ઓફીસ ઓફીસ Bimal Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓફીસ ઓફીસ

ઓફીસ ઓફીસ

રાજકુમાર ઉઠ આજે ઓફીસ જવાનો મૂડ નથી કેમ એટલા મોડા સુધી ઊંઘી રહે છે. રાત્રે ઓછું જાગીશ તો શું થશે. ઉઠ ચાલ ૮.૦૦ વાગ્યા, ૯.૩૦ સુધી ઓફીસ નથી પહોચવાનું. મમ્મી બબડતી બહાર ગઈ.

સવાર સવાર માં મમ્મી કેમ તું બુમા બુમ કરે છે? તને ખબર છે ને કે હું રોજ સવારે ઉઠી જ જાઉં છું તો કેમ એવું કરે છે? આજે મુડ નથી જામતો એવું થાય છે કે રાજા લઇ લઉ.

રાજકુમાર તને જયારે પણ આવી રીતે જગાડીને એટલે તું એવું જ કહે છે. ચાલ જલ્દી બ્રશ કરી લે, ચા તૈયાર છે. અને ફટાફટ નાહી લે એટલે ગરમ ગરમ નાસ્તો કર અને ઓફીસ જા.

હા મમ્મી તું આજે કેમ ઉતાવળ કરે છે? બધા માં જ ઉતાવળ કરે છે.

બેટા ખબર નહિ પણ આજે મને કેમ એવું લાગે છે કે આજે કઈક સારું થવાનું છે અને તારે ઘરે બેસી રેહવું છે.

ઓહ.... એટલે આજે તને એમ લાગે છે એટલે મારે બધું તું કહે તેમ જ કરવાનું છે. વાહ મમ્મી તને અવાજ વિચાર જો રોજ આવશે તો આપડે તો ક્યાં થી ક્યાં પોહચી જઈશું.

ચાલ હવે મારી મજાક ના ઉડાવ, કામ પતાવ.

ફાટફાટ હું તૈયાર થઇ ને ઓફીસ જવા નીકળ્યો. રસ્તા માં પેટ્રોલ પૂરું થઇ ગયું. ગઈ કાલે જ નક્કી કર્યું હતું કે ઓફીસ થી ઘરે જતા પેટ્રોલ પુરાવી દઈશ પણ ભૂલી ગયો. હવે કાર પાર્ક કરીને રીક્ષા માં જવું પડશે. લ્યો મમ્મી નો સારો દિવસ.!!!

જેમ તેમ કરી ને ઓફીસ પોહચ્યો ને મારા ડેસ્ક પર જઈ ને બેઠો ને જ બોસ નો મેસેજ આવ્યો કે મારા કેબીન માં આવો. મને એમ હતું કે ૧૦ મિનીટ મોડો આવ્યો છું એટલે મને બોલાવે છે. એટલે માનસિક તૈયાર થઇ ને જ ઓફીસ માં પગ મુક્યો.

May I Coming Sir? જેવું કીધું અને બોસ બોલી પડ્યા હા ભાઈ આવી જા. જો આજે હું તારી સાથે એક બીજા એમ્પ્લોયી ને ગોઠવું છું તારે એને બધુજ તારું કામ શીખવાનું છે.

મનમાં ને મનમાં હું બોલ્યો કે લ્યો આજ નો મમ્મી નો સારો દિવસ !!!!! હા સર કોઈ પ્રોબ્લેમ નથી.

બોસ બોલ્યા ના રાજ તું થોડો ગુસ્સા સાથે વાત ના કરીશ કેમ કે નવા એમ્પ્લોયી ને તારે જ પરફેક્ટ કરવાનો છે. હા બોસ તમે ચિંતા ના કરો હું બધુજ કામ અને શીખવી દઈશ.

બોસ બેલ વગાડી ને બોલ્યા રાજુ બોલવ તેમને ..

હા સર હું મોકલું તેમને.

હું એ નવા વ્યક્તિ ની રાહ જોતો અને મનમાં ગાળો આપતો કે કોઈ વિચિત્ર માનસ મારા માથે મૂકી દેશે.

એટલા માં એક મધુર અવાજ સાંભળ્યો Can I Come???

મનમાં તો વિચાર આવ્યો કે કોઈ પુરુષ નો અવાજ આવો થોડી હોય ? અને મનમાં ને મનમાં હું ખુબજ હસી પડ્યો. પણ બોસ નું માન જાળવી ને હું ચુપચાપ રાહ જોતો રહ્યો.

મારી બાજુ ની ખુરશી ખસી ને હું એ સ્ત્રી જેવા અવાજ માં પુરુષ નો ચેહરો જોવા માટે તત્પર હતો. પરંતુ હું સ્તબ્ધ થઇ ગયો. મારી બાજુમાં આવીને એક એવી છોકરી આવી ને બેસી જે હમેશા હું મારા સ્વપ્ન માં વિચારતો હતો. બોસ મને એના વિષે કેહતા હતા કે બેંગ્લોર યુનીવર્સીટી માંથી MBA કરેલ છે. અને હવે એ આપની ઓફીસ ને માર્કેટિંગ માં મારી સાથે કામ કરશે. હું રાહ એ જોઈ રહ્યો હતો કે એનું નામ તો કહો. અને બોસ બોલી ઉઠ્યા કૃતિ આ રાજ છે હવે પછી ની કંપની ની બધી જ માહિતી એ તને આપશે. તારા બાજુ નું cabin માં એ બેસે એવું મેં રાજુ ને કીધેલ છે. તો એ કેબીન માં એને જે પણ જોઈએ એ તું જોતો રેહજે.

હું તો બસ ok સર કહી ને બહાર આવી ગયો.

કૃતિ મારી પાછળ આવી ગઈ અને હાથ મિલાવી ને કીધું કે રાજ હું ફ્રેશેર છુ મારાથી કોઈ ભૂલ થાય તો મને કહી દેજો. પણ હું મન માં વિચારતો હતો કે તને જોઈને હું જ સ્તબ્ધ થઇ ગયો છુ. તને હું શું gauide કરું તું તો મારા સ્વપ્ન ની રાની છે કદાચ Love at First Sight. આને જ કેહવાતું હશે. અમે મારા કેબીન માં ગયા અને કંપની ના બ્રોસેર અને ppt આપ્યા. અને કીધું કે તમે આને study કરો. અને ક્યાં પણ જરૂર પડે તો મને પૂછી લેજો. એટલે કૃતિ એવું બોલી કે હું જાઉ? મન માં તો એક જ જવાબ હતો કે ના તું હમેશા મારી સાથે જ રહે. પરતું મારી ઓફીસ માં મારી ઇમ્પ્રેશન ખૂબજ સારી હતી કે રાજકુમાર કોઈ ની સામે પણ ના જોવે.

હું બોલી પડ્યો હા તમને જરૂર પડે તો intercom પર મને પૂછી લેજો. કૃતિ થોડા મજાકિયા સ્વરે બોલી એટલે તમારા કેબીન માં મારાથી ના અવાય!!! ના ના હું એવું નથી કેહતો હું ....

કૃતિ મજાક કરું છું એમ કહી ને નીકળી ગઈ....

હું ઓફીસ માં મારું રોજીદું કામ પૂરું કરતો હતો અને ૨૦ મિનીટમાં જ કૃતિ નો ફોન આવ્યો. રાજસર મારે તમારી સાથે ચર્ચા કરવી છે તો હું તમારા કેબીન માં આવું? એટલે મેં તરત જ એમ કીધું કે એવું પૂછવાની જરૂર નથી આવી જાવ તમે.

હું સેલ્સ રિપોર્ટ વાંચતો હતો અને એ મારા કાબિન માં દાખલ થઇ તરત જ બોલવા માંડી કે મને તો કઈ ખબર નથી પડતી તમે મને guide કરો તો સારું. હા મને કોઈ વાંધો નથી પરતું મારે થોડું કામ બાકી છે. એટલે હું તમને લંચ પછી બોલાવી દઈશ. કૃતિ ને જવાબ ની આશા થોડી જુદી હતી તો પણ એ ચાલી ગઈ.

લંચ સમય થયો અને એ આવી ગઈ અને કેહવા લાગી કે મારો પેહલો દિવસ છે તો હું લંચ લાવી નથી તો એ શું કરે? હું હસી ને બોલ્યો કે મારી સાથે લંચ કરી લો. એ બોલી કે બહાર જવું હોય તો જઈ શકાય.?? હું જવાબ આપું એ પેહલા તરતજ બોલી પડી કે એકલી નહિ જાવ તમે સાથે આવો તો જ. મારાથી ના નજ કેહવાયું પરતું બોસ શું વિચારશે ? ઓફીસ શું ગોસીપ કરશે? એવા વિચાર આવે તે પેહલા જ કૃતિ બોલી કે મેં રાજનસર(બોસ) સાથે વાત કરી લીધી છે.

હું સ્મિત સાથે બોલ્યો તો મને ખાલી ઓડર જ મળ્યો છે કે મારે આવાનું છે એમ ને !!!

અમે નજીક ના એક કાફે માં ગયા અને કૃતિ ઓફીસ ના માહોલ ની વાત કરતી હતી અને અમે એમજ ઓફીસ ની વાતો કરતા હતા અને હું એને ખુબજ ધારી ધારી ને જોતો હતો. એવું મને તો ત્યારે ખબર પડી કે જયારે એ બોલી કે મારી સામે એવું જોશો તો મને ખાવા માં શરમ આવશે. હું અચાનક પકડાઈ જવાની શરમ માં ચુપ ચાપ ખાવા લાગ્યો. કૃતિ પણ મંદ મંદ સ્મિત સાથે વાત કરવા લાગી. અને અમે ઓફિસે પાછા પહોચ્યા. અમે હવે કંપની ની વાત કરતા હતા પરંતુ હું એની સામે જોવાનું ટાળતો હતો અને એ સમજી ગઈ હતી કે હું આવું કરું છું.

કૃતિ બોલી પડી મારી સામે લંચ કરતા મને શરમ આવે છે. વાત કરતા નહિ. મેં જવાબ આપ્યો કે એવું કશું નથી. કૃતિ બોલી રાજસર તમે બહુ જ સારા છો. તો મારી સામે તમે મિત્ર તરીકે વાત કરી શકો. હું શું જવાબ આપું મને કઈ સમજાયું જ નહિ. કંપની ની માર્કેટિંગ ની વાતો પૂરી કરતા કરતા દિવસ પૂરો થયો. કેવી રીત્તે ૬.૩૦ થઇ ગયા ખબર જ ના પાડી. હું ઘરે જવા માટે મારું ડેસ્ક સમેટ તો હતો અને તરત જ કૃતિ મારા કેબીન માં આવી અને કેહવા લાગી કે રાજનસર બોલાવે છે.

રાજ ઓફીસ નું ડેસ્કને સમેટી ને રાજનસર ના કેબીન માં જાય છે અને કૃતિ અને રાજાનસર ઓફીસ માં જ હોય છે હું એમ જ વિચારી ને ગયો હતો કે કૃતિ ને કામ ફાવ્યું કે નહિ? શું કર્યું આજે ? એને કયું કામ ફાવે તમે છે? વગેરે મારા મનમાં પ્રશ્નો ચાલતા હતા અને હું એના જવાબ આપવા માટે માનસિક તૈયાર હતો.

રાજનસર બોલ્યા હા રાજ આવ ઓફીસ થી ઘરે જવાના સમય તને બોલવ્યો કદાચ તને એ ઓછુ ગમ્યું હશે. હું હસી ને બોલ્યો ના સર એવું કાઈ નથી. તરત જ સર બોલ્યા કે કેવો રહ્યો દિવસ કૃતિ. રાજ તને કેવું લાગ્યું કૃતિ સાથે?

હું સહજતા થી બોલ્યો એ કામ શીખી રહી છે અને બહુજ જલ્દી એ આપની કંપની ની સારી એમ્પ્લોયી બની જશે. અને ખુબજ જલ્દી એ બધાજ કામ માં મહારત હાસિલ કરી લેશે.

કૃતિ તારે કઈ કેહવું છે? રાજાનસર બોલ્યા.

પપ્પા હવે તો મને તમારા નિર્ણય પર ભરોસો છે મને રાજનું વર્તન અને તેપણ ખૂબીયો ગમી છે મને રાજ પસંદ છે અને મને એવું લાગે છે કે પપ્પા રાજ ને પણ હું પસંદ જ છું.

હું તો ચુપ ચાપ સાંભળી ને હબક થઇ ગયો! પપ્પા ? રાજ પસંદ છે? તમારો નિર્ણય વગેરે શબ્દો મને મુજવણ માં મુક્તા હતા. હું કાઈ પણ બોલું તે પેહલા રાજનસર બોલ્યા રાજ કૃતિ મારી દીકરી છે. હું મારી દીકરી અને કંપની માટે સારા છોકરા ની શોધ માં હતો ઘણા વર્ષો થી આ કંપની માં કામ કરે છે તો મને તારું કામ અને વર્તન, સ્વભાવ વગેરે ગમતું હતું અને હું કૃતિ ને કેહતો હતો કે તું લગ્ન માટે વિચારે તે પેહલા મારી પસંદ ને પણ એક વાર જોઈ લે. અને માટે જ આજે એ મારી સાથે ઓફીસ માં આવી હતી એ તને અને તારી સાથે વિતાવેલ સમય પરથી નક્કી કરવાની હતી અને સોરી તને આ વાત ની જાણ ન કરવાની જીદ કૃતિની હતી. માટે બેટા તને કીધું નથી.

હું કઈક બોલું એવું વિચાર્યું? પણ શું બોલું એ સમજાતું જ નહતું. કૃતિ બોલી રાજ મને તમને મળવામાં અને તમારી સાથે જે દિવસ વિતાવ્યો એ મારા માટે પણ યાદગર રહશે. હું હવે થોડો વિશ્વાસ સાથે બોલ્યો સર મને પણ કૃતિનું વ્યક્તિત્વ ગમે છે પણ હું મારી જિદગી ના બધા જ નિર્ણય મારા મમ્મી સાથે ચર્ચા કરી ને જ લઉ છું. જો તમને વાંધો ના હોય તો હું મારા મમ્મી સાથે એક વાર વાત કરું?

રાજનસર બોલ્યા રાજુ ....... કોકીલાબેન ને બોલાવો

હું ફરીથી હબક થઇ ગયો મમ્મી પણ અહિયાં જ છે. ત્યારબાદ અમે બધા વાતો એ વળગ્યા અને આજે હું એજ કંપની માં MD છું અને કૃતિ પણ મારી સાથે કામ કરે છે. અમે મારી કંપની ને ટોપ ૧૦૦ કંપની માં લઇ આવ્યા છે.

સાચે જ મમ્મી ની ધારણા સાચી પડી મારા માટે તે દિવસ યાદગાર બની ગયો. હું અને કૃતિ મનાલી ફરવા આવ્યા છે અને રાત્રે એ સુઈ ગઈ છે. અને હું મારા યાદગાર દિવસ ને વાગોળી રહ્યો છું.

Thank You મમ્મી, Thank You ભગવાન

આજે મને એમ લાગે છે કે જે આ વાંચે છે એમનો પણ દિવસ સારો જ જવાનો છે.

Keep Rocking, Life will gives a lots of happiness in Your life.