સંગ રહે સાજન નો - 4 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગ રહે સાજન નો - 4

જે ધારણા હતી એ મુજબ જ થાય છે અને પ્રેમલતા શેઠાણી નવા પરણેલા દીકરા વહુને ગૃહપ્રવેશ કરાવ્યા વિના જ નારાજ થઈ ને ચાલી જાય છે. અને એક બાપ થઈને નિવેશશેઠ પોતે એમને આરતી ઉતારી ઘરમાં આવકારે છે .

સામાન્ય ની જેમ પરણીને આવેલા દંપતીને આવકારવા લોકોની ભીડ હોય છે. જ્યારે અહી તો આવેલા પણ મો ફેરવીને જતા રહે છે. રવિવાર હોવાથી નિર્વાણ અને નંદિની મોડા સુધી રૂમમાં સુતેલા હોવાથી બહાર કોઈ હોતુ નથી. અને ઈશાન બહાર ગયેલો હોવાથી શ્રુતિ તેના પિયર ગયેલી છે.

ઘરમાં તેને આવકારનાર બીજુ કોઈ ન હોવાથી વિશાખા ને થોડું  ખરાબ લાગે છે પણ તે કંઈ કહેતી નથી.પણ વિરાટ સમજી જાય છે.

વિરાટ વિશાખા ને તેમના રૂમમાં લઈ જાય છે. ઘરમાં નંદિનીભાભી તો હશે પણ કંઈ કામ નહી આવે ને વાતનુ વતેસર કરશે એમ વિચારી એ પોતે જ વિશાખાને બધુ સેટ કરવામાં મદદ કરે છે . પછી તે વિશાખાની બાજુમાં બેસીને તેને પહેલાં સોરી કહે છે.

વિશાખા : કેમ સોરી કહો છો ??

વિરાટ : મને ખબર છે તને ખરાબ લાગ્યું છે. કોઈ પણ સ્ત્રીની ઈચ્છા હોય કે તે પોતાના પિયર ને છોડીને સાસરે જાય એટલે એક નવો પરિવાર તેને દિલથી આવકારે તો જ તે પણ તેમને પોતાના માનીને દુધમાં સાકાર ભળે તેમ એ એ નવા પરિવાર નો અતુટ હિસ્સો બની શકે.

વિશાખા : ના મને કંઈ જ ખરાબ નથી લાગ્યું. તમે મારી ચિંતા ના કરો. હવે મોટા ઘરની વહુ બની છુ એ પ્રમાણે રહેતા પણ શીખવુ પડશે ને !!

વિરાટ :  જે નાના ઘરમાં એકબીજા માટે પ્રેમ, દરકાર અને ચિંતા હોય છે તે ઘર મોટું થતાં કદાચ ઓછી થઈ જાય છે.

વિશાખા : ના એવુ કંઈ ના હોય બધુ સારૂ થઈ જશે. સમય જ આ બધાને બધુ સારૂ કરી દેશે. અને પછી બંને તૈયાર થઈ જાય છે.

પછી ત્રણેય ડાયનીગ ટેબલ પાસે નાસ્તા માટે જાય છે. વિશાખા ને આમ સસરાની હાજરીમાં ત્યાં સાથે બેસી નાસ્તો કરવાનુ થોડું અતડુ લાગે છે એટલે નિવેશ તેને કહે છે બેટા વિચાર ના કર અહી તો આ બધુ સામાન્ય છે.અહી આવો જ રિવાજ છે અને તુ તો મારી દીકરી જ છે. જો તુ આમા અચકાઈશ તો લોકો કહેશે તેને પૈસાદાર ના ઘરની રીતભાત જોઈ નથી એટલે એવુ વર્તન કરે છે.

નાસ્તો પતાવીને નિવેશ તેના રૂમમાં વાત કરવા જાય છે કારણકે આજે પ્રેમલતા બહાર નાસ્તો કરવા પણ નથી આવી અને કહે છે પ્રેમા !! આ નાસ્તો કરી લે પહેલા.

પ્રેમલતા : મને ભુખ નથી.

નિવેશ : શાંત થા..અને થોડું શાંતિથી વિચાર. તુ આવુ કરે તો એ નવી પરણીને આવેલી વહુનુ શુ ?? થોડું એની નજર થી તો વિચાર ??

પ્રેમા : એ તો એને મોટા ઘરમાં આવવાના સપના સજાવતા પહેલાં વિચારવુ જોઈએ ને કે એની ઓકાત શુ છે !! મારે કંઈ જ સાભળવુ નથી. અને એક વાત કાન ખોલીને સાભળી લો કે હુ તેને ક્યારેય આ ઘરની વહુ તરીકે સ્વીકારીશ નહી.

નિવેશ બહુ સારી રીતે પ્રેમાને જાણતો હતો એટલે તે કંઈ પણ કહ્યા વિના અત્યારે રૂમમાંથી બહાર આવી જાય છે.

આ વાત નંદિની ને ખબર પડે છે. તેને તો મનમાં બહુ ખુશી થાય છે. એટલે એ પહેલાં તેના સાસુ પાસે પહોંચે છે અને તેની નજરમાં તેનુ સ્થાન વધારવા કોશિશ કરે છે. અને તેને વધારે ઉશ્કેરવાની કોશિશ કરે છે.અને કહે છે મમ્મીજી મને તો લાગે છે વિશાખા આપણા પૈસા જોઈને આવી છે જોયુ ના હોય ને અઢળક સુખસાહ્યબી એના ગરીબ ઘરમાં .

એ આપણા રૂપિયાવાળાની જેમ ક્યાં સેટ થવાની છે ?? અને આ પપ્પાજી અને વિરાટભાઈ પણ એની મીઠી મીઠી વાતોમાં આવી ગયા લાગે છે ... એમ કહીને તે દાઝ્યા પર ડામ દેવાનુ કામ કરી રહી છે.

પ્રેમા : બસ નંદિની , તુ જા અત્યારે અહીથી.... અને નંદિની ત્યાંથી ચાલી જાય છે.

રાત્રે વિશાખા જમીને થોડી વાર પછી તેના રૂમમાં આવે છે. વિરાટ કહીને જાય છે તેને રૂમમાં આવવાનું. તેની સરપ્રાઈઝ વચ્ચે જેવી તે રૂમમાં પ્રવેશે છે ત્યાં તેના પર ફુલોની વર્ષા થાય છે. આખો રૂમ ફ્લાવર્સ, બલુન્સ, અને સરસ કલરફુલ કેન્ડલસ થી શણગારેલો છે.

વિશાખા તો આ બધુ જોઈને એકદમ આશ્ચર્ય પામે છે અને ખુશ થઈ જાય છે. ઘરના આટલા ઉદાસ માહોલ મા તેમની પ્રથમ રાત્રિ આટલી સારી બનશે એવુ તો તેને સપનેય નહોતું વિચાર્યુ.

તે અંદર જાય છે એટલે વિરાટ તેને હાથ પકડીને અંદર લઈ જાય છે અને બેસાડે છે.

વિશાખા : આ બધુ ક્યારે કર્યુ ?? તમે તો સવારથી મારી સાથે જ છો ??

વિરાટ : જેમ મમ્મી ના ગુસ્સા માટે હુ તૈયાર હતો પણ એમાં અત્યારે હુ કરી શકુ તેમ નથી. પણ આપણા લગ્ન તો મને ખબર હતી એટલે મારા એક ફ્રેન્ડે આ બધુ સેટ કરી દીધુ હતુ. હુ મારા  તરફથી તને તારા ભાગની એક પણ ખુશી જવા નથી દેવા ઈચ્છતો. તને આ ગમ્યું કે નહી  કહીને એક મસ્ત પેક કરેલુ ગિફ્ટનુ બોક્સ આપે છે.

વિશાખા  શરમાઈ ને હા કહે છે અને ગિફ્ટ ખોલે છે તો તેમાં એક પેન્ડન્ટ અને વીટી હતી સોનાની બીજા બોક્સમાં એક સરસ પર્પલ કલરની સેક્સી નાઈટી હોય છે.

વિરાટ : આ ગિફ્ટ કદાચ આ પરિવાર પ્રમાણે બહુ નાની છે પણ આ હુ મારી કમાણીમાથી જ લાવ્યો છુ જેથી કોઈ મને કે તને કંઈ કહી ના શકે ક્યારેય. અને આ નાઈટી મારી ઈચ્છા છે તુ આજે પહેરે પણ જો તને કમ્ફર્ટેબલ લાગે તો. મારો તને કોઈ ફોર્સ નથી.

વિશાખા વિરાટ ને એક ઘડિયાળ અને મસ્ત ડાયરી આપે છે અને કહે છે હવે આપણા જીવનની દરેક યાદો આપણે આમાં કંડારીશુ.

વિરાટ : હા...ચોક્કસ તારી ગિફ્ટ મને બહુ જ ગમી.

પછી વિશાખા વિરાટ ની ગિફ્ટ સ્વીકારી ને ચેન્જ કરવા જાય છે. તે બહાર આવે છે તો ત્યાં માત્ર નાની ડેકોરેટિવ કેન્ડલસ ચાલુ હતી  અને સાથે મસ્ત ધીમા અવાજમા એકદમ રોમેન્ટિક મ્યુઝિક વાગી રહ્યુ છે.

વિશાખાને નાઈટીમા જોતા જ વિરાટ તેની પહેલી નજરનો દિવાનો થઈ જાય છે. વિશાખા નાઈટીમાં એકદમ અપ્સરા જેવી  કામણગારી અને સેક્સી લાગી રહી છે.

અને તેને આવતા જ વિરાટ વિશાખાને તેની પાસે ખેચી લે છે. અને આવા આહ્લાદક રોમાન્ટિક વાતાવરણ મા એ સંગીતના સુરો સાથે બે પ્રેમભર્યા હૈયાઓનુ અનેરૂ મિલન સર્જાય છે !!!

     
સવારે વહેલા ઉઠતા જ તેમના રૂમમાં વિરાટ નુ જ ગાયેલું એક મસ્ત ગીત વાગતા બંને એકબીજાને મસ્ત હગ કરીને ગુડમોર્નિગ  કહીને હવે નવા જીવન સફરમા આગળ વધવા માટે તૈયાર થાય છે.

શુ વિશાખા મોટા ઘરની લાડકી વહુ બની શકશે ?? અને પ્રેમાની નફરતની દિવાલ કુણી પણ પડશે કે નહી ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજન નો -5

next part............ publish soon........................