Sambandho ni aarpar - 24 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર... પેજ - ૨૪

અંજલિ ,પ્રયાગ અને અનુરાગ બેંગ્લોર પ્રોજેક્ટ ના ભુમિ પૂજન ને પુરુ કરી ને પ્રયાગ ને આશીર્વાદ આપે છે. આજે અનુરાગ સર ની નમ થઈ ગયેલી આંખો ને જોઈ ને પ્રયાગ કશુ સમજી નથી શકતો. અનુરાગ સર તેમના ગળા માં થી વર્ષો થી પહેરી રહ્યા હતા તે સોના ની ચેન કાઢી ને પ્રયાગ ને ભેટ સ્વરૂપે આપી દે છે.

***** હવે આગળ *** પેેજ -૨૪ *****

પ્રયાગ હજુ પણ ચૂપ હતો..કશુ સમજી નહોતો શક્યો હજુ પણ.

અંજલિ આ આખીય ઘટનાં ને સાક્ષી તરીકે નીહાળી રહી હતી. પ્રયાગ અને અનુરાગ સર ની વચ્ચે ચાલી રહેલા આ પ્રસંગ ને જોઈ ને તેની આંખો પણ ભીની થઈ ગઈ. અંજલિ તેમ છતાં પણ પ્રયત્ન કરી રહી હતી કે તેની આંખો ભરાઈ આવી છે તેની જાણ સામે ઉભેલા બન્ને વ્યક્તિ માંથી કોઇને પણ નાં થાય....પણ તે ક્યાં શક્ય હતુ ?

અનુરાગ અને પ્રયાગ બન્ને જણા અંજલિ નાં દિલ થી એટલા બધા નજીક હતા ..કે અંજલિ ની મન ની સ્થિતિ તરતજ સમજી જાય.

અનુરાગ અને અંજલિ ની નજર મળી એટલે તરત જ બન્નેવ જણા સ્વસ્થ થવા લાગ્યા.

પ્રયાગ ને તો કશુંજ સમજાતું નહોતું, તેમ છતા પણ તેને તેની મમ્મી અંજલિ અને અનુરાગ સર બન્ને માટે અનોખી લાગણી નો ભાવ થઈ આવ્યો.
પ્રયાગ...તેની મમ્મી ને અને અનુરાગ સર ને બન્નેવ ને સાથેજ હગ કરીને ઊભો રહ્યો. અનુરાગ અને અંજલિ બન્નેવ જણા પ્રયાગ ને માથે હાથ ફેરવી રહ્યા હતા. ત્રણ શરીર અને એક આત્મા જેવુ લાગી રહ્યું હતું.

પ્રયાગ ને આજે અનુરાગ સર માટે અલગ પ્રકારની લાગણી થઈ રહી હતી. પોતાનાં જ મન સાથે વાત કરી રહ્યો હતો...આજે પ્રયાગ..કોણ જાણે શુ સબંધ હશે મારે આ વ્યક્તિ માટે ??
આજે મને કેમ અલગ પ્રકારની લાગણી થઈ રહી છે ??
અમારા બન્ને વચે કેમ આટલો પ્રેમ છે ??
ઈશ્વર કોને ક્યારે કયા સ્વરુપે મોકલે છે તે કશુંય સમજાતું નથી..અને એ જે કંઈ હોય...આજે હું અંદર થી બહુજ ખુશ છું.
અનુરાગ સર નો મારા માટે આટલો પ્રેમ છે...તે તેમના આશીર્વાદ થી વિશેષ શુ હોઈ શકે ??

અંજલિ...પણ આમ ભલે રડી રહી હતી...પણ મન થી તો તે પણ બહુજ ખુશ હતી.

અનુરાગ સર નો હાથ પ્રયાગ નાં માથે ફરી રહ્યો હતો. અચાનક જ પ્રયાગ બોલ્યો...સર ..આપણા બન્ને વચ્ચે શુ સબંધ છે તે તો ભગવાન જાણે...પરંતુ આજે આપને ગળે મળી ને હું જે લાગણી અનુભવી રહ્યો છું..તે ખૂબજ દિવ્ય અને પવિત્ર છે. હું ઈચ્છુ છુ કે આપનો હાથ હંમેશા આમજ મારા પર રહે.

જી...બેટા...તુ બીલકુલ ચિંતા ના કરીશ...આમ જ રહેશે..એમ બોલતા જ અનુરાગ ની નજર તેના કાંડા પર પહેરેલી રોલેક્ષ પર પડી, અનુરાગ ને જવા નો સમય નજીક આવી રહ્યો હતો..

અંજુ ..બેટા પ્રયાગ...હું નીકળું ???
અનુરાગ ને હવે લેટ થાય તેમ હતુ.

સર....આજે તમે અંહી આવ્યા તેજ મારા માટે મોટો પ્રસંગ બની ગયો છે..પણ હવે જ્યારે તમે આવ્યા જ છો અને સાથે સાથે પૂજા માં પણ બેઠા છો..ત્યારે હવે તમારા થી પ્રસાદ લીધા વીના નાં જવાય.તો પ્લીઝ આપ પ્રસાદ લઈને જ જાવ.

ઓ.કે.અંજુ...પણ એકદમ ઝડપ થી આને બહુજ ઓછુ...તુ તો જાણે જ છે ને કે સમય માટે હું....

જી..સર...આપ ફક્ત બે-ચાર મીનીટ જ પ્રયાગ સાથે બેસો હું જાતે જ આપની પ્રસાદ ની ડીસ પીરસીને લાવુ છુ.

અંજલિ જાતે જ અનુરાગ માટે ડીસ લઈને જમવાના કાઉન્ટર પાસે ગઈ અને ડીસ ને અનુરાગ ની રૂચી મુજબ જાતે જ તૈયાર કરી લાવી.

આ બાજુ...તે સમય દરમ્યાન....અનુરાગ સર પ્રયાગ સાથે...તેના ભવિષ્ય નાં પ્લાનિંગ ને અને તેનાં વિદેશ માં ભણવા જવા નાં આયોજન ની વાતો કરી રહ્યા હતા. પરંતુ ખરેખર તો અનુરાગ....પ્રયાગ નાં મન ને વાંચી રહ્યો હતો.

બીજી બાજુ....મહેતા સાહેબ પણ આવેલા મહેમાનો ને સાચવવા માં વ્યસ્ત હતાં,એટલે એમને ખ્યાલ નહોતો કે મેડમ ને જાતે જ અનુરાગ સર માટે પ્રસાદ ની ડીસ રેડી કરવી પડી છે.

જ્યારે અંજલિ ને તો આજે અનુરાગ સર માટે પ્રસાદ ની ડીસ બનાવવા માં અને અનુરાગ ને પીરસવામાં જે અલૌકિક આનંદ મળી રહ્યો હતો તેની બીજા કોઈ ને તો કલપ્ના પણ ના હોય.

અંજલિ ને તો આજે શબરી ને ઘેર રામ પધાર્યા જેવું હતુ. જે વ્યક્તિ એ મારા ઘરે....આવી ને અનુરાગ સર ક્યારે જમશે ??
હું મારા જ હાથે એમના માટે જમવાનું બનાવું અને તેમને પીરસુ....
તે ભાવ અને તે વિચારો માં આટલા વર્ષો કાઢી નાખ્યા હોય...
અંજુ....છેક....અનુરાગ સર સાથે કામ કરતી હતી ત્યાર થીજ ...તેના મન મા આવા ભાવ હતા...પરંતુ ક્યારેય એવા સંજોગો નહોતા ઉદભવ્યા. પરંતુ આજે ભગવાને અંજલિ ની ઝોડી ને ખુશીઓ થી ભરી દીધી.
કહેછે ને કે ઈશ્વર પાસે તમે કશુ માંગો તો તે ક્યારે આપશે તે નથી ખબર હોતી, પરંતુ તમારા હ્રદય માં સાચી ભાવના હોય તો એક દિવસ તે ચોક્કસ આપેજ છે.

અંજલિ ત્રીજી મીનીટે અનુરાગ ની ડીસ રેડી કરી ને લઈ આવી અને અનુરાગ ને આપી. સર....લો આ...પ્રસાદ. !!

અનુરાગે ડીસ હાથ માં લેતાજ કીધુ....અંજુ એક કામ કર...આ લાડુ હું આખ્ખો નહી લઈ શકુ....તુ અને પ્રયાગ પણ થોડો લો તેમાં થી, મેં હવે ગળ્યું લગભગ બંધ કરી દીધુ છે....પણ પ્રસાદી છે એટલે હું લઈશ થોડી. તમે બન્ને પણ થોડો થોડો લો આમાં થી...

અંજલિ એ પ્રસાદી નાં લાડુ નાં ત્રણ ભાગ કર્યા, અને ત્રણેય જણા સાથેજ એકજ ડીસ માં થી લાડુ જમ્યા.
સાચી પ્રસાદી ની યોગ્ય રીતે વહેંચણી થઈ હતી.

દરેક કામ ને સમયસર જ કરવાનાં ચુસ્ત આગ્રહી....અનુરાગ સર નું ધ્યાન હવે સતત ધડીયાલ પર જત હતું. ફક્ત પાંચ મીનીટ માં જ અંજલિ એ આપેલી પ્રસાદ ને પતાવી ને અનુરાગ સર અંજલિ ની સાથે રાત ની ફ્લાઈટ ૧૦.૦૦ વાગ્યા ની છે તેમ કન્ફોર્મ કરી લીધુ અને પછી અંજુ અને પ્રયાગ બન્ને ને મળી ને તરતજ ત્યાં થી તેમની મીટીંગ માટે રવાના થયા.

અંજલિ માટે આજ નો દિવસ જીવનભર નું સંભારણું બની ગયો. અને પ્રયાગ ને આજે કોઈ વિશેષ વ્યક્તિ નો હાથ અને સાથ મળી ગયો હોય તેવું મહેસુસ થતુ હતુ.

અંજલિ અને પ્રયાગ બન્ને પોત પોતાની રીતે ખુશ હતા.

આજના દિવસ નું અગત્ય નું કામ પુરુ થઇ ગયુ હતુ. મહેતા સાહેબ આવેલા મહેમાનો ને પ્રસાદી લેવડાવી ને વારા ફરતી સી.ઓફ કરવાનાં કામમાં વ્યસ્ત હતા. અંજલિ અને પ્રયાગ સાઈટ પર જ બનાવેલી ઓફીસ માં તેમની કેબીનમાં બેઠા હતાં.

મી.રોય, અંજલિ ને મળવા માટે આતુર હતા. તેમણે મહેતા સાહેબ ને કીધુ...મી મહેતા હું અંજલિ મેડમ ને મળી ને જ જઈશ.

ઓહ...સ્યોર મી.રોય...ચાલો આપણે સાથેજ જઇએ તેમને મળવા, આઇ એમ સ્યોર મેડમ પણ આપને મળી ને ખુશ થશે.

મેડમ...મે આઈ કમ ?? કહીને મહેતા સાહેબે અંજલિ ની કેબીનમાં જવા માટે રજા માંગી.

ઓહ..પ્લીઝ કમ મહેતા સાહેબ...નો નીડ એની ફોર્માલીટીઝ ટુડે. આપ આવો..કહી ને અંજલિ એ તેની કેબીનમાં બોલાવ્યા.

થેંક્યુ મેડમજી....મીટ મી.રોય...

ઓહ...વેરી નાઈસ ટુ મીટ યુ મી.રોય....એન્ડ થેંક્યુ વેરી મચ ફોર યોર ગ્રેટ સપોર્ટ એન્ડ થેન્કસ ફોર યોર કો.ઓપરેટ અસ. પ્લીઝ આપ બેસો.

થેન્કસ એન્ડ ઈટ્સ માય પ્લેઝર મેડમ..કહી ને મી.રોય અંજલિ ના ટેબલ ની સામે ગોઠવેલી વીઝીટીંગ ચેર પર બેઠા.

મહેતા સાહેબ સાઈડમાં જ ઊભા હતા...
મી.રોય ... મીટ ધ ફ્યુચર ચેરમેન ઓફ અવર કંપનીઝ......
મી.પ્રયાગ ઝવેરી..!!
ઓલ અવર ગ્રુપ કંપનીઝ આર રનીંગ ઓન હીસ નેમ ઓન્લી.

ઓહહ...સચ અ ગ્રેટ પર્સનાલિટી મી.પ્રયાગ...વેરી નાઈસ ટુ મીટ યુ...સર.
આઈ એમ લુકીંગ ફોર્વડ ટુ સી યુ વેરી સુન...એસ અ ચેરમેન ઓફ યોર કંપનીઝ....કહી ને મી.રોયે પ્રયાગ ને પ્રોત્સાહન આપ્યું.

થેંક્યુ સો મચ સર...બટ સ્ટીલ આઈ વીલ હેવ ટુ ફીનીશ માય માસ્ટર્સ, ધેન આઈ વીલ જોઈન ધ બીઝનેસ. ટીલ ધેન ..માય ગ્રેટ ગ્રેટ મધર ઈસ ધેર..કહીને પ્રયાગે યોગ્ય જવાબ આપ્યો.

થોડીવાર માં જ બધા માટે કૉફી આવી ગઈ.
બધા એ સાથેજ કૉફી લીધી...તે પતાવીને મી.રોય અંજલિ ને કંઈ પણ કામકાજ હોય તો મહેતા સાહેબ ને કહેવડાવી દેજો...એમ જણાવી ને ત્યાં થી રજા લીધી.
અંજલિ એ તેની કેબીનમાં જ બેંગ્લોર ઓફીસ માં એપોઈન્ટ કરેલાં દરેક સ્ટાફ ને વારા ફરતી બોલાવી ને મળી લીધું અને દરેક નો પરિચય કેળવ્યો. ત્યાર બાદ અંજલિ અને પ્રયાગ બન્નેવ જણા એ આખા પ્લાન્ટ ને સાઈટ પર જઈ ને ક્યાં શુ બનવાનું છે તે સાઈટ એન્જીનીયરની સાથે રહી અને ઝીણાં માં ઝીણી માહિતી મેળવી.
લગભગ બધા જ અગત્ય નાં કામ આજ પુરતા હતા તે અંજલિ એ જોઈ અને સમજી લીધા.

સાંજ થવા આવી હતી...એટલે મહેતા સાહેબ ફરીથી અંજલિ પાસે આવ્યા.
મેડમ....સાંજ ના ડિનર માટે મે તાજ માં આપનું ટેબલ બુક કરાવ્યું છે...આપને ફાવશે ને ?? એરપોર્ટ પણ ત્યાંથી નજીકમાં જ છે.

મહેતા સાહેબ આઈ થીંક પ્રયાગ ને પૂછીએ....મને તો આજે પ્રસાદ અને બધુ હતું એટલે બહુ ઈચ્છા ઓછી છે તેમ છતા પણ પ્રયાગ જેમ કહેશે તેમ કરીશું.

બેટા...પ્રયાગ શુ ઈચ્છા છે તારી, ડીનર ની ??

મમ્મીજી આમ તો મને પણ થોડુક હેવી ફીલ થાય છે તેમ છતા પણ મન કરશે તો એરપોર્ટ લાઉન્જ માં કંઈક લઈશું.

ઓ.કે. ફાઈન બેટા...
મહેતા સાહેબ...આપ ટેબલ કેન્સલ કરાવી દો....અમે એરપોર્ટ પર ઈચ્છા થશે તો જમી લઈશુ.

અંજલિ એ ફરી થી એન્જીનીયર અને સુપરવાઇઝર ને બોલાવ્યા અને પ્રોજેક્ટ સમયમાં જ પુરો કરવામાં આવે તેનાં માટે સમજાવ્યા અને પ્રોત્સાહિત કર્યા. સેલેરી સીવાય પણ બધાય ને જો સમયસર પ્રોજેક્ટ શરુ થઈ જશે તો ઈન્સેન્ટીવ આપવાની વાત પણ કરી લીધી.

સાંજ ના ૭.૩૦ થવા આવ્યા હતા. બેંગ્લોર નો ટ્રાફિક અને રવિવાર નો દિવસ હતો...એટલે યુવાનો માં અલગ જ જોશ હોય છે. દરેક હોટેલ,રેસ્ટોરન્ટ, પબ યુવાન હૈયા ઓથી ભરચક રહેછે. શહેર નો ટ્રાફિક અસહ્ય રીતે વધી રહ્યો હતો અને એરપોર્ટ પર સમયસર પહોંચવુ આવશ્યક હતુ...
અંજુ એ સમય થયો હતો એટલે મહેતા સાહેબને બોલાવીને આજનાં દિવસ ની બધી વિગત સમજી લીધી અને વધુ કામ નહોતું એટલે કાર ને તૈયાર કરાવડાવી.

ઓ.કે. મેડમ આપના માટે કાર તૈયાર જ છે...અને હું આવતીકાલે સાંજે અહીંનુ પેન્ડીંગ કામ પુરુ કરી અને આવી જઈશ.

ઓ.કે. ફાઈન મહેતા સાહેબ....અમે નીકળીએ છીએ તો.

અંજલિ અને પ્રયાગ ઝડપથી ફ્રેસ થયા અને એરપોર્ટ જવા માટે નીકળ્યા.
પ્રયાગ તેની ટેવ મુજબ આગળ ની સીટ પર બેઠો જ્યારે અંજલિ પાછળ ની સીટ પર. અંજુ અને પ્રયાગ એક સુખ રુપ પ્રસંગ ને ઉજવી ને તથા જીવન નું આજીવન સંભારણું લઈ ને જઈ રહ્યા હતા.

અંજલિ પાછળ ની સીટ પર બેસી ને પોતાના મન સાથે વાતો કરી રહી હતી. ભવિષ્ય નાં ગર્ભમાં શુ છુપાયું હોય છે તેની ક્યાં કોઈ ને ખબર પડે છે ?? પરંતુ આપણુ મન ચોખ્ખું હોય અને ઈચ્છા પવિત્ર હોય તો ભગવાન પણ એક દિવસ સાંભળતા જ હોય છે.

બરાબર ૮.૩૦ વાગે અંજલિ અને પ્રયાગ ની કાર બેંગ્લોર એરપોર્ટ પર પહોંચી ગઈ. અનુરાગ સર પણ આજ ફ્લાઈટમાં રીટર્ન જવાનાં હતાં એટલે અત્યારે પણ તે મળવા નાં ચાન્સ હતાજ.

અંજલિ હંમેશા સમયસર રહેવા માટે ટેવાયેલી હતી, અને આ ટેવ પણ તેને અનુરાગ ની સાથે રહી ને જ પડી હતી. એટલે આજે પણ અનુરાગસર અંજલિ કરતા વહેલા અને પહેલા પહોંચી ગયા હતા.

અંજલિ,પ્રયાગ અને અનુરાગ ત્રણેય જણાં ની નજર એક બીજા સાથે મળી...અનુરાગે બધી ટીકીટ ને સાથે લીધી અને ત્રણેય ના બોર્ડિંગ પાસ લીધા.
સીક્યોરીટી ચેકઈન કરાવી ને બધા સાથેજ વેઈટીંગ એરીયામાં પ્રવેશ્યા.

પ્રયાગ...બેટા ચાલો લાઉન્જ માં...સવારે જમવા માં થોડુંક હેવી હતુ એટલે મારે ડીનર બાકી છે. અનુરાગે પ્રયાગ ને કીધું અને સાથે તેમની નજર અંજલિ પર પણ હતી.
પ્રયાગ વિચાર માં પડ્યો...આ કેવો સંજોગ છે ?
જમવાનું અમારે પણ બાકી અને અનુરાગસર ને પણ ??
એનીવે. લેટ્સ ગો...

એરપોર્ટ નાં પ્રીમિયર લાઉન્જ માં ત્રણેય જણા એ સાથે બેસી ને ડીનર કર્યું , જાણે કે એક જ પરિવાર નાં સભ્યો સાથે બેઠા હોય તેવી રીતેજ.
ફ્લાઈટ માં આવ્યા હતા તેજ રીતે સીટો ની બેઠક મળી હતી...એજ રીતે પરત ફરતી વખતે પણ પ્રયાગ ને અનુરાગે બીઝનેસ ની અને જીવન ની ઘણી ઘટનાઓ ના ઉદાહરણ આપ્યા અને સમજ આપી.

પ્રયાગ માટે આજ નો દિવસ એકદમ યાદગાર બની ગયો હતો. તે ભાગ્યશાળી સમજી રહ્યો હતો પોતાને...અનુરાગ સર ની આજ ની હાજરી અને સાથે બેસી ને પુજા વિધિ, તેમની સાથે બેસી ને અને તેમની જ ડીસ માં થી શેર કરી ને જમવાનો મોકો મળ્યો અને અધુરૂં હોય એમ રીટર્ન થતા થતા તેમની પાસે તેમના જ દ્વારા તેમની પોતાની ફીલોસોફી સાંભળવા અને સમજવાનો જે મોકો મળ્યો તેનાં થી એકદમ ખુશ હતો પ્રયાગ.

અંજલિ ને પણ આજે જાણે સુખ નાં સાગર માં હિલોળા લેતી હોય તેવું જ ભાસતું હતું.

અનુરાગ ને પણ આજે વર્ષો ની તપસ્યા પછીથી કંઈક સુખદ પરિણામ મળ્યું હોય તેવું લાગતું હતું.

આજે પણ અનુરાગ નાં મન ને એક જ વ્યક્તિ સમજી શકે તેમ હતી.

સમય તેનું કામ સતત અને ઝડપથી કરે છે.ફ્લાઈટ તેનાં નિયત સમયે પરત આવી જાય છે. એરપોર્ટ પર બે કાર તેમના માલિક ની રાહ જોતા ઊભી હતી.
અનુરાગ.....અંજલિ અને પ્રયાગ ત્રણેય જણાં સાથે જ એરપોર્ટ થી બહાર નીકળે છે. અંજલિ એ અનુરાગ ની નજર માં નજર મિલાવી ત્યારે બન્નેવ ને જીવન માં આજે કશું પામ્યા ની અનુભૂતિ સ્પષ્ટ વરતાતી હતી.

પ્રયાગે બહાર નીકળી ને તરતજ અનુરાગ ને પગે લાગ્યો. અનુરાગે પણ પ્રયાગ ને તેની છાતી સરસો ચાંપ્યો....અને પ્રયાગ ના માથે હાથ ફેરવ્યો.
"મહાન બનજો બેટા" ફરીથી એજ આશીર્વાદ....અનુરાગ..આપે છે પ્રયાગ ને.

સર....આપ નો ખૂબ ખૂબ આભાર....અંજલિ એ જતા જતા અનુરાગ ને કીધુ.

અંજુ......અનુરાગ આજે પણ તારો આભાર નો સ્વીકાર નથી જ કરતો....જાણે જ છે ને તું તો. અને મને આમ પણ ક્યાં કોઇ નાં આભાર ની આશા હોય છે. તારુ ધ્યાન રાખ જે અને કઇ પણ કામ હોય તો જણાવજે.

ચોકક્સ સર.....જય અંબે...!! અંજલિ નાં બોલવામાં સુખદ અનુભવ અને કશું મેળવ્યા ની અનુભૂતિ હતી.

હમમમ....જય અંબે....ટેક કેર. ..અંજુ...એન્ડ ટેક કેર બેટા...!!

એરપોર્ટ ની બહાર નીકળી ને ગેટ ની સામે જ પાર્ક કરેલી વ્હાઇટ કલર ની " ઈ" ક્લાસમાં માં....અનુરાગ બેસે છે.
જ્યારે અંજલિ અને પ્રયાગ બન્ને તેમની રેડ કલર ની મર્સીડીસ માં બેસી ને તેમનાં ઘર તરફ પ્રયાણ કરે છે.

અંજલિ - પ્રયાગ - અને અનુરાગ આજ ના આ યાદગાર દિવસ ની મીઠી યાદો નાં સંભારણા નું મન માં જ પોતાની રીતે સ્મરણ કરતાં કરતાં ઘરે જાયછે.



***************** ( ક્રમશ: ) **************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED