Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... પેજ - ૨૮

અંજલિ અને પ્રયાગ બન્ને અંદર ખાને સમજી ગયા છે કે હવે થોડાક જ દિવસો પછીથી તેઓ અલગઅલગ થઈ જવાનાં છે...મન થી ભલે એક હોય....પરંતુ પ્રયાગ હવે યુ.એસ. જવાનો છે..બન્ને મન થી દુઃખી છે...પણ બન્ને સમજે છે કે ભવિષ્ય ને ઉજ્વળ કરવા માટે પ્રયાગ નું જવું જરૂરી છે.
અનુરાગસર નેે અંંજલિ પોતાના મન નાં ભાવ સાથેે નો ઇમેઇલ કરે છે.

******** હવે આગળ - પેજ - ૨૮ ***************

અંજલિ ....અનુરાગ ને મેલ કરી ને જાણે મન ને હળવી મહેસુસ કરે છે. અંજલિ નાં ઇન્ટરકોમ પર રીંગ વાગી એટલે અંજલિ પોતાના ભૂતકાળમાં સરી પડી હતી તે...તરતજ વર્તમાનમાં આવી ગઈ.

યસ....અંજલિ હીયર....!!

આચાર્ય છુ...મેડમજી...સોરી આપને ડીસ્ટર્બ કર્યા..!!

નાનાં...ઈટ્સ નોટ લાઈક ધેટ...આપ બોલો...વાંધો નથી.

મેડમજી...સોરી પણ....આપ પ્લીઝ મને જણાવશો કે. ..અદિતી ની ફીસ....તો હું એ રકમ ને મારી લોન ખાતે...!
અટકી ગયા આચાર્ય સાહેબ..!!

અંજલિ ને પણ પછી યાદ આવ્યું કે ફીસ તો પ્રયાગ ની પણ ભરાઈ જ હશે ને.
સોરી...આચાર્ય સાહેબ ...મને હાલ તો ખ્યાલ પણ નથી...અને આમ પણ તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી...મેં તમને કીધુ જ હતું ને કે..અદિતી નો ખર્ચ કંપનીના એકાઉન્ટ માં થી જ થશે. એટલે તમે તે અંગે ની ચિંતા નાં કરતા.
અંજલિ એ આચાર્ય સાહેબ ને તો કહી દીધુ...પરંતુ પોતે વિચારવા લાગી કે, અનુરાગ સર ને કેવી રીતે પૂછવું ?? કે પ્રયાગ ની ફીસ...!!
જે વ્યક્તિ પ્રયાગ ની બર્થડે પાર્ટી નું આયોજન પણ કોઈ ને વગર ખ્યાલ આવે કરાવી દેતા હોય....એમને ફી માટે કેવી રીતે વાત કરવી. અને અનુરાગ સર તેને કાંઈપણ કહે તો તે પોતે તેનાં જવાબ આપી શકશે ? બધા વિચારો કર્યા પછી અંજલિ ને આ બબાત પર હાલ અનુરાગ સર ને કશુંજ પૂછવાનું ઉચિત નાં લાગ્યું...છતા પણ અનુરાગ ગ્રુપ માંથી તેમના સ્ટાફ ની વ્યક્તિ આવે ત્યારે પુછી લેશે....તેમ મન મનાવ્યું.

રાત્રે...અંજલિ અને પ્રયાગ બન્ને તેમના નિત્યક્રમ પતાવીને બંગલો નાં ગાર્ડન નાં હિંચકે બેઠા...હતા.
પ્રયાગ ની આંખો માં વિદેશમાં જવાનાં સ્વપ્ના હતા ..ત્યાં ભણવાના અને ત્યાં ની રંગ બેરંગી દુનિયા જોવાના અરમાન હતા.
જ્યારે અંજલિ ને તેનો એક નો એક દિકરો...તેનાં થી દૂર જવાનો હતો તેની વેદના હતી.
અંજલિ એ હજુ સુધી પ્રયાગ ને અદિતી વિશે કશુંજ જણાવ્યું નહોતું. કદાચ અંજલિ ને હજુ જરૂર નહી જણાઈ હોય. થોડીકવાર પછીથી બન્ને માં દિકરો પોત પોતાના રૂમમાં ગયા.

બીજા દિવસે અનુરાગ ગ્રુપ માંથી તેમનો સ્ટાફ પ્રયાગ અને અદિતી નાં ડોક્યુમેન્ટસ લેવા આવ્યો..ત્યારે એક વખત અંજલિ ને થયું કે સાથે એક ચેક પણ મોકલી દઉ...જોઈએ અનુરાગ સર નો શું રીપ્લાય આવે છે..પણ ફરી થી વિચાર્યું તો તેને આમ કરવુ સહેજ ઉચિત નાં લાગ્યું. એટલે આવેલા સ્ટાફ ને ફક્ત પેપર્સ આપ્યા અને થોડાક દિવસ અનુરાગ સર નાં ફોન કે મેસેજ ની રાહ જોવાનું નક્કી કર્યું.

પ્રયાગ નું જવાનું હવે નક્કી જ હતું...એટલે તેણે પણ હવે શક્ય તેટલો સમય મિત્રો સાથે પસાર કરવાનું નક્કી કર્યું. અને વધુ માં વધુ સમય તે મિત્રો ની સાથેજ વિતાવતો હતો. પ્રયાગ ધણી વખત પોતાની સાથે જ વાતો કરતો હતો. આજે પોતાના ભવિષ્ય વિશે વાતો કરતો હતો.. પ્રયાગ.
સાંજે આસ્થા સાથે શોપિંગ માટે જવા તૈયાર થયો..પ્રયાગ. હવે નજીક ના ભવિષ્ય માં જ પોતે યુ.એસ. જવાનો હતો...એટલે આસ્થા ની સાથેજ શોપિંગ કરી અને ત્યાંથી જ સીધા મુવી...જોવા અને...પછી ડીનર કરવા જવાનું હતું.
સાંજ ના ચાર વાગ્યા... ત્યારે પ્રયાગ રેડી થઈને આસ્થા નાં ઘરે પહોંચી ગયો. આસ્થા ને તો આમ પણ પ્રયાગ ની જીવન સંગીની બનવું જ હતુ.. એટલે આસ્થા પોતે પણ હંમેશા પ્રયાગ ની સાથે મહતમ સમય વિતાવી શકાય અને પ્રયાગ ના મન ની નજીક પહોંચી શકાય તેનાં માટે પ્રયત્ન કરતી રહેતી હતી.
ઉજડો વાન....સ્લીવલેશ નેવી બ્લ્યુ કલર નું વન પીસ...ઊંચી એડી નાં ચપ્પલ...ખુલ્લા વાળ...અને ડેવી ડોફ નાં કુલ વોટર ની મઘ મઘતી ખુશ્બુ....અને સાથે આસ્થા નાં ગાલ પર નું તલ એની ખૂબસૂરતી માં ઓર નિખાર લાવતું હતુ.
આજે અનાયાસે જ પ્રયાગ પણ નેવી બ્લ્યુ કલર ની વી નેક ની ટી.શર્ટ અને લાઈટ બ્લ્યુ કલર નું જીન્સ પહેરી ને આવ્યો હતો.અને સાથે બ્લેક કલર નાં લોફર્સ...અને પગ માં સોક્સ નહોતા પહેર્યા. પ્રયાગ આજે પણ કાયમની જેમ જ એકદમ હેન્ડસમ લાગતો હતો.

પ્રયાગ અને આસ્થા મોલ માં તેની જરુરી વસ્તુ ઓ ની ખરીદી કરી રહ્યા હતા. દુનિયા ની સારા માં સારી બ્રાન્ડનાં કપડા ના સ્ટોર માં થી પ્રયાગ તેની પસંદગી મુજબની ખરીદી કરી રહ્યો હતો.

આસ્થા એ તો વિચાર્યું પણ નહોતું કે તેને આમ પ્રયાગ શોપિંગ માટે લઈને જશે,એટલે મન થી તે ખુબજ ખુશ હતી...અને સાથે સાથે પ્રયાગ તેનાં થી દૂર જવાનો છે...તેનાં વિચાર માત્ર થી તે...ડરી જતી હતી. મનોમન પોતે તો પ્રયાગ ને પોતાનું દિલ આપી ચૂકી હતી...પણ સામે પ્રયાગ નાં દિલ ને તે જીતી નહોતી શકી...અથવાતો પ્રયાગ નાં દિલ માં પોતાનાં માટે પ્રણય ના અંકુર નહોતા ખીલાવી શકી.

આસ્થા નાં ભાવ થોડી થોડી વારે બદલાતા હતા...જ્યારે પ્રયાગ નાં ચહેરા પર પણ...બન્ને જાત નાં ભાવ ઉદભવતા હતા. હર હંમેશ નિર્દોષ દેખાતો ચહેરો આજે ભાવ વિભોર હતો. પ્રયાગ નુ મન ખાલી ખાલી લાગતું હતું..બાળપણ થી જે મિત્રો સાથે રમી ને ભણી ને મોટો થયો હતો...તે, બાળપણ ની બધી વસ્તુઓ...એ ભીની ભીની યાદો જેમાં તેની મમ્મી અંજલિ સાથે નાં સ્મરણો ને યાદ કરતા જ પ્રયાગ થોડોક અસ્વસ્થ થઈ ગયો. પ્રયાગ જાણતો હતો કે આ બધુ હવે ખાલી યાદો બની ને રહી જવાનું છે. અમેરિકા ની ધરતી એ તેને બોલાવી લીધો હતો...
એક જુવાન જ્યોત વૃક્ષ ને નવી કુંપળો આવવા ની હતી...એટલે જુની યાદો રુપી પાંદડા હવે થોડાક દિવસોમાં પીળા પડી ને ખરી પડવાનાં હતા. પછી રહેશે ફક્ત તે સમૃદ્ધ દિવસો ની યાદો...મિત્રો સાથે લડતા ઝઘડતા ક્યારે મોટા થઈ ગયા તે પણ યાદ નહોતું...જેનો અહેસાસ આજે થઈ રહ્યો હતો. મન માં કશુ સુઝતું નહોતું પ્રયાગ ને...એટલે થોડુ ધણુ શોપિંગ કર્યું અને આંખોમાં વાદળ ઘેરાવા લાગ્યા.
પ્રયાગ... આસ્થા ની સામે જોઈને બોલ્યો...ચાલ આસ્થા..બોલતા બોલતા તો આંખોમાં રહેલું વાદળ છલકાઈ ગયું....અને નાની નાની બુંદો બની ને આંસુ પ્રયાગ નાં માખણ જેવા ગાલ પર થી સરરરરર કરતું વહી ગયુ.
આસ્થા તરતજ પ્રયાગ નાં મન ની હાલત સમજી ગઈ...આમ તો તે પોતે પણ ક્યારનીય બેચેન જ હતી...
પરંતુ...જે જતુ હોય તેની....અને જેનું કોઈ જતું હોય છે તેની...મનોસ્થિતિ અલગ અલગ હોય છે.

પ્રયાગ અને આસ્થા તરતજ ત્યાંથી ખરીદેલી વસ્તુ ઓ નું પેમેન્ટ કરી ને નીકળી ગયા.

આસ્થા એ જ કીધુ...પ્રયાગ હવે આપણે ક્યાંય નથી જવુ..ચાલ કોઈ જગ્યાએ કોફી પીએ..અને બેસીએ પછી મને મુકીજા.

પ્રયાગ ને પણ હવે ક્યાંય જવાની ઈચ્છા નહોતી ...એટલે તેને પણ એજ બરોબર લાગ્યું...એટલે મોલ માં જ આવેલા સી.સી.ડી. પર બન્ને ગયા અને....કેફેચીનો લઈને થોડીકવાર માટે બેઠા.

આસ્થા નું ધ્યાન પ્રયાગ ની આંખો મા જ હતું. કાયમ ખુશ ખુશાલ રહેતાં ચહેરા ની ગમગીની અને તેમાં થી ઉદભવતી વેદના ને આસ્થા ભલીભાતી જોઈ શકતી હતી. પ્રયાગ ની આંખો આજે બહુ બધુ કહેતી હતી...તેનું મન ક્યારનું રડી રહ્યું હતું...
અચાનક આસ્થા એ પ્રયાગ નો હાથ તેનાં હાથ માં લીધો..અને પોતાની બન્ને હાથો ની હથેળી ઓ ની વચ્ચે મુકીને ખુબ પ્રેમ અને વાત્સલ્ય થી....દબાવ્યો...કદાચ એક પ્રેમીકા ની જેમ જ...
આસ્થા એ થોડીકવાર માટે પ્રયાગ ના બન્ને હાથ ને આમજ તેનાં હાથ માં દબાવી રાખ્યા.
પ્રયાગ ને પણ આસ્થા એ જે રીતે પોતાનાં હાથ ને તેનાં હાથ ની હથેળી મા દબાવી રાખ્યા હતા..તેમાં હુંફ વર્તાઈ...એટલે પ્રયાગ પણ એમજ મૌન બેસી રહ્યો હતો.
પ્રયાગ કશુંજ બોલ્યો નહીં...આમજ ચૂપ હતો... એટલે આસ્થા એ તેનાં એક હાથ ની હથેળી ને પ્રયાગ ના એક હાથ ની હથેળી મા મુક્યો અને બીજો હાથ તેણે પ્રયાગ ના ખભા પર મુક્યો. બન્ને એકદમ શાંત હતા....મૌન ની કોઈ ભાષા હોય છે...બસ તેમાં જ બન્ને વ ની કોઈ વાત ચીત થઈ હશે.
આસ્થા એ તેનાં હાથ થી પ્રયાગ ની પીઠ ફર હાથ ફેરવ્યો....
પ્રયાગ ની કૉફી પૂરી થઈ ગઈ હતી...એટલે ઉભો થયો અને બીલ ચૂકવી દીધુ..
આસ્થા...ચાલ જઇશું ?? તારી કૉફી બાકી હોય તો સાથે લઈલે કાર માં પુરી કરજે. પણ આસ્થા એ પણ ફટાફટ તેની કૉફી પૂરી કરી...એટલે બન્ને કૉફી ના ગ્લાસ ને ડસ્ટબીન માં ડ્રોપ કરી ને ....ત્યાં થી નીકળી ગયા.

પ્રયાગ કાર ચલાવી રહ્યો હતો...આસ્થા નાં ઘર તરફ તેને ડ્રોપ કરવા અને ત્યાં થી સીધા ઘરે જવું હતું તેને....
ચમચમાતી રેડ મર્સિડીઝ નાં પૈડા જેટલી સ્પીડ માં ફરતા હતાં તેનાથી વધુ ઝડપ થી પ્રયાગ ના મન નાં વિચારો ફરતા જતા હતા.
અને જેટલી વખત સ્ટીયરીંગ નું વ્હીલ ફરતુ હતુ તેટલી જ વખત બાજુની સીટ પર બેઠેલી આસ્થા નું મન પણ ફરતુ હતુ. બન્ને માંથી કોઈપણ કશુજ બોલતુ નહોતું...અને કદાચ બોલી પણ નહોતું શકતુ...
તેમની કાર કયા રસ્તે જઈ રહી હતી તેનો પણ તેમને ખ્યાલ નહોતો.

માણસ નું અનકોન્સીયન્સ માઇન્ડ ઘણી વખત કામ કરતું હોય છે...બસ કશુંક એવુજ બન્યું હતું તેમની સાથે...તરતજ પ્રયાગ ને ખ્યાલ આવી ગયો કે તે ખુબ વિચારો માં મગ્ન હતો....એનું ધ્યાનભંગ થતા જ રસ્તા નો અને પોતે ક્યાં છે...તે ખ્યાલ આવી ગયો...
કુદરતી રીતે જ કાર આસ્થા નાં ઘર તરફ નાં રસ્તા પર જ જઈ રહી હતી. થોડીક વાર માં જ આસ્થા નું ઘર આવી ગયુ...કાર માંથી ઉતરતાં પહેલા જ આસ્થા એ ફરીથી તેના હાથ માં પ્રયાગ નો હાથ લીધો...અને પ્રેમ થી પંપાળી ને બોલી...પ્રયાગ શાંતિ થી અને સાચવીને ઘરે જજે...મમ્મીજી આવે એટલે સાથે જમી અને વહેલા સૂઈ જજે...
પ્રયાગ....હમમમમમ...બોલ્યો...અને બાય કહીને ત્યાંથી ઘર તરફ જવા રવાનાં થયો...!!
હજુયે પ્રયાગ નું મન એકદમ ભારે ભારે હતું....આસ્થા ને તેના ઘરે ડ્રોપ કર્યા પછી પ્રયાગ એકલો જ હતો કાર માં....તેનું મન કશે લાગતું નહોતું...કદાચ હાલ તેને વહાલી મમ્મી અંજલિ નાં ખોળા ની જરૂર જણાતી હતી.
તેના મન માં ચાલી રહેલી જબરજસ્ત ઉથલ પાથલ ને ખાળવા માટે એને કોઈ સહારા ની જરૂર હતી...ખુબ જ રડવું હતું કદાચ પ્રયાગ ને...!!
પ્રયાગ સીધો ઘરે ગયો...કાર ને પાર્કિંગ માં પાર્ક કરી અને પાછલી સીટ પર પડેલી શોપિંગ બેગો પણ એમજ કાર માં જ મુકી રાખી...
કાર ની ચાવી ને કી હોલ્ડર માં હેન્ગ કરી અને સીધા તેનાં રૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો.

સાવર લેતા લેતા પ્રયાગ ની આંખો માં થી આંસુઓ પણ સાથેજ વહી રહ્યા હતા. ક્યારનાય તેનાં મન માં એક ભાર વરતાઈ રહ્યો હતો ,જે આંસુઓ ના વહી જવાથી હળવુ બની રહ્યું હતું. પ્રયાગ સાવર લઈને સફેદ કુર્તા પાયજામા માં તૈયાર થઈ ને રૂમમાં આવી ને બેઠો.

સામેની દિવાલ પર લાગેલા તેનાં ફુલ સાઈઝના ફોટો ને એકી ટસે..મન ભરીને જોયા કરતો હતો...તેનાં રૂમમાં રહેલી દરેક નાની મોટી વસ્તુઓ ને વારા ફરતી મન ભરી ને જોયા કરતો હતો...દરેક વસ્તુ ની સાથે સાથે જોડાયેલી તેની સ્મૃતિઓ તેનાં ચહેરા ની સામે યાદો બની ને તેને ઘડી ઘડી વિહવળ કરી મુક્તી હતી. મન માં સતત ઉદાસી છવાઈ જતી હતી...બાળપણ ની તે દરેક યાદો નાં સથવારે વિતાવેલી પ્રત્યેક ક્ષણ આજે પ્રયાગ ને યાદ આવી રહી હતી. દરેક વસ્તુને સ્પર્શી ને પ્રયાગ વ્હાલ કરવા લાગ્યો...જાણે આજે જ આ ઘર અને આ રૂમ ને કાયમ ને માટે છોડીને તેને જવાનું હોય તેટલો ઉચ્ચાટ તેના મન માં થઈ રહ્યો હતો. એ મીઠી યાદો ને સાચવી ને પ્રયાગ તેની સાથે જ લઈને જવાનું વિચારતો હતો, પણ અમુક ઘટનાઓ તેને હસાવી જતી હતી...તો ઘણી યાદો થી પ્રયાગ બેચેન બની જતો હતો.

પ્રયાગ થી હવે રહેવાયું નહીં એટલે તરત જ તેનાં રૂમ ને છોડીને તે નીચે ડ્રોઈંગરૂમમાં ગોઠવેલા સોફા પર જઈને બેઠો અને ટી.વી. ઓન કરી ને ન્યુઝ જોવા લાગ્યો.

અંજલિ લગભગ દસેક મીનીટ માં જ આવી ગઈ. ફ્રેશ થઈ ને બેઠેલા પ્રયાગ ને જોતાં જ બોલી....
કેમ દિકરા ગયો નહીં કે શું ?? કે પછી શોપિંગ અધુરુ મુકી ને આવ્યો છું ?
પોતાના ચહેરા ને ટી.વી. તરફ રાખી ને જ જવાબ આપ્યો પ્રયાગે....
હા...મમ્મી..ગયો હતો...પણ થોડો મૂડ નહોતો આવ્યો એટલે થોડીક શોપિંગ કરીને પાછો આવ્યો...હવે ફરી થી જઈશ પછી.

આટલું બોલતા બોલતા તો પ્રયાગ તેની આંખોમાં રહેલી ગંગા જમુના ને રોકી નાં શક્યો...ક્યારનો તે આમ તો અંજલિ નાં ખોળા ને ઝંખતો હતો.
અરે .....અરે...શું થયું મારા દિકરા ને ?? કહેતાજ અંજલિ દોડતી પ્રયાગ ની બાજુમાં જઈને બેઠી અને તરતજ પ્રયાગ ને ગળે લગાવ્યો.
અને બન્ને માં દિકરા ની આંખો માં થી શ્રાવણ -ભાદરવો વરસવા લાગ્યા.
પ્રયાગ તેની ખુબ પ્રેમાળ માં ના ખોળામાં માથું મુકી ને સોફા પર સુઈ ગયો. અંજલિ એ પણ તેનાં વ્હાલસોયા ને તેનાં ખોળા માં સમાવી લીધો. જન્મયો ત્યાર થી પ્રયાગ તેની મમ્મી થી એક દિવસ પણ દૂર રહયો નહોતો. અને હવે ટુંક સમય માં જ માં દિકરા ની જોડી ...એક લાંબા સમય માટે અલગ પડવાની હતી.

અંજલિ ને એકદમ બધુ યાદ આવવા લાગ્યું..... પ્રયાગ જન્મ્યો ત્યારની પરિસ્થિતિ તેને એકદમ યાદ આવી ગઈ. અંજુ ને કેવા સંજોગોમાં અને કેવી શારીરિક સ્થિતી માં...દિકરા નો જન્મ થયો હતો...અને કેવીરીતે તેને ઉછેર્યો હતો...બધુંજ યાદ આવવા લાગ્યું અને તેની નજર સમક્ષ તરવા લાગ્યું.
અંજુ ને ઘર માં સાસુ અને સસરા બન્ને હતા....પણ ખાલી કહેવા પુરતા જ હતા. પરણી ને ઘરે આવી ત્યારથી તે આજ દિવસ સુધી અંજુ ને તેની સાસુ તરફથી કહેવા પુરતું પણ સુખ પ્રાપ્ત નહોતું થયું. દરેક નાનાં મા નાની વાત માં, અંજુ એ સ્વપ્ને પણ ના વિચારેલી હોય તેવી બાબતો માટે ઘર માં રોજે કંકાસ કરતા...અને અંજુ સાથે નહીં બોલવાનું. એકજ ઘર માં અને એકજ છત નીચે રહેતાં તેમ છતાંય તેનાં સાસુ તેમની અલગ રસોઈ બનાવી ને પાછા તેમના બેડરૂમમાં જઈ અને રૂમ ને અંદર થી જ બંધ કરી ને જમતા. ઘર માં રહી ત્યાં સુધી અંજુ ને તે ઘર માં સોફા ઉપર બેસવા નો પણ હક્ક નહોતો. અરે અંજુ ની સાસુ તેનાં પાણીયારે અંજુ પાણી ના માટલા ને સ્પર્શે તો પણ અંજુ નુ આવી જ બને. અંજુ ના પોતાના રૂમમાં પણ અંજુ કશુ જ ના કરી શકે...અરે અમુક રૂમમાં તો અંજુ એ તે ઘર છોડીને ગઈ તો પણ ત્યાં સુધી તેણે અંદર થી જોયા જ નહોતા. દરેક રૂમમાં તેની સાસુ લોક રાખતા અને ત્યાં અંજુ ને જવાનું પણ નહી. ના જાણે કંઈક કેટ કેટલી તકલીફો નો સામનો કરવો પડ્યો હતો અંજલિ ને.

ક્યારેય ઘર નું કે તેની સાસુ નું સુખ તો અંજલિ એ જોયુ જ નહોતું. પોતે એક સામાન્ય પરિવાર માંથી આવી હતી એટલા માટે તેના સાસુ તેની સાથે આવો વ્યવહાર કરતા હતા કે શુ ?? તેની સાસુ ના મગજ માં કઈ વાત થી તકલીફ હતી તે વાત અંજલિ ક્યારેય સમજી શકી ન્હોતી. એક માત્ર દુઃખ સિવાય અંજુ એ તેના ઘર માં કશું જ નહોતું ભોગવ્યું.
ઘર નાં આટલા ખરાબ વાતાવરણમાં અંજુ માટે તેની જોબ અને તેનાં કામ માં ધ્યાન આપવું તેજ સારા માં સારો વિકલ્પ હતો. પૈસા ની તો ક્યારેય કોઈ તકલીફ નહોતી ઘર માં...પણ વિશાલ તેનાં કામ પર જાય એટલે તરતજ અંજુ ની સાસુ નો કકળાટ શરૂ થઈ જતો. અંજુ પણ ખૂબ કંટાળી જતી આ રોજ રોજ નાં બીન જરૂરી ઘર નાં ક્લેશ અને કંકાસ થી...અંજલિ આટલું હેરાન થતી છતાં પણ ક્યારેય તેની સાસુને સામે જવાબ પણ આપતી ન્હોતી. અંજલિ એ ઘર માં ખોટા વિવાદો માં ના પડવુ પડે એટલે પોતાના કામ ને જ સર્વસ્વ બનાવી લીધું હતું.
અંજલિ ઘણીવાર ઓફીસમાં હોય ત્યારે પણ તેની સાસુ તેને ફોન કરતાં અને તેને નાની નાની વાતો માં ધમકાવી નાખતા....ત્યારે ઓફીસ નાં કોઈ ખુણામાં જઈ ને અંજુ રડી લેતી.
અનુરાગ ની કેબીનમાં જતા પહેલાં અંજલિ પોતાનો રડેલો ચહેરો છૂપાવી શકાય એટલા માટે ચહેરા ને પાણી થી ધોઈ ને જ જતી. અંજલિ લાખ છુપાવવા પ્રયત્ન કરતી....પરંતુ અનુરાગ હંમેશા અંજલિ ના મન માં ચાલી રહેલી સમસ્યા ને અને તેનાં રડેલા ચહેરા ને બન્ને ને ભલીભાતી ઓળખી જતો હતો. અનુરાગ ને ક્યારેય કોઈ ની પર્સનલ લાઈફમાં ઈનવોલ્વ થવાનું પસંદ ન્હોતુ , ખુબ લાંબા સમય પછી અનુરાગે અંજલિ ને બેસાડી અને સમજી....અને સમજાવી પણ.
આ ખરાબ સમય માં અનુરાગ હંમેશા અંજલિ ને જ શિખામણ આપતાં....
જો અંજુ....આ જીવનમાં દરેક ના ઘર માં નાની મોટી તકલીફો રહેતી જ હોય છે. કોઈ ની બહાર આવી જાય અને ઘણા લોકો પોતે સહનશીલ બની ને સહી પણ લેતા હોય...ક્યારેય ઘર ના વાતાવરણ ને ઉશ્કેરાટ ભર્યું નાં રાખતી. ક્યારેય કોઈને પણ કશું જ નાં બોલતી...કોઈની સામે પણ નહીં અને કોઈ ની પાછળ પણ નહીં. સમય જશે તેમ બધું જ સારું અને સરળ થઈ જશે...બસ ભગવાન માં શ્રધ્ધા રાખજે...અને તારા કામ માં મન પરોવેલુ રાખજે.
બસ હંમેશા અંજલિ ને તેની તકલીફ અને દુઃખ માં અનુરાગ સર જ તેનો સહારો હતા.
અનુરાગ ફક્ત અંજલિ ના હાવ ભાવ પરથી જ સમજી જતા...અને વાત વાત માં જ તે અંજલિ ને બધુ સમજાવતા...ક્યારેય તેમણે અંજુ ના ઘર ની બાબતમાં દખલ કરી નહોતી. અંજલિ જ્યારે કોઈ કામ લઈને અનુરાગ ની કેબીનમાં જતી ત્યારે ત્યારે અનુરાગ અંજલિ ના મન ને પારખી જતો અને અંજુ નો મુડ સારો રહે અને તેનાં જીવનમાં જે તકલીફ ચાલી રહી હતી, તેમાં થી અંજુ ને બહાર લાવવા શક્ય એટલું સારૂં સારૂં સમજાવી ને અંજલિ નું મન હળવું રાખવા માટે પ્રયત્ન કરતો.

આવા વાતાવરણ માં જ પ્રયાગ નો જન્મ થયો હતો. અને અંજલિ એ પ્રયાગ નાં જન્મ થી લઈને આજ દિવસ સુધી પ્રયાગ ને આ વાત નો અણસાર સુધ્ધા આવવા દીધો નહોતો.



******************** ( ક્રમશ:)*******************