menstrual books and stories free download online pdf in Gujarati

માસિક

રાહી તેના રૂમ માં આરામ કરી રહી હતી ,આજે તો તેણે જોબ પર પણ રજા જ રાખી હતી ,એરકંડીશન વાળો રૂમ હોવાં છતાં તેને ઉંઘ નહોતી આવી રહી,તેનું મગજ અત્યારે વિચારો મુક્ત થવા જ નહોતું માગતું અને તેને વિચારયુક્ત કરી રહી હતી અમુક વાતો ......
વાત એમ હતી કે થોડાં સમય પહેલાં તેને રજા હોવાથી તે તેની બાળપણ ની સખી સત્યા ને મળવા પહોંચી હતી, રાહી અને સત્યા નાનપણથી જોડે જ રહ્યાં હતાં અને કોલેજ પણ સાથે જ પરંતુ રાહી એ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું જ્યારે સત્યા ના લગ્ન થઈ ગયાં અને પછી રાહી ને પણ એક સારી કલાસ 2 ની સરકારી જોબ મળી અને તે ત્યાં થી દૂર થઈ ગઈ અને તેનાં પણ લગ્ન થઈ ગયાં, અને અત્યારે બંને એક જ શહેરમાં હોવાં છતાં સરખી રીતે મળી નહોતાં શકતાં તો આજે રાહી તેની મિત્ર ને સરપ્રાઇઝ આપવા તેનાં ઘરે પહોંચી ગઈ. પણ આજ તો તેના દુઃખ નું કારણ બની ગયું.
સત્યા તેના ઘર ના એક નાનકડા સાંકડા એવા રૂમ માં હતી જ્યાં એક નાનો ખાટલો હતો ,નાનકડી માટલી અને ગ્લાસ તથા થાળી. બે-ત્રણ જોડી કપડાં કદાચ પડ્યા હશે.. સત્યા ની આવી હાલત જોઈ ને ઘણી જ નવાઈ લાગી કે આ વ્યક્તિ જે આટલી સારી કોલેજ માં અને સારું શિક્ષણ પામેલી યુવતી કે જ્યાં અત્યારે કોઈ ઘર ના કામકરનાર વ્યક્તિ પણ રહેવું પસંદ ન કરે તેવા રૂમ માં ....!!જ્યારે રાહી એ વાત જાણી કે સત્યા કેમ ત્યાં ત્યારે એ વધારે આઘાત પમાડી રહ્યું રાહી ને..
રાહી ને સત્યા એ જણાવ્યું કે તેના સાસરી વાળા ઘણા જ રુઠીચુસ્ત છે, સત્યા માસિકધર્મ માં હતી અને તેમનાં મુતાબીક આ સાત -પાંચ દિવસ સ્ત્રી અપવિત્ર હોય છે તેથી તેને આ ઘર ના બીજા રૂમ માં કે રસોડામાં પગ મુકવો નહીં અને કોઈ બીજા વાસણ ને અડકવું નહીં માત્ર તેને આપેલી વસ્તુ નો ઉપયોગ કરવો...!!!!રાહી દિગ્મૂઢ બની ને સાંભળી રહી કે આજ ની 21 મી સદી માં જ્યાં આટલાં બધાં કાર્યક્રમો થઈ રહ્યાં હોય દેશ માં અને ભણેલાં ગણેલા વ્યક્તિ આવું કરે!!! એવું જરા પણ નહોતું કે તેના સાસરિયાં ભણેલાં નહોતાં તેઓ ભણેલા જ હતાં અને નોકરી પણ કરતાં હતાં એના સાસુ પણ સરકારી જોબ જ કરતાં હતાં અને આવી વાત સાંભળી ને રાહી ને ખરેખર ઝટકો લાગ્યો કે આટલાં શિક્ષિત થઈ ને આવું વર્તન ...?? સત્યા કહી રહી કે આમાં શું હવે યાર આ લોકો માને છે તો કરી લેવાનું બીજું શું!!બાકી 7 દિવસ છોડી કોઈ નખરાં તો ના થાય...રાહી પૂછી રહી કે તો શું એ સમયે કોઈ પ્રસંગ હોય તો??? સત્યા એ મુખ પર દુઃખ ની લકીર ના આવવા દઇ ને સસ્મિત કહ્યું કે કાંઈ નહીં યાર તયારે આપણે નહીં જવાનું પણ તેની આંખો જુઠું ના બોલી શકી અને ભરાઈ આવી...રાહી એ સત્યા ને જોર થી પોતાની બાહો માં જકડી લીધી અને સત્યા રડી પડી,અને રાહી ની આંખો માં પણ ઝળઝળિયા આવી ગયાં....
થોડી વાર શાંત થયાં પછી બીજી બધી વાતો કરી અને રાહી એ પૂછ્યું કે શું હું આ વિશે તારા સાસુ સાથે વાત કરું પણ તેણે ઘસી ને ના પાડી કે ના નહીંતર ઘર માં બહુ જ મોટું મહાભારત થશે ના અને થોડી વાર પછી બંને એ અને ઘણી જૂની જૂની વાતો યાદ કરી અને રાહી એ સત્યા ને હસાવી અને ત્યાં થી ઘરે પાછી આવી...
અને થોડાં દિવસ પોતાનાં મન માં જ આ વાત રાખી ને વિચારી રહી હતી બસ આવી ને તે પોતાનાં રૂમ માં આ જ વિચારી રહી હતી આજે પણ કે શું આ દિવસ માં અમે આટલાં અપવિત્ર હોઈએ છીએ??અને તેને પોતાનાં દિવસો યાદ આવી ગયાં જ્યારે તે પિયર માં હતી પોતાના સિવાય તેને એક ભાઈ સચિન , જ્યારે તે માસિકધર્મ માં થતી ત્યારે તેને ઘણું જ દુઃખતું ના સહન કરી શકે તે તેટલું તેને પેઠા માં અને કમર માં દુઃખતું તથા ઘણી વાર તેને પહેલાં બીજા દિવસે આખા શરીરમાં ઘણું જ દર્દ થતું પરંતુ તેના મમ્મી તેને ક્યાં કોઇ આરામ જ કરવા દેતાં એવું જ કહી ને તેને ઉભી કરી દેતાં કે સ્ત્રી ની જાત ને વળી આ શું! આ તને નવાઈ નું થાય છે!? અમને પણ થાય જ છે અમને તો કંઈ નથી દુઃખતું તને વળી શેનાં નખરાં સુઝે છે અને તેને ઉભી કરી કામ કરાવતાં ,અને પોતે એટલાં બધાં રક્તસ્ત્રાવ સાથે અને દર્દ સાથે કામ કરતી ઘણી વાર તે રડી પણ જતી એટલું દર્દ થતું....અને આ યાદ આવતાં જ રાહી ની આંખો ભરાઈ આવી અને એક-એક બુંદ નીકળી રહ્યાં બહાર...!!
રાહી અને રાહુલ તેના પતિ બંને પહેલાં મિત્ર બન્યા હતાં અને પછી જ્યારે તેમની સગાઈ પછી બે-ત્રણ વાર ફરી તેની આવી જ હાલત થતી ત્યારે રાહુલ એ રાહી ને પૂછી લીધું કે ,"have you in your periouds??" અને રાહી એ કહ્યું ,"yes, I'm" અને તે પછી રાહુલે તેને તેની સમસ્યા વિશે પૂછ્યું હતું અને રાહી એ બધી જ વાત કહી તે સમય પછી હંમેશા રાહુલ તે દિવસો માં તેનું હંમેશા ધ્યાન રાખતો તે સમયે તે રાહી ને એટલું જ સમજતો કે તે સમયે તેનાં હાર્મોનસ માં ફેરફાર આવતો હોવાથી તેને કદાચ નાની નાની વાતો અકળાવે કે પછી તે ગુસ્સો કરે તે હંમેશા તે સમયે થોડી વધારે જ સંભાળ રાખતો, અને તેને 1-2 દિવસ નહોતો જ જવા દેતો ઓફીસ. અને તે સિલસિલો તેમનાં લગ્ન પછી પણ હજુ જળવાયો છે અને રાહી ને હોંઠ પર એક મુસ્કાન આવી ગઈ, કે કાશ જો આવું બધા જ પુરુષ સમજે તો કોઈ સ્ત્રી ને વધારે સહેવું જ ન પડે....
રાહુલ હંમેશા કહેતો કે ,"if soldiers bleed for the nation then,woman bleed for the formation,
if one save the world then other create the world"
અને અચાનક રાહી ને લગ્ન ના 3-4 દિવસ પછી ની જ એક ઘટના યાદ આવી તેના સાસુ રાશિ બહેન ઘર ના કચરા-પોતા કરતા હતાં , રાહી એ આવી ને તેમને પૂછ્યું, " મમ્મી કેમ તમે?? કાન્તા બહેન ક્યાં ગયાં?? " રાશી બહેન એ કહ્યું ,"અરે બેટા આજે અને કાલે તે નહીં આવે "
"આજે કેમ નથી આવવાના શું થયું એમને,મમ્મી" રાહી
"અરે, બેટા તેનો આજે અને કાલે પહેલો અને બીજો દિવસ છે અને તેને ત્યારે ઘણો પ્રૉબ્લેમ હોય છે તો બસ તેને મહિના ની આ બે એક્સ્ટ્રા રજા હોય છે" રાશી બહેન વાત પૂરી કરી રહ્યાં
રાહી ને ઘણું જ આશ્ચર્ય થયું કે તેનાં સાસુ આવી વાત સમજે છે અને તે પણ તેમના ઘરે કામ કરવા આવતાં બહેન ની!! અને રાશી બહેન ના હાથમાં થી રાહી એ કામ લઈ લીધું અને કહ્યું વાહ ,મમ્મી જોરદાર ને તમે તો બહું જ સારા છો એકદમ મસ્ત અને એક આલિગન આપી દીધું
,"અરે બેટા એમાં ક્યાં મસ્ત નો સવાલ જ છે આપણે જ જો આ વાત ન સમજી શકીએ તો કોણ સમજી શકે" રાહી ખુદ ને ઘણી જ નસીબદાર માનતી હતી કે તેનાં સાસુ આટલાં સારાં છે અને તે વધારે ભણેલાં ના હતાં છતાં બધી જ વાતો બહુ જ સારી રીતે સમજતાં તેનું હંમેશા રાહી ને આશ્ચર્ય રહેતું અને તે તેની મમ્મી થી પણ વધારે તેના રાશિ મમ્મી ની નજીક હતી. અને અચાનક તેના મગજ માં જાણે લાઈટ થઈ...તે તરત દોડી ને રાશી બહેન પાસે ગઈ.
રાશી બહેન ને સત્યા ની બધી જ વાત કરી અને રાશી બહેને કહ્યું સારું ચાલ આપણે કાલે બંને જઈશું સત્યા ના ત્યાં. બીજા દિવસે રાશી બહેન સત્યા ની સાસુ સાથે બેઠાં હતાં અને સત્યા ના પણ દિવસ પતી ગયાં હતાં તો તે પણ હવે બહાર જ હતી , રાશી બહેને સત્યા ના સાસુ સાથે વાત કરતાં હતાં અને પછી ધીરે થી કહ્યું કે આપણાં વખતે તો કેવું હતું ખબર છે ને આપણે સ્ત્રી જાત ને બધું કેટલું કામ હતું , આ વખતે આપણાં પૂર્વજો એ બહુ સારી વસ્તુ નીકાળી હતી કે સ્ત્રી તેમના આ સમયમાં અલગ રહી શકે અને માત્ર પોતાનાં કામ કરે બીજાં ના નહીં અને તેમને થોડો આરામ મળી રહે , અને આ જ વાત હતી આ પ્રથા પાછળ અને આજે આપણી પાસે ઘણાં સારા ઉપાય છે અને હવે આપણે સારું શિક્ષણ પણ મેળવતાં થયાં છીએ તો અમુક કૂપ્રથા ને આગળ ના વધારવા માં પણ આપણી જ ભલાઈ છે ને અને બહુ જ શાંતિ થી બધી જ વાતો સમજાવી અને કહ્યું કે તમે પણ સમજો જ છો આ દિવસ માં આપણે અપવિત્ર કેવી રીતે હોઈ શકીએ આના થી જ તો એક જીવ ને જીવન મળે છે , જો આ અપવિત્ર જ હોય તો, તો પછી દુનિયામાં કોઈ પવિત્ર રહ્યું જ નહીં ને!! શું કહેવું તમારું!?, હા એ અલગ વાત છે કે તમે મંદિર માં ના જાવ એ તમારી આસ્થા નો વિષય છે હું બિલકુલ નથી માનતી આ વાત પણ લોકો માને છે અને જે માને તેને પુછતાં સચોટ કારણ તો કોઈ નથી આપતા પરંતુ આસ્થાનું માન જાળવી હું તે સમયે મંદિર માં નથી જતી આજે બધાં જ ક્ષેત્રમાં સ્ત્રી આટલી આગળ હોય ને આપણે તેમને કેમનાં રોકી શકીએ અને તે પણ એક સ્ત્રી થઈ ને , આવી માન્યતાઓ ને વળગી રહેવા માત્ર!!...સત્યા ની સાસુએ પણ આ બધી વાત સ્વીકારી અને માન્યું કે હા તે સમયે સ્ત્રી ને અપવિત્ર ગણવી ખોટી વાત છે , પરંતુ સાથે તેને આરામ આપવો પણ એટલો જ જરુરી,તે ઓરડાં ને ખાલી કરવા કહ્યું, કે આજ પછી ત્યાં કોઈ તેમનાં તે દિવસો માં ત્યાં નહીં રહે કુપ્રથા ને જે દૂર કરે તે જ સાચો શિક્ષિત. બાકી જે ગાડરિયા પ્રવાહ માં આવી ને કોઈ કારણ જાણ્યાં વગર કરે તે ગમે તેટલો જ્ઞાની જ કેમ ના રહ્યો કહેવાય તે અભણ જ .અને જે સમજતું હોય તે ભણેલું ના હોવા છતાં જ્ઞાની છે.
રાહી અને સત્યા ખુશ હતાં અને રાહી કાઇ વધારે આટલા સારા સાસુ મળવાથી....

તમે પણ આ દિવસો ને સમજો અને હવે તો આ વાત ભણવામાં પણ આવે છે કે સ્ત્રી અને પુરૂષ આનું બેઝિક જ્ઞાન તો લે જ અને તેને સમજે આથી ધોરણ 8,9 અને 10 માં જ આ વિશે માહિતી આપી હોય છે તો બધાં જ પુરુષો ને સમજવું જરૂરી છે કે તે દિવસો માં તમારા સાથી ને આરામ આપો અને બધી જ મહિલાઓ ને કે પોતાની દીકરી, માતા અને બીજી મહિલાઓ ને સમજે ....વિદેશમાં અને હવે તો આપણા દેશમાં પણ અમુક કંપની માં 1st day પર તમને તેઓ સામે થી રજા આપે છે, અને તેની સેલેરી પણ કટ નથી થતી , સ્ત્રી આપણી હંમેશા જરૂરીયાત પુરી કરતી હોય તો આપણે માત્ર 2 દિવસ તેની મદદ કરીશું તો .....!!!! ઘણો બદલાવ આવશે સમાજ માં .....

બીજા રસપ્રદ વિકલ્પો