Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 2

પ્રકરણ ૨

બીજા દિવસે સવારે ઉઠી ને તરત જ વૈશાલી એ ફોન હાથમાં લીધો અને આનંદને બર્થ ડે વિશ કર્યો એ પણ એક શાયરી સાથે " દુઆ હે રબ સે કે તેરી હર દુઆ કબૂલ હો જાએ,
તું ખવાઇશ કરે મહેજ એક જારરે કી ઓર તુજે ,
પૂરા આસમાન મિલ જાએ" . અને સાથે હેપી બર્થડે નો મેસેજ એડ કર્યો. વૈશાલી ને તો એમ જ કે આનંદ જાણે એના મેસેજ ની રાહ જોઈ ને જ બેઠો હશે અને હમણાં જ એની પાસે ફોટો પણ માંગશે.. એટલે મેસેજ કર્યા પછી એ થોડી થોડી વારે એ ફોન ચેક કર્યા કરતી હતી. ઘણી રાહ જોવા છતાં આનંદનો કોઈ મેસેજ આવ્યો ન હતો. આખરે મમ્મી એ વૈશાલીને બૂમ પાડી એટલે એણે જવું પડ્યું. એણે ફોન હાથ માથી મૂક્યો અને મમ્મી પાસે ગઈ .


હા, મમ્મી કેમ બૂમો પાડે છે શું કામ છે? વૈશાલીએ થોડા ખરાબ મૂડમાં મમ્મીને પૂછ્યું. અરે.. વૈશું બેટા ઘરે મહેમાન આવવાના છે તો તું તૈયાર થઈ જા. તૈયાર પણ કપડાં સારા જ તો છે , શું વાંધો છે આમાં ? વૈશાલી એ કારણ જાણવાની ઈચ્છા થી પૂછ્યું. ભલે સારા હોય પણ તને કીધું ને કે તું નવા સારા કપડાં પહેરી ને તૈયાર થઈ જા તો બસ થઈ જા મમ્મી એ પણ થોડી કડકાઈ થી જવાબ આપ્યો. હવે વૈશાલી ને સમજાઈ ગયું હતું કે નક્કી દાળમાં કઈ કાળું છે , નક્કી વૈશાલી કોઈ છોકરાવાળા ને મમ્મી એ તારા માટે ઘરે બોલાવ્યો છે , યાદ કર આગળ પણ જ્યારે વિવેકના ઘરવાળા તને જોવા આવ્યાં હતાં ત્યારે પણ કઈ આવું જ કર્યું હતું મમ્મી એ એતો વિવેકને જાણ થઈ કે વૈશાલી ફોટા માં જેટલી શ્યામ દેખાય છે હકીકતમાં તો એ એનાથી પણ વધારે શ્યામ નહિ કાળી જ છે એટલે એણે સગાઈ માટે ના કહી દીધી હતી. આજે પણ એવું જ કઈ હશે.
એકચ્યુલી કેટલાય રીજેક્ષન મેળવ્યા પછી વૈશાલી પોતે તૂટી ગઈ હતી એટલે એણે છોકરાના ફોટા જોવામાં રસ જ નહોતો રહ્યો એના મમ્મી પપ્પા જ ફોટા જોઈને છોકરાને બોલાવાનું નક્કી કરતા. મમ્મી પોતાના સારા માટે જ આ બધું કરે છે ને એમ વિચારી વૈશાલી રૂમમાં તૈયાર થવા ગઈ રૂમમાં જઈને પહેલા તરત જ એણે ફોન હાથમાં લીધો આનંદનો મેસેજ આવ્યો કે નહિ એ જોવા પણ આનંદનો કોઈ જ મેસેજ આવ્યો ન હતો વૈશાલીને વિચાર આવ્યો શું થયું હશે ? કેમ આનંદ ઓનલાઇન નથી આવ્યો કોઈ મુસીબતમાં તો નહિ હોય ને કે પછી બર્થ ડે ઉજવવા મિત્રો સાથે બહાર ગયો હશે? પણ એણે જ તો કીધું હતું કે એના બર્થ ડે પર એને મારો ફોટો જોવો છે તો એ કેમ ન આવ્યો? શું એના જીવનમાં મારું મહત્વ એક ટાઈમ પાસ ફ્રેન્ડ જેટલું જ છે? મનમાં ચાલી રહેલા વિચારોના વમળ સાથે જ એ તૈયાર થવા લાગી.

એક સરસ લીલા રંગ ની ગળાના ભાગમાં મસ્ત એમરોડરી અને ઝીણી પારી ની સેર વાળી લોંગ કુર્તો પહેરી હાફ પોની ના વાળ ઓળ્યા અને કપાળમાં એક નાનો સિમ્પલ ચાંદલો લગાવ્યો ,ના એણે આંખોમાં કાજળ નહતી આંજી , એણે કાજળ ગમતી જ નથી કારણકે એ પણ કાળા રંગ ની હોય છે. જ્યારે નાની હતી ત્યારે એને કાજળ ગમતી કેમકે બધા કહેતા કે એ રૂપમાં નિખાર લાવે પણ પોતે જ્યારે સમજતી થઈ તો એણે એ વાત જાણી કે કાળા રંગની કાજળ માણસના રૂપને વધારે સોંદર્ય આપે પણ એક કાળા રંગની સ્ત્રી બીજા માણસની સુંદરતા એના સ્ટેટ્સ, એની ઈમેજ બધું ખરાબ કરી દે છે..

તૈયાર થયા પછી પણ એણે પોતાનો ફોન ફરી એકવાર ચેક કરી જોયો એ આશા એ કે કદાચ આનંદનો હવે તો મેસેજ આવ્યો હશે પરંતુ એ પછી ઉદાસ થઈ ગઈ હજુ પણ આનંદનો મેસેજ આવ્યો ન હતો. વૈશાલી રૂમમાંથી બહાર આવી આગળના રૂમમાં ગઈ એની મમ્મી બધી સરખી ગોઠવણી કરતી હતી એટલે એ રસોડામાં ગઈ ત્યાંથી નાસ્તો લાવી ને બહાર મૂકતી હતી , ના .. એ છોકરા કે છોકરના ઘરવાળા વિશે કઈ જ વિચારવા નહતી માગતી કારણકે હવે એણે પોતાના લગ્ન થવાની કોઈ આશા જ ન હતી એણે તો મમ્મી સાથે આ બાબતે કોઈ વાત પણ નહોતી કરી , જો કદાચ આ વખતે પણ છોકરાવાળા એને ના કહેશે ને તો પણ એને કઈ જ ફરક નહીં પડે એવી સ્થિતિ હતી એની.

પાંચના ટકોરે જ છોકરાવાળા ઘરે આવ્યા વૈશાલીના મમ્મી પપ્પા એમની સાથે બેઠા અને વાતો ચાલુ કરી , થોડીવાર થઈ એટલે વૈશાલીની મમ્મી એના રૂમમાં આવી એને બહારના રૂમમાં લઈ જવા. એ મમ્મી સાથે બહાર ગઈ અને બધા સાથે બેઠી એને છોકરાના રસ જ ન હતો એટલે એણે માત્ર આદર ખાતર એના છોકરાના મમ્મી પપ્પાને નજર ઉઠાવી ને નમસ્તે કર્યા અને પોતાની મમ્મી પાસે બેઠી.અચાનક એને જોયુ તો એની સામે સોફા પર આનંદ બેઠેલો હતો હા એ જ આનંદ જેના મેસેજની વૈશાલી સવારથી રાહ જોઇ રહી હતી.

આ..આ. . હજુ વૈશાલી આનંદનું નામ લેવા જ જઇ રહી હતી ત્યાં જ એના મમ્મી એ કહ્યું વૈશાલી આ સુમિત છે, જેની સાથે અમે તારા માટે વાત કરી હતી સાચે એમને તો સુમિત ગમ્યો , આ સુમિત ના મમ્મી પપ્પા વૈશાલીની મમ્મી એ એની બધા સાથે ઓળખાણ કરાવી અને વૈશું આ સુમિતનો નાનો ભાઈ આનંદ ને આને મળ આ આનંદની પત્ની શ્વેતા . શ્વેતા નું નામ સાંભળતા જ વૈશાલી હેબતાઈ ગઈ , બે સેકંડ તો એણે પોતાના કાન પર વિશ્વાસ ન થયો , આનંદ ..આનંદ મેરીડ છે? એ મનોમન બોલી ઊઠી. એણે જાણે હમણાં જ ચક્કર આવી જશે એવું લાગ્યું , પણ એ કોઈ ને કહી શકે એમ ન હતી આનંદ નામના કોઈ છોકરા સાથે એ વાત કરે છે એવું ઘરમાં ખબર પણ ન હતી કારણકે હજુ હમણાં જ તો વાતો શરૂ થઈ હતી બંને ની, બસ આ તો વૈશાલી નું મન હતું જે આનંદ માટે આટલી બધી લાગણીઓથી ભરાઈ ગયું હતું , અને આનંદને પણ એ કઈ પૂછી શકે એમ ન હતી. કેમ કે એક તો એણે વૈશાલી ને હજુ સુધી જોઈ ન હતી અને વૈશાલી એ પોતે પણ તો ક્યારેય એના જીવન વિશે પૂછ્યું જ ન હતું .

વૈશાલી ને કઈ સમજાતું ન હતું. અચાનક સુમિત ના મમ્મી એણે પ્રશ્ન કર્યો: બેટા તું શું ભણી છે ?આ સાંભળતા જ વૈશાલી વિચારોમાંથી બહાર આવી અને બોલી આંટી મે કોમર્સ માં સ્ટડી કર્યું છે. અને હવે પી.એચ . ડી કરું છું .વૈશાલી એ કહ્યું. ઓકે સુમીતના મમ્મી એ કહ્યું. બેટા હવે જો તારે કઈ પૂછવું હોય તો પૂછી લે સુમિત ના મમ્મી એ દીકરા તરફ જોતા કહ્યું.. અરે હા કેમ નહિ જા વૈશું તારા રૂમમાં જઈને તમે બંને વાત કરી લો, વૈશાલીના મમ્મી એ સુમીતના મમ્મી ની વાતમાં મંજુરી નો સુર પરોવતા કહ્યું. વાઇટ શર્ટ અને ડાર્ક બ્લુ જીન્સ માં હેન્ડસમ લાગતો સુમિત સોફા પરથી ઊઠી વૈશાલી પાસે આવ્યો અને બંને જણ વૈશાલીના રૂમમાં ગયા . બંને ને કઈ સમજાતું ન હતું વૈશાલી તો બિચારી કઈ બોલી શકે એ હાલત માં જ ન હતી એણે તો આનંદ વિશે જાણી ને ઝટકો લાગ્યો હતો , એ તો હજુ ચિંતા માં હતી . થોડીવારમાં સુમિતની નજર એક સરસ ફૂલદાની પર પડી .આ ફૂલદાની તમે જાતે ડેકોરેટ કરી છે એણે વૈશાલી સામે જોતા પૂછ્યું . હમ. વૈશાલી એ ટૂંકમાં જવાબ આપ્યો . તમારા વિશે કઈ જણાવો મને , તમારા શોખ , તમારા લાઇફ ગોલ .. સુમિતે જ વાત ની શરૂઆત કરવાનું વિચાર્યું. બસ આ પી.એચ. ડી પૂરું કરીને કોઈ સારી જોબ કરવી છે વૈશાલી એ સુમિત ને જવાબ આપ્યો. ઓહ.. ઓકે . તમારા પી.એચ. ડી. નો વિષય શું છે ? મને આમ તો આ બધામાં સમજ નથી પડતી કારણકે હું તો ફિઝીસિયન રહ્યો પણ આ તો બસ જાણવા જ પૂછ્યું. સુમિત એ પોતાના પ્રશ્ન સાથે પ્રશ્ન પૂછવાનું કારણ પણ જણાવી જ દીધું. પરંપરા અને એકવીસમી સદી એના પર રિસર્ચ કરું છું વૈશાલી એ જવાબ આપ્યો. ઓકે ઓકે સુમિત બોલ્યો. તમારા કોઈ શોખ ? સૂમિતે વૈશાલીને પૂછ્યું મારા આમ તો કોઈ ખાસ શોખ નથી બસ કવિતા , વાર્તાઓ લખવાનો શોખ છે . ઓહ તો તો તમારી મારા નાના ભાઈ આનંદ સાથે સારી જામશે અને વાંચવાનો શોખ બહુ જ છે સુમિત કહ્યું પણ એ બિચારાને શું ખબર કે અજાણતા બોલાયેલા આ શબ્દો વૈશાલી ને કેટલી તકલીફ આપી રહ્યા હશે. હમમ વૈશાલી થી બોલી જવાયું. હવે વૈશાલીની ચિંતા વધી હતી કેમ કે હવે એણે ભાન થયું કે જો સુમિત સાથે એના મેરેજ થશે તો એને આનંદ સાથે જ રહેવાનું થશે એક જ ઘરમાં .એટલામાં સુમિત બોલ્યો અરે... વૈશાલી તમે પણ તો કઈ બોલો કઈ પૂછવું હોય તો પૂછી શકો. હમ . તમને મારા કાળા રંગ થી કોઈ પ્રોબ્લેમ નથી? આઇ મીન આજ સુધી જેટલા છોકરાઓ મને જોવા આવ્યા એ બધા ને આ વાતનો જ વાંધો હતો તો તમને પણ વાંધો હશે ને તમે મારી સાથે મેરેજ કરવા માટે હા કેમ કહી? વૈશાલી એ સુમિતને પૂછ્યું . જો હું કોઈ મોટા મોટા શબ્દો બોલતા નથી શીખ્યો, મને સુવિચામાં આવતી મોટી મોટી વાત કરતા પણ નથી આવડતી એટલે જો સાચું કહું તો મારી એક બહેન હતી એનો રંગ પણ શ્યામ હતો એ નાની હતી ત્યારે તો મમ્મી પપ્પા એને બીજાની વાતોથી બચાવી લેતા પણ મોટા થયા પછી એ લોકોના ટોન્ટ એ સાંભળી ન શકી અને ધીરે ધીરે ડિપ્રેશન માં આવી સુસાઇડ કરી લીધું બસ એ પછી મારું મન સુંદરતા પરથી ઊઠી ગયું . આ તમે શ્વેતાને જોઇને એનું માંગુ મારા માટે આવ્યું હતું પણ મે ના પાડી એટલે મમ્મી પપ્પા એ આનંદ માટે વાત કરી અને એ લોકોના લગ્ન થઈ ગયા અને કહેવાય છે ને કે મન સુંદર હોય તો ચહેરા પર જાતે જ ચમક આવી જાય . સુંદર ચેહરો સંબંધોની સમજણ નથી આપી શકતો એના માટે તો સુંદર મન અને સારા વિચારો , પરિવારની પરવાહ હોવી જરૂરી છે. એટલે તમે પોતાના મનમાંથી શ્યામ હોવાનો ડર નીકળી દેજો

મમ્મી પપ્પા ની મંજુરી અને સુમિત ના વિચારો જોઇને વૈશાલીએ પણ લગ્ન માટે હા કહી દીધી અને થોડા સમયમાં બંનેના લગ્ન થઈ ગયા.