Imagination world: Secret of the Megical biography - 11 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૧

અધ્યાય-11


અર્થ કરણ અને ક્રિશ ત્રણે પોતાના રૂમમાં આવ્યા પણ થોડીકવાર બાદ અર્થતો થાક લાગવાના કારણે સુઈ ગયો હતો જ્યારે કરણ અને ક્રિશ પોતાના રાબેતામુજબ કામમાં લાગ્યા. રાત પડી ગઈ હતી કરણ અને ક્રિશ બંને એ જમી લીધું હતું. અર્થ હજી સૂતો હતો ક્રિશ હજી સુવાની તૈયારી કરી રહ્યો હતો. કરણ ચોપડી વાંચતો હતો.

અર્થ આજે ફરી સ્વપ્નમાં હતો પણ આજે સ્વપ્ન થોડું વધુ વિચિત્ર હતું એમ કહી શકાય.એક ઘરડા યુવક જે એક કાળા પથ્થર વાળી જૂની જેલમાં હતા. યુવક હજી પણ તંદુરસ્ત લાગતા હતા પણ એ ઘણા દિવસથી નાહયા નહોતા તેથી ગંદા લાગતા હતા.જેમણે અર્થને કહ્યું કે તું બહાદુર છું તું પોતાના મન ને ઓળખ તું પોતાના મન પર વિશ્વાસ રાખ.જાદુઈ દુનિયાની રક્ષા હવે તારા હાથમાં છે તું ગમે તેમ કરીને મને બચાવ.ત્યાર બાદ વિચિત્ર અવાજ સંભળાવા મંડ્યા અને અર્થ અચાનક જાગી જાય છે ફરીથી તે સ્વપ્ન માંથી અને સફાળો બેઠો થઈ જાય છે.

કરણ આ જુવે છે "શું થયું અર્થ તું તો શાંતિથી ભર ઊંઘમાં સૂતો હતો.તું અચાનક આમ કેવી રીતે જાગી ગયો."

અર્થ બેડ ઉપર બેઠો છે અને તે વિચારમાં છે હવે તેને પાકું થઈ ગયું હતું કે તે સ્વપ્નમાં આવતા માણસ પ્રો.અનંત છે પણ કેટલાક સવાલો નો કાફલો મનમાં રમતો હતો કે તે કેવી રીતે તેના સ્વપ્નમાં આવી શકે?,અને લોકો કહેતા હતા કે મૃત્યુ પામ્યા છે, કોઈ કહેતું કે તેમને દશેક વર્ષથી કોઈએ નથી જોયા.મતલબ તે જીવતા હતા તે મોટી વસ્તુ હતી.જે કોઈને ખબર નહોતી માત્ર તેનેજ સ્વપ્ન દ્વારા ખબર પડી પણ તે કોઈને કહી શકે તેમ પણ નહોતું તેની વાત પર વિશ્વાસ કોણ કરે?, આખરે તે એક સ્વપ્ન તો હતું.

તે ધ્યાનમાં ખોવાઈ ગયો હોય તેમ વિચારતો હતો. જ્યારે કરણે તેને ફરીથી બુમ પાડી.તેને તેની સામે જોયું અને તે મોઢું ધોવા ઉભો થયો અને ત્યારબાદ તે આખી વાત વિસ્તાર પૂર્વક કરણ અને ક્રિશ ને કીધી.

"તો તને આવું મહિના થી થાય છે જ્યારથી તું સ્કુલમાં આવ્યો હતો?" ક્રિશે આશ્ચર્ય સાથે પૂછ્યું

"હા"

"તારી વાત સાચી છે અને તું આ વાત કહીશ તો તેના ઉપર બીજા કોઈ તો વિશ્વાસ નહીં જ કરે,પણ મારી પાસે એક વિચાર છે.તું અને આપણે તેની તપાસ કરી શકીએ છીએ એટલેકે તારી પાસે તેમની બુક છે તો પછી તે વાંચ તે માંથી તને કંઈક મળી જાય.હું પણ તેમની વિશે જાણવાનો પ્રયાસ કરીશ."

અર્થે હકાર માં માથું હલાવ્યું અને તે સ્વસ્થ થયો.

"તારી વાત ઠીક છે,હું કંઈક એવું જ કરીશ"

ત્યારબાદ અર્થને દિલાસો આપીને કરણ અને ક્રિશ તો સુઈ ગયા.અર્થ આજે થોડુંક વધારે જ સૂતો હતો એટલે તેની સુવાની ઈચ્છા તો હતીજ નહીં તે જાગી ગયો અને તેણે જમી ને પ્રો.અનંત ની આત્મકથા હાથ માં લીધી અને વાંચવાની શરૂ કરી અને અર્થ તો આમ પણ વાંચવાનો પહેલેથી ખૂબ શોખીન હતો એટલે તેને વાંચવામાં ખૂબ મજા આવે છે અને ધીમે ધીમે આત્મકથા વાંચવામાં એટલો તલ્લીન થઈ જાય છે કે તેને તે પણ ખબર નથી રહેતી કે સવાર પડી ગઈ.સવારે ક્રિશ અને કરણ બંને સુતા હતા. તે બુક મૂકીને ઉભો થયો અને ખુરશી પર બેઠો અને પગ બેડ ઉપર ટેકાવ્યા આખીરાત સૂતો ન હોવાથી. મગજ ચકરાવે ચડ્યું હતું. કારણકે તેમની વાર્તા પણ બહુ અટપટ્ટી હતી અને મોટી વાત કે તે અધૂરી હતી.તે વાર્તા માત્ર તે જ્યાં સુધી ભણતા હતા. ત્યાસુધીની જ હતી. ઉપરાંત તે જે જાદુગરી માં પારંગત હતા તેના વિશે આ બુક માં કંઈજ નથી લખ્યું.તથા બીજી વાત કે જે તેમના ખાસ મિત્ર હતા તેમનું નામ બદલી ને આ બુકમાં લખેલું છે તેમના સાચા નામ નો ઉલ્લેખ આ બુક માં નથી કર્યો.તે જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી જ બુક સીમિત રાખી પણ પછી તેમનું શું થયું તેની કોઈને ખબર નથી.તેમના કોઈ ખાસનું નામ પણ આ બુક માં લખેલું નહતું.બુક બહુ જૂની હતી અને સાચવી પડે તેમ હતી.બુકની પાછળની બાજુ લોહીના છાંટા હતા.


આ બધું વિચારતા વિચારતા તેની આંખ ક્યાં લાગી ગઈ અને તે ખુરશી પરજ સુઈ ગયો અને જ્યારે કરણ ઉઠ્યો ત્યારે તેણે અર્થને ઉઠાળ્યો.

"આમ કેમ સૂતો હતો અર્થ."

"હકીકત માં હું સુતોજ નથી.મેં આખી રાત જાગીને પ્રો.અનંતની બુક વાંચી હતી."અને ત્યારબાદ અર્થે આખી બુકની વાર્તા કરણને સમજાવી બસ ત્યારે ક્રિશ પણ ઉઠી ગયો.

ત્રણે જણ સ્કૂલમાં જવા નીકળ્યા અને આજ ફરીથી પુલ પર સ્મૃતિ,વરીના અને કાયરા ભેગા તેમણે આજ ફરીથી પૂછ્યું "શું નક્કી કર્યું સ્પર્ધામાં ભાગ લેવોનકે નહીં."

અર્થ: "તે વિશે હજી અમે કંઈ વિચાર્યું નથી પણ આપણે રિશેષ માં નક્કી કરીશું.શું કરવું કે નહીં."

કાયરા: "હા ઠીક છે એમ પણ સ્કુલ પહોંચવામાં મોડું થાય છે."

આમ બધાજ કલાસ માં સમયસર પહોંચી ગયા અને થોડાસમય બાદ રિશેષમાં બધા ભેગા થયા.પોતપોતાની ડીશ લઈને બધા જમતાં જમતાં વાતો કરતા હતા.ત્યારે ક્રિશ બોલ્યો

"હું જ્યારે આજે સવારે ઉઠ્યો ત્યારે તમે સેની વિશે વાત કરી રહ્યા હતા."

અર્થે તેને વિસ્તાર પૂર્વક બતાવ્યું અને તે બધીજ વસ્તુ સ્મૃતિ, વરીના, કાયરા એ સાંભળી અને તેમણે પણ અર્થને સવાલ પૂછ્યા.

"શું આ વાત સાચી છે?" સ્મૃતિએ ડઘાઈને પૂછ્યું

"હા, હું હવે વિશ્વાસ કરું છું કે તે આવેલ સ્વપ્ન પ્રો.અનંત નુજ હતું અને આમ પણ મને ખોટું બોલવાથી શું મળવાનું?" અર્થે નિરાશાના સ્વર માં કહ્યું.

"તું નિરાશ ના થઈશ અર્થ અમે તારી સાથે છીએ અમને તારી વાત પર વિશ્વાસ છે." કાયરા એ દિલાસો આપતા કહ્યું.

સ્મૃતિ: "તે વાત ને બાદ કરો હું પણ કંઈક કહેવા માગું છું?"

ક્રિશ: "તે વાત શું છે?"

સ્મૃતિ: "હું કાયરા અને વરીના અમે ત્રણે સ્પર્ધામાં ભાગ લેવા સહમત છીએ અમે ભાગ લેવા તૈયાર છીએ તેથી મારી પણ તમને એટલી વિનંતી છે તમે પણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર થઈ જાઓ જેથી આપણે કોઈ એક માણસ નેજ ગોતવાનો રહે."

કરણ અને ક્રિશ સહમત થઈ ગયા અને તેણે અર્થની સામે જોયું ત્યારે અર્થ પણ ધીમા અવાજે અને હસતા મોઢે બોલ્યો

"તો હું પણ સહમત છું"

સ્મૃતિ: "ઠીક છે તો આપણે એક જ વિદ્યાર્થી ગોતવાનો રહેશે"

અર્થ: " હું તમારી જાણ ખાતર કહી દઉં કે કલાસ માંથી બહુ ઓછા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેવાના છે ને જેટલા લેવાના છે તે બધાજ પ્રથમ ની ટીમ માં છે માનુષી પણ."

ક્રિશ: "તો તું એવું ઈચ્છતો હતો કે માનુષી આપણી ટીમ માં આવે." ક્રિશે તેને રમૂજ માં કહ્યું અને સાથે બેઠેલા તમામ હસવા માંડ્યા.

અર્થ થોડોક શરમાઈને અને થોડોક ગુસ્સામાં બોલ્યો "હું ફક્ત વાત કરતો હતો ક્રિશ."

અર્થ અને તેનું ગ્રુપે જમી લીધું હતું અને તે આ બધી વાતો કરી રહ્યા હતા.ત્યારે અચાનક જ બધા જ એક સાથે વનવિહાર તરફ દોડીને જવા માંડ્યા.

ક્રિશ: "આ બધાને શું થયું આ બધા ક્યાં જઈ રહ્યા છે?"

આ સાંભળીને કેન્ટીનમાં બાજુ ની ટેબલ પર બેઠેલો એક પાતળો ગોરો અને તેના કરતાં સહેજ ઊંચી હાઈટ વાળો છોકરો બોલ્યો

"તે બધાજ વનવિહાર તરફ જાય છે."

તેણે વાત કરતી વખતે ક્રિશ અને તે સર્વે બેઠા હતા તે બાજુ જોયું નહોતું.

"પણ આટલા બધા લોકો ત્યાં કેમ જઈ રહ્યા છે?"

ધીમે ધીમે આખું કેન્ટીન ખાલી થવા લાગ્યું અને બધાજ દોડતા દોડતા વનવિહાર તરફ જતા હતા.તે છોકરા એ ફરીથી તેને વળતો જવાબ આપ્યો.

"વન વિહાર માં નવશીંગડા ધરાવતું બહુ મોટું પ્રાણી લાવ્યા છે તેને નવશીંગો કહેછે.તેથી બધાજ તેને જોવા જાય છે."

"નવશીંગડા ધરાવતું પ્રાણી તે સાંભળીને જ રુવાડા ઉભા થઇ જાય.શું તે સાચેજ બહુ મહાવિનાશક છે?"

"હા, તે બહુજ મહાવિનાશક સાબિત થઈ શકે છે જોતે ક્રોધમાં આવી ગયો તો ત્યાં સુધી તે ભોળું પ્રાણી છે.તેની સાચી તાકાત તેના શીંગડામાં રહેલી છે."

કરણ: "પણ આટલું ભયાનક પ્રાણી અહીં શું કરે છે?,અને મોટી વાત કે તેને અહીંયા લાવ્યા કેવી રીતે હશે."

છોકરો બોલ્યો: "જાદુગરી થી તેની ઉપર જાદુ કર્યું છે તેમ કરીને તેની ઉપર કાબુ મેળવી શકાય છે. તે અત્યારે સ્કુલના સત્તાધીશો ના વશમાં છે. આ પ્રાણી સરળતાથી જાદુગરી ના વશમાં આવી જાય છે કારણકે તે એક અબોધ પ્રાણી છે.તેને અહીંયા વિદ્યાર્થીઓ ને દેખાડવા ના અર્થે લાવ્યા છે.હું તેની વિશે એટલે જ જાણું છું કારણકે ત્રીજા વર્ષેમાં આવા પ્રાણીઓ વિશે ભણાવવા માં આવે છે."

ક્રિશ: "અચ્છા તો ચાલો આપણે બધા તેને જોવ જઈએ"

બધાજ જવા નીકળે છે પણ ત્યાં અર્થ પાછળ ફરીને પેલા છોકરાને પૂછે છે "શું તમારે નથી આવવું તે પ્રાણીને જોવા?, અરે સોરી તમે તો તે પ્રાણી ને જોયુંજ હશે ને?"

છોકરો બે એક સેકન્ડ માટે મૌન ધારણ કરે છે અને ત્યારબાદ તે જવાબ આઓએ છે "ના, મેં નથી જોયું તે પ્રાણી ને કારણકે હું અંધ છું."

અર્થ: " માફ કરજો મને ખબર નહોતી."

છોકરો: " અરે એમાં તમારો વાંક નથી" ત્યારબાદ તે હસતા હસતા ત્યાંથી ઉભો થઇ ગયો અને બહાર તરફ જવા નીકળી ગયો.


(ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED