Anamika books and stories free download online pdf in Gujarati

અનામિકા

એક માણસ પોતાના નાનકડા એપાર્ટમેન્ટ લોખંડ ની બનાવેલી અને સમય ની સાથે કેટ લાગી ગયેલી બારી પાસે આવે છે. બારી ને પોતાના ધૂજતા હાથ થી થોડો ધક્કો આપી વધુ ખોલવાનો પ્રયાસ કરે છે. જેનાથી બહાર પડી રહેલા બરફ નો નજારો સારી રીતે જોઈ શકે.

બહાર થી એ માણસ ની ઉમર અંદાજે ૫૫-૫૭ વર્ષ ની હશે પરંતુ એની આખા નીચેના કુંડાળા અને તેના બરછટ બાલ દર્શાવે છે કે એ પોતાના જીવન માં ખૂબ બિસિ હશે ક્યાં તો એ લાંબા સમય થી બીમારી સાથે ઝઝૂમી રહીયો છે.

તેના શરીર પાર બ્લુ રંગ નો જિન્સ પહેરીઓ છે અને ઉપર ડાર્ક બ્લુ રંગ નો શર્ટ પહેરીયું છે જે ગ્રીન રંગ ના સ્વેટર થી ઢંકાયેલું છે.ઠંડી થી બચવા માટે પોતાના બંનેવ હાથ ની હથેળી ને ઘસી ગરમી મેળવવા ની કોસીસ કરી રહીયો છે.

બારી ની બહાર ચારે બાજુ સફેદ બરફ ની ચાદર પથરાઈ ગઈ છે ને પવન ની ગતિ પણ આજે રોજ કરતા કૈક વધારે હોય એવું લાગી રહીયુ છે.

એ માણસ જયારે બારી માંથી બહાર જુવે છે એને કાલા કલર નો લમ્બો કોટ પહેરેલી એક સ્ત્રી દેખાઈ છે. પોતાની જાત ને ઠંડી થી બચવા બંનેવ હાથ વડે અદબ વળી પોતાના કોટ માં દબાવી દે છે. એને જોતા એવું લાગી રહીયુ છે કે એ કોઈ ની આવાની રાહ જોઈ રહી છે.

બારી માંથી આ દૃશ્ય જોતા એ માણસ ને પોતાના જીવન નો એક પ્રસંગ યાદ આવી જાય છે.

***

વર્ષ ૧૯૯૫ માં સિમલા ની શેરીઓ માં અવાજ પ્રકાર નો બરફ પડી રહીયો હતો. એક દંપતી છત્રી હેઠળ એક બીજા ને સહારો આપી ને ચાલી રહિયા હતા. તો ક્યાંય એક વૃદ્ધ મહિલા બરફ થી બચવા પોતાના માથા પર પાસ્ટિક ની થેલીબધી હતી.સાંજનો સમય હતો ને સરાજ આથમવા ની તૈયારી માં હતો. સુરજ ની કેસરી નારંગી રંગ ની કિરણો જમીન પાર પથરાઈ ગઈ હતી.

સિમલા ના રેલવે સ્ટેશન પાર વધારે ભીડભાડ ન હતી કારણ કે ઓફિસે છૂટવા નો સમય પસાર થઇ ચુકીયો હતો અને બધા કર્મચારી પોતાના ઘરે જવા માટે ની ટ્રેન પકડી ચૂકયા હતા.

સ્ટેશન પાર જે થોડા ઘણા લોકો બાચીયા હતા એમાં થી એક વૃદ્ધ કપલ હતું જેમની ઉમર ની ચિંતા કારિયા વગર પોતાના બચેલા સમય ને જીવી લેવા માંગતા હોય એમ બરફ ની મજ્જા લઇ રહિયા હતા. તો બીજી બાજુ જુવાન છોકરાઓ એક ખૂણા માં ઉભા પોતાના મોબાઈલ માં કૈક કરી રહિયા હતા. માતા ઓ પોતાના સંતાન ને ઠંડી થી બચવા વધુ ગરમ કપડાં ઓઢાવી રહી હતી. ત્યાં ઉભા દરેક જાણ ને પોતાના ઘરે પોહ્ચવાની જલ્દી હતી જેથી પોતાના પરિવાર જોડે બેસી ને આ ઠંડી માં ગરમ ચાહ ની મજ્જા મણિ શકે.

એક ૨૫ વર્ષ ની વક્તિ બેન્ચ પાર બેઠી પોતાના મોબાઈલ માં કૈક ટીપે કરી રહી હતી. એમને ફોર્મલ કપડાં પહેરીયા હતા. રેડ એન્ડ વ્હીટ ચેક્સ વાળું શર્ટ અને નીચે બ્લુ રંગ નું પેન્ટ હતું શરીર પર ગ્રીન રંગ નું સ્વેટર પહેરીયું હતું. પગ માં પહેરેલા કાલા રંગ ન શૉઉસે બરફ ન પાણી પડવાથી ચમકી રહિયા હતા. મોહ પર રિમ લેસ્સ ચશ્માં પહેરીયા હતા જેમાં થી વારે વારે સ્ટેશન પર લગાવેલી મોટી લાલ રંગ ની ઘડિયાળ પર નજર પડતી હતી. એવું લાગી રહીયુ હતું કે કદાચ ટ્રેન ન આવાની રાહ જોવાઈ રહી છે. લાલ અક્ષર ધરાવતી મોટી ઘડિયાળ માં રાત ન ૮ વાગે નો સમય દર્શાવી રહી હતી. એક અધધ વય ની ઉમર ધરાવતી વ્યક્તિ એમની બાજુ માં આવી ને બેસે છે. જુવાન વ્યક્તિ ગાજવા માં મોબાઈલ મૂકે છે ને અધધ વય ની વ્યક્તિ તરફ જોતા એક હલકું સ્મિત આપે છે. ને જેમ બે અજાણી વ્યક્તિ વાતો ની સર્વત કરે એ રીતે એમની પણ વાતો ની સર્વાત થાય છે.

- આજે બરફ કૈક વધારે પડી રહીયો છે નઈ?

- હા, બરફ પાડવાની કોઈં સક્રિયતા હતી ન હતી લગતી પરંતુ મારી પત્ની ના કેહવા થી હું સાલ પણ સાથે લઇ આવીયો .

-ઓ... તમે ઘણા નસીબદાર છો. જુવાન છોકરા એ કહીંયુ.

-થોડો સમય વિરામ બાદ છોકરા એ પુછીયું તમને ખબર છે હવે પછીની ટ્રેન ક્યારે આવશે?

-એ અઢાર રાખે છે કે તમે ક્યાં જવા માંગો છો.

-હું કાલકા જય રહીયો છું ત્યાં મારા નાની રહે છે. જેમને માળીયા ને ઘણો સમય થઇ ગયો એટલે મને સમજાતું નથી કઈ રીતે જવું .

-અધધ વય ની વક્તિ એ ઘડિયાળ તરફ જોયું અને હાથ ન ઈશારા થી જુવાન છોકરા ને સમજાવ્યુ કે ટ્રેન હમણાં ૧૦-૧૫ min માં આવશે જે તને કાલકા લઇ જશે . કાલકા આવા પેહલા એક મોટો બ્રિજ આવશે એનું તારે ધ્યાન રાખવું પડશે. જે પછી તારે ઉતરવાનું રહેશે . મને લાગે છે તારે લખી લેવું જોઈએ .

- છોકરા એ માથું હલાવતા એમની સાથે હાથ મેળવ્યા એમને થૅન્ક યુ કહીંયુ.

-હું યાદ રાખીશ તમે કહેલી વાતો.....કબીર

-સોરી??

-જુવાન છોકરા એ હસતા કહીંયુ જી મારુ નામ છે કબીર , કબીર શર્મા

-અચ્છા....માફ કરજો મેં બરાબર સાંભળીયુ ન હતું. હું વિનોદ.

-હું ખુભ આભારી છું તમારા માર્ગ દર્શન માટે.

ગાજવા માંથી મોબાઈલ કડતાં કબીર ને ખબર પડી કે એમાં મોબાઈલ ની બેટરી પતિ ગઈ છે.

થોડે દૂર થી ટ્રેન નો અવાજ આવી રહીયો હતો. વિનોદે ઈશારો કરતા જણાવ્યુ કે આવનાર ટ્રેન તારી છે જે તને કાલકા પોહ્ચાડસે .

કબીર બેન્ચ પાર થી ઉભો થઇ પોતાના સમાન ને ખભા પાર લડી પોતાના મોબાઈલ તરફ ફરી એક હતાશા ભરી નજરે જોયું.ટ્રેન પ્લેટ ફોર્મ પાર આવી ચુકી હતું ને લોકો ટ્રેન પાર ચડવા લાગીયા હતા.

ટ્રેન માં વધુ માણસો નાઈ હોવાથી દરેક જાણ ને પોતાની જાંગીયા મળી ગઈ હતી.. કબીર એ બારી પાસે પોતાની જાંગીયા લીધી. ને જેમ જેમ ટ્રેન ચાલતી ગઈ દરેક જાણ પોતાના સ્ટેશન ની આવાની રાહ જોવા લાગીયા. જોત જોતા માં લોકો ઉતારતા ગયા ને ને ડબ્બા માં ગણિયા ગાંઠિયા લોકો રહી ગયા..

એક વાર ફરી કબીર એ પોતાનો મોબાઈલ ગાજવા માંથી કડતાં નાનીને ફોને લાગવાની કોસીસ કરી. સદ્ નસીબે ફોન જોડાઈ ગયો ને કબીરે નાની ને કહીંયુ.

નાની...હું ટ્રેન માં બેસી ચુકીયો છું થોડા સમય માં હું ઘરે આવી જઈશ. પણ હાજી આખી વાત પુરી થઇ એ પેહલા કબીર નો ફોન ફરી એક વાર બંધ પડી ગયો.

હવે કબીર ને પોતાની જાત પાર ગુસ્સો આવી રહીયો હતો કે એને મોબાઈલ ને સરખી રીતે ચાર્જ કરવો જોઈતો હતો.ને એ ઉપરાંત વિનોદે કહેલી વાત માની એને કીધેલી વાતો કાગળ પાર લખી લેવાની હતી.

સમય ની સાથે કબીર ની સ્ટેશન ન જતી રેહવાની ચિંતા વધતી જતી હતી. એના દર થી ક્યારે એ બારી બહાર તો ક્યારેક ડબ્બા માં ફાંફા મારવા લાગીયો હતો. કબીર ન દિલ ની ધડકનો પણ વધવા લાગી હતી.એક સ્ટેશન આવતા કબીર ની અધીરાઈ નો અંત આવીયો ડબ્બા ન એક ખૂણા માં બેસેલી વૃદ્ધ મહિલા પાસે જઈને કબીર એ પુછીયું હમણાં કોઈ બ્રિજ તો નથી ગયો ને?

કયો બ્રિજ અહીંયા ઘણા બધા બ્રિજ છે તમે કયા બ્રિજ ની વાત કરી રહિયા છો?

મહિલા ની વાત સાંભળતા જ કબીર પોતાનો સમાન લઇ ચાલુ થયેલી ટ્રેન માંથી ઉતરી પડ્યો.એ દર થી કે સ્ટેશન છૂટી ન જાય.

રાત ન ૧૦:૩૦ વાગી ચૂકયા હતા ને સ્ટેશન પર વધારે ચહલ પહલ પણ ન હતી. કબીર સમાન સાથે સ્ટેશન પર ઉભો હતો એને સમાજ નતી પડી રહી કે શું કરવું એના માટે આ સ્ટેશન પણ અજણીયું હતું.

કબીર હેલ્પ ડેસ્ક તરફ આગળ વધીયો ત્યાં મોટી ઉમર ના મહિલા કર્મચારી બેઠા હતા. કબીર એ હેલ્પ ડેસ્ક ની પ્લાસ્ટિક ની બારી ખખડાવી.

મહિલા એ કબીર બાજુ જોતા પુછીયું....હું તમારી શું સહાયતા કરી શકું?

કબીર એ કહીંયુ મને લાગે છે હું ભૂલો પડ્યો છું તમેમારી સહાયતા કરી કારસો?

હા જરૂર...મહિલા એ કહીંયુ

મને એવું લાગી રહીયુ છે કે હું મારુ સ્ટેશન પાછળ છોડી આવીયો છું મારે કાલકા જવું છે.

મહિલા એ જણાવ્યુ કે તમે હાજી તમારા સ્ટેશન પાર પોંહચીયા જ નથી તમારા સ્ટેશન ને હાજી ૭૦ કિલોમીટર ની દુરી પર છે.

કબીર ને પોતાના ગુસ્સા પર કાબુ ન રહીયો ને પોતાનો હાથ પ્લાસ્ટિક ની બારી પર હાથ પછાડ્યો.

હવે ગુસ્સો કરવા થી કોઈ ફાયદો નથી તમે લતે થઇ ચૂકયા છો. મહિલા કર્મચારી એ સહાનુભૂતિ આપતા કહીંયુ .

કબીર એ મહિલા ને પુછીયું હવે પછી ની ટ્રેન કેટલા વાગે આવશે?

હવે પછી ની ટ્રેન સવારે ૬:૩૦ આવશે તમે અહીં પ્લેટફોર્મ પર આરામ કરી સક્સો. કર્મચારી નો કાર્ય કરવા નો સમય પૂરો થાય છે. એટલું કહી મહિલા એ બારી બંધ કરી દીધી.

હવે કબીર માટે હવે કોઈ રસ્તો ન હતો રાહ જોયા સિવાય. કબીર ફરી એજ બેન્ચ પર જઈ ને બેસી ગયો. ગાજવા માંથી એક વાર ફરી મોબાઇલ કદી ચાલુ કરવાની કોશિશ કરી પરંતુ એ પણ નાકામ રહી.

ઘણા બધા સવાલો સાથે કબીર નું મગજ ખરાબ થવા લાગિયું હતું કયારેક બેસવાની કોશિશ કરે તો કયારેક સુવાની આમ કરતા રાત ન ૧૧:૧૫ વાગીયા છેવટે કંટાળી કબીર સ્ટેશન ન બહાર જતા રાસરતા પર આગળ વધ્યો.

ઠંડી નું પ્રમાણ વધી રહીયુ હતું ને સાથે હવા ની ગતિ માં પણ વધારો થઇ રહીયો હતો. સ્ટેશન ની બહાર આવી ઉભો રહી પડી રહેલા બરફ ને જોઈ રહીયો હતો. અંધારા માં બરફ ની ચમક દેખાઈ રહી હતી.. કબીર પાછો ફરી ને પોતાની જાંગીયા પર જઈ રહીયો હતો ત્યાં એની નજર બેન્ચ પર બેઠેલી એક સ્ત્રી પર પડી માથા પર સ્કાફ બાંધેલો હોવાથી એનું મોહ નાતુ દેખાઈ રહીયુ. કબીર એના તરફ આગળ વાઢિયો એની બેન્ચ પાસે આવી ને સ્ત્રી ને પુછીયું .

શું હું તમારી સાથે બેસી શકું ? હું મારી ટ્રેન ચુકી ગયો છું.

એ સ્ત્રી એ કબીર બાજુ જોયું સ્ત્રી ની ઉમર ૨૨-૨૫ વર્ષ ની હશે . સુંદર આખો,પ્રભાવસારી મુખ ,સ્કાફ ની બહાર આવતા એના કરલી હેર .

કઈ પણ બોલ્યા વગર એને કબીર ને જાંગીયા આપી. કબીર પણ એમની બાજુ માં જઈ ને બેસી ગયો.

થોડો સમય બંનેવ વચ્ચે શાંતિ રહી . થોડા સમય પછી એ સ્ત્રી એ કબીર ને પુછીયું

શું તમને બરફ ગમે છે?

કબીર એ ધારિયું ન હતું કે સ્ત્રી એમને પેહલો સવાલ એવો કૈક કરશે .કબીર થોડી વાર માટે મુંજવઇ ગયો કે શુ જવાબ આપવો. થોડા સમય ન છુપી બાદ સ્ત્રી ફરી બોલી ઉઠી

મને બરફ ખુબ ગમે છે.

કબીર નું ધ્યાન એના બંધ પડેલા મોબાઈલ માં હતું .પોતાના ગાજવા માંથી મોબાઇલ કદી એને ચાલુ કરવાની કોશિશ કરી રહીયો હતો. પાંચ મિનિટ સુધી આ રમત ચાલતી રહી છેવટે કબીર એ સ્ત્રી ને જવાબ અપિયો

હા લાગી રહીયુ છે.

શું? સ્ત્રી એ પુછીયું.

કે તમને બરફ ખુબ પસંદ છે. તમે જે રીતે બેન્ચ પર બેસી ને બરફ પડતા નિહાળી રહિયા છો મને લાગિયું તમને બરફ ખુબ પસંદ હશે.

કબીર નું એટલું કેહતા એ સ્ત્રી ન મોહ પર સ્મિત આવી ગયું પરંતુ એને ફરી ને કબીર બાજુ જોયું નહિ.

કબીર એ ફરી પોતાનો મોબાઈલ ગાજવા માં મુકીયો.

કબીર અને એ સ્ત્રી ની ઉમર લગભગ સરખી જેવી જ લગતી હતી. કબીર એના મોહ બાજુ જોતો રહીયો.

હું જાણવા માટે ખુબ આતુર હતો કે આ શુંદર સ્ત્રી અહીંયા આટલી રાત ના શું કરી રહી હશે.

કબીર એ એમને પુછીયું શું તમે અહ્યા નજીક માં રહો છો?

સ્ત્રી એ મોહ ન ફેરવતા એમની બાજુ ન જોતા પોતાના હળવા અવાજ માં જવાબ અપિયો .

તમે જાણવા માટે ઉતશુક્ત લાગો છો.

કબીર પોતાના સવાલ પર થોડી સારામ અનુભવતા એને હાસ્ય ન રૂપ માં બદલવા ની કોશિશ કરી.

ન...તમે મને જાણતા નથી શું ખબર હું કોઈ ગુનેગાર હોવ અને પોલીસ મને શોધી રહી હોય? તમને બીક ના લાગી?

સ્ત્રી ના અવાજ માં કોઈ પણ પ્રકાર ની ગભરાહટ લગતી ના હતી પરંતુ એ કબીર ની વાતો ની મજ્જા માની રહી હતી.

તમને શું ખબર કે હું કોઈ નું કહું કરી ને આવી હોવ ને અહીંયા શાંતિ થી બેઠી હોવ તો?

આ સાંભળતા કબીર પોતાના હાસ્ય પર કાબુ ન રાખી સકિયો. તો તો તમે ખુબ શુંદર ગુનેગાર બનશો.

શું આ પ્રસંશા હતી? સ્ત્રી એ પુછીયું

જેવી તમારી ઈચ્છા આખા ખરાબ દિવસ પછી તમે મને હસવીયો છે. તમે માની પણ નાસકો કેવી પરિસ્થિતિ માંથી હું આજે ગુજરિયો છું તમને માળીયા પછી મારુ મન હવે હળવું લાગે છે.

સ્ત્રી એ કહીંયુ હું સમજી શકું છું તમે મને દવા સાથે સરખાવો છો

હા,આ સાંભળી બંનેવ હસવા લાગીયા . સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી નાતી રહેવાને કારણે જે પણ કોઈ ટ્રેન પસાર થાય એમના પર ઠંડા પવન નું જોકું ફેરવતું જતું હતું.

મારા માટે પણ એવોજ દિવસ હતો પણ પછી બરફ પડ્યો ને હું મારી બધી સમસ્યા ભૂલી ગઈ.પોતાની જાત ને પ્રકૃતિ ને સોંપી હું મારા બધા દુઃખ દર્દ ને ભૂલી ગઈ. ઠંડી ની ઋતુ હંમેશા મારા માટે કૈક ખાસ રહી છે.ઠંડી માં પડતો બરફ જયારે તમારા મોહ પર પડે ને એ બરફ તમારા ગાલ પર પીગળતું નીચે જાય તમારી બધી સમસ્યા એની સાથે દૂર લઇ જઈ.

કબીર એ સ્ત્રી ને લાંબા સમય થી નિહાળી રહીયો હતો એની દરેક વાત ને એ ધ્યાન પૂર્વક સાંભળી રહીયો હતો. હવા ન ઝોક માં બંનેવ ના સોલ્ડર સ્પર્શિ રહિયા હતા. કબીર એ એના માટે ની લાગણી ની અનુભૂતિ થવા લાગી હતી. બસ એ એની આખો ને નિહાલ માં સમર્થ ન હતો.

સ્ત્રી એ કબીર નું ધ્યાન ભંગ કરતા પુછીયું.

તમે કેમ આ રીતે સંત બેઠા છો?

ના...માફ કરજો મારુ ધ્યાન બીજી જાંગીયા એ હતું પરંતુ તમારી વાત પરથી ખબર પડી કે તમને ઠંડી ની ઋતુ સા માટે ખુબ પસંદ છે.

હા સાચી વાત છે...જો આજે બરફ ન પડી રહીયો હટે તો તો તમારે અહીંયા એખલા બેસવું પડતે

કબીર એ જાણવું હતું એને એ વાત પર લાવી ને મુકીયો હતો.ને એ આ વાત પર આગળ જાણવા માંગતો હતો

હા જો આજે ટ્રેન આ રીતે ઉતારિયો ન હતે તો હું આમ બેઠો ના હતે.

તો શું તમને અફસોસ છે એ વાત નો?

કબીર એ ફરી એની બાજુ જોયું થોડો વિરામ લેતા એને જવાબ અપિયો.

અફસોસ ની વાત એ છે હું ટ્રેન ચુકી ગયો,મારા મોબાઈલ ની બેટરી ઉતરી ગઈ મારા નાની મારા ન પોહ્ચવાની ચિંતા કરતા હશે.

મારા માટે તો કોઈ અફસોસ ની વાત નથી તમે એક સારી કંપની છો. કારણ કે મને આજ સુધી કોઈ એ પણ એવું નથી કહીંયુ કે તમે શુંદર છો.

કબીર એકદમ ચોકી ગયો શું તમે મજાક કરી રહિયા છો?

એવું બાંનીજ ન શકે કે તમને કોઈ એ શુંદર ન કાહિયા હોય.

તમે કઈ મારા પ્રેમ માં તો નથી પડી ગયા ને? સ્ત્રી એ મલકાતાં પુછીયું.

કબીર એ પોતાને સાંભળતા બહાનું બનાવ્યુ ન એવું કઈ નથી એવું કઈ નથી કે હું તમારા પ્રેમ માં પડું.

થોડી વાર માટે ફરી શાંતિ છવાઈ ગઈ. ફક્ત રેલવે ટ્રેક પર થી આવતા પવન નો અવાજ આવી રહીયો હતો.

હું આશા રાખું છું કે બરફ જલ્દી પડતો બંધ થઇ જાય

અપડે ઘણા સમય થી વાતો કરી રહિયા છે પરંતુ મેં હજુ સુધી તમારી આખો નથી જોઈ.

જોવું જરૂરી છે? કેટલીક વાર ખાલી સાંભળવા થી પણ કામ બની જતું હોય છે.

ન એવું નથી પરંતુ આંખ માં જોયા વગર વાત કરવી થોડી ajib છે.કેમ કે આખો પણ ઘણી ભાવનાઓ ની રજુવાત કરતી હોય છે.

સ્ત્રી એ પોતાનો સ્કાફ સરકો કરતા બેન્ચ પરથી ઉભી થવા લાગી.

પોતાના કાલા રંગ ન ફૂલ કોટ ને ચડાવી એને બેલ્ટ લાગવા લાગી.

આ જોઈ ને કબીર આશ્રય માં પડ્યો . એને સ્ત્રી ને પુછીયું બધું બરાબર છેને. મારા થી એવું તો કઈ નથી બોલાઈ ગયું ને જે તમને દુઃખી કરે?

સ્ત્રી એ કહીંયુ ન એવી કોઈ વાત નથી બસ મારા ઘરે જવાનો સમય થઇ ગયો છે. તમારે પણ હવે જવું જોઈ એ,

કબીર થી ન રહેવાતા એને સ્ત્રી નો હાથ પકડી એને પોતાના વર્તન માટે માફી માંગી.

સ્ત્રી ન સ્મિત માં ઉદાસીન તા છલકાતી હતી.. ચિંતા કરવાની કોઈ વાત નથી બધું બરાબર છે.

કબીર એને જવા દેવા નાટો માંગતો. શું તમે થોડો સમય હાજી મારી સાથે વિતાવી ના શકો?

મને પણ તમારી સાથે વાતો કરવી ગમે છેપણ હવે જવું પડશે.

એટલું બોલતા સ્ત્રી એ પોતાના પાકીટ માંથી ફોલ્ડિંગ સ્ટિક કદી ને એને જોડી નાના ડગલાં ફરતી આગળ વધવા લાગી.

આ નજારો જોતા કબીર ન પગ ટાળે થી જમીન ખાંસી ગઈ. એને ખ્યાલ આવીયો કે એ સ્ત્રી અંધ હતી

આ જોઈ ને કબીર ખુબ નવાઈ પામિયો બેન્ચ પર થી ઉભો થઇ એને જતા જોતો રહીયો કબીર એને પાછળ થી બોલવા માંગતો હતો પરંતુ એનું મન એના કાબુ માં ન હતું. ધીરે ધીરે એ સ્ત્રી અંધકાર માં કૈસે ખોવાઈ ગઈ.

સ્ત્રી ની શુંદરતા અને એની ભાવુક વાતો કબીર ન દિલ માં એક જાંગીયા બનાવી ગઈ હતી. કબીર ની આખો માં અશુ આવી ગયા.ધીમે ધીમે સમય પસાર થતો ગયો જ્યાં અંધકાર હતો ત્યાં હવે સુરજ ન કિરણો ની ચાદર પથરાઈ ગઈ હતી. બરફ પણ પાડવાનો બંધ થઇ ગયો હાટોલોકો ન ચહલ પહેલ નો અવાજ આવા લાગીયો હતો પોતાની જાત ને સંભાળ તા કબીર એ આંખ ખોલી બેન્ચ પર ઉભો thayo. એને જોયું કે રેલવે ન બધા કર્મચારીઓ પણ કામ પર આવી ગયા હતા..

કબીર ની નજર પેલી વૃદ્ધ મહિલા પર પડી જેને કબીર ને આવ નારી ટ્રેન વિશે ની માહિતી આપી હતી. ફરી એક વાર કબીર એ બારી પાસે ગયો પ્લાસ્ટિક ની બારી ને ખખડાવ તો એમનું ધ્યાન પોતાની તરફ દોરીયું.

ગુડ મોર્નિંગ મેડમ...

ગુડ મોર્નિંગ..હું તમારી શું સહાયતા કરી શકું?

ગઈ કાલે રાત ન હું એક સ્ત્ર્રી ને મળિયો હતો જે પોતે અંધ હાટીશું તમે જાણો છો એ કોણ છે?

મહિલા થોડી વાર માટે કબીર ને જોતી રહી... થોડા વિરામ બાદ એને કબીર ને પુછીયું શું એને એવું કહીંયુ હતું કે એને બરફ ખુબ ગમે છે?

હા ને એની હિઘ્ત ૫ ૪' જેવી હશે

આ સાંભળી મહિલા એ એના ધ્રોવેર માંથી એક ન્યૂઝ પેપર નું કટિંગ બતાવ્યુ

પેપર ની હાલત જોઈ ને લાગી રહીયુ હતું કે એ ઘણું જૂનું હશે.

એ પેપર પર એ સ્ત્રી નો ફોટો હોંગતો જે કબીર ને ગઈ કાલે રાત ન મળી હતી એમાં લખવા માં આવ્યુ હતું. એને પાંચ વર્ષ પેહલા પોતાનું જીવન ટ્રેન ની સામે આવી ને ટુંકાવીયું છે

આટલું વાંચતા કબીર ડગી ગયો

કબીર પોતાની બેન્ચ પર જઈ ને બેઠો થોડા સમય માં ટ્રેન આવી ને કબીર એ ટ્રેન માં નાની ન ઘરે જવા માટે નીકળી ગયો .પરંતુ આ વાત કબીર ન મન માં ઘર કરી ગઈ હૃતિકબીર જયારે પણ સિમલા થી કાલકા જતો આ સ્ટેશન પર ઉતારી બેન્ચ પર બેસી રાત ન એ સ્ત્રી ન આવાની રાહ જોતો.

રાત ન ફરી બરફ પડ્યો ને સુમસાન સ્ટેશન ન અંધકાર માકાશ તરફ જોતા બરફ નું એક ટીપું એના ગાલ પર પાડિયું એ ટીપું એને એ સ્ત્રી ન હોવાનો અહેસાસ આપવું હતું.

શું તું મને સાંભળી શકે છે?જયારે તું મને પુછીયું હતું ને તમે મારા પ્રેમ માં ઓ નથી પડી ગયા ને ત્યારે મેં તને ખોટું કહીંયુ હતું , હા હું તારા એક તરફી પ્રેમ માં પડી ગયો હતો. મને પણ એ વાત નો અફસોસ થઇ છે કે મેં તને એ દિવસે રોકી કેમ નાઈ. હું ક્યારે પણ આ દૃશીય ને મારા મન માં વાગોળતા નાઈ થાકું.જયારે પણ બરફ પડશે હું તને યાદ કરતો રહીશ ને હું અહીંયા તારી હંમેશા રાહ જોતો રહીશ.

કબીર પોતાની જાત ને અંધકારમય રૂમ માં બંધ કરી રાખતો. એની નાની એની પાસે આવી એના માથા પર હાથ ફેરવતા પુછીયું તારી તબિયત કેમ છે?

બારી પાસે જઈ બારી ખોલતા નાની બોલી પાળિયા કે આ બરફ પાડવાનું ક્યારે બંધ થશે?

આ સાંભળતા ની સાથે કબીર ઉભો થઇ ગયો ને સ્વેટર પેહરી બહાર જવા લાગીયો.

નાની એ કબીર નું આ વર્તન જોઈ ખુબ આશ્ર્યચકિત થઇ ગયા

કબીર ને પુછીયું શુ કરી રહીયો છે? ક્યાં જઈ રહીયો છે?

કબીર એ કહીંયુ નાની આજે મને ન રોકશો આજે એ આવશે

કોણ આવશે? કોને મળવા માટે એટલો ઉત્સુક બની રહીયો છે?

એજ નાની...."અનામિકા"

***

બારી માંથી કબીર એ સ્ત્રી ને જોતો રહીયો સ્ત્રી એ એને સ્મિત અપીયું એના વળતા જવાબ માં કબીર એ પણ સ્મિત અપીયું

કબીર એ બારી બંધ રી પોતાની જાત ને બેડ પર સ્વતંત્ર મૂકી ને કબીર નિંદ્રા માં પોહચી ગયો એ નેણાં જીવન ની સૌથી લાંબી રાત હતી ને છેલ્લી પણ.

બીજા રસપ્રદ વિકલ્પો