વિશાખા ના મનમાં વિરાટના શબ્દો વારંવાર ઘોળાઈ રહ્યા છે. તે રાત્રે બહુ વિચારે છે. તેને આ બધુ અજુગતું એટલે લાગી રહ્યું છે કારણ કે તે એક સીધા સાદા મિડલ ક્લાસ પરિવાર ની હતી. બહુ સરળ લોકો હતા. તેને એવું લાગે છે કે આ બધી ફેમસ થવાની ટીવીના લોકોની દુનિયા બહુ ખરાબ હોય છે.
પણ બીજી બાજુ તે વિચારે છે કે મારે તો જે પણ કરવાનુ છે શુટિંગ મારા પતિ સાથે જ કરવાનું છે.અને વિરાટ તો મારી સાથે જ હશે કે જેથી બીજા લોકો સાથે કામ કરવામાં મને અજુગતું લાગે.અને વળી બીજું કોઈ તેમની સાથે વાત કરે અને લોકો જુએ એના કરતાં હુ જ તેમની સાથે કામ કરૂ એમાં શું ખોટું છે. અને વળી સામેથી વિરાટે જ મને કહ્યું છે એટલે બીજો તો કોઈ સવાલ નથી કે તેમને મારા આવી રીતે ગ્લેમર વલ્ડ મા કામ કરવાથી વાધો હોય.
અને બીજું કોઈ પણ તેમની સાથે કામ કરે કેવી હોય એ વ્યક્તિ એના કરતાં હુ જ કામ કરૂ એનાથી વધારે શું સારું.તે આખી રાત વિચાર કરે છે.અને આખરે એક ડીસીઝન લે છે.
* * * * *
સવારે તે વહેલા ઉઠીને વિરાટ ને ઉઠાડે છે અને તે બહુ ખુશ હોય છે. તે કહે છે મે મારો નિર્ણય લઈ લીધો કે.....એટલામાં જ ડોરબેલ વાગે છે...
વિરાટ : અત્યારે સવારે આટલા વહેલા કોણ હશે ??
વિશાખા : હુ જોઉ છું કોણ છે. તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી . અને વિશાખા મનમાં મલકાતી મલકાતી ધીમેથી ગીત ગાતી દરવાજો ખોલવા જાય છે.
દરવાજો ખોલતા જ સામે નિવેશશેઠ અને આ શું સાથે પ્રેમા પણ હતી . તે બંનેને પગે લાગે છે. અને આવકાર આપે છે.
નિવેશ : સોરી બેટા સવાર સવારમાં આવી ગયા. ડિસ્ટર્બ તો નથી કર્યા ને.
વિશાખા : અરે ના પપ્પાજી. આવો હુ હમણાં કોફી જ બનાવવા જતી હતી. તમે લોકો બેસો હું હમણાં જ બનાવીને લાવુ છું આપણે સાથે પીએ. એટલામાં જ વિરાટ નાહીને બહાર આવે છે.
પ્રેમા વિરાટ ને જોઈ એકદમ ભાવુક થઈ જાય છે અને કહે છે બેટા કેમ છે તુ ?? આખરે કોઈ પણ કારણોસર મા સાથે રિસામણા થાય પણ તેના પ્રત્યેની લાગણી અને પ્રેમ ક્યારેય ઓછા થતાં નથી.
વિરાટ પણ કહે છે મમ્મી હુ મજામાં તુ કેમ છે ??
નિવેશ : એને જરા પણ મજા નથી. એને કાલ રાતથી તારી બહુ યાદ આવી રહી હતી. એ આખી રાત સુતી નથી. એટલે જ વહેલા અત્યારે હુ તેને અહીં લઈ આવ્યો.
નિવેશ તો વિરાટ ના ઘરે અવારનવાર આવતો પણ આજે પ્રેમા વિરાટ ના ઘરે પ્રથમ વાર આવી હતી. એટલામાં વિશાખા કોફી અને પ્રેમા માટે ખાસ લેમન ટી બનાવીને લાવી.
પ્રેમા વિશાખા સામે જુએ છે. પણ કંઈ જ બોલતી નથી. બધા થોડીવાર વાતો કરે છે. પછી વિશાખા કહે છે મારે તમારા બધા સાથે કંઈ વાત કરવી છે.
નિવેશ : હા બોલને બેટા.
વિશાખા : તમને બધાને ખબર છે કે વિરાટ હવે પોતાના નવા આલ્બમ માટે કામ કરી રહ્યા છે. હવે તેમાં હીરો તરીકે તો વિરાટ કામ કરી રહ્યા છે પણ તે મને એમાં હીરોઇન તરીકે કામ કરવા માટે કહી રહ્યા છે.
પહેલાં તો હું ના પાડતી હતી પણ મે શાંતિથી બધુ વિચાર્યું તો મને લાગ્યું કે બીજું કોઈ કરે એના કરતાં હુ કરૂ તો. પણ જો તમારા બધાની સંમતિ હોય તો જ. કારણ કે આ ફિલ્ડમાં કામ કરવાનુ દરેક પરિવાર ને પસંદ ના પાડે ખાસ કરીને લેડીઝ ના કેસમાં.
પ્રેમા : મોટા લોકો સાથે કામ અને આવા સારા પ્રોફેશનમા કામ કરવામાં અને ફેમસ બનવામાં અમારા ઘરની ઈજજત મા કોઈ ફેર ના પડે. ફક્ત ફેર સમોવડિયા સંબંધો ના હોય તો જ પડે.
વિરાટ : મમ્મી તુ ફરી એના એજ ટોપીક પર આવી ગઈ. મને એમ કે આટલા મહીનાઓ પછી તુ આજે પહેલી વાર આવી તો મને લાગ્યું કે તારું મન બદલાયુ હશે વિશાખા માટે પણ તારામાં કોઈ ફેર આવે એવુ સમજવુ મારી બહુ મોટી ભુલ હતી.
વિશાખા નો ઉતરેલો ચહેરો જોઈને નિવેશ કહે છે,બેટા વિશાખા આ બધુ સાઈડ મા રાખ કોઈનુ પણ કહેલું મગજ પર લઈશ નહી. તુ ત્યારે તારી તૈયારી શરૂ કરી દે.અમારા તરફથી પુરી મંજુરી અને સપોર્ટ છે.
વિરાટ : હા હવે તારે કોઈની પરમીશનની જરૂર નથી. પપ્પા એ કહ્યું ને હા અને બીજા જેને આપણી પડી ના હોય તેની હા કે ના સાભળવાની રાહ જોવાની જરૂર નથી.
નિવેશને લાગ્યું કે વાતાવરણ થોડું ખરાબ થઈ રહ્યું છે. એટલે એ કહે છે પ્રેમા આપણે જઈએ આજે તો આપણે બહાર પેલા મારા ફ્રેન્ડ ને લોકો આવવાના તેમને લઈને આપણા ઘરે જવાનું છે એમ કહીને તે બંને ઘરે જવા નીકળે છે.
* * * * *
શ્રુતિ ઈશાન ની સાથે ડાઈનીંગ ટેબલ પર બ્રેકફાસ્ટ કરવા બેઠી છે પણ તેનુ મન નથી . તે ઉદાસ લાગતી હતી. ઈશાન તેને પુછે છે તને કંઈ થયું લાગે છે તુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉદાસ લાગે છે કંઈ થયું છે તને ??
શ્રુતિ : મારે તમને એક ખાસ વાત કરવી છે. પણ કઈ રીતે કહુ ?? મને બહુ ચિંતા થાય છે. તે કહેવા જાય છે ત્યાં જ તે સામે નંદિની ને જોતાં કહે છે કંઈની બસ એમ જ કહીને ઈશાન ને કહે છે આપણે રૂમમાં જઈએ પછી વાત કરૂ.
શું વાત હશે શ્રુતિ ની ?? અને કેવી શરૂ થાય છે વિરાટ અને વિશાખા ની નવી પ્રોફેશનલ લાઈફ ??
વાચતા રહો, સંગ રહે સાજન નો -11
next part........... publish soon............................