પાસપોર્ટ Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસપોર્ટ














એ રાતે પણ હું સૂમસામ બ્રિજ ના ઉપર એક્ટિવા ઉભું રાખીને બેઠો હતો. કાન માં હેડફોન
અને હેડફોન માં સોંગ... પણ મારા મગજ માં કંઇક અલગ જ ચાલુ હતું. વાત એમ હતી કે બીજા દિવસે મારા વિઝા નો મેઈલ આવવાનો હતો.

મેં કેનેડા સ્ટડી કરવા માટે વિચારેલું અને વિઝા માટે ફાઈલ મુકેલી... સવારે સૌથી વહેલા ઊઠી ને નેટ ચાલુ કરીને ઈમેઈલ ચેક કર્યો.

થોડી વાર માટે તો હું જાણે કે માટીની મૂર્તિ બની ગયો પણ થોડી વાર પછી મમ્મી પપ્પા પાસે દોડી ગયો અને વિઝા મળી ગયા એના સમાચાર આપ્યા...

હવે કેનેડા જવાનો રસ્તો ખુલી ગયો હતો અને બસ .... અહીંયા થી શરૂ થઈ મારી કહાની....

26 તારીખ ની રાત હતી એરપોર્ટ પર મમ્મી પપ્પા, દીદી અને મિત્રો મૂકવા આવેલા...

મમ્મી : સોનું બેગમાં બધું લઈ લીધું ને ? કંઈ ભૂલી નથી ગયો ને ?

હું : મમ્મી અહીંયા તો સોનું ના બોલાય યાર.. ( શરમાતાં શરમાતાં )

પપ્પા : બેટા .. તું ગમે તેટલો મોટો ભલે થઈ જાય રહીશ તો તું સોનું જ... ( હસતાં હસતાં )

દીદી : ધ્રુવ સંભાળીને જજે ...

હું : હા .. તારો ભાઈ મોટો થઈ ગયો હો...

દીદી : હા હો ડાહ્યા .. બહુ જ સારું પણ તું કહેતો હોય તો હું કહી દઉં તારું એક સિક્રેટ મમ્મી પપ્પા ને ...

હું : ના ના .. રહેવા દે તું બસ ચાલશે મારી મા ...

( મનમાં વિચારતો હતો કે હું વાર્તા - શાયરી લખું છું એ વાત પપ્પા મમ્મી ને દીદી ના કહે તો સારું )

પપ્પા : ચલ ફોટો પડાવી લે બધા સાથે

હું : હા ચાલો ગ્રૂપ ફોટો પાડી લઈએ , પછી મારે લેટ થશે....

ફોટો પડાવીને હું અંદર ગયો. બોડિંગ પાસ લઇને હું પ્લેનમાં બેસવા ગયો.

પ્લેનમાં બેસવા ગયો ત્યાં મારી જગ્યા ઠીક બારીની બાજુમાં હતી પણ બાકી ના લોકો ના જેમ ખુશ નહોતો કે બારી વાળી સીટ મળી મને , કારણ કે ક્યાંક ને ક્યાંક દિલ માં ફેમિલી થી દુર જવાનો ગમ હતો...

ધીમે ધીમે પ્લેનમાં લોકો અંદર આવવા લાગ્યા પણ મારી બાજુમાં કોની સીટ છે એ મને હાલ પણ ખબર ન હતી. થોડીવાર પછી એક છોકરી પ્લેનમાં આવી .વાદળી કલરની ટીશર્ટ, બ્લેક પેન્ટ, આંખો પર ચશ્મા અને મોઢામાં ચ્યુંગમ ... આખા પ્લેનના લોકોની નજર એના પર હતી. સુંદરતા નો અદભૂત નમૂનો. જાણે કુદરત એ એને બનાવવા અલગથી સમય નીકાળ્યો હોય... લેખક તરીકે મારું મન એના માટે કંઇક લખવા તત્પર બન્યું હતું પણ કંઇક વિચારું એ પહેલાં... એ મારા તરફ આવવા માટે નીકળી પડી , જોત જોતામાં મારી બાજુમાં આવીને એણે કહ્યું ,

" હાય... સોરી પણ તમારી વિન્ડો સીટ હું લઈ શકું ? મને વાદળો જોવાની બહુ જ ઈચ્છા છે તો તમે મારી સીટ પર આવી શકો? "

હું : ( મનમાં વિચારતો હતો કે વાદળો માં શું જોઉં છે , ભલે બેસવા દેવી જોઇએ મારે ... હકીકતમાં હું એને ના પાડી શકું એ હાલતમાં જ નહોતો... )

એણે ફરી કહ્યું : હું બેસી જાઉં તમારી જગ્યા પર ...?

હું : હા જરૂર .. આવી જાઓ...

હું એની સીટ પર બેસી ગયો અને પાછો મારી ફેમિલીની યાદો માં ખોવાઈ ગયો ...

પ્લેન ઉડવાની જાહેરાત પાઇલોટ એ કરી , એરહોસ્ટેસ એ બધાને બેલ્ટ પહેરવા કહ્યું.... એ મારી પહેલી વિમાન યાત્રા હતી તો બેલ્ટ સરખો લૉક નતો થયો , હું કંઇક બોલું એ પહેલાં ... એણે મારો બેલ્ટ સરખો લૉક કરી નાખ્યો... હું મનમાં શરમાઈ ને આખો બંધ કરીને સુઈ ગયો....

માંડ 10 મિનિટ થઈ હતી , પ્લેન હવામાં તરતું હતું જેમ પાણીમાં બોટ તરતી હોય , પાણીના મોજાની જેમ , વાદળોને કાપીને પ્લેન આગળ વધી રહ્યું હતું, ત્યાં અચાનક કોઈ મારા હાથ પર હાથ મૂકી થપથપાવતું હોય એમ લાગ્યું , મારી આંખ ખુલી ગઈ ...

એણે કહ્યું : તમારો મોબાઇલ મળી શકે ? સોંગ સાંભળવા છે .

હું : હા પણ વધારે સોંગ નહિ હોય મારા ફોનમાં

એણે કહ્યું : ભલે ..

મેં મારો ફોન એને મારી હેન્ડબેગ માંથી કાઢીને આપવા બેગ નીચે ઉતારી , હરખ એટલો હતો કે બેગ પણ હાથમાંથી પડી ગઈ અને બધી જ વસ્તુ બહાર ...

એણે કહ્યું : ધ્યાનથી, ધીમે ધીમે ...

હું : અરે કંઈ નહિ .. આ તો મારે રોજનું છે... કહીને મેં એને મોબાઇલ આપ્યો...

હું થાક્યો હોવાથી સૂઈ ગયેલો ... ઠીક 8 કલાક પછી અમારું પ્લેન કેનેડામાં ઉતરવાનું હતું, એની જાહેરાત થઈ ... ત્યાં મારી આંખ અચાનક ખુલી ગઈ. બાજુમાં બેઠેલી છોકરી જેને મેં મારો ફોન આપેલો હતો , એને જોઈને મારા હોશ ઉડી ગયા. એ મારા ફોનમાં પ્રતિલિપિ એપ ખોલીને મારી લખેલી રચના " પ્રપોઝલ " વાંચી રહી હતી. એના ચહેરા પર અલગ જ ખુશી હતી. એ વાંચવામાં એટલી મશગુલ થઈ ગયેલી કે એને એ પણ ખબર ના રહી કે હું એને જોઈ રહ્યો હતો . મેં પણ એને કંઈ ના કહ્યું, હું જોતો જ રહ્યો એને, પણ કંઈ બોલવાની હિંમત ના થઈ... ધીમે ધીમે એની આંખો બંધ થવા લાગી. અને ફોન એના ખોળામાં આવીને પડ્યો.હું મનમાં હસવા લાગ્યો. મને થયું કે એટલું ખરાબ લખું છું કે એને ઊંઘ આવી ગઈ .. પણ એ સૂતી વધારે સુંદર લાગી રહી હતી..

આખરે પ્લેન કેનેડા ઉતર્યું... હું કંઈ બોલ્યા વગર પ્લેન માંથી ઉતરી ગયો... એ સમય પર મારા દિલમાં કોઈ બીજું ન હતું . બસ મારું સપનું જે મેં જોયું હતું, કેનેડા જવા માટે . ખરેખર મારા મનમાં એ છોકરીનું નામ પૂછવાની વાત પણ ન હતી. એરપોર્ટ જોઈને મારી આંખો અંજાઈ ગયેલી. જે જગ્યા વિશે માત્ર સાંભળ્યું હતું એ જગ્યા પર હું પહોંચી ગયેલો.

હું ઇમિગ્રેશન માટેની લાઈન માં લાગેલો અને મારા જોડે ઓફિસરે પાસપોર્ટ માંગ્યો .

મેં મારી બેગ માં પાસપોર્ટ લેવા માટે હાથ નાખ્યો પણ હાથ માં મારા earphones, credit card અને ગોગલ્સ લાગ્યા... પણ પાસપોર્ટ!!!!!

મને પેલા એમ હતું કે કેનેડા માં આવ્યા ની ખુશી માં કદાચ બની શકે જલ્દી જલ્દી માં હાથ બેગ માં નાખ્યો એટલે પાસપોર્ટ ની ખબર ના પડી પણ ફરી એક વાર હાથ બેગ માં નાખ્યો તો મારા પગ નીચે થી જમીન ખસી ગઈ. પાસપોર્ટ બેગ માં ન હતો.
ત્યાં ની કડકડતી ઠંડી માં મારા મોઢા પર પરસેવો નીકળવા લાગ્યો. જેમ જમીન માં થી પાણી નો કોઈ સ્ત્રોત નીકળ્યો હોય. મારી આંખો બેગ ની અંદર ધારી ધારી ને જોતી અને મારા હાથ પગ ડર ના માર્યા ધ્રુજતા હતાં.
અજાણ્યાં દેશ માં એવી વસ્તુ ખોવાય જેના વગર ત્યાં રહેવું પણ શક્ય નથી એ આઘાત ખરેખર એક ખરાબ સપના બરાબર હતો. મેં ઓફિસર ને ENGLISH માં કહ્યું, મારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે...
ઓફિસર મારી સામે જોઈ રહ્યા અને મને થોડા પ્રશ્નો પૂછ્યા જેવા કે કેનેડા કેમ આવ્યા...
કોના ત્યાં રોકાવાનું છે વગેરે.
મારા જોડે એવા પ્રશ્નો પૂછ્યા જાણે મેં કોઈ ગંભીર ગુનો કર્યો હોય.
એ જોઈને મને એક પળ માટે એવું થયું કે પોતાના દેશ માં આમ પાસપોર્ટ ખોવાઈ ગયો હોય તો આમ પ્રશ્નો પૂછવા ને બદલે મદદ માટે હાથ આગળ કર્યો હોત. મને ઓફિસર એ એક બેન્ચ તરફ ઈશારો કરી ને ત્યાં બેસવા કહ્યું.
મારી આંખો માં આંસુ નો દરિયો સમાવી ને બેસ્યો હતો. મારા સપના મારી આંખ સામે જ તૂટતા દેખાતા હતા. કંઈ જ ખબર ન્હોતી પડતી , શું કરવું , પપ્પાને કહેવું કે નહિ , કોની હેલ્પ લઉં , આખરે એકલો હતો , અમાપ દરિયા વચ્ચે , હવે ....ફર્ક માત્ર એટલો હતો કે અહી વિશાળ વસતી વચ્ચે પણ હું એકલો હતો ....હવે શું કરું , કંઈ જ સમજાતું નહોતું....ત્યાં જ એક વાત સાંભળવા મળી...

બે ઓફિસર વાતો કરતા હતા કે પાસપોર્ટ વગર અહીંયા રહેવુ સંભવ નથી તો મને next flight માં પાછો ઇન્ડિયા માટે રવાના કરવામાં આવશે.

મારા હૃદય પર કોઈ એ પથ્થર જ મૂકી દીધો હોય એમ મને લાગવા લાગ્યું. તરત હું officers ના જોડે ગયો અને એમને વિનંતી કરી કે મને time આપો હું કંઈક કરી પાસપોર્ટ શોધી લઈશ. અને મારું સપનું તૂટી જશે જો મને પાછો મોકલ્યો તો.
પણ એમને મને કહ્યું કે પાસપોર્ટ વગર એ લોકો ઈચ્છે તો પણ મને ત્યાં રેવાની મંજૂરી ના આપી શકે.

હું તૂટી જ ગયો હતો, હાર માની લીધેલી...
કડકડતી ઠંડી જાણે રણ માં પડતી ગરમી માં બદલાઈ ગઈ...
આંખો લાલ અને એકદમ સુજી ગઈ...
મગજ કામ કરતું બંધ અને દિલ એ માનવા તૈયાર જ નતું કે મારા થી પાસપોર્ટ ખોવાઈ શકે. આ બધાં નો જવાબદાર હું જ હતો. કોઈને કાંઈ કૈ પણ ના શકતો એ સમય પર.
થોડી વાર માં એ ઓફિસર મારા જોડે આવ્યો અને મારા જોડે એક ફોર્મ ભરાવા માં આવ્યું જે confirmation form હતું કે મેં પાસપોર્ટ વગર journey કરી છે હું ગુનેગાર છું તેથી મને પાછા મારા દેશ મોકલવામાં આવશે.
મારા હાથ એ પેપર માં સહી કરતાં ખચકાતા પણ આખરે મારે સંજોગો ને ધ્યાન માં રાખીને કરવી જ પડી.
મારી બેગ સાથે મને પ્લેટફોર્મ નંબર 4 પર લઈ જવામાં આવ્યો. મારા પાછળ 3 પોલીસવાળા હતા.
આખું એરપોર્ટ એવી રીતે જોઈ રહ્યું મને જાણે હું કોઈ ગુનેગાર હોય હું.
મારી આંખો માં આંસુ ની નદી વહેવા લાગી.
પ્લેટફોર્મ પર પહોંચી ને મને બેસવા માટે કહેવામાં આવ્યું. હું બેસ્યો, એની બાજુમાં બેસેલા લોકો મારાથી દૂર જઈ ને બેસવા લાગ્યાં.
હું આંખો બંધ કરી ને બેસી રહેલો.. મને મારા ઘર ના લોકો ના સપના અને આકાંક્ષા તૂટતી સ્પષ્ટ રીતે જોવા મળી...
ત્યાં થોડી જ વાર માં મારી flight announce કરવા માં આવી. મને એન્ટ્રી પાસ આપી ને અંદર જવા કહેવામાં આવ્યું. મારુ ચેકિંગ શરૂ થયું. મેં ગેટ માં પગ મૂક્યો ત્યાં પાછળ થી અવાજ આવ્યો...

" ઓ .. હેલો.. મિસ્ટર રાઇટર ... તમે તમારો પાસપોર્ટ ભૂલી ગયા હતા... "

એ બીજું કોઈ નહિ પણ એ જ છોકરી હતી....

મેં કહ્યું : થેંક યુ સો મચ ...પણ તમારા જોડ મારો પાસપોર્ટ કઈ રીતે ?

એણે કહ્યું : ફોન આપતાં તમારી બેગ પડી ગઈ હતી એ ટાઈમ પાસપોર્ટ પણ પડી ગયો હતો તમે સૂઈ ગયા પછી મને એ દેખાયો અને મને થયું તમારી ઊંઘ નથી બગાડવી તો મારા જોડ રાખી લીધો પણ આપવાનો રહી ગયો....

મેં એના હાથ માં થી પાસપોર્ટ લઇ ને ફટાફટ ઓફિસર ને આપ્યો મારી ખુશી નો કોઈ પાર જ નહોતો જાણે નાના રડતા છોકરા ને ચોકલેટ મળી ગઈ હોય એમ ખુશ થઈ ગયો અને thanks કહ્યા વગર હું ઓફિસર ને મારા કાગળ તૈયાર કરાવા લાગ્યો...

મારા મગજ માં જ ન રહ્યું કે મારે એને thank you કહેવાનું છે. અને મને તો એનું નામ પણ નથી ખબર. હું કામ પતાવી ને બહાર નીકળ્યો ત્યાં યાદ આવ્યું કે એને thanks કહેવાનું તો રહી ગયું. ખરેખર કહું તો thank you કહેવાનું તો બહાનું હતું... પણ મારે બસ એને મળવું હતું... પણ આખા એરપોર્ટ માં શોધ્યા બાદ પણ એ મને ના મળી.

હું એરપોર્ટ ના બહાર નીકળ્યો ત્યાં મારા friend લોકો મને લેવા માટે આવેલા જ હતાં એમને મને ગાડી માં બેસાડ્યો અને એમના ઘરે લઈ ગયાં.

મારા સપનાં ની જગ્યા માં આવ્યાં છતાં પણ હું ખુશ નહતો. ક્યાંક ને ક્યાંક એ છોકરી ની યાદ આવતી હતી...એક નાનકડા લેખક તરીકે એના માટે કંઈક લખવાનું વિચાર્યું પણ....

પ્રતિલિપિ app open કરતાં ની સાથે જ એક notification દેખાઈ. જે મારી એક રીડર ની હતી. બહું time પેલા, અંદાજે છ મહિના પહેલા મને એણે પ્રતિલિપિ માં message કરેલો. મારી રચના એને ગમી હતી તો એણે એ કહેવા માટે message કરેલો. એના પછી મારી દરેક રચના માં એ કોમેન્ટ કરતી અને હું thanks પણ કહેતો...
પણ એ દિવસે કૈક અલગ જ comment હતી. એણે comment કરી કે

" PROPOSAL ના બધા પાર્ટ એકદમ સરસ છે તમારી જિંદગી સાથે બિલકુલ મળતાં આવે છે એવું મને લાગ્યું. તમને કહેવાની હિંમત ન થઈ પણ તમારા mobile માં પ્રતિલિપિ વાંચવા મળી એ જ મારા માટે બહુ છે..."

આ વાત વાંચી ને હું એક દમ અચરજ માં પડી ગયો કે પ્રતિલિપિ માં UNKNOWN I'd માં થી જેની comment 6 મહિના થી આવતી હતી એ મારા બાજુ માં જ હતી તો પણ એનું નામ ના પૂછી શક્યો. મેં તરત એને message કર્યો.

"તું એ જ છે ને!!!

એનો reply આવ્યો. "હા"

મેં કહ્યું ,"નામ તો કેહતી જા"

" हे थोड़ी दूर अभी सपनो का नगर अपना।
है मुसाफिर अभी बाकी हे कुछ सफर अपना...

અજાણ્યાં સફર માં અજાણ્યાં મુસાફર રહીને સફર કરવાની મજા જ કંઈક અલગ છે... "

મેં કહ્યું, " હું સમજ્યો નઈ... "

એણે કહ્યું, " શોધી લે જે મને જાતે. નસીબ માં હોઈશ તો જરૂર મળીશ. mr. writer... પણ એક વાત કહું ?!!
તું એકદમ હૃદય ને સ્પર્શી જાય એવું લખે છે. લખવાનું બંધ ના કરતો... ફોન આપવા Thanks bye..... અને હા મિસ્ટર રાઈટર... મારું નામ વૈદેહી છે... "

મેં એને message કરવા પ્રયત્ન કર્યો પણ એણે મને block કરેલો હતો...

વૈદેહી નામ જાણે કોઈ એ હૃદય પર ટેટુ ના જેમ કોતરાવ્યું હોય એમ લખાઈ ગયું હતું. એની યાદ માં હું એટલો ખોવાઈ ગયો કે mobile પડી ગયો હાથમાંથી...

Mobile ની સ્ક્રીન તૂટી ગઈ પણ મારા મોઢા પર સ્ક્રીન તૂટ્યા નું દુઃખ નહિ પણ મોઢા પર એક smile હતી. કરણ કે વૈદેહી એ mobile ના કવર પાછળ એક નાનકડા કાગળ માં એણે એનો નંબર લખ્યો હતો... અને લખ્યું હતું કે મળી શકે તો મળી લે જે....

7 વર્ષ થઈ ગયા એ વાતને ...

આજે હું એક સફળ સોફ્ટવેર એન્જિનિયર છું, સાથે સાથે એક સફળ લેખક પણ ....
પણ હા .. મમ્મી પપ્પા ને પણ દીદીએ કહી જ દીધું કે હું એક લેખક છું , પહેલાં તો એ માની જ ના શક્યા પણ પ્રૂફ જોઈને માનવું પડ્યું ....... હાહાહાહા

પણ હા... હું હવે એકલો નથી ... મમ્મી પપ્પા પણ હવે મારી સાથે છે અને હા ... એક વાત તો ભૂલી ગયો ...વૈદેહી .. હા .. વૈદેહી... આજે મારી જીવનસાથી બનીને દરેક મુશ્કેલી માં મારો સાથ આપે છે . મારી કલમની ચાહક ... મારી ચાહક ...


? thanks for the reading ?

- Dhruv Patel