સંગ રહે સાજનનો -17 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગ રહે સાજનનો -17

પ્રેમલતા તરત જ ફોન કરે છે નિર્વાણ ને અને કહે છે મારે હાલ જ તને મળવુ છે પણ તુ એકલો આવ મારા રૂમમાં.

થોડી વારમાં જ નિર્વાણ રૂમમાં આવે છે. પ્રેમલતા પહેલા રૂમ બંધ કરે છે અને કહે છે , તુ મને બધી સચ્ચાઈ કહે આ બધુ શુ કરી રહ્યો છે તુ?? તને આ બધી રમત લાગે છે ?? આ માટે તને તારા પપ્પાને કંઈ પણ પુછવુ જરૂરી ના લાગ્યું ?? તારા પપ્પા એ કેટલી મહેનત કરીને બિઝનેસ ને આ લેવલ સુધી પહોચાડ્યો છે.

નિર્વાણ : શુ શેની વાત કરી રહી છે મમ્મી તુ ??  મને કંઈ સમજાતુ નથી.

પ્રેમા : વાહ બેટા હવે તુ તારી મમ્મી થી પણ ખોટુ બોલવા લાગ્યો. મા તો દીકરાના હાવભાવ અને આખો પરથી જ તે સાચુ કહે છે કે ખોટું જાણી જાય છે.

છતાં પણ તને ના સમજાય તો કહુ કે તારો આ લંડનના બિઝનેસ નુ શું છે ??

નિર્વાણ ને જાણે પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય એવુ લાગી રહ્યુ છે.આજે તેનુ બધુ જુઠ સામે આવી ગયુ છે એટલે તે કહે છે, મમ્મી એ તો....હુ મારા પોતાના દમ પર બિઝનેસ કરવા ઈચ્છતો હતો એટલે મે એ ઓફર સ્વીકારી . અને પપ્પાને કહેત તો એ મને કહેત એવુ અલગથી બિઝનેસ કરવાની શુ જરૂર છે ??

આ બધુ આપણુ જ છે ને ?? વાસ્તવમાં એ બધુ કંઈ મારૂ નથી.

પ્રેમા :  તો બધુ કોનુ છે. આ તારા શબ્દો નથી કોઈએ તારા મગજમાં ઝેર ભર્યું છે. એટલે તુ એમ બતાવવા ઈચ્છતો હતો કે હુ મારા પપ્પા કરતાં પણ આગળ વધી શકુ છું . અને કર્યો તો પણ આપણા બિઝનેસ ના સૌથી હરીફ કે જે આપણને હંમેશા બરબાદ કરવાની કોશિશ કરે છે તે ધનરાજ નાયક સાથે ??

નિર્વાણ : પણ મે આ માટે કદાચ બધા જ ટોપ બિઝનેસ મેન સાથે વાત કરી જોઈ પણ કોઈ જ પપ્પાની જાણ વિના મને આ માટે પૈસાની મદદ કરવા તૈયાર નહોતું. મને લાગ્યું કે હુ જે પણ કંઈ છું પપ્પાને કારણે જ છું મારી પોતાની તો કોઈ ઓળખ કે કિંમત જ નથી . એટલે મે મારો સ્વતંત્ર રીતે બિઝનેસ કરી બતાવવાના ઈરાદા ને મજબુત કર્યો.

એમાં ધનરાજ નાયકે મને પૈસા આપી આ ધંધા માટે સપોર્ટ કર્યો. અને મે બિઝનેસ શરૂ કરી દીધો.

પ્રેમલતા :  એટલે ધનરાજ ને તો નિવેશશેઠને પછાડવાનો આવો મોકો મળે તો એ થોડો જવા દે અને એ પણ સામે ચાલીને. તો બિઝનેસ તો સારો એવો સેટ થઈ ગયો હશે ને હવે છ મહિના ઉપર થયું તો ??

નિર્વાણ : હા એતો થઈ જ જાય ને !!

પ્રેમલતા : હવે તો તારી પોતાની ઓળખ થઈ ગઈને ?? તો હજુ તને કેમ તારા પપ્પા ના પૈસાની જ જરૂર પડે છે ???

નિર્વાણ આ વાતનો જવાબ આપે એ પહેલાં જ નંદિની ત્યાં આવીને દરવાજો ખખડાવે છે અને કહે નિર્વાણ ચાલ જલ્દી આપણે પેલા ફંક્શનમાં જવાનું મોડું થાય છે એમ કહીને જાણે કંઈ પણ પુછ્યા કે કહ્યા વિના નિર્વાણ ને ત્યાંથી લઈ જાય છે....

              *         *          *           *          *

વિરાટ અને આયુષી નો બીજા આલ્બમનુ શુટિંગ શરુ થઈ ગયું છે... પહેલા આલ્બમમાં તો આયુષી બધા જ પોઝ અને શોટ ફટાફટ કરી શીખી જતી હતી.

આ આલ્બમમા શરૂઆત ના થોડા દિવસ પછી હવે ખબર નહી અમુક સીન કરતાં તે બહુ સમય લઈ લે છે.ખાસ કરીને જ્યારે અમુક ઈન્ટીમ સીન હોય વિરાટ સાથે તે સરખા કરી શકતી નથી કે કરતી નથી કંઈ સમજાતુ નથી.

એટલે વારંવાર એકના એક શોટ ફરી ફરી રિપીટ કરવાના થાય છે. એટલે શુટિંગ નુ પણ રોજ પહેલાં કરતા પુરૂ કરવામાં મોડુ થાય છે.

અને જ્યાં સુધી સરખુ થાય નહી ત્યાં ડાયરેક્ટરે કટ કટ કહેતા રહેવું જ પડે છે.

સંયમ તો અકળાઈ જાય છે એકવાર પણ વિરાટના કારણે તેનો ગુસ્સો કન્ટ્રોલ કરે છે. તે ધીમેથી કહે છે, વિશાખાભાભી હતા તો કેટલુ સારું હતું.

મને આ તો બધા આ આયુષી ના નખરાં જ લાગે છે. ખબર નહી આના ઈરાદા મને તો પહેલાં દિવસ થી જ સારા નથી લાગતા. બીજા સીન તો તરત થઈ ગયા આમાં જ કેમ નથી આટલી વાર લાગે છે ?? જો ને કેટલી વિરાટની પાસે જઈને ઉભી રહે છે.

તે વિચારે છે મારે વિરાટ ને આ વાત કરવી જ પડશે.

આ બાજુ વિશાખા ને છઠો મહિનો બેસી ગયો છે. બે જણા રહેતા હોવાથી વિરાટ વિના તે કંટાળી જાય છે. તે આખો દિવસ તેની રાહ જોતી રહે છે.

પહેલાં તો એ બંને શુટિંગ કરતાં તો પણ સાત વાગે મોડામા મોડા ઘરે આવી જતાં.

આજે તો નવ વાગી ગયા છે પણ વિરાટ આવ્યો નથી. તે રાહ જોઈ જોઈને જમ્યા વિના જ સુઈ જાય છે.

વિરાટ આવીને દરવાજો ખખડાવે છે ત્યારે તો વિશાખા ખોલે છે કે તો જુએ છે કે વિશાખા તો બેઠી બેઠી ત્યાં સુઈ ગયેલી હતી. તે તેને પુછે છે તો તેને જમ્યુ પણ નહોતું.

વિરાટ : બકા તે જમ્યુ પણ નથી ?? આવી સ્થિતિ મા તુ ભુખી રહે તો સારૂ નહી.

વિશાખા : લગ્ન પછી એક પણ દિવસ હુ એટલીસ્ટ ડીનર તો હુ તમારા વિના જમી નથી . આખો દિવસ તો હુ એકલી ઘરે પણ કંટાળી જાઉ છુ. હુ આપણા પેલા ઘરે પણ નથી જઈ શકતી. તમે થોડા વહેલા ન આવી શકો ??

વિરાટ : બકા મને તો એમ થાય છે કે હુ ફટાફટ તારી પાસે ઘરે આવી જાઉ પણ આયુષી ને હમણાંથી અમુક શોટમા બહુ વાર લાગે છે કદાચ તેને અમુક સીનમાં પહેલી વાર કરતી હોવાથી સંકોચ થતો હોય ?? પણ હુ હવે ચોક્કસ વહેલા આવવાનો પ્રયત્ન કરીશ.

વિશાખા : હા બકા હુ પણ સમજુ છું. સોરી બકા...મારે તમને તમારા કામમાં ડિસ્ટર્બ ના કરવા જોઈએ.

વિરાટ : ના સોરી તો મારે તને કહેવુ જોઈએ આવા સમયમાં મારે જ તને વધુમાં વધુ સમય આપવો જોઈએ .અને તારી કેર કરવી જોઈએ. પણ હવે એવુ નહી થાય હુ તને બને એટલો વધુ સમય આપીશ.

પછી વિરાટ પોતે જમવાનું પીરસીને પોતાના હાથોથી વિશાખા ને પ્રેમથી જમાડે છે. અને પછી તેને શાતિથી બેસાડીને પોતે બધુ સરખુ કરી દે છે.અને બંને થોડી વારમાં સુવા જાય છે. વિશાખા ઘણા દિવસો પછી વિરાટ તેને આટલો સરસ સમય આપી રહ્યો છે એટલે તે માનસિક રીતે એકદમ હળવી થઈ જાય છે.

વિરાટ વિશાખા ને તેના ખોળામાં માથુ રાખીને સુવાડે છે અને એક હુફભર્યુ ચુબન કરે છે.અને કહે છે , વિશુ હુ બહુ નસીબદાર છું કે મને મારી જીવનસાથી તરીકે તુ મળી. તુ મને બીજા સાથે આવી રીતે પરવાનગી પણ આપી શકે છે બીજું કદાચ કોઈ હોત તારી જગ્યાએ તો તે વિશ્વાસ પણ ના કરે.

વિશાખા : વિશ્વાસ પર તો સંબંધો ટકે છે મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે મારો વિશ્વાસ ક્યારેય નહી તોડો...

બંને વાતો કરતાં કરતાં એકબીજાને આલિંગનમા લઈને એમાં પણ વિશાખા એક હળવાશ સાથે વિરાટના એ પ્રેમ ભરેલા હાથોમાં માથું રાખીને નિશ્ચિંત બનીને સુઈ જાય છે...

શું વિરાટ વિશાખા નો વિશ્વાસ જાળવી શકશે ?? પ્રેમલતા નિર્વાણ ને સાચી દિશામાં લાવી શકશે ?? આયુષી ખરેખર વિરાટ ને મેળવવા આવી હશે કે બીજું કોઈ કારણ હશે ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજનનો  - 18

next part..........publish soon...............................