પોલિટિશ્યનોનુ કેવુ દબાણ છે મારા પર તમને કઈ ભાષામાં સમજાવવા મારે..?"
એસ પી. સાહેબની ઓફીસમાં મૂંગો બની ઈસ્પે. ખટપટિયા સાહેબનો ઉકળાટ ભોગવી રહ્યો હતો.
" કેટલા મર્ડર થયા છે..?"એસીપીએ ખટપટીયા ની આંખો માં જોતા પૂછ્યું.
"સર ત્રણ..!"
અને આ ત્રણેય મર્ડર ના લીધે મીડિયામાં કેવો હોબાળો જોવા મળે છે ખબર છે ને.?"
ત્રણ-ત્રણ મર્ડર થવા છતાંય ખૂની આજાદ ફરી રહ્યો છે
એક સરખા મર્ડર થયા છે. અને તમે હજુ પાપા પગલી ભરો છો..!
શુ ઉખાડી લેવાના મર્ડરરનુ.. તમે..? બોલો..?
એક પણ પ્રૂફ હાથવગો કર્યો કે જેના વડે ખૂની ને પકડી શકાય..? નહી.. હજુ અંધારાં જ ફંફોસો છો..!
ઈસ્પે ખટપટિયા..! પહેલી વાર તમે મારુ માથુ ઝૂકાવી દીધુ..!
આજથી કઠપૂતલી મર્ડર કેસનો ચાર્જ તમારી જોડેથી લઈ લેવામાં આવે છે.!"
હવેથી આ સનસની ખેજ બની ગયેલા કેસને ઈન્વેસ્ટીગેટ અભય કરશે..!
એને જરુર પડે એ તમામ ડીટેલ પુરી પાડજો..!
'ઓ કે સર..!'
ખટપટિયાના ચહેરા પર જરા પણ અચરજ કે દુખ નહોતુ.
કદાચ જે થવાનુ હતુ એ પહેલાંથી સમજી ગયેલો.
સાહેબ મેજની આગળ આમતેમ આંટા મારતા હતા.
એમના ચહેરા પર રૂક્ષતાએ સ્થાન લીધેલુ.
"આઈ એમ સોરી પોપટ..!
આ કેસનુ ઈમિડેટલી સોલ્વ થવુ જરૂરી છે..!
"ઓ.. કે સર...!" ખટપટિયા સ્વાભિમાની હતો. જે કામ કરતો એની તહ સુધી જતો.
અને જે કાર્ય એના હાથમાંથી લઇ લેવામાં આવે તો એ પાછુ મેળવવા "લાસ્ટ ચાન્સ"
માગવાનુ એના નેચરમાં નહોતુ.
"હવે તમે જઈ શકો છો..!"
"જી સર..!"
ખટપટિયા હળવો ફૂલ બની બહાર નીકળ્યો.
જાણે કે માથા પરનો વજન ધણો ખરો ઉતરી ગયો ન હોય..!
એણે કેસ વિશે વધુ કંઈ ન કહ્યુ.
કેસ ફાઈલ જ અભયને ધરી દીધેલી.
** *** *****
મીરાં સમીરને ગટકી જવો હોય એમ આંખો ફાડી ફાડીને જોઈ રહી હતી.
એની આંખો ના ભાવો સમીરની નજરથી છુપા નહોતા.
જરા પણ એ તરફ લક્ષ કર્યા વિના સમીરે કહ્યું.
તારા પતિનું મર્ડર થતાં તું મને ઇન્વાઇટ કરે છે અહીં આવ્યા પછી મને જાણવા મળે છે કે ઓલરેડી સેમ પદ્ધતિથી એક મર્ડર પહેલાં પણ થયું છે કઠપૂતળીની ચેલેન્જ મારી સમજ માં આવી જાય છે તું જ્યારે તારા પતિનું મોઢુ જોવા હોસ્પિટલ જાય છે ત્યારે ટીવી ન્યુઝ દ્વારા મને ઘણી ખરી માહિતી મળે છે ઇસ્પેક્ટરની કામગીરી ઉડીને આંખે વળગે છે એ વાતથી સભાન થઈ જાઉં છું કે અહીં તારી સાથે જે આવેગ અને ઉન્માદથી તને હું મળ્યો એ એની નજર ના કેમેરામાં કેદ થઇ ગયું હોય એટલે હું તારો પ્રેમી છું એ વાત નો મારે સ્વીકાર કરવો પડે છે અને મારી રીતે હું આ કેસને ઇન્વેસ્ટીગેટ કરું છું મારા પપ્પાના એક ફ્રેન્ડ પી એસ. આઈ. છે.
તારા પતિ અને ઠમઠોર સિંગની હિલચાલ જાણવા કોલ ડીટેલ જરૂરી હતી.
છેડાઓ જોડ્યા.
કોલ રેકોર્ડીંગ સાંભળ્યું ત્યારે મારી સમજમાં ગૂંચ આવી ગઈ.
પાંચ મિત્રો હતા. જેમાંથી ત્રણના મર્ડર થઈ ચૂક્યા છે.
અને બે જીવતા છે.
કઠપૂતલી શબ્દમાં સમાયેલા વ્યક્તિઓનું સચોટ પ્લાન બનાવી મર્ડરનું ષડ્યંત્ર રચાઈ ગયેલું પ્લાનિંગ પ્રમાણે અલગ અલગ નંબર થી ખૂની શરૂઆતથી જ બધા ના સંપર્કમાં હતો.
કદાચ એ મારી હિલચાલ પારખી ગયો હોવો જોઈએ એટલે એને પગલા સંભાળીને હવે લીધા.
પુરુષોત્તમ ને મળવાનો જે સમય આપ્યો હતો એ સમયે હું ડુમ્મસ પર પહોંચી ગયેલો પરંતુ ખૂની ચાલાક હતો પુરુષોત્તમ ને બે કલાક લેટ મળી એનું કામ તમામ કરી નાખ્યું પણ હવે તરુણ નુ મર્ડર કરતા હું એને ઝડપી લેવા માગું છું તરૂણનો મેં બે દિવસથી સતત પીછો કર્યો છે સાંજે એને કોઈ અજાણ્યા પુરુષે વોર્નિંગ આપી છે કે રક્ષાબંધનના દિવસે ચેતીને રહેવું મતલબ કે તરુણ માટે રક્ષાબંધન નો દી જિંદગીનો છેલ્લો દિવસ બની જવાનો.
પોલીસ પણ તરુણ પર નજર રાખીને બેઠી હશે ત્યારે જરૂર મર્ડરર તરુણની બહેનને ઉઠાવી એની જગ્યા લઈ એનું મર્ડર કરી નાખશે અને કોઈને જરા સરખો વહેમ નહીં જાય...!"
"વાઉ..! સમીર મને લાગે છે આ વખતે ખૂની તારા હાથમાંથી છટકી શકે એમ નથી..!
છટકુ ગોઠવીને રાખ્યુ છે એટલે ખૂનીનુ છટકવુ મુશ્કેલ જ નહીં નામુમકીન છે..
મીરા આશ્ચર્યથી સમીર ના ચહેરા તરફ જોઈ રહી હતી .
એની આંખોમાં અદભુત ચમક હતી.
ખટપટિયા હવે એના રસ્તામાં આવવાનો નહોતો એ જાણતો હતો.
*** ***** *********
રક્ષા બંધન હોઈ રસ્તા પર વાહનોની ભીડ હતી.
લોકો નવા વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ આવાગમન કરી રહ્યા હતા.
સૃષ્ટિ વિલા નામના બંગલાની સામે એક યુવાન ઊભો હતો
પાનના ગલ્લે ઉભો ઉભો એ 2થી 3 gold flake પૂરી કરી ચુક્યો હતો.
એ જ ગોળ મટોળ ગોરો ચહેરો અને બ્રાઉન કલર ના ચશ્મા.
દેખીતી રીતે એ એક કોર્નર પર ઉભેલો.
બંગલા સામે આવનાર ની નજર મા એ આવી શકે એમ નહોતો.
બંગલાની આસપાસ થઈ રહેલી દરેક હિલચાલ તે બારીકાઇથી નજર રાખી રહ્યો હતો.
એ હતા આપણા જાસૂસ મહાશય સમિર..
એમના સંજ્ઞાન માં આવેલું કે તરુણની સિસ્ટર નું અપહરણ થઈ જવું જોઈએ અને એટલે જે રાખડી બાંધવા આવે એ 101 પર્સન્ટ ખૂની હોવો જોઈએ.
એટલે સૃષ્ટિ વિલાની નજીક આવતા દરેક જણને સાશંક નજરે એ જોતો હતો.
આખરે એની ઇંતેજારીનો અંત આવ્યો.
સજી-ધજીને આવેલી એક સ્ત્રીએ માથેથી થોડુ વધુ આઘુ ઓઢેલુ.
સમીર ના હાથમાં લાયસન્સવાળી રિવલ્વોર હતી.
એ સમજી ગયો હતો કે તરુણની બહેનના વેશમાં જરૂર ખૂની હશે. બંગલામાં પ્રવેશી તરુણનું મર્ડર કરે એ પ્હેલાં રંગે હાથે આજે એને ઝડપી લેવા સમીર ઇચ્છતો હતો.
( ક્રમશ:)