બ્લેક આઈ - પાર્ટ 24 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ - પાર્ટ 24

બ્લેક આઈ પાર્ટ 24

અમર અને તેનો ખબરી બીજું કઈ નહીં પરંતુ ડ્રગ્સ ની જ વાત કરતા હતા પણ જેમ બિઝનેસ કરતા હોય તે રીતે આથી તેમની વાત પણ થઇ જાય અને કોઈ સાંભળતું હોય તો તેને પણ ખ્યાલ ન આવે .

થોડીવાર અમર અને તે ખબરી એ ડ્રગ ની સપ્લાયર ગેંગ માં કેવી રીતે અમર ને મોકલાવવો તે વિશે ની પ્લાનિંગ કરીને બંને છૂટા પડ્યા .

અમર અને ખબરી એ સાગર જે કોલેજ માં જવાનો હતો તે જ કોલેજ ને પોતાનો ટાર્ગેટ બનાવવાનો નક્કી કર્યો હતો , તે કોલેજ સીટી માં પોતાની ખરાબ ઇમેજ માટે પ્રખ્યાત હતી , ત્યાં સ્ટુડન્ટ માટે ડ્રગ લેવું આમ વાત હતી , તેમાં મોટા ભાગના સ્ટુડન્ટ પૈસા વાળા મા બાપ ના હતા , જેમને પોતાના સંતાનો કોલેજ જઈને શું કરે છે તે જાણવાનો પણ ટાઈમ ન હતો . કોલેજ ના મેનેજમેન્ટ શરૂઆત માં તેમને પોતાના સંતાનો વિશે વાકેફ કરવાની ટ્રાય કરી હતી , અને આ જે ગેરકાયદેશર બધું ચાલતું હતું તેને બંધ કરવાની કોશિશ કરી હતી પણ તેનું પરિણામ શૂન્ય આવ્યું અને કોલેજ પ્રશાશન ને પણ જેમ ચાલે તેમ ચાલવા દેવાની ધમકી મળવા લાગી . આથી કોલેજવાળાઓ એ આ બાબત માં માથું મારવાનું મૂકી દીધું અને તેઓ પોતાના કામ થી કામ રાખવા લાગ્યા . બધા લેકચર માં પ્રોફેસર ક્લાસ માં પોચી જતા , જો કોઈ સ્ટુડન્ટ હાજર હોય તો તેમને ભણાવતા અને ન હોય તો તેમનો લેકચર પૂરો થયે ક્લાસ માંથી ચાલ્યા જતા .

અમર અને સાગરે સીટી માં ઘણું sarch કરીને આ કોલેજ ગોતી હતી , તેમને જે માટે ની ડિમાન્ડ હતી તે આ કોજેલ થકી જ થઇ શકે તેમ હતી .

સાગરે ત્યાંના HOD અને principal ની ફુલ detail કાઢી લીધી હતી . તે બંને દેશભક્ત હતા અને તેમની કોલેજ મા જે ચાલતું તેના થી પરેશાન પણ આથી જ અમર અને સાગર બંને તેમને મળે છે અને તેમને પોતાનો અડધો જ પ્લાન કહે છે , તેમને જણાવે છે કે સરકાર દેશ માંથી આ ડ્રગ નામની બીમારી દૂર કરવા માંગે છે , અને દેશના યુવાધનને સાચા રસ્તા ઉપર લઇ જવા માંગે છે , આથી એક સ્ટુડન્ટ અને એક સપ્લાયર બનીને કોલેજ માં આવશે અને ધીમે ધીમે તેમના નેટવર્ક માં એન્ટર થઈને તેમનો પર્દાફાશ કરીને તેમને સજા આપવા માંગે છે . આથી જ પ્રિન્સિપાલ તેમને તેમના મિશન માં સાથ આપવા તૈયાર થઇ ગયા .

તે ખબરી જેને અમર સોનુ નામે બોલાવતો પણ તે તેનું સાચું નામ ન હતું , અને તેનું સાચું નામ પણ ફક્ત અમર ને જ ખબર હતી . તેને થોડા દિવસો માં અમર ને સારા માં સારી ડ્રગ ની વ્યવસ્થા કરી દીધી હતી , અને હાલ પૂરતું તેનું કામ પૂરું થવાથી અંડર ગ્રાઉન્ડ થઇ ગયો હતો .

અમર અને સાગરે કોલેજ માં જવા માટેની બધી તૈયારી કરી લીધી હતી . સાગરે કોલેજ જવાનું શરૂ કરી દીધું હતું . તેને પહેલી પોતાની છાપ એક મવાલી જેવા સ્ટુન્ડેન્ટ ની જ કરી જે બાપ ના પૈસા બગાડવા માટે જ કોલેજ આવતા હોય છે અને જેમને બધા પ્રકાર ની સારી નરસી આદત હોય , તે ત્યાં કોલેજ નું વાતાવરણ જ જાણવા અમર થી આગળ ગયો જેથી કોલેજ વિશે ની બધી માહિતી આપી શકે .
conti .....