courageous કબીર sagar rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

courageous કબીર




“મમ્મી હું જાવ છું.”અઢારેક વરસના લાગતા એક છોકરા એ પોતાની બેગ લઈ ને ઘર ની બહાર નીકળતા કહ્યું.
“ઉભો રે,કબીર.” અંદર થી તેની મમ્મી નો અવાજ આવ્યો.
“કૉલેજ નો પહેલો દિવસ છે ને મારે મોડું નથી પહોંચવું.”જૂતા પેહરતા પેહરતાં બોલ્યો.
તેની મમ્મી બહાર આવી અને લંચ બોકસ હાથ માં મૂકી ને કીધું, “હા,હો ભાઈ,પણ ભૂખ્યા પેટ કઈ નહિ થાય.”
કબીર થોડો ઝંખવાણો અને તેની મમ્મી સામે જોઈને હસ્યો અને ઘર ની બહાર નીકળી ગયો.
“સંભાળી ને જજે.”પાછળથી તેની મમ્મીનો અવાજ આવ્યો.
“એ...હા.” કહી ઉતાવળે હાથ ઊંચો કરી કબીરે જવાબ આપ્યો.
ઘરે થી નીકળી તે ઝડપથી બસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં પહેલેથી જ તેનો મિત્ર યશ તેની વાટ જોઈ રહ્યો હતો. તેને જોતાં તરત જ તે બોલ્યો,
“ખબર તો છે ને ભાઈ આજે પહેલો દિવસ છે કોલેજ નો?”
પાસે આવી કબીરે સામો સવાલ કર્યો, “કેમ શું થયું?”
“થયું કંઈ નથી,થઈ જાત.બસ ચૂકાઈ જાત, મોટાભાઈ.” કારણ દર્શાવતા.
“ચૂકાય તો નથી ને!” બેદરકારીથી કીધું. આમ, રકઝક ચાલતી હતી ત્યાં,બસનો હોરન સંભળાણો. બસ ઉભી રહી અને બંને તેમાં ચડી ગયા.
ગામ થી કોલેજ સુધીનો રસ્તો લગભગ ચાળીસેક કિલોમીટર જેવો હતો. આમ, તો ઘણીવાર શહેર જવાનું થતું.પણ,આજે જવાની મજા જ કંઇક અલગ હતી. હાઈસ્કુલમાં અભ્યાસ પૂરો કરી, કબીર અને યશ એક નવા સફરની શરૂઆત કરવા જઈ રહ્યા હતા. આ સફર તેને ક્યાં લઇ જવાનો હતો તેની, તેઓને કશી ખબર ન હતી. તેઓએ કોલેજ ને લઈને ઘણા વિચારો બાંધી વાળ્યા હતા અને તે વિચારો ને વિચારો માં, જ્યાં તેઓને ઉતરવાનું હતું તે સ્ટેશન આવી ગયું. સ્ટેશનથી કોલેજ નો રસ્તો પંદર મિનિટનો, એટલે તેઓ રીક્ષા કરી કોલેજ પર પહોંચ્યા. રીક્ષા કોલેજના ગેટ ની સામે ઉભી રહી, બન્ને નીચે ઊતર્યા. તેઓની સામે સર્વોદય કોલેજ નું કેમ્પસ હતું. બંને અંદર દાખલ થયા થોડું ફર્યા,ત્યાં ક્લાસમાં બેસવાનો બેલ વાગ્યો. બન્ને ક્લાસ તરફ આગળ વધ્યા. કબીર થોડો એક્સાઈટ હતો અને યશ પોતાના શાંત સ્વભાવને અનુલક્ષી ને ચાલતો હતો.બંને પોતાના ક્લાસ પાસે પહોંચ્યા.સામે થી ત્રણ ચાર છોકરા છોકરી ના મિત્રો નું ટોળું આવતું હતું.તેની સામે કબીર ની પીઠ હતી અને મોં યશ ની સામે વાતો કરવામાં રોકાયેલું હતું.યશ બધું જોઈ રહ્યો હતો છતાં પેહલા દિવસ ને યાદગાર બનાવવા માટે તે ચૂપ રહ્યો.
પેલા લોકો પણ પોતાની મેળે ચાલ્યા આવતા હતા અને આ લોકો પણ ચાલ્યા આવતા હતા.પેલા બે તો ચાલ્યા ગયા કલાસ માં પણ કબીર અને એક છોકરી એક સાથે થઈ ગયા એટલે બંને દરવાજા માં જ ટકરાયા.છોકરી ના હાથ માં રહેલી બુક્સ નીચે પડી ગઈ અને કબીર માફી માંગી તેની મદદ કરવા નીચો નમ્યો કે નમ્યો ત્યાં તો જેમ સિંહણ વીફરે તેમ તે વીફરી ને બોલી. “જરૂર નથી,હું મારી મદદ જાતે કરી શકું છું.”
બુક્સ લઇ તે ક્લાસ માં ગઈ અને તેના મિત્રો સાથે બેસી ગઈ.કબીર અને યશ પણ બેસી ગયા.થોડી વાર થઈ સર ક્લાસ માં આવ્યા,બધા વિદ્યર્થીઓ ઉભા થયા, કબીર તો પેલી છોકરી સામેજ જોઈ રહ્યો હોવાથી તેને કોણ આવ્યું તેનું ભાન નહોતું પણ બાજુ માં બેઠેલા યશે તેને સાવચેત કર્યો.
“ગુડ મોર્નિંગ, સ્ટુડન્ટ્સ.”બોલી બાજુમાં રહેલા ટેબલ ને ટેકો દઈ ને સર ઉભા રહ્યા.
વિદ્યાર્થીઓએ અભિવાદન સ્વીકાર્યું અને ફરી પોતાની જગ્યા લીધી.પેલો દિવસ હોવાથી પ્રોફેસરે ભણવાની વાત ન કરતા બધાનો પરિચય લેવાનું ચાલુ કર્યું.એક પછી એક બધા પોતાનો પરિચય આપવા લાગ્યા. પણ કબીરને એક વ્યક્તિના પરિચયમાં જ રસ હતો. તેનો વારો આવ્યો અને તેણે તેનો પરિચય આપ્યો.
“i am Meera upadhyay,from k.p.Patel school.” બોલી તે નીચે બેસી ગઈ અને એક ત્રાંસી,ગુસ્સાવાળી નજર કબીર સામે નાખી .
કબીર પણ તે લાઈન માં જ બેઠો હતો,એટલે તેનો પણ વારો આવ્યો, “my self Kabir joshi,from sarsvati vidyasankul.” કહી મીરા સામે હસી ને બેઠો.
બધા નો પરિચય પૂરો થયો,એટલે પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓને કોલેજ નું નિરીક્ષણ કરવાનું સૂચવ્યું.
***
બધા પોતાની રીતે આમથી તેમ કૉલેજ માં ચક્કર મારવા લાગ્યા. કબીર તો મીરા પાછળ ઘેલો થયો હતો, પણ યશ તેને મીરા થી દૂર લઇ જઇ રહ્યો હતો.યશ કબીર ને જબરદસ્તી ફેરવતો હતો,પણ મીરા તેના જિજ્ઞાસુ સ્વભાવ ને લીધે તેના મિત્રો થી છૂટી પડી ગઈ.તે તેના મિત્રો ની શોધી રહી હતી અને કબીર, યશ સાથે રકઝક કરી રહ્યો હતો.બંને ધમાલ કરી રહ્યા હતા ત્યાં મિત્રો થી છૂટી પડેલી મીરા બેબાકળી બની આમ થી તેમ તેઓ ને શોધતી કબીર સાથે જઈ ટકરાઈ.
સવારે જેની સાથે તે ટકરાઈ હતી તેની સાથે તે ફરી ટકરાઈ, પણ સવારે સામે વાળા નો વાંક હતો અને અત્યારે તેનો.તેની ભૂલ સ્વીકારી તે અટક્યા વગર માફી માંગી, “sorry,sorry... હું મારા ફ્રેન્ડ્સ ને શોધી રહી હતી, મારો તારી સાથે ટકરાવાનો કોઈ ઈરાદો નહોતો. પ્લીઝ માફ કરી દે,પ્લીઝ,પ્લીઝ, પ્લી........ઝ.”ગળગળા થઈ ને બોલતી હતી.
'કબીર મન માં જ વિચાર કરી રહ્યો કે, તેણી આટલી નાની વાત માં કેમ આટલું રીએક્ટ કરે છે.'વિચારો માં ખોવાયેલો કબીર ના કાને ફરી 'સોરી' નો અવાજ આવ્યો અને બોલ્યો, “ઓ...ઓકે ,નો પ્રોબ્લેમ.”
“thank you,thank you, so... much.” આભાર માની ચાલતી થઈ.
તેને જતા જોઈ કંઇક યાદ આવ્યું હોય તેમ કબીરે તેને તેના નામે બોલાવી ઊભી રાખી, “ઓ મેડમ મીરા, મે પણ માફી માંગી હતી પણ મને હજુ સુધી માફી નથી મળી,તમે તમારા ફ્રેન્ડ્સ ને શોધવામાં ટકરાયા અને હું મારા મિત્ર સાથે વાતો કરવામાં મશગુલ હોવાથી ટકરાયો, જાણી જોઈ ને તો હું પણ નહોતો ટકરાયો.”કહી તેણે પતાવ્યું.
મીરા ને પોતાની ભૂલ સમજાય, “ઓહો...મે પણ તને માફ કર્યો.બાય ધ વે ,હું ...”વાક્ય અધૂરું રહ્યું.
“મીરા ઉપાધ્યાય.”કબીર જ તેનું નામ બોલી ગયો.
મીરા ને થોડું હસવું આવ્યું અને બોલી, “અને તું?”
“કબીર જોશી”બંને handshake કરી છુટા પડ્યા.
મીરા ત્યાંથી ચાલતી થઈ અને કબીર અદબ વાળી તેની સામે હસતા મુખે જોઈ જ રહ્યો.મીરા દેખાતી બંધ થઈ ગઈ છતાં કબીર નું ધ્યાન ત્યાજ હતું.પાછળ થી યશે તેને ભાન માં આણ્યો.
***
લંચ ટાઈમ થયો કબીર અને યશ બંને જમવાની જગ્યા શોધી રહ્યા હતા,અને કબીર ની નજર એક વૃક્ષ નીચે બેઠેલા છોકરા પર પડી જેની પાસે પાણી ની બોટલ સિવાય કશું નહતું.તે તેની પાસે ગયા અને જમવા બેઠા અને સાથે પેલા છોકરા ને પણ આગ્રહ કરી જમવા બેસાડ્યો.તેના થી થોડે દૂર જ મીરા અને તેના મિત્રો બેઠેલા હતા.એકાએક મીરા ની નજર કબીર પર પડી,અને ઉભી થઇ તેની તરફ આગળ વધી. તેના મિત્રો પણ તેની સાથે ઉભા થઇ ચાલવા લાગ્યા.ત્યાં જઈ તેની એ પૂછ્યું, “શું અમે તમારી સાથે લંચ કરી શકીએ ?”
“શા માટે નહી,જરૂર?”ત્રણેયે જગ્યા કરી આપી.
બધા એ પોતાની જગ્યા લીધી બસ એક મીરા જ્યાં હતી ત્યાજ ઉભી રહી, તેને કબીર ની બાજુ માં બેસવું હતું અને તેની બાજુ માં જગ્યા રોકાઈ ગઈ હતી.એટલે તેણે કબીર ની બાજુ માં બેઠેલા તેના મિત્ર વીર ને બીજે જવા ઈશારા વતી કીધું,તે સમજી જતા ઉભો થઇ ખાલી જગ્યા માં બેઠો અને મીરા કબીર ની બાજુ માં બેઠી. બધા લોકો એ પોતપોતાના લંચબોક્સ ખોલ્યા.બધાના ડબા માં અલગ અલગ વાનગી હતી પણ કબીર ના ડબા માં તેની માં એ બનાવેલો ગાજર નો હલવો હતો અને તે મીરા નો ફેવરિટ હતો, તે વગર સંકોચે તેણે કબીર પાસે થી માંગી લીધો.બધા જમવાનું પતાવી ઉભા થયા.એકબીજા સાથે પરિચય થયો અને વાતો માં જ સમય વીતી ગયો અને ફરી બેલ નો અવાજ સંભળાયો.
બેલના અવાજ પાછી બધા ને સેમિનાર હોલમાં બોલાવ્યા ત્યાં, પ્રિન્સીપાલ દ્વારા થોડી instructions આપવામાં આવી અને બધા પ્રોફેસર લોકો નો પરિચય આપ્યો.આ સઘળાં વખત માં મીરા કબીર ની નજીક આવવાનું બહાનું જ શોધતી રહી.પણ કંઈ મેળ ના પડ્યો.બપોર ના ત્રણ વાગ્યા અને ઘરે જવાનો ટાઈમ થઇ ગયો.બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા.
***
આમ,વખત વીતવા લાગ્યો અને મીરા અને કબીર વધારે નજીક આવતા ગયા.એક દિવસ બંને એકલા બેઠા હતા તેમાં મીરા એ અચાનક સવાલ કર્યો,“તારા પપ્પા શું કરે છે ,કબીર?”
થોડો ભાવુક થતાં તેને જવાબ આપ્યો, “મારા પપ્પા તો નથી, બસ તેના વિચારો અને સાહસિકતા છે.”
“ઓહો,i am sorry કબીર.”ખોટો સવાલ કર્યો હોવાથી માફી માંગી.
“અને તારી મમ્મી?”પેલો સવાલ ભૂલવવા માટે તરતજ બીજો સવાલ કર્યો.
“માં તો ગામ ની સ્કૂલ માં ટીચર છે.”
“તેનું નામ?”
“રાગિની”
આમ, રોજે સાથે સમય વિતાવવા લાગ્યા અને તેનાથી બંને એકબીજા ની વધારે નજીક આવ્યા.
કબીર મીરા સાથે થતી આ બધી વાત તેની નાનપણ ની મિત્ર અને પડોશ માં જ રેહતી મહેક ને કરતો.મહેક ના પપ્પા retired આર્મી ઓફિસર હતા અને તેના મમ્મી ગૃહિણી હતા.કબીર ના પપ્પા અને મહેક ના પપ્પા બંને મિત્રો હતા એટલે બંને પરિવાર વચ્ચે ઘર જેવો સંબંધ હતો.મહેક,કબીર અને યશ ત્રણેય એક સાથે જ ભણતા પણ કબીર અને યશ ના સપના અલગ હતા અને મહેક નું સપનું અલગ હતું. એટલે તેજ શહેર માં પણ અલગ અલગ કૉલેજ માં એડમીશન લીધું.
***
એક દિવસ યશ કોઈ કારણો થી કૉલેજ નહોતો જઈ શક્યો અને તેજ દિવસે કબીર રોજ ની જેમ કોલેજ અને ટ્યુશન પતાવી આઠેક વાગે ઘરે આવવા નીકળ્યો. પોતાના ગામ થી સાતેક કિલોમીટર દૂર બસ બંધ પડી.ડ્રાઇવર ઘણી કોશિશ કરી પણ બસ ચાલુ ના થઈ,છેવટે કબીર કંટાળી ને ચાલવા લાગ્યો.ક્યારેક ક્યારેક પાછળ નજર નાખતો તે ચાલતો જતો હતો,એટલામાં તેને એક અવાજ સાંભળ્યો, “નહીં....”કોઈક તીણો છોકરી નો અવાજ લાગ્યો.
પણ પોતાનો વહેમ હશે સમજી તે ચાલવા લાગ્યો.થોડું આગળ ચાલ્યો ત્યાં ફરી અવાજ આવ્યો, “જવા દો મને.” કબીર ને કંઇક ખોટું થતું એમ લાગ્યું,તે જ્યાંથી અવાજ આવતો હતો તે દિશા માં આગળ વધ્યો.રોડ ની બાજુ માં પડતું વોકળું વટાવી તે ખેતર માં દાખલ થયો .જેમ જેમ તે આગળ ચાલવા લાગ્યો તેમ અવાજ સ્પષ્ટ અને મોટો થતો ગયો.તે ધીમે ધીમે સાવચેતી થી આગળ વધતો હતો.તે ખેતર માં રહેલા એક ઝુંપડા ની પાછળ ના ભાગ માં પહોંચ્યો,અને ત્યાંથી તેણે જોયું કે બે – ત્રણ છોકરા કોઈ છોકરી સાથે જબરદસ્તી કરી રહ્યા હતા.હંમેશા સ્ત્રીઓ નું સન્માન અને ઈજ્જત કરતા, કબીર થી આ સહન ના થયું અને કઈ પણ વિચાર્યા વગર તે સીધો તે લોકો ની સામે આવ્યો અને બોલ્યો,
“બવ ઉતાવળ લાગે છે.”
ત્રણ માંથી પેલો બોલ્યો, “તારે કઈ લેવા દેવા, નીકળ અહીંથી નહિ તો, ઘરે જવા લાયક નહિ રહે.”
“એમ, તો તો પછી આવી જાવ હુંય જોઈ લવ કોણ લાયક રહે છે ,ઘરે જવા.”કહી ખભે ચડાવેલું બેગ નીચે મૂકી આગળ આવ્યો.
બંને વચ્ચે રકઝક ચાલતી હતી,તેનો લાભ લઇ પેલી છોકરી છૂટી ને કબીર ની પાછળ આવી ગઈ.તેની તરફ આવતી છોકરી નો ચહેરો જોઈ કબીર ચકીત થઈ ગયો અને તેના મોઢા માંથી એક નામ સરી પડ્યું, “મહેક!!”
“સારું થયું કબીર તું આવી ગયો,નહિ તો મારું શું થાત?”રડતા રડતા તેનાથી આટલું બોલાયું
કબીર ને આ જોઈ વધારે ગુસ્સો આવ્યો,અને અગ્નિ માં જેમ ઘી નાખવાથી આગ વધારે પ્રસરે તેમ પેલા ત્રણ ના શબ્દો એ,એજ કામ કર્યું, “અરે ભાઈ,તુંય મજા લઇ લેજે વારા પછી વારો.”પેલો બોલ્યો,પેલા નું પૂરું થતા બીજા એ શરૂ કરી દીધું“લાગે છે કે,તને ઓળખે છે, ગર્લફ્રેન્ડ છે તારી.”, ત્રીજા થી પણ ના રેહવાયું“તારે તો રોજનું થયું ક્યારેક અમને પણ ચાન્સ આપવો પડે,આવું ના ચાલે.”હવે કબીર સાંભળવાની હદ ને વટાવી ચૂક્યો હતો અને પેલા લોકો મોટે થી હસતા હતા,તે કબીર થી સહન ના થઈ શક્યું,તેના સંસ્કાર તેને આ અપશબ્દો ની સામે લડવાનું સૂચવતા હતા,તેના પિતા માં રહેલી સાહસિકતા ની વાતો તેણે તેની મમ્મી પાસેથી સાંભળી હતી,તેની મમ્મી એ આપેલી હિંમત,ખોટી વાત ,ખોટા વિચારો અને ખોટા કામ સામે નિર્ભયતા થી વિરોધ કરવો. જેનો ઉછેર જ આવી રીતે થયો હોય તે કેવી રીતે આ સાંભળી ને શાંતિ રાખી શકે અને તે જ કર્યું કબીરે.
તેણે પાસે પડેલ એક લાકડા ને ઉપાડી ને ફેક્યું અને ફેકી તેઓ ની સામે સિંહ સમી દોટ દીધી અને ત્રણ માંથી એક ને થપાટ મારી ધૂળ ચાટતો કર્યો.આ જોઈ બીજો કબીર ને મારવા આગળ વધ્યો પણ કબીર ચપળતાથી ઘા ચુકાવી દીધો અને પાછળ રહેલા ને ખબર વગર ચાલાકી થી પાછળ ધકેલ્યો. આમ, ઝપાઝપી ચાલતી હતી તેનો લાભ લઈ મહેક મદદ માટે રોડ તરફ ભાગી તેને અટકાવવા જતા એક ને કબીરે હાથ ખેંચી રોક્યો.મહેક રોડ તરફ આગળ વધી અને કબીર આ હરામખોરો ને રોકતો હતો.એક બાજુ મહેક મદદ ની આશા એ રોડ ઉપર આમથી તેમ દોડાદોડી કરતી હતી અને એક બાજુ કબીર પૂરી હિંમત અને બહાદુરી બતાવી લડી રહ્યો હતો.પેલા ત્રણ હતા છતાં કબીર લાગ નહોતો લેવા દેતો .મહેક કંટાળી ને રડતી રડતી રોડ પર બેસી ગઈ એટલામાં તેના મોં પર પ્રકાશ પાડ્યો અને જેમ તેનામાં નવો જીવ આવ્યો હોઈ તેમ ઊભી થઈ અને મદદ માટે હાથ ઊંચા કરવા લાગી અને સદભાગ્યે આ તેજ બસ હતી જેમાં રોજ કબીર મુસાફરી કરતો અને મહેક પણ ક્યારેક કબીર સાથે જ આવતી.મહેક ને જોઈ કંડકટરે ડ્રાઈવરને કીધું, “ઉભી રાખ તો, કોઈ છોકરી મુસીબત માં લાગે છે.”ડ્રાઇવરે પણ તેની પાસે પહોંચી બસ ને બ્રેક મારી,બંને ઝડપથી નીચે ઉતરી જોયું તો કંડકટર ના મોં માંથી અવાજ નીકળ્યો, “મહેક તું!અત્યારે અહીંયા,શું કરે છે?”ગભરાયેલી અને રડતી મહેક મોં ને જોઈ બંને લોકો ને કંઇક કઢંગી અને ના બનવા જેવી વાત નો અણસાર આવી ગયો.મહેક હાથ વડે ઈશારા કરી રહી હતી.તેના મોઢા માંથી એક પણ શબ્દ નહોતો નીકળી શકતો.એટલે ઈશારા ને અનુસરી નવા આવનાર બંને આગળ વધ્યા,ત્રણેય ફરી વોકળુ વટાવી ખેતર માં પ્રવેશ્યા,જઈ ને જોયું તો, કબીર પેલા ત્રણેય સાથે એકલોજ ઝઘડતો હતો તેમાં એકે પાછળ થી લાકડા નો ઘા કબીર ના માથામાં કર્યો અને પાછળ આવતા અવાજ થી ગભરાય ગયેલા ત્રણેય ભાગ્યા. કબીર ની હાલત જોઈ તે બંને કંડક્ટર અને ડ્રાઇવર પેલાઓ ની પાછળ ના જતા કબીર ની પરિસ્થિતિ ને જોઈ તેને ઝડપથી ઉપાડી બસ માં જ તેને હોસ્પિટલ લઈ ગયા.આ દુર્ઘટના થી ગભરાય ગયેલી મહેક માટે આ રાત તેના જીવન ની ભયાનક રાત હતી,તેને અઢાર વરસ ની ઉંમર માં પેહલી વખત આવો અનુભવ અનુભવ્યો જે કોઈપણ છોકરી માટે મરવા થી પણ વધારે વસમો હોઇ,પણ સદભાગ્યે કબીર ના લીધે તે આજે સુરક્ષિત હતી.કબીર ના લોહિયાળ ચેહરા સામું જોઈ તે બસ રડતી જ હતી. મન માં ને મન માં કબીર ના સો સો વાર આભાર માની ચૂકી હતી.ઘડીએ ઘડીએ તે કબીર ના માથા માંથી વેહતા લોહી ને અટકાવવા માટે ભીંસ દઇ ને પોતાનો દુપટ્ટો દાબી રોકતી હતી અને રડતી હતી.એટલામાં બસ કંડક્ટરેપાસે આવી ને કીધું,
“મહેક બેટા,ફોન કરી કબીરની મમ્મી અને તારા મમ્મી પપ્પા ને જાણ કરી દે અને હોસ્પિટલે બોલાવ.”કહી તે થોડી સહાનુભૂતિ આપી ને પાછો પોતાના સ્થાને ગયો.
મહેકે પોતાની જાત પર થોડી હિંમત આણી અને આંસુ લૂંછી ને તેના પપ્પા ને કોલ કર્યો,બે ત્રણ રીંગ વાગી અને તેના પપ્પા એ ફોન રિસિવ કર્યો, “હા બોલ બેટા.”
મોબાઈલ માં મહેક નું નામ વાંચી તેને તરત જ જવાબ આપ્યો.
“હેલો,પપ્પા.”ત્યાં પાછો તેનો અવાજ ગળગળો થઈ ગયો એટલે તેના પપ્પા સમજી ગયા અને પૂછ્યું,
“શું થયું મહેક ?”
આ સવાલ ની સાથે મહેક પાછી રડવા લાગી અને બધી જ હકીકત કહી સંભળાવી.આ વાત સાંભળી તેઓને પેહલા તો ખૂબ ગુસ્સો આવ્યો પણ પછી કબીર ની બહાદુરી અને સાહસ ની વાત થી ગર્વ અનુભવ્યો.મહેક ને હિંમત આપી તે ઝડપથી કબીરની માં પાસે ગયા તેને ઉતાવળે જતા જોઈ યશ પણ તેની પાછળ ગયો.મહેક ના પપ્પાએ માંડી ને વાત કરી, તેના અનુમાન પ્રમાણે તે આ વાત સહી નહી શકે પણ તેનાથી ઉલટું તેણે અનુભવ્યું,કબીરની માં ના મોં પર એક હાસ્ય હતું,આ હાસ્ય માં દુઃખ નહોતું કે, નહોતું શોક. વાત સાંભળી આંખ માં એક ચમકારો દેખાયો જે તરતજ અદ્રશ્ય થયો અને પૂરા જોશ અને જેમ કઈ થયું જ ના હોય તેમ બોલી, “બેન દીકરી ને ઈજ્જત બચાવવી તે તો આપડો ધરમ કેવાય ભાઈ,અને તે માટે જીવ ચાલ્યો જાય તોય વાંધો નઈ.ચિંતા ના કરો કંઇ નઈ થાય કબીર ને.”
કબીર ની માએ પાસે ઉભેલા યશ ને કીધું કે તેના મિત્રો ને ફોન કરી જાણ કરે જેથી મહેક ને થોડી હિંમત અને મદદ મળે. યશે તે પ્રમાણે ફોન કરી દિધો અને તે લોકો પણ ઝડપથી નીકળ્યા.
મહેક લોબીમાં રહેલ બેન્ચ પર બેઠી બેઠી રડતી હતી.બસ ડ્રાઇવર અને કંડકટર તેનાથી થોડે દૂર ઉભા હતા. તેના ઘનુકેહવા છતાં મહેક રડવાનું બંધ નોહતી કરતી.ફરી કંડકટર તેની પાસે આવ્યો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેનું રડવાનું ચાલુ જ હતું.એટલામાં જ્યાં તે લોકો હતા ત્યાં કબીર ના મિત્રો આવી પહોંચ્યા.તેને આવતા જોઈ બસ ડ્રાઇવર અને કંડકટરને રાહત મળી.મીરા રડતી મહેક સમજાવવા લાગી , આશ્વાસન આપવા લાગી.વીર અને વિરાજ પેલા બંને પાસે થી હકીકત જાણતા હતા.મીરા પણ અંદર થી ખુબ દુખી હતી પણ તે મહેક ને હિંમત આપવા માટે પોતાનું દુઃખ ને વ્યક્ત ના કર્યું.મહામુશ્કેલીએ મહેક ને છાની રાખી., વીર અને વિરાજ ને કબીર પર ગર્વ હતો અને સાથે દુઃખ પણ હતું.બધાજ મૂંગા મોં એ બેઠા હતા.અંદર કબીર ની સારવાર ચાલુ હતી.કોઈ કશુજ બોલતું ન હતું.કબીર ને હોસ્પિટલ લાવ્યા ને લગભગ દોઢેક કલાક નો સમય થયો હતો,પણ ડોક્ટર કશોજ જવાબ નહોતા આપતા.હોસ્પિટલ ના આ ગમગીની ભર્યા શાંત વાતાવરણમાં કોઈક ના પગલાનો અવાજ સંભળાયો અને બેઠેલા બધાજ નું ધ્યાન તે તરફ ગયું.તે બીજું કોઈ નહિ પણ મહેક ના પપ્પા,કબીર ની માં અને યશ હતા.કબીર ની માં ને જોઈ અત્યાર સુધી પોતાની જાત ને સંભાળી રહેલી મીરા હવે રોવાનું ના ખાળી શકી અને કબીર ની માં ને ભેટી ને રડવા લાગી.કબીર ની માં કબીર અને મીરા ના નિર્દોષ સંબંધ ને જાણતી હતી.એટલે તે મીરા નો કબીર પ્રત્યે આ ભાવ સ્વાભાવિક હતો.તેને શાંત પાડી ને બેસાડી.મહેક અને મીરા બંને બાજુ બાજુ માં બેઠી હતી, બંને ની આંખ માં હજુ આંસુ સુકાયા નહોતા.
મહેક ના પપ્પા અને કબીર ની માં ડ્રાઇવર અને કંડકટર પાસે ગયા અને તે લોકો નો આભાર માન્યો.
“અમેતો,ખાલી મદદ કરી છે,પણ ખરું સાહસ તો કબીરે કર્યું છે.એકલે હાથે ત્રણ ત્રણ નાલાયકો સાથે બાથ ભીડી.”તેઓ એ કબીર ના વખાણ કર્યા.
વાતો ચાલુ હતી ત્યાં કબીર ની સારવાર જે રૂમ માં થતી હતી તે રૂમ નો દરવાજો ખૂલ્યો,ડોક્ટર બહાર આવ્યા,એટલે મીરા અને મહેક પોતાની જગ્યા પર ઉભી થઈ ગઈ,બાકી ના પણ ડોક્ટર નો અવાજ સાંભળવા તત્પર બની ગયા.
“પેશન્ટ ઠીક છે હવે.તમે પેશન્ટ ને મળી શકો છો પણ એક એક કરી ને.પેશન્ટ ના મમ્મી પપ્પા હોઈ તે મારી સાથે આવો.”આટલું બોલી તે ત્યાંથી ચાલતા થયા. 'પેશન્ટને મળી શકો છો',આટલું સાંભળી મીરા દોડતી તે રૂમ તરફ ભાગી અને રૂમ ના દરવાજા પાસે પહોંચતા, બાકી ઉભેલા વ્યક્તિઓની હાજરી છતાં પોતે આ ગાંડપણ બતાવી દોડવા લાગી તે સમજાતા તે ઝંખવાણી અને ત્યાજ થોભી ગઈ.બધા ને આ જોઈ થોડું હસવું આવ્યું . કબીરની માં ને પણ હસવું આવ્યું પણ તે મીરા ના મન ને વાંચી શકતી હતી. તેણે મીરા પાસે આવી અંદર જવાની પરવાનગી આપી.મીરા અંદર ગઈ અને કબીર ની માં અને મહેક ના પપ્પા ડૉક્ટર ને મળવા તેની કેબિન માં ગયા.
“જુઓ કેસ સીરીયસ હોવાથી મે સારવાર ચાલુ કરી દીધેલી,પણ મારપીટ નો મામલો હોવાથી મે પોલીસ ફરિયાદ તો કરી દીધી છે.” ડોક્ટરે તેને મળવા ગયેલાઓ ને કીધું.
“તે તો ઠીક છે,પણ કઈ ચિંતા કરવા જેવું તો નથી ને?” કબીર ની માં એ પૂછ્યું.
“ના એવું કઈ નથી,થોડા દિવસ આરામ કરશે એટલે સાજો થઈ જશે.બાય ધ વે,બ્રેવ બોય.”ડોક્ટરે કબીરની પ્રસંશા કરતા કીધું.
“ધન્યવાદ સાહેબ.” કહી કબીર ની માં અને મહેક ના પપ્પા બહાર આવ્યા.પણ બહાર કોઈ ના હતું,કબીર ને બીજી રૂમ માં લઇ ગયા હતા.ત્યાં જઈ ને જુએ તો પોલીસ આવી ચૂકી હતી અને કબીર,મહેક,ડ્રાઇવર અને કંડકટર પાસે થી બયાન લઈ રહ્યા હતા.બધી જ કાર્યવાહી પૂરી થઈ મહેક ના પપ્પા એ પોલીસ ઉપરી ને ભલામણ કરી અને ડોક્ટર ની પરવાનગી થી તે રાત્રિએ જ કબીર ને રજા મળી ગઈ.
***
થોડા દિવસ ના આરામ પછી,કબીર કોલેજ ગયો હતો.પણ તેની પહેલાં જ તેનું સાહસ પહોંચી ગયું હતું.તે દિવસે કબીર નું સન્માન કરવામાં આવ્યું.પણ કબીર ના મન માંથી હજુ સુધી તે વાત નહોતી નીકળતી,તેજ વાત તે વિચાર્યા કરતો.પણ ધીમે ધીમે સમય જવા લાગ્યો અને તેનું મન પણ બીજે વ્યસ્ત રેહવા લાગ્યું અને તે આ બનાવ ભૂલી ગયો.
***
“સમય ને વીતતા શું વાર લાગે છે. થોડા સમય પહેલાં જ એડમીશન લીધું હતું ને આ કેમ્પસ માં આપણે બધા એ પેલું ડગલું ભરેલું અને આજે જોત જોતાં માં ત્રણ વરસ પૂરાં થઇ ગયા ખબર પણ ના પડી.......”એક યાદગાર ભાષણ પૂરું કરી યશે અને વિરે પોતાની ફેરવેલ ને યાદગાર બનાવી ત્યાં બેઠેલા બધા ની આંખના ખૂણા માં પાણી ના ટીપાં હતા.બધા એકબીજા ને છેલ્લી વાર મળ્યા અને છૂટા પડ્યા.છૂટા પડી કબીર અને તેનું મિત્ર વર્તુળ તેના આ કોલેજ ના છેલ્લા દિવસ ને વધુ યાદગાર બનાવવા નજીક ના રેસ્ટોરન્ટ ગયા અને પછી શહેર ના થોડા ચક્કર મારી લગભગ સાંજ ના છએક વાગ્યે છૂટા પડ્યા.
“હું મૂકી જાવ મીરા?”કબીર એ સહજતા થી પૂછ્યું.
“ના જરૂર નથી,હું ચાલી જઈશ.” બધાની સાથે ચાલતી થયેલી મીરા એ કીધું.
“ઓકે,તો બાય.”કહી તે પણ પાછળ ફરી યશ સાથે ચાલવા લાગ્યો.
“કબીર!”પાછળ થી મીરા નો અવાજ આવ્યો એટલે તે પાછો ફર્યો.
“હા બોલ....”વાક્ય અધૂરું જ રહ્યું ને મીરા તેને વળગી પડી.
“આઈ મિસ યુ.”ગળગળા અવાજે બોલી.
“મિસ યુ ટુ.”કબીરે મીરા ના કપાળ ને ચૂમતા કીધું.
બંને છુટા પડ્યા.
***
કબીર અને યશ સાત વાગે ઘરે પહોંચ્યા.બંને એક સાથે ગામની બહાર રહેલી બેન્ચ પર ત્રણ ચાર કલાક થી બેઠા હતા.યશ કંઇક ગણગણતો હતો પણ કબીર નું ધ્યાન બીજે હતું.તે કંઇક બીજા જ વિચારો માં ખોવાયેલો હતો.મીરા સાથે ની થયેલી પેલી મુલાકાત,તેની સાથે વિતાવેલી પ્રત્યેક ક્ષણ તેની આંખ સામે આવી ઉભી હતી.તે ફરી તે ક્ષણ ને માણતો હતો.પણ તેમાં વિક્ષેપ પડ્યો.કબીરના મોબાઈલ માં રીંગ વાગી,પણ કબીર વિચારો માં ખોવાયેલો હતો,એટલે યશે તેને માથામાં એક ટાપલી મારી.કબીર ચમક્યો અને ફોન રીસિવ કર્યો.
“હેલો.”
“કબીર,વિરાજ બોલું છું.”અવાજ ગંભીર હતો.
“હા, બોલ ને.કેમ અત્યારે કોલ કર્યો.”
“વીર નો એક્સીડન્ટ થયો છે.”
“શું વાત કરે છે!”પોતાની જગ્યા પરથી ઉભા થઈ બોલ્યો.અવાજ માં ગંભીરતા અને આશ્ચર્ય બંને હતું, યશ વાત ને કળી ગયો.
“શું થયું કબીર?”ફોન મૂકતાંની સાથે જ યશે સવાલ કર્યો.
“વીર નો એક્સીડન્ટ થયો છે.”કબીરે સમાચાર આપ્યા.
તે બંને ઘરે કહી ને મહેક ના પપ્પા ની ગાડી લઈ ને ઝડપથી ડીગ્નીટી હોસ્પિટલ પહોંચ્યા.ત્યાં જઈને જુએ છે તો ,વીર તેની સામે ઊભો હતો અને તેની સાથે મીરા ના મમ્મી પપ્પા અને વિરાજ હતા.કબીર બધું જ સમજી ગયો હતો.વાત મીરા ને રિલેટેડ હતી અને તે ઉતાવળ માં કંઇક કરી ના બેસે એટલે વિરાજ તેને ખોટું કીધેલું હતું.તે સીધો વિરાજ પાસે ગયો અને પૂછ્યું,
“તે ખોટું કેમ કીધું વિરાજ,શું થયું છે?”કબીર નો અવાજ અધીરો લાગતો હતો.
વિરાજ કશું ના બોલી શક્યો ,તેની આંખ માં બસ આંસુ હતા.
તેની પાસે થી જવાબ ના મળતા તે વીર તરફ ફર્યો,
“તું તો કે,વીર શું થયું?” આંખમાં પાણી છલકાઈ આવ્યું હતું.
વીર પણ શાંત જ રહ્યો, છેવટે તે મીરા ના મમ્મી પપ્પા પાસે ગયો,જવાબ માં બસ આંસુ જ મળ્યા.છેવટે ધીરજ ખોઈ તે ગુસ્સા માં બોલ્યો,
“કોઈ તો જવાબ દો.”કહી ત્યાજ બધા ની નજીક ઘૂંટણ પર બેસી રડવા લાગ્યો.ત્યાં રહેલા બધાજ ની આંખ માં આંસુ હતા.
યશે કબીર ને સંભાળતા તેના ખભા પર હાથ મૂકી તેને શાંત પાડતા કીધું,
“બસ કબીર,બસ.શાંત થા અને તમે લોકો જે થયું હોઈ તે કહો ને.”કબીર ની આ હાલત સહન ના થતા યશ ને તે લોકો પર ગુસ્સો આવ્યો.
વીર અને વિરાજ બંને કબીર પાસે આવ્યા અને તે પણ ઘૂંટણ પર બેસી ગયા અને રડતી આંખે હકીકત કેહવાની ચાલુ કરી,
“આપણે બધા છૂટા પડ્યા પછી,મીરા ને અમે તેના અંકલ ના ઘરે ઉતારી તેણે કીધું કે,હું અડધા કલાક માં નીકળી જવાની છું.પણ તેના અંકલ ના કેહવા મુજબ તે નવ વાગ્યા સુધી ત્યાજ હતી,ત્યાં થી પણ એકલીજ નીકળી અને સાડા દસ વાગ્યે તે જમનાનગર સોસાયટી ના ગેટ સામે કોઈ ફેંકી ને ચાલ્યું ગયું,આજુબાજુ ના લોકો એ તેને હોસ્પિટલ પહોંચાડી અને તેના પપ્પા ને કોન્ટેક્ટ કર્યો.અહીંયા આવી પૂછ્યું તો તેની સાથે બળાત્કાર ગુજારવા નું સામે આવ્યું.”વાત કહેનાર અને સાંભળનાર બંને ની આંખ માં આંસુ હતા. કબીર આ સાંભળી અંદરથી તુટી ગયો હતો.એટલામાં ડોક્ટર આવ્યા અને કીધું પેશન્ટ ની હાલત સારી છે તમે મળી શકો છો.કોઈ ની હિંમત નહોતી ચાલતી કે તે રૂમ તરફ આગળ વધી શકે પણ કબીર આંસુ લૂંછી ઉભો થયો અને તે રૂમ તરફ ચાલ્યો.કબીર રૂમ માં ગયો ત્યારે મીરા આંખ માં આંસુ લઈ ને વિચારો માં ખોવાયેલી લાગી.દરવાજો ખુલવા ના અવાજે તેની વિચારમાળા તોડી અને દરવાજા તરફ આંખો ફેરવી,તેની નજર સામે કબીર ઉભો હતો. કબીરે મીરા ના ચહેરા તરફ જોયું,તેના ગાલ પર માર મારવાના નિશાન ઊઠી આવ્યા હતા,હોઠ પાસે થી લોહી નીકળેલું હતું ,કપાળ માં માર નું નિશાન હતું.આ જોઈ ફરી તેની આંખ માં આંસુ આવ્યા પણ તરતજ લૂંછી તે મીરા તરફ ચાલ્યો,તેના તરફ આવતા કબીર ને જોઈ મીરાએ તેનું મોં બીજી દિશા માં ફેરવી લીધું.કબીર તેની પાસે આવી બેઠો અને તેનો હાથ પોતાના હાથ માં લીધો અને બોલ્યો,
“મીરા.”
મીરા કશુજ ના બોલી.તેની આંખ માંથી આંસુ નિરંતર વહેતા હતા.
“મીરા,અનુભવી તો નથી શકતો પણ તારી સ્થિતિ સમજી શકું છું. માનું છું ,આ બનાવ કોઈ પણ નો આત્મવિશ્વાસ ડગમગાવી શકે છે પણ તું આટલી જલ્દી હાર માની લઈશ તે મે નહોતું વિચાર્યું.”તેની વાતો ની મીરા પર કંઈ જ અસર નહોતી થતી.આ જોઈ તે બોલ્યો,”મારી સામે જો મીરા.”ફરી બોલ્યો, “મારી સામે જો મીરા.” કઈ અસર નહીં થતાં જોર થી બોલ્યો, “મીરા,મારી સામે જો.”આ બોલતા ની સાથે મીરા રડતી આંખે કબીર ને વળગી પડી.
“શાંત થઈ જા,મીરા બધું જ સારું થઈ જશે.”તેણે હિંમત આપી.
“બધુજ પૂરું થઈ ગયું,બધું જ પૂરું થઈ ગયું, કબીર.”રડતા રડતા તે બોલી.
“ના મીરા, ના, કશું જ પૂરું નથી થયું,મારી સામે જો.”કહી મીરા ની આંખ માંથી વેહતાં આંસુ ને લૂંછી ને સમજાવી, “આપણે નવી શરૂઆત કરીશું,આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે,એટલે રડવાનું બંધ કર, શાંત થા અને તેને ભૂલવાનો પ્રયત્ન કર.”
વાતો ચાલુ જ હતી ત્યાં ફરી દરવાજો ખુલ્યો,અને પોલીસકર્મી અંદર આવ્યા.આવતા ની સાથે કબીર ને બહાર જવાનું સૂચવ્યું,પણ મીરા એ કબીર નો હાથ ના છોડ્યો.કબીરે ઇન્સ્પેકટર ને વિનંતી કરી. તેણે વિનંતી સ્વીકારી અને બયાન લીધું અને ગયા.તે પછી ડોક્ટર ના કહેવા પ્રમાણે વે દિવસ હોસ્પિટલ માં જ રોકવું પડશે અને પૂરતું ધ્યાન રાખવું પડશે.મીરાના મન માં ખોટા વિચાર ના આવે એટલે તેની સાથે કોઈક તો રેહતુજ.
***
બે દિવસ વીતી ગયા.ઘરે જવાનો ટાઈમ થઇ ગયો મીરા ના મમ્મી પપ્પા ડોક્ટર પાસે ગયા અને કબીર અને તેના મિત્રો ગાડી લઈ આવ્યા અને જરૂરી ફોર્માલિટી પતાવી તેઓ ફરી મીરા પાસે આવ્યા.થોડીવાર થઈ મીરા ના મમ્મી પપ્પા પણ આવ્યા અને બધા નીકળ્યા.એક ગાડી માં મીરા,તેની મમ્મી કબીર અને યશ બેઠા હતા,અને બીજી ગાડી માં વીર, વિરાજ,મહેક અને મીરા ના પપ્પા બેઠા હતા.મીરાને વાતો માં રાખી તે જતા હતા એટલામાં મીરા ની નજર રોડ પર રહેલી એક ચા ની લારી પર ગઈ,તેજ ચહેરો જોઈ તેના મોં પર ના ભાવ ફરી ગયા અને શરીર ધ્રુજવા લાગ્યું.આ જોઈ તેની મમ્મીએ પૂછ્યું, “શું થયું,મીરા?”
“તેજ, હા તેજ હતો મમ્મી.”અવાજ માં ડર હતો.
“યશ ગાડી પાછળ લે.”કબીર બોલ્યો
યશે ગાડી પાછળ લીધી અને મીરા એ કીધું ત્યાં,એટલે ચા ની લારી પર ગાડી ઉભી રાખી,કબીરે મીરા ને પૂછ્યું, “આજ, છે તે.”
મીરા એ હકાર માં માથું હલાવ્યું.તે બહાર ઉભેલા વ્યક્તિ એ જોયું અને ભાગ્યો.તેને ભાગતા જોઈ કબીર પણ જડપથી નીચે ઉતરી તેની પાછળ ભાગ્યો.રોડ પર આમ ભાગતા બંને એ બીજા લોકો નું પણ ધ્યાન ખેચ્યું.
યશે ઝડપથી પોલીસ ને ફોન કરી આ વાત ની જાણ કરી.ત્યાં સુધી માં કબીરે પેલા માણસ ને પકડી રોડ પર જ બધા ની સામે મારતો હતો. તેણે હજુ પોતાની દાઝ નહોતી કાઢી ત્યાં સુધી માં પોલીસ ત્યાં આવી ગઈ.વાત થી અજાણ લોકોએ કબીર ને નિર્દય જાણ્યો.પોલીસ આવી અને પેલા વ્યક્તિને પકડી ને લઇ ગઈ.મીરા ભાગી ને કબીર પાસે આવી ને ગોપી ઉભી રહી ગઈ અને તેના મોં પર હાથ ફેરવ્યો.તે આ સમયે તેને ભેટી જ ગઈ હોત જો તેની મમ્મી તેની સાથે હોત.
***
આરોપીને કોર્ટ માં હાજર કરવામાં આવ્યો અને જજે પેલી સુનાવણી માં પંદર દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા.તે પંદર દિવસ માં તે બધું કહી ચુક્યો હતો.પંદર દિવસ પછી ફરી કોર્ટ માં હાજર કરવામાં આવ્યો.બંને પક્ષના વકીલ વચ્ચે દલીલો થઈ.પણ આરોપી પાસે બીજો કોઈ રસ્તો નહતો.આરોપી પર લગાવવામાં આવેલો આરોપ સાચો ઠર્યો અને તેને આજીવન કેદ ની સજા કરવામાં આવી.જાહેર જનતા અને મીરા ના સ્નેહી ઓ બધા આ ચુકાદા થી ખુશ હતા.બધા કોર્ટ ની બહાર નીકળ્યા.બહાર નીકળતા ની સાથે જ કબીરે મીરા નો હાથ પકડ્યો અને બધાની વચ્ચે તેણે લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો.મીરા એ એક નજર તેના મમ્મી પપ્પા સામે કરી,તેની હા જાણી તેણી એ કબીર ને પૂછ્યું, “આર યુ સ્યોર,કબીર.”
“યસ, આઈ એમ 100% સ્યોર.”પૂરા વિશ્વાસ થી બોલ્યો.
આ સાંભળી મીરા કબીર ને વળગી પડી.અને ત્યાં ઉભેલા બધા જ ને કબીર પર ગર્વ હતો,તેઓના પ્રેમ પ્રત્યે માન હતું.