Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... પેજ - ૨૫

અંજલિ અને પ્રયાગ બેંગ્લોર પ્રોજેક્ટ ના ભુમિ પૂજન નુ શુભ કાર્ય પુરુ કરી અને આવે છે. જેમાં અનાયાસે જ અનુરાગ સર તેમને મળી જાયછે. આજે પુજા માટે અનુરાગ પણ અંજલિ અને પ્રયાગ ની સાથે બેઠા હોય છે. અંજલિ, પ્રયાગ અને અનુરાગ બેંગ્લોર થી પરત ફર્યા છે અને એરપોર્ટ થી બે અલગ અલગ કાર માં પોતાના ઘરે જવા નીકળે છે.

********** હવે આગળ- પેજ - ૨૫ *****************

ગઈ કાલ નો દિવસ અંજલિ,પ્રયાગ અને અનુરાગ ત્રણેય માટે પોત પોતાની રીતે સુખદ અને યાદગાર બની રહ્યો હતો. ત્રણેય ને પોતાની અલગ જ લાગણીઓ સંતોષાઈ હતી.

વિશાલ ક્યારેય જણાવતો નહોતો પરંતુ મન માં ને મન માં તેને કોઈ પીડા સતાવતી હોય તેવું હંમેશા તેનાં વર્તન થી અંજલિ ને જણાઈ આવતું હતું.

દિવસો અઠવાડિયા માં અને અઠવાડિયા મહિના ઓ માં પરિવર્તિત થઈ રહ્યાં હતાં. અંજલિ નો બેંગ્લોર પ્રોજેક્ટ વિના વિધ્ને શરુ થવાની તૈયારી માં હતો.અંજલિ ની અથાગ મહેનત ની સાથે તેનાં નિયુક્ત કરેલાં સ્ટાફ ની પણ મહેનત રંગ લાવી રહી હતી. પ્રયાગ ગ્રુપ હવે ઈન્ડીયા ના માર્કેટ માં પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું હતું.
પ્રયાગ બીઝનેસ ને જોઈન કરે તે પહેલા જ અંજલિ તેનાં માટે સારામાં સારું પ્લેટફોર્મ તૈયાર કરવા માટે દિવસ અને રાત અથાગ મહેનત કરી રહી હતી.
અંજલિ નાં ડેડીકેશન થી પ્રયાગ ખુબ પ્રભાવીત હતો. અંજલિ તેની મમ્મી છે તે વાત માત્ર થી તે ખુબ ખુશ હતો. પરંતુ હજુ પણ તે તેનાં પપ્પા વિશાલ ને સમજી નહોતો શક્યો.
પ્રયાગ ની એક્ઝામ નજીકમાં જ હતી. તેની યુ.એસ. જવાની તૈયારીઓ પણ પુરી થઈ ગઈ હતી. હવે પાર્ટી અને ફરવાનું ઘટી ગયું હતું.

આસ્થા..સતત પ્રયાગ ની નજીક રહેવામાં અને પ્રયાગ ને તેનાં તરફ આકર્ષિત કરવા માટે પ્રયત્ન કરતી હતી. મન ના કોઈ ખુણામાં તેને પ્રયાગ માટે જે પ્રેમ ના અંકુર ફૂટ્યા હતા તેની જાણ અને તેનો અહેસાસ પ્રયાગ ને પણ થઈ ચુક્યો હતો.

અનુરાગ સર હવે ઈન્ડીયા ની સાથે સાથે વિદેશોમાં પણ તેમના બીઝનેસ સ્પાન ને વધારી ચુક્યા હતા. અનુરાગ સર હવે બીઝનેસ ટાયકુન તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યા હતા.

આજે પ્રયાગ ની એક્ઝામ નું રીઝલ્ટ આવી ગયું હતું, જે પ્રયાગ નાં ધાર્યા પ્રમાણે જ આવ્યું હતું. પ્રયાગ સીધો જ તેની કોલેજ થી પ્રયાગ ગ્રુપ ની ઓફીસ એટલેકે તેની મમ્મી અંજલિ ને મળવા તથા તેમનાં આશીર્વાદ લેવા માટે પહોંચી ગયો ....

પ્રયાગ ની રેડ મર્સિડીઝ કાર ને જોતા જ સીક્યોરિટી ગાર્ડે ગેટ ખોલી નાખ્યો અને તેમની કંપની નાં માલીક પ્રયાગ સર ને સેલ્યુટ કરી ને ઊભા રહી ગયો...
પ્રયાગે તેની કાર ને ધીમી કરી અને હસતા ચહેરે કાર ની વિન્ડો નો ગ્લાસ ઉતાર્યો....હસતા મુખે સીક્યોરિટી ગાર્ડ ને પોતાની પાસે બોલાવીને તેમના યુનિફોર્મ પર ની નેમપ્લેટ પર લખેલું નામ વાંચી ને તેમને કીધું...

જુઓ ખાનભાઈ...આજ પછીથી ક્યારેય મને સેલ્યુટ કરાવાની આવશ્યકતા નથી. ભગવાન દરેક ને પોતાનાં કર્મ અને નસીબ ને આધારે કામ ની વહેચણી કરતા હોય છે. મારી નજર માં તમે પણ એક મેનેજર જેટલી જ ઈજ્જત ધરાવો છો. એટલે આજ પછી થી મને ક્યારેય સલામ ના કરશો...પરંતુ તમારુ કામ હંમેશા પુરી નિષ્ઠા અને ઈમાનદારી રાખી ને કરજો.
આટલું બોલી ને પ્રયાગે તેની કાર નો ગ્લાસ ચઢાવવા જાય છે ત્યાંજ ગાર્ડ દોડી ને પ્રયાગ ને મળવા આવી ગયો...
સર..હું છેલ્લા વીસ વર્ષ થી ગાર્ડ તરીકે કામ કરું છું..અને તેમાં પણ છેલ્લા આંઠ વર્ષ થી આપની કંપની માં કામ કરુ છુ...પણ મને આવી રીતે ક્યારેય કોઈ એ પણ નથી કહ્યું...અરે ક્યારેય કોઈ આટલુ પ્રેમ થી બોલાવતુ પણ નથી..મેં તો આટલા વર્ષો માં ફક્ત ગેટ ને ખોલવા નો અને બંધ કરવાનો અને વાહનો ની નોંધ રાખવા સીવાય કોઈ કામ કર્યુ જ નથી..તમે મને જે પ્રેમ થી બોલાવ્યો અને જે સન્માન આપ્યુ તે પણ મારા જેવા સામાન્ય માણસ માટે તો બહું મોટી વાત થઈ ગઈ સર..આટલું બોલતા બોલતા ખાનભઈ ગળગળા થઈ ગયા...

ખાનભાઈ ને આમ ઢીલા થઈ ગયેલા જોયા એટલે પ્રયાગે તેની કાર ને મેઈન ગેટ ની બાજુ માં જ પાર્ક કરી અને કાર માં થી ઉતરીને નીચે આવ્યો અને ખાનભાઈ ને ગળે લગાવ્યા.
ખાનભાઈ કામ આપણે કઇ પણ કરી એ એનાં થી શુ ફરક પડે છે ? ભગવાને બધાય ને સરખા જ બનાવ્યા છે...બસ તમારી ડ્યુટી ઈમાનદારી થી કરજો...આટલું કહી ને પ્રયાગ ફરી થી તેની કાર માં બેઠો અને કાર ને કંપની નાં પોર્ચ તરફ હંકારી ગયો.

અંજલિ ના ડ્રાઈવરે પ્રયાગ ને કાર લઈને આવેલા જોયું એટલે તરત જ તે દોડી ગયો પોર્ચ તરફ અને કાર ને યોગ્ય જગ્યાએ પાર્ક કરી.

પ્રયાગસર ને આમ અચાનક આવેલા જોઈ ને સ્ટાફ તરતજ એલર્ટ થઈ જાય છે. પ્રયાગ ને જોઈ ને રીસેપ્શનીસ્ટ તરતજ ઊભા થઈ જાય છે.
વ્હાઈટ કલર નાં ચાઈનીઝ કોલર નો પ્યોર લીનન નો શર્ટ અને ડાર્ક બ્લ્યુ ડેનીમ અને આંખો પર પ્રાડો ના ગોગલ્સ...માં પ્રયાગ શાનદાર લાગતો હતો.
અંજલિ જેવુ જ નાક નક્શો હતો પ્રયાગ નો, પણ આંખો...તેની ના તો અંજલિ જેવી હતી કે ના તો વિશાલ જેવી હતી. ખુદ પ્રયાગ ને પણ ક્યારેક થતુ કે આંખો મારી અલગ જ છે.

પ્રયાગ સીધો અંજલિ નાં કેબીન તરફ ચાલવા લાગ્યો...જે સૌથી છેલ્લે હતુ..
અંજલિ ની કેબીન ની પહેલા આચાર્ય સાહેબ, મહેતા સાહેબ અને થોડા બીજા સ્ટાફ ના કેબીન હતા. બધીજ કેબીનમાં આગળ ગ્લાસ લાગેલા હતા.
મહેતા સાહેબ તેમના લેપટોપ પર બીઝી હતા એટલે તેમનું ધ્યાન નહોતું, જ્યારે આચાર્ય સાહેબ ની નજર પ્રયાગ પર પડી એટલે તરત જ તેમના કેબીનમાં થી ઉઠી ને બહાર પ્રયાગ ને મડવા આવ્યા.

સર આપને મારુ કોઈ કામ હોય તો મને જણાવજો...

થેન્કસ આચાર્ય સાહેબ...પણ હું અંજલિ મેડમ ને મડવાજ આવ્યો છુ..ખાસ..આજે રીઝલ્ટ આવી ગયુ છે...અને મમ્મીજી નુ થોડું કામ હતુ, એબ્રોડ મા એડમીશન અંગેનુ.

ઓહહ..ધેટસ ગ્રેટ ન્યુઝ સર...કોંગ્રેટસ...સર..કહી ને આચાર્ય સાહેબે પ્રયાગ ને હેન્ડ સેક કરીને અભિનંદન પાઠવ્યા.

થેન્કસ સર...બોલી ને પ્રયાગ તેની મમ્મી અંજલિ ની કેબીન તરફ ચાલવા લાગ્યો.

આચાર્ય સાહેબ તેમની કેબીનમાં ગયા ...અને તરતજ તેમની દીકરી અદિતી ને ફોન લગાવ્યો...ખરેખર પ્રયાગે જ્યારે તેના રીઝલ્ટ ની વાત કરી ત્યારે છેક યાદ આવ્યું આચાર્ય સાહેબને કે આજે તો અદિતી નુ પરીણામ પણ આવવાનું હતુ.

હેલ્લો...ગુડ આફ્ટર નુન બેટા. એન્ડ કોન્ગરેચ્યુલેશન....મને આશા છે કે તારું રીઝલ્ટ તારી અપેક્ષા મુજબ જ આવ્યું હશે.

થેન્કસ પપ્પા...યસ...એવુજ આવ્યું છે. અને હા પપ્પા...સ્પેશિયલી અંજલિ મેડમજી ને મારા વતી થી થેન્કસ કહેજો...અને તેમને એમ પણ કહેજો કે તેઓ મારુ એબ્રોડ ના એડમીશન માટે હેલ્પ કરે.
આઈલેટસ મા જરૂરી બેન્ડસ પણ આવેલા છે...એટલે અમેરિકા, લંડન, કેનેડા અથવા તે સજેસ્ટ કરે ત્યાં...હું ભણવા જઈશ.

ચોકક્સ બેટા...હું હમણાં જ તેમને જણાવુ છુ..અરે બેટા પ્રયાગ સર પણ હમણાં જ આવ્યા છે અને તે પણ પાસ થયા છે..અને તે પણ ક્યાંક વિદેશ માં તેમનું માસ્ટર્સ કરવા જવા માટે મેડમજી ને મડવા આવ્યા છે.

ઓહહ...ધેટ્સ ગુડ પપ્પા...મારા વતી તેમને પણ અભિનંદન આપજો ખાસ.

પ્રયાગ તેની મમ્મી અંજલિ ની કેબીન ના દરવાજા પર નોક કરે છે.

યસ.....આવીજા બેટા...!! અંજલિ એ તેનાં મોનીટર પર જોઈ લીધું હતું કે પ્રયાગ આવ્યો છે.
પ્રયાગે દરવાજો ખોલીને તરતજ તેની મમ્મી અંજલિ ને પગે લાગ્યો..!!
મમ્મીજી તમારા દિકરા નુ રીઝલ્ટ આવી ગયું છે...અને હવે તે માસ્ટર્સ કરવા એબ્રોડ જશે. બસ મને આશીર્વાદ આપો.

અંજલિ તરતજ તેની ચેર પર થી ઊભી થઈ ગઈ અને પ્રયાગ ને ગળે લગાવ્યો અને માથે હાથ ફેરવતાં ફેરવતાં બોલી....માં અંબા તારા બધાજ સ્વપ્નો પૂરા કરે...બેટા. અંજુ એ ખુબ વ્હાલ થી પ્રયાગ ના કપાળ પર એક ચુંબન કર્યું.

મમ્મીજી તમે કહેતા હતા ને કે રીઝલ્ટ આવે એટલે આપણે એડમીશન નુ કામ જોઈ લઈશું...એટલે ખાસ તમારા આશીર્વાદ લેવા અને એડમીશન નું તમે જોઈ લેજો હવે તેમ કહેવાજ ખાસ આવ્યો છુ.

ઓ.કે. બેટા શુ પ્લાનિંગ છે ?? ભણવાનું...શેમાં માસ્ટર્સ કરવાનું વિચાર્યું છે ??

મમ્મીજી...મારે આગળ પણ બીઝનેસ જ કરવો છે, એટલે ફાઈનાન્સ મેનેજમેન્ટ કરીશ એવુ વિચાર્યું છે.
ગુડ..બેટા...યુ.એસ કે લંડન ક્યાં જવુ છે ??

મમ્મીજી દુનિયા ની સારા માં સારી જે યુનિવર્સિટી હોય તેમાં જવુ છે.

હમમ...રાઈટ બેટા...!!

તરતજ કેબીન તા દરવાજે પ્યુન કોફી લઈને આવ્યો. અંજલિ એ તેને અંદર બોલાવી લીધો.

અંજલિ નાં ટેબલ પર બે મગ કોફી નાં અને બે ટ્રે માં બીસ્કીટ મુકીને પ્યુન દરવાજા ને બંધ કરી ને જતો રહ્યો.

અંજલિ અને પ્રયાગ બન્ને જણા નાં હાથ માં વ્હાઇટ કલર ના ફુલ સાઈઝના મગ માં ગરમાગરમ કોફી ના શીપ લેતા લેતા અંજુ અને પ્રયાગ થોડાંક ઢીલા પડી ગયા. એક બાજુ સરસ રીઝલ્ટ આવ્યા ની અને વિદેશમાં જઈ ને ભણવાની ખુશીઓ ઓ ની સાથે સાથે બન્ને માં દિકરો થોડાક વર્ષો એકબીજા થી દૂર રહેવુ પડશે તેનાં લીધે દુઃખી પણ હતા.

ઇન્ટરકોમ ની રીંગ વાગી....એટલે અંજલિ સ્વસ્થ થઈ ગઈ.
યસ...કહી ને ફોન ઉપાડ્યો.

મેડમ...આચાર્ય હીઅર..આપ ફ્રી થાવ એટલે મને કહેજો ને પ્લીઝ..મારે પાંચ મીનીટ આપને મળવું છે.

ઓ.કે. આચાર્ય સાહેબ થોડીક વારમાં જ જણાવું કહીને અંજલિ એ ફોન મુક્યો.

મમ્મીજી આપ કામ પતાવો...હું ફ્રી છુ તો જરા મહેતા સાહેબ ને મળીને બેંગ્લોર પ્રોજેક્ટ ની માહિતી લઉ.

ઓહ..ધેટ્સ ગુડ બેટા...વેઈટ...કહીને અંજલિ એ મહેતા સાહેબને ફોન કર્યો..

સામે થી ફોન ઉપડ્યો...

યસ..મેડમજી...!!

મહેતા સાહેબ પ્રયાગ ઇસ વીથ મી એન્ડ હી વોન્ટસ ટુ મીટ યુ..!

ઓહહ...સ્યોર મેડમજી...હું આવી જઉ છુ.

જી..નહીં મહેતા સાહેબ...પ્રયાગ આપની કેબીનમાં આવે છે.

ધેટ્સ...ગ્રેટ મેડમજી...!! હું તેમની રાહ જોઉ છુ.

બન્ને ના ફોન મુકાઇ ગયા.

બેટા...તારી વેઈટ કરે છે...મહેતા સાહેબ.

ઓ.કે. મમ્મીજી...આપ કામ પતાવો હું આવુ થોડીકવાર રહીને. અને પછી આપણે સાથેજ ઘરે જઈશુ ???

હમમમ...ચોક્કસ બેટા..એમાં પૂછવાનું શુ ??
તુ મહેતા સાહેબ ને મળીને આવ ત્યાં સુધી હું થોડુંક કામ પતાવી લઉ.

પ્રયાગ ઊભો થયો અને મહેતા સાહેબ ની કેબીનમાં ગયો...જ્યારે અંજલિ એ તરતજ આચાર્ય સાહેબ ને ફોન કર્યો...કીધુ...આપ આવી શકો છો..

ઓ.કે. મેડમજી...આવુ બસ...કહી ને બન્નેવ ના ફોન મુકાઇ ગયા.

પ્રયાગ મહેતા સાહેબ ની કેબીનમાં ગયો..અને આચાર્ય સાહેબ અંજલિ ની કેબીનમાં આવ્યા.

પ્રયાગ ને જોતા જ મહેતા સાહેબે તેને પોતાની ચેર ઓફર કરી.

થેન્કસ મહેતા સાહેબ...પરંતુ હું આપની આ ચેર ની જવાબદારી સંભાળી શકુ એટલો સક્ષમ હજુ નથી બન્યો. ભલે હું આ કંપની ના માલિક નો દિકરો હોઉ પરંતુ આ ખુરશીની બહુજ જવાબદારી છે, અને મમ્મીજી એ આપને તે ખુબ સમજી વિચારી ને જ આપી હોય. એટલે આપની ચેર પર આપ પોતે જ બેસો.. હું વીઝીટર ચેર પર યોગ્ય છુ.

મહેતાસાહેબ ...પોતાની કંપની ના માલિક ના આવા જવાબ થી ખુશ થઈ ગયા. તેમને મન થી પ્રયાગ પ્રત્યે માન ની લાગણી થઈ આવી.
સર.. આ તો આપની મહાનતા છે...બાકી આજના સમયે આપની ઉમ્મરના વ્યક્તિ ને જો ભગવાને આટલુ સુખ અને સમૃદ્ધિ આપ્યા હોય તો આરીતે વાત જ ના કરે. આટલું કહી ને બન્નેવ પોત પોતાની ચેર માં બેઠા.

પેલી બાજુ આચાર્ય સાહેબ પણ અંજલિ મેડમ સાથે મીટીંગ માં હતા.

મેડમ...બેંગ્લોર પ્રોજેક્ટ માં ડીઝાઈન ચેન્જ થવા ને કારણે આપણાં બજેટ કરતા વધારે ફંડ ની જરૂર ઉભી થશે. તો....તે રકમ મારે કયા એકાઉન્ટ માંથી લેવી ??

આચાર્ય સાહેબ દરેક પરચેઝ ને તમે જાતે જ જોતા રહેજો. કોઈ જગા પર તમને ગડબડ જણાય તો મારું ધ્યાન દોરજો. બાકી રહી વધારે ફંડ ની વાત તો તે હાલ તમે મારા પર્સનલ એકાઉન્ટ માંથી લઈને બેંગ્લોર પ્રોજેક્ટ માટે આપજો.

બીજુ કાંઈ કામ છે ???

જી..મેડમ ...એક પર્સનલ રજુઆત કરવાની હતી.

હા તો કહો...આચાર્ય સાહેબ...મુંઝવણ છે કોઈ ??

મેડમ. ..આપે ક્હયું હતુ ને કે અદિતી નુ પરીણામ આવે ત્યારે આપને જણાવું.. એના એડમિશન માટે આપ હેલ્પ......
આચાર્ય સાહેબ આટલું બોલીને અટકી ગયા.

અરે...હા..હા...મને યાદ છે...શું વાત છે ?? રીઝલ્ટ આવી ગયું ??

હા..મેડમજી.....પરસન્ટેજ તો સાંજે ખ્યાલ આવશે...પરંતુ તેણે કહ્યું કે તે એબ્રોડ જઈ ને ભણી શકે એવુ રીઝલ્ટ આવ્યું છે. અને આપને તેનાં માટે ભલામણ કરવા પણ કહ્યું છે. અને ખાસ તેણે પ્રયાગ સર ને પણ શુભેચ્છાઓ પાઠવી છે.

સૌથી પહેલા તો તમને અને અદિતી બન્નેવ ને અભિનંદન. અને તેને પુછીને મને જણાવજો એને ક્યાં જવું છે....એને જ્યાં જવુ હશે ત્યાં આપણે વ્યવસ્થા કરી દઈશુ.

ઓ.કે. મેડમજી થેન્ક યુ...હું અદિતી સાથે વાત કરી ને આપને જણાવીશ.

ઓ.કે. ઠીક છે...બીજુ કંઈ કામ હોય તો જણાવો...

જી નહીં...મેડમ ,હુ રજા લઉં...કહી ને આચાર્ય સાહેબ અંજલિ ની કેબીન માં થી નીકળી ગયા.

સાંજ થવા આવી હતી.. અને પ્રયાગ હજુ પણ મહેતા સાહેબ ની કેબીનમાં જ હતો...તેને બોલાવી લેવો તે અંજલિ ને યોગ્ય ના લાગ્યુ એટલે અંજલિ એ પોતે જ પ્રયાગ અને અદિતી ના એડમીશન માટે લેપટોપ પર વર્લ્ડ ના બેસ્ટ યુનિવર્સિટી ને સર્ચ કર્યા...લંડન / અમેરીકા/ કેનેડા/ ઑસ્ટ્રેલિયા બધે જ એડમીશન મળી શકે એમ હતા. હવે પ્રશ્ન એજ હતો કે તે બન્ને ને ક્યાં જવુ છે ભણવા તે.
અંજુ ને અમેરિકા અને લંડન યોગ્ય લાગ્યું હતું.
છતાં સવાલ પ્રયાગ ના કેરિયર નો હતો એટલે તેને અનુરાગ ને પુછવા નું યોગ્ય લાગ્યું. જીવન ના તમામ અગત્ય નાં નિર્ણયો અંજલિ એ હંમેશાં અનુરાગ ની અનુમતિ માગી ને અથવા તેની જાણ બહાર ક્યારેય નહોતાં લીધા. એમાં પણ પ્રયાગ ને લગતા નિર્ણય હોય તો બિલકુલ ચીવટપૂર્વક લેતી હતી.

અંજલિ જાણતી હતી કે અનુરાગ કેટલો બીઝી હોયછે તેમ...એટલે તેણે ફોન કરવા ને બદલે મેસેજ કર્યો..

ગુડ ઈવનીંગ સર...
" પ્રયાગ નું રીઝલ્ટ આવી ગયું છે, અને હવે આગળ સ્ટડી માટે તેને એબ્રોડ જવુ છે....આપની અનુકૂળતાએ મને ફોન કરજો. "

એક જ મીનીટ માં અંજલિ ના ફોન મા રીંગ વાગી અને ફોન પર અનુરાગસર લખાઈ ને ફ્લેશ થતું હતું.
અંજલિ એ માર્ક કર્યું કે હંમેશા મારા મેસેજ કર્યા ની મીનીટો માં જ અનુરાગ સર નો ફોન આવ્યો છે. આજે પણ સર મને એટલું જ.... ( રીસ્પેકટ આપે છે ) અંજલિ એ ફોન ઉપાડ્યો...

યસ.સર..સોરી...આપને ડીસ્ટર્બ તો નથી કર્યા ને ??

અરે...અંજુ આ સોરી અને થેન્કયુ ને બચાવી ને રાખ...કોઈ બીજાને કહેવા માટે કામ આવશે.
અનુરાગ કાયમ આવુ જ કહેતાં....તે અંજુ પણ જાણતી હતી...અને તેમ છતાં પણ કહેતી હતી...કદાચ તેને ગમતુ હતુ આવુ સાંભળવુ.

જી....એક્ચ્યુઅલી પ્રયાગ નુ રીઝલ્ટ આવ્યું છે..એને ૯૦ % આવ્યા છે. અને હવે માસ્ટર્સ કરવા તેને એબ્રોડ જવુ છે. આ પ્રયાગ ના ભવિષ્ય નો પ્રશ્ન છે ..એટલે હું આપને પુછ્યા કે કીધા વિનાં તો આગળ ના વધી શકુ. હવે તમે જેમ કહેશો તેમ જ હું કરીશ. અંજુ આખી વાત એકજ શ્વાસે બોલી ગઈ.

અરે...ધેટ્સ અ ગ્રેટ અંજુ....સૌથી પહેલા બન્ને માં- દિકરા ને ખુબ ખુબ અભિનંદન. પ્રયાગ ને ખુબ વ્હાલ અને તારો ખુબ ખુબ આભાર.

મને તો કહો છો કે...' થેન્ક યુ ' નહીં કહેવાનું અને પોતે કેમ આભાર માનો છો .?

અંજુ...તે એને જે રીતે તાલીમ આપી છે. તે નાં માટે તારો આભાર તો માનવો જ પડે ને.

આતો મારી ફરજ છે...મારો દિકરો છે....તેમાં આભાર શેનો...કહીને અંજલિ ફરી મુખ્ય વાત પર આવી.

સર...પ્રયાગ અંહિ જ છે... મહેતા સાહેબ ની કેબીનમાં....તો...!!

ઓ.કે. અંજુ...પ્રયાગ ને કઈ લાઈન માં ઈન્ટરેસ્ટ છે ? અનુરાગ વાત ઝડપ થી પુરી કરવા માંગતાં હતાં. કદાચ કોઈ મીટીંગ હશે. તેમની..

જી...એને ફાઈનાન્સ માં માસ્ટર્સ કરવું છે. અંજુ એ પણ વાત ને લંબાવા નું ઉચીત નાં લાગ્યું.

ઓ.કે. અંજુ...લંડન માં આપણા એક જુનાં સ્ટાફ છે...એટલે ત્યાં પણ થઈ શકશે.. પણ મારા મતે આપણે એને અમેરિકા મોકલીએ....ત્યાં આપણી ઓફીસ છે...એટલે તેની રહેવા ની કે જમવા ની કોઈ પણ સમસ્યા નહીં રહે. અને ત્યાં ની યુનિવર્સિટી માં પણ આપણે સારા રિલેશન્સ છે..એટલે તે પણ સારૂં રહેશે..બાકી તુ એક વખત પ્રયાગ ને રાત્રે વાત કરી ને મને જણાવજે.

ઓ.કે. ભલે..હું આજે તેની સાથે વાત કરી અને સમજી લઉ છુ..પછી કાલે ફરીથી વાત કરીશું. અત્યારે આપ પણ બીઝી હશો...અને હું અને પ્રયાગ પણ હવે ઘરે જવા નીકળીશુ...અંજુ એ ફોન ટુંકાવ્યો..
જય અંબે સર...

ઓ.ક. અંજુ...જય અંબે...તારુ અને પ્રયાગ બન્ને નુ ધ્યાન રાખજે.

બન્ને છેડે થી ફોન મુકાઇ ગયા...!!

ફોન મુકીને અંજુ કોઈ વિચારો માં ખોવાઈ ગઈ..અને એકદમ જ એનાં કાન પર દરવાજે નોક થયું હોય તેમ સંભળાયુ..

અરે....આવ બેટા...કેમ રહી તારી મીટીંગ ???

બસ મમ્મી આતો...એમજ કેઝ્યુઅલ સમજ્યો...બાકી તો તમે અને આપણી કંપની ના આટલા હોશીયાર સ્ટાફ છે...એટલે કંઈ તકલીફ પડે તેવું નથી લાગતું...બાકી તો હું માસ્ટર્સ કરી ને આવીશ ત્યાં સુધી માં તો બધું સેટ થઈ ગયુ હશે....પછી હું જોઈ લઈશ.

એક મોટા બીઝનેસ મેન જેવું બોલતો હતો પ્રયાગ...અત્યારે.
બસ થોડાક વર્ષો ની વાર હતી....બાકી તેની રગો માં લોહી તો બીઝનેસ કરનાર નું જ હતુ...એને ક્યાં બહુ શીખવવું પડે..!! જ્યારે અંજલિ એકલા હાથે જ આટલુ મોટુ સામ્રાજ્ય ઉભુ કરી અને સંભાળી શકે તો...આતો પ્રયાગ...હતો.. !!

બેટા...ચાલો સમય થઈ ગયો છે...આપણે ઘરે જઈશુ ??

ઓ.કે.મમ્મીજી ચલો...જઈએ.

અંજલિ અને પ્રયાગ બન્ને...પ્રયાગ ની રેડ મર્સિડીઝ કાર માં ઘર તરફ જવા નીકળ્યા...જ્યારે અંજલિ ની બ્લ્યુ બી.એમ.ડબલ્યુ. કાર તેનો ડ્રાઈવર લઈ ને ઘર તરફ નીકળ્યો.

પ્રયાગ અને અંજલિ કાર માં અંજુની આરતી પુરી થઈ ગઈ પછી વાતો કરતા કરતા ઘરે આવી રહ્યા હતા...ત્યાં જ પ્રયાગ બોલ્યો...મમ્મી આપણે એક કામ કરીએ તો ??

શુ બેટા.....??

મારા એડમીશન માટે અનુરાગ સર ને પુછીશુ ??? મને લાગે છે કે તેમની સલાહ લઇને આપણે નક્કી કરીએ.

પ્રયાગ નાં મોઢે....અનુરાગ સર વાળી વાત સાંભળી ને અંજલિ નાં ચહેરા પર ચમક આવી ગઈ..જાણે પ્રયાગે તેની મન ની ઈચ્છા જાણી લીધી હોય....!!


***************** ( ક્રમશ:) ***************************