નસીબ ના ખેલ... - 21 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... - 21

ધરા ને રાજકોટ ઘરે ઉતારી, ચા નાસ્તો કરી સહુ ભાવનગર જવા નીકળી ગયા... અને અહીં હંસાબેન અને ધરા ના માસી ધરા ને વીરપુર શુ થયું શુ વાત થઈ વગેરે પૂછવા લાગ્યા,
તો બીજી તરફ ધીરજલાલ હવે ધરા ના લગ્ન ક્યારે કરવા અને ક્યાં કરવા (મતલબ વડોદરા કરવા કે રાજકોટ કરવા) એ બધું વિચારી રહ્યા હતા....
જો કે આ જ ચર્ચા કે લગ્ન ક્યારે કરવા એ નિશા પણ ગાડી માં કરી રહી હતી... એને પણ લગ્ન જેમ.બને એમ વહેલા થઈ જાય એવી ઈચ્છા હતી, કારણ નિશા નો ઝગડાલું સ્વભાવ તેના કુટુંબ માં બધે પંકાયેલો હતો અને આ જ કારણ થી તેના બંને દિયર નું ક્યાં ય ગોઠવાતું ન હતું... કેવલ ધરા કરતા 6 વર્ષ મોટો હતો (એ અલગ વાત હતી કે દેખાવ માં એ મોટો લાગતો ન હતો).
અને નિશા એ ધીરજલાલ ને આ વાત કીધી પણ ન હતી.. એણે ફકત 2 વર્ષ નો ગેપ જ બતાવ્યો હતો... સંબંધ ની શરૂઆત જ એક જૂઠ થી થઈ હતી જેનાથી ધીરજલાલ અજાણ હતા.. અને હજી તો ઘણા રાઝ ખુલવાના હતા એક પછી એક...!!!!
ભાવનગર પહોંચી ને તરત નિશા એ ધીરજલાલ ને પત્ર લખ્યો ((કારણ એ સમય માં ફોન પણ બધા ના ઘરે ન હતા મોબાઈલ તો બહુ દૂર ની વાત )) અને લગ્ન ક્યારે કરવાના છો ? અહીં બધા ધરા ને જોવા આતુર છે તમે એક ફોટો પણ ન આપ્યો ધરા નો વગેરે જેવી મીઠી મીઠી વાતો કરી ને લગ્ન વહેલાસર ગોઠવાય તેવી વાત સિફત થી કરી દીધી...
ધીરજલાલ પણ આમ તો લગ્ન વહેલા જ કરવા માંગતા હતા તેમને બ્રાહ્મણ પાસે તારીખ જોવડાવવાનું શરૂ કર્યું અને 2 જ મહિના ના ટૂંકા ગાળા માં લગ્ન ની તારીખ ગોઠવાઈ ગઈ.. સગાઈ થાય ના બે જ મહિના માં ધરા ના લગ્ન નક્કી થયા....સમય થોડો હતો અને લગ્ન ની તૈયારી ઘણી હતી... જો કે જ્યારે થી ધરા માટે માગા આવવાના શરૂ થયા ત્યાર થી હંસાબેન અને ધીરજલાલ ધરા ને કરિયાવર માં આપવા માટે ની સાડીઓ લેવા જ લાગ્યા હતા જેથી એક સાથે બહુ ખર્ચ નો સામનો ન કરવો પડે.. બસ હવે દરજી નો ખર્ચ જ બાકી રહ્યો એના માટે એટલે એક ખરીદી નો સમય તો બચ્યો હતો
ધરા ને આ બે મહિના રાજકોટ જ રાખવી એમ નક્કી થયું અને લગ્ન પણ રાજકોટ જ કરવાનું નક્કી થયું... કારણ ધીરજલાલ ના પણ ઘણા સગા રાજકોટ રહેતા હતા અને ધરા નું મોસાળ તો હતું જ રાજકોટ... અને વળી ધીરજલાલ ને લગ્ન ના કામકાજ માં મદદ કરી શકે એવું કોઈ વડોદરા હતું પણ નહિ જ્યારે અહીં ધરા ના મામા 4 હતા જે ઉભા પગે રહે એમ હતા ( મતલબ પૂરતો સાથ સહકાર આપે એમ હતા)
ધરા ને કરિયાવર માં આપવા માટે ના ફર્નિચર ની ખરીદી નું કામ ધરા ના મામા એ ઉપાડી લીધું, અને છોકરીઓ ને જરૂરી કટલરી ના સામાન ની જવાબદારી ધરા ના માસી એ લઈ લીધી... વાડી અને અન્ય ડેકોરેશન તેમજ જમણવાર માટે ની જવાબદારી ધરા ના બીજા મામાએ લીધી... આ બધી વ્યવસ્થા અને ખરીદી માટે પૈસા ધીરજલાલ ના જ હતા... એક પણ રૂપિયો ધીરાજલાલે કોઈ પાસે થી લીધો ન હતો બસ કામ વહેંચાઈ જતા સમય મળ્યો હતો ધીરજલાલ ને વડોદરા જઇ ને પોતાના વેપારી વર્ગ માં ધરા ના લગ્ન ની કંકોત્રી આપવાનો....
વડોદરા ધરા ને લઇ ગયા જ્યારે આ કંકોત્રી આપવા જવાનું થયું ત્યારે.... અને ત્યારે ધરા માટે જરૂરી સોનાનો દાગીનો પણ લઇ લીધો ધીરજલાલ એ...
પણ જ્યારે ધીરજલાલ આ બધા કાર્ય માટે વડોદરા ગયા ત્યારે પાછળ થી ધરા ના મામા એ કબાટ અને સેટી લઈ લીધા.. ન ધરા ની પસંદગી પૂછી ન ધીરજલાલ ની (થોડી લાપરવાહી કહો કે બેજવાબદારી જે કહો તે) જો કે જ્યાં મુરતિયા ની જ પસંદગી ધરા એ નોહતી કરી ત્યાં આ નિર્જીવ વસ્તુ ની પસંદગી શુ કરવાની હતી ધરા ???
જો કે આ વાત ધીરજલાલ ને પણ ન ગમી.. ઘણો ગુસ્સો પણ કર્યો પોતાના સાળા પર પણ ... એક દીકરી ના બાપ માથે કેટલું ટેનશન હોય જ્યારે એ પોતાની દીકરી ને પરણાવવા જી રહ્યો હોય એ વાત એક દીકરી નો બાપ જ સમજી શકે... અને શુકન માં આવેલી વસ્તુ પાછી ન અપાય , અપશુકન થાય જેવી મોહક અને વાહિયાત વાતો દ્વારા ધીરજલાલ ને શાંત પાડવામાં આવ્યા...

(ક્રમશ:)