ધ એક્સિડન્ટ - 6 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 6










ધ્રુવ પ્રિષાને કેનેડા આવવાનું કહે છે ...

" ધ્રુવ.. તું મજાક કરી રહ્યો છે ને ...? "

" અરે ..! એમાં શું મજાક .. તારા ફ્યુચર ને રસ્તો મળશે અને તારી ટ્રાવેલિંગ ની વિશ પણ પૂરી થશે.."

" પણ આ બહુ મોટું ડીસિઝન છે ... એમ જ કઈ રીતે લઈ લઉં ..? "

" કંઇક કરવા માટે મોટું ડિસિઝન લેવું જ પડે. "

" ત્યાં હું એકલી પડી જઈશ ...હું કોઈને ઓળખતી પણ નથી ત્યાં.. "

" એકલી..? પ્રિષા આમાં એકલી પડવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે.. તું મારા ઘરે રહી શકે છે ને .. હું અને મારી ફેમિલી તને હેલ્પ કરશું. "

" વૉટ... તારા ઘરે... ? તારા ઘરે હું કેવી રીતે રહી શકું ? "

" ઓહ ... તો હવે આપણા વચ્ચે તારું મારું ક્યાંથી આવી ગયું... ? મને તો એમ કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું ... બાય ધ વે... તારા પપ્પા મારા પપ્પાને સારી રીતે ઓળખે છે તને ના નહિ પાડે.."

" અરે યાર એવું કંઈ નથી ... તું જ મારો બેસ્ટ ફ્રેન્ડ છે પણ હું કોઈને તકલીફ આપવા નથી માંગતી... and I know that આપના પપ્પા friends છે પણ તો પણ .. હું મારા ઘર થી દુર ના રહી શકું... "

" તકલીફ તો કંઈ જ નથી... અને મારું ઘર તારું ઘર જ છે... "

" શું..?"

" હું એમ કહું છું કે તને એવું ફીલ નહિ થવા દઉં કે તું ઘરથી દુર આવી છે ..."

" પણ તું સમજ ને આટલી જલ્દી હું કેવી રીતે નિર્ણય લઈ શકું ...?"

" મને કંઈ નથી ખબર... બસ તું કાલે ફાઈલ મુક અને તને મળી જ જશે અહીં એડમિશન કારણ કે તું કોલેજ ની ટોપર છે ... હવે તું જલદી જ કેનેડા આવે છે બસ.. "

" અરે પણ ... "

" પણ ... પણ.. કંઈ નહિ તારે આવવું જ પડશે પ્રિષા .... પ્લીઝ માની જા ... "

" I need some time to take a decision .. "

" એક દિવસ છે તારી પાસે ... પ્લીઝ માની જા ... "

" ઓકે ફાઇન... બાય ... "


પ્રિષાને સમજાતું નથી કે એણે શું કરવું જોઈએ, તે તેના મમ્મી પપ્પા સાથે વાત કરે છે.

" મમ્મી- પપ્પા... "

" હા બેટા ... શું થયું...?" રાજેશભાઈ એ પૂછ્યું.

" પપ્પા ... મારી હમણાં ધ્રુવ સાથે વાત થઈ .."

" ઓહ.. એ પહોંચી ગયો ને શાંતિથી ? " હેતાક્ષિ બેન એ પૂછ્યું.

" હા ... મમ્મી એ પહોંચી ગયો પણ એણે મને કહ્યું કે હું પણ ત્યાં આવું.. એ ઈચ્છે છે કે હું મારી આગળ ની સ્ટડી ત્યાં જઈને કરું..."

" હા બેટા ... અમે તને એ જ પૂછવાના હતા ... " રાજેશભાઈ એ કહ્યું.

" પપ્પા ... તમને કઈ રીતે ખબર ? "

" બેટા... હમણાં જ ગીરિશ સાથે વાત થઈ ... એણે મને કહ્યું, કે પ્રિષા અહીં આવી જાય તો સારું રહેશે... "

" ઓહ .. ઓકે ... તો હવે મારે શું કરવું જોઇએ પપ્પા ? "

" બેટા ... મારું માને તો તારે જવું જોઈએ પછી તો હવે તારે જ નક્કી કરવાનું છે... હું તો એટલું જ કહીશ કે ત્યાં ની લાઈફ સારી છે... ફ્યુચર પણ સારું છે તારું ત્યાં... અને ગિરીશ તને પોતાની દીકરી ની જેમ જ સાચવશે... એ તો હું sure કહી શકું... "

" પણ પપ્પા મારે ઇન્ડિયા છોડીને ક્યાંય નથી જવું.. "

" બેટા તને ઇન્ડિયા છોડવાનું કોણ કહે છે ... ? તું બસ થોડા વર્ષો કેનેડા જઈ આવ .... વધારે નહિ તો સ્ટડી પૂરી થાય ત્યાં સુધી... પછી તું પાછી આવી જજે... "

" ઓકે પપ્પા ... "

" તો તું રેડી છે ને ? "

પ્રિષા કંઈ બોલતી નથી. એટલે રાજેશભાઈ કહે છે કે,

" બેટા .. તું શાંતિથી વિચારીને નિર્ણય લે... કોઈ જ ઉતાવળ નથી ... "

" હા પપ્પા... "

પ્રિષા વિચારે છે કે એણે જવું જોઈએ કે નહીં ... કારણ કે ધ્રુવ એને લવ કરે છે જો એ એની સાથે રહેશે એક ફ્રેન્ડ તરીકે તો પણ કદાચ ધ્રુવ ને એમ ન લાગે કે એ પણ એને લવ કરે છે...
પણ જો એવું હોત તો ધ્રુવ એ એને ક્યારનું કહી દીધું હોત... પ્રીષાને એની પર પૂરો વિશ્વાસ છે એ ક્યારેય એનો વિશ્વાસ નહિ તોડે...

આખરે પ્રિષા નિર્ણય લઈ લે છે.

" પપ્પા ... હું જવા માટે તૈયાર છું ... "

" અરે .. વાહ.. ખુબ સરસ બેટા ... તો તું ધ્રુવ ને જણાવી દે કે તારી હા છે ... "

" ના પપ્પા... એને હાલ કંઇ નથી કહેવું... હું એને સરપ્રાઇઝ આપવા માંગુ છું ... પણ હા તમે અંકલ આન્ટી ને જણાવી દો .. અને એમને કહેજો કે ધ્રુવ ને ના જણાવે... "

" ઓકે બેટા ... જેવું તું કહે એમ ... "

" thanks Papa ? "

" હા બેટા ? "

" પપ્પા હું ધ્રુવ ને મેસેજ કરી દઉં કે હું નથી આવતી ? .. "

" તું એને હેરાન કરવાનું નહિ છોડેને ..? ? "

" ના એ તો ક્યારેય નહીં ... હાહાહા.. "

" પાગલ છોકરી ? "

પ્રિષા ધ્રુવ ને મેસેજ કરે છે.

" Hy Dhruv "

" Hy ... Prisha... "

" I'm sorry Dhruv .. હું નથી આવવાની કેનેડા ... "

" પણ કેમ પ્રિષા ... તું કેમ નથી માનતી ..? "

" ના.. મારે નથી આવવું... અને આ મારું ફાઈનલ ડીસિઝન છે... "

" પ્લીઝ યાર ... આવી જા ને અહીં ... "

" કેમ ? "

ધ્રુવ તો બોલવા ઈચ્છે છે કે because I need you ... પણ એ નથી કહી શકતો.

" તારા કરિયર માટે ... "

" ના ... મારે નથી આવવું... "

" ok then.... as your wish.... bye... take care of yourself ... "

" ok bye ... "

ધ્રુવ ખુબ જ ઉદાસ થઈ જાય છે ... તો આ તરફ પ્રિષા ને પણ થોડું ખરાબ લાગે છે કે એણે ધ્રુવ ને નિરાશ કર્યો , થોડા સમય માટે તો થોડા સમય માટે પણ કર્યો તો છે... ભલે પણ કંઈ વાંધો નહીં ... એ એને સરપ્રાઇઝ આપવા માટે જ તો નથી કહી રહી...


to be continued.....

ધ્રુવ ને પ્રિષાની જરૂર કેમ છે ? એ પ્રિષાને લવ કરે છે એ માટે કે કોઈ બીજું જ કારણ ? ધ્રુવ પ્રિષાને આટલું ફોર્સ કેમ કરી રહ્યો હતો ?

તમારા વિચારો જણાવો ...

? thanks for the reading ?

- Dhruv Patel