એક નાની નોકરી!! Mudra Smeet Mankad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નાની નોકરી!!

નમન અને નેહા..... પતિ પત્નિ..... માત્ર 4 વર્ષ નું લગ્ન જીવન...એક દિવસ સવારે કપડાં સુકવતા સુકવતા નેહા એ બાજુમાં રહેતી પાયલ ને બોલતા સાંભળી....એ લોકો ના ઘર ની દીવાલ એક જ હતી એટલે કોઈ પણ કંઈ બોલે તો સંભળાય...અને પાયલ એટલે શતાબ્દી એક્સપ્રેસ...બોલે જ જાય...પાયલ એના સાસુ ને કહી રહી હતી અને એનો અવાજ ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો..

"મમ્મી , બધું જ થઈ ગયું છે ખાલી તમારી અને પપ્પા ની રોટલી બાકી છે. વાસણ બહાર રાખી દેજો બેન કરી જશે...અને એમને કહેજો કે કપડાં દોરી પર થી ઉતારી દેશે...અને બીજું ઘણું બધું બોલતી ગઈ..એના સાસુ એ કહ્યું બસ હવે જા તો તું નોકરી એ....."

"ભલે મમ્મી " કેહતા પાયલ એ એકટીવા ની કિક મારી અને ભમમમમમ કરતી ઉડી ગઈ....

એ સાથે જ નેહા ને લગ્ન પહેલા ની પોતાની અને નમન ની મિટિંગ યાદ આવી ગઈ....નમન એ ખૂબ જ પ્રેમ થી કહ્યું હતું નેહા મારા મમ્મી એ અત્યાર સુધી ખૂબ કામ કર્યું છે તો હવે એમને આરામ આપવાની આપણી ફરજ છે. નેહા એ ચૂપચાપ સ્વીકારી લીધું કેમ કે નમન જેવો છોકરો બહુ ઓછો મળે.એમની જ્ઞાતિ માં તો ખાસ.લગ્ન પહેલા નેહા એક ખાનગી કંપની માં નોકરી કરી રહી હતી...પરંતુ લગ્ન પછી શહેર બદલાતા એ નોકરી તો છોડી દેવી પડી અને લગ્ન જીવન માં
સ્થાયી થતા થતા નોકરી નો વિચાર જ જાણે ક્યાંય પાછળ રહી ગયો.... લગ્ન ના 2 વર્ષ માં જ સાસુ મૃત્યુ પામ્યા અને પોતે સંસાર માં પરોવાઈ ગઈ....

અચાનક કુકર ની સીટી વાગતા નેહા વર્તમાન માં પાછી ફરી અને કપડાં સુકવી રૂમ માં પગ મુક્યો તો સામે જ સાસુ નો હસતો હાર ચડાવેલો ફોટો દેખાયો જાણે ફોટા માંથી પાયલ ની સાસુ ની જેમ આશીર્વાદ આપતા હોય કે જા બેટા તારી ઈચ્છા પૂરી કર...

નેહા રોજ રાત્રે બધું કામ આટોપી ને સુવા પેહલા પોતાની ડાયરી લખતી...નમન ને બધું કહેતી પણ અને લખતી પણ..એ દિવસે રાત્રે એને નમન ને કહ્યું બધું પણ નોકરી વાળી વાત ન કહી પરંતુ ડાયરી માં આ વાત લખી...નેહા ને માત્ર એક નાનકડી નોકરી કરવી હતી પણ એનો પતિ એને.... ના પાડશે તો એ બીક થી એ બોલી નહીં પરંતુ નમન સમજી ગયો... અને આટલા સમય માં પેહલી વાર એને નેહા ની ડાયરી ખોલી અને આ વાત જાણી લીધી...

બીજા દિવસે બધું રાબેતા મુજબ થયું....અને બપોરે નેહા ને નમન નો ફોન આવે છે.

"શું ફ્રી છો??" - નમન

"હા બોલો ને?? કંઈ કામ હતું" - નેહા

" આ મારી ગાડી માં પેટ્રોલ ખાલી થયું છે તો હું એડ્રેસ મોકલું ત્યાં આવી જા ને" - નમન

નેહા ફટાફટ તૈયાર થઈ ને બતાવેલી જગ્યા પર પેટ્રોલ લઇ પહોંચી ગઈ...તો ત્યાં નમન ઉભો હતો ... પેટ્રોલ તો નાખી દીધું ગાડી માં...

" નેહા આ લેતી જા " - નમન

"શું" - નેહા
નેહા એ કાગળ હાથ માં લીધું તો જોતી જ રહી ગઈ...

" જોવે છે શું?? જા ત્યાં ફર્સ્ટ ફ્લોર પર ઓફિસ માં ખુરશી તારી રાહ જોવે છે...." નમન

નેહા આટલું બધું વિચારવાનું એક આ વાત માટે...આ તો તારી ડાયરી અને મારા ફ્રેન્ડ ની ઓફીસ માં વેકેન્સી બંને વાત સમયસર ભેગી થઈ ગઇ.... નહીં તો તું તો વિચારતી જ હોત ને.

શાહરુખ ની સ્ટાઇલ માં નમન એ કહ્યું જા નેહા જી લે અપની જિંદગી.....

અને કાજોલ ની સ્ટાઈલ માં નેહા એ દોટ મૂકી...

નમન એને જોતો જ રહ્યો.....