21 mi sadi na abhan loko books and stories free download online pdf in Gujarati

21 મી સદી ના અભણ લોકો !!

શહેર ની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નો એ એક્સિક્યુટિવ રૂમ. રાત ના 2.00 વાગ્યા છે. પરંતુ હજુ શાલું ની આંખ માં જરા પણ ઊંઘ નથી. અથવા તો એમ કહી શકીએ કે વિચારો નું વાવાઝોડું એને ઊંઘ આવવા દેતું નથી. શાલું ની નજર અચાનક રૂમ માં લગાડેલા પેઇન્ટિંગ તરફ જાય છે. જેમાં એક માસુમ બાળક માતા ના ખોળા માં બેઠેલું છે. અને માતા એ બાળક ને એવી રીતે બેસાડયું છે કે બાળક ને દુનિયા ની કોઈ પણ મુશ્કેલી આવે તો જરા પણ ડર લાગવાનો નથી,બાળક એટલું સલામત સમજે છે પોતાને એની માતા ના ખોળા માં. શાલું પણ વિચારવા લાગી કે મારુ બાળક જે હજુ અંદર મારા અંદર જ છે એ પણ પોતાને એટલું જ સલામત માનતું હશે ને?. જી હા તમે લોકો બરાબર જ સમજી રહયા છો શાલું આ હોસ્પિટલમાં પોતાની પ્રસુતિ માટે જ દાખલ થઈ છે. શાલું અને શીલ(તેનો પતિ) બંને એ પેહલા થી જ નક્કી કરેલું હતું કે બાળક આવશે તો કુદરતી રીતે જ ભલે ને રાહ જોવી પડે. પરંતુ કોઈ જ જાત નું ઓપેરેશન કે કોઈ જ ઉતાવળ કરીશું નહીં એટલે જ આજે ડૉક્ટર એ આપેલી તારીખ અને સમય એ શાલું હોસ્પિટલમાં દાખલ થઈ હતી. શાલું ભગવાન નું નામ લેતા લેતા વિચારી રહી હતી, કયારે થશે? શું થશે? અને કેમ થશે?. એ વિચારતા વિચારતા એને પોતાના શ્રીમંત નો દિવસ યાદ આવી ગયો , ધામધૂમ થી પ્રસંગ ઉજવવા નો હતો રિવાજ પ્રમાણે સામે ના ઘરે થી પગલાં ભરી ને ઘરે આવવાનું હતું, શાલું બંને ભાઈ ઓ ના હાથ પકડી ને ધીમે ધીમે પગલાં ભરી રહી હતી. અને સાવ સામે હોવાથી બહુ વાર લાગી નહીં પરંતુ ગરમી ના લીધે થોડી અકળામણ લાગતી હતી. પગલાં ભરાઈ ગયા પછી વિધિવત બધા રિવાજો પ્રમાણે પ્રસંગ પૂરો થઈ ગયો,છેલ્લે એક રિવાજ પ્રમાણે ખોળા માં નાના બાળક ને બેસાડવાનું હોય છે, તો શાલું ને થયું કે નણંદ ની દીકરી તો છે જ હજુ એ બોલાવવા જ જતી હતી ત્યાં તો એક કાકી ને પોતાના સાસુ સાથે વાત કરતા સાંભળ્યા કે શું કામ દીકરી ને બેસાડવી આપણે દીકરા ને જ બેસાડવો જોઈએ ને તો દીકરો જ આવે, શાલું વિચારવા લાગી કે આ કેવી વિચારધારા, બહાર ના બાળક ને અંદર ઉછેરી રહેલા બાળક સાથે શું લેવદેવા,પણ એને બહુ મગજ ઉપર ના લીધું. પ્રસંગ બહુ સારી રીતે પુરી થઈ ગયો પરંતુ એક સગા પ્રસંગ માં પહોંચી ના શક્યા હોવાથી છેલ્લે આવ્યા અને શાલું એ પગે લાગી ને આશીર્વાદ માંગ્યા તો એમણે પેંડો ખવડાવ્યો અને આશીર્વાદ આપ્યા કે ખૂબ સુખી થાઓ અને પેંડા જેવા કાનુડા ને જન્મ આપો.ત્યારે પણ સામે શાલું ના સાસુ હતા જે આ વાત સાંભળી રહ્યા હતા પરંતુ કાઈ બોલ્યા નહીં, શાલું એ વિચાર્યું વળી એ ની એ વાત? કેમ એ આશીર્વાદ આપવા વાળા નથી સમજતા કે પોતે એક સ્ત્રી છે. જન્મ આપનારી એક સ્ત્રી છે. આ પ્રસંગ છે એ સ્ત્રી ઓ થકી ઉજવાઈ રહ્યો છે. તો કેમ દીકરા નો જ આગ્રહ રાખો છો. આ બધું વિચારતા વિચારતા જ સવાર પડી ગઇ. અને શાલું સાથે રૂમ માં તેના સાસુ રોકાયા હતા અચાનક ઊંઘ ઉડી ગઈ અને તેમણે જોયું કે શાલું જાગી રહી છે. અને આંખ માંથી આંસુ નીકળી રહ્યા છે. તરત જ તેઓ ઉઠી ને શાલું પાસે ગયા અને પૂછ્યું કે બેટા શું થયું અત્યારે ખુશી ના બદલે કેમ આંસુ??? શાલું એ બધી વાત કરી તો તરત શાલું ના સાસુ એ કહ્યું કે દીકરી તને શું લાગે છે? કે હું આ વાત વખતે હાજર હતી એટલે હું પણ એ બધા ની સાથે સહમત થાઉં છું!!!! જરાય નહીં. મને જરા પણ ફર્ક નથી પડતો દીકરો કે દીકરી કાંઈ પણ આવે. મારા મત મુજબ જે દીકરી કરતા દીકરા ની આશા રાખી ને આવી વાતો કરે છે એ મારી દ્રષ્ટિએ અભણ છે. તમને ખબર છે ને શીલ ને તો દીકરી ઓ કેટલી પ્રિય છે. મને અને તમારા પપ્પા ને પણ શીલ પછી એક દીકરી ની આશા હતી પરંતુ ભગવાન એ વિચાર્યું હશે કે હજુ બહુ જલ્દી છે અને એ તમારા દ્વારા અમારી આ ઈચ્છા પૂરી કરવા માંગતા હશે. એટ્લે શાલું દીકરા તું કઈ જ ચિંતા ના કાર અત્યારે ચિંતા કરી ને બંને ની તબિયત પર અસર ના થવા દેવાય અને દીકરી આવશે તો હું તો પેંડા વેચીશ અને ગર્વ અનુભવીશ. શાલું આ સાંભળી ને એટલી નિશ્ચિન્ત થઈ ગઈ કે ફરી પેલા પેઇન્ટિંગ તરફ જોઈ અને પેટ પર હાથ રાખી ને બોલી બેટા જલ્દી આવી જા અહીંયા તો માત્ર તારી માતા નહીં બધા પાસે તું બહુ જ સલામત છો.બીજા જ દિવસે શાલું એ સરસ મજા ની દીકરી ને જન્મ આપી ને બધા ની ઈચ્છા પૂરી કરી. જો દરેક વ્યક્તિ અને દરેક ઘર ના સભ્યો આવું વિચારતા થઈ જાય ને તો આપણા દેશ માં ગર્ભપાત ની સંખ્યા 0 થઈ જાય, અને સરકાર એ કોઈ પણ દીકરી બચાવો ના અભિયાન ના કરવા પડે કે દીકરી માટે ની સ્કીમ બહાર ના પાડવી પડે. ઘણીવાર ઘર માં બીજા વડીલો અને પુરુષો પણ આ બાબત માં વચ્ચે પડતા હોય છે. જેના લીધે સમસ્યા નાની હોવા છતાં પણ મોટું સ્વરૂપ લઈ લે છે. હજુ પણ કેટલા એ ડોકટોરો ખાનગી રીતે તપાસ કરે છે કે દીકરો છે કે દીકરી. અને બહુ ખાનગી રીતે ગર્ભપાત પણ કરે છે. ફરિયાદો તેમજ કડક નિયમો હોવા છતાં નાના નાના ગામડા માં અને શહેર માં ખાનગી રીતે બધુ ચાલે જ છે . ઘણા પત્રકારો એ સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યા છે એટ્લે પરિસ્થિતી હજુ નિયંત્રણ માં આવી છે. આ પરિસ્થિતી સંપૂર્ણ કાબૂ માં આવી જાય એવી આશા રાખીએ.

બીજા રસપ્રદ વિકલ્પો