Ne Hu Kanha Ne Mali... books and stories free download online pdf in Gujarati

ને હું કાન્હા ને મળી...

સમર્પણ

આ વાર્તા હું એ દરેક ડોક્ટર ને સમર્પણ કરું છું જેવો પોતાના દર્દીને ગ્રાહક ની નજરે નહિ પરંતુ એક પીડિત ની નજરે જોવે છે ને એ દરેક કૃષ્ણ ભક્ત ને જેવો સાચા પ્રેમ નો અર્થ સમજે છે.

આભાર

ડો.પૂજા દેસાઈ- હું ડો.પૂજા દેસાઈ નો આભારી છું જેમણે મને આ વાર્તા લખવા માટે ની પ્રેરણા આપી ને જેમણે આ વાર્તા ને સુંદર શિર્શક આપી એમાં પ્રાણ ભરિયા.

નોંધ

આ વાર્તા ના દરેક પાત્રો અને ઘટનાઓ કાલ્પનીક છે. જેમનું કોઈ પણ પ્રકારના ધાર્મિક પુસ્તકો જોડે કોઈ સબંધ નથી. વાર્તા માત્ર વાચકના મનોરંજન ના હેતુ થી લખવા માં આવી છે.

મીરા.....મીરા.....મીરા....

ચારે તરફ અંધકાર હતો. દૂર-દૂર સુધી કોઈ નું પણ ના હોવા નો અહેસાસ થઇ રહીયો હતો. મીરા ના નામ થી ગુંજતા અવાજ ની તીવ્રતા વધતી જતી હતી ને એ અંધકાર માં હું પોતાના નામ ની ગુંજ ક્યાંથી આવી રહી છે એ શોધી રહી હતી. આ અવાજ મેં પેહલા પણ સાંભળીયો છે જે મને વારે-વારે પોતાની તરફ બોલાવ્યા કરે છે. પણ ક્યારે એ વ્યક્તિ મારી આંખની સમક્ષ નથી આવતી.

મીરા ની જાણવાની ઉત્સુકતા વધવા લાગી આમ-તેમ ભાગતી રહી પરંતુ ચારે તરફ અંધકાર સિવાય કઈ પણ ના હતું. બસ હતી તો માત્ર મીરાના નામ ની ગુંજ. મીરા નું મોહ પરસેવા થી રેબ-જેભ થઇ ગયું. હૃદય ના ધબકારા ની ગતિ વધવા લાગી હતી. વધતા જતા અવાજ ની સાથે મીરા ને કોઈ એ હાથ થી પકડી રાખી હોય એવો અહેસાસ થયો. મીરા નું ગળું સુકાવા લાગ્યું મીરા નામ ની ગુંજ વધુ જોર થી આવવા લાગી. પોતાના પર કાબુ ના રહેતા ઘભરાહત થી મીરા ની આઁખો ખુલી ગઈ ને પોતે બેડ પર ઉભી થઇ ગઈ.

મીરા ની આ હાલત જોઈ ને રિયા આશ્ચરીયા માં પડી. મીરા નું મોહ પરસેવા વાળું થઇ ગયું હતું ને એના ઝડપી શ્વાસ નો અહેસાસ રિયા ને થઇ રહીયો હતો. સવાર ના સાત વાગીયા હતા ને રિયા મીરા નો હાથ પકડી ઉભી હતી.

શું થયું દી? રિયા એ ગભરાતા મીરા ને પુછીયું.

મીરા અને રિયા બંનેવ હોસ્ટેલ ના એક જ રૂમ માં છેલ્લા એક વર્ષ થી રહેતા હતા. પરંતુ એને ક્યારે પણ મીરા ને આવી હાલત માં ના હતી જોય .

તમે ઉંઘ માં કંઈક બોલી રહિયા હતા તમારા આ અવાજ થી મારી ઉંઘ તૂટી ને મેં તમને ઘણા ઉઠવા ના પ્રયત્ન કરીયા પરંતુ તમે તો જાણે કોઈ બીજી જ દુનિયા માં હોવ એવું લાગી રહીયુ હતું.

બે મિનિટ માટે મીરા રિયા તરફ જોતી રહી. મીરા ના શ્વાસ માં શ્વાસ આવીયો ને મીરા સમજી ગઈ કે રિયા શા માટે એને આવા સવાલો પૂછી રહી છે. આવું મીરા સાથે પેહલી વાર ના હતું થયું પેહલા પણ ઘણી વાર મીરા ને આવા સપના આવી ચૂકયા હતા. રાત ના અંધકાર માં મીરા નામ ની પેહલા પણ બૂમો પડી છે. ને આ બૂમો ડરામણી નહિ પરંતુ કોઈ એને પોતાના મધુર અવાજ માં બોલાવી રહીયુ હોય એવું કોઈક જે તમારા દિલ ની નજીક હોય.

મીરા પોતાના બેડ પરથી નીચે ઉતરી બાથરૂમ તરફ આગળ વધે છે. પોતાના મોહ ને ઠંડા પાણી થી ધોઈ ફરી પોતાના બેડ પર આવી બેસે છે. આ બધું જોઈ રિયા હજી પણ આશ્ચરીયા માં હતી શું ચાલી રહીયુ છે એ વાત સમજાતી ન હતી.

દી તમે કોઈ ડરાવનું સપનું જોયું?

સવાલ સાંભળતા મીરા એ રિયા બાજુ જોયું એક હલકું સ્મિત આપતા કહીંયુ ના બસ એક્સામ ના ડર થી જાગી ગઈ.

પણ તમે તો સકોલર છો ભણવા ની બાબત માં તો તમને કઈ વાત નો ડર હોય? આજે એમ પણ તમારી લાસ્ટ એક્સામ છે, ને પછી તમે હંમેશા માટે ફ્રી છો,ને હવેતો જીજુ પણ તમારી રાહ જોતા હશે.

ચાલ,હવે વાંચવા દે તારા જીજુ કરતા મારી એક્સામ વધારે ઈમ્પોર્ટન્ટ છે. તારા જીજુ પેપર લખવા નથી આવાના.

મીરા પોતાના મેડિકલના અભિયાસ ના છેલ્લા સેમિસ્ટર ની એક્સામ આપી રહી હતી. જેના પૂર્ણ થતા થોડા સમય માં એના લગ્ન લેવાવાના હતા.

મીરા ની એક્સામ પૂર્ણ થતા રૂમ તરફ પાછી ફરે છે. સાંજના ઘરે જવાની ટ્રેન હોવાથી પોતાનો સમાન ની બેગ ભરતી હોય છે ત્યાંજ રિયા પોતાની ધૂન માં રૂમ માં દાખલ થાય છે.

દીદી તમે ઘરે જાવ છો?

હા... મીરા સમાન પેક કરતા બોલે છે.

આઈ મિસ યુ દીદી ...રિયા મીરા ને પાછળ થી બાથ માં ભરીલે છે.

મીરા ના સમાન પેક કરતા રિયા ની નજર એક સુંદર આભલા થી સજાવેલી ડાયરી પર પડે છે. ડાયરી ને હાથ માં લઇ એને વાંચવા ની કોશિશ કરે છે.

દીદી...આ..આ.. ડાયરી કોની છે? રિયા કુતુહલવશ મીરા ને પૂછે છે.

સમાન પેક કરતા મીરા પાછળ ફરે છે ને ડાયરી ને જોવે છે .ડાયરી ને જોતા મીરા રિયા ને જણાવે છે કે આ ડાયરી એની જ છે.

આ બધી કવિતાઓ તમે લખી છે દીદી?

હા.. મને નાનપણ થીજ લખવાનો શોખ હતો.

એટલે તમે દીદી લેખક બનવા માંગતા હતા?

લેખક તો નહિ પણ જે કઈ પણ હું બોલી ના શક્તિ મારી એવી ભાવનાઓ ને હું કવિતા ના રૂપ માં સજાવતી રહેતી.

શું હું તમારી આ ડાયરી પોતાની પાસે રાખી શકું? પ્લીસ ....રિયા મીરાને આનાકાની કરવા લાગી.

હા...જરૂર કેમ નહિ,એમ પણ મેં હવે લખવાનું છોડી દીધું છે.ને હવે આ ભાવનાઓ ની જરૂર પણ નથી મને.

હવે તમે જીજુ માટે લખજો એવો ખુશ થઇ જશે.

એમને એવો કોઈ શોખ નથી મીરા એ પોતાની બેગ માં કાન્હા ની નાનકડી મૂર્તિ મૂકતી વખતે છેલ્લી ચૈન ચડાવતા કહીંયુ.

i love you દીદી. i will miss you so badly .

me too ...મીરા એ રિયા નો હાથ ને હાથ માં લઇ પોતાની પાસે બેસાડી. હું જે તને કેહવા જઇ રહી છું એને ધ્યાન થી સંભાળ, જો ડોક્ટર નું કર્તવીર્ય માત્ર લોકો ની સારવાર કરવાનુંજ નથી હોતું પરંતુ એમને એક નવું જીવન આપવાનું પણ હોય છે. દર્દી ના રોગ ને સમજવાની સાથે તારે એ રોગ સાથે જોડાયેલા દર્દી ની વ્યથા ને પણ સમજવી જરૂરી છે. ડોક્ટર નું કામ માત્ર દવા આપી એને સાજા કરવા થી પતી નથી જતું પરંતુ એનામાં જીવન જીવવા માટે નો આત્મવિશ્વાસ જગાડવાનું પણ છે. જયારે પણ તું કોઈ એક્સામ માટે તૈયારી કરતી હોઇશ ને જે પણ રોગ વિશે ની માહિતી વાંચતી હોઇશ એવું સમજ જે કે કોઈ દર્દી તારી પાસે આવ્યુ છે ને જે આ રોગ થી પીડાઈ રહીયુ છે. તો તું એ રોગ ને વધુ નજીક થી સમજી શકીશ.

sure દીદી હું તમારી કહેલી દરેક વાત ને ધ્યાન માં રાખીશ. થૅન્ક યુ સો મચ.

મીરા નો સ્ટેશન જવાનો સમય થઇ જતા મીરા પોતાનો સમાન લઇ સ્ટેશન જવા માટે રવાના થાય છે . ડોક્ટર બનવાના જે સપના સાથે આ શહેર માં પગ મુકીયો હતો એનો આજે છેલ્લો દિવસ હતો.જ્યાં મિત્રો થી દૂર થવાનું દુઃખ હતું ત્યાં ડોક્ટર બની ઘરે જવાની ખુશી પણ હતી.

સાંજનો સમય હતો સ્ટેશન ની ચહલપહલ પણ શાંત હતી. સુરજ આથમવા લાગીયો હતો ને કાળા વાદળો ચંદ્ર ને ઘેરી ને બેઠા હતા. બેંગ્લોરે ના રેલવે સ્ટેશન ના ૧૨ નંબર ના પ્લેટફોર્મ પર ટ્રેન ની રાહ જોતા મીરા એ પોતાની જગ્યા લીધી. ત્યાં જ થોડી વાર રહી ને એનોઉસમેન્ટ થયું કે મુંબઈ જનારી ટ્રેન પોતાના સમય થી એક કલાક લેટ ચાલી રહી છે. એટલું સાંભળતા મીરા એ પોતાના બેગ માંથી કાગળ અને પેન લઇ પોતાના વિચારો ને ફરી એક વાર શબ્દો નું રૂપ આપવાનું ચાલુ કર્યું .

સમય અને મીરા ની કવિતા આગળ વધવા લાગીયા. એક હાથ માં કૃષ્ણ ની મૂર્તિ તો બીજા હાથ માં મીરાની ભાવનાઓ ને શબ્દો નું રૂપ આપતી એની કલમ. ને જોત જોતા માં ટ્રેન નો આવવાનો સમય થઇ ગયો. ટ્રેન ની વિસલ સાંભળવા લાગી હતી લોકો પોતાના સમાન સાથે ટ્રેન ની રાહ જોતા ઉભા રહી ગયા હતા. મીરા એ પણ કાગળ અને કલમ ને બેગ માં મુકતા કૃષ્ણ ને પોતાના હાથ માં પકડી રાખીયા. ટ્રેન આવતા મીરા એ બારી પાસે પોતાની જગ્યા લીધી.

કૃષ્ણની મૂર્તિ ને પોતાના હાથ માં પકડી બારી ની બહાર જોતા મીરા પોતાના વિચારો માં ખોવાયેલી હતી કે અચાનક "એક્ષક્યુઝમી" કેહતા મીરા ના ધ્યાન માં ભંગ પડિયું.

૨૭-૨૮ વય નો એક વ્યક્તિ એની સામે ઉભો હતો એક હાથ માં ટ્રોલી બેગ ને ખભા પર લેપટોપ બેગ. જેને કાળા કલર નો પેન્ટ ને મરૂન કલર નો શર્ટ પહેરીયો હતો મોહ પર રિમ લેસ ચશ્માં. દેખાવ પરથી કોઈ મોટી કંપની નો એમ્પ્લોય લાગી રહીયો હતો. મીરા બે ઘડી માટે એમને જોતી રહી. એ વ્યક્તિ એ ફરી એક વાર "એક્ષક્યુઝમી" કહીંયુ. કેહતા મીરા ને જણાવ્યુ.

મને લાગે છે તમે મારી જગ્યા પર બેસી ગયા છો.

અચ્છા...હું ચકાસી લવ. મીરા એ પોતાની ટિકિટ માં જોવા લાગી.

જી હા...આ તમારી જગ્યા છે.સોરી

No ...No need to say સોરી,કદાચ સામે વાળી શીટ એ તમારી જગ્યા છે. એ વ્યક્તિ એ મીરા ની ટિકિટ જોતા કહીંયુ.

હા...એવુજ છે.

સિગ્નલ રેડ માંથી ગ્રીન થયું ને ટ્રેન એ આગળ વધવાનું ચાલુ કર્યું .ટ્રેન ની ગતિ માં ઝડપ આવતા મીરા ની સામે બેઠેલી વ્યક્તિ એ પોતાના બેગ માંથી લેપટોપ કાઢી ટેબલ પર મુકીયું. મીરા ફરી પોતાની કવિતા માં ખોવાઈ ગઈ.

થોડા સમય બાદ કોઈ એ મીરા ના કંપાર્ટમેન્ટ નું દરવાજો ખખડાવ્યુ. દરવાજા પર રેલવે યુનિફોર્મ માં એક અંકલ ઉભા હતા. મીરા તરફ જોતા એમણે મીરા ને પુછીયું, શું મેડમ તમે ડિનર લેશો?

મીરા એ મોહ હલાવતા ના માટે નો ઈશારો કરીયો.

અંકલ ને ના કહીયા બાદ મીરા નું ધ્યાન સામે બેઠેલી વ્યક્તિ પર પડી જે પોતાના લેપટોપ પર કઈ કરી રહિયા હતા. ને મીરા નું વધુ ધ્યાન ખેચતું એના લેપટોપ નું સ્ક્રિન કવર હતું જેના પર મોરપીંછ દોરીયું હતું. મીરા ફરી બારી ની બહાર જોવા માં મશગુલ થઇ ગઈ.

તમે સ્ટુડન્ટ લાગો છો?

મીરા એ અચાનક એ વ્યક્તિ તરફ જોયું ને ફરી એના સવાલ ને સમજવાની કોશિશ કરવા લાગી.

જી હા...હું મેડિકલ ની સ્ટુડન્ટ છું.

તો તો તમારા હાથ માં કૃષ્ણ ની મૂર્તિ નહિ પરંતુ સ્ટેથોસ્કોપ હોવું જોઈતું હતું.

હા...પણ જયારે હું મારી ડ્યૂટી પર હોવ ત્યારે .

તમે તો પાકકુ IT માં જોબ કરતા હોય એવું લાગી રહીયુ છે.

જી ના... હું લેખક છું. બાઈ ધ વે હું કેશવ. એ વ્યક્તિ એ પોતાનો હાથ મીરા તરફ આગળ કરતા પોતાનો પરિચય આપીયો.

મીરા એ પણ હાથ મેળવતા પોતાનો પરિચય આપીયો.

લાગે છે નવી બુક પર કામ ચાલી રહીયુ છે? મીરા એ લેપટોપ તરફ ઈશારો કરતા કેશવ ને કહીંયુ.

જી હા...બસ એવુજ કંઇક ચાલી રહીયુ છે.

કેશવ એ પોતાનું લેપટોપ બંધ કરી બેગ માં મુકતા મીરા તરફ જોતા પુછીયું. મુંબઈ જોબ માટે જાવ છો?

મીરા એ પોતાની અધૂરી કવિતા નું કાગળ ને વાળી ટેબલ પર એરીતે મુકીયું કે હવામાં ઉડી ના જાય ને કેશવ ને જવાબ આપતા જણાવ્યુ . ના ત્યાં મારુ ઘર છે. અભિયાસ પૂર્ણ કરી ફરી ઘરે જાવ છું.

ઓહ્હ...સરસ પછી મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ માં જોબ કે પોતાનું ક્લિનિક?

ના, પેહલા લગ્નઃ ની તૈયારી

.

કોણ છે એ લકી મેન?

રાજવીર....રાજવીર સેન .

લવ મેર્રેજ ?? કેશવ પુછીયું.

ના,મારા પપ્પા ના મિત્ર નો દીકરો છે ને હું પણ એને નાનપણ થી જાણું છું.

જયારે મીરા કેશવ ને રાજવીર વિશે જણાવી રહી હતી કેશવ મીરા ના હાવભાવ ને નિહાળી રહીયો હતો. મીરાના મોહ પર લગ્ન માટે ની ખુશી જોવા મળી રહી ના હતી. ને તેના મગજ માં ચાલી રહેલા ઘણા બધા સવાલો એના હાવભાવ થી ખબર પડી રહીયા હતા .હાથ માં પક્ડી રાખેલી કૃષ્ણ ની મૂર્તિ પર કેશવ નું ધ્યાન ગયું.

શું તમે કૃષ્ણ ના ભક્ત છો?કેશવ એ મીરા ની વાત કાપતા પુછીયું.

મીરા એમના સવાલ નો કોઈ જવાબ આપે એ પેહલા કંપાર્ટમેન્ટ નો દરવાજા કોઈક એ ખખડાવ્યુ. દરવાજો ખોલતા મીરા એ જોયું તો ટિકિટ ચેકર હતા. મીરા ની ટિકિટ જોઈ એવો આગળ નીકળી ગયા.

મીરા એ પોતાની જગ્યા લેતા કેશવ ના પૂછેલા સવાલ નો જવાબ આપવાનું ચાલુ કરીયુ.

જી હા..મીરા એ કૃષ્ણ ની મૂર્તિ તરફ જોતા કહીંયુ.

પણ તમે તો કાન્હા થી બહુ ગુસ્સે લાગો છો.

કેમ તમને એવું લાગી રહીયુ છે?

જે રીતે તમે કૃષ્ણ ની મૂર્તિ ને પક્ડી રાખી છે ને તમારા મોહ પર ના હાવભાવ બતાવી રહીયા છે કે કોઈક તો એવી વાત છે જે તમને ડંખી રહી છે.

ગુસ્સે નથી બસ થોડી નારાજ છું એમના થી.

જો ક્રિષ્ના તમારી સમક્ષ આવી જાય તો પણ શું તમે એટલાજ નારાજ રેહશો એમનાથી?

જો એ મારી સામે આવે ને તો હું એના ઘ્વારા લેવાયેલા દરેક નિર્ણયના પાછળ નો હેતુ જાણવા માંગીશ.

કેશવ એ મીરા તરફ આશ્ચરીય ની નજરે જોતા પુછીયું એવા તો કયા નિર્ણય હતા?

જો કૃષ્ણ રાધા ને આટલો બધો પ્રેમ કરતા હતા તો એ રાધા વગર કઈ રીતે રહી શકે? ને જો એમને રુક્મણિ સાથે લગ્ન કરીયા તો હું કૃષ્ણ ના પ્રેમ ને સાચો કઈ રીતે માનીલવ?

મીરા ના સવાલો સાંભળી કેશવના મોહ પર સ્મિત આવી ગયું. જ્યાં મીરા એના સવાલો થી વિચલિત હતી ત્યાં કેશવ ને મીરાની નાદાની પર હાસ્ય આવી રહીયુ હતું.

તમે તો એ રીતે હસી રહીયા છો જાણે તમે પોતેજ કૃષ્ણ ના હોવ.ને તમને બધીજ ખબર હોય . મીરા ઉગ્રતા થી કેશવ ને કહીંયુ.

કૃષ્ણ ના પ્રેમ ને સમજવા માટે તારે પેહલા રાધા બનવું પડે. સ્ત્રી ના શરીર ને તો કોઈ પણ પુરુર્ષ મેળવી શકે છે પરંતુ એના પ્રેમ માં રંગવા માટે કૃષ્ણ બનવું પડે.

કૃષ્ણ એક શક્તિ છે. જેને તમે કોઈ પણ સ્વરૂપ માં મેળવી શકો છો, એક મિત્ર ના રૂપ માં,દીકરા ના રૂપ માં,ભાઈ,પ્રેમી કે પછી રાજનેતા ના રૂપ માં. દરેક રૂપ માં કૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે. જે કોઈ પણ એને સુધી પોહ્ચવાનો પ્રયત્ન કરે છે એ એના પ્રેમ ને પોતાના પ્રેમ સાથે પાછો આપે છે. ભલે પછી એમને મેળવા નો માર્ગ કોઈ પણ હોય.

એટલું બોલતા કેશવ એ મીરા ને પુછીયું શું તમે ક્યારે કૃષ્ણ ને જોયા છે?

મીરા એ કહીંયુ ના..

તો પણ તમે કૃષ્ણ ના પ્રેમ માં છો? કેશવ ના કરેલા સવાલ મીરા ને વિચારવા માટે મજબુર કરી દીધી.

બાકી વાત રહી કૃષ્ણ માટે પ્રેમ ની તો જયારે બધાજ બંધન,ભય,અને ક્રોધથી તમે મુક્ત થઇ ને તમે પોતાની જાત ને તમારા પ્રિયજન ને સોંપીદો ને જેના બદલામાં તમને અનંત આનંદ મળે એજ પ્રેમ છે. પ્રેમ ને સમજવા માટે કોઈ ની સાથે લગ્ન કરવાની કે એની સાથે રેહવું જરૂરી નથી. પ્રેમ માટે બે આત્માઓ નું મળવું જરૂરી છે. ને જ્યાં આત્મા જ એક થઇ જાય. એમને પોતાના પ્રેમ ને પ્રભાવિત કરવાની કે બાહ્ય દેખાવ કરવાની જરૂર નથી રહેતી.

ભલે કૃષ્ણની વાંસળીના સુર રાધાને ભાન ભુલાવી દે, પણ એ વાંસળી માં સુર ત્યારેજ આવે જયારે એ રાધા માટે વાગે. જેમ રાધા કૃષ્ણ વગર અધૂરી છે એજ રીતે રાધા વગર કૃષ્ણ પણ સાચો પ્રેમી નથી.

એટલું સાંભળતા મીરા બોલી ઉઠી તો પછી એવું તો શુ હતું કે કૃષ્ણ ને રાધા સાથે પ્રેમ હોવા છતાં રુક્મણિ સાથે રહેવાનું નક્કી કરીયુ?

આ વાત સાંભળતા કેશવના ભાવમાં ગંભીરતા આવી અવાજમાં કંપન હતું. મીરા નો જવાબ આપતા કેશવ એ મીરાને એક સવાલ પુછીયું શુ તમે મને આ એક વાક્ય નો તફાવત સમજાવી શકશો?

"કૃષ્ણ મારો" ને "કૃષ્ણ મારોજ"

જી હા, "કૃષ્ણ મારો" એટલે કે કૃષ્ણ મારો છે પરંતુ એવું જરૂરી નથી કે એના પર બીજા કોઈ નો અધિકાર નથી. જ્યાં "કૃષ્ણ મારોજ" માં કૃષ્ણ ને પોતાનો બનાવવા ની જીદ છલકાઈ રહી છે.

કૃષ્ણ માટે પણ કંઇક આવુજ હતું જ્યાં રુક્મણિ એ એમને મેળવી તો લીધા હતા પણ ક્યારે પામી ના શકીયા ને જ્યાં રાધાને એમનો સાથ ના હોવા છતાં પણ જીવનભર માટે પામી લીધા.

સાચો પ્રેમ નીસ્વાર્થ અને આત્મ બલિદાન વિના કદી મેળવવી શકતો નથી.

કેશવ ની વાતો માં મગ્ન મીરા ક્યારે ઉંઘ માં સરી પડી એને ખબર જ ના પડી.

મેડમ....મેડમ...

પેસેન્જરો ના ઘોઘાટ સાથે મીરા ની આંખ ખુલી. આંખ ખુલતા એણે જોયું તો સવારનો નાસ્તો આપવા માટે પેન્ટ્રી બોય એની સામે ઉભો હોય છે.

મીરા પોતાને બેડ પર ઉભી થતા એ નાસ્તા વાળા છોકરા ને પુછીયું મારી સામે બેઠેલા ભાઈ ક્યાં ગયા?

છોકરા એ કઈ જવાબ ના આપતા એના કંપાર્ટમેન્ટ માંથી બહાર ચાલીયો જાય છે.મીરા ને કઈ સમજાતું નથી ને એ રાહ જોતી ત્યાંજ બેસી રહે છે. ધીમી ગતિ સાથે ટ્રેન પ્લેટફોર્મ પર થી ચાલવા લાગે છે.

મીરા ના ધીરજ નો અંત આવે છે ને એ કેશવ ને શોધવા કંપાર્ટમેન્ટ માંથી બહાર આવે છે. જ્યાં એની નજર રાત ના ડિનર માટે પૂછવા આવેલા અંકલ પર પડે છે મીરા એમની પાસે જાય છે.

શું તમે પેલા ભાઈ ને જોયા છે જે રાતના મારી સામે બેઠા હતા?

તમે કયા ભાઈની વાત કરી રહીયા છો? અંકલ મીરા ને પૂછે છે.

મીરા એ જણાવ્યુ કે જયારે તમે મને ડિનર માટે પૂછવા આવીયા હતા તારે મારી સામે બેઠા હતા.

એમણે મીરા ને જણાવ્યુ મેડમ ગઈ કાલે રાતના તમે એખલાજ હતા. જો કોઈ ત્યાં હતે તો શું હું એમને જમવા માટે પૂછતે નહીં?

મીરા ને એમની વાત પર વિશ્વાસના આવતા ટિકિટ ચેકર પાસે જાય છે.

ટિકિટ ચેકરને પૂછ-પરછ કરતા જાણવા મળિયું કે મીરાના કંપાર્ટમેન્ટ માં એમના સિવાય કોઈ નું રિઝર્વેશન હતુજ નહીં. મીરા ને વધુ ખાતરી આપતા ટિકિટ ચેકરે એમનું રેસર્વશન નું લિસ્ટ બતાવ્યુ જ્યાં કેશવ નામ ના વ્યક્તિ નો કોઈ ઉલ્લેખ જ ના હતો.

મીરા પોતાના ઉદાસ ચેહરા સાથે પોતાના કંપાર્ટમેન્ટ તરફ પછી ફરે છે. પોતાની જગ્યા પર બેઠતા એની નજર બારી પાસે ના ટેબલ પર ગઈકાલ રાત ના અધૂરી કવિતા લખી ને મુકેલા કાગળ પર પડે છે જે હવાના જોર થી ઉડવાની કોશિશ કરી રહીયુ હોય છે. મીરા એ ચીઠી ને હાથ માં લઇ ખોલે છે જેમાં લખિયું હોય છે.

सर्वस्य चाहं हृदि सन्निविष्टो

मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च |

वेदैश्च सर्वैरहमेव वेद्यो

वेदान्तकृद्वेदविदेव चाहम् ||

બીજા રસપ્રદ વિકલ્પો