સંગ રહે સાજન નો -16 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગ રહે સાજન નો -16

આખરે વિરાટ આયુષીને તેના આલ્બમમાં હીરોઇન તરીકે રોલ માટે હા પાડી દે છે..આયુષી તો બહુ ખુશ થઈ જાય છે.જાણે તેના ચહેરા પર કંઈક બહુ મોટું હાસિલ કરી દીધું હોય એવી ખુશી વર્તાઈ રહી છે...

સમય (મનમાં ): મારા દોસ્ત કોણ જાણે મને હજુ પણ લાગી રહ્યું છે કે આયુષીને લઈને તુ તારા જીવનની બહુ મોટી ભુલ કરી રહ્યો છે.

વિરાટ તો કહી દે છે બે દિવસ પછી શુટિંગ ચાલુ કરવાનુ છે એટલે તમને ફોન કરીને બોલાવીશુ. અને આયુષી ત્યાથી જતી રહે છે....

                *         *         *         *         *

બે દિવસ પછી,

આજે વિરાટના નવા આલ્બમનુ શુટિંગ શરુ થવાનું છે. પણ આજે એ પહેલી વાર બીજી કોઈ છોકરી સાથે શુટિંગ કરવાનો છે એટલે થોડો ચિતામાં છે.આમ તો છોકરાઓ ને મોટે ભાગે કોઈ નવી વ્યક્તિ સાથે શુટિંગ ઉપરાંત અમુક ઈન્ટીમ સીન કરવાના હોય તો ખુશ હોય પણ વિરાટ એ સંસ્કારી અને એકદમ અલગ માટીનો છે.તેના મનમાં આવી રીતે વિશાખા સિવાય બીજા કોઈ સાથે કામ કરવાનું દુઃખ છે.

આજે તો વિશાખા પણ ત્યાં આવી છે. તે સહજ ભાવે આયુષી ને મળે છે. વિરાટ તેને વિશાખા તેની પત્ની છે એવી ઓળખ આપે છે. આયુષી પણ આજે તો બહુ ખુશ છે અને તે વિશાખા સાથે બહુ સારી વાત કરે છે. અને પહેલી જ મુલાકાતમા તો તેની સાથે એકદમ ભળી જાય છે અને તેને દીદી દીદી કરીને તેની સાથે વાતો કરતી રહે છે.

પહેલો દિવસે તો આયુષી માટે થોડું બધુ સેટ થાય માટે થોડુ જ શુટિંગ કરે છે.તે બધુ ફટાફટ શીખી જાય છે.

બસ ધીરે ધીરે આયુષી હવે સેટ થઈ જાય છે. ઉપરાંત તે વિશાખા ને પણ ફોન કરીને તેની સાથે દીદી દીદી કરીને વાતો કરતી રહેતી. વિશાખા ને પણ એવુ હવે લાગતુ હતુ કે આયુષી સારી છોકરી છે એટલે વિરાટ ને પણ વાધો નહી આવે એટલે એ થોડી ચિંતા મુક્ત થઈ ગઈ હતી.

એમ એમ કરતાં તેમનો આલ્બમ પણ તૈયાર થઈ જાય છે.અને તે બહાર પણ પડી જાય છે. લોકો નવી હીરોઈન તરીકે વિશાખાની જગ્યાએ આયુષી ને એટલો આવકાર નથી આપતા. પણ એટલો ફ્લોપ પણ નથી ગયો. મતલબ તેમના ઈન્વેસ્ટમેન્ટ કરતાં વધારે કમાયા તો છે પણ આગળના આલ્બમો જેટલો અઢળક નફો નહી.

વિરાટ અને વિશાખા વિચારે છે કે દર્શકોને થોડું નવુ સ્વીકારતા વાર લાગે છે પણ બીજા આલ્બમમા બહુ વાર નહી લાગે. એમ વિચારીને થોડા દિવસો પછી બીજો આલ્બમ શરૂ કરવાનુ નક્કી કરે છે...

                *        *        *        *        *

નિવેશશેઠને બધી વધારે તપાસ કરતાં ખબર પડે છે કે નિર્વાણ ની નવી કંપનીનો બધો બિઝનેસ નંદીની નો ભાઈ ચલાવી રહ્યો છે. તેને બે ભાઈ છે એમા એક તો અહી છે તે બહુ વ્યવસ્થિત અને સેટલ છે.તેને નિવેશશેઠ સાથે પણ સારા સંબંધો છે.તે નંદિનીની મમ્મી જેવો સરળ અને વ્યવ્હારિક છે.અને તેની પત્ની પણ એવી જ છે.

જ્યારે નંદિની તેના પપ્પા જેવી અભિમાની, ઉદ્ધત  છે.અને આ જે લંડનનો બિઝનેસ કરી રહ્યો છે તે તેનો નાનો ભાઈ આદર્શ છે. તે નંદિની જેવો જ છે.અને બીજી રીતે કહીને તે અમીર બાપની બગડેલો નબીરો કહી શકાય. ફક્ત તેનુ નામ જ આદર્શ છે બાકી તેનુ એક પણ કામ તેના નામ સાથે મેચ નથી થતું.

હજુ સુધી તો અહીં તે બસ તેના પપ્પાના પૈસે લહેર કરતો હતો અને અચાનક તે બિઝનેસ સંભાળવા લાગ્યો એટલે તેને નવાઈ લાગે છે અને પૈસા નુ નુકસાન ફકત અને ફક્ત નિવેશશેઠને થઈ રહ્યુ છે.

તે ઘરે આવીને પ્રેમાને બધી જ વાત કરે છે. અને તેને કહે છે નંદિનીનો ભાઈ છે તે સાથે ધંધો કરે એમાં મને કંઈ વાધો નથી પણ તેને તો આપણે જાણીએ જ છીએ કે તે ક્યાય સેટ થઈને રહે તેવો તેનો સ્વભાવ નથી.

પ્રેમા : બની શકે કે તે હવે સુધરી ગયો ??

નિવેશ : તને લાગે છે કે કોઈ માણસ અચાનક આમ સુધરી જાય ?? અને મને મારા આટલા વર્ષોના બિઝનેસ નો અનુભવ પરથી એટલી તો ખબર છે કે છ મહિનાના સફળ બિઝનેસ પછી એટલે કે જ્યારે બધુ સેટ અપ હોય તો હવે બહારથી પૈસાની જરૂર ન પડે.એ આપણા નફામાથી જ બધુ ચાલ્યા કરે.

અને કદાચ જરૂર હોય તો થોડા ઘણા આતો લાખોમાં રૂપિયા દર એક બે દિવસે ટ્રાન્સફર થાય છે. આમ જ રહેશે તો આપણો આ અહીનો બિઝનેસ કરોડોના દેવામાં ડુબી જશે...

અને તમને તો ખબર જ છે કે મે મારી આખી જિંદગીની બધી જ કમાણી ફક્ત મારા બિઝનેસમા ખર્ચી નાખી છે.

મે આપણા બે દીકરાઓ વિરાટ અને ઈશાનને પણ કંઈ આપ્યું નથી કારણ કે તે બંને તેમના શોખ અને આવડત મુજબ પોતાની મહેનતથી આપમેળે આગળ વધ્યા છે.અને આ રીતે હવે નિર્વાણ મારી આખી જિંદગીની મહેનત અને પ્રતિષ્ઠાને ધુળધાણી કરે તો કેમ ચાલે ??

પ્રેમા : તમે ચિંતા ના કરો...હવે હુ જ કરીશ કંઈક... મને સમજાઈ ગયુ મારે હવે શુ કરવાનુ છે...અને તે તે રૂમની બહાર જાય છે... નિવેશ આજે પ્રેમાના એક નવા જ સ્વરૂપ ને જોઈ રહ્યો છે કારણ કે આજ સુધી તેને આવુ કંઈ પણ થાય તો તે બહુ ગુસ્સે થઈ જાય અને કોઈને પણ સામે જ સંભળાવી દે ભલે તે ગમે તે હોય... પણ આજે તે આટલું બધુ સાભળીને પણ એકદમ શાત ચિતે વાત કરી રહી છે....

               *         *         *        *        *

વિરાટ બધાને બીજો આલ્બમ શરૂ થતા પહેલાં બધાને તેમના પૈસા ચુકવી દે છે.તે આયુષીને બોલાવી ને તેને કહેલા પૈસા કરતાં વધારે આપે છે.

આયુષી : તમે મને કેમ વધારે પૈસા આપ્યા ?? આગળનો આલ્બમ તો તમારા બીજા આલ્બમ જેટલો હીટ પણ નથી થયો ??

વિરાટ : એનો કંઈ વાધો નથી. તમારા મમ્મીની સારવાર માટે આપ્યા છે. તેમને સારી હોસ્પિટલમાં સારામાં સારો ઈલાજ કરાવજો.

આયુષી : થેન્કયુ કહીને જતી રહે છે.

વિરાટ તો તેના કામમાં લાગી જાય છે પણ આ બાજુ આયુષી જતાં જતાં તેની સામે જોઈ રહી છે...એ વાત ત્યાં કોઈ કામ માટે વિરાટ પાસે આવતો સમય જોઈ જાય છે....

પ્રેમલતા હવે શુ કરશે પોતાના પતિના આટલા મહેનતથી કરેલા બીઝનેસ ને બચાવવા ??? અને આયુષી હજુ સુધી તો બહુ સારી છે....તે આમ જ રહેશે કે તેની આ વિરાટ ને એકીટશે જોઈ રહેતી તેની આખો પાછળ કોઈ રાઝ છુપાયેલો હશે ??

શુ થાય છે આગળ, જાણવા માટે વાચતા રહો, સંગ રહે.સાજનનો - 17

next part.............publish soon.............................