Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 1

પ્રકરણ ૧



વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એક બીજા સાથે સારી રીતે જોડાઈ ગયા હતા. હા એ બંને મળ્યા તો એક રાઇટિંગ એપ દ્વારા હતા , આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું એના વાંચનના શોખ ને પૂરો કરવા માટે. ત્યાં એણે વૈશાલીની લખેલી પોસ્ટ વાંચી અને એણે ફોલો કરવાનું ચાલુ કર્યું. વૈશાલીના વિચાર આનંદને બહુ જ ગમતા હતા એટલે એ કોમેંટ્સ કરી વૈશાલીના વિચારોના વખાણ કરતો . બસ આમ જ એક વાર આનંદે વૈશાલી ની પોસ્ટ
" खुदा ने नहीं बनाया सब को एक जैसा, दी है उसने सबको कमी और खूबी बराबर , ताकि याद रहे सबको हैसियत अपनी अपनी"। પર કોમેન્ટ કરી" સાચી વાત જો બધા આ વાત સમજે તો મનદુઃખ થયાની ફરિયાદ ન આવે " અને સામે વૈશાલી એ પણ તરત જ રીપલાય આપ્યો ' હા ..આભાર. તરત જ આનંદે બીજો મેસેજ કોમેન્ટ બોક્ષ માં લખ્યો : તમે બહુ સારું લખો છો, હું તમારી દરેક પોસ્ટ જોવું છુ , સામેથી વૈશાલી એ તરત જ રિપ્લાઈ કર્યો : આભાર. આમ જ ક્યારેક વૈશાલી અને આનંદ કોમેન્ટ દ્વારા વાત કરી લેતા હતા .
એક દિવસ આનંદે વૈશાલી ને એ જ એપ ના મેસેજ બોક્સ માં મેસેજ કર્યો : Hii વૈશાલી એ રાતે મેસેજ જોયો અને રિપ્લાઇ કર્યો: બોલો . કલાક બાદ આનંદે રીપલાઈ આપ્યો : આઇ હોપ તમને મારું મેસેજ કરવું ખોટું ના લાગ્યું હોય , થોડા સમય પછી વૈશાલી એ રીપ્લાઈ કર્યો: ના એમાં ખોટું શું ઘણીવાર વાંચક મિત્રો મને મેસેજ કરી ને પણ મારા લખાણ વિશે જણાવે છે. તમે બોલો કઈ કામ થી મેસેજ કર્યો? બીજા દિવસે બપોરે આનંદે રીપલાઇ કર્યો : અરે ના કામ તો નથી આ તો જસ્ટ થોડો અપસેટ હતો તો થયું લાવ તમારી સાથે થોડી વાત કરું કઈ નવું જાણવા મળશે અને સમજવા પણ . ઓહ ..ઓકે ઓકે વૈશાલી એ રીપ્લાઇ કર્યો. સામે આનંદે ફરી મેસેજ કર્યો : તમારી બીજી કોઈ હોબી? બીજી કોઈ એવી વસ્તુ જે તમે બેસ્ટ કરતા હોવ? કારણકે તમે રાઇટિંગમાં તો બેસ્ટ છો જ. આનંદે પૂછ્યું. અરે ના ..ના હું કઈ બહુ શોખીન કે ટલેન્ટડ નથી , હા પણ મને ઘરમાં ડેકોરેશન કરવું ગમે એટલે એના માટે વસ્તુ બનાવતી હોઉ છું. વૈશાલીએ પણ મિત્રભાવે સાથે જવાબ આપ્યો. બાય ધ વે એક પ્રશ્ન પૂછું જો તમે ફ્રી હોવ તો? આનંદે ફરી મેસેજ માં પૂછ્યું. કોઈ અપસેટ હોય એની વાત એક વાર સાંભળી લેવા માં શું જાય બિચારાને થોડુ સારું લાગશે એમ મન માં વિચાર કરી વૈશાલીએ રિપલાઇ કર્યો: હા બોલો . લવ મેરેજ સારા કે અરેંજ ? આમ તો આવું મારે ન પૂછાય પણ તમે એક લેખિકા છો તો મને તમારી પાસે જાણવા ની ઈચ્છા થઈ.,આનંદે સામે પ્રશ્ન કર્યો. વૈશાલી એ થોડીવારમાં સામે જવાબ પણ આપ્યો: બંને જ . તમને કોઈ સારું વ્યક્તિ મળે તો લવ મેરેજ હોય કે એરેંજ એ ફરક નથી પડતો. કારણકે લગ્નની સફળતાનો આધાર બે વ્યક્તિ વચ્ચે નો પ્રેમ , બંને ની લાગણીઓ પર હોય છે નહિ કે લવ અને અરેંજ જેવા વર્ડ ટેગઝ પર. આનંદે 'ઓકે ' માત્ર આટલો જ જવાબ આપ્યો.અને ઑફલાઈન થઈ ગયો. વૈશાલી એ ફરી મેસેજ કર્યો : સોરી પણ શું હું જાણી શકું કે તમારે આવો સવાલ કેમ કરવો પડ્યો? મેસેજ કર્યા પછી વૈશાલી ઘણા સમય સુધી રિપ્લાય ની રાહ જોતી રહી પણ સામેથી કોઈ જવાબ ન આવતા એણે પણ ફોન એક બાજુ મૂકી દીધો.બીજા દિવસે પણ વૈશાલી એ આનંદના જવાબની રાહ જોઈ પણ કોઈ જ જવાબ ન આવ્યો .આવું ચાર પાંચ દિવસ ચાલ્યું એટલે વૈશાલી ને થયું કે કદાચ આનંદને એનું આમ કારણ પુછ્યુ નહિ ગમ્યું હોય એટલે જવાબ નહિ આપ્યો હોય ને તે દિવસ પછી વૈશાલી પણ આ વાત ભૂલી ગઈ.

વૈશાલી રોજની જેમ પોતાની લખેલી લાઇન્સ , કવિતા ત્યાં એપ પર મૂકતી પણ આનંદની કોમેન્ટ ક્યારે આવતી નહિ . આ જોઇને વૈશાલીને એક બે વાર તો વિચાર પણ આવ્યો કે એ આનંદને એક સોરી નો મેસેજ કરી દે પણ પછી એણે થતું કે આમ સામેથી મેસેજ કરવો સારું લાગે કે નહિ બસ આ વિચારથી જ એ આનંદને મેસેજ કરતા અટકી જતી હતી.

લગભગ એક મહિના પછી રાતે વૈશાલી એ મુકેલી એક શાયરી
"મનમાં દબાયેલી ઝંખનાઓ ને કોઈ વાચા આપી ગયું.
જાણે કોણ મનના બારણે ટકોરા કરી ગયું". પર આનંદની કોમેંટ્સ આવી અરે વાહ કોઈ મળી ગયું લાગે તમને?
પણ વૈશાલી કોમેન્ટ નો જવાબ આપે તે પહેલાં જ મેસેજ બોક્સમાં મેસેજ આવ્યો.
Hii.. શું કરો છો? અને વૈશાલી એ સામે રિપલાય આપ્યો : i am good what's about you? બહુ દિવસ પછી આવ્યા all ok ? વૈશાલી જાણે કે આટલા દિવસની ચિંતા એક સાથે જ ઠાલવતી હોય એમ પૂછ્યું. અરે હા બધું બરાબર આ તો બસ થોડા ઘરના કામો અને જોબ બધામાં અટવાયેલો હતો એટલે કઈ વાંચવાનો સમય ન હતો મળતો અને એના લીધે તમારાથી વાત પણ ન થઈ શકી. આનંદે સામો જવાબ આપતા કહ્યું. ઓકે વૈશાલી એ રિપ્લાય આપ્યો.
આનંદે પાછો મેસેજ કર્યો :વૈશાલી તમે મારી કોમેંટ્ નો જવાબ ના આપ્યો , કોઈ મળી ગયું છે ?? હા. મળી તો ગયું છે., વૈશાલી આ જવાબ ટાઇપ જ કરતી હતી કે તરત જ એના મનમાં વિચાર આવ્યો : આ શું કરી રહી છે તું , તું એણે કહીશ કે તને કોઈ ગમે છે તો શું એ પૂછશે નહિ કે કોણ છે એ છોકરો? શું જવાબ આપીશ એના આ પ્રશ્નનો? શું તું એણે કહી શકીશ કે જે વ્યક્તિ વિશે એ જાણવા માંગે છે એ માણસ એ પોતે જ છે.શું તું કહી શકીશ કે જે વ્યક્તિ ને જાણીને હજુ મહિનો પણ નથી થયો એના થોડા દિવસ ના દેખાતા તું બેચેન રહેવા લાગી હતી? અરે એ બધું તો જવાદે પણ તું આવું વિચારી જ કઈ રીતે શકે કે તારા લવ મેરેજ ..તું તો જાણે જ છે ને તારા ચહેરા ની કાળાશ હમેશા તારા મનની તારી લાગણીઓની ચમક ને ઝાંખી કરી જાય છે, ભગવાને તરફથી મળેલો આ કાળો રંગ જ તો છે જેના લીધે તું આજ સુધી કોઈ પણ છોકરા ના પ્રેમ થી વંચિત રહી છે. આ કાળાશ રૂપી ભેટે જ તો તને પોતાનો ચહેરો છુપાવી રાખવા અને વધારે લોકો સાથે હળતા મળતા રોકી રાખી છે. .. તારા ચાર પાંચ સ્કૂલના મિત્રો સિવાય બીજું કોઈ નથી જે તારા વખાણ કરતું હોય .. માંડ એક નવો મિત્ર કહી શકાય એવી વ્યક્તિ તને મળી છે , એક આ એપ જ તો છે જ્યાં તારા વિચાર ના વખાણ થાય ,ના..ના ..ના વૈશાલી પોતાના જીવનની એકલતા પર આ અજાણ્યા વ્યક્તિ ની હુફને ભારે ન પડવા દે.. તું પોતાને સંભાળ જો તું આનંદ ને મનની વાત કરીશ ને એ ના પાડી દેશે તો? તો તું આ થોડો સમય મળતી લાગણીસભર હૂફ , એક લાગણીઓ થી બંધાયેલો સંબંધ પણ ખોઈ બેસીશ. . ..

આનંદનો બીજો મેસેજ આવ્યો અને વૈશાલી વિચારોમાંથી બહાર આવી. વૈશાલી એ મેસેજ વાંચ્યો : ના કહી શકો તો ચાલશે મે તો આમ જ પૂછી લીધું, મને એમ કે હવે થોડી દોસ્તી તો થઈ જ ગઈ છે ને આપણી ,પણ કઈ નહિ .. મેસેજ વાંચ્યા પછી વૈશાલી એ તરત જ જવાબ આપ્યો અરે યાર કોઈ નથી મળ્યું , હા પણ શોધખોળ ચાલુ જ છે અને પાછળ એક મસ્ત સમાઈલી એડ કરી ને મેસેજ મોકલી દીધો. સામે આનંદે પણ એટલો જ ઝડપથી પાછો મેસેજ કર્યો: ઓકે., અને એની સાથે જ બીજો મેસેજ આવ્યો :વૈશાલી શું તમે મને મિત્ર મનો છો તમારો? ને વૈશાલી એ આનો અતિ ટૂંકમાં જ જવાબ આપ્યો હા . તો શું હું તમારો ફોટો , આઇ મીન કે તમારો ચહેરો જોઈ શકું? આનંદે સામો મેસેજ કરતા પૂછ્યું. આ તરફ મેસેજ વાંચતાની સાથે જ વૈશાલી મુંજાઈ ગઈ શું કરું આપી દવ પિક? પણ વૈશું જો પછી આણંદ પણ કૃણાલની જેમ વાત કરવાનું બંધ કરી નાખશે તો? વૈશાલી એ વાત ટાળવા માટે કામ હોવાનું બહાનું કાઢ્યું અને ઑફલાઇન થઈ ગઈ. થોડી વાર પછી એણે પાછો ફોન લીધો અને આનંદે કોઈ મેસેજ કર્યો કે નહિ તે જોવા ને ચાલુ કર્યું તો આનંદે મેસેજ છોડ્યો હતો: કઈ નહિ વિચારી લો કે મને તમારો ચહેરો બતાવવો છે કે નહિ પણ હા કાલે મારો બર્થ ડે છે જો કાલે તમે તમારો ફોટો પ્રોફાઈલ પર મૂકશો તો મને લાગશે કે આપણે સાચે જ મિત્રો છીએ... વૈશાલી ને થયું હાશ કાલ પર વાત ગઈ હવે એ કાલે કઈ બીજું બહાનું આપી ને વાત ટાળી શકાશે. પણ કહેવાય છે ને આજ ની ઈચ્છાઓ આજે જ પૂરી કરી લેવી જોઈએ કારણકે કાલ શું થશે કોઈ ને ખબર નથી હોતી, વૈશાલી ને પણ ક્યાં ખબર હતી કે કાલે કોઈ એવી ઘટના ઘટશે જે એના મનમાં આનંદ માટે ની લાગણીઓ ને સાવ બદલી નાખશે, આવનારા લાગણીઓના તોફાનથી તો વૈશાલી અજાણ જ હતી.