સફર ( એક અજાણી મંજિલની ) - 17 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર ( એક અજાણી મંજિલની ) - 17

( આપણે અગાઉ જોયુ એમ રહેમાન અને એના સાથીદારોનો પીછો કરતા હવે લક્ષ્ય અને એના સાથીદારો દરિયાની એક મુસાફરી માટે તૈયાર થઈ જાય છે..હવે આગળ )



અમારી મુસાફરી શરૂ થઈ ગઈ હતી.મારી દરિયાની આ પહેલી સફર હતી અને હું ખાસો ઉત્સાહિત હતો.દેવ અને એલ કંઇક વાતચીત કરી રહ્યા હતા. અબાના કપ્તાન સાથે આગળ કોકપિટમાં બેઠો હતો.અને હું જહાજના ડેક પર ઊભો જાણે એની વિશાળતાને નિહાળી રહ્યો હતો. દરિયાની પણ પોતાની એક અલગ જ વિશાળતા છે. કેટલાય જીવો અને અન્ય કેટકેટલુ પોતાનામાં સમાવીને બેઠો હોય તો પણ એની વિશાળતાને તમે ક્યારે પણ કિનારે ઉભા રહીને પામી ન શકો.



ચારેક કલાકમાં અબાના અમને બોલાવા આવ્યો કે સ્ટેફન અમને બોલાવી રહ્યો હતો. તેને જણાવ્યું કે એ ખૂબ ચિંતિત હતો.મને થયુ કે એવુ તે શું થયુ હશે ? એ તો હવે અંદર જઈએ પછી ખબર પડે. અંદર પ્રવેશતા જ સ્ટેફન તરડાયેલા અવાજે બોલ્યો કે , " લક્ષ્ય આ લોકો તો બર્મુડા ટ્રાયંગલ તરફ આગળ વધી રહ્યા છે." મને થયુ એમા આટલુ ચિંતિત થવા જેવુ શું હતુ.એકાદ બે વખત મેં બર્મુડા ટ્રાયંગલ નામ સાંભળ્યું હતુ પણ એના વિશે હું ખાસ કંઇ જાણતો નહોતો.



મેં એને વિસ્તારપૂર્વક સમજાવવા કહ્યુ.એને જાણે એ વાતથી આશ્ચર્ય હતુ કે અમને બર્મુડા ટ્રાયંગલ વિશે જાણ નહોતી. તે બોલ્યો ," આપણે જેના તરફ આગળ વધી રહ્યા છે એ દરિયાનો ભાગ બર્મુડા ટ્રાયંગલ તરીકે ઓળખાય છે. એનુ બીજુ નામ ડેવિલ ટ્રાયંગલ એટલે કે વિનાશકારી ત્રિકોણ છે. ખરેખર તો એની શરૂવાત થઈ ચૂકી છે.આપણે અત્યારે જ્યાં છીએ એ જગ્યા બહામાસ તરીકે ઓળખાય છે , જે આ ટ્રાયંગલનો પશ્ચિમ કિનારો છે. બર્મુડા ટ્રાયંગલ એ યુએસના પૂર્વ કિનારાથી લગભગ ૬૫૦ મિલ્સ દૂર આવેલો છે.સ્વાભાવિક છે કે એની ત્રણ બાજુ એટલે કે ખૂણા હશે.જોકે આ માત્ર એક ભૌમિતિક આકાર છે. એનો એક ખૂણો મિયામી છે જ્યાં આપણે હાલમાં છીએ.બીજા બે ખૂણા અનુક્રમે બર્મુડા અને સાન જોન પ્રૂર્તો રિકો છે , આ નાના ટાપુઓનો સમૂહ છે અહીં બર્મુડા ટ્રાયંગલનો સૌથી ઊંડો ભાગ આવેલો છે."



" પણ એ બધુ તો બરાબર પણ એમાં એટલુ ભયાનક શું છે ? " દેવ હવે અધીરો થતો જતો હતો.જોકે અમારા સૌની હાલત લગભગ એવી જ હતી.થોડુ પાણી પીને સ્ટેફન આગળ બોલ્યો , " દેવ આ જગ્યા સાથે જાતજાતના રહસ્યો જોડાયેલા છે અને એમને આજ સુધી કોઈ પણ જાણી શક્યુ નથી ." " એવા તે કયા રહસ્યો છે !!? " અધીરાઈથી દેવ બોલી ઉઠ્યો.

" આ રહસ્યોની શરૂઆત સર કોલમ્બસના સમયથી થઈ હતી. તેઓ જ્યારે વિશ્વના વિવિધ દેશોને દરિયાની મુસાફરી ખેડીને શોધી રહ્યા હતા ત્યારે તેમને આ વિસ્તાર માટે નોધ્યું કે અહીં હોકાયંત્ર કામ કરતુ નહોતુ. એ બધી જ દિશા બતાવી રહ્યુ હતુ. એ વારેવારે બદલાતી રહેતી હતી. આ જગ્યા પર અચાનક પ્રકાશ થઈ જાય છે એવુ પણ એમને નોધ્યું હતુ."


" બીજી એક કથા યુએસ નેવી જહાજ સાઇકલોપસની છે.જે ૩૦૯ મુસાફરો સાથે રોજિંદી સફર પર નિકળ્યુ હતુ.પણ કંઇક દિશા-ચૂક થવાથી તેઓ આ વિસ્તારમાં આવી ગયા હતા , બસ એ એમનો અંતિમ સંદેશો હતો ત્યાર બાદ એ જહાજનો કોઈ પતો લાગ્યો નથી.આજે પણ એના વિશે કંઈ પણ જાણી શકાયુ નથી."



" સૌથી ભયાનક કોઈ ઘટના હોય તો એ રશિયન વિમાન ફ્લાઇટ ૧૯ ની છે. ચાલસ ટેલર તેમના ૧૩ સાથીદારો સાથે અહીંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક એમને કન્ટ્રોલરૂમને એમ જણાવ્યુ કે અહીં તેમના હોકાયંત્ર કામ કરતા નહોતા.એમને કંઇક એમ જોયુ કે જ્યાં બધુ વ્યવસ્થિત હતુ ત્યાં અચાનક કાળા ભયાનક વાદળ આવી ગયા હતા અને બસ એજ એમનો અંતિમ સંદેશ હતો.આજ સુધી એ વિમાનનો પતો લાગ્યો નથી.કોઈ કહે છે કે અહીં રાક્ષસ રહે છે તે વાહનોને ગળી જાય છે.કોઈ કહે છે ૨૦૦ ફૂટ લાંબો સ્કવિડન નામનો ઓક્ટોપસ છે.કોઈ કહે છે આ વિસ્તારમાંથી પરગ્રહવસીઓ વિમાનો અને જહાજોને કબ્જે કરીને પોતાની સાથે લઈ જાય છે , પણ સત્ય શું છે એની કોઈને જાણ નથી." સ્ટેફનની વાતો સાંભળી અમે તો સ્તબ્ધ થઈ ગયા. રોજ દરિયાની મુસાફરી ખેડનારને માહિતીનો ખજાનો હોય એ સ્વાભાવિક હતુ. પણ હવે અમારો જીવ તાળવે ચોંટયો હતો. એ દરમ્યાન સ્ટેફને તો જહાજ બહામસથી આગળ લઈ લીધુ ને અમે પ્રવેશ કરી લીધો વિશ્વના સૌથી ભયાનક અને રહસ્યમયી દરિયામાં " ધ બર્મુડા ટ્રાયંગલ "




( લક્ષ્ય અને એના સાથીદારો શું રહેમાન મલિકના રહસ્ય સુધી પહોંચી શકશે !? કેવી રેહશે આ રહસ્યમયી બર્મુડા ટ્રાયંગલની આગળની સફર..વધુ આવતા અંકે )