Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર...પેજ - ૨૯

અંજલિ અને પ્રયાગ....એકબીજાને ગળે લાગી ને રડે છે. જ્યાં અંજલિ ને છેક પ્રયાગ નાં જન્મ થી લઈને આજ દિન સુધીની ઘટનાઓ યાદ બની ને તેની સામે આવે છે. અંજલિ ને તેની સાસુ દ્વારા અપાયેલા દુઃખ અને તકલીફો યાદ આવતાં જ મન થી દુઃખી થાય છે.

****** હવે આગળ- પેજ -૨૯ *********

વિશાલ ક્યારેય અંજુ ને કશુંજ બોલ્યો નહોતો...પરંતુ તે જાણતો હતો તેની મમ્મી ના સ્વભાવને તેમ છતાં પણ તે ક્યારેય તેની મમ્મી ને સમજાવી શક્યો નહોતો. વિશાલ નું તેની મમ્મી ની સામે કશુંજ ચાલતું નહોતું. આજે વર્ષો પછી આ વાત અંજુ નાં ગળે ડૂમો બાઝી ને અટકી ગઈ હતી.
પ્રયાગ તેની મમ્મી અંજલિ નાં ખોળા માં એક નાનાં બાળક ની જેમ રડી રહ્યો હતો. પ્રયાગ ને શું તકલીફ છે અને કેમ તે આજે આમ રડે છે તે અંજલિ ને ખ્યાલ આવી ગયો હતો..માં છે ને તેની....!!

અંજલિ એ રડી રહેલા પ્રયાગ ની પીઠ પર હાથ ફેરવ્યો...અને બોલી..બેટા મારા કરતા પણ તું વધારે હિંમતવાન છુ...અને જે ત્યાગ આપવા તું જઈ રહ્યો છું તે ,અને જે ત્યાગ તારી માં તારા માટે આપી રહી છે અને આપશે, તેનુ ધ્યાન રાખજે...દુનિયામાં તારું નામ થાય...અને મારા કરતા પણ મોટાં કાર્ય કરીને તું મહાન બનજે. કોઈ નાં માટે સારી કે ખોટી કોઈ પણ જાતની ભાવના બાંધી નાં લેતો. જે વ્યક્તિ જેવી છે...તેને તેવી જ સ્વીકારી લેજે....,અને જ્યારે મન થાય કે મમ્મી ને મળવું છે...ત્યારે કોઈને પણ નાં પૂછતો...અને સીધા જ ઘરે આવી જજે. માં અંબા તારી રક્ષા કરે...!!
અને ચાલ હવે ફ્રેસ થઈ જા..... પછી જમવા બેસીજા.કહીને અંજુ એ પ્રયાગ નાં માથે હાથ ફેરવ્યો.
પ્રયાગ ને અંજલિ નો ખોળો મળતા જ થોડુ સારુ લાગ્યું ..અને તેમાં પણ સાથે મમ્મી ની શીખામણ ના ચાર શબ્દો કાને પડ્યા..જેનાથી થોડો સ્વસ્થ થયો.
અંજલિ જાતે જ ઉભી થઈ અને પ્રયાગ માટે પાણી લાવી અને તેને પીવડાવ્યું.

એટલામાં જ વિશાલે ઘર માં પ્રવેશ કર્યો...સીધા પોતાના રૂમમાં જવા ટેવાયેલા વિશાલ નું ધ્યાન પ્રયાગ અને અંજલિ પર પડ્યું...બન્ને ને આમ રડેલા જોયા એટલે વિશાલ પણ સીધા તેનાં રૂમમાં જવા ને બદલે પ્રયાગ ની પાસે તેની બાજુમાં આવીને બેઠો.. અને પ્રયાગ ની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. કદાચ આ પહેલો જ પ્રસંગ હતો કે વિશાલ આમ પ્રયાગ ની પીઠ પર હાથ ફેરવતો હતો.
પ્રયાગ ને પણ સારૂં લાગ્યું....!!

થોડીકવાર માં બધાજ ફ્રેશ થઈ ગયા..અને જમવાનો તેમનો નિત્યક્રમ પતાવીને બેઠા. જમીને આજે ગાર્ડન નાં હિંચકે નહીં બેસતાં અંજલિ અને પ્રયાગ બન્ને પ્રયાગ નાં રૂમમાં જઇને બેઠાં.

જો બેટા...બહુજ ઓછા દિવસોમાં તારે જવું પડશે. એટલે તારે જે કંઈ તૈયારીઓ કરવાની હોય તે તુ કરી લેજે. તારુ ઈન્ટેક ચાલુ થવાનું હોય તેનાથી દસ પંદર દિવસ વહેલા તારે પહોંચી જવું જોઈએ. આ યુ.એસ. છે અને ત્યાંની પબ્લીક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલી સારી નથી.. એટલે ત્યાંના રોડ રસ્તા ને સમજવા પડશે..તથા ત્યાં ના માણસો ને પણ તારે ઓળખવા પડશે. ત્યાં તને ડ્રાઈવર નહી મળે બેટા..અને પાછુ લેફ્ટહેન્ડ ડ્રાઈવ કાર હોય છે...એટલે એ પણ સીખવુ પડશે.

જતા પહેલા તારા ફ્રેન્ડસ ને તારે પાર્ટી આપવાની હોય તો તે પણ જોઈ લેજે અને તારા બન્ને યુ.એસ. વાળા ફ્રેન્ડસ ને પણ જણાવી દેજે કે તુ પણ આવી રહ્યો છુ થોડાક દિવસોમાં જ...!

મમ્મી એડમીશન થયા પછીથી વિઝા આવશે ને ?
તો સમય તો લાગશે ને ?

હા...બેટા...આમ તો એવું જ હોયછે, પરંતુ અનુરાગ સર નું ઘર, ઓફીસ, બીઝનેસ બધુંજ ત્યાં શિકાગો માં સેટ છે...એટલે કદાચ ઝડપથી જ થઈ જશે..તેમ છતાં પણ હું એકવાર અનુરાગ સર ને કાલે પુછીને કહીશ.

જી..મમ્મી કહી ને પ્રયાગ અંજલિ ની સામે જોવા લાગ્યો.

શું થયું બેટા ?? શું વાત છે ??
અંજલિ ને પણ મન માં ઉચાપત થતી હતી.

બસ..ખાસ કંઈ નહીં...મમ્મી પણ આ બધુ આમ અચાનક જ છોડી ને જવાનું અને ખાસ તો તારા થી દૂર....!! અટકી ગયો પ્રયાગ...!!
મન માં અસહ્ય વેદના થતી હતી પ્રયાગ ને...અંજલિ થી દૂર જવામાં.

બેટા...આપણા બન્ને ની પીડા અને વેદના સરખી જ છે.. પણ આ સમય ને આપણે પસાર તો કરવોજ પડશે ...તેજ એનો સાચો અને સારો રસ્તો છે.
તુ યુ.એસ. જઈશ , ભણીને સારી રીતે સેટ થઈ જઈશ તો સૌથી વધુ ખુશી પણ તને અને મને જ થવાની છે, તે વાત પણ એટલીજ સાચી છે ને બેટા.અને એમ પણ બે વર્ષ તો ક્યાંય નીકળી જશે ને તેની ખબર પણ નહીં પડે બેટા.
વાત કરતા કરતા પ્રયાગ ની આંખો ઘેરાવા માંડી એટલે અંજુ એ તેને સુવા નું કહીને પોતે પણ તેનાં રૂમમાં ગઈ.


બીજા દિવસે પ્રયાગ ઘર માં જ રહેવાનું પસંદ કરે છે...હજુયે મનમાં કશું ખુટી રહ્યું હતું. ઘરમાં જ બનાવેલા હોમ થિયેટર માં જઈ ને મુવી જોવા બેઠો..તેની મન પસંદ રેકલાઈનર માં...હજુયે મઝા ન્હોતી આવતી...એટલે ઉભો થયો અને ઘર ની એક એક દિવાલ અને તેનાં બધાંજ ખુણે ખુણે પ્રયાગ સ્પર્શી ને તેને મહેસુસ કરવા લાગ્યો. તે પડદા થી માંડીને દરેક વસ્તુ જેના પર તેના હાથ ની છાપ હતી...તેની યાદો ને મનમા જ કંડારેલા તે દરેક પ્રસંગ ને યાદ કરતો રહ્યો.

ત્યાં ઓફીસમાં અંજલિ જ્યારે પહોંચી ત્યારે અનુરાગ ગ્રુપ માંથી તેમના સ્ટાફ માંથી કોઈ વ્યક્તિ અંજલિ ની સાઈન કરાવવા આવી ને બેઠા હતા.
તેમને જોઈને તરતજ અંજલિ એ તેની કેબીનમાં તેમને બોલાવી લીધા.
જી...મેડમ....અનુરાગ સરે પ્રયાગ સર ના ડોક્યુમેન્ટ પર આપની સાઈન કરવા મોકલ્યો છે...તો પ્લીઝ....

ઓ.કે ભાઈ...લાવો...કહીને અંજલિ એ સાઈન કરી આપી...અને સાથે અદિતી ના ડોક્યુમેન્ટ હતા એટલે તેમાં પણ તેણે આચાર્ય સાહેબ ની સાઈન કરાવી આપી. અંજુ ને ફી યાદ આવી...એટલે આવેલા ભાઈ ને પુછ્યુ...
ભાઈ જરા મને કોલેજ ની અને ફી ની ડીટેલ મંગાવીને મોકલી આપજો, જેથી હું ફી ભરાવી દઉ.
અંજલિ એ પુછી જ લીધું...જે તે તેને પૂછવું હતુ અને નહોતી પુછી શકતી..તે..વાત.

સોરી...મેડમ...કદાચ આપનું ધ્યાન નહીં પડ્યું હોય...પરંતુ ફી ની રીસીપ્ટ તો ફાઈલ માં જ છે...!!

અંજલિ આખી વાત સમજી ગઈ...જે પ્રશ્ન તેને કયારનો મુંઝવતો હતો...તેનો જવાબ અંતે મળી જ ગયો. એનું મન જે કહેતું હતું...તેમજ થયું હતું...આજે અનુરાગે તેની ફરજ અદા કરી હતી....ફરીથી એક વાર.

અંજલિ બોલી...હા..તમે બરાબર કીધુ ભાઈ...મારું ધ્યાન નહોતું.

અંજલિ ને થયું...કાશ એક વખત વાત કરી હોત.. તો..!

પણ...પણ...શું વાત કરતી અંજલિ ??? શું કહેતી અંજુ ?? અનુરાગ ને ...કે તમે કેમ...પ્રયાગ ની ફી ભરી ?? અથવા તમે પ્રયાગ ની ફી નાં ભરસો એમ...??
અને જો....તેવું તે બોલી પણ હોત તો...અનુરાગ શુ જવાબ આપતા ?
અને જો...સામે અનુરાગ કશુ પણ કહેતા કે પુછતા તો તે પોતે અનુરાગ ને શું જવાબ આપતી...???

મનમાં ને મનમાં અંજલિ પોતાની સાથે જ સવાલો અને જવાબો કરતી રહી..
અંજુ એ ફરી થી ફાઈલ ખોલી ને જોયું તો. .અનુરાગ ના હાથે જ શિકાગો નાં તેનાં ઘર ના એડ્રેસ ની સાથેજ...બીજી દરેક જરૂરી વસ્તુ ની ડીટેલ લખેલી હતી.
અંજલિ એ તે ફાઈલ ને સાચવી ને તેનાં ટેબલ પર મુકી...અને પ્રયાગ ને ફોન લગાવ્યો.
જયારે અંજુ એ ફોન કર્યો ત્યારે પ્રયાગ તેના ઘર નાં હોમ થિયેટર માં મુવી જોતો હતો...
તેની મમ્મી ના ફોન ને જોતાં જ પ્રયાગે વાત કરી...
અંજલિ એ પણ હિંમત રાખી અને તેના એડમીશન અને તેના યુ.એસ. જવા વિષે પ્રયાગ ને સમજાવી દીધુ.

અંજલિ એ આચાર્ય સાહેબ ને ફોન લગાવ્યો ...

યસ મેડમજી...થેન્ક યુ વેરી મચ...

અંજલિ ને તો કશુંજ ખ્યાલ નહોતો...એણે તો ખાલી અદિતી નાં યુ.એસ. માં રહેવા માટે કોઈ હેલ્પ ની જરૂર હોય તો જણાવશો..એટલું કહેવા જ ફોન કર્યો હતો.
આભાર સેના માટે ? આચાર્ય સાહેબ...!!

મેડમજી હું તો આપનો અને અનુરાગ સર બન્ને નો આભારી છુ...
અનુરાગ ઈન્ડસ્ટ્રીઝ નાં કંપની ગેસ્ટહાઉસમાં અદિતી નાં રહેવા માટેનો લેટર મને જે ફાઈલ આપી તેમાં સાથેજ છે...અને તેમની યુ.એસ. ઓફીસ થી હમણાં જ એક ઈ મેલ આવ્યો છે...જેમાં અદિતી ને ત્યાં ભણે ત્યાં સુધીના એકોમોડેશન ની વ્યવસ્થા કરી છે તેમ જણાવ્યું છે.

અંજલિ એ મનોમન અનુરાગ સર નો આભાર માન્યો...અને ભગવાનને પ્રાર્થના કરી કે...હે ભગવાન અનુરાગ સર ને...હર હંમેશા ખુશ અને સ્વસ્થ રાખજો.
અંજલિ જાણતી અને સમજતી હતી કે તેના સ્ટાફ ની અથવા તેમના સ્ટાફ ના પરિવાર ની જવાબદારી અનુરાગ સર ની નાં જ હોય...તેમ છતાંય અનુરાગ સર જે કરી રહ્યા છે...તેનાં માટે તે આજીવન અનુરાગ સર ની ૠણી રહેશે.
આચાર્ય સાહેબ તમે અનુરાગ સર ને એક આભાર નો મેલ કરી દેજો અને જ્યારે તમને રૂબરૂ મુલાકાત નો સમય આપે ત્યારે શક્ય હોય તો રૂબરૂમાં મળી ને તેમનો આભાર વ્યક્ત કરી લેજો.

જી..મેડમજી...હું હમણાં જ તેમને ઈ.મેલ તો કરીજ દઉ છુ...અને જ્યારે ટાઈમ આપશે ત્યારે રૂબરૂ મુલાકાત લેવા જઈ આવીશ. આટલા મોટા વ્યક્તિ મારા જેવા સામાન્ય માણસ ને આવી મદદ કરે તો...મારે જવુ જ જોઈએ.
હું આપનો અને અનુરાગ સર નો આજીવન ૠણી રહીશ.

આભાર ની મને જરુર નથી આચાર્ય સાહેબ...

થેન્કસ મેડમજી...
આમ તો મારે આપને પુછાય નહીં...પણ જો આપને વાંધો નાં હોય તો..પુછી શકું મેડમજી ? પ્રયાગસર..કયા દેશ માં....???
અટકી ગયા...આચાર્ય સાહેબ...

જી....આચાર્ય સાહેબ...પ્રયાગ પણ યુ.એસ જ જાયછે....અને અદિતી અને પ્રયાગ એક જ યુનિવર્સિટી માં જઈ રહ્યા છે. અને પ્રયાગ અનુરાગ સર નાં ઘરે રહેવાનો છે કદાચ.

ઓહહ...ધેટ્સ ગ્રેટ મેડમજી....હું તો સાવ જ નિશ્ચિંત છુ હવે...જો પ્રયાગ સર પણ ત્યાં જ છે..તો હવે મને મારી અદિતી ની બિલકુલ ફિકર નથી. હું સાચે જ જાણી ને બહુજ ખુશ છું કે...પ્રયાગ સર પણ...

જી..આપ બીલકુલ ચિંતા નાં કરતા...અને હા....અદિતી જાય એટલે આપણાં બેંગ્લોર પ્રોજેક્ટ ને ફાસ્ટટ્રેક પર લાવીદેજો.

જી મેડમજી....ચોક્કસ...કહી ને બન્ને ફોન મુકાઇ ગયા.

સાંજે એજ રૂટીન માં અંજુ, પ્રયાગ અને આજે વિશાલ પણ બેઠા હતાં...ત્યારે પ્રયાગ ના એડમીશન ની અને યુ.એસ ક્યારે જવાનું છે તેની જાણકારી અંજલિ એ આપી.
હંમેશા કઠોર દેખાતા વિશાલ ના ચહેરા પર પણ આજે પ્રયાગ તેમનાં થી દૂર જવાનો છે, તે જાણીને દુઃખ વરતાઈ રહ્યું હતું. પણ સાથે સાથે તે ભણીને તેનાં કેરીયર માં આગળ વધશે તેની ખુશી પણ હતી.

વિશાલ ને સમજવો બહુ અઘરો હતું, એના ચહેરા પર થી તેનાં મન નાં ભાવ ને જાણવાં કે સમજવા ખુબજ અઘરૂં હતું. કઈ વાત થી વિશાલ ખુશ છે અને કઈ વાત થી તે નારાજ છે..તે સમજી ના શકાય.
પ્રયાગ ઉભો થયો અને વિશાલ પાસે જઈને બેઠો.

પપ્પા....મારે તમને એક વાત કરવી છે..!!
પ્રયાગ ની આંખો ભરાઈ આવી બોલતાં બોલતાં. આજે પહેલીવાર તે આમ તેના પપ્પા ની સાથે તેમને કશુ કહેવા બેઠો હતો.

હમમમ...બોલ ને બેટા...કહીને વિશાલે પ્રયાગ ના ખભા પર હાથ મૂક્યો. વિશાલ ની આંખો ભરાઈ આવી...તેને પણ દુઃખ હતું ...પ્રયાગ ના જવાથી.
પપ્પા....મારી મમ્મી નું ધ્યાન.....!!!! આખુ વાક્ય પુરુ નાં કરી શક્યો પ્રયાગ..અને મન થી નક્કી કર્યું હતું કે...હવે યુ.એસ. જઈશ ત્યાં સુધી નહીં રડુ...તે પ્રયાગ તેની મમ્મી નું ધ્યાન રાખજો એમ બોલતા બોલતા જ રડી પડ્યો.
પણ...વિશાલ ની આંખો જે ભરાઈ આવી હતી. .તે નાં જ છલકાઈ.
ઘણી વખત ખુબ વાદળો ઘેરાયેલા હોય...અને છતાંય વરસાદ નાં વરસે...એવુ જ થયું. ગરજ્યો પણ વરસ્યો નહીં...અને કઠણ મન નાં વિશાલ ની આંખો માં ...થી પ્રયાગ માટેના પ્રેમ નો સાક્ષાતકાર થતા થતાં રહી ગયો.
પ્રયાગ પણ. .બસ આટલું જ બોલી ને અંજલિ પાસે જતો રહ્યો...અને તેનાં ખોળામાં માથું મૂકીને સુઈ ગયો.
અંજલિ તેના વહાલા પ્રયાગ ના માથે હાથ ફેરવવા લાગી.

પ્રયાગ ધીમેધીમે હળવો થવા લાગ્યો...અને ત્યાં જ સોફા પર અંજલિ નાં ખોળામાં માથું મૂકીને સુઈ ગયો.
વિશાલ તેનાં રૂમમાં ગયો...જ્યારે અંજલિ એમજ સોફા માં બેસી રહી....તેનાં લાડકવાયા ની ઉંઘમાં ખલેલ નાં પડે એટલે....!!

અંજલિ ને...આજે પ્રયાગ નાનો હતો ત્યારે તેનાં ખોળામાં સુવાળતી હતી..તે દિવસો યાદ આવવા લાગ્યા. આખી રાત...અંજલિ આમ જ બેઠી રહી...!!

---------
દિવસો વિતી ગયા...અને પ્રયાગ ના જવાની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી હતી. પ્રયાગ ની પોતાની તૈયારીઓ પણ ખુબ જોરમાં ચાલતી હતી. પ્રયાગ જવાનો હતો એટલે બંગલો હવે સાવ ખાલી ખાલી થઈ જવાનો છે, તે ઘર નાં નોકર ચાકર થી લઈને ડ્રાઈવર અને સીક્યોરિટી ગાર્ડ સુધ્ધા બધા જ જાણતા અને સમજતા હતા.
પ્રયાગ નું જવાનું નજીક હતું એટલે તે મિત્રો સાથે વધુ સમય રહેતો હતો. આસ્થા પણ હવે શક્ય હોય એટલુ પ્રયાગ થી નજીક રહી ને પ્રયાગ થી નજીક આવવા પ્રયત્ન કરતી હતી. આસ્થા ને મન માં હતું કે પોતાની લાગણી ને શબ્દો નો શણગાર સજાવીને પ્રયાગ નું મન જીતી લઉ...પછી પ્રયાગ જ્યારે યુ.એસ. જાય ત્યારે તેની સાથે વિતેલા સમય ની યાદો નાં સહારે...પ્રયાગ દુર હશે તે સમય ને પસાર કરી શકાય.
પરંતુ લાખ કોશિશ કર્યા પછી પણ...આસ્થા તેનાં મન ની વાત ને પ્રયાગ સમક્ષ રજુ નાં જ કરી શકી. કદાચ સમય અને સંજોગો એ તેને સાથ નાં આપ્યો. પરંતુ છેલ્લા થોડાક દિવસોમાં આસ્થા...ની અવરજવર પ્રયાગ નાં ઘરમાં રહેવા લાગી હતી...ત્યારે અંજલિ ની અનુભવી આંખો એ આસ્થા નાં મનમાં પોતાના દિકરા પ્રયાગ માટે ની લાગણીને અનુભવી હતી. પણ અંજલિ કશુંજ બોલી નહોતી. પણ એટલું કહેતી અંજલિ કે બેટા પ્રયાગ નાં હોય અંહિ અને છતા મન કરે તો મને મળવા પણ આવતી જતી રહેજે.

આસ્થા પણ તેવા સમયે જી આન્ટીજી...કહી ને નીચી નજરે જતી રહેતી.
પ્રયાગ નાં જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો...તેમ તેમ અંજલિ ખાસ પ્રયાગ સાથે વધુ માં વધુ સમય વિતાવી રહી હતી.

અંજલિ ને મનમાં ઉથલ પાથલ થતી હતી ..પ્રયાગ નાં ગયા પછી ઘર માં શુ કરશે ??? અને જીવન માં જ્યારે જયારે અંજલિ ને મન માં તકલીફ હોય ત્યારે સૌથી પહેલાં તેને અનુરાગ જ યાદ આવે.

બીજા દિવસે ઓફીસ માં લંચ બ્રેક દરમ્યાન અંજલિ એ અનુરાગ ને મેસેજ કર્યો...અને તરત જ અનુરાગ નો ફોન આવ્યો.

ગુડ આફ્ટર નુન..અંજુ..!!

સર....ગુડ આફ્ટર નુન..!! આપ મજા માં છો ને ??

ના....અંજુ...!! એકદમ સ્પષ્ટતા થી કહેવામાં અનુરાગ નો જવાબ નહોતો.
અંજલિ ને...જવાબ સાંભળીને ચિંતા થઈ..પુછ્યુ...કોઈ ચિંતા છે ?
કે કોઈ કારણ છે ??

હા...કારણ એછે કે ...તુ મઝા માં નથી..!!

ના...ના...મને શું ચિંતા ??
પ્રયાગ ને જ્યારે તમને સોંપી દીધો છે...તો મને શી વાત ની ચિંતા ??

અંજલિ ના જવાબ માં અનુરાગ પ્રત્યે નો તેનો વિશ્વાસ છલકતો હતો.

અંજુ...તને એ વાત ની ચિંતા નાં હોય એતો સમજુ છું.....પરંતુ પ્રયાગ નાં ગયા પછી તને ઘર માં ગમશે નહીં, એ પણ હું જાણું છું . અને તને દુઃખી, ચિંતા કરતી,કે નાં ખુશ જોઈ ને હું મઝા માં કેવી રીતે હોઈ શકુ ??

અંજુ...સાંભળ...પ્રયાગ નું રહેવાનું આપણાં ઘરે જ નક્કી કર્યું છે.

પ્રયાગ રહેશે ને ?? શ્લોક સાથે ...!!
મને એમ લાગે છે કે સાથે રહેશે તો સારૂં રહેશે...અંહિ આપણને પણ કોઈ જાત ની ચિંતા નહી રહે.

આજે જ શ્લોક સાથે વાત થઈ ગઈ છે, પ્રયાગ ને રિસિવ કરવા એરપોર્ટ પર તે પોતે જ જવાનો છે. થોડાક દિવસોમાં પ્રયાગ ને લાઇસન્સ મળે એટલે કાર આપી દેશે...જેથી પ્રયાગ ને ક્યાંય જવું હોય તો તે જાતે જઈ શકે.
અને, અદિતી ને લેવા માટે એરપોર્ટ પર બીજી કાર લઈને ડ્રાઈવર જશે...બીજુ, અદિતી નું રહેવાનું કંપની નાં ગેસ્ટહાઉસમાં રાખ્યું છે..તથા તેની જમવાની વ્યવસ્થા પણ કરેલી છે.તથા ત્યાં તેને કોઈપણ જાતની તકલીફ નાં પડે તે શ્લોક પોતે જોતો રહેશે.

અનુરાગ સર ની વાત સાંભળી ને અંજલિ શાંત થઈ ગઈ... અનુરાગ જે કંઈ કરી રહ્યા હતા, સ્પેશ્યલ અદિતી માટે પણ....તે અંજલિ એ વિચાર્યું પણ નહોતું.

"શ્લોક " એટલે અનુરાગ સર નોં એક નો એક દિકરો....!!
શ્લોક પણ પ્રયાગ ની જેમજ તેની ઉમ્મર નો હતો ત્યારે જ ભણવા માટે લંડન જતો રહ્યો હતો. અને તેનું માસ્ટર્સ પુરુ કરી અને અનુરાગ સર ની સાથેજ તેમને જોઈન કર્યા હતા...અને બીઝનેસ સીખી ને અનુરાગ ઈન્ડસ્ટ્રીઝ નાં અમુક બીઝનેશ સંભાળતો હતો.

થોડોક સમય ઈન્ડીયા માં રહ્યા પછી...શ્લોક તેની જુની સ્કુલ ફ્રેન્ડ "સ્વરા" કે જેઓ એકબીજાને ચાહતા હતાં....તેમણે મેરેજ કર્યા અને પછી અનુરાગ ગ્રુપ ના યુ.એસ. નાં બીઝનેસ ને સંભાળવા શિકાગો આવ્યા.
અનુરાગ ગ્રુપ નો ઓવરસીઝ બીઝનેસ દિવસે દિવસે વધી રહ્યો હતો..અને ભવિષ્ય ને ધ્યાન માં રાખીને અનુરાગ સર નું વિઝન હતું કે તેમનો બીઝનેસ પુરી દુનિયા માં હોવો જોઈએ...જેથી તેમણે જ શ્લોક અને સ્વરા ને ....યુ.એસ. રહેવા મોકલ્યા હતા.

અંજલિ ને તો કશુંજ સમજાતું જ નહોતું...કે કુદરત ની આ કઈ લીલા છે ?? એણે તો ક્યારેય આવુ વિચાર્યું પણ નહોતું કે.. તેનો પ્રયાગ આમ મોટો થઈ ને અનુરાગ સર ની છત્રછાયા માં અને તેમના દિકરા શ્લોક ની સાથે રહી ને તેનાં જીવન નાં ઘડતર નો પાયો નાંખશે.

સર...શ્લોક ને તો કોઈ વાંધો નથી ને ?? અને સ્વરા ને પણ બધો ખ્યાલ તો છે ને ??
અંજુ નાં અવાજ માં ગંભીર શાંતિ હતી....તેનાં મન માં આનંદ હતો..પરંતુ વ્યક્ત નહોતો થતો...અને આમતો અંજુ પોતે પણ આવુ જ ઈચ્છતી હતી, કે જો પ્રયાગ યુ .એસ. જતો હોય તો તે અનુરાગ સર નાં દિકરા શ્લોક સાથે જ રહે...પરંતુ પોતાના મન માં રહેલી ઈચ્છા ને ક્યારેય વાચા નહોતી આપી શકી.
પરંતુ કુદરતી રીતે જ અંજુ નાં મન માં જે કંઈ ચાલી રહ્યું હોય તેને...અનુરાગ સર જાણી જતા હતા...અથવા એકબીજાને અંજલિ અને અનુરાગ બન્ને સમજતા હતા.

અંજલિ નો સવાલ અનુરાગ નાં જવાબ ની રાહ જોતો હતો...!!

****** ( ક્રમશ:)*********