બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૩ Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૩

ચાહ પી ને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા . કમલા તેને અંદર લઇ ગઈ . પોલિસ સ્ટેશન બિલકુલ ખાલીખમ હતું . બસ એક માત્ર હવાલદાર સ્ટૂલ પર બેસી ઝોલા ખાતો હતો . કમલાએ તેને ઉંઘમાંથી જગાડ્યો .

આંખો ચોળતા ચોળતા તેેેણે સવાલ કર્યો .

' ક્યા બાત હૈં . ઇસ સમય ક્યોં આયે હો ? '


' સાબ ! યહ મહાશય એક લેખક હૈં ઔર પ્રેમલી કે રિશતેદાર હૈં . વહ ખાસ મુંબઈસે ઉસે મિલને આયે હૈં . બસ દો મિનિટ મિલને દો ! '

' અભી કુછ નહીં હો સકતા . આપ લોગ ચાર બજે આઇયે . મુઝે ભી યહાઁ કે કાયદે કાનૂનકો સંભાલના
હોતા હૈં . સાબ કો પતા લગ ગયા તો મેરી નૌકરી ચલી જાયેગી . '

કહેતો તે પોતાની હથેળી ખંજવાળવા માંડયો .
કમલા તેનો સંકેત પામી ગઈ . પોતાના બ્લાઉઝના પોલાણમાંથી તેણે બે રૂપિયાની નોટ કાઢી તેના હાથમાં થમાવી દીધી અને કાયદા કાનૂનની વાતો ઉડન છુ થઈ ગઈ .

' જાઓ જીતના ચાહો ઉસે મિલ લો . સાબ કો આને મેં કાફી ટાઈમ લગ સકતા હૈ . '

અને બંનેએ પ્રેમલીની મુલાકાત લીધી .

સત્યમે એક આપ્તજનની માફક પ્રેમલી જોડે સહૃદય વાતચીત કરી . તેને આશ્વસ્ત કરી અને તે છૂટી જશે તેની ખાતરી પણ આપી દીધી . બે જ મિનિટમાં સત્યમે તેનું દિલ જીતી લીધું હતું . પ્રેમલીએ પણ ખુલ્લા મને સત્યમ જોડે બધી જ વાત કરી હતી .

અનાયાસ પોલીસ ચોકીમાંથી બહાર નીકળતા સત્યમની મુલાકાત પ્રેમલીના પિતા સાથે થઈ હતી .
તેને પોતાના દુષ્કર્મ તેમજ અત્યાચાર બદલ પસ્તાવો થતો હતો . તેનો કકળાટ તેમ જ હૈયા ફાટ રૂદન નિહાળી સત્યમ પણ વિચલિત થઈ ગયો હતો .
તેણે સહાનુભૂતિ દાખવી પ્રેમલીના પિતાને શાંત કર્યા હતા અને તેની દીકરી છૂટી જશે તે વાતની હૈયાં ધારણ દીધી હતી .

આ વાર્તાએ સત્યમને ખ્યાતનામ લેખકોની હરોળમાં મૂકી દીધો હતો .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

એક દિવસ સત્યમ સવારના ૧૧ વાગ્યાના સુમારે વેસ્ટર્ન રેલવેના અંધેરી સ્ટેશન પરના બ્રીજ પરથી પસાર થઈ રહ્યો હતો . ત્યારે તેનો સામનો એક મુસ્લિમ દિસતી ૨૦-૨૨ વર્ષીય યુવતી જોડે થયો હતો . તે અન્ય ફેરિયાઓની માફક પોતાના જીવન નિર્વાહ માટે બ્રીજ પર બેસીને રબર , પેન્સિલ , નોટ બુક ઇત્યાદિ પરચુરણ ચીજોનો ધંધો કરતી હતી . તે સારા પરિવારની દેખાતી હતી . પણ મજબૂરી તેને આવી મજૂરીના રાહે લઇ આવી હતી . અન્ય લોકો આરામથી પોતાનો ધંધો કરતા હતા . છતાં કાનૂનના કહેવાતા સંરક્ષકો તે છોકરીની પાછળ પડી ગયા હતા . આ જોઈ સત્યમે અચંબાની લાગણી અનુભવી હતી . તે વાત શું હતી ? તે જાણવા ઉભો રહી ગયો . એક કાનૂનનો સિપાઈ તે છોકરીને કહી રહ્યો હતો .

' અહીં બેસવાનું નહીં ! '

' કેમ ? ' તે છોકરીએ બિન્દાસ્ત સવાલ કર્યો .

' આ લોકોની અવરજવરનો રસ્તો છે . અહીં ધંધો ના કરી શકાય . '

' બીજા લોકોને આ નિયમ લાગુ નથી પડતો ? '

' તેમની વાત અલગ છે ! '

' કેવી રીતે અલગ છે તેઓ તમારા સસરાના સગા છે ?
આ સાંભળી કાનૂનનો રક્ષક ભોઠો પડી ગયો . તે કંઈ જવાબ આપે તે પહેલાં જ એ છોકરી તેના પર શબ્દોનો પ્રહાર કર્યો .

' અહીં બેસવાનો તેમની પાસેથી કેટલો હપ્તો ઉઘરાવો છો ? '

' બધું જાણે છે તો પછી નાહકની લમણાં ઝીક શીદ કરે છે ? '

' હું તમને ફૂટી કોડી પણ નહીં ફરકાવું ! '

' તો પછી અહીં નહીં બેસવાનું ! ' કાનૂનના રક્ષકે પોતાની વાત દોહરાવતા કહ્યું અને ઉમેર્યું : આ જગ્યા તારા બાપની નથી ! '

' મારા બાપની તો નથી જ . પણ તમારા બાપની પણ નથી ! '

' હવે વધારે બહસ છોડી દે અને ખુશી ખુશી એક રાત અમારે નામ કરી દે . આટલું કરવાથી તને આજ પછી કોઈ નહીં રંજાડે . '

કાનૂનના રખવાલાની વાત સાંભળી સત્યમ સડક થઈ ગયો . પ્રત્યક્ષ રીતે તો તે કંઈ કરી શકે તેમ નહોતો . પણ પરોક્ષ રીતે આ અહેવાલ તેણે દૈનિક પેપરમાં મોકલવાનો નિર્ણય કરી પોતાના કામ માટે ત્યાંથી નીકળી ગયો .

એક અઠવાડિયા બાદ ફોટા સહિત એક ભયાનક ઘટનાનો અહેવાલ વાંચી સત્યમનો સંવેદનશીલ આત્મા ખળભળી ઉઠ્યો .

તે છોકરીનું નામ દૂરી હતું . કાનૂનના એક રાખવાળાએ તેની સાથે લગ્ન કર્યા હતા . ત્યાર બાદ તેના પતિ અને અન્ય ત્રણ મિત્રોએ તેની સાથે હનીમૂન માણવાની કોશિશ કરી હતી . પણ દૂરીએ તેમની મુરાદ બર આવવા દીધી નહોતી . અને તેના પર સામુહિક બળાત્કાર કર્યો હતો .

આ ઘટનાથી ક્ષુબ્ધ દૂરીએ ઊંઘમાં જ ચારે નરાધમોને મોતને ઘાટ ઉતારી દીધા હતા . અને તેને કારાવાસ ભોગવવાનો વારો આવ્યો હતો .

સત્યમે જાતે આ કેસમાં બયાન આપી દૂરીને નિર્દોષ છોડાવી હતી . અને તેણે સત્યમને બાપનું સન્માન આપ્યું હતું . તેણે પોતે જ પોતાની અસલ કહાણી સત્યમ સમક્ષ રજૂ કરી હતી .

મારા પિતાએ મારી મા ના નિધન બાદ પુનઃ લગ્ન કર્યા હતા . સાવકી માં થકી તેમને બીજા બે સંતાનોના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું . છતાં તેઓ મને દિલોજાનથી ચાહતા હતા . પણ મારી સાવકી માતા મને સખત ત્રાસ આપતી હતી . મારા બાપા.
આ ત્રાસ ઝીરવી શકતા નહોતા .

. પિતાની સુખ શાંતિ તેમજ સ્વાસ્થ્યનો ખ્યાલ કરી , પોતાની જાત પર ઉભા રહેવાનો નિર્ણય કરી તે ઘર છોડી મુંબઇ આવી હતી . હત્યાના આરોપસર તેને કારાવાસની સજા થઈ હતી . તે દરમિયાન તેના પિતાને દૂરી જેલમાં હોવાની જાણ થતાં માનસિક આઘાત લાગ્યો હતો . તેમને હદયરોગનો હુમલો થયો હતો . અને તેમનું મોત થયું હતું . તેનું દુનિયામાં કોઈ નહોતું . આ સ્થિતિમાં સત્યમની સહાનુભૂતિએ તેને નવેસરથી જિંદગી જીવવાન નવલ પ્રેરણા આપી હતી . આ જ કારણે મુક્તિ મળ્યા બાદ , ભાવુક હાલતમાં તેના અંતરના ઉંડાણમાથી ,.' બડે પાપા ' શબ્દનો જન્મ થયો હતો . જેણે સત્યમને આનંદની સરિતામાં ડૂબાડી દીધો હતો .

સત્યમે દૂરીની જિંદગી પર આધારિત એક ટૂંકી વાર્તા લખી હતી , જે દિલ્હીના મશહૂર સામયિકમાં ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં પ્રસિદ્ધ થઈ હતી . તેનાથી સાહિત્યની દુનિયામાં તેના નામનો ડંકો વાગવા મંડ્યો હતો .

દૂરીના મોઢે આ મીઠું મધુર સંબોધન સુણી સત્યમને જાણે ' બડે પાપા ' શબ્દનો નશો ચઢી ગયો હતો . આ સંબોધનનું તેને માટે એક ઓબ્સેસન બની ગયું હતું . એક જાતનો લગાવ થઈ ગયો હતો .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ક્ષમતાના મોત બાદ નિરાલીની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી , જેને કારણે સત્યમના વૈવાહિક જીવનમાં આંધી આવી હતી . સત્યમ વનમાં પ્રવેશી ચૂક્યો હતો . છતાં તે ૨૫ વરસના યુવાન જેવી રંગીન તબિયત ધરાવતો હતો . સેક્સના તકાજા તેની રાતની નીંદ હરામ કરતા હતાં . એ કોઈ સ્ત્રીનો સહવાસ ચાહતો હતો . તેણે પોતાની સમસ્યા ફ્લોરાને બયાન કરી હતી . સેક્સ કોઈ સંબંધને ઓળખતું નથી . આ જ કારણે એક ક્ષણ પૂરતો તેના દિમાગમાં બૂરો વિચાર ઘૂસી ગયો હતો . તેને ફ્લોરા સાથે શારીરિક સંબંધ બાંધવાનો ખ્યાલ જાગ્યો હતો . પણ ફ્લોરા તેની બહેન હતી . તેની અનોખી લાગણીએ સત્યમને એક મોટા પાપમાં થી ઉગારી લીધો હતો . આ સ્થિતિમાં રશ્મિનો વિકલ્પ હતો . સત્યમના દિમાગમાં તેને બેડ પાર્ટનર બનાવવાનો ખ્યાલ જાગ્યો હતો . પોતાની ઈચ્છા તેણે ' ઓફર ' નામની વાર્તામાં આડકતરી રીતે વ્યક્ત કરી હતી . અને તેને વાંચવા આપી હતી . તે ત્રીસીમાં પ્રવેશી ચુકી હતી .

સત્યમે આ વાર્તા હિન્દી ભાષામાં લખી હતી અને રશ્મિને હિન્દી વાંચતા લખતા આવડતું નહોતું . આ કારણે સત્યમ ફ્લોપ થઈ ગયો હતો .
તેના લગ્નનો કોઈ મેળ પડતો નહોતો . . સેક્સની ભૂખ તેને પરેશાન કરી રહી હતી . તે સેક્સ ચાહતી હતી . તેની બોડી લેંગ્વેજ પણ આ વાતની ચાડી ખાઈ રહી હતી . તે સેકસી વાર્તાઓ વાંચતી હતી . પણ કોઈ પુરુષ જોડે સેક્સ સંબંધો બાંધવા માટે ખચકાટ અનુભવતી હતી . તેને પાપ માનતી હતી . તે પોર્ન સાહિત્ય જેવા કુત્રિમ સાધનો થકી પોતાની સેક્સ ભૂખ સંતોષવાની કોશિશ કરતી હતી .

સત્યમે નિખાલસપણે રશ્મિ સાથે સંબંધ બાંધવાની જાગેલી ઇચ્છાનો ફ્લોરા સમક્ષ એકરાર કર્યો હતો . તે સાંભળી ફ્લોરાએ કહ્યું હતું .

' થેંક ગોડ . તમે
રશ્મિ જોડે કાંઈ ગલત કર્યું નથી . એવું કંઈ થયું હોત તો હું તમને કદી માફ ના કરત . તમારી આ હરકતે આપણા પાવક સંબંધને કલુષિત કરી દીધા હોત . લોકો આપણા સંબંધો પર થૂ થૂ કરત . '

સત્યમ કોઈને છેતરી શકતો નહોતો . બાકી પોતાની જરૂરત માટે સામાન્યતઃ એક પુરુષ કોઈ પણ સ્ત્રીને પટાવી લેવામાં માહેર હોય છે . પણ તેણે કદી કોઈ સ્ત્રીને પોતાની વાસનાનો શિકાર બનાવવાનો વિચાર પણ મનમાં આણ્યો નહોતો . કોઈની મજબૂરીનો લાભ લેવાનો વિચાર કરતા પણ તેને ભય લાગતો હતો .

ફિલ્મ ' પતિ , પત્ની ઔર વોહ ' માં ફિલ્મનો નાયક સંજીવ કુમાર બીજી સ્ત્રીને પટાવવવા કેવા ત્રાગા કરે છે . આ ફિલ્મ તેના ફેવરિટ નિર્માતા દિગ્દર્શક બી આર ચોપરાની સફળ ફિલ્મ હતી . તેણે સત્યમને બીજી સ્ત્રીની સોડ સેવવા પ્રેરિત કર્યો હતો . આ મામલામાં તે કદી આગળ વધી શક્યો નહોતો .

રશ્મિ સાથે વાતચીત તેમ જ મસ્તી મજાકનો વ્યવહાર હતો . સેક્સ તેની જરૂરત હતી . જે તેને મળી નહોતી . આ હાલતમાં તે વિદેશી લેખક હેરોલ્ડ રોબિન્સની અશ્લીલ વાર્તાઓ વાંચતી હતી !

સત્યમ માટે રેડ લાઈટ એરિયા એક જ વિકલ્પ બચ્યો હતો . તેણે આ અંગે ફ્લોરાને પણ વાત કરી હતી . ત્યારે ફ્લોરાએ તેનો વિરોધ કર્યો હતો
અને સત્યમને આ રીતે સમજાવ્યો હતો .

' વેશ્યાઓ મશીન જેવી હોય છે . વિના ઉષ્મા અને લાગણીના સંબંધમાં કોઈ જ ભલી વાર હોતી નથી .

તેની પાસે અન્ય કોઈ જ વિકલ્પ નહોતો .

આ હાલતમાં તેણે ખતરનાક માર્ગ લીધો હતો .

૦૦૦૦૦૦૦૦

ફ્લોરાએ એક આત્મીયજનની માફક સત્યમને સલાહ આપી હતી !

' જે છોકરી ભાભી અને તેના પરિવારથી બિલકુલ અજાણ , બિનપરિચિત હોય તેવી છોકરી જોડે સંબંધ બનાવ .
પણ આવી છોકરી કયાંથી પેદા કરવી .? સેક્સ પ્રાપ્તિ માટે સ્ત્રીને પ્રેમ કરવા
નો ડોળ કરવો પડતો હોય છે . અને સત્યમને એવો સ્ટંટ કરતા આવડતું નહોતું . આ સ્થિતિમાં અન્યથા લોકો બળાત્કારનો રાહ લેતા હોય છે . તેના વિચાર માત્રથી સત્યમ ધ્રૂજી ઉઠતો હતો .

અને આખરે તેણે પહેલી વાર કામાઠીપુરા વિસ્તારમાં પગ મૂક્યો હતો .

લાઈનમાં અસંખ્ય વેશ્યાઓ સાજ શણગાર સજીને ઉભી હતી . તે જોઈ સત્યમની આંખો ચોંધાઈ ગઈ હતી .

સાત વાગી ચુક્યા હતા . સત્યમ આ દુનિયાથી બિલકુલ અજાણ હતો . બસ તેણે એક વાત સાંભળી હતી .

' અહીં લૂંટાઈ જવાનો ભય હતો . છતાં વિવશ , લાચાર સત્યમે આ રસ્તો અખત્યાર કર્યો હતો .

રસ્તામાં ઉભેલી રમણી ઘરાકોને રિઝવવા નિતનવા નખરા કરતી હતી . તેમણે પોતાના વ્યવસાયના એક હિસ્સા તરીકે સત્યમને પણ આકર્ષવાના પ્રયાસ કર્યા . પણ કોઈ તેની નજરમાં વસતી નહોતી . તેની હાલત હાથમાં વરમાળા લઈ પતિની શોધમાં નીકળેલી સંયુકતા જેવી હતી .. કોની પાસે જાઉં ? કોઈ રમણી તેની આંખોમાં વસી નહોતી .

ચાલતાં ચાલતાં રસ્તાનો અંત આવી ગયો હતો , ત્યાં જ રમણીઓની પ્રદર્શન પરેડનો અંત આવી રહ્યો હતો .

એક ક્ષણ નિરાલીની યાદ આવી જતાં તેના પગલાં થંભી ગયા હતા . પણ કામદેવ તેની ભીતર ફૂંફાડા મારતો હતો . તે રશ્મિ જેવી કોઈ માસુમ ભોળી ભાળી છોકરી જોડે પરાણે સંબંધ બાંધવા તૈયાર નહોતો .

તે જ વખતે ઓટલા પર ઉભેલ રમણીએ ઈશારો કરી તેને પોતાની પાસે બોલાવ્યો હતો .

તે મધ્યમ બાંધો ધરાવતી હતી . તે ગેહુ વર્ણની હતી . ૨૨-૨૩ વર્ષની દિસતી હતી . તેણે ચુસ્ત મેક્ષી પરિધાન કર્યું હતું . તેમાંથી તેના પુષ્ટ યૌવન કબૂતર બહાર આવવા મથી રહ્યા હતા . તેને જોઈ સત્યમ અંજાઈ ગયો હતો . એક પ્રિયતમાની સ્ટાઇલમાં તે સત્યમ પાસે દોડી આવી હતી . તેણે સત્યમનો હાથ પકડી નિઃસંકોચ સવાલ કર્યો હતો :

' ચલના હૈં ? '

' કિતના પૈસા ? '

' દસ રૂપિયા ! '

' કિધર જાગા હૈં ' ?

' મેરે સાથ ઉપર ચલો . પુરા બંદોબસ્ત હૈં ! '

બંને વચ્ચે પ્રારંભિક રીતે , વ્યવસાયિક ધોરણે આટલી જ વાતચીત થઈ હતી . મામુલી રકમમાં પોતાનું કામ પૂરું થઇ જશે . તે વાતનો સત્યમના હૈયે આનંદ ઉભરાયો હતો . તેની બોડી લેંગ્વેજે તેને અનુભૂતિ કરાવી હતી . તેને બકરો મળી ગયો હતો .
સત્યમને તેનામાં એક ડ્રીમ ગર્લના દીદાર થયા હતા . તે રમણી એક પરિચિત વ્યકિતની માફક તેનો હાથ પકડી એને ઉપર લઈ ગઈ હતી .

બીજે માળે એક રૂમ હતો . બંને એ રૂમમાં દાખલ થયા ત્યારે બે ચાર છોકરીઓ ટોળે વળીને ગપ્પા મારી રહી હતી . રમણીએ
એક બોસની અદાથી ઘાંટો પાડી તેમને ત્યાંથી બહાર તગેડી મૂકી હતી .
અજાણ્યા આવાસમાં એક અજાણી છોકરી સાથે બેસતા સત્યમને સંકોચ થઈ રહ્યો હતો . પણ તે લલના તો જાણે ચિરપરિચિત હોય તેમ સત્યમને ચોટીને તેની બાજુમાં ગોઠવાઈ ગઈ હતી . તેનો વ્યવહાર નિહાળી , આત્મીયતા પામી સત્યમનો સારો ક્ષોભ સંકોચ દૂર થઈ ગયો હતો . છતાં તેને ભરેલા પાકિટને ખોઈ બેસવાનો ભય લાગી રહ્યો હતો
આવા વિસ્તારમાં લૂંટાઈ જવાની પૂર્ણતઃ સંભાવના હતી .

છતાં તેણે સાવધાની રાખી હતી . તે લલના સામે પાકિટ ખોલવા માંગતો નહોતો . પણ તે સામે જ હતી . આ હાલતમાં ના છૂટકે તેને પાકિટ ખોલવું પડ્યું હતું .

તે પછી પૈસા આપવા માંગતો હતો , પણ તેણે ધંધાનો નિયમ આગળ ધરતા સત્યમ પાસે પહેલાં જ પૈસાની માંગણી કરી હતી .

' સાબ ! પૈસે તો આપકો પહલે હી દેને હોંગે ! યહાઁ કા યહી રિવાજ હૈં , રસમ હૈં ! '

તેના પાકિતમાં નોટોની થોકડી નિહાળી તે લલનાની આંખો ચમકી ગઈ હતી . તેની પાસે છુટા પૈસા નહોતા
આ જોઈ રમણીએ સત્યમને સવાલ કર્યો હતો .

' યુ વોન્ટ ચેન્જ ? '

તે ભણેલી ગણેલી હતી . છતાં તે લોહીના ધંધામાં આવી હતી . તે જાણી સત્યમને તાજુબ થયું હતું . પણ તેને કેરી ખાવાથી મતલબ હતો . તેથી તે ચુપકીદી ધારણ કરી ૫૦ રૂપિયાની નોટ રમણીના હાથમાં થમાવી દીધી .

તેનું અસલી નામ ઐશ્વરી હતું . પણ સૌ કોઈ તેને આશા કહીને જ બોલાવતું હતું .

સત્યમે પૈસા પાકિટમાંથી કાઢી પેન્ટના ચોર ખિસ્સામાં રાખી દીધા . લલનાએ તેની આ હરકત ચોરી છુપીથી નિહાળી હતી . પૈસા સિવાય એક ડાયરી પણ તેની પાસે હતી જે તેણે પલંગ પર બેસતી વખતે સાઈડમાં રાખી દીધી હતી


આશાએ પલંગની આસપાસ પડદા ઢાળી લીધા હતા !

' મૈં આપ કો આધા ઘંટા બિઠાએગી . '
કહેતા તેણે ટેપ રેકોર્ડ શરૂ કર્યું હતું :

ગમ કી દવા તો પ્યાર હૈ ,
ગમ કી દવા શરાબ નહી ,
ઠુકરાઓ ના હમારા દિલ ,
ઇતને તો હમ ખરાબ નહીં ,
ત્યાર બાદ તેણે બહાર ઉભેલી છોકરીને સૂચના આપી હતી અને રૂમની લાઇટ બંધ થઈ ગઈ હતી .

તે વખતે સત્યમેં એવું માની લીધું હતું . આશાએ પોતાની ભાષામાં તે છોકરીને લાઈટ બંધ કરવાની સૂચના આપી હતી .

છેલ્લાં કેટલાંય વર્ષોથી સત્યમ પોતાની પત્ની નિરાલી સાથે બળાત્કાર જ કરતો આવ્યો હતો . તેની વાચા હણાઇ ગયા બાદ તેમના વૈવાહિક જીવનમાં ભયાનક આંધી આવી હતી .
દસ મિનિટના સુંવાળા સાહચર્યમાં સત્યમને ઘણી ખુશી પ્રાપ્ત થઈ હતી . તેને ફ્લોરાએ કહેલી વાત જૂઠી લાગી હતી . તેણે ઉત્સાહમાં આવી જઈને આશાને વાયદો આપ્યો હતો !

' દુસરી બાર તુમ્હારે

પાસ હી બૈઠુગા ! '

' મજા આયા ના ? ' સત્યમને પોતાના દેહ જોડે ભીંસતા તેના હોઠો પર દીર્ઘ ચુંબન લેતા આશાએ સવાલ કર્યો .

સત્યમે બાકીના પૈસા માંગ્યા તો આશાએ સવાલ કર્યો .

' આપ બીયર પીએગે ? '

' મૈ તો નહીં પીતા ! તુમ અપને લિયે માંગવા શક્તિ હો .
' પૈસે ? '

' ૫૦ રૂપિયે દિયે હૈ ઉસમેં સે મંગવાલો .'

' કિતને પૈસે વાપસ દુ ? '

' બીસ રૂપિયે ! '


' દસ દેતી હું . ચલેગા ? '

' ઠીક હૈં ! '

અને આશાએ ઈમાનદારી પૂર્વક દસ રૂપિયા પરત કર્યા હતા ! અને સત્યમને ફરી ફરીને તેને આગ્રહ કર્યો હતો


' ડાર્લિંગ ! પ્લીઝ ડુ કમ અગેઇન ! આઈ વિલ વેઇટ ફોર યુ !

આશાએ ખરેખર તેના પર કોઈ જાદુ કામણ કર્યું હતું . તૃપ્તિની અનુભૂતિએ તેને ખુશહાલ કરી દીધો હતો .

આશા તેને વિદાય કરવા સીડી સુધી આવી હતી .

બહાર નીકળીને તે પોતાની મન પસંદ ઈંડાની બુરજી ખાવા પડખે આવેલી ઈરાની હોટલમાં ગયો હતો . બિલ ચૂકવતા સચ્ચાઈ તેની આંખો સામે આવી હતી . અને તે આછી રાડ નાખી ગયો .

' હે ભગવાન હું લૂંટાઈ ગયો ! '

આશાએ તેને પોતાની મોહજાળમાં ફાંસી લઈ તેના પગારના અડધા પૈસા તફડાવી લીધા હતા . ડાયરીના અમુક પાના પણ ફાડીને પોતાની પાસે રાખી લીધા હતા !

આવું કઈ રીતે બન્યું ? સત્યમ માટે આ એક કોયડો સાબિત થયો હતો . તે કંઈ સમજી શક્યો નહોતો . પણ આશાએ તેની ભાષામાં બહાર ઉભેલી છોકરી ને આપેલી સૂચના તેને ઘણું બધું સમજાવી ગઈ હતી . ત્યાર બાદ તરત જ તેણે કાઢેલા કપડાંને કોઈએ હાથ લગાડ્યો હોય તેવો ભાસ થયો હતો ત્યારે આશાએ તેને ગાઢ આલિંગનમાં જકડી લઈ તેનું ધ્યાન ચુકવ્યું હતું અને તેની કોઈ છોકરીએ તેના પેન્ટના ખિસ્સામાંથી પૈસા તફડાવી લીધા હતા .

સારી ઘટનાનો સત્યમને તાળો મળી ગયો હતો .

તે તરત જ આશાની રૂમમાં દોડી ગયો હતો . પણ ત્યાંનો નકશો સંપૂર્ણરીતે બદલાઈ ગયો હતો .
ત્યાં કોઈ અજાણ્યો પુરુષ બેઠો હતો . તેનો દેખાવ જોઈ સત્યમને તેણે મહેમાન હોવાની પ્રતીતિ કરાવી હતી . ક્ષણ ભરમાં એક સ્ત્રી જેવી વિશાળ છાતી ધરાવતો ખુલ્લા ડીલે ચા નાસ્તો લઈ રૂમમાં દાખલ થયો .

તેને જોઈ સત્યમે તેને સવાલ કીધો :

' આશા કહાઁ હૈં ? '

' કૌન આશા ? યહાઁ તો ઉસ નામકી કોઈ લડકી નહીં હૈં . ફિર ભી બાજુ કી ખોલીને જાઓ . હમારી સારી લડકિયા મૌજુદ હૈં . '

સત્યમ તરત જ બાજુની ખોલીમાં પહોંચી ગયો હતો . પણ તે ના જાણે ક્યાંય અંતરધાન થઈ ગઈ હતી .

તેની પાસે પૈસાનું નાહી નાખવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો .

નિરાશ વદને સત્યમ પાછો તે ખોલી તરફ આવ્યો ત્યારે એક છોકરો તે ભાયડા કમ સ્ત્રી જોડે વાત કરી રહ્યો હતો . તેને સવાલ કરી રહ્યો હતો !

' સબ લડકી હી હૈં ના ? તુમ્હારી તરહ તો નહીં હૈં ? '

' નહીં ભાઈ ! ફિકર મત કરો .લડકી પસંદ કરો ઔર મજા કરો

' મૈં બક્ષિસ કમિશન નહીં દે પાઉંગા ! '

' કોઇ જરૂરત નહીં હૈં ! '

સત્યમ પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો . આ હાલતમાં તે નિરાશ વદને દાદરના પગથિયાં ઉતરી રહ્યો હતો . તે વખતે પેસેજમાં એક છોકરી ચુસ્ત સફેદ બ્લાઉઝ અને કાળા સ્કર્ટમાં બીડીનો કસ લેતી ઉભી હતી !

સત્યમ તેની બાજુમાંથી પસાર થઈ ગયો . તેની બોડી લેંગ્વેજ નિહાળી તેણે સત્યમને સાદ દેતા સવાલ કર્યો .

' ક્યાં હુઆ સાબ ?

ના જાણે કેમ તે છોકરીમાં તેને ભગવાનના કોઈ દૂત નો ભાસ થયો અને તે અટકી ગયો .
૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ ) '