બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૨ Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૨

છોકરા જોવાની પ્રક્રિયા જારી હતી . કાંઈ કેટલાય છોકરા નિહાળ્યા હતા . પણ ક્યાંય વાત જામતી નહોતી . કેટલાય છોકરાઓએ ક્ષમતાને નાપસંદ કરી હતી . ક્ષમતાને પણ છોકરા પસંદ આવતા નહોતા . એકાદ બે જગ્યાએ વાત બનવાની સંભાવના જાગી હતી . પણ દહેજ નામના દૈત્યએ ખલનાયક બની તેમની આશા પર પાણી રેડી દીધું હતું !

આખરે તેમની આશા રંગ લાવી હતી . ક્ષમતાની સગાઈ થઈ ગઈ હતી . સત્યમે સાદાઈથી લગ્ન કરવાની વાત સ્પષ્ટ કરી દીધી હતી . છોકરાવાળાએ સત્યમની વાત માની પણ લીધી હતી . અને તેણે નિરાંતની લાગણી અનુભવી હતી .

દીકરી ઠેકાણે લાગી રહી હતી . આ બદલ સત્યમે ભગવાનનો પાડ પણ માન્યો હતો . તે જ વખતે તેને ' ડુંગર દૂરથી રળિયામણા ' તે વાતનો એહસાસ થયો હતો .

લગ્નને એક અઠવાડિયું જ રહી ગયું હતું . તે જ વખતે રાતના દસ વાગ્યાના સુમારે વેવાઈએ તેનું બારણું ખખડાવ્યું હતું . તેમને જોઈ સત્યમને કોઈ અનિષ્ટની ગંધ આવી હતી .

' સોરી ! ભારતીય ભાઈ . રાતનાં સમયે તમારું બારણું ખખડાવવું પડ્યું છે ! '

' શું વાત છે ? '

' પ્લીઝ મને ગલત ના માનશો . હું પણ એક દીકરીનો મજબૂર બાપ છું ! તેને પરણાવવાની જવાબદારી મારા શિરે છે ! તેના લગ્નનો યોગ ઉભો થયો છે . પણ દહેજના કારણે વાત અટકી રહી છે . ઘર ઘણું સારું છે . આ હાલતમાં તેમની માંગણી પોષવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી . આ હાલતમાં હું તમારી પાસે પૈસા માંગવા આવ્યો છું . આ પૈસા હું લોન તરીકે તમારી પાસેથી લઇ રહ્યો છું . હું છ મહિનામાં જમીન , ખેતી વાડી વેચી તમારો એક એક પૈસો વ્યાજ સહિત ચૂકવી દઈશ . '

સત્યમ પાસે પૈસા નહોતા . તે વેવાઈની માંગણીનો કોઈ પણ જવાબ આપી શકે તેમ નહોતો . છતાં ક્ષમતાના ભાવિ ખાતર તેણે વેવાઈને પૈસા આપવાની ખાતરી આપી હતી .

તેના સારા નસીબે તેને એક મોટા સોદામાં મોટી રકમ હાથ લાગી ગઈ હતી .

અને ક્ષમતાના લગ્ન થઈ ગયા હતા .

વેવાઈએ ૬ મહિનામાં પૈસા પરત કરવાની બાંયધરી આપી હતી . પણ તેઓ પૈસા આપવાનું નામ લેતાં નહોતા . વ્યાજનો એક પૈસો પણ પરખાવ્યો નહોતો . ઉલટાનું તેઓ ક્ષમતા પર પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ કરતા હતા . તેને માનસિક ત્રાસ આપતા હતા ! વાતવાતમાં તેનો દોષ કાઢતા હતા . તેને નીચી પાડવાની કોશિશ કરતા હતા . તેના ભણતરને વગોવતા હતા .

પાપની કમાણી પર ચણાયેલી ઇમારત એક ઝટકે કકડભૂસ થઈ ગઈ હતી !

થોડા જ દિવસમાં ક્ષમતા રડતી રડતી ઘરે પાછી આવી હતી . તેણે જે કાંઇ વાત કરી હતી , તેથી તેના હોશકોશ ઊડી ગયા હતા .

કોઈએ નનામી ચિઠ્ઠી લખી ક્ષમતાના સાસરિયાને ભડકાવ્યા હતા .

આવી હરક્ત કોણ કરી શકે ? સત્યમને તેનો અણસારો હતો . પણ પુરાવાના અભાવે તે લાચાર , વિવશ હતો !

ક્ષમતાને કારમી બીમારી લાગુ પડી ગઈ હતી . તે HIV એઇડ્સનો શિકાર બની ગઈ હતી .

આ સ્થિતિમાં સત્યમ અવાક થઈ ગયો હતો .

હર કોઈ પોતાના જન્મની સાથે સંજોગોના પડીકા સાથે લઈને આવે છે .આ પડીકામાં તરેહ તરેહના રંગો શામેલ હોય છે . તેમાં ફૂલ હોય છે , કાંટા હોય છે , આગ હોય છે , પાણી હોય છે . જખ્મો અને મલમ પણ હોય છે . દોસ્તી હોય છે , દુશ્મની હોય છે , પ્રેમ અને નફરત હોય છે . દયા હોય છે , લોભ હોય છે , દેવ અને દાનવ પણ હોય છે . દરેકે પોતાના પડીકા ખોલી વિધવિધ હાલત , મુશ્કેલી તેમ જ આફતોનો સામનો કરવો પડે છે .
સત્યમે ક્યાંક આ વાત વાંચી હતી .

ક્ષમતા પણ પોતાના જન્મ સાથે આવા પડીકા લઈને આવી હતી !

લાખ કોશિશ કરવા છતાં પણ સત્યમ તેની દીકરીનું ભાગ્ય બદલી શક્યો નહોતો . આ વાતનો તેને રંજ પણ થતો હતો . સાથે સાથે તેણે જિંદગીની બહું જ મોટી સચ્ચાઈ સ્વીકારી લીધી હતી .

' આપણે કોઈ ચીજને બદલી શકતા નથી , કોઈને સુધારી શકતા નથી .

સત્યમે પોતાના સંતાનોને પૂર્ણ આઝાદી બક્ષી હતી . ક્ષમતાને પણ તે એક બાપ કરતા દોસ્તની જેમ રાખતો , સાચવતો હતો . તેણે ખુદ લવ મેરેજ કર્યા હતા . આ બાબત તેને કોઈ વિરોધ કે પ્રોબ્લેમ નહોતો .

બાપ દીકરી બંને શોર્ટ ટેમ્પર્ડ હતા . આથી તેમની વચ્ચે જરૂરી સંવાદ સેતું રચાયો નહોતો . ક્ષમતા પોતાની કોઈ વાત તેના પિતા સાથે શેયર કરતી નહોતી .

તેને પોતાના પિતા પ્રત્યે અધધધ લાગણી હતી . બન્ને ના દિલ બિલકુલ સાફ હતા . પણ ગુસ્સાને કારણે બંને વચ્ચે એક અંતર પડી ગયું હતું !

ઘરમાં વારંવાર નાના મોટા અકસ્માત થતાં રહેતા હતા . ઘરમાં ચીજ વસ્તુની ભાંગતોડ થતી હતી . આર્થિક નુકસાન પણ થતું રહેતું હતું . સત્યમ આવી બાબતો પર ધ્યાન આપતો નહોતો . આવી વાતમાં તે સહિષ્ણુ બની એક જ વાત કરતો હતો :

' કોઈ વાત નહીં . આવું થઈ જાય ! '

તેણે બધાને આ વાત સમજાવી હતી . પણ કોઈ તેની વાત માનતું નહોતું . આવી વાતો પર કચકચ , બહસ જારી થઈ જતી હતી .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ક્ષમતા પોતાના પિતાના નકશે કદમ પર ચાલતી નહોતી . તેના માથે તેની નાનીમાએ હાથ ફેરવ્યો હતો . તેમણે દોહિત્રીને કુસંસ્કારોનો વારસો આપ્યો હતો . આ જ કારણે બાપ દીકરી વચ્ચે જીભજોડી થતી રહેતી હતી !

સત્યમે ઘણી ઈમાનદારી તેમ જ સમજદારી પૂર્વક પોતાના પરિવારની સાર સંભાળ લીધી હતી . બધી જ જવાબદારી વહન કરી હતી . પોતાના સંતાનોની ઉન્નતિ તેમ જ પ્રગતિ માટે ઘણી જ મહેનત કરી હતી . પણ ક્ષમતા તો શું પણ લગ્નના બે દાયકા પછી નિરાલી ખુદ તેની માતાના સંસ્કારોમાંથી બહાર આવી શકી નહોતી . તેમના પડછાયાથી વેગળી શકી નહોતી .આ કારણે ઘરમાં પારાવાર સમસ્યા ખડી થતી હતી . ખરેખર કોઈને પણ બદલવા , સુધારવા લોઢાના ચણા ચાવવા જેવું કઠણ કાર્ય છે !

સત્યમની સાસુમાએ પોતાના સંતાનોને કંઈ શીખવાડ્યું નહોતું . આ વાત સતત સત્યમને પીડા આપતી હતી , ત્રાસ આપતી હતી !

એક લેખના માધ્યમ થકી તેણે પોતાની સાસુમાને જોરદાર લપડાક મારી હતી . તેને વાંચીને લલિતા બહેન ફફડી ગયા હતા . સત્યમે તેમની તરફ જ નિશાન તાકયું હતું ! અહમ ઘવાતા તેમણે જમાઈ પર ઉલટો પ્રહાર કરી સવાલ કર્યો હતો .

' નિરાલી આટલા વર્ષોથી તમારી સાથે રહે છે . તેને તમે કાં ના સુધારી ? '

સાસુમાનો સવાલ સુણી સત્યમ સન્ન રહી ગયો હતો . શું જવાબ આપવો ? તે માનસિક ખેંચતાણ અનુભવી રહ્યો હતો . તેમના આ સવાલે તેમની બુદ્ધિમતાનો આંક કેટલો નિમ્ન હતો તેની સત્યમને જાણ થઈ ગઈ હતી . આ હાલતમાં તેની પાસે ચૂપ રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો . પણ મોકો જોઈ તેણે સણસણતો જવાબ વાળ્યો હતો !

' ઘડો કાચો હોય ત્યારે જ તેને મનગમતો ઘાટ આપી શકાય છે . પાકા ઘડાને કોઇ આકાર આપી શકાતો નથી . નિરાલી પણ એક પાકા ઘડા જેવી છે તેનો આકાર બદલવો અત્યંત વિકટ કાર્ય છે . છતાં પણ તેણે આવીને અમારી રહેણી કરણી સ્વીકારી લીધી હતી . અમારા ઘરના વાતાવરણને અનુકૂળ પણ થવા માંડી હતી . પણ તમારા સંસ્કારે , સમજે તમારી ચઢામણીએ તેને બદલવાની રાહમાં અનેક રુકાવટ ઉભી કરી હતી . અને તે જ્યાં હતી ત્યાં જ રહી ગઈ .

પણ સત્યમની સાસુમાં આવી બધી વાતો સમજવાની સ્થિતિ ધરાવતા નહોતા .
તેઓ આ વાત માનવા, સમજવા કે સ્વીકારવા તૈયાર નહોતા . તેમની જોડે જીભજોડી કરવાનો કોઇ મતલબ નહોતો . પથ્થર પર પાણી રેડવા જેવી વાત હતી ! તેમનો એક પગ કબરમાં લટકતો હતો . છતાં તેઓ પોતાની ભૂલ માનવા કે સ્વીકારવા તૈયાર નહોતા ! તેમની નબળાઈઓ જ તેમની કટ્ટર દુશ્મન બની ગઈ હતી . તેમના કાનમાં જમાઈના શબ્દો પડઘાઈ રહ્યા હતા :

' ખાલી ચણો વાગે ઘણો ! '

આ જ તેમની અસલ ઓળખાણ હતી . તેઓ ખાલી ચણા જેવા હતા અને શબ્દોની મદદ લઈ બીજાને તકલીફ આપતા હતા !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સત્યમ અને ક્ષમતા બાપ દીકરી હતા . છતાં સત્યમ પોતાની દીકરીનો બાપ નહીં પણ તેના મિત્રની ગરજ સારતો હતો . નાનીમાંને કારણે જ તે પિતાની લાગણી સમજવા અસમર્થ પુરવાર થઇ હતી . બંને શોર્ટ ટેમ્પર્ડ હતા . આથી તેમની વચ્ચે જરૂરી સંવાદ સેતુ સર્જાયો નહોતો . તેના પિતાએ ક્યાં સંજોગોમાં લગ્ન કર્યા હતા . તેની રજેરજ માહિતી તેને હતી . છતાં પણ તે પોતાની કોઇ જ વાત શેયર કરતી નહોતી !

તેણે બી કોમ પાસ કર્યું હતું . કોલેજ જીવનમાં તેને શબ્બીર નામના એક મુસ્લિમ યુવક જોડે પ્રેમ થઈ ગયો હતો . તે પણ ક્ષમતાને બેહદ પ્રેમ કરતો હતો . જિંદગીમાં પહેલી વાર ક્ષમતાએ પોતાની વાત પિતા જોડે શેયર કરી હતી . સત્યમ તો મુસ્લિમ બિરાદારીમાં પોતાની કન્યા વિદાય કરવા તૈયાર હતો . તેને મન જ્ઞાતિ , જાતિ , બિરાદરી તેમ જ ધર્મનો કોઈ જ બાધ નહોતો . તે સમગ્ર માનવ જાતને એક જ માનતો હતો . પણ શબ્બીરના માતા પિતા પોતાના ઘરમાં હિંદુ સમાજની છોકરી લાવવા તૈયાર નહોતા . આ બાબતે શબ્બીરે તેના માતા પિતા જોડે ઝઘડો કર્યો હતો . અને બીજે જ દિવસે સ્કુટર અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું .

ક્ષમતાના પેટમાં ત્યારે શબ્બીરનું બાળક આકાર લઇ રહ્યું હતું . તે આ વાત પોતાના માતા પિતાને વાત કરી શકી નહોતી . તેણે પડોશમાં રહેતા વિકાસ અંકલને પોતાના હમરાઝ બનાવી ગર્ભ નિકાલ કર્યો હતો .

શબ્બીર તો આ દુનિયા છોડી ગયો હતો . સાથોસાથ ક્ષમતાને HIV એઈડ્સ જેવા રોગની ભેટ આપી ગયો હતો .

વિકાસ અંકલે ક્ષમતાને આફતમાંથી ઉગારી લઈ તેની જોડે એક રાતનો સોદો કર્યો હતો . એટલું જ નહીં પણ કોઈને આ વાત ન કહેવાની સૂચના આપી હતી . સાથોસાથ ધમકી પણ ઉચ્ચારી હતી .તેને બ્લેક મેલ કરવાની ચીમકી આપી હતી !



તેઓની બાજુમાં વિકાસ અને તેની પત્ની વીણા નાનકડી છોકરી સાથે સત્યમની પાડોશમાં રહેવા આવ્યા હતા . બંનેના પરિવાર વચ્ચે ગજબનો રિસ્તો બની ગયો હતો . વિકાસ અને વીણા જ નહીં પણ તેમની છોકરી જ નહીં પણ વીણાની માં પણ સત્યમ અને નિરાલીને મમ્મી પપ્પા કહી બોલાવતા હતા . સત્યમ પણ મોટો હોવા છતાં આ દંપતિને અંકલ અને આંટી કહી નવાજતો હતો .

પ્રેમ અને લાગણીનું સામ્રાજ્ય નિહાળી સત્યમ અત્યંત હરખઘેલો બની ગયો હતો . તેણે આ દંપતિ પર વિશ્વાસ મુક્યો હતો . છતાં એક વાત તેને સતત ખૂંચી હતી . વિકાસે એક વાર ક્ષમતા જોડે અભદ્ર વર્તન કર્યું હતું . તેને વિકાસની નિયત પર સંદેહ જાગ્યો હતો . પણ તેને આ વાત પર ધ્યાન આપ્યું નહોતું !

પણ આ અજીબો ગરીબ રિસ્તો એકાએક તૂટી ગયો હતો !

ક્ષમતાએ વિકાસ અંકલ પર આંધળો વિશ્વાસ મૂકી પોતાના જ પગ પર કુહાડી મારી હતી . તેણે જ ક્ષમતાની જિંદગી બરબાદ કરી મૂકી હતી . છતાં ક્ષમતાનો પોતાના જ પૈસે ગર્ભપાત કરાવી પોતાને ઉજળો સાબિત કરવાની કોશિશ કરી હતી .

આ પહેલા સત્યમે ક્ષમતાને કેન્દ્રમાં રાખી એક નાનકડી વાર્તા ' સિફિલિસ ' ની રચના કરી હતી . વાર્તા અને વાસ્તવિકતા એકમેકની ખૂબ જ નિકટ આવી ગયા હતા .

ક્ષમતાએ તો આ વાર્તા વાંચી પણ નહોતી . છતાં વાર્તાના અંત જેવો તેના જીવનમાં અંત આવ્યો હતો .

વાર્તાનો નાયક ક્ષમતાને ' સિફિલિસ ' રોગની ભેટ આપે છે જ્યારે હકિકતમાં શબ્બીર તેને HIV એઇડ્સનો વારસો આપી ગયો હતો !

પોતાના કુકર્મોનો કુદરતે તેને બદલો આપ્યો હતો . ક્ષમતા પર અત્યાચાર કરવા બદલ કુદરતે તેને પણ HIV એઈડ્સની લહાણી કરી હતી .

હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ હતો .

તેણે જ ક્ષમતાના સાસરે ચિઠ્ઠી લખી તેની બરબાદી નો દરવાજો ખોલી નાંખ્યો હતો .

ક્ષમતાની હકીકત જાણ્યા બાદ પણ તેના સાસરિયા પૈસા આપવાની શરતે તેને ઘરમાં રાખવા તૈયાર હતા . સત્યમ તેમની માંગણી સંતોષવા અસમર્થ બની ગયો હતો . તેણે પૈસા આપવાની ના પાડી હતી . આ હાલતમાં તેના સાસરિયા ક્ષમતાને અસહ્ય ત્રાસ આપતા હતા ! આખરે તેમણે ક્ષમતાને જાળવીને મારી નાખી હતી અને સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવી દીધી હતી !

સત્યમ સંજોગોના હાથે લાચાર , વિવશ હતો . તે પોતાના વેવાઈને પાઠ ભણાવવા માંગતો હતો . પણ પૈસાના અભાવે તે ચાહવા છતાં પણ તે કંઈ જ કરી શક્યો નહોતો . કદાચ તે પૈસા ઉછીના લઇ કેસ લડત તો પણ ક્ષમતા પાછી આવવાની નહોતી . આ જ કારણે તેને પોતાના કદમ પાછા ખેંચવા પડયા હતા .

પણ અહીં જ સારી સમસ્યા ખતમ થતી નહોતી . તેના મોતે બીજી સમસ્યાને જન્મ આપ્યો હતો . નિરાલી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું . તે વાતવાતમાં ચિઢાઈ જતી હતી . એલફેલ લવારો કરતી હતી . જે આવે તે બોલી નાખતી હતી !
.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦


સત્યમે ' સિફિલિસ ' વાર્તા લખ્યા બાદ ' પ્રેમલી ' તેમ જ ' દૂરી ' નામની વાર્તાઓનું સર્જન કર્યું હતું . સત્યમ ક્ષમતાને લાડથી પ્રેમલી કહીને નવાજતો હતો . તેના નામનો ઉપયોગ કરી તેણે ' પ્રેમલી ' નામની વાર્તા રચી હતી !

બંને વાર્તાઓનું ઉદગમ સ્થાન , પ્રેરણા સ્ત્રોત એક છોકરી હતી . બંને નાયિકા પ્રધાન વાર્તા હતી . બંને વટના કટકા સમાન હતી . બંનેમાં ખુદદારી ભારોભાર છલકાતી હતી . આત્મવિશ્વાસ તેમની રગેરગમાં છલકાતો હતો !

આપણે કરેલા સારા નરસા કામોનો બદલો આપણને આ જન્મમાં જ મળે છે . ' પ્રેમલી ' વાર્તાનો આ સંદેશો હતો .

આ વાર્તા એક હવસખોર , નરાધમનીના દુષ્કૃત્યની ગાથા બયાન કરતી હતી . જવાનીમાં તેણે એક અબળા નિરાધાર નારી પર બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી . તે અબળાનો નાનકડો પુત્ર આ ઘટનાનો સાક્ષી હતો . તેણે પોતાની માતા પર થયેલા અત્યાચારનો બદલો લઇ એક તીક્ષ્ણ હથિયાર વડે તેની આંખો ફોડી નાખી તેને આંધળો કરી નાખ્યો હતો ! આ તેના કુકર્મની સજા હતી . જે કુદરતે તે બાઈના બાળક દ્વારા તેને આપી હતી .

આ વાર્તા લખવાની પ્રેરણા તેને સ્ટેશન પર મુસાફરોને પાણી પીવડાવતી એક ૧૬- ૧૭ વર્ષની છોકરીએ તેને આપી હતી . તેની ખુદદારી સત્યમના હૈયાને સ્પર્શી ગઈ હતી .

સત્યમ એક વાર પોતાની અન્ય કોઈ વાર્તાના સંદર્ભમાં અમદાવાદ ગયો હતો . જતી વખતે મિયાગામ સ્ટેશને તેની મુલાકાત થઈ હતી . તે સ્ટેશન પર ઉભી રહી આવતી જતી ગાડીના બધા મુસાફરોને પાણી પિવડાવતી હતી .

ગાડી પ્લેટફોર્મ પર ઉભી રહેતાં જ તે પાણીનો ઘડો લઈ ' પાણી પી લો સાહેબ , મેડમ ' કહેતી સત્યમના કંપાર્ટમેન્ટ ભણી દોડી આવી હતી . તેનો માસુમ ભોળો ભલો ચેહરો નિહાળી સત્યમ અત્યંત પ્રભાવિત થઈ ગયો હતો . તેણે પાણી પી તેના પૈસા પણ ચૂકવ્યા હતા . તે બદલ પ્રેમલીએ સ્મિત વેરી સત્યમનો આભાર માન્યો હતો . તેની સાથે વાત કરતા સત્યમને તેના વિશે જાણકારી મળી હતી .

ન જાણે કેમ પણ પ્રેમલી તેના હૈયામાં વસી ગઈ હતી . વારંવાર તેની છબી સત્યમની આંખો સમક્ષ તરી આવતી હતી . પાછા ફરતાં તેને મળવાની ઈચ્છા તે રોકી શક્યો નહોતો . તે મિયાગામ સ્ટેશને ઉતરી ગયો હતો . પણ તે ક્યાંય નજરે આવી નહોતી રહી . આ હાલતમાં તેણે એક અન્ય છોકરીને તેના વિશે પૂછપરછ કરી હતી !

તે વખતે એક દ્રશ્ય તેની આંખો સામે નર્તન કરી રહ્યું હતું .

તેની સામે બેઠેલા શખ્સે ત્રણ ગ્લાસનાં ત્રીસ પૈસા આપ્યા નહોતા . તે વખતની તેની ખુમારી સત્યમ વાગોળી રહ્યો હતો .

સત્યમે તે છોકરીને સવાલ કર્યો હતો . તે સાંભળી પહેલા તો તે ચોકી ગઈ હતી . છતાં પ્રેમલીનું નામ પડતા તેના ચહેરા પર ઉદાસીના વાદળો ઘેરાઈ ગયા હતા . તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા . તે જોઈ સત્યમ પણ મૂંઝાઈ ગયો હતો . તેણે છોકરીને આશ્વસ્ત કરી સવાલ પૂછ્યો હતો . તેને મળવાની ઈચ્છા પણ જાહેર કરી હતી . તે સાંભળી છોકરીએ જે વાત કરી હતી તેથી સત્યમના ચિત્ત તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો .

' સાબ ! તે તો જેલમાં છે ! '

સાંભળી સત્યમ થડકી ગયો .

' સાબ ! પરમ દી રાતે ભીખલા નામના છોકરાએ તેની આબરૂ લૂંટી લીધી . આ વાતથી તેણે ઉશ્કેરાઈને મોતને ઘાટ ઉતારી દીધો .'

તે છોકરીનું નામ કમલા હતું . તેણે પોતાની સહિયર વિશે માહિતી આપી .

હકીકત સાંભળી સત્યમ તેને મળવાની ઈચ્છા રોકી ના શક્યો .

' બેટા ! હું તારી સહિયરને મળવા માંગું છું . હું એક લેખક છું . તું મને તેની પાસે લઈ જઈશ ? '

' હમણાં કોઈ ગાડી નથી ! ચાલો સાબ હું તમને તેની પાસે લઈ જાઉં ! '

બંને સાથે જઇ રહયા હતા . તે જોઈ લોકોની આંખો ચકળવકળ થઈ રહી હતી . સત્યમ તે ગામમાં અજાણ્યો હતો . તે કોણ છે ? હર કોઈની આંખોમાં તે જાણવાનું કૂતુહલ રમી રહ્યું હતું . કમલા લોકોની આંખોનો સામનો કરી શકતી નહોતી . . તેણે જ સત્યમની ઓળખાણ આપી હતી .

' આ ભાઈ લેખક છે . તેઓ પ્રેમલીને મળવા આવ્યા છે !

ખુલાસો કરવા છતાં પણ એક લંગડા વૃદ્ધ શખ્સે પોતાની જાત દેખાડી , અઘટિત ટકોર કરી નાખી .

' વાહ શું વાત છે ? લેખકો પણ પાકી રહેલા ફળને ખાવાની પાછળ લાગી ગયા છે . '

તેની વાત સાંભળી કમલા ભડકી ગઈ હતી .
સત્યમે તેનો ગુસ્સો શાંત પાડ્યો . છોકરી સૌજન્ય દાખવી સત્યમને પોતાની કાકીના ઘરે તેને ચાહ પીવડાવવા લઈ ગઈ .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )