વિશ્વાસ નો શ્વાસ
આજે ઓફીસ થી જલ્દી નીકળવું પડશે કેમ કે મારી જાન મારી ધડકન મારી પ્રેમિકા ઋતુ નો જન્મદિવસ છે. ફટાફટ હું નીકળતો જ હતો ને રાહુલ ઓફીસ નો ચપરાસી કહેવા આવ્યો કે,રોહનસર મોટા સાહેબ બોલાવે છે. આમ તો કોઈ દિવસ એમણે મને આ સમય પર બોલાવ્યો નથી પણ આજે જ અમેણે મને બોલાવ્યો છે તો ચોક્કસ કોઈ કામ હશે.
હું જલ્દી જલ્દી માં મોટા સાહેબ પાસે પહોચી ગયો આવું સાહેબ???
હા આવીજા રોહનબેટા કેમ છે તું ? કેમ આજે જલ્દી જલ્દી માં છે રાહુલ કહેતો હતો કે તું ઘરે જવા માટે ઉતાવળ કરે છે.? મોટા સાહેબ બોલ્યા
હું તો ઘરે જતો હતો કેમ કે ઋતુનો જન્મદિવસ છે અને હું એને surprise આપવા ઘરે જલ્દી જતો હતો. પણ સર કોઈ કામ હોય તો કોઈ વાંધો નથી હું એ કામ પતાવી ને જ જઈશ.
ના દીકરા એવું હોય કઈ! મને ખબર છે ઋતુ નો જન્મદિવસ છે. મેં મારી ડાયરી માં લખેલું છે કે મારી વહુ નો આજે જન્મદિવસ છે. માટે જ તો તને બોલોવ્યો છે. આ બે ટીકીટ દીવ ની છે ત્યાં હોટલ પણ બુક કરાવી દીધી છે. આજે રાત્રે તમારે નીકળવાનું રહેશે.
હું કઈ પણ બોલું તે પેહલા બોલી પડ્યા થેંક યુ કહેવાની જરૂર નથી. તું મારા દીકરા જેવો છે અને મારી વહુ ને તું ખુશ રાખજે. જા બેટા મજા કર ૩ દિવસ પછી મળીયે.
હું ખુશી નો માર્યો મોટા સાહેબ ના પગે પડ્યો એમને મને ગળે લગાવી દીધો. હું હરખાતો હરખાતો ઘરે જવા નીકળ્યો. ઘરે જતા જતા હું ઋતુ ના મિત્રો ને ફોન કરતો હતો પણ એ લોકો મારા પહેલા જ ઘરે પહોચી ગયા હતા અને બધી જ તૈયારી કરી દીધી હતી.
ઋતુ એના સમયે આવી, કદાચ એ ગુસ્સામાં હતી કેમકે સવારથી મેં એને વિશ કર્યું જ નહતું. પરંતુ કરું પણ ક્યાંથી એક મહિના પેહલા થી હું plan કરતો હતો આ party નો.
રૂમ માં દાખલ થતા ની સાથે જ અમે બધા એક સાથે બોલી પડ્યા HAPPY BIRTHDAY TO YOU .... HAPPY BIRTHDAY TO YOU. May God Blessed You HAPPY BIRTHDAY TO YOU….. એ મને HUG કરતા કરતા રડી પડી. કહેવા લાગી કે કેમ તું એવું કરે છે ? હું કેટલું ખરાબ ફિલ કરતી હતી કે રોહને મને વિશ ના કર્યું.
હું બોલી પડ્યો મારી જાન નો જન્મદિવસ હું કેમ કરી ને ભૂલું. એના મિત્રો કેહતા અમે પણ છે બસ રોહને જ નથી કર્યું આ બધું.
ઋતુ બોલી કે હું ફટાફટ ફ્રેશ થઇ ને આવું. એ ફટાફટ રૂમ માં ગઈ રૂમ માં જતા જતા તરત જ મને બુમ પાડી રોહન અંદર આવ કામ છે.
હું અંદર જઉ ને તરત જ બોલી કે તું એ વિશ ના કર્યું એટલે મેં મોટા સાહેબ ના આશીર્વાદ લેવા ફોન કરવો હતો પરંતુ તું વિશ જ ના કરે તો હું અમને ફોન કેમ કરું?
રોહન તું મોટા સાહેબ ને ફોન કર મારે એમની સાથે વાત કરવી છે. ઋતુ બહુજ ખુશ હતી
પણ મને એક વાર સાંભળી તો લે. મોટા સાહેબ ને ખબર છે કે તારો જન્મદિવસ છે એમણે આપણા માટે દીવ જવાનું બુકિંગ કારવ્યું છે અને આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યે આપણે જવા નીકળવાનું છે.
અરે બાપરે મોટા સાહેબ ને યાદ છે મારો જન્મદિવસ ??? ઋતુ બોલી
ઋતુ એ મોટા સાહેબ સાથે વાત કરી આશીર્વાદ લીધા અને રોહન અને ઋતુ રૂમ ની બહાર ગયા. જન્મદિવસ નો કેક કાપી બધા જ મસ્તીએ ચડ્યા. એક બીજાની પોલ ખોલી અને હસી મજાક કર્યો. ઋતુ જયારે કોલેજ માં હતી ત્યારે એને એક બિમલ નામનો છોકરો ગમતો હતો એ મને આજે ખબર પડી. રુચિકા ઋતુની બેસ્ટ ફ્રેન્ડ બોલી પડી. ઋતુ થોડી ગુસ્સે થઇ ને રુચિકા નો હાથ પકડી લીધો. પણ રુચિકા પણ ક્યાં ચુપ બેસે તેવી હતી એ પણ બોલી તું કેવું કેવું કરતી હતી ભૂલી ગઈ.
પણ હું તો રોહન ઋતુ નો સર્વસ્વ હું તો એમજ માનતો હતો અને એમજ હતું. હસી મજાક ની પળો પૂરી થઇ. ૧૦.૪૦ થઇ ગઈ છે ઋતુ જલ્દી તારો સામાન પેક કરી દે. હું તો ઓફિસે થી આવીને જ મારી બેગ તૈયાર કરી દીધી હતી.
રોહન મારે તને એક વાત કેહવી છે. ઋતુ બોલી
મારે હમણાં કઈ પણ સંભાળવું નથી તું પહેલા જલ્દી જલ્દી તૈયાર થઇજા આપણી વોલ્વો નો સમય થઇ ગયો છે.
પણ રોહન તું એક વાર સાંભળી તો લે!!!!! ઋતુ બોલી
મને તારી પર ખુબજ વિશ્વાસ છે તારે કોઈ પણ જાત નો ખુલાસો આપવાની જરૂર નથી અને તારી ચાપલી રુચિકા ની વાત સાંભળી ને તો નહી જ કેમ કે એ મને આજે પણ લાઈન મારે છે અને તારી અને મારી વચ્ચે ગુચવણ ઉભા કરવાનો પ્રયત્ન કરે છે એ મને ખબર છે.
ઋતુ અચાનક મને hug કરવા લાગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.. હું કઈ પણ બોલું તે પહેલા બોલી પાડી રોહન તમે મારા સર્વસ્વ છો. હું કઈ પણ થાય તમને છોડી ને કઈ જ નહિ જાઉ.
હું મજાક કરતો કરતો બોલ્યો, હવે અપને ઘર છોડી ને વોલ્વો માં જઈએ. ઋતુ હસી પાડી અને બોલી તમને તો મારી લાગણી ની કોઈ કીમત જ નથી.
અમે ફટાફટ વોલ્વો માં બેસી ગયા આમ તો થોડા મોડા જ પહોચ્યા હતા પણ વોલ્વો નો માલિક કઈ પણ બોલે તે પેહલા ઋતુ એ ચોકલેટ આપી ને કહી દીધું કે ભાઈ આજે મારો જન્મદિવસ છે. તમે મોળું મીઠું કરો.
બિચારા ડ્રાઈવર કાકા નું મોઢું જોવા જેવું હતું...
અમે અખા દિવસ ના થાક્યા હતા બસ માં થોડું plan કર્યું કે આવતી કાલે શું કરીશું હું આગળ કશું બોલું તે પેહલા તો ઋતુ ક્યારે મારા ખભે સુઈ ગઈ ખબર જ ના પાડી.
એની આંખો બંધ હતી વાળ ની એક લટ એના ગાલ પર હતી ચેહરા પર હલકું સ્મિત હમેશા રહેતું ઉંગ માં પણ એ રહેતું જ. હું બસ એને જ જોયા કરતો રહું, મારો હાથ પકડી ને એને સુવા ની આદત હતી. હું એને ખુબજ પ્રેમ કરું છું. અને જૂની યાદો માં સરી પડ્યો અને વિચારતા વિચારતા ક્યાં સુઈ ગયો ખબર જ ના પડી.
સવારે ૫.૩૦ પહોચવાનું હતું ક્યારે સવાર પડી ગઈ ખબર જ ના પડી. બસ માંથી ઊતર્યા અને તરત જ હોટલે ટેક્ષી મોકલી હતી. અમે હોટલ પહોચ્યા. બંને ઊંઘ ના મૂડ માં હતા એટલે પાછા સુઈ ગયા.
સવારે ૧૦.૩૦ હું સુતો હતો અને ધીમે ધીમે ફોન પર કોઈ વાત કરતુ હોય એમ મને સંભળાતું હતું અને મને હતું કે મને ઊંઘ માં સપનું આવે છે અને તેમાં સંભળાય છે. પરતું ઋતુ નો અવાજ લાગ્યો. હું ઊંઘવાનો ડોળ કરતો રહ્યો.
હા, રોહન ને ખબર પડતા પડતા રહી ગઈ છે. હું ઓફીસ નથી દીવ છું હમણાં ફોન કરીશ તો એને ખબર પડી જશે આપણે પછી વાત કરીએ, હું પણ ખુબ જ ખુશ છું એ વાત ને લઇ ને,પણ હમણાં તું ચુપ રહે.
મારે રોહન ને કશું કેહવું નથી. ઋતુ ગણગણ્યા કરતી હતી
હું અચાનક ઉભો થઇ ગયો. ઋતુ ગભરાય ગઈ. અને અચાનક ફોન કટ કરી દીધો. કોનો ફોન હતો? મારાથી કઈ છુપાવે છે? બધું ઠીક છે ને?
ઋતુ ફરીથી hug કરી ને બોલી પડી બધું ઠીક જ છે. અમે તૈયાર થઇ ને બહાર ગયા ફર્યા પણ મારા દિમાગ માં એવાત ઘર કરી ગઈ કે ઋતુ કોની સાથે વાત કરતી હતી? એ મારાથી કશું છુપાવે છે? હું ગમેતેમ કરી ને એ વાત જાણવાનો પ્રયત્ન કરતો થઇ ગયો.
હું વાત વાત માં એ ફોન વિશે ટોન્ટ મારતો. ઋતુ હસી ને એને ટાળી દેતી. રાત પડી ડીનર કરી ને અમે રૂમ માં પોહચ્યા વિચાર્યું હતું કે ઓફીસ અને રોજીદા જીવન કરતા આજે રાત્રે મજા ની પળો વિતાવીશું.
પણ ક્યાંથી એ વાત નીકળી અને હું ફરી ને ફરી ફોન ની વાત કાઢતો રહ્યો. ઋતુ વારંવાર મને મનાવતી રહી પણ મારું મન તો ચગદોળે ચડ્યું હતું. હું અની પર ખુબજ ગુસ્સે થયો અને ગુસ્સા માં ને ગુસ્સા માં મેં અને એક લાફો મારી દીધો. ઋતુ રડતા રડતા સુઈ ગઈ. મને ગુસ્સા માં ઊંગ જ ના આવી. હું બહાર પેસેજ માં ફર્યા કરતો હતો થોડી વાર પછી હું રૂમ માં પરત આવ્યો અને મેં ઋતુ ને જગાડી ને કહી દીધું કે સવારે વહેલી ઉઠ જે અપને પાછા જઈએ છે.
ઋતુ રડતા અવાજે ખાલી એક જ વાક્ય બોલી આખી જિંદગી હું તારી સાથે અને તારી જ છું તું જેમ રાખે તેમ.
પણ હું તો ગુસ્સા માં અને ઈર્ષા માં કઈ પણ સમજવા તૈયાર જ ન હતો
સવારે બસ માં ચુપ ચાપ અમે મુસાફરી કરતા રહયા. ૪.૩૦ પાછા ઘરે આવતા રહયા. હું ફ્રેશ થઇ ને ઓફીસ જવા નીકળી પડ્યો. ઋતુ એ પૂછ્યું પણ ખરું કે કેમ અત્યારે ઓફીસ પણ હું કઈ પણ બોલ્યા વગર ઓફીસ જતો રહ્યો.
ઓફીસ પહોચતા ની સાથે જ મોટા સાહેબ નો મેસેજ આવ્યો કે તે બોલાવે છે. હું તરત જ ત્યાં પહોચી ગયો. મોટા સાહેબ મને પૂછતા કે કેમ પાછા આવી ગયા ? એક જ દિવસ માં હોટલ ના ગમી કે ઋતુ ને કઈ થયું? શું થયું બેટા બોલ ને !
શું કહું હું? ઋતુ કોઈ ની સાથે વાતો કરે છે મારા થી છુપાવે છે? કદાચ એ મારાથી કંટાળી ગઈ છે.! મને પ્રેમ નથી કરતી.... વગેરે વિચારો મારા દિમાગ માં ચાલતા હતા પણ હું કશું પણ બોલ્યા વગર sorry કહી ને ઓફિસે થી પણ નીકળી ગયો.
મારા વિચારો માં હવે બિમલ કોણ છે? એની બેસ્ટ ફ્રેન્ડ રુચિકા ની વાતો ફરવા લાગી મને શંકા થવા લાગી કે ઋતુ અને બિમલ હજી પણ સાથે તો નથી ને? ઋતુ હજી પણ એને પ્રેમ કરે છે. ઋતુ એની સાથે વાતો કરી ને મારી સાથે દગો કરે છે. વગેરે મારા દિમાગ માં ફરવા લાગ્યું હું કોઈ પણ દિવસ કોઈ વ્યસન કરતો નથી પણ આજે મારે નથી ગમતું એ પી ને હું ઘરે પોહચી ગયો. હું ભાન માં હતો પરંતુ એટલું પીધું હતું કે જે બોલવું હતું એ બોલી શકું અને હું વર્ષી પડ્યો ઋતુ પર.
હું તને ડિવોર્સ આપવા માંગું છું, ઋતુ તને જે ગમે તેની સાથે તું જા, મેં તને એની સાથે વાત કરતા સાંભળી છે તારું કોઈ પણ જુઠું મારે હવે નથી સંભાળવું. તું હમણાં ને હમણાં જ નીકળી જા અહીયા થી.
ઋતુ તું એમ ના સમજીસ કે તારા વગર હું મરી જઈશ. તારી માટે હું કઈ પણ કરવા તૈયાર હતો પણ આજે મને સમજાય છે કે તું તો મને પ્રેમ જ નથી કરતી.
ઋતુ મને એક વાર કેહવાનો મોકો તો આપ રોહન... રોહન હું તને ......
તું ચુપ ચાપ નીકળી જા મારે કઈ પણ સભળવું નથી.
મેં એને ઘર ની બહાર ધક્કો મારી ને કાઢી મૂકી. એ ખુબજ રડી,કરગરી પણ હું કઈ પણ સંભાળવા માંગતો જ ન હતો. હું દરવાજો બંધ કરી ને રૂમ માં આવી ગયો હું પણ ખુબજ રડ્યો. પણ એની સામે નહિ. થોડો સમય એનો રડવા નો અવાજ આવતો હતો. થોડી વાર માં નશા માં હોવાને કારણે હું સોફા પર જ સુઈ ગયો.
સવારે હું સુતો હતો અને અચાનક જાગી ગયો, ભાન માં આવ્યો ત્યારે રાત ની બધી વાતો યાદ આવી ગઈ પણ જેમ તેમ કરી ને ઓફીસ જવા નીકળ્યો. પણ મન માં એક પ્રશ્નો થયા કરતો હતો કે ઋતુ ક્યાં ગઈ હશે? એ ઠીક તો હશે ને ? ક્યાં શોધું? અચાનક બહાર ધક્કો મારી ને કાઢી મૂકી હતી તો એનો ફોન પણ ઘરે જ હતો. શું કરું કઈ સમજાતું ન હતું પણ ઓફીસ પણ જવું જરૂરી હતું કેમ કે મોટા સાહેબ ને પણ ગઈ કાલે સારી રીતે વાત નહતી કરી. પણ શું કરું એ કાઈ પણ ખબર પડતી ન હતી.
એટલા માં મોટા સાહેબ નો ફોન આવ્યો. અને અમને કીધું કે ઓફીસ જતા પેહલ ઘરે કામ છે તો ઘરે આવી ને જજે. મને એમ પણ ચિંતા સતાયા કરતી હતી કે મોટા સાહેબ ગુસ્સા માં હશે અને બધાની સામે બોલી નહિ શકે એટલે મને ઘરે બોલાવે છે ઘરે બોલશે. કેમકે જયારે પણ મારી કોઈ પણ ભૂલ થઇ છે તો તે તેમ જ કરે છે.
મન માં વિચાર્યું કે મોટા સાહેબ હમેશા મારા માં એમના મોટા દીકરા ને જોવે છે જે કેન્સર થયું હોવાને કારણે મુત્યુ પામ્યો છે. ઋતુ ને તો મારી વહુ મારી વહુ કહી ને દીકરી તરીકે માનતા. મોટા સાહેબ હમેશા નાના દીકરા ને miss કરતા પરંતુ એ અમેરિકા થી પાછા આવતા જ નહિ અને મોટા સાહેબ પણ કોઈ દિવસ ત્યાં નથી જતા. મારાથી કોઈ મોટી ભૂલ થઇ જ છે માટે જ ઘરે બોલાવે છે.
હા થઇ જ છે ને ભૂલ ક્યાં સાહેબ પોતાના ખર્ચે દીવ ફરવા મોકલે? ૩ દિવસ ની રજા આપે? પત્ની ના જન્મદિવસ માટે એટલું કોણ કરે અને એના બદલા માં આભાર માનવાની જગ્યા એ હું પાછો આવતો રહયો અને પૂછ્યું કે શું થયું તો ઓફીસ નો દરવાજો પછાડી ને બહાર આવી ગયો. ખબર નહિ પણ આજે હું પોતાને ખતમ કરી દીધો હોય એવું લાગે છે. એવું વિચારતા વિચારતા હું મોટા સાહેબ ની ત્યાં પોહચી ગયો. રમણકાકા(મોટા સાહેબ ને ત્યાં કામ કરવા માટે આવે તે કાકા) કહ્યું કે સાહેબે કીધું છે કે એમને થોડી વાર લાગશે તમે બેસો. એમની દીકરી આવી છે તો એમની સાથે વાત કરે છે. હું થોડો મુંજવણ માં મુકાયો કોણ દીકરી સાહેબ ની તો કોઈ દીકરી જ નથી.
થોડી વાર માં સાહેબ આવ્યા, આજે થોડા ગુસ્સા માં લાગ્યા હું કઈ પણ બોલું તે પેહલા બોલ્યા રોહન હું તારાથી ખૂબજ નારાજ છું.
હા મોટા સાહેબ મારી ભૂલ થઇ ગઈ ગઈ કાલ માટે sorry હું આજ પછી કોઈ દિવસ આવી ભૂલ નહિ કરું.
કઈ ભૂલ ? મોટા સાહેબ બોલ્યા
તમે મને બોલાવ્યો અને પૂછ્યું તો હું દરવાજો પછાડી ને જતો રહ્યો તે ભૂલ સાહેબ.
બેટા હું તને એક વાત કહેવા માંગું છું કે હું આવી બાબતો ને યાદ નથી રાખતો અને જો યાદ રાખતો હોત તો હું ક્યાર નો ઉપર પહોચી ગયો હોત.
હા તારી ભૂલ તો બહુજ મોટી થઇ છે અને આજે મારે તને એના માટે બોલાવો પડ્યો છે.
કઈ ભૂલ સાહેબ ?
તું મને એ કહે કે તું કેમ પાછો આવી ગયો દીવ થી ?
ના સાહેબ એવું કઈ નથી એમજ અમે પાછા આવી ગયા છે?
સારું તો એક કામ કર મારી વહુ ને બોલવ અહિયાં મારે એને પૂછવું છે કે શું થયું હતું ....
ના સાહેબ મારી પર વિશ્વાસ નથી? રોહન બોલી પડ્યો
હતો જ બેટા પણ તારી ભૂલો એટલી મોટી છે કે હવે મારે તને એવું કહેવું પડે છે કે . બોલવ ઋતુ ને અહિયાં
સાહેબ એ તો નહિ આવે. રોહન ગુસ્સે થી બોલ્યો
કેમ નહિ આવે ? મોટા સાહેબ
કેમ કે મેં એને ડિવોર્સ આપવાનું નું નક્કી કર્યું છે. એ મારી સાથે ખુશ નથી.
એ ખુશ નથી એવું એને તને કીધું છે ?
ના પણ એ ...... રોહન ગળગળા અવાજે
બેટા જિંદગી માં બધું સાંભળેલું સાચું ના પણ હોય. અને કાચા કાન ના બનશો તો જીંદગી કેમ જીવશે. શું તું જેની માટે શંકા કરે છે એની સાથે વાત કરતા કે ફરતા જોયું છે? શું એ કઈ પણ એવું કરે છે જે તને ના ગમે?
ના એવું તો કઈ નથી પણ...........
પણ શું ? મોટા સાહેબ મોટે થી બોલ્યા
હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો.
તું શાંત થા. અને ઠંડા દિમાગે વિચાર કે તું એ જે પણ કર્યું છે તે યોગ્ય છે? તું જે નિર્ણય લેવા જઈ રહ્યો છે શું એ સાચો છે ?
ના સાહેબ મારી ભૂલ છે પણ હવે બહુજ મોડુ થઇ ગયું છે. ઋતુ કોલકતા જતી રહી હશે અને એ ફોન પણ નથી લઇ ગઈ.
રમણ ઓ રમણ મારી દીકરી ને લઇ ને બહાર આવ મોટા સાહેબ બોલ્યા
ઋતુ રડતી રડતી બહાર આવી અને મારી સામે હાથ જોડી ને ઉભી રહી ગઈ.
મોટા સાહેબ બોલ્યા રોહન એક વાર એની વાત સાંભળીલે એને પણ એક વાર બોલવાનો મોકો તો આપ.
રોહન મારું એવું કોઈ પણ લફરું હતું જ નહી રુચિકા મારી સાથે ડૉ.બિમલ ઠક્કર ને મળવા આવે છે આપણે જે સ્વપ્ન જોઈએ છે કે આપણી ઘરે પારણું બંધાય તે માટે હું રુચિકા ને લઈને ડૉ પાસે જાઉ છું. તે દિવસે સવારે મારે ડૉ પાસે જવાનું હતું એ ખૂબજ પ્રખ્યાત ડૉ છે. જ્યાં સુધી કોઈ ચોક્કસ stage પર ના આવું ત્યાં સુધી મારે તને નહતું કેહવું કેમ કે છેલ્લે તું ૨૦ દિવસ અપસેટ રહ્યો હતો જયારે મારું miss થયું હતું ત્યારે હું તને ફરી થી એટલો દુખી જોવા નથી માંગતી માટે તારી સાથે શેર નથી કર્યું.
મારા પેટ માં ૭ આઠવાડિયા નું બાળક છે. જે હવે પ્રોપર શેપ લઇ રહ્યું છે અને તેના માટે ચેક કરવા જ જવાનું હતું પણ દીવ જવાને લીધે રુચિકા ને મેં ફોન કરી ને કીધું હતું કે હમણાં તું ૫ દિવસ ડૉ ને ના પાડી દેજે. મારા માટે આજે પણ તું જ મારી દુનિયા છે અને તારા વગર હું અધુરી જ છું.
હું ખુશ થાવ કે દુખી મને સમજાતું નહતું મેં બહુજ મોટી ભૂલ કરી દીધી છે મોટા સાહેબ મને તમે માફ કરી દો. ઋતુ તું પણ મને માફ કરી દે આજ પછી હું કોઈ પણ દિવસે તારી પર શંકા નહિ કરું. તારા પ્રેમ પર મને પૂરે પૂરો વિશ્વાસ છે. please મને માફ કરી દે ઋતુ.
મોટા સાહેબ તમે પણ મારી જિંદગી બચાવી લીધી, તમારો ખુબ ખુબ આભાર કે તમે ઋતુ ને અહીયા બોલીવી દીધી.
ઋતુ ને મેં નથી બોલાવી એ એના પિતા ની ત્યાં જાતે આવી છે. આજ થી એ મારી દીકરી છે અને તું જમાઈ. આજ થી હવે તું મારો દીકરો નથી . અમે બધા હસી પડ્યા
પણ મોટા સાહેબે કીધેલે વાત હું તામારી સાથે શેર કરું છું તમે પણ યાદ રાખજો
શંકા જીવ, સબંધ, માન મર્યાદા, બુદ્ધિ બધા ને જ બરબાદ કરી નાખે છે. વિશ્વાસ નો શ્વાસ વધારે સારો છે. શંકા ની ગુંગળામન કરતાં.
Bimal Thakkar
Managing Director Of Theta One School Of Science, Fonder Of Human Wings& CEO of VIPO.