The autobiography of a soldier books and stories free download online pdf in Gujarati

The autobiography of a soldier














ભારતીય ભૂમિ પર સેનાની ઘણી વાર્તાઓ અને ઉદાહરણો છે. જે બહાદુર સૈનિકોની નિષ્ઠા સાબિત કરે છે. આપણે નાગરિકો તરીકે સલામ કરીને તેમને માન આપવું જોઈએ. ફક્ત યોગ્ય વિશેષણોથી ભરેલા શબ્દો જ સંપૂર્ણ ન્યાય કરી શકતા નથી. કારણ કે તેઓ આપણા માટે જે કંઇ કરે છે તેના માટે આપણે તેમનો ક્યારેય આભાર માનતા નથી. પરંતુ આપણે ઓછામાં ઓછી એક ક્ષણ લેવી જોઈએ અને આવા બહાદુર હૃદય અને દેશની શાંતિ પ્રત્યેના તેમના યોગદાનને યાદ કરીએ.

અને તેથી, આ લેખ સાથે ચાલો આ બહાદુર હૃદયના સૈનિકોને માન આપવા માટે થોડો સમય લઈએ.





આજ 15 august......

હાલ આવ્યો ઘરે હાલ આંખો માં પાણી છે. હોઠો ઉપર થોડી મુસ્કાન અને હાથ માં એક લાકડી જે મને હવે મારા ઘડપણ ના દિવસો માં સહારો આપે છે...

આજ શહેરની એક school એ મને 15 મી august ના દિવસ નિમિત્તે ધ્વજવંદન માટે બોલાવ્યો હતો . કોઈ પણ સૈનિક માટે એની માં એટલે કે એના દેશ માટે કરેલા કામ ક્યારે પણ ભૂલી શકવું મુશ્કેલ હોય છે અને ખાસ કરીને એ સમય જ્યારે એને કૈક એવું કર્યું હોય જેના થી એના દેશ પર ખતરો આવતો ટાળી જાય ત્યારે એ એના જીવન ને સફળ માને છે.

ચાલો તમને મારા સાહસ ની એક વાત કહું....

" આ વાત છે ત્યાર ની જ્યારે મારામાં નવું યુવા લોહી દોડતું હતું અને પરિવાર ના સહારા અને પોતાની દેશ માટે કંઇક કરી જવાની ભાવના ના કારણે હું 1955 માં ભારતીય સેના માં જોડાયો .

જેમ સાંભળ્યું હતું તેમ જ હતું...સવારે વહેલા ઉઠો ટ્રેનીંગ કરો . કસરત અને દુશ્મન સામે લડવા ના દાવ શીખો. બહુ જ પરિશ્રમ કરવો પડ્યો હતો.પણ એ બધા થી મને એ શીખવા મળ્યું કે દેશ શું છે અને એક સૈનિક નું કાર્ય અને એનું મહત્વ શું છે...

5 વર્ષ હું સૈનિક શાળા માં એક સારો સૈનિક બનવા માટે ટ્રેનિંગ લેતો રહ્યો .અંતે મારી ધીરજ નો અંત આવ્યો .એક રાતે હું મારા camp માં આરામ કરતો હતો અને મને મારા ઉપર ના અધિકારી દ્વારા એમના cabin માં બોલાવા માં આવ્યો. એમનું નામ સાંભળતા ની સાથે મારા રુવાટા ઉભા થઇ ગયેલા, એ સ્વભાવે બહુ જ કડક હતા.

જ્યારે હું એમના cabin માં ગયો ત્યારે મારો batch number પૂછવામાં આવ્યો. મેં તરત જવાબ આપ્યો 2612 વિરસેના બટાલિયન.

એમને મને પૂછ્યું,"સૈનિક બનવાનું કેમ નક્કી કર્યું?"

મેં સ્વાભાવિક એવો જવાબ આપ્યો કે દેશ માટે કંઈક કરવું છે મારે. એમને મારી સામે જોઈ ને પૂછયું "કંઈક એટલે શું?..."

"મેં કહયું દેશ ના દુશ્મનો ને મારી ને ભારત માતા ની રક્ષા કરવી છે..."

મારા પગ ડર ના માર્યા થથરતા હતા. એમને મારી આંખો માં જોઈને પૂછ્યું , " એક મોકો આપું, તો શું તું તારી જાત ને સાબિત કરી શકીશ?? "

આ વાત સાંભળી ને ખબર નહિ ક્યાંથી મારા શરીર માં એક ઉર્જા જ આવી ગઈ અને હું બોલી ઉઠ્યો, " sir.. એક મોકો આપો હું પછી જરૂર આવીશ. દેશ ના દુશ્મનો ને મારી ને આવીશ કાં તો ભારત માતા ના દવજ માં લપેટાઈ ને આવીશ... "

આ વાત સાંભળી ને એમને મારા અને મારી હિંમત ઉપર વિશ્વાસ જાગ્યો અને એમને મને કહયુ કે... કચ્છ અને પાકિસ્તાન બોર્ડર પર ઘુસપેઠ થવાના સમાચાર મળ્યા છે ત્યાં10 થી વધારે આતંકવાદીઓ કચ્છ ના રસ્તે ભારત માં ઘૂસવાના છે પણ....

મેં પૂછ્યું શું પણ sir.... ?

એમને કહયું ત્યાં ભારત ની સેના વધારે સૈનિક ને તૈનાત કરી શકાય એમ નથી કારણ કે એ એરિયા એક દમ બાંજાર છે ત્યાં સૈનિકો નો કાફલો જઈ શકે તેમ નથી, ત્યાં માત્ર 3 સૈનિકોને જ એક નાનો કેમ્પ બનાવીને રહેવું પડશે...

આ વાત સાંભળીને મેં તરત એમને કહ્યું, sir હું જીવતો છું, ત્યાં સુધી દેશ ની એક ઇંચ જમીન પર દુશ્મન દેશ ને પગ નહી મુકવા દઉં.

આ વાત સાંભળીને એમના હોઠ ઉપર એક મુસ્કાન આવી ગઈ. એમને મને કહયું, 2 દિવસ પછી તારે કચ્છ માટે નીકળવાનું છે . ત્યાં તને officer જાવેદ અને મનપ્રીત મળશે. તારે એમના જોડે રહેવાનું છે camp માં.

હું પાછો મારા camp માં આવ્યો . એકદમ ખુશ હતો કે મારું દેશ માટે કંઇક કરી જવાનું સપનું સાકાર થશે પણ દિલ માં ક્યાંક ડર હતો કે મને કઈ થશે તો મારી મા નું શું થશે? એ જ વાત યાદ કરતા કરતા હું સૂઇ ગયો .

સવારે મને bag તૈયાર કરવા માટે આદેશ આપવા માં આવ્યો. મને મારી બટાલિયન તરફથી એક AK47 & RIFILE43 ભેટ આપવામાં આવી.એના પછી ના દિવસે મને army jeep દ્વારા કચ્છ ના miletry base પહોંચાડવા માં આવ્યો.

ત્યાં મને officer મનપ્રીત અને જાવેદ સાથે મુલાકાત કરાવા માં આવી. અમે નક્કી કર્યું કે વિના કોઈ સમય નો બગાડ કરે અમે જેમ બને એમ અમારા camp ઉપર જઈશું, જ્યાં અમને નજર રાખવા ના આદેશ મળ્યા છે. officer જાવેદ, હું અને મનપ્રીત army ની jeep માં અમારી bag ,બંદૂકો, જરૂરી રેડિયો, રડાર અને ખાવાપીવાની વસ્તુઓ લઈને નીકળી પડ્યા.

2 કલાક ની સવારી પછી અમે અમારા camp ઉપર પહોંચ્યા. ત્યાં મેં જોયું તો સામે હજારો કિલોમીટર ખુલ્લું રણ . દુર દુર સુધી ના કોઈ માણસ, ના કોઈ ઝાડ. પાણી માટે ના કોઈ સગવડ, ના army માટે કોઈ છાંયો. ગરમી એટલી કે પથ્થર પર રોટલી ગરમ થઈ જાય . officer જાવેદ મારા અને મનપ્રીત ના senior હતા. તો એમને મને અને મનપ્રીત ને અલગ અલગ કામ સોંપ્યા . મને દૂરબીન થી દુર સુધી નજર રાખવા માટે નું કામ આપવા માં આવ્યું અને મનપ્રિત ને બંદૂક થી રણ પર નજર રાખવા અને એ રડાર પર કોઇ ખુફિયા જાસૂસ ની માહિતી લેતા રહેતા. એક દિવસ ગયો ...બે દિવસ ગયા ...ત્રીજા દિવસ સવાર ની વાત છે...

સવારે મનપ્રીત અને હું ખુલ્લા ધગધગતા રણ પર આંખો માંડીને બેઠા હતા. મારા આંખ માં પાણી હતું , ચહેરા પર ઉદાસી ...

મનપ્રીત:- શું થયું ભાઈ... કેમ આટલો ઉદાસ છે અને આંખ માં પાણી..!! કેમ..?

હું:- કંઈ નહિ ભાઇ... બસ માની યાદ આવે છે . બહુ સમય થઈ ગયો, મળ્યો નથી અને ના જાણે મળી શકીશ કે કેમ ?

મનપ્રીત:- ભાઈ જો આપણે સૈનિક છીએ. ઘર થી દૂર રાખીશ તો દેશ ના કરોડો લોકો એમની માં અને પરિવાર સાથે અને મને પણ મારી મા ની બહુ જ યાદ આવે છે ....

અમારી વાતો ચાલતી હતી એ સાંભળી ને officer જાવેદ બોલ્યા :- મનપ્રીત.....12 તારીખ ક્યારે છે..?

મનપ્રીત:- sir.....12 તારીખ ગયે તો 5 દિવસ થઈ ગયા... આજ તો 17 તારીખ છે... કેમ sir..? શું થયું?

જાવેદ સર :- કઇ નહિ. બસ ઘરે થી મારા છોકરા નો letter આવેલો કે પપ્પા મારો 12 મો જન્મદિવસ છે તો તમે મારા સાથે cake cut કરવા હોવા જોઈએ પણ હું ના જઇ શક્યો.... આ કહેતા કહેતા એમનો અવાજ ધીમો થતો ગયો...

હું બસ એ બંને ની વાતો સાંભળતો હતો. અને મારી માં ના વિચારો માં જ હતો.

મને જોઈને મનપ્રીત બોલ્યો ..., મહારાષ્ટ્ર માં ચાલતા હિંદુ મુસ્લિમ ના દંગા માં ગયો હતો. બે મહિના ત્યાં જ રોકાવા નો આદેશ હતો. મારી મા ની તબિયત ખરાબ હોવા છતાં જવુ જ પડ્યું. અને પછી આવ્યો ત્યારે મારી મા મને છોડી ને જતી રહી હતી.. એ માં ને ખોયા પછી હું આ માં ની સેવા કરી રહ્યો છું...

આ વાત સાંભળી ને જાવેદ સર એ તરત જવાબ આપ્યો:- બસ આ જ વાત ...આજ વાત થી લોકો આપણને માણસ નથી સમજતા લોકો ને લાગે છે સૈનિક ના શરીર માં દિલ હોતું જ નથી. પથ્થર હોય છે પથ્થર... અહિંયા આપણે ત્યાગ નો ઉપયોગ એમના સ્વાર્થ માટે કરવા માં આવે છે... અહીંયા કોઈ collage માં જઈને લોકો indian army ને rapist કહે છે અને એમને કોઈ રોકતું નથી... કાશ્મીર માં આપણે ગોળી ખાઈ ને એમની રક્ષા કરીએ અને એ લોકો આપણને પથ્થર મારે છે... સાચે આપણામાં દિલ નહિ પથ્થર હોવું જોઈએ. આ વાત ને સહન કરવા....

મનપ્રીત :-

જિનકે લીયે હમ બેઠે થે જાન પે ખેલ જાને કો...
વો હી સાલે બેઠે થે હમારી લાશ સજાને કો...

જાવેદ:- સાચે આપણે દેશ ની રક્ષા કરીએ છીએ. એ જ દેશ માં અમુક લોકો આપણને જ કોસે છે પણ આપણે આપણી માં ના માટે લાડીએ છીએ અને આ આપણું કામ છે. બાકી અલ્લાહ ને ગમશે એ થશે....

હું :-. અલ્લાહ , ભગવાન ના નામ દેશ ને સફેદ કપડાં વાળોએ વેચી નાખ્યો અને આજે આવા દિવસો જોવા પડે છે... એક સૈનિક ની જિંદગી ને લોકો હરામની જિંદગી સમજે છે . આપણી જાન ની કિંમત શું ...?? 2/3 વીરતા મેડલ્સ & 5/10 લાખ એમ જ ને... ??

Officer જાવેદ:- ના ભાઈ...એ એક મોટી કમાઈ છે લોકો જીવન માં કરોડો કમાય પણ એટલી ખુશી ના મળે જેટલી એક સાચા દેશભક્ત સૈનિક ને વીરતા મેડલ મળે ત્યારે થાય... અલ્લાહ ને મંજુર હશે તો જરૂર મળશે.

મનપ્રીત:- sir ... કેમ નહિ...? મળશે જ... મારો મોટો ભાઈ કારગિલ ની જંગ મા શહીદ થઈ ગયો. ઘર મા એક હું જ હતો. જેના પર મારી ગરીબ માતા ને સંભાળવાની ની જવાબદારી , તો પણ મારી માં એ મને દેશ ની સેવા માટે મોકલ્યો.

હું:- એક છોકરા ને ગુમાવ્યા હોવા છતાં નાના છોકરા ને army મા....?? ધન્ય છે આવી માં... આજ ના દિવસો માં લોકો પૈસા માટે એક બીજા ની જાન ના દુશ્મન બને છે અને અહીંયા.....2-2 જીગર ના ટુકડા દેશ ની સેવા માટે..!!! ધન્ય છે એ માં. આ વખતે ઘરે થી કહીને નીકળ્યો છું ત્રિરંગા માં લપેટાઈ ને આવીશ કા તો તિરંગો લહેરાઈ ને આવીશ.

હું અને મનપ્રીત સાથે બોલી ઉઠ્યા :- sir .... શરીર ના એક એક લોહી ની બુંદ પર આ દેશ નું કરજ છે એ ચૂકવી ને રહીશું.

Officer જાવેદ અમારો આત્મવિશ્વાસ જોઈને અમારી પાસે આવી ને બોલ્યા:- well done જવાન... we can do it...& we will kill all the terrorist....... આ વાત સાંભળીને મારા માં કંઇક અલગ જ પ્રકાર ની ઉર્જા નો સંચય થયો... અને અમે પાછા અમારા કામ પર લાગી ગયા.....

સાંજ નો સમય થયો... દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું.... માટી ઉડતી હતી અને હાડકા ઓગાળી નાખે એવી ગરમી...

પણ... પણ.. અચાનક દૂરબીન માં મને સામે થોડી હિલચાલ દેખાઈ... થોડો થોડો કાળો ધુમાડો હવામાં ઉડતો જણાયો. જાણે ત્યાં કોઈએ ભોજન બનાવા માટે લાકડા સળગાવ્યા હોય... ધૂળ બહુ હતી હમણાં વધારે સ્પષ્ટ દેખાતું ન હતું... પણ મને શંકા થતા મેં officer જાવેદને જણાવ્યું . એમણે દૂરબીન લઈ ને જોયું તો એમની આંખોમાં ગુસ્સો અને આંખ માં એક અનોખી ચમક હતી.

એમણે મને અને મનપ્રીત ને કહ્યું, સામે 10 આતંકવાદીઓ આપણી border cross કરવા આવી રહ્યા છે. એમને અહીં આવતા હજુ 2/3 કલાક થઈ જશે. આપણા જોડે 2 રસ્તા છે, એક તો અહીં થી ભાગી જઈને જીવ બચાવીએ અથવા તો આજે લડી લઈએ અને દેશ બચાવીએ.

મારા હાથ કાંપવા લાગ્યા કારણ કે આજ પહેલા મેં gun નો ઉપયોગ ક્યારેય કોઈને ગોળી મારવા કરેલ નહીં. પણ પછી મને અંદર થી અવાજ આવ્યો, આજ કંઈક કરી નાખવા નો સમય છે... આજ કૈક કરી ને બતાવું જ પડશે...

મારા હાથ માં મને ભેટ આપેલી AK47 હતી અને હું બોલી ઉઠ્યો... દેશ ના દુશ્મનો ને માર્યા સિવાય જો હું પાછો જીવ બચાવી ને નાસી જઉં તો મારી માતા નું ધાવણ લાજે....

હું મનપ્રીત અને officer જાવેદ અમારો camp છોડી ને થોડી દૂર માટી ના મોટા ઢગલા પર છુપાઈ ને ગોઠવાઈ ગયા... સુરજ ડૂબી ગયો અંધારી રાત હતી કોઈ પણ અવાજ નહિ...

officer જાવેદ અને મનપ્રીત ના શ્વાસ લેવાનો અવાજ હું એકદમ સહેલાઇ થી સાંભળી શકતો હતો અને અચાનક દૂર થી એક નાની light અમારા camp સામે આવતી દેખાઈ. એ લોકો નજીક આવતા ગયા એમ જ અમારા હૃદય ની ધડકનો વધાવા લાગી. આખરે થોડા કલાક પછી 10 આતંકવાદીઓ ભરી બંદૂક અમારા કેમ્પ આગળ આવીને ઊભા રહી ગયા.

એમાંથી એક બોલ્યો "જનાબ, indian army કા camp હૈ.."

તો એમના મા થી બીજો બોલ્યો "ક્યાં તુમ ભી મજાક કરતે હો મિયાં.... વો હિન્દુસ્તાની હૈ , વો ક્યાં હમારા સામના કરેંગે...!! ડર કે મારે ભાગ ગયે હોંગે... બસ કુછ વક્ત બાદ પૂરે હિન્દુસ્તાન કો ખૂન કે આંસુ રૂલાયેંગે ..."

આ સાંભળી ને મને ગુસ્સો આવ્યો હું મારી બંદૂક થી એના માથા પર ગોળી મારવા માટે નિશાન સાધી રહ્યો હતો ને મને officer જાવેદ એ ટોક્યો... મને કહયુ, કે એક સાચા સૈનિક નો એક ધર્મ ગમે તેવી પરિસ્થિતિ માં cantrol માં રાખવા નો પણ છે. આ સાંભળી હું થોડો શાંત થયો.

રાત વધારે થઈ હોવા થી એ લોકો એ ત્યાં જ રાતે આરામ કરવા નું નક્કી કર્યું.... એના કારણે અમારા જોડ તક હતી, એમને એક સાથે ખતમ કરવા માટે....

અંધારી રાત... ચંદ્ર નો પ્રકાશ આખા ખુલ્લા રણ મા ફેલાયેલો જાણે કે દિવસે સૂરજ ના કિટાણો પૃથ્વી ને પ્રકાશિત કરે..... સામે 10 લોકો અને મારા પાસે મારા 2 સાથીદારો.... કોઈ એક પોતાના કાર્ય મા સફળ થવાનું હતું, એ નક્કી હતું. કાં તો terrorist અમને મારીને દેશ ની સરહદ માં ઘુસી જાત કાં તો એ 10 ને મોત ની ઊંઘ ઊંઘાડીને અમે અમારી માં નો બચાવ કરત...

એ એવો સમય હતો જ્યારે અમારી મદદ માટે કોઈ ના આવી શકતું , ના અમે કોઈ ને મદદ માટે બોલાવી શકતા. અમારી પાસે એમનો સામનો કર્યા સિવાય કોઈ બીજો રસ્તો ના હતો..

officer જાવેદ અમારા senior હતા . સ્વાભાવિક રીતે એ આવા encounter ના mission માં પહેલા પણ જોડાયા હતા. તો એમને આ પરિસ્થિતિ વિષે અમારા કરતાં સારું એવું જ્ઞાન હતું. તેઓ એ અમને શાંતિ પૂર્વક કામ લેવા તથા આવેશ મા આવી ને કોઈ કદમ ના લેવા માટે આદેશ આપ્યો.

Terrorist માં થતી વાત-ચીત અમે સાંભળી શકતા હતા... એ કઈ રીતે દેશ માં ઘૂસી ને એમના કામ ને અંજામ આપવા ના છે અને કઈ રીતે ત્યાં થી બચીને પાછા જવાના છે એ બધું અમે સાંભળી લીધું હતું....

આ વાત સાંભળીને officer જાવેદ ના મોઢા પર એક હસી (ખુશી) જોઈને અમે અચરજ પામ્યા... મારા થી રહેવાયુ નહિં , મેં એમને પૂછ્યું કે , " કેમ તમે ખુશ છો ? એ ખબર હોવા છતાં કે દુશ્મનો વધારે છે અને આપણે ઓછા ... ? "

એમણે મને કહ્યું કે, " દુશ્મનો ની ગણતરી કરી ને જંગ ના થાય . જંગ માં જરૂર, માણસો ની સંખ્યા ની નહિ પણ જરૂર માણસ ના જઝબા ની હોય છે... "

એમણે આ mission નું નામ mission ' આત્મરક્ષા ' આપ્યું. નક્કી કરેલા plan મુજબ અમે 3 લોકો અલગ અલગ દિશા મા વહેંચાઈ ગયા. officer જાવેદ એ camp ની સામે ની બાજુ ના માટી ના ઢગલા સામે જઈને position લઈ લીધી. મને ડાબી બાજુ અને મનપ્રીત ને જમણી બાજુ stand by કરવાનો આદેશ આપ્યો. અમે પોતાની જગ્યા લઇ લીધી અને જમીન પર આળોટી ગયા, જેથી આતંકવાદીઓ અમને જોઈ ના શકે.

ચારેબાજુ એકદમ સન્નાટો છવાઈ ગયો. આતંકવાદીઓ camp મા સુઈ ગયા હતા. ત્યારે અમે એક સાથે હુમલો કરવા માટે એક બીજા ને સંકેત આપ્યો. પણ એક વસ્તુ નું ધ્યાન રાખવાનું હતું કે અમારા જોડે પૂરતી માત્રા માં બંદૂક ની ગોળી ઓ છે કે નહિ. મનપ્રીત ને માટીના ઢગલા ઉપર થી જ sniper થી નિશાનો સાધવા માટે આદેશ આપવામાં આવ્યો..... હું મારા પહેલા mission માં હોવાથી મને જાવેદ sir ના પાછળ પાછળ camp પાસે જવાનો આદેશ મળ્યો... જાવેદ sir અને હું ધીરે ધીરે camp પાસે જવા લાગ્યા...

ત્યાં અચાનક જાવેદ sir એ મને હાથ બતાવી ને ત્યાં જ ઉભા રહેવા કહ્યું. હું સમજી ગયો એમનો ઇશારો. કારણ કે અમને training વખતે શીખવાડવા માં આવ્યું હતું કે આગળ નો સાથીદાર હાથ બતાવી ને ઉભા રહેવા કહે તો આગળ અણધારી મુસીબત હોય કાતો કંઈક આવું હોય જેનાથી પાછળ વાળા માણસ ને નુકસાન થઈ જશે....

officer જાવેદ એમની બંદૂક ને camp ની સામે રાખી ને ધીમે ધીમે ચાલવા લાગ્યા હું એમની ઉપર નજર રાખી ને ઉભો હતો. officer જાવેદ એ ગોળીબારી શરૂ કરી. એમણે પોતાની શરૂઆત ની ગોળીઓ થી બે આતંકવાદીઓ મારી નાખ્યા.... ગોળી ના અવાજ થી બીજા આતંકવાદીઓ પોતાના બંદૂક લઈને camp ના પાછળ સંતાઈ ગયા. હું officer જાવેદ ના પાછળ પાછળ આતંકીઓ પર ગોળીબાર કરી રહ્યો હતો... અચાનક એક આતંકી ની 5 ગોળી જાવેદ sir ના ખભા પર વાગી ત્યાં જ જાવેદ sir જમીન પર પડી ગયા .

હું એમના પાસે ગયો. એમને મને એમના પર ધ્યાન આપવા કરતા આતંકીઓ ને મારવા પર ધ્યાન આપવા કહયુ. પણ મને એમને એમ જ છોડી ને જવું યોગ્ય ન લાગ્યું. પાછળ થી એક આતંકી એમને ગોળી મારવાનો જ હતો કે મનપ્રીત એ એને ગોળી મારી ઠાર કરી નાખ્યો.

બંદૂક ના અવાજ, જાવેદ sir ના ખભામાંથી નીકળતું લોહી અને લાશો ના ઢેર જોઈને હું બંદૂક ની trigar દબાવવા માટે પણ સક્ષમ ના હતો. હું મારી જાત થી હારી ગયો હતો.

મેં બંદૂક જમીન પર મૂકી અને એ જોઈને જાવેદ sir બોલ્યા કે, " કેમ ઉતરી ગયુ ને ભૂત, દેશ માટે કંઈક કરવાનું... આમ બંદૂક મૂકી ને મરવા કરતા નાસી જા અહીંયાંથી. ઓછામાં ઓછું એમ તો કહી શકીશ કે દુશ્મન સામે હતા અને હું ડરી ગયો અને નાસી ને જીવ બચાવ્યો... આ સાંભળી ને મારી આંખો શરમ થી ઝૂકી ગઈ... એમને મને કહ્યું કે નાસી ને જીવ બચાવીશ તો આખી જિંદગી મોઢું શરમ થી જુકાવીને ફરીશ એના કરતાં તો ગોળી ખાઈ ને દેશ માટે શહીદ થઈશ તો તારા ઘરવાળા તો માથું ઉઠાવી ને તો ચાલી શકશે.... આજ મોકો મળ્યો છે તને કંઈક કરી નાખવાનો એમ જ જતો ના કર.. camp ની પાછળ દુશ્મન છે, જા એમનો સામનો કર.... "

હું એ બાજુએ ગયો. મેં મારી બંદૂકમાંથી ધૂંઆધાર ગોળીઓનો વરસાદ ચાલુ રાખ્યો. 3 આતંકીઓ ને મેં ત્યાં ને ત્યાં જ મોત ને ઘાટ ઉતાર્યા...

ત્યાં મને કમર પર પર 4 ગોળીઓ વાગી, હું અશક્ત થઈ ગયો. જમીન પર પડ્યો રહ્યો હતો ત્યાં જ મનપ્રીત મને મદદ કરવા આવી રહ્યો હતો. ત્યાં એક આતંકી એ hand bomb ફેંક્યો. Officer જાવેદ અને મનપ્રીત ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા... એ બન્ને હોશ માં ન હતા .

હવે 4 આતંકવાદીઓ વધ્યા હતા પણ એમનો સામનો કરવા માટે હું અશક્ત હતો. એ લોકો ત્યાં થી બચી ને નીકળવાનો પ્રયાસ કરતા હતા . આ જોઈને હું ઉભો થયો , મારા ગોળીઓથી છિન્નભિન્ન થયેલી કમરને અવગણી , મેં મારી AK47 લીધી અને camp તરફ ચાલતો થયો.

ત્યાં આતંકવાદીઓ એ મને જોયો, મારા પગ માં ગોળી મારી. જવાબ માં મેં પણ 4 રાઉન્ડ ગોળી fire કરી... મારી આંખો ધીમે ધીમે બંદ થવા લાગી હતી. મેં મારા પાસેના ખંજર થી મારો પગ મારા શરીર થી અલગ કરી નાખ્યો. જો હું એમ ના કરોત તો મારા શરીર માં ઝેર ફેલાઈ જાત.

ખુશી એ વાતની હતી કે આતંકવાદીઓ ને મારવામાં હું સફળ રહ્યો હતો અને દુઃખ એ વાત નું હતું કે officer જાવેદ અને મનપ્રીત ને બચાવી ના શક્યો... આખી રાત જમીન પર પડ્યો રહ્યો, આંખો બંદૂક ની ગોળીના ઝેર ના પ્રભાવ થી બંદ થઇ ગઇ...

સવારે અમારા camp સુધી army ની મદદ પહોંચી. ..મને antidote આપી ને ભાન માં લાવા માં આવ્યો... officer જાવેદ અને મનપ્રીત ની લાશ એમના પરિવાર ને સોંપી દેવામાં આવી. સાથે સાથે એમના પરિવારજનો ને આર્થિક સહાય પુરી પાડવામાં આવી...

મને સારવાર માટે લઈ જવામાં આવ્યો... મારો એક પગ લાકડાનો નાખવામાં આવ્યો.... પણ હવે દુઃખ એ વાત નું હતું . દુઃખ એ વાતનું હતું કે હવે હું army માં મારી સેવા આપવા માટે લાયક રહ્યો નથી....... મારે આગળનું જીવન ઘરે રહીને ગુજારવું પડશે.

સાથે સાથે મારા પર ગર્વ હતો કે મને વીરતા ચક્ર અને વીર પુરસકાર આપવા માં આવ્યા..... આજ પણ એ સમય મારી જિંદગી નો સુવર્ણકાળ છે.....

મારા જેવા લાખો સૈનિકો આમ દેશ માટે શહીદ અને ઘાયલ થાય છે. કારણ કે એ લોકો એમના પરિવાર કરતા તમારા પરિવાર ની ખુશીઓ ચાહે છે.... હું મારી જિંદગી ના આ અનુભવ પર થી કહી શકું કે........ army man ની life બસ બંદૂક લઈને સરહદ પર ઉભા રહેવા સુધી ની સીમિત નથી... એ જાગે તો દેશ ઊંઘે છે. એ લોહી ની હોળી રમે છે તો દેશ દિવાળી મનાવે છે....... એને પૈસાથી મતલબ નથી. એને દેશ અને દેશવાસીઓ તરફ થી મળતા પ્રેમ ની લાલચ હોય છે.

તો આજથી પ્રણ લઈએ કે આજુબાજુ કે કોઈ પણ જગ્યાએ કોઈ સૈનિક ઘરે પાછો આવે કે ક્યાંય પણ દેખાય તો એમને એક સલામ આપીશું..... એ સલામ એમના માટે આપણી ભાવના અને વિશ્વાસ પ્રગટ કરશે.??

? thanks for reading ?

- Dhruv Patel


બીજા રસપ્રદ વિકલ્પો