The Author Ami અનુસરો Current Read કાશી - 7 By Ami ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Ami દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 19 શેયર કરો કાશી - 7 (95) 2.8k 5.2k 4 શિવો એ નાની બાળ નાગ કન્યાને જતી જોઈ જ રહ્યો.... કેટલી નિર્દોષ ભોળી પારેવા જેવી છે....એવુ વિચારતો પાછુ એણે જમીન પર લંબાવ્યુ..... થોડીવારમાં તે ઘસઘસાટ સૂઈ ગયો...સપનામાં તેને પાછા લડતા સાપ નજરે પડતા પાછો તે ગભરાઈ ગયો અને પરસેવો છૂટી ગયો અને તે સફાળો જાગી ગયો. એ થોડો બાવરા જેવો એમ જ બેસી રહ્યો.. પોતાની દુનિયામાં ભૂતો સાથે પણ કેટલો ખુશ હતો પણ આ દુનિયામાં કોઈ મિત્ર નથી કે કોઈ ભૂત પણ નથી.... પોતે જાણે એકલો જ થઈ પડ્યો છે... વિચારતા વિચારતા ઉભો થયો અને પોતાના કપડા પોતાની ઝોળી લઈ ચાલવા લાગ્યો ... થોડો ચાલ્યો હશે ત્યાં અવાજો સંભળાવા લાગ્યા જાણે બજાર ભરાયું હોય પણ કોઈ દેખાયું નઈ.... એક ગુફા જેવો નાનકડો રસ્તો હતો તેમાંથી અવાજો આવતા હતાં .એણે પેલી મણી કાઢી અને મનોમન ઈચ્છાધારી નાગ બનવાની ઈચ્છા પ્રગટ કરી... પલ વારમાં તે નાગ બની ગયો હવે એને પોતાની ઝોળી કપડાની જરૂર ન હતી એ મણી પાસેથી બધુ જ મેળવી શકે એમ હતો એવુ એને યાદ આવતા ઝોળી એક વેલાએ ટીગાંળી એ ગુફામાં ગયો... ત્યાં બે નાગ વચ્ચે સ્પર્ધા ચાલતી હોય તેમ તેને લાગ્યુ... બધા નાગ નાગણો ચિચિયારીઓ પાડતા બૂમો પાળી ખુશી વ્યક્ત કરતા એણે જોયા ... હવે મણી ક્યાં મૂકવો એ એના માટે મોટી મુશ્કેલી હતી.. હાથમાં રાખે તો ખોવાઈ જાય કા તો ક્યાંક મૂકાઈ જાય.... એ વિચારમાં જ હતો ત્યાં એક નાગ બાળ ત્યાં આવ્યો તેના હાથમાં મણી રમતો હતો... એણે એ નાગને જોયો મણી એ સામાન્ય લાગતો હતો. એની ચમક એ થોડી અલગ હતી આ બધુ શિવો નિરિક્ષણ કરતો હતો ત્યાં એક નાગણ આવી પેલા નાગબાળને બોલવા લાગી.... " આ કંઈ રમવાની વસ્તુ છે.. જ્યાંરે હોય ત્યાંરે મોં માંથી કાઢી રમ્યાં જ કરે છે.... આ આપણી ઓળખ છે આપણી તાકાત છે... પાગલ... ચાલ મોં માં મૂક આ જરૂર પ્રમાણે વાપરતા શીખ... નાગબાળે બિકમાં મણી મોં મૂક્યો ... શિવો આ બધુ જ જોઈ રહ્યો.... એણે જઈ પેલી નાગણને પૂછ્યું..... " બેન... આ મણી ગળી જવાનો કે ગળામાં ફસાવાનો..." નાગણ ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઈ..... શિવો વિચારવા લાગ્યો કે પોતે કંઈક ખોટુ પૂછી લીધુ..... પછી એણે મણી ધીમેથી મોં માં મૂક્યો.... મણી ગળામાં જઈ અટકી ગયો.. છતાં પોતે પહેલા જેવો જ હતો... એ ખુશ થ્યો... એ લડાઈની સ્પર્ધા જોવા લાગ્યો ... થોળીવાર પછી સમજાણુ કે આ મેળો છે.. એ અંદર અંદર ફરવા લાગ્યો.. ત્યાં અવનવી વાનગીઓ મનોરંજન માટે નાચ ગાન બધુ તેણે જોયું... શિવો આ અવનવી દુનિયાને માણતો હતો ત્યાં એક તીર બાજુમાં ઉભેલા નાગને અડ્યુ....બધે અફડા તફડી જામી .... બધા દોડવા લાગ્યા જેને જ્યાં જગ્યા મળી ત્યાં સંતાઈ ગયા... શિવો તો એમનો એમ ત્યાં જ ઉભો હતો...એટલામાં ગુફામાં મહાકાય પડછાયો દેખાયો.. એ પડછાયો શિવા બાજુ ધીમે ધીમે વધી રહ્યો હતો..... શિવો કંઈ સમજે એ પેલા એને કોઈએ ખેચ્યોં અને એક દમ અંધારી જગ્યાએ ખેંચી ગયું... થોડી વાર પછી એક અવાજ તેના કાને પડ્યો આ અવાજ તેણે સાંભળેલો હોય એવુ એને લાગ્યુ....પાછુ કોઈક તેને ધકેલી ખેંચીને બહાર લાવ્યુ..... તે બે વ્યક્તિ હતાં એક પેલી નાગ કન્યા જે ઝાડનીચે મળી હતી એ અને બીજો એની જોડે એક નાગ પુરુષ હતો... શિવે એમને આ શું હતું..... તમે મને કેમ ખેંચી ગયા.... અને આ બધુ શું છે.... ?શિવનું ઉપરનું શરીર માણસનું અને નીચેનું સાપનું હતું.... શિવ બબડે જતો હતો પેલી નાગ કન્યાએ એના મોં પર આંગળી મૂકી... એનો હાથ પકડી ચાલવા લાગી... એની પાતળી કેળમાં સોનાનો કકંદોરો... ચારે બાજુ કમરે ઝોલા.... ઉપરથી નીચે સુધી સોનાથી લદેલી હતી આ નાગ કન્યા જ નઈ બધી જ નાગણો આવો જ પહેરવેશ પહેરતી...ઝાડ અને વેલથી રૂ થી બનેલા અદભૂત કપડા પહેર્યા હતાં.... આંખોતો એટલી ચપળ ચંચળ હતી કે બિલાડીને પણ શરમાવુ પડે... શિવો તો એને જ જોતો હતો પોતે પણ એવા જ કપડાં એવાં જ ઘરેણાં મણીની મદદથી ધારણ કર્યા હતાં. પણ પોતાના પહેરવેશ કરતાં એને નાગ કન્યા ના પહેરવેશ પર વધુ ધ્યાન દોરવાયું હતું...... ક્રમશ... ‹ પાછળનું પ્રકરણકાશી - 6 › આગળનું પ્રકરણ કાશી - 8 Download Our App