Premno anubhav books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અનુભવ

આજે કોલેજ નો પ્રથમ દિવસ એટલે અંદરથી ખૂશી નો પાર ના હોય, કારણ કે સ્કૂલ માં અભ્યાસ કરતાં હોય ત્યારથી કોલેજમાં અભ્યાસ કરવાનાં સપનાં જોયા હોય કોલેજ માં કોઈ યુનિફોર્મ પહેરીને નહિ જવાનું એટલે ખૂબ જ ઉત્સાહ સાથે બધા વિધાર્થીઓ આજે તૈયાર થઈ ને રંગબેરંગી કપડાં સાથે ઈમપ્રેશન સારી પડે એવા વિચારો લઈ કોલેજમાં આવ્યા હતા. બધા એક બીજા ને જોઈને કાંઈક વિચારતા હોય એમ ક્લાસમાં ગોઠવાય ગયા.


પેહલા દિવસે તો કોઈ કોઈને ઓળખતુ ન હોવાથી બધા શાંત બેઠા અને આજૂબાજૂના લોકોને જોતાં હતા. ત્યાંરે એક છોકરો શાંતિથી હડપચી પર હાથ ટેકવીને બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. ધીરે ધીરે ક્લાસમાં ધીમો ધીમો અવાજ થવા લાગ્યો બધા આજૂબાજૂ માં બેસેલ વિધાર્થીઓ સાથે ઓળખાણ કરવા માં મશગૂલ હતા. અચાનક સર ક્લાસમાં આવવાથી શાંતિ થઈ ત્યારે એ છોકરાએ અંદર ધ્યાન કર્યું.


સર એ પહેલા પોતાનો પરિચય આપતા કહ્યું હું આશિષ ત્રિવેદી અર્થશાસ્ત્રના પ્રોફેસર. આજે આપણે એકબીજા સાથે થોડો પરિચય કરી પછી અભ્યાસની શરૂઆત કરીએ. એટલે બધા હા કહી વારાફરથી ઊભા થઈ પોતાનો પરિચય આપવા લાગ્યા જ્યારે પેલા છોકરાનો વારો આવ્યો ત્યારે બધા એની સામે તાકી રહ્યા. કારણ કે એ આવ્યો ત્યારથી ના તો કોઈ સામે જોયું કે ના તો કાઈ બોલ્યો હતો.


એ ઊભો થયો અને બોલ્યો હું વિશાલ પરિખ અને બેસી ગયો અને આમ આખા કલાસ નો પરિચય આપવામાં પહેલો લેક્ચર પૂરો થઈ ગયો વચ્ચે ૫ મિનિટ નો સમય હતો એટલે બધા પાછા વાતો કરવા લાગ્યા. આમજ આજનો દિવસ પૂરો થવા આવ્યો. છેલ્લા લેક્ચર પછી બધા ઘર તરફ રવાના થયા. આમ ને આમ દસેક દિવસ થયા લગભગ બધા ને મિત્ર વર્તૂળ બંધાઈ ગયા પણ વિશાલ જેમ હતો તેમ જ એકલો બેસતો.


સમય જતાં તેના પણ ત્રણ મિત્ર બન્યા અમિત ગજજર, શિવાની પ્રજાપતિ અને નિલય પટેલ. તેમ છતાં વિશાલ હમેશાં ઓછું અને કામ પુરતું જ બોલતો એનું કારણ કદાચ એની એક તકલીફ હતી. વિશાલ ના ડાબા હાથનાં પંજો જકડાય ગયો હોય એમ બીજા ની જેમ પોતે આસાનીથી એ હાથ વડે કામ ન કરી શકતો. આ વાતની ખબર તેના મિત્રો સિવાય કોઈ ને ન હતી.


જ્યારે બીજી બાજુ કલાસ મા ઊર્મિ નામની એક છોકરી કોલેજના પહેલાં દિવસ થી વિશાલ ને જોયા કરતી પણ આ વાતની કોઈ ને ખબર ન હતી. વિશાળ દેખાવમા તો મધ્યમ બાંધો ઊંચાઇ ૫ ફૂટ ૧૦ ઈચ અને ઘંઉવર્ણો રંગ જે સામાન્ય લાગે. પણ ઊર્મિ ને વિશાલ મા કાઈક અલગ દેખાતું જે એ જોયા કરતી.


એમજ સમય પસાર થતાં પરીક્ષા નજીક આવી ગઈ બધા તૈયારી માં લાગી ગયા અને પરીક્ષા પહેલાં એક અઠવાડિયાની વાંચવાની રજા હતી આમ તો ઊર્મિ અભ્યાસ માં હોંશિયાર હતી પણ અત્યારે ઊર્મિ ને વાંચવામાં ધ્યાન લાગતું ન હતું એકાએક એને વિશાલ નો ચહેરો યાદ આવ્યો અને વિશાલ ને જોવા મન વ્યાકુળ થતું હતું એટલે એને વિશાલ ની ફ્રેન્ડ શિવાની ને મળવા નું વિચાર્યું પણ ઊર્મિ એ આજ પેલા શિવાની સાથે ક્યારેય વાત કરીજ ન હતી તેથી ઊર્મિ ના મન માં સવાલ થયો કે શિવાની ક્યાં રહે છે એની તો ખબર નથી. આવા વિચારો માં એ ક્યારે સુઈ ગઈ ખબર જ ન પડી સવારે ૬ વાગે એલાર્મ ના અવાજ થી ઝબકી ને જાગી.


ફટાફટ ફ્રેશ થઈ ત્યાં સુધીમાં ઊર્મિના મમ્મીએ ચા બનાવી આપી એ પીય ને પાછી વાંચવા બેઠી પણ મન પાછું વિચારો ના ગરકાવ થઈ ગયું અને પાછી વિશાલ માં ખોવાઈ ગઈ. એમાં જ ૯ વાગી ગયા એમ ને એમ 2 દિવસ જતા રહ્યા પણ ઊર્મિને તો એમ લાગ્યું જાણે મહિના થઇ ગયા ત્રીજા દિવસે ઊર્મિને યાદ આવ્યું કે આજે મંગળવાર છે અને આજે કોલેજ લાઈબ્રેરી માંથી બુક્સ બદલવા માટે તેના કલાસ નો વારો છે એટલે સવારે એ થોડી ખુશ થઈ ગઈ અને તૈયાર થઈ મમ્મીને કીધું અને કોલેજ જવા નીકળી.


કોલેજ પહોંચી ઊર્મિ ગાડી પાર્ક કરી લાઈબ્રેરી જવા થોડું ચાલી ત્યાં પાછળ થી કોઈ એ બુમ પાડી એ સાંભળી ઊર્મિ પાછળ ફરી ને જોયું તો કિશન હતો જેને ઊર્મિને બૂમ પાડેલી કિશન શિવાની નો સ્કૂલ ફ્રેન્ડ હતો એટલે ઊર્મિ ને થયું તેની પાસે થી શિવાની નો નંબર મળી જશે માટે ઊર્મિ ઊભી રહી કિશન ને પૂછ્યું તું આજે કેમ અહીં ત્યારે ઊર્મિ એ કહ્યું બુક બદલવાની છે મારે કંપની લૉ ની બુક જોઈએ છે. કિશને પૂછ્યું તો તારી પાસે કઈ છે ? ઊર્મિએ જવાબ માં કહ્યું વાણિજ્ય વ્યવસ્થા. તો એજ પળે કિશન બોલ્યો એક કામ કરીએ તો મારી પાસે કંપની લૉ ની છે અને મારે વાણિજય વ્યવસ્થા જોઈએ છે આપણે અહીં જ બદલી લઈએ અને આવતા મંગળવારે બદલી જમા કરાવી દઈશું. ત્યારે ઊર્મિએ હા કહી એટલે બંને એ બુક બદલી અને કિશન ચાલવા જતો હતો ત્યાંજ ઊર્મિ બોલી કિશન એક મિનિટ એક કામ છે તારું.


કિશન : હા બોલને


ઊર્મિ : તારી પાસે શિવાની નો નંબર છે ?


કિશન : હા કહી નંબર આપ્યો અને પૂછ્યું આજે એનું શું કામ પડ્યું ?


ઊર્મિ : કઈ નહી એની બુક જોઈએ છે મારે થોડું લખવાનું બાકી હતું એટલે.


કિશન મંદ મંદ હસ્યો પણ કાઈ બોલ્યો નહી એટલે તરતજ ઊર્મિ એ પૂછ્યું કેમ હસ્યો ? અરે કાઈ નહી તારે બુક જોઈતી હોય તો વિશાલ પાસે માંગજે શિવાની પાસે બુક્સ પુરી નથી. ત્યાંજ ઊર્મિ બોલી તને કેમ ખબર ? અરે કાઈ નહિ એમજ કહી કિશન ચાલવા લાગ્યો પણ ઊર્મિ ને કાઈ સમજાણું નહી. પછી પણ એ કદાચ વિશાલ લાઈબ્રેરી માં મળે એ આશા સાથે કોલેજ માં ગઈ પણ કોઈ ના મળ્યું. નિરાશ થઈ પછી ઘરે જવા નીકળી. ઘરે પણ કાઈ મન ન લાગ્યું તો શિવાની ને ફોન કર્યો. બુક માંગી પણ શિવાની એ બાનું બતાવ્યું અને કીધું હું તને વિશાલ ની બુક લાવી આપું મારી બુક માં તને નય સુજે. એ સાંભળતા ઊર્મિને જોઈતું હતું ને મળી ગયું જેવું થયું. પછી ઊર્મિ સાંજે શિવાની સાથે નક્કી કરેલી જગ્યા પર મળી અને બન્ને વિશાલ ના ઘરે બુક લેવા ગયા. પણ વિશાલ ઊર્મિ ને નહોતો ઓળખતો એવું વિશાલ ને લાગ્યું કારણ કે વિશાલે ઊર્મિ સામે ક્યારેય જોયુ જ નહોતું.


બુક ક્યારે પાછી આપીશ? એમ વિશાલે પૂછ્યું પણ ઊર્મિ જાણે 3 દિવસ ની તરસ છીપાવી રહી હોય એમ વિશાલ ને જોઈ રહી હતી. વિશાલ ફરી બોલ્યો ત્યારે તેનું અચાનક ધ્યાન ભંગ થયું અને બોલી તને કયારે જોઈએ છે ?

કાલે સાંજે ચાલશે ?એવું ઊર્મિ એ પૂછ્યું; જવાબ માં હા કહેતા વિશાલે કીધું તું ફોન કરીને આપવા આવજે કદાચ હું કાલે સાંજે બાર જવાનો છુ, ઊર્મિ એ નંબર માટે પૂછ્યું અને વિશાલે નંબર આપ્યો. ત્યારે તો પોતાની ખુશી માંડ છુપાવી શકી. બહાર જતા સાથે શિવાની નો આભાર માની ઘરે ગઈ. પછી વાંચવા માટે બુક હાથ માં લીધી અને વિશાલ ની યાદ પછી એનું કામ કરી ગઈ. પણ આજે તો ઊર્મિ પાસે વધુ સારી યાદ હતી અને એ ખુશ પણ હતી. વિચારો માં ખોવાઈને માણસ ને ક્યાં પોતાનું ભાન પણ રહે છે એમ એને તો ઘણા સપના જોઈ લીધા, સપના ને ક્યાં હાથ પગ હોય છે એતો ગમે તેને પોતાના બનાવી લે છે.એ દિવસ પાછી સુઈ ગઈ ખબર ના પડી.


૨ દિવસ માં તો પરીક્ષા હતી અને જાણે ઊર્મિ ની તો ૨ ધોરણ સાથે પાસ કરવા હતા એમ બંને પર ધ્યાન લગાવી ને પરીક્ષા તો પાસ કરી પણ વિશાલ ને કાઈ ના બોલી શકી. ઘણીવાર મન થતું કે મેસેજ કરું પણ ના કરી શકતી , હવે તો વેકેશન પડવાનું હતું. મન દુઃખી હતું પણ કાઈ રસ્તો નહતો એટલે એમ જ ચાલવા દીધું . વેકેશન દરમિયાન ઘણા રસ્તા વિચાર્યા કે વિશાલ ને મારે કહેવું છે પણ શુ કહું અને કેવી રીતે એ નહોતું સમજાતું.


એટલામાં વેકેશન પણ ખુલી ગયું કોલેજ ના પેહલા જ દિવસે ઊર્મિની ની નજર વિશાલ ની શોધ માં લાગી ગઈ પણ એ ના દેખાયો. બીજા દિવસ પણ એમ જ થયું. કલાસ પુરા થતા બધા બહાર નીકળતા હતા ત્યારે ઊર્મિએ શિવાની ને પૂછ્યું કે વિશાલ કેમ નથી દેખતો. ત્યારે ખબર પડી કે વિશાલ ને ટાઈફોઈડ થયો છે તો ડોક્ટરે બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે. એ વાત થી દુઃખ થયું પણ કોને કહેવુ એમ વિચારી ઘરે ગઈ. પછી અચાનક વિચાર આવ્યો કે હું એને અભ્યાસ પૂરો કરવામાં મદદ કરીશ એવું કહીને વાત કરું એમ વિચારી મેસેજ કર્યો.


હેલો વિશાલ હું ઊર્મિ. શિવાની એ કહ્યું કે તારી તબિયત સારી નથી. તું જરા પણ ચિંતા ના કરીશ હું તને બધી બુક્સ આપીશ.


મેસેજ કરીને જવાબ ની રાહ જોવા લાગી થોડી જ વાર માં જવાબ આવ્યો. થેન્ક્સ તે મારુ ટેનશન હળવું કરી નાખ્યું પણ મને એકાઉન્ટસ કેવી રીતે સમજાશે તેનું હજી સમજાતું નથી


ઊર્મિ એ પાછો જવાબ આપ્યો તું ચિંતા ના કર હું સમજાવીશ. તું કહે તો હું કાલે કોલેજથી પાછા આવતી વખત તને બુક્સ આપી જાવ તો તારે થોડું થોડું કવર થઈ જાય.


વિશાલ નો જવાબ આવ્યો ઓકે આવજે કાલે મળીયે. અને ઊર્મિ તો ખુશ થઈ ગઈ. અને કાલ થવાની વાટ જોતી જોતી સુઈ ગઇ. બીજે દિવસ વિશાલ ને મળી બુક્સ આપવા ગઈ તો વિશાલે એક હાથ વડે બુક્સ લેવાની કોશિશ કરી અને બુક્સ પડી ગઈ. ઊર્મિએ બુક્સ ઉંચકીને પાછી આપી તો પણ વિશાલે એક હાથ થીજ પકડી આ ઊર્મિ એ જોયું અને અજીબ લાગ્યું કે બીજા હાથ માં કાઈ છેતો નહી તો કેમ આમ કર્યું પણ એને વિશાલ ને મળ્યા ની ખુશી માં એ ભૂલી ને બીજી વાતો પર લાગી ગઈ. થોડું ઘણું સમજાવીને એ પોતાના ઘરે ગઈ.


એમજ થોડી વાત થતી ક્યારેક બંને વચ્ચે પણ વિશાલ ને ઊર્મિ ના મન ની સ્થિતિ ખબર ન હતી. એ તો માત્ર ફ્રેન્ડ સમજતો. પણ વિશાલ ના ફ્રેન્ડ નિલય ને ઊર્મિ નું વર્તન કાંઈક કાંઈક સમજાવા લાગ્યું હતું. છતાં નિલય કાઈ બોલતો ના હતો.


આમ જ બીજું સેમેસ્ટર પણ પૂરું થવા આવ્યું. પણ ઊર્મિ કાઈ કહેતી ન હતી અને વિશાલ કાઈ સમજતો નહતો. બીજા સેમેસ્ટર ની પરીક્ષા પહેલા ઊર્મિ ના પિતા રમણીક ભાઈ એ ઊર્મિ ને કહ્યું બેટા તારે કૉલેજ ના બીજા વર્ષે ટ્રાન્સફર લેવું પડશે મારી બદલી વડોદરા થઈ છે. એ દિવસ ઊર્મિ ને કાઈ ના સુજ્યું અને એ રાત ઊંઘ પણ ના આવી. મન માં વિચારો નું તોફાન ચાલતું હતું અંતે તેણે એવું નક્કી કર્યું કે તે જતા પહેલા એક વાર વિશાલ ને જાણ કરશે એવું વિચારી વિશાલ ને સંબોધીને પત્ર લખ્યો. એ પત્ર આપવાની હિમ્મત ના કરી શકી એટલે રોજ સાથે લઇ કોલેજ આવે અને આપવાનું વિચારતા જ દિલ ના પાડે. વિચાર આવે કે વિશાલ ને નહી ગમે તો હું મારા બાકીના દિવસ પણ હું વિશાલ ને નહીં જોઈ શકું. એનાથી આંખ પણ નહીં મેળવી શકું. અને પત્ર પાછો બેગ માં મૂકી દેતી.


એક દિવસ રીસેસ ના સમય માં નિલયે ઊર્મિ પાસે બુક માંગી તો એ ત્યારેજ ક્લાસની બહાર જવા દરવાજા પાસે પહોંચી હતી તો ઊર્મિ એ કહ્યું મારી બેગ માંથી લઈ લે. અને નિલયે બુક શોધી અને લઈ લીધી પણ ત્યારેજ બુક માંથી પત્ર નીચે પડ્યો. આ શું છે જોવા માટે ખોલ્યો ને નિલયને મન માં થયું કે હું સાચો હતો પણ ઊર્મિ એ લખ્યો છે તો આપ્યો કેમ નથી ?


એ સમયે નિલયે આ પત્ર લઈ લીધો અને એના જેવોજ કાગળ માં નિલયે એવું લખ્યું કે મેં તારો પત્ર વાંચ્યો અને મને તારા મન ની વાત પેલાંથીજ ખબર હતી તું જે નથી કરી શકતી એ હું તારા ફ્રેન્ડ હોવાના હક થી તારી માટે કરીશ. અને પેલા પત્ર જેવીજ ઘડી વાળીને બેગ માં મૂકી દિધો. ત્યાંજ ઊર્મિ પણ આવી ગઈ. અને કલાસ માં પ્રોફેસર પણ આવી ગયા. ઊર્મિને યાદ આવ્યો પત્ર એટલે એને બેગ ચેક કર્યું પણ પત્ર ખોલી ને ના જોયું.


કોલેજનો સમય પુરો થયો એટલે નિલયે વિશાલ અને અમિત ને ઉભા રહેજો મારે કામ છે એમ કહીને તેની સાથે જ ઉભો હતો. અમિત બોલ્યો બોલતો ખરો શુ કામ છે? અરે કાઈ ખાસ નહિ પણ વિશાલ ના એક વહેમ ની ઓસડ છે મારી પાસે, અમિત અને વિશાલ સાથે જ બોલ્યા શાનો વહેમ ?

ત્યારે નિલયે વિશાલ ના હાથ માં ઊર્મિ નો પત્ર આપ્યો અને કીધું વાંચ બસ તારા માટે છે મિત્ર મેં નથી વાંચ્યું. વિશાલે ખોલતા ની સાથે કોનો પત્ર છે એ જોયું. ઊર્મિ ? એવું બોલાય ગયું, એટલે અમિતે પણ વિશાલ ની સામે જોયું અને બને એ નિલય ની સામે જોયું. પછી વિશાલે પત્ર વાંચ્યો. પણ કાઈ જ ન બોલ્યો. જાણે કોઈ અસર ના થઇ હોય એમ જ વર્તન કર્યું અને બધા પોત પોતાના ઘરે ગયા. વિશાલ ના મન માં તો વંટોળ ઉપડ્યો હતો કે ઊર્મિ ના મન માં મારી માટે આવી લાગણી છે ? એવું કેવી રીતે બની શકે ? તેને મને કેમ ના કીધું અને આમ પત્ર નિલય ને આપ્યો ? પણ વિશાલ પોતાને ઊર્મિ માટે લાઈક નહતો સમજતો કે પછી સમજવા નહોતો માંગતો. એટલે એ દિવસ થી વિશાલ ઊર્મિ થી દુર રહેવા લાગ્યો. ઊર્મિને સમજાણુ નહિ કે વિશાલ કેમ અચાનક બદલાવા લાગ્યો. પણ આ બધું પાછું નિલય જોતો હતો. નિલયે વિશાલ ને સમજાવવાની કોશિશ કરી પણ એ ના માન્યો. બીજા દિવસ થી ઊર્મિ એ કોલેજ આવવાનું બંધ કરી દીધું. એ વાત ને અઠવાડિયું થવા આવ્યું વિશાલે જોયું કે ઊર્મિ કોલેજ માં આવતી નથી કહેવાય છેને કે જે વસ્તુ કે વ્યક્તિ થી દુર જવાનો પ્રયત્ન કરો એટલાજ નજીક જવાય છે તેવુજ વિશાલ સાથે પણ થયું. એટલે વિશાલે ઊર્મિ ને તબિયત પૂછવા ના હેતુ થી મેસેજ કર્યો. ઊર્મિ એ કાઈ જ જવાબ ન આપ્યો. એટલે બીજો મેસેજ કર્યો. હું તારા ઘરે આવી શકું મળવા મારે તારું થોડું કામ છે ?

ઊર્મિ ને થયું મારુ શુ કામ પણ હું વિશાલ ને મદદ ના કરું તો મારી લાગણી શુ કામ ની એવું વિચારી કહ્યું હા વાંધો નહિ, ઊર્મિના માતા પિતા પણ નોકરિયાત પરિવાર માંથી હતા એટલે એમને કોઈ વાંધો ન હતો કે તેમની દીકરી ને પુરુષ મિત્રો હોય.


૫ વાગ્યા હશે કે બેલ વાગ્યો અને ઊર્મિના મમ્મી રેખાબેને દરવાજો ખોલ્યો. વિશાલ હતો તેણે ઊર્મિના ફ્રેન્ડ તરીકે ઓળખાણ આપી એટલે રેખાબેન બેસવાનું કહી પાણી આપ્યું. પછી ઊર્મિને બોલાવી. ઊર્મિ વિશાલને જોઈ ત્યા દાદર માંજ ઉભી રહી ગઈ. વિશાલ ની પાછળ ની બાજુ દાદર હતો એટલે તેણે ઉભા થઈ પાછળ ફરી જોયું કે ઊર્મિ આવી. વિશાલે આછું સ્મિત આપ્યું. એ દિવસ જાણે ઊર્મિ ને પહેલી વાર જોઈ હોય એમ ધ્યાન થી જોઈ ઊર્મિ દેખાવે એકદમ ગોરી રૂ જેવી અને થોડી હૃષ્ટપુષ્ટ શરીર નાની બાળકી જેવી માસૂમ લાગતી હતી. ઊર્મિ નીચે આવી વિશાલ સાથે બેસી અને પૂછ્યું શુ કામ હતું ? એ વખતે વિશાલ કાઈ જ ન બોલ્યો અને નીચે જોઈ બોલ્યો તારી બુક જોઈએ છે આપીશ ?


ઊર્મિ બોલી પણ અઠવાડિયા થી હુંજ કોલેજ નથી ગઈ મારે પણ બાકી છે, ત્યાંજ વિશાલ મારે પેલાનું થોડું બાકી છે તું બુક આપે તો હું અહીંજ જોઈ ને તને આપી દઈશ. એટલે ઊર્મિ એ કહ્યું સારું ચાલ આપું એમ કહ્યું અને બંને ઊર્મિના રૂમ માં ગયા. વિશાલ ને બેસવાનું કહી ઊર્મિ બુક શોધતી હતી ત્યાં જ વિશાલ બોલ્યો મારે બુક નથી જોઈતી પણ હું તને આ પત્ર વિશે પૂછવા માટે આવ્યો હતો. તારા મમ્મી સામે મારે બીજું બહાનું બનાવું પડ્યું. એ સાથે ઊર્મિ ની આંખ ચમકી અને પત્ર હાથ માં લેતા બોલી આ તારી પાસે કેવી રીતે આવ્યો? ત્યારે વિશાલ બોલ્યો નિલયે આપ્યો પણ પ્રશ્ન પત્ર નહીં પણ હું છું તું મારી વિશે નથી જાણતી, મારો આ હાથ એમ કહી વિશાલ ના આંખ માં આંસુ આવી ગયા. અને એ કઈ ના બોલી શક્યો.


ઊર્મિને વિશાલ ના હાથ વિશે ખબર પડી ગઈ હતી પણ તેના માટે એ ગૌણ હતું. વિશાલ ની આંખ માં આસું જોઈ ઊર્મિ વિશાલ પાસે જઈ આસુ લુછયા અને બને હાથ વડે વિશાલનો ચહેરો પકડી પોતાની સામું ફેરવ્યું અને બોલી બસ આ વાત માટે તું મારાથી દૂર જતો હતો ? અને તારે મને આ વાત કરવી હતી ? જે મને પેલાંથીજ ખબર છે, અને વાત પત્ર ની હતી તો તે મને ખબર જ નથી કે નિલય પાસે ક્યારે આવ્યો અને તને કઈ રીતે પહોંચ્યો. મારી તો બસ એક ઈચ્છા હતી કે હું મારા જતા પહેલા તને મારા દિલ ની વાત કહું.


વિશાલ એકીટસે ઊર્મિ સામે જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે જે આજ સુધી મને કંઈ ન કહી શકી તેણે અત્યારે કેમ મને બધુજ કહી દીધું. અને ઊર્મિ વિશાલ નો હાથ પકડીને બેઠી હતી. બંને એ એકબીજાની સામે જોયું અને ઊર્મિ ઉભી થઈ ગઈ અચાનક બનેલા વાતાવરણ થી બન્ને બહાર આવ્યા.

વિશાલ કઈ બોલી ના શક્યો એટલે હું નીકળું કહી જવા ગયો ત્યાંજ ઊર્મિ એ રોક્યો અને પૂછ્યું મને જવાબ તો આપી જા વિશાલ પાછળ ફરી હાથ લંબાવ્યો. ઊર્મિ દોડીને વિશાલ ના ગળે લાગી ગઈ અને બંને રડી પડ્યા. પછી વિશાલ ઊર્મિ ને દૂર કરતા બોલ્યો હું તને ક્યારેય નહીં ભૂલી શકું ભલે તું ગમે ત્યાં રહે. પણ તું જઈશ એનું દુઃખ હંમેશા રહેશે. ત્યારે જ ઊર્મિ બોલી વિશાલ મારી એક ઈચ્છા છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી નો સમય ને યાદગાર બનાવી શકીએ તો એ યાદો ને હું હમેશા માર દીલ માં કેદ કરવા માગું છું.

વિશાલ હા કહ્યું અને કાલે કોલેજ માં મળીયે કહી છુટા પડ્યા.

રોજ કરતા ઊર્મિ આજે જલ્દી ઉઠી અને ખુશ હતી જલ્દીથી તૈયાર થઈ કોલેજ ના ટાઈમ પહેલા વિશાલ ને ફોન કર્યો હું તને લેવા આવીશ.


આજે વિશાલ અને ઊર્મિને સાથે કોલેજ આવતા જોઈ નિલય અને અમિત વિશાલ ની મસ્તી કરવા લાગ્યા અને ઊર્મિ શરમાઈ ને કલાસ માં ચાલી ગઈ.


હવે બને પાસે સાથે વિતાવવા માટે થોડોજ સમય હતો. બને વધું ને વધું સમય સાથે રહે એવી કોશિશ કરતા અને સમય સાથે વિતાવતા સાથે પરીક્ષા ની પણ તૈયારી કરવાની હોવાથી બંને સાથે બેસીને વાંચી પણ લેતા અને એકબીજા ને આડી આંખે જોઈ પણ લેતા.


એક વાર બંને એ સાથે એકબીજાની સામે જોયું ને ઊર્મિ નીચી નજર કરી ગઈ વિશાલ ઊર્મિના ચહેરાને ઉંચો કર્યો અને સામે ફરી જોવા લાગ્યો ઊર્મિએ આંખ બંધ કરી દીધી. એટલે વિશાલ ફૂંક મારી તેની વાળ ની લટ ને ઉડાડી અને ઊર્મિની નજીક ગયો ઊર્મિને વિશાલ ના શ્વાસ પણ અથડાતા હતાં. વિશાલે ઊર્મિના નાક પર આંગળી મારી કીધું ઊર્મિ કાઈ નથી થયું આંખ ખોલ. એમ કહી હસવા લાગ્યો આવું કદાચ વિશાલ બહુ ઓછી વાર હસતો. એટલે ઊર્મિ તેની સામે જોઈ રહી. તે દિવસથી વિશાલ માટે ઊર્મિને માન વધી ગયું. કારણકે ઊર્મિએ સાથ આપ્યો છતાં વિશાલે કાઈ ખોટું ના કર્યું. પણ ઊર્મિ ની અંદર કાંઈક નવી લાગણી નો અનુભવ થયો.


આમને આમ જોત જોતામાં પરીક્ષા આવી ગઈ પરીક્ષા પુરા થયા પછી ૨ દિવસ માં ઊર્મિ વડોદરા જતી રહેવાની હતી. એ વાત નું દુઃખ બન્નેને હતું. એટલે બંને સાથેજ વધુ માં વધુ સમય રહી શકાય એવી કોશિષ કરતા અને ઘણી વાતો કરતા. બંને ને એકબીજાની આદત થઈ ગઈ હતી. જોતજોતાં માં પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ. હવે માત્ર ૨ દિવસ હતા. ઊર્મિને વિશાલ સાથે ની બધી મુલાકાત યાદ આવતી હતી અને તેને મળવાનું મન પણ ખૂબ હતું. હાજી તે યાદો માં ખોવાયેલી હતી ત્યારે ફોન ની રિંગ વાગી વિશાલ નોજ ફોન હતો. રિસીવ કરતા જ વિશાલ બોલ્યો મને આજે મળી શકીશ.


ઊર્મિ : હું થોડી વાર માં કોલ કરું ઘરમાં સામાન પેકીંગ થાય છે. કાઈ કામ હતું ?


વિશાલ : ના બસ એમજ


ઊર્મિ : સારું હું થોડી વાર માં કહું એમ કહી ફોન કટ કર્યો. અને તેના મમ્મી ને પૂછ્યું મમ્મી મારે બહાર થોડું કામ છે તો જ્યારે તને કામ ન હોય ત્યારે જાવ.


ઊર્મિના મમ્મી એ કહ્યું ના બેટા આપણે કાઈ કામ નથી સામાન તો માણસો પેક કરી ફેરવી આપશે આપણે જસ્ટ જોવાનું છે તું ભલે જઈ આવ.


તરત જ ઊર્મિએ વિશાલ ને ફોન કર્યો અને કહ્યું ક્યારે મળું તું કે ત્યારે આવું.


વિશાલ : અડધી કલાક માં કોફી શોપ માં મળીએ જ્યાં આપને હમેશા જઈએ છીએ.


ઊર્મિ : સારું કહી ફોન કટ કર્યો અને પોતાના રૂમ માં જઈ વિશાલ ના મન પસંદ રંગ ના કપડાં પહેર્યા બ્લેક ઓફ શોલ્ડર ટિશર્ટ અને બ્લુ સ્કર્ટ અને સરસ મજાની તૈયાર થઈ જાણે ઢીંગલી લાગતી હતી. માસૂમિયત ની મિશાલ લાગે એટલો કોમળ ઊર્મિના દેખાવ હતો.


નીકળતા સમય મમ્મી ને કહેતી હતી કે ફ્રેન્ડસ ને મળવા જાવ છું ખબર નહિ પછી ક્યારેય મળી શકીશ કે નહીં એટલે કદાચ મોડું થાય તો ચિંતા ના કરીશ.


ઘરે થી નીકળી અને કોફી શોપ પહોચી, આજુબાજુ જોયું પણ વિશાલ હજી આવ્યો નથી એમ વિચારી ફોન કરવા માટે ફોન કાઢ્યો ત્યાંજ કોઈ વ્યક્તિ એ તેનો ફોન ખેંચી લીધો અને મો પર કપડું બાંધી દીધું એટલે ઊર્મિ કંઈજ ના બોલી શકી અને તે વ્યક્તિ તેને કોફી શોપ માં જ લઈ ગયો જોયું તો ત્યાં કોઈ જ નહોતું. પણ ત્યાંથી અંદર એક દરવાજો હતો જેમાં અંદર જઈ કપડું ખોલી નાખ્યું અને ઊર્મિ તો સ્તબ્ધ થઈ ગઈ. વિશાલે તેના માટે સરપ્રાઇઝ ગોઠવી હતી એ વ્યક્તિ વિશાલ જ હતો જે તેને કપડું બાંધી અંદર લાવ્યો હતો.


એ દરવાજા પાછળ એક નાનું રૂમ જેવું હતું જે કદાચ કપલ્સ માટે સ્પેશ્યલ જગ્યા હોય એવું લાગતું હતું તે રૂમ ને સરસ રીતે સજાવેલો હતો. અને ઊર્મિ માટે એક ગિફ્ટ હતી. ઊર્મિ એ જોઈ બહુ ખુશ થઈ ને વિશાલ ને ગળે લાગી ગઈ. વિશાલે પણ તેની ખુશી માટે આ બધું કર્યું હતું માટે એની ખુશી માં ખલેલ ન કરતા તેને ગળે લગાવી રાખી પણ જાણે બંને વચ્ચે હરીફાઈ થઈ બંને માંથી કોઈ ને અલગ થવાની ઈચ્છા જ નહોતી. થોડી વાર એમજ રહી વિશાલે પહેલ કરતા કહ્યું ઊર્મિ તું એમજ રહીશ તો તું મારા થી દુર નહિ જઈ શકે અને હું તારાથી દૂર રહી નહિ શકું. આજે મારે તારી આંખ માં આંસુ નહિ ખુશી જોવી છે એમ કહી ત્યાં ખુરશી પર બન્ને બેસ્યા.


થોડી વાર ઊર્મિ કઈ ના બોલી વિશાલ તેની સામે જોઈ રહ્યો હતો અને ઊર્મિ વિશાલ સામે જોઈ રહી અને આંખ માંથી આંસુ સરી રહયા હતા. એ વિશાલ થી ના જોવાયું એટલે ઉભો થયો ઊર્મિ પાસે જઈ તેનો હાથ પકડ્યો અને પછી ગળે લગાવી લીધી. ઊર્મિ બોલી તું મને ભૂલી તો નહીં જાય ને.


વિશાલે કહ્યું તને ખબર છે તું મારા માટે કોણ છે ? તું મારી ડ્રિમગર્લ છે. પણ મારું નસીબ એટલું સારું છે કે હું તને જોઈ શકું છું, મળી શકું છું, તારી સાથે વાત કરી શકું છું અને તને ગળે પણ લગાવી શકું છું. બીજા માટે ડ્રિમગર્લ તો ખાલી ડ્રિમ માજ હોય છે.


ઊર્મિને એ સાંભળી ખુશી થઈ અને સાથે દુઃખ પણ થયું એ વાત નું કે તેને તો વિશાલ ની જિંદગી બનવું છે.


વિશાલ ને ઊર્મિ માં ખુશી ના દેખાઈ પણ હજુ તેની આંખ માં આંસુ છે એ જોયું અને તેના ચહેરો ઉંચો કરી પોતાની સામે જોવરાવ્યું. બન્ને એટલા નજીક હતા કે એકબીજાનો શ્વાસ મહેસુસ કરી શકતા હતા. આ વખત વિશાલે પોતાની આંખ બંધ કરી લીધી અને ઊર્મિ તેની સામે જોઈ વધુ નજીક ગઈ. ઊર્મિએ વિશાલના હોઠ પર પોતાના હોઠ મુક્યા અને અલગ જ દુનિયામાં પહોંચી ગયા હોય એમ મધુર રસપાન કરતા રહ્યા. આ વખત વિશાલ ઊર્મિને સારી યાદ આપવા માંગતો હતો માટે તેને ઊર્મિ ને ના રોકી પણ પોતેપણ પાણીના વહેણ માં તણાય એમ ઊર્મિ ના તરંગ માં તણાવા લાગ્યો. અને અચાનક જ ઊર્મિને દૂર કરતા બોલ્યો Sorry


ઊર્મિ : કેમ sorry, I love u વિશાલ મને તારી લાગણીના દરિયા માં તણાઈ જવુ છે.


વિશાલ : પ્રેમ હું પણ તને એટલોજ કરું છું ઈચ્છાઓ ઘણી હોય પણ હજી જિંદગી બાકી છે અને આપણે અલગ થવાના છીએ જેટલા નજીક હશું એટલું વધુ દુઃખ થશે મારી વ્હાલી ઊર્મિ. પણ હું હંમેશા તારી સાથે છુ એ યાદ રાખજે.


ઊર્મિ : હું પણ હંમેશા તારી સાથે રહીશ.


થોડી વાતો કરી બંને ત્યાંથી જુદા પડ્યા ઊર્મિ ઘરે જઈ ગિફ્ટ ખોલ્યું તો ટેડી હતું ઊર્મિ જેવું જ માસુમ અને ટેડી ના ખોળા માં એક heart આકાર નું તકિયું હતું જેના પર ઊર્મિ લખેલું હતું જે ઊર્મિને બહુ ગમ્યું.


થોડી વાર એ વિશાલ ને મળી એ બધી યાદ ને તાજી કરી રહી હતી અને સાંજે પાછી બહાર નીકળી વિશાલ માટે એક કુરિયર કર્યું જે ૨ દિવસ પછી વિશાલ ને મળવાનું હતું અને ત્યાં સુધી માં ઊર્મિ વડોદરા માં હશે.

બીજા દિવસ ઊર્મિનો સામાન જતો હતો ત્યારે દૂર થી વિશાલ ઊર્મિને જોવા આવ્યો હતો જે ઊર્મિને ખબર ન હતી.


ઊર્મિના ગયા પછી બીજા દિવસે વિશાલ પાસે કુરિયર પહોંચી ગયું ખોલી ને જોયું તો એક ડાયરી હતી જેના પહેલા જ પાનાં પર મોટા અને સુંદર અક્ષર થી કોઈ આર્ટ હોય એવું વિશાલ લખેલું હતું. બીજા પાના થી વિશાલ જેમ જેમ વાંચતો ગયો તેમ અચરજ થતું હતું કે ઊર્મિ નું મન કેટલું કોમળ છે ડાયરી માં કોલેજ ના પહેલા જ દિવસ થી વિશાલ માટેજ બધું લખ્યું હતું. જે કહાની એક વર્ષની હતી જેમાં કોઈજ એવું વચન ન હતું કે બને જિંદગી સાથે જીવશે કે એક બીજાની રાહ જોશે, હા પણ એક સત્ય હતું કદાચ બન્ને ક્યારેય એકબીજા ને ભૂલશે નહિ,હવે બન્ને પોતાની જિંદગી માં વ્યસ્ત છે અને પોતાની યાદો સાથે જિંદગી આગળ ચાલે છે ઊર્મિ વિશાલે આપેલા તેડીને hug કરીને સુવે છે અને વિશાલ જ્યારે ઊર્મિની યાદ આવતી ત્યારે ઊર્મિની ડાયરી સાથે લઈ તેઓ જ્યાં હંમેશા મળતા એ કોફી શોપ માં જઈ તેજ ટેબલ પર એકલો બેસી બે કોફી પીતો અને ડાયરી વાંચીને તેની યાદ તાજી કરતો .



બીજા રસપ્રદ વિકલ્પો