિદ્યાર્થીઓ છે એ NSS રૂમમાં આવે અત્યારે..... આટલું બોલતાં જ હું તો અંદરોઅંદર ખૂબ ખુશ થઈ ગયો ...કારણ કે..

હું NSS માં સામેલ હતો.... વસાવા સાહેબને જોતાં જ મને મહાભારતની દ્રૌપદીના ચિરહરણની ઘટના યાદ આવી ગય.... કે જેવી રીતે ભગવાન ક્રિષ્ન એમના ચિર પૂરવા આવ્યાં હતા.
એવી જ રીતે વસાવા સાહેબ ક્રિષ્ન થઈ ને આવ્યા અને મારા ઈજ્જતના ફાલુદા થતાં રોકાઈ ગયા.

પરંતુ કિધુ નથી કોઈતો એવું હોય જ દુશાસન જેવું
..... એક મિત્ર બોલ્યો...સાહેબ અમારા વાઈવા બાકી છે પછી આવીએ તો ?.
પરંતુ ..કીધું નથી ભાઈ ભગવાન આવે એટલે તમારું કામ થઈ જ જાય .....
વસાવા સાહેબને કોલેજ કામથી બહાર જવાનું હતું.... એટલે અમારે એજ લેક્ચરમાં જવું પડ્યું..
હવે હું મારા દોસ્ત વિનોદ સામે જોઈને કોલર પકડીને હસવા લાગ્યો....અને હું બોલ્યો ભાઈ આપણું છેક ઉપર ભગવાન સુધી સેટિંગ્સ છે.....એબી હસ્યો... અને બોલ્યો...
બોવ ઉડ નય...ટોપા !..... હમણાં તો ફાટી પડી હતી. અને તારા શરીરનું ટેમ્પરેચર તારા હોઠ પર દેખાતું હતું.
મેં કીધું ડો## ... ટોપા..!... આ ઠંડી ના લીધે હોઠ ફફડતા હતા...

વિનોદ : કે.... ટોપા....! ... તારે જમીન પર મુવી જોયું છે મેં.... એટલે બનાવ નય...
મેં કીધું એમ તો " ૩ ઈડિયટ્સ " તો મેએ પણ જોયું છે... હા... હા.. ચાલ હવે નીચે...

અમે હસતા હસતા સીડીઓ ઉતરતા હતા એટલામાં મેં એને કીધું ભાઈ..... વસાવા આજે કૃષ્ણ થઈને આવ્યાં હતા... વિનોદ કે દ્રૌપદીના ચિરહરણ બચાવ સાચું ને..! મેં કીધું ના કુંવરબાઈનું મામેરું ભરવા.........અમે હસતા હસતા NSS વાળા રૂમમાં ગયા..
વસાવા સાહેબે સમજાવી દીધું એ પ્રમાણે અમે બીજા દિવસના બ્લડ ડોનેશન કેમ્પની તૈયારી કરી દીધી.

અને એમબી કોલેજ છુટવાનો સમય થઈ ગયો હતો. એટલે હું અને મારો દોસ્ત વિનોદ કેન્ટિનમાં ગયા.

મેં કીધું ભાઈ આજે આપણાં તરફથી વડાપાંવ જેટલાં ખાવા હોય એટલા વડાપાંવ ખાઈ લે વિનોદયા.... વડાપાંવ આવ્યો એટલે પેલા સેલ્ફી લીધી..
પછી ત્યાંથી ગપ્પા મારતાં મારતાં અમે બસ સ્ટેન્ડ પર આવ્યા.

હું અને મારો મિત્ર વિનોદ... બસ સ્ટેન્ડે ઊભા હતા ... અમારી બસની રાહ જોતા હતા.....

એટલામાં બીજા કોલેજના વિદ્યાર્થીઓ આવ્યા એ લોકો પણ એમની બસની રાહ જોતા હતા.
આમ બધા મજાક મસ્તી કરતા હતા એટલા મા ત્યાં દુરથી એક રૂપાળી છોકરી આવતી જોઇને એક છોકરા બોલ્યો........ બે .... ભાઈ.... શું..... મા.##.... છે...

એમ બધા મજાક મસ્તી કરતા હતા એટલામાં એક અપંગ અને કદરૂપી એક છોકરી આવતી હતી.....

તો એક છોકરો બોલ્યો........ જો.... તારો..... મા## આવ્યો......તેવું સાંભળતા જ... તે છોકરો બોલ્યો....
બે..... લક## .જોતો ખરો.... કેવી ઘ## ..... જેવી લાગે છે...... આટલું સાંભળતા જ ...

મારો મિત્ર વિનોદ બોલ્યો ... બકા ..તું જેના વિષે ખરાબ બોલે છે ને એ છોકરી....કોલેજ ના પ્રથમ સેમેસ્ટર માં ડિક્રિપ્શન સાથે પાસ થઈ છે... અને બીજી વાત એ કે
કોલેજથી છુટીને તે ફુટપાથ પર રહેતા બાળકો ને ભણાવે છે.

અને રહી વાત એના રૂપની અને શરીરની..... બેટા !

ભગવાને જે બી કંઈ બનાવ્યું છે...પછી તે કોઈનુું રૂપ હોય કે પછી કોઈના શરીરની કાયા હોય..... ક્યારેય એની નિંદા કે આલોચના નહિ કરવી....
ભગવાને દરેક વસ્તુ એની જગ્યાએ યોગ્ય મુકી છે... પછી તે કંઈ પણ હોય.

હું તો આખી ઘટના જોઈ રહ્યો અને મને નવાઇ એ વાતની લાગી કે વિનોદયો...આટલો આધ્યાત્મિક ભાષણો ક્યાંથી શીખ્યાયો હશે....પણ ગમે તે હોય એનો પ્રભાવ... એ પેલા છોકરો પર ૧૦૦% પડ્યો...એ ભાઈ...સોરી બોલીને ત્યાંથી નીકળી ગયો....
મેં કીધું ભાઈ શું પરફોર્મન્સ હતું. . . એ ગુસ્સામાં જ હતો.... અને કીધું Thank you... મેં કીધું ડો##... હવે તો સીનમાંથી બહાર આવ.. એ ભાઈ ગયો....

પણ હું થોડી વાર માટે વિચારવા લાગ્યો..... એટલામાં અમારી બસ આવી એટલે અમે પણ નિકળી ગયા.....

પરંતુ મારા મગજમાં તો પેલો વિચાર જ વારંવાર આયા કરતો... શું.. ભગવાને બનાવેલી વસ્તુ બધી સાચી અને એની જગ્યાએ યોગ્ય હોય છે......
આમ વિચારતા ને વિચારતા....... મને વિચાર આવ્યો.... ખરેખર.. હોય પણ.?
યાર એવી કોઈ વસ્તુ જ નથી જે ભગવાને નિરર્થક બનાવી હોય....વિચાર આવે કે જો એને પૃથ્વી પર ૭૧%
પાણી ના મુક્યું હોત તો શું થાત.... જો એને વૃક્ષો, વન્યજીવો આ બધું ના મુક્યું હોત તો ? શું થાત..!
એટલે હું વિચાર તો રહ્યો અને વિચારતા ને વિચારતા
જવાબ મળી ગયો........................!
કે આપણે હંમેશા તટસ્થ રહેવું જોઈએ... જે છે તો છે.... પછી એ સારી હોય કે ખરાબ....આપણે એને ખાલી સાક્ષી ભાવે નિહાળવું જ જોઈએ.
મુશ્કેલીઓ ત્યારે જ આવે છે જ્યારે આપણે આ પ્રકૃતિના બંધાયેલા નિયમોની વિરુદ્ધનું કાર્ય કરી છીએ.. જો તમે એના નિયમો મુજબ કાર્ય કરશો તો હંમેશા ખુશ રેશો અને ભગવાને બનાવેલી દરેક વસ્તુ સારી લાગશે અને એના પ્રત્યે પ્રેમ અને લાગણી નો અનુભવ થશે.