તરૂણ દેખાવે સિમ્પલ હતો. માથાના અર્ધા ભાગેથી વાળ ગાયબ હતા.
જેટલા હતા એનાથી માથુ ઢાંકવાનો રોજ મરણિયો પ્રયાસ કરી એ ઓફીસ જતો.
સચિન જીઆઈડીસી એરિયામાં ડાયમન્ડની એક મોટી પેઢીમાં અકાઉન્ટ વિભાગમાં એનુ મોભાનુ સ્થાન હતુ.
અત્યારે સાંજના સાત વાગી રહ્યા હતા.
પોતાના બાઇક પર સુરત સિટી પહોંચવાની તૈયારીમાં હતો.
કે ઉધના દરવાજે એક અજાણ્યા વ્યક્તિએ એનો રસ્તો રોક્યો.
"તમે તરૂણભાઈ ને..?"
"યસ પણ તમે..?" અસમંજસમાં પડી એણે પૂછ્યુ.
"ગાડી સાઈડ પર લઈલો.. તમારો જીવ બચાવવો છે..!"
પેલાની વાત સાંભળી તરૂણનુ હ્રદય ધબકારો ચૂકી ગયુ.
ટ્રાફીક જામનો ટાઈમ હોઈ વાહનોની કતારો લાગી હતી.
રસ્તામાં ખોટી થવુ એ કરતાં આ વ્યક્તિની વાત સાંભળવી તરૂણને યોગ્ય લાગી.
કોર્નર પર રહેલા રેશ્ટોરાં પર બન્ને પ્રવેશ્યા.
મને કઈ રીતે ઓળખો.
તરૂણે સીધો સવાલ પૂછ્યો.
એ બધી વાત જવાદો.
"ઠમઠોરસિંગનો કોલ આવેલો તમારા પર..?"
તરૂણને હા કહેવા સિવાય છૂટકો નહોતો.
આ વ્યક્તિ એને કોઈક જાણભેદુ જ લાગ્યો.
" હા આવેલો..!"
"તો.. હજુ તમને એની વાત પર ભરોસો નથી..?"
ભરોસો છે પણ મોતના ભયથી ધરમાં છૂપાઈને બેસી જાઉ એવો કાયર નથી.
હું પોલિસ વિભાગનો વ્યક્તિ છું.. સાદાવેશમાં ખૂનીને ધોખામાં રાખવા માગુ છું.
ખૂની તમારા પર નજર ટાંપીને બેઠો છે એ પાકુ.
તમે ન્યૂજ જોયા જ હશે તમારા ફ્રેન્ડ ઠમઠોરનુ મર્ડર થયુ.
પુરૂષોત્તમનુ થયુ અને કરણદાસ..
હા.. અને હવે હું કઠપૂતલીનો ચોથો વર્ડ..
સાંભળ્યુ છે ગમે ત્યારે તમારૂય પત્તુ..!
એણે જાણી જોઈને વાક્ય અધૂરુ મુક્યુ.
ચેતતા રહેજો.. કંઈ અધટિત ન ધટે..
ખાસ કરીને કાલનો દિ સાચવી લેજો..
ધરમાંથી બહાર નિકળવુ નઈ.. ગમે તેવુ ઈમરજન્સી કામ કેમ ન હોય..!
ઓકે..!
હવે હું જાઉ.. હું આશા રાખીશ કે મારી ચેતવણી નજરઅંદાજ નહી કરો.
કહી પેલો યુવાન ફટાફટ ચા પી ને બહાર નીકળી ગયો.
ત્યારે તરુણ ને ખબર નહોતી કે કોઈ એમની વાતો ધ્યાન લગાવી સાંભળી રહ્યુ હતુ.
રક્ષાબંધનની કંમ્પની એ રજા રાખી હોઈ એ મૂડમાં હતો. એટલે તરત આજુબાજુ નજર નાખી બાઇક ભગાવ્યુ.
મૃત્યુ નો ડર કોને ન લાગે..! અને હવે તરુણને ખબર હતી કે ચોથો શિકાર પોતે હતો એટલે એનો જીવ પાંદડાની જેમ ફરફરી રહેલો.
ગાડી એને એમ ભગાવી જાણે ખૂની અત્યારે જ એની પાછળ ન હોય..!"
*** *** *** ***
"આજે લાગે છે ગોરંભાયેલો મેધ ટૂટી પડશે..!"
ડાઈનિંગ રૂમની બારીમાંથી નીતરી રહેલી ઝરમર અને કાળમિંઢ વાદળોથી ઢંકાયેલા નભ તરફ મીટ માંડી મીરાંએ કહ્યુ હતુ.
મીરાંના ચહેરા પર પોતાનો પ્રતિભાવ જાણવાની લાલસા સમિરને ચોખ્ખી દેખાઈ.
હજુ તો પતિના મર્ડરને ધડીઓ ગણાઈ રહી.
છતાં પણ સમિરે જોયુ મીરાં એ રેશમી પારદર્શક સ્લિવલેસ હાફ નાઈટી પહેરેલી.
જેમાં એની છાતીના ઉભારો વચ્ચેનો ખૂણો જાણી જોઈને એ શો કરી રહી હતી.
અને ઝાપટુ આવવાની વાતમાં પણ એનો કહેવાનો ભાવાર્થ સમિર સમજી ગયો ગયો હતો. જો કે હવે એ વાતનો કોઈ અર્થ નહોતો.
અને સમિર વાસનાની રેશમજાળમાં લપટાવા માગતો નહોતો. એટલે ડીનર સર્વ કરતાં પોતાના ઉધાડાં અંગોનુ પ્રદર્શન કરી રહેલી મીરાંની ઝંખના પર પાણી ફેરવતાં સમિરે કહ્યુ.
"હવે આ મર્ડરમિસ્ટ્રીનો રિપોર્ટ જાણવામાં તને ઈન્ટ્રસ નથી..?"
છે ને માય ડીયર... હું તો બસ આ બહેકી રહેલા મૌસમથી તને અવગત કરતી હતી.
"મને ખબર જ છે.. મિસિજ મીરાં દાસ..!"
સમિરે મીરાંને જાણે આસમાને થી ભૂમી પર પટકી દીધી.
સમિર નારાજ થઈ જશે એવુ લાગતાં મીરાંએ પોતાની લપસતી લાગણીઓ પર લગામ કસતાં કહ્યુ.
"તારા ઈન્વેટિગેશનમાં શુ શુ જાણવા મળ્યુ..?"
"યસ.. હવે થઈ મુદ્દાની વાત.. ક્યારનીય ચળ ઉપડેલી કે તને કહુ પણ..!"
"તો કહે ને હવે..!" મીરાં ખોટુ ખોટુ ખીજાઈ.
"પહેલાં તો એ કહું કે ચોક્કસ તરુણની સિસ્ટરનુ કાલે અપહરણ થશે..!"
તને કેમ ખબર...? અને તરૂણ મિન્સ ચોથો નંબર..?"
યસ .. તુ જો જે બધુ પ્લાનિંગ લાગે છે..!"
અને આ પ્લાનિંગ નો માસ્ટર માઇન્ડ કોણ છે એનો પત્રો લગાવવો પડશે...!
(ક્રમશ:)