આંખ હોવા છતાં અંધળો છે. Meet Suvagiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંખ હોવા છતાં અંધળો છે.

સ્વર્ગ ની સભા માં જ્યારે દુર્વાસા મુનિ સામવેદ
નું મંત્ર નુ ગાન કરતાં હોય છે. ત્યારે એક મુની સાથે ઝઘડીપડે છે. અને મંત્ર માં ભૂલ પડે છે. આથી દેવી સરસ્વતી ને હસવું અવ્યું. દુર્વાસા આ
જોઈને ક્રોધિત થાય છે. અને ભાન ભૂલેલા તે સરસ્વતી ને મૃત્યુ લોક (પૃથ્વી લોક) માં અવતરવા નો શ્રાપ આપે છે. દુર્વાસા ના ક્રોધ ને જોઈને અન્ય રૂષી તો શાંત રહ્યા પણ બ્રહ્મ એ ઠપકો આપે છે.


હવે તે શ્રપિત થયેલી સરસ્વતી ને જોઈને મંગળકારી નગારા ના સ્વર સાથે બ્રહ્મ એ ક્હ્યું "હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી,જેના જેના પર તમે ચાલ્યા છો.
એ પાછળ થી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ધોડા દ્વારા ઉડાડેલી રજ ચંચળ આંખોવાળા ની દ્રષ્ટિ ને મલિન (મેલી) કરી નાખે છે. આંખ કેટલું દુર જોઈ શકે છે? સુધ્ધ બુધ્ધિ વડે જ શુધ્ધ બુધ્ધી વાળા ઓ બધા ખોટા કે સાચા વિષયો ને જુએ છે. આ પ્રકૃતિ નો વિરોધ કર નારી, પાણી અને આગ ની જેમ, ધર્મ અને ક્રોધ ની એકસાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. પ્રકાશ ને છોડી ને અંધકાર માં ડૂબી રહ્યા છો? ખરેખર ક્ષમા બધી તપસ્યા નું મૂળ છે. બીજા ના દોષ ને જોતી તમારી ક્રોધી બુધિ તમારા દોષ ને જોતી નથી.
ક્યાં મહાન તપ ના ભાર ને વહન કરવા ની શક્તિ ને ક્યાં અન્ય મા દોષ જોવા ની વૃત્તિ? અતિશય રોષે ભરાયેલો માણસ આંખ હોવા છતાં અંધળો છે.

કોપ થી મલિન (મેલી) થયેલી બુધ્ધિ જ કરવાયોગય અથવા ન કરવા યોગ્ય કાર્ય નો વિચાર કરતી નથી.

ગુસ્સે થયેલા ની વિધ્યા પહેલા નાશ પામે છે.
પછી ભમર માં ફરક પડે છે.
શરૂઆત માં આશક્તિ આવે છે.
પછી તે ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે.
ત્યાર પછી આંખ લાલાશ પામે છે.

પહેલા તપ ગળે છે પછી પરસેવો વહે છે.


લોકો ના વિનાશ માટે તમારા વાળ અને વાળકલ વસ્ત્રો ઝેર ના ઝાડ જેવા થઈ ગયા છે. નટ ની જેમ તમે વ્યર્થ શાંતિ વિહોણા મન થી તપસ્વી ના વેશ ને વહન કરો છો. તમારા મા હું શાનપણ નો જરા પણ અંશ નથી જોતો.


આ રીતે બ્રહ્મ ઠપકો આપે છે.

આમ અપાને કોઈ કારણ વશ ગુસ્સે ન થવું જોઈએ
ક્રોધ ને કારણે માણસ મતી ખોઇ બેસે છે. એટએ
તે આંખ હોવા છતાં આંધળો છે.

ક્રોધ એ માનવી નો મોટા માં મોટો શત્રુ છે.
ક્રોધ આપણી વિદ્યા નાશ કરે છે.

ગાંધીજી પોતાના જીવન માં હમેશાં હસતાં રહ્યા
ક્યારેય તમે સાંભળેલું કે ગાંધીજી એ અંગ્રેજ પાર લાઠી થી પ્રહાર કર્યો. તે હમેશાં હસતાં રહેતા.

ક્રોધ થી કોઈ સમસ્યા નો ઉકેલ થતો નથી.
સમસ્યા નો ઉકેલ શાંતિ થી લાવી શકાય છે.

ક્રોધ એ પાપ નું કારણ છે.

ક્રોધ કરનાર વ્યક્તિ" ચક્ષુ સમાન અંધ એવ" (સંસ્કૃત વાક્ય ) "છે. એટલે કે આંખ હોવા છતાં અંધળો છે.
હવે આપ સમજી જ ગયા હશો કે ક્રોધ કરવો સારો નથી. દુર્વાસા એ સરસ્વતી ને
આપેલો આ શ્રાપસૌથી ભયંકર પાંચ શ્રાપ માનો એક છે.
આપનો આભાર આ બૂક વાંચવા માટે.
Thanks for reading the book


આ બૂક કવિ બાણ ભટ્ટ ના પુસ્તક હર્ષ ચારીતમ
ના પહેલા ઉછવાસ માંથી લેવામાં આવેલ છે.

અમને આશા છે કે આપને આ બૂક ખૂબ જ ગમી હસે. જો આવીજ બુક્સ વાંચવા માંગતા હોય તો અમને ફોલો કરો.
ચક્ષુ સમાન અંધ એવ
આંખ હોવા છતાં અંધળો