Right books and stories free download online pdf in Gujarati

હક ....??

આશિષ ભાઈ ધૂવા પુવા થતા બેઠાં હતાં, અને તેમની પત્ની સંધ્યા બહેન ને કહી રહ્યા હતાં આ જોયું, જોયું આજ ના સંતાનો માતા પિતા ની મર્યાદા ની તેમની ઈજ્જત ની કાંઈ જ પડી નથી કેવું સામે ને સામે કાતર ચાલે તેમ સામે ને સામે સીધે સીધા આવી જાય, અને પાછા જૂઠું પણ કેવું બોલે!! આહા.. હા..હા...!!!ચીપી ચીપી ને એવું જૂઠું બોલે કે સત્ય તોબા પોકારી જાય અને બસ જોર જોર થી આ જ વાતો બોલી રહ્યાં હતાં સંધ્યા બહેન એમને શાંત પાડી રહ્યાં હતાં .
વાત એમાં એવી બની હતી કે તેમના સંતાનો રિદ્ધિ અને આકાશ બંને એમને એવું લાગતું હતું તેમનાં સામે આવે છે એમાં રિદ્ધિ 20 વર્ષ ની ને આકાશ 17.માંડ હાલ આકાશે તો કોલેજ શરૂ જ કરી હતી, અને સમયગાળા ની દીવાલ ની અડફેટમાં આ સંતાનો અને પિતા નો સબંધ આવી ગયો હતો, આશિષ ને મોબાઈલ પર કોલ કરી ને બોલાવે તો પણ કાંઈ બહાનું કરી ને નજીક હોય તો પણ ઘરે કામ હોય તો પણ ના આવે માંડ રાત્રે આવે , હવે રિદ્ધિ ને પણ તેના મિત્રો સાથે તેમની બર્થડે પાર્ટી માં બહાર જવું હોય પીકનીક કરવા જવું હોય , અને ક્યારેક મોડા ઉઠવું હોય બંને ભાઈબહેન ને અને પપ્પા બોલે એટલે એવું અવળું બોલે કે બંને ને અપશબ્દો પણ ના બોલવાના બોલી દે , અને બંને ભાઈ બહેન એકબીજા સાથે હોય ને સામા પક્ષે સંધ્યા બહેન અને આશિષ ભાઈ. જાણે ઘર ,ઘર ના રહેતાં યુદ્ધ નું મેદાન બની જાય .બધા એકબીજા સામે મોઠું ચડાવે અને આ હવે દિવસે ને દિવસે વધી રહ્યું હતું.
આ બધાં ના એક મુક સાક્ષી એટલે નર્મદા બા. આશિષ ભાઈ ના માતા , ઘણી કોશિશ કરે સમજાવા ની બાળકો ને અને આશિષ ભાઈ ને અને સંધ્યા બહેન ને પણ તે બંને તો ક્યાં માને!!સામે છેડે રિદ્ધિ અને આકાશ બંને બા નું ખૂબ ધ્યાન રાખે, દાદી સમજાવે કે ઝઘડવાનું નહીં મોટા છે તો સાંભળી પણ લે અને દાદી ને ખોટું ના લાગે એમ ધીરે રહી ને પૂછી પણ લે,"હે દાદી, આ માતા પિતા બની ગયાં પછી એમને એટલા બધાં હક મળી જાય કે વાંક વગર પણ ગાળો ને ભાષણ આપી શકાય" દાદી પ્રેમ થી બંને ને સમજાવતાં કે જે બોલે છે તે તેમનાં સારા માટે જ છે ને બંને જણા નર્મદાબા ને વહાલ કરે રાખતાં.
આજે આકાશ સિગારેટ પીતો હતો!! બહાર તેના મિત્ર સાથે અને આશિષ ભાઈ જોઈ ગયાં હવે રસ્તા પર મિત્રો અને બીજા બધા ની સામે તો પુત્ર ને કહી શકાય નહીં અને આશીષ ભાઈ એ કોલ કર્યો તો ઉપાડી ને બોલે પપ્પા હું કોલેજ માં છું પછી વાત કરું ને કોલ કટ કરી નાખ્યો!! આખી વાત થી ધૂવાં પુંવા થતાં આશિષ ભાઈ આવ્યા અને બસ તમે આગળ જોયું એમ બોલવા લાગ્યાં.
આશિષ ભાઈ નો આટલો અવાજ સાંભળી ને નર્મદાબા બહાર આવ્યા એમણે બંને ને પૂછ્યું કે શું થયું છે કેમ આટલી બૂમો પડે છે! આશિષ ભાઈ તો લાગ્યા નર્મદાબા ને બોલવા ચડાવ હજુ માથે ચડાવ આવે તમારો રાજકુંવર અને રાજકુંવરી એટલે ચડાવો વધારે ચડાવો. નર્મદાબા તો પણ ધીરજ થી પૂછી રહ્યા શું કર્યું એણે?? આશીશભાઈ એ કહ્યું કે તે સિગારેટ પીતો હતો. આજે આવે એટલે વાત છે એ હરામખોર ની!!
નર્મદાબા વધારે કાંઈ નહીં એટલું જ બોલ્યા કેમ ??સિગારેટ પીવી એ ગુનો છે?? આશિષ ભાઈ નો પારો વધી ગયો અને બોલ્યાં તો શું સારી વાત છે?? નર્મદાબા એકદમ સ્થિર અને સ્પષ્ટ અવાજે બોલ્યાં એ તો મારા કરતાં તને વધારે ખબર! હું થોડી રોજ સિગારેટ પીવું છું એ તો તું રોજ પીવે છે!! બે પળ તો આશિષ ભાઈ શું બોલવું એ જ વિચારી રહ્યા સંધ્યા બહેન બોલ્યાં કે શું બોલો છો મમ્મી તમને કાઈ ભાન છે!? નર્મદાબા એ ફરી એ જ સ્પષ્ટ અવાજ માં કહ્યું ,"ભાન છે એટલે તો બોલું છું કેટલી વાર કહ્યું મેં તમને કે બાળકો સાથે તેમનાં મિત્ર બની રહો એમનાં પર જોહુકમ ના ચલાવો પણ તમેં ક્યારેય માન્યું છે! આશિષ ભાઈ નો અવાજ વધુ ઊંચો થઈ ગયો ,"માં તું કહેવા શું માંગે છે? અમે અમારા સંતાનો નું ખરાબ કર્યું? અમે હવે તે આવી ખરાબ આદતો પાડે અને અમે તેમને લાડ લડાવીએ!!!
"મેં ક્યાં કહ્યું લાડ લડાવો, તમારો હક છે એની ખોટી બાબત પર કહેવાનો પણ જો તું નાનો હતો ને ગૌતમ બુદ્ધ ની વાર્તા યાદ હોય તો , તે ગોળ ખાતાં હતા તો તેમણે તેમને ઉપદેશ ના આપ્યો પોતે બંધ કર્યો અને પછી ઉપદેશ આપ્યો , આ વાત તારા પર પણ એટલી જ લાગુ પડે છે "
" તો માં તું એવું બોલે છે કે આ મારા લીધે તો જે એ આખો આખો દિવસ મોબાઈલ માં નાખે છે વાંચતો નથી બહાર ભટક ભટક કરે છે રાત્રે મોડો આવે આ બધાં પર તમારું શું કહેવું છે"
" એ જ બેટા, જે આગળ કીધું પહેલાં પોતે ગોળ બંધ કરો પછી તેને કહેજો, તું નથી આવતો રાત ના ઘણી વાર 2-3 વાગે તારાં મિત્રો સાથે જાય ત્યારે, ખાવા ના સમયે પણ મોબાઈલ હોય તમારાં બધા ના હાથ માં એ પછી સંધ્યા હોય,રિદ્ધિ હોય કે તમે બાપ દીકરો મારી ટકોર સાંભળી ?! અને તું સાંભળી ને પણ પોતે મોબાઇલ માં અને તેમને બૂમો પાડશે કે મોબાઈલ મુકો,વાહ !! બેટા"
થોડી વાર આશીષ ભાઈ ઝંખવાણાં પડ્યા પણ તેમનો ક્ષોભ તેમને દેખાડવો નહોતો બાકી તેમનો ઈગો ઘસાય ને !!તેમણે આગળ ચાલુ કર્યું.
"હા, તો મેં ઘર માં કેટલી વાર કહ્યું કે કાંઈ પણ થાય ઘર માં સાચું બોલવાનું અમે તમને માફ કરી દઈશું પણ માત્ર ને માત્ર ખોટું જ ચલાવશે બધી વાત માં જૂઠું જ ચલાવશે તેનું શું કહીશ?"
"શીખવ્યું કોણે બેટા આ!! મોબાઈલ પર તારા ફોન આવે ને તું બોલે ઓહ, અમે તો સહકુટુંબ બહાર અહીં આવ્યા ને હું તો ઘરે નથી ઘર થી દુર અહીં છું ને આટલું કામ છે જ્યારે તેમાં થી કાંઈ જ સત્ય ના હોય!! અને રહી વાત તેમ છતાં સત્ય બોલવાની જ્યારે જ્યારે રિદ્ધિ કે આકાશે તને સત્ય કહ્યું ત્યારે ત્યારે તું કેટલું બોલ્યો છે તમને અરે, તમે બંને બસ ચાલુ જ પડી જાવ બસ સાંભળ્યાં વગર , સમજવાનું તો બહુ દૂર ની વાત છે અને પછી હવે અપેક્ષા રાખો છો કે તમારા સંતાન તમને સત્ય કહે !!!"
" માં, તું માત્ર ને માત્ર અમારાં જ વાંક નીકાળી રહી છે, જાણે અમે જ અમારાં સંતાનો ને બગાડ્યા છે અને તેમનાં કોઈ વાંક જ નથી એ દૂધ થી નાહેલ ને અમે!!! અમે કાઈ જ નહીં બધું અમે જ કર્યું એવુ કહેવા માંગે છે ??
" મેં એવું તો એક પણ વાર નથી કહ્યું કે તે બંને સાચા છે , પણ જ્યાં તમારી ફરજ આવતી હતી એક માતા પિતા તરીકે તેમને સમજવાની તેમને સમજાવવાની એ તમે ભૂલ્યા છો"
" માં , હમણાં સુધી હું એક મિત્ર બની ને રહેવાની કોશિશ કરતો હતો પણ કોઈ જ પરિણામ મળ્યું અને અમારા સમય માં વળી કોઈ ક્યાં ધ્યાન રાખતું હતું આટલું સંતાનો નું ,રાખ્યું હતું આટલું ધ્યાન તમે અમારું ?? અમારુ ભણવાનું ક્યાં પત્યું ને ક્યાં શું અમારું બાળપણ ગયું ને ક્યાં ટીનએજ ક્યાં કોઈ ને ખબર પડી???"
"બેટા, તમારા એ સમય માં કુટુંબ સંયુક્ત હતાં અને હાલ વિભક્ત. ત્યારે એક પરિવાર માં કાંઈ કેટલાય બાળક હોય કાકા ને ના બાપાના ને ખુદ ના સગા બધા ની વચ્ચે બાળક નું બાળપણ જતું રહે અને તેને સમજ આપવા વાળા બધા મોટા સામે હોય તેને શીખવવામાં આવતું કે શું ખરાબ છે ત્યારે મોબાઈલ નહોતાં ,ભલે દૂર રહેતાં લોકો દૂર લાગે પણ નજીક ના તો હંમેશા એકદમ નજીક જ રહેતાં ભલે હાલ દૂર ના લોકો નજીક આવ્યાં પણ તમે નજીક ના લોકો ને દૂર કરી દીધાં, ત્યારે એટલાં સ્નેહ હતાં પરસ્પર કે માં બાપ ધ્યાન ન રાખે ને તો પણ કાંઈ કેટલાય બેઠાં હોય બાળક નું ધ્યાન રાખવા વાળા, હાલ?? હાલ તમને પોતાને ગમે છે કોઈ ઘરે આવે તો ?? "
" સારું થયું માં યાદ કરાયું આપણા વખત ની એ સમય ની મર્યાદા!! સામે વડીલ ની બોલાતું નહીં અને અહીં!! અહીં કેટલી દલીલ કરે સામે ને સામે બોલે અમે આંખ માં આંખ મળાવી નહોતાં શકતાં ત્યાં આ આંખ માં આંખ નાખી ને આંખ લાલ કરી ને વાત કરે છે!! મર્યાદા તો આવડતી જ નથી"
બહુ જ સુંદર શબ્દો માં આ દલીલ પૂર્ણ કરી નર્મદાબા એ જ્યાં સામે આશિષભાઈ કાંઈ જ બોલી ના શક્યા ને તેમને ગળે વળગાડી દીધાં.
"ફરક અહીં છે બેટા, તારે તારા સંતાનો ને હાલ થી સમજદાર કરી દેવા છે હાલ થી એકદમ ગંભીર કરી દેવા છે તું એ કેમ ભૂલે છે તારી આ ગંભીરતા તને હતી તારી બાવીસી માં??તારું આ જ્ઞાન તને તારા અડતાલીસ માં આવ્યું છે ,અને સિગારેટ પીવી એક કુટેવ જ છે તું છોડ અને પછી સમજાવ આકાશ ને સમજશે જ ,અને સમજાવ રાડો બૂમો ના પાડીશ એના થી એનાં માં રહેલ બાળક સમજશે જ,અને હા,બોલે છે આજ ના સંતાનો સામે બોલે છે કદાચ તે આવે ને તું એને સિગારેટ માટે બોલે તો તે કદાચ તને એવું પણ કહેશે કે કેમ તમે નથી પીતા?? તારી પાસે એનો જવાબ નહીં હોય અને રહી વાત સામે ને સામે બોલવાની દલીલ કરવાની તો તું ખુદ ને જો અને તું ક્યારનો કોની સામે દલીલ કરે છે એ જો ક્યારનો તું રાડો તાણી ને બોલે છે હું શાંતિ થી બોલું છું ને !! "
આશિષ ભાઈ નર્મદાબા ના ગળે લાગી ગયા અને પોતાની ભૂલ ની માફી માંગી. થોડીવાર પછી આકાશ આવ્યો અને રિદ્ધિ બંને આવ્યાં તેમને બેસાડયા અને કહ્યું કર આજ થી હું સિગારેટ છોડું છું જરૂર જણાશે તો નિકોટેક્સ કે પછી ડોકટર ની મદદ લઈશું આકાશે પૂછયું કેમ આમ અચાનક "તો કે જોવો આ વીડિયોમાં અને એક વીડિયો હોય છે જેમાં સિગારેટ થી કેવી રીતે કેટલાં લોકો ને કેટલું નુકશાન પહોંચે છે અને કેટલું ઘાતકી છે તે બતાવ્યું હતું અને તેમણે કહ્યું હવે હું નહીં જ પીવું અને આકાશ બોલ્યો ભૂલ તો મારા થી પણ થઈ છે પપ્પા ની બાકી રહેલ સિગારેટ અને મિત્રો સાથે હું પણ પીવા લાગ્યો હતો હવે હું પણ પ્રોમિસ આપું છું હું પણ નહીં પીવું અને તેને લાગ્યું બોલતાં તો બોલાઈ ગયું હવે.....!!
આશીષ ભાઈ એ આકાશ ને ગળે લગાવ્યો અને કહ્યું બેટા શાબાશ...તું સાચું બોલ્યો મને ગર્વ છે તારા પર. અને બધા એકબીજા ને ભેટી પડયા અને ત્યાર થી ઘર માં એક નવો નિયમ આવ્યો કે જમવાના સમયે મોબાઈલ એક બાજુ હશે અને પૂરો પરિવાર જોડે બેસી ને જમશે અને નર્મદાબા પોતાના હર્ષ ના આંસુ સંકેલતા સંકેલતા પોતાના દિલ ના કટકા સમાં પોતાનાં વ્યાજ અને મૂડી ને ખુશ ખુશ સાથે આટલાં સમય પછી જોઈ રહ્યાં...


બીજા રસપ્રદ વિકલ્પો