Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશાલી - ( વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 4 - છેલ્લો ભાગ

પ્રકરણ ૪

તે દિવસે સુમિત આગળ તો વૈશાલી એ એની અને આનંદની દોસ્તી વિશેની વાત છુપાવી લીધી પરંતુ હવે વૈશાલીને ઘણીવાર એવું લાગતું કે એણે સુમીતને કહી દેવું જોઈએ કે એ આનંદ ને પહેલેથી જ જાણે છે, પછી એને વિચાર આવતો કે જો સુમિત અને આનંદ એને એમ પૂછશે કે જ્યારે પહેલીવાર આનંદ ને મળી ત્યારે કેમ ન કહ્યું તો એ શું જવાબ આપશે? હું માનું છું કે આનંદ અને મારી કોઈ ગાઢ મિત્રતા નહોતી , ન તો આનંદે ક્યારે મારી સાથે કોઈ એવી વાત કરી હતી જેનાથી એવું લાગે કે એ મને પસંદ કરે છે, પણ એ વાત નકારી ન જ શકાય કે મને એક સમયે એની તરફ આકર્ષણ થયું હતું ભલે એ મારી એકલતાને લીધે જ હોય પણ હતું તો ખરાને! વૈશાલી વિચારી જ રહી હતી કે આનંદે આવીને કહ્યું ભાભી તમે જો રાઈટિંગ એપ વાપરતા હોવ તો આ વિશાલીને મેસેજ કરો ને મને તો બ્લોક કર્યો છે. એણે, ખબર નહિ શું વાત થઈ હશે લાસ્ટ મારા બર્થ ડે પર મેસેજ આવ્યો પછી કોઈ વાત જ નથી થઈ.વૈશાલીને ખબર હતી કે આનંદ એની વાત કરી રહ્યો હતો છતાં એ બોલી ઓહ..ઓકે અને પછી કામ માં લાગી ગઈ.પણ ખબર નહિ કેમ એ કેટલાય ટાઈમથી એ ઓનલાઇન આવતી જ નથી મેસેજમાં તો એણે મને બ્લોક કરી નાખ્યો છે પણ હવે એની પોસ્ટ પણ નથી દેખાતી આનંદ પોતાની વાત બોલ્યે જતો હતો . ઓહ...હો આનંદ ભાઈ આટલી ચિંતા એક ઓનલાઇન ફ્રેન્ડ માટે ? શું વાત છે હ.. ક્યાંક શ્વેતાથી છુપાઈને એણે તો મનમાં વસાવી નથી ને? વૈશાલી એક અજાણ્યાની જેમ આનંદની મજાક ઉડાવવા લાગી.. અરે ના રે ભાભી .એવું કંઈ નથી અને આમેય મારાથી આ એક નથી સાચવતી તો એને શું લાવું. આ તો એ એક લેખક અને હું વાંચક અમારા વિચારો મળતા અને ખાસ તો એના વિચારો મને ગમતા એટલે જ તો વાત કરતો . થોડીવાર એની સાથે વાત કરી લઉં તો પોઝિટિવ ફીલ થતુ એટલે , બસ બીજું કઈ જ નહિ આનંદે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું. પણ ખબર નહિ કેમ મારા લાસ્ટ બર્થ ડે પછી એ દેખાઈ જ નહિ મને ફોટો પણ બતાવવાની હતી એનો પણ ખબર નહિ કેમ આમ બ્લોક કરી નાખ્યો.. આનંદે વાતમાં પોતાની મુંઝવણ રજૂ કરી.

વૈશાલી કામના બહાને ત્યાંથી ઊઠી ને જતી રહી થોડીવારમાં એ પોતાનો મોબાઈલ લેવા પાછી હોલમાં આવી . અચાનક જ આનંદે એણે વૈશાલી કહીને બોલાવી . વૈશાલી ડરી ક્યાંક આનંદને ખબર તો નહિ પડી ગઈ હોય ને.. હા વૈશાલી મને ખબર પડી ગઈ છે કે તમે એ જ વૈશાલી છો જેની જોડે હુ ઓનલાઈન વાત કરતો હતો . વૈશાલી એટલે વૈશાલી રાવલ. તમે મને તો બ્લોક કરી નાખ્યો પણ એપ પર પોતાની સરનેમ અને ફોટો બદલતી વખતે તમે ભૂલી ગયા કે આ એપની વેબસાઇટ પરથી હું તમારી પોસ્ટ અને પ્રોફાઈલ તો જોઈ જ શકીશ કારણકે તમે માત્ર મેસેજ બ્લોક કર્યા છે. ભાભી તમે મને તે દિવસે કહ્યું કેમ નહિ કે તમે એ જ વૈશાલી છો? આનંદ બોલતો રહ્યો.પણ વૈશાલી એ જવાબ ન આપ્યો. આનંદ વૈશાલીની સામે ગયો એનો ચહેરો રડમસ થઇ ગયો હતો. ભાભી મારી જ ફ્રેન્ડ જો મારી ભાભી બનવાની હોય તો મને શું વાંધો હોય જો મને પહેલા ખબર હોત તો મને વધારે ખુશી થાત. હા..પણ મને વાંધો હતો આનંદ તારી ભાભી બનવામાં વૈશાલી રડમસ અવાજે બોલી. તમને યાદ છે આનંદ તમે થોડો સમય ઓનલાઇન નહોતા આવ્યા,હજુ વૈશાલી વાત પૂરી કરે ત્યાં જ આનંદ બોલ્યો : હા પણ ત્યારે તો મારી અને શ્વેતાની વચ્ચે ઝગડા ચાલતા હતા ભાભી અને આ તમે ઘરનો બીજો માળ જોવો છો ને એ બસ એના રોજ ના ઝગડા ને લીધે બંધવવો પડ્યો. પણ એનું આપણી દોસ્તી સાથે શું લેવાદેવા ? આનંદને વાતમાં સમજ ન પડી . કઈ નહિ આનંદભાઈ બસ એટલું જ કે અમુક સંબંધ અને અમુક વાતો અધૂરી જ સારી , એમેય દરેક પ્રેમ કહાની પૂરી થવા માટે નથી હોતી કેટલીક કહાની જીવનને નવો વળાંક આપવા મટે પણ ચાલુ થતી હોય અને આપણી દોસ્તી એક એવી જ કહાની છે.

આનંદ હવે થોડુ થોડુ સમજી ગયો હતો એટલે એણે આગળ પ્રશ્ન ન કર્યો , બસ પછી વૈશાલી રસોડાના કામમાં લાગી ગઈ અને આનંદ એના કામમાં..

સમાપ્ત