કઠપૂતલી - 14 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઠપૂતલી - 14


પોલિસ ચોકી પર આવ્યા પછી ખટપટિયા ચિંતાતુર જણાતો હતો. કદાચ એની ધીરજની અવધીનો અંત આવી ગયો હતો.

જગદિશે પણ આકસ્મિક અને અણધારી વણસેલી પરિસ્થિતીથી રધવાટ અનુભવ્યો.
પોષ્ટમોટમના ત્રણ રિપોર્ટ ટેબલ પર હતા.
ત્રણેયને જોવાની તસ્દી ખટપટિયાએ લીધી નહોતી.
કદાચ રિપોર્ટમાં શુ હતુ એ વાતથી તે સુપેરે જ્ઞાત હતો.
કરણદાસને છાતીના ભાગે અંજારી છરીના પાંચ વાર કરી મૌતને ધાટ ઉતારી દીધેલો.
2.10pm એ એનુ મૃત્યુ થયેલુ.
ઠમઠોર સિંગનુ મોર્નિંગમાં 9.00Am પર તેજધારી અસ્ત્રાનો વાર કરી રહેસી નખાયેલો.
જ્યારે પુરૂષોત્તમને પણ 1 .00pm પર અસ્ત્રાથી ગળા પર વાર કરી વધેરી નખાયેલો.
પુરૂષોત્તમની બોડીમાંથી આલ્કોહલની માત્રા મળી હતી. એટલે એણે ઢીંચી રાખ્યો હતો.
પોષ્ટમોટમનો રિપોર્ટ જોઈ જગદિશ સમજી શક્યો કે ત્રણેયનુ અધિક માત્રામાં બ્લડ વહી જવાથી મૃત્યુ થયેલુ.
ખટપટિયાના દિમાગમાં સમિરના શબ્દો હથોડાની જેમ ઝિંકાતા હતા.
તમારી નજર બાજ જેવી હોવી જોઈતી હતી જે પોતાના શિકાર પર ટાંપીને બેઠો હોય..
"સર... આ જાસૂસ બઉ કૂદકા મારે છે તમને નથી લાગતુ એને રોકવો જોઈએ..!"
જગદિશે મૌન ભેદી ગંભીરતા ખાળવાનો પ્રયાસ કર્યો.
"ના એવુ કંઈ કરવાની જરૂર નથી..!"
ખટપટિયા ઉતાવળે બોલી ગયો.
અને આમપણ એ આપણને ક્યાંય અડચણ રૂપ નથી. આપણી હેલ્પ જ કરી રહ્યો છે..!
"ઓ કે સર..! બટ હવે શુ..?
જગદીશે ચિંતા પ્રકટ કરી. જાસૂસ આપણી અસમર્થતાની ખુલ્લેઆમ હોંસી ઉડાવતો હતો ત્યારે મારા ભીતરે ઝાળ લાગેલી.
એવુ નથી જગદિશ હજુ આપણ અંધારૂ ફંફોસી રહ્યા છીએ..!
તને શુ લાગે છે હું વણસેલી પરિસ્થિતિનો મૂક સાક્ષિ બની રહુ એમ છે..? આમ આ તરફ આવ..!"
ખટપટિયાએ પોતાના ટેબલ પર રહેલા કોમ્પ્યૂટર સ્ક્રીન પર નજર ઠેરવતાં કહ્યુ.
જગદિશ ઉભો થઈ જિજ્ઞાશાવશ ખટપટીયાની ચેર તરફ આવ્યો.
ખટપટિયાએ ત્યાં લગી કોમ્પ્યુ. સ્ક્રીન પર એક ફાઈલ ઓપન કરી લીધી જેમાં કોઈ ઈમ્પોર્ટન્ટ ડેટા સંધરાયા હોવાનુ અનુમાન જગદિશે લગાવ્યુ.
ફાઈલમાંની રેકર્ડ પર ક્લિક કરતાં જ ગભરાહટ ભર્યો પુરૂષ સ્વર સંભળાયો.
"હેલ્લો.. પુરૂષોત્તમ..!"
બોલ ઠમઠોરદાદા..! ધણા સમય પછી સંભાર્યો..? શુ થયુ..? કંઈ પ્રોબ્લેમ નથીને..?
કદાચ એના અવાજમાંનો ખટકો એ પામી ગયો હતો.
એક લાંબો નિશ્વાસ નાખી અકળાઈને એ બોલ્યો.
"તુ આજ કાલ ટી.વી નથી જોતો.?"
"કેમ શું થયુ..?" પુરૂષોત્તમ ઉંચોનીચો થઈ ગયો હોય એમ લાગ્યુ.
"કરણદાસનુ મર્ડર થયુ છે..?"
"વોટ...?" જાણે કે પુરૂષોત્તમને વિશ્વાસ ન બેઠો.. પછી જાતને સંભાળતાં બોલ્યો. ડાયમંડનુ મોટુ કામકાજ હતુ એનુ હશે કોઈ ધંધાદારી દુશ્મન..!"
"મારી પૂરી વાત સાંભળીશ તો તારા પગ તળેથી ધરતી સરકી જશે..!"
એમ..? એવી શુ વાત છે..?"
કરણદાસના બેડરૂમની દિવાર પર મર્ડરરે "કઠપૂતલી" લખ્યુ છે કંઈ સમજાયુ..?"
જાણે કે પુરૂષોતમ સામે છેડે આધાતમાં સરી ગયો હતો. ઠમઠોરસિંગની વાત પર એણે હસવુ આવી ગયુ.
"શક્ય જ નહોતુ..!
કબરમાં દફનાઈ ગયેલો ભૂતકાળ માથુ ઉંચકે એવી કોઈ કડી હતી જ નહી તો પછી..?"
"અરે તારા જ જેવી મારી દશા છે..!
પણ ટીવી ઓન કરી જોઈ લેજે અત્યારે કરણદાસના મર્ડરના ન્યૂઝે હોબાળો મચાવ્યો છે..! અને ખાસ કરી કઠપૂતલીના લખાણે.. જે બીજુ કોઈ ન સમજી શકે પણ મર્ડરરે આપણને ખુલ્લી ચેતવણી આપી છે કે એક પછી એક બધાનો વારો છે..!
"એ આપણા સુધી પહોંચે તે પહેલાં એને શોધીને ગાયબ કરી દેવો પડશે..!"
"એટલે જ તને ફોન કરેલો.. કે તુ જલ્દી કોઈ એક્શન લે..!"
ડૉન્ટ વરી..! એ જે કોઈ હશે એનેય કાળની ગર્તામાં ધરબી દઈશુ.
તરૂણ અને લીલાને જાણ કરવી પડશે. સાબદા રહે બસ...!"
હું ઈન્ફર્મ કરી દઈશ.. તુ નચિંત થઈ જા આપણો એ વાળ પણ વાંકો કરી શકે એમ નથી..
ઓ કે..!"
કોલ ડીસ્કનેક્ટ થઈ ગયો.
જગદિશની હાલત જોવા જેવી હતી.
"સર..! આ કઠપૂતલીનુ રહસ્ય પહેલેથી જ તમે જાણતા હતા તો એક્શન કેમ ન લીધી..?"
જવાબમાં ખટપટિયાએ પુરૂષોત્તમના કોલનુ રેકોર્ડીંગ સંભળાવ્યુ.
"હેલ્લો હની..!
કોઈ સ્ત્રીનો મધુર અને ઉન્માદી સ્વર સંભળાયો.
જેનો લહેજો એવો હતો કે કોઈ પણ પાણી પાણી થઈ જાય અવાજ પરથી જ પુરૂષોત્તમની માનસિક હાલતનો અંદાજો જગદિશ લગાવી શક્યો.
"ડીઅર.. ડૂમ્મસની આપણી મુલાકાત યાદગાર રહેશે પણ બની શકે તો આજ હું તમને મળવા માગુ છું..જો તમારાથી પોસિબલ હોય તો..!"
"અફકોર્સ બેબી મારે ક્યાં આવવાનુ છે..?"
દસ વાગે ગજેરાભવન સામે વેઈટ કરજો. હુ મળીશ..!"
"વીસ મિનિટનો ટાઈમ છે હું પહોંચુ છું..!"
પહોંચો.
વાત અટકી ગઈ એટલે ખટપટિયાએ કહ્યુ.
કોલ કરનાર યુવતીએ કોઈ રાહગિરનો ફોન યુઝ કરેલો જેની ખાતરી મેં કરી લીધી છે.
જ્યારે પુરૂષોત્તમના નંમ્બરથી એના વિશેની તમામ ઈન્ફર્મેશન મેં ભેગી કરી જેમાં એની તસવિર પણ હતી.
ગજેરા ભવન સામે એને પોતાની કાર આગળ ઉભેલો જોઈ પરખી ગયો.
પણ મારે રાહ જોવાની હતી એને કોલ કરનાર યુવતીની..!
ત્યાં જ એક નાનકડો છોકરો પુરૂષોત્તમના હાથમાં કંઈ પકડાવી પબ્લિકના ટોળામાં આંગળી ગયો.
એ ચબરખી હતી.
એની ગળી ખોલી વાંચી લઈ પુરૂષોતમ પોતાની કાર હંકારી ગયો.
એ ચિઠ્ઠીમાં શુ હતુ..? હું ના સમજી શક્યો.
અને હમણાં પુરૂષોત્તમ પર નજર રાખી રહ્યો છું એ વાતની મારે એને જાણ થવા દેવી નહોતી. જો કે એ જ મારી ભૂલ હતી.
ખુની આપણા કરતાં ધણો ચાલાક નિકળ્યો.
ખટપટિયા એ એક ત્રીજા ઈમ્પોર્ટન્ટ રેકર્ડ પર ક્લિક કર્યુ. જે કોઈ નવા નમ્બર પરથી આવેલો.
ગુડમોર્નિંગ.. સ્વિટહાર્ડ ..!"
ગુડમોર્નિંગ..! ગુડમોર્નિંગ..!
પુરૂષોત્તમનો ઉત્સાહિત સ્વર સંભળાયો.
તો આજ દસ બજે મિલતે હૈ મુક્કરર જગહ પર..!
તરત કોલ કટ થઇ ગયો.
અવાજ એ જ હતો. બસ નંમ્બર બદલાયેલા.
મતલબ કે એ અજાણ્યા નંમ્બર યૂજ કરી રહી હતી.
એને રંગે હાથ પકડવી હતી એટલે મે નારંગને ડૂમ્મસ મોકલી દીધો. પુરૂષોત્તમની ગ્રે કલરની કાર અને નંબર પ્લેટની માહિતી આપીને..!
નારંગને ચોખ્ખુ કહેલુ કે આવા રંગની અને આ નંબર પ્લેટવાળી કાર દેખાય એટલે તરત ઈન્ફર્મ કરવુ.
બાર વાગ્યા સુધી ત્યાં કોઈ દેખાયુ નઈ એટલે મને એમ લાગ્યુ ક્યાંક બીજે જ આ લોકોએ પ્લાન ગોઠવી દીધો હશે..!
નારંગને પાછો બોલાવી લીધો હતો.
મર્ડરર વિશે ઈન્ફરમેશન કોઈ આપવા માગે છે એવો કોલ આવતાં આપણને જાસુસ મળવા આવે છે .. એના ગયા પછી પુરૂષોત્તમનુ મર્ડર થઈ ગયુ એવા અણધાર્યા આપણને સમાચાર મળ્યા.
આપણાથી ક્યાંક ચૂક થઈ કે પછી મર્ડરરે આપણને ટાઈમ બાબતે ગડથોલુ ખવડાવ્યુ.
એસ. પી સાહેબનો કોલ આવી ગયો છે.. ખૂબ નારાજ છે મને બોલાવ્યો છે..
ખટપટિયાએ ચિંતિત સ્વરે કહ્યુ.
જગદિશ પણ હલબલી ગયો.
એકજ રીધમથી મર્ડર થયા છે ચાર્જ ખટપટિયા સરના હાથમાં છે અને પરિણામ શૂન્ય..!
એસ પી સર મિડીયા પર થઈ રહેલી પોલિસની ટીકાથી છંછેડાયા હોઈ શકે.
મર્ડરરે પ્રતિષ્ઠિત ઓરિસ્સા વતની લોકોને નિશાન બનાવ્યાં છે..
મર્ડરરની ગરદન સુધી સરનો હાથ પહોંચી ગયો છે. અને એવામાં...
બીજી તરફ જાસૂસ પણ આવ્યો નહોતો.
મતલબ કે કોઈ નવી ફીરાકમાં હતો એ..
( ક્રમશ:)