રાજ રમત Pritesh Hirpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રાજ રમત

રાજરમત

સંદીપ કુતુહલવશ ટોળું હતું ત્યાં ગયો. અચાનક બધા લોકો ભાગવા લાગ્યા. બે ખાખી વરદી ધારી દોડતા દોડતા તેની તરફ જ આવતા હતા. ભોળા સંદીપને શુ કરવું તેની ગતાગમ ના પડી. એ ત્યાને ત્યાંજ ઉભો રહ્યો. હવે નજીક આવતા સંદીપની ખબર પડી કે પેલા બંને પોલીસ કોન્સ્ટેબલ હતા. સંદીપ કઈ કહેવા જાય તેની પહેલા જ પોલીસનો ડંડો સીધો તેના પગમાં સાથલના નીચેના ભાગ પર વાગ્યો. હાઈટ બોડીમાં દેખાવે મજબૂત પણ અંદરથી નબળા એવા સંદીપને ડંડો વાગતા જ તેનાથી જોરથી રાડ પડાઈ ગઈ અને એજ સાથે સંદીપની આંખ ખુલી ગઈ . તેની બાજુમાં સુતેલા તેના મમ્મી પણ ઉઠી ગયા.
"શુ બેટા કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું કે શું ?"
મમ્મી એ સંદીપના મો પરના અકળામણના ભાવ જોઈ ને ચિંતાથી પૂછ્યું.
"ના મમ્મી આ તો ખાલી બસ થોડુંક , જવા દે ને આ વાત કઇ જ નથી એમ કરીને સંદીપ પાછો સુઈ ગયો. સવારે નાહી ધોઈને સંદીપ પેપર વાંચવા બેઠો પણ ત્યાંજ અચાનક એક મિત્રનો ફોન આવ્યો, મિત્રને આજે ઓફિસ સાથે લઈને જવાનું હોવાથી સંદીપ વહેલો બાઇક લઈને નીકળ્યો અને પેટ્રોલ પંપે જઈને અટક્યો.

"210 નું પેટ્રોલ પુરજે ભાઈ "
સંદીપે પેટ્રોલ પમ્પના મીટર પર નજર કરી અને ભાવ જોઈને આશ્ચયમાં રહી ગયો. ભાવ 80 રૂપિયા હતો.
સંદીપ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો " આ પેટ્રોલનો ભાવ ખરું કહેવાય, તોય કોઈ કઈ નથી કરતું. "

પછી પેટ્રોલ પુરાવીને સંદીપ તેના મિત્રને રિસીવ કરવા ગયો અને ત્યાંથી તેને લઈને ઓફિસ ગયો.

બપોરે લંચ વખતે આજે પેટ્રોલ પર જ ચર્ચા થઈ.
" આ પેટ્રોલના ભાવ તો હદ કરે છે. આમા સહુથી વધારે મરો તો મધ્યમ વર્ગનો જ છે. "

"હા સાચી વાત અને કોઈ વિરોધ પણ નથી કરતું. અથવા બસ સહન જ કરવુ છે. આવી રીતે તે કઈ જીવાય ? દરેક વસ્તુમાં સહન કરવાનું આવે છે. ના કોઈની સલામતી છે , ના કોઈને કોઈની પરવા. દરેક જગ્યાએ આવું છે. દર બે દિવસે છાપામાં બળાત્કારના કિસ્સા છપાય છે. કોઈક બેંકનું કરીને વિદેશ ભાગી જાય છે. દર વખતે નેતાઓના નવા નવા કૌભાંડો બહાર આવે છે. સરકાર કોઈ પણ હોય પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલા થયા કરે અને આપણા તરફથી નેતાઓ એક જ વસ્તુ કહે પાડોશી દેશનું આ કામ વખોડવા લાયક છે. અમે આને સહન નહીં કરી લઈએ. હમણાં ચોમાસુ આવશે એટલે આ અમદાવાદ ભુવાઓનું શહેર બની જશે. ક્યાં સુધી આમ ને આમ સહન કરીએ ?"

સંદીપનો એક બીજો મિત્ર બોલ્યો " મેં હમણાં થોડાક દિવસો પહેલા એક કિસ્સો સાંભળ્યો હતો કે એક દેશમાં પેટ્રોલનો ભાવ વધ્યો તો તે દેશના બધા નાગરિકો રસ્તા પર વાહનો પાર્ક કરીને જતા રહ્યા અને બીજે જ દિવસે ત્યાંની સરકારે પેટ્રોલનો ભાવ ઘટાડી નાખ્યો. "

"આઇડીયા સારો છે પણ કાશ આપણા દેશમા પણ આવું થતું હોત. આપણા દેશના વિરોધ પક્ષને વિરોધ કરતા જ નથી આવડતું. રસ્તા પર દૂધ ધોળવું એ શું વિરોધની રીત છે ?
સંદીપે પોતાના મનનો બળાપો કાઢ્યો.

આમને આમ જમવાની સાથે ચર્ચા ચાલતી રહી. રાતે સંદીપના મગજમાં બસ બપોરે થયેલી વાતચીત જ ચાલતી હતી.

"ક્યાં સુધી આમ સહન કરશુ. કૈક તો કરવું જ પડશે.

અચાનક સંદીપની આંખોમાં ચમક આવે છે. એ તરત જ એફબીમાં એક પેજ બનાવે છે

"ક્રિએટિવ સોલ્યુશન ઓફ પ્રોબ્લમ"

પછી અબાઉટમાં લખ્યું "ચાલો આપણ ભેગા મળીને આપણને નડતી સમસ્યાઓનો રચનાત્મક વિરોધ કરીને અને તેનો ઉકેલ લાવીએ"

પછી તેમાં પહેલો પોઇન્ટ એડ કર્યો

"પેટ્રોલના ભાવ વધારાનો રચનાત્મક વિરોધ "," બસ આ પેજની અપડેટ જોતા રહેજો. "
સંદીપના એફબી અકાઉન્ટમાં તેની ફ્રેન્ડ ફોલોવિંગ સારી હતી એટલે તેના પેજને બહુ જલ્દી સારી એવી લાઈક મળી.

આમ ને આમ દિવસો વીતવા લાગ્યા અને સંદીપના પેજ સાથે લોકો જોડાતા રહ્યા અને એક દિવસ સંદીપે બધા લોકોને મળવા બોલાવ્યા ત્યારે 500 માંથી માંડ 20 લોકો આવવા તૈયાર થયા. સંદીપનું મન થોડુંક ડગી ગયું. પણ સંદીપે પાછી પાની ના કરી.

અઠવાડિયા પછી સંદીપે બધાને મળવા માટે રિવરફ્રન્ટ ગાર્ડન બોલાવ્યા. જ્યારે બધા ભેગા થયા ત્યારે ખબર પડી કે પંદર લોકો જ આવ્યા છે. પ્રથમ તો સંદીપે વિસ્તારથી પેટ્રોલના વધતા ભાવની સમસ્યા પર ચર્ચા કરી. સંદીપ સ્કૂલ ટાઇમથી જ સારો વક્તા હતો. તેનેે પોતાની વાત સમજાવતા આવડતું હતું .તેણે મુદ્દા રજુ કર્યા.

"બધા જોડે વાહન હોય એ જરૂરી નથી પણ પેટ્રોલના વધતા ભાવની અસર ટ્રાવેલિંગ અને ટ્રાન્સપોર્ટ ઉપર તો પડે જ છે. જેનાથી ટ્રાવેલિંગ અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થાય છે.

આંતરાષ્ટ્રીય લેવલે ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી સરકાર પેટ્રોલનો ભાવ વધારે છે. અને સરકાર જે પેટ્રોલ પર ટેક્સ લગાડે છે તેનાથી જેમ ભાવ વધે તેમ ટેક્સ પણ વધે સરવાળે તો આ વધારાનો માર પ્રજા પર જ પડે છે ને ?

વચ્ચે વોટશપ્પ પર એક મેસેજ હતો કે હું અમુક જૂની વસ્તુઓ ફેંદતો હતો ત્યારે મને પાંચ વરસ પહેલાનું પેટ્રોલનું બિલ મળ્યું જેમાં 82 રૂપિયા ભાવ હતો અને ત્યારે જુ.ડી.એ. ની સરકાર હતી. આવા મેસેજ બનાવીને વોટસપ્પમાં ફરતા કરીને વી.જે.તી સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. આમ કરીને તે ભારતની ભોળી અને કાયમ ઊંઘતી પ્રજાને ભરમાવે છે. "

આવા અનેક મુદ્દા સંદીપે રજુ કર્યા. અને પછી ચાર વર્ષ પહેલાં અમદાવાદમાં એ.એમ.ટી.એસ ના રૂટ બદલવાના મ્યુનિ . કોર્પોરેશનના મનસ્વી નિર્ણયનો વિરોધ કરવા માટે અમદાવાદની પ્રજા રસ્તા પર ઉતરી આવી હતી અને કોર્પોરેશનને પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો તે ઉદાહરણ આપી જનતા ચાહે તો શુ કરી શકે તે બતાવ્યું.

હવે સંદીપે પોતાનો આઈડિયા હાજર વક્તિઓ સામે મુક્યો. હજાર વ્યક્તિમાંથી ઘણા લોકોએ મજાક ઉડાવી તો કેટલાક લોકોએ તેને શેખચિલ્લી જેવો વિચાર કહ્યો. ખાલી ત્રણ વ્યક્તિ સંદીપ સાથે સહમત હતા. સંદીપે આવતા સોમવારે આ આઈડિયાને અમલમાં મૂકવા માટે નક્કી કર્યો.

સંદીપ આ આઇડિયા સફળ બને તેના માટે શું કરવું એ સતત વિચારતો રહેતો. પણ કોઈ તેને સાથ આપવા તૈયાર નહોતું. છેવટે આ મથામણમાં સોમવાર પણ આવી ગયો.

સવારના સાડા આંઠ નો સમય થયો હતા. બધા નોકરિયાતો મોટેભાગે આજ સમયે ઓફિસે જતા હોય છે. ઉનાળાની ઋતુ હતી. સવારમાં તડકાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ હતી. અત્યારે મીડીયમ ટ્રાફિક હતો. ટુવિહલરની સાથે ફોરવિહલરની વધુ સંખ્યા અને રિક્ષાવાળાની આડેધડ રીક્ષા ચલાવવાની રીતના લીધે ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં દિવસે ને દિવસે વધી રહી છે. એક સમયનું નિરાંત વાળું શહેર અમદાવાદ પણ હવે અત્યારના ઝડપી યુગની સાથે તાલ મિલાવવા માટે ઝડપી બની ગયું છે. રસ્તા પર નીકળતા વાહન ચાલકોની વાહન ચલાવવાની રીતમાં જલ્દી પહોંચવાની ઉતાવળ સ્પષ્ટ દેખાતી હતી. અત્યારે સંદીપ અને બીજા ત્રણ મળીને કુલ ચાર જણા હતા. સંદીપે વિરોધ માટે આસ્ટોડિયા વિસ્તાર પસંદ કર્યો કેમ કે ત્યાં વાહનોની અવર જવર વધારે હોય છે. ચારે વ્યક્તિ જોડે વિહિકલ હતાં. તેમણે પોતાના ગળે એક બોર્ડ લટકાવ્યું . તેમાં લખેલું હતું.

"પેટ્રોલના ભાવમાં હવે તો રાહત આપો,
આ ક્રિકેટનું મેદાન છે શુ ?
પેટ્રોલનો ભાવ તો હવે સદીની નજીક છે "

પછી તેઓ ચારે જણા બાઇકને હાથેથી દોરીને રસ્તા પર લઈ જવા લાગ્યા. ઘણા લોકોને આ દ્રશ્યમાં કૈતુક દેખાણું. રસ્તા પર નીકળતા લોકો બસ એક નજર કરીને નીકળી જતા તો અમુક લોકો આમનો ફોટો પડતા,તો કોઈક વળી વિડીયો ઉતારીને આને ફેસબૂક પર મુકતા હતા. સંદીપના એક મિત્રએ પણ પ્રચાર કરવાના ઉદ્દેશ્યથી સંદીપ અને તેના ગ્રુપનો ફોટો પડ્યો અને વિડીયો ઉતાર્યો. સંદીપ અને તેના મિત્રોનો આ કાફલો છેક લાલ દરવાજા જઈને અટક્યો. લોકોનો પ્રતિસાદ નહિવત હતો. આગળના કાર્યક્રમનું પછી મળીને નક્કી કરશુ એમ ચર્ચા કરીને બધા છૂટ્યા પડ્યા. બીજા દિવસે ગુજરાતના ફેમસ ન્યુઝ પેપર "સચોટ સમાચાર"માં "પેટ્રોલના ભાવનો અનોખો વિરોધ " ના હેડિંગ હેઠળ સંદીપ અને તેના ત્રણ મિત્રોનો એક નાનકડો ફોટો હતો. સંદીપે પોતાના બનાવેલા પેજ પર ફોટો અને વિડીયો મુક્યા. બીજા અમુક વ્યક્તિએ પણ સંદીપના ગ્રુપનો ફોટો શેર કર્યો હતો. જ્યારે એક આરજે સુનીલને તો આ વિચાર એટલો ગમી ગયો કે તેણેે ટ્વીટર પર રીતસરનો એક ટ્રેન્ડ શરૂ કર્યો. જ્યારે અમુક લોકો તેના આ આઈડિયાની મજાક ઉડાવતા.
સંદીપના આઈડિયાને પ્રસિદ્ધિ મળવા લાગી . આવી રીતે તેણે ચાર વખત અલગ અલગ સ્થળે વિરોધ કર્યો. સંદીપના આ વિરોધને સારો એવો આવકાર મળ્યો. સરકારને પણ થોડી ચિંતા થઈ. પણ સંદીપની વિરોધ કરવાની રીત એવી હતી કે તેને કોઈ કઈ કરી શકે તેમ નહોતું.

સંદીપ હવે મોટું આયોજન કરવાનો વિચાર કરતો હતો. આમ પણ તે લોકોમાં પ્રિય થવા લાગ્યો હતો. બસ હવે મોકો હતો કે કંઈક મોટું કરે પણ આ તેના હાથની વાત નહોતી કેમ કે તેને આટલા મોટા પાયે આયોજન કરતા નહોતું આવડતું. અણીના સમયે તેનો એક સમયનો ખાસ મિત્ર જતીન (સંદીપની તેની સામે ખાસ કોઇ વાંધો નહોતો બસ તેણે સંદીપની ગર્લફ્રેન્ડને પોતાની બનાવી લીધી હતી. ) સામે આવ્યો. તે થોડા સમય પહેલા એક મેગેઝીનનો તંત્રી હતો. પણ તેણે તે પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.
આવા બધા કામમાં જતીન માસ્ટર હતો. તે સંદીપ સાથે બધું જૂનું ભૂલીને જોડાઈ ગયો. તે એક ટિમ બનાવવા લાગ્યો. બીજી બાજુ સંદીપના આ વિરોધ પર વી.જે.તી પક્ષના કાર્યાલયમાં ચર્ચા ચાલતી હતી.

વી.જે.તી પક્ષનું કાર્યાલય ખૂબ મોટું હતું. તેમાં બહારથી આવતા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા હતી. તે સિવાય એક અલાયદો કોન્ફરન્સ રૂમ હતો. કોન્ફરસનના સામ સામા છેડે બે વ્યક્તિ બેઠા હતા. અને આજુ બાજુ બીજા વ્યક્તિઓ બેઠા હતા જે પક્ષના મુખ્ય કાર્યકરો હતા. કોન્ફરન્સ રૂમના દરવાજા વાળા છેડે એક પિસ્તાલીસ વર્ષનો વ્યક્તિ હતો. તેની આંખોમાં સત્તાવાહી ભાવ હતો. તેનું નામ અનિલ પટેલ હતું. જ્યારે સામે છેડે જી.તે.જી પક્ષનો રાષ્ટ્રીય અધ્યક્ષ દિપક રાઠોડ હતો. જેનો દેખાવ થોડો ભયાનક હતો. તે ઘાટી દાઢી રાખતો હતો. આંખોમાં કપટી ભાવ હતો.
મુખ્યમંત્રી એ પોતાની વાત રજૂ કરી "ઉગતા જ આને ડામી દઈએ. ઘાવ જેમ સમય જશે તેમ વધુ ઊંડો થશે અને વધારે પીડા આપશે.
"પણ અત્યારે લોકોનો પ્રવાહ તેની જોડે છે. જો તેને અત્યારે કઇ કરીશું તો સુતેલા સિંહ જેવી પ્રજા જાગી જશે અને આપણને બધાને ફાડી ખાશે. "
જી.તે.જી પ્રમુખ દીપકે મુખ્યમંત્રીની વાત કાપતા કહ્યું.

"પણ આનું કૈક તો કરવું જ પડશે. મને તો લાગે છે કે વિરોધ પક્ષનો પણ આને સપોર્ટ છે " પક્ષના એક કાર્યકરે કૈક વિચારતા કહ્યું.

"ના સપોર્ટ નથી પણ ભવિષ્યમાં વિરોધ પક્ષનો સપોર્ટ જરૂર મળશે. " મુખ્યમંત્રીએ પોતાના ચહેરા પર રહસ્યમય ભાવ જગાડતા કહ્યું.

"એક કામ થઈ શકે. આ અત્યારે રાજકારણમાં નથી. તેને ગમે તેમ કરીને રાજકારણમાં લાવો. એ આમ પણ સીધો છે. નહીં ટકી શકે. કોઈક ભૂલ તો કરશે જ અને આપણે તેનો ફાયદો ઉઠાવશું. પણ અત્યારે તો બસ રાહ જુવો."

આમ કહીને દીપકે પોતાના પી.એ ને બોલાવીને તેને કાનમાં કૈક કહ્યું અને પેલો સમજી ગયો. તે બહાર જતો રહ્યો.
બીજી બાજુ હવે જતીને સહુ પ્રથમ તો સંદીપને તેના ગ્રુપનું નામ રાખવાનું કહ્યું એટલે સંદીપ પોતાના ગ્રુપનું નામ જાગૃત રાખ્યું. સંદીપ લેખક પણ હતો એટલે તેના ગુજરાતના દરેક સિટીમાં કોન્ટેક હતા. હવે સંદીપે પોતાનું નેટવર્ક બનાવવાનું ચાલુ કર્યું. જતીન આ નેટવર્કને મજબુત બનાવતો. એક મહિનો જતો રહ્યો. સંદીપે પોતાની નોકરી પણ છોડી દેવી પડી. પણ તેની જોડે કમાણીના અન્ય સ્ત્રોત હતા એટલે ખાસ કંઈ વાંધો ના આવ્યો. આમને આમ એક મહિનો થઈ ગયો. આખરે એ દિવસ આવી ગયો. આ વખતે અમદાવાદની સાથે આખા ગુજરાતમાં આ આંદોલન હતું. દિવસ પણ નક્કી થઈ ગયો. 2 ઓક્ટોમ્બર , ગાંધી જયંતીનો દિવસ હતો. પુરા ગુજરાતમાં આ દિવસે જાગૃત આંદોલન હતું. હિંસાની સંભાવના પણ હતી એટલે પુરો પોલિસ બંદોબસ્ત હતો. એ દિવસ એક રીતે તણાવભર્યો હતો. બધા ન્યુઝ ચેનલના પત્રકારો આ ઘટનાનું લાઈવ ફૂટેજ બતાવવા તૈયાર હતા. વિરોધ પક્ષના સપોર્ટની આવેલી ઓફર માટે સંદીપે પહેલા જ ના પાડી હતી એટલે બીજો કોઈ સપોર્ટ નહોતો બસ પ્રજાનો જ સપોર્ટ હતો.
અને જેની રાહ જોવાતી હતી તે જાગૃત આંદોલનની બરાબર આંઠ વાગ્યે શરૂઆત થઈ. શહેરમાં હજારોની માત્રામાં લોકો બાઇક સાથે ગળામાં બેનર લગાવી લોકો રસ્તા પર નીકળી પડ્યા હતા. આખા ગુજરાતમા જુદા જુદા શહેરો અને મોટા ગામોમાં આ આંદોલન ફેલાઈ ગયુ હતું. આંદોલનમાં લોકોની સ્વયંશિષ્ટ આંખે ઉડીને નજરે ચડતી હતી. આખો દિવસ આ આંદોલન ચર્ચામાં રહ્યું. ધાર્યા કરતા વધારે પ્રતિસાદ આ આંદોલનને મળ્યો હતો. ન્યુઝ ચેનલો પણ આજ મુદ્દો લઈને બેથી હતી.

હવે વિ.જે.તી. સરકાર પણ આની ઉપર ગંભીરતાથી વિચારી રહી હતી કે આનું શુ કરવું ? દિપક રાઠોડ મનોમન વિચારતો હતો કે શું કરવું ? " સેક્સ કેન્ડલ કે બીજું કાંઈ કરશુ તો એ તો હવે જૂનું થઈ ગયું છે. જનતા બધું સમજી જશે શુ કરવું ? અચાનક તેને એક વિચાર આવ્યો. તેણેે તરજ એક ફોન લગાડ્યો અને લાંબી વાતચીત ચાલી, લગભગ એક કલાક જેટલી.

અચાનક એક દિવસ જતીને અને સંદીપે એક વ્યક્તિ જોડે મિટિંગ કરી. એ ત્રણે વચ્ચે લગભગ ત્રણ કલાક વાતચીત ચાલી. એના બીજા જ દિવસે સંદીપે જાગૃત આંદોલનને વધારે ઉંચાઈએ પહોંચાડવા માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી. બધા આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચારેબાજુ હવે સંદીપના આ નિર્ણયની ચર્ચા થઈ રહી હતી. સંદીપની ટિમ હવે અલગ અલગ રાજ્યોમાં વિસ્તરવા લાગી હતી. તેનું બધું આયોજન જતીનના હાથમાં હતું.

આ આંદોલનને દિલ્લી લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું. તેના માટે સંદીપે જંતર મંતર મેદાન પર તેના ભાષણ માટે પરમિશન માંગી પણ પરમિશન મળી નહીં. આખરે એક બીજું મેદાન હતું ત્યાં આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું. સંદીપ હવે દેશમાં એટલો લોકપ્રિય થઈ ગયો હતો કે દેશના ન્યુઝ પેપરમાંથી નીકળીને વિદેશના ન્યુઝ પેપરમાં તેની નોંધ લેવાતી હતી. ત્યાં તેની એક યંગ ક્રિએટર પોલિટીશિયન તરીકે ભારોભાર પ્રશંસા થતી હતી. દિલ્લીમાં તેના કીધા વગર તે એક મેદાન પર વ્યવસ્થા થઈ ગઈ હતી. બે દિવસ આમને આમ વીતી ગયા.

સંદીપ તેને મળતો જનતાનો પ્રેમ જોઈને ખુબ જ હરખાતો હતો. બધે તેનો જોર શોરથી પ્રચાર થઈ રહ્યો હતો. બે દિવસ વીતી ગયા. દિલ્લીમાં એક મેદાન હતું જ્યાં બધી વ્યવસ્થા હતી. ખાસ્સી સંખ્યામાં લોકો સંદીપને મળવા માટે આવ્યા હતાં . સંદીપના આવતાની સાથે લોકોએ તેનું ઉત્સાહથી બેનરો અને જીંદાબાદના નારા સાથે સ્વાગત કર્યું. સંદીપે બધાનું અભિવાદન કર્યું અને બીજા રાજનેતાઓની શૈલીથી વિપરીત તેણે સીધું બોલવાનું ચાલુ કર્યું કે તરજ એક માણસ વચ્ચે સ્ટેજ બાજુ ઘસી આવ્યો. અને બધાને ઉદ્દેશીને ગુસ્સાથી કહેવા લાગ્યો,

"ભાઈઓ ઔર બહેનો , યે આદમી મક્કાર હૈ. મૈં ભી એક રાજનેતા હું. મેરી ઇસસે મહિને પહલે એક મિટિંગ હુઈ થી ઉસકી વો વિડિઓ કલીપ દેખીએ"

સંદીપ અચરજમાં હતો કે આ તો એજ વ્યક્તિ હતો કે જેની સાથે રાજકારણમાં આવવું કે નહીં તેની બાબતે ચર્ચા થઈ હતી એને તે વ્યક્તિજ જ તેને રાજકારણમાં આવવવાની સલાહ આપી હતી. સંદીપ જૂની વાતમાં ખોવાઈ ગયો. જ્યારે આ બાજુ પેલો માણસ મોબાઈલને પ્રોજેક્ટર સાથે જોડીને લોકોને મોબાઈલ કલીપ બતાવવા લાગ્યો તેમાં તેની અને સંદીપની વાતચીત હતી.

સંદીપ " દેખો મૈને યે આંદોલન હી પોલિટિક્સ કે લિયે શુરું કિયા હૈ. આજ કલ લોગ કિસકા ભલા સોચતે હૈ. પલીટીક્સ કા યહી ફંડ હૈ તુમ થોડા અચ્છા કરો ઔર આગે તો મલાઈ હી મલાઈ. તુમ મેરે અચ્છે કામ આ શકતે હો . મૈં વાદા કરતા હું કી મેરી પાર્ટી મૈં તુજે અચ્છા હોદ્દા દિલાઉગા. દેખના આગે કે ઇલેક્શન મૈં મેં હી સી. એમ બનુગા. અચાનક જ એક ચપ્પલ સંદીપના મોઢા પર વાગ્યું. બીજું કાંઈ વિચારે તે પહેલાં તો ભેગા થયેલા લોકોમાંથી અમુક લોકો પથ્થર મારો કરવા લાગ્યા. સંદીપ કઈ કહેવા જતો હતો પણ કોઈ સાંભળે તો ને. પોલીસની ફોર્સ તરત કામે લાગી ગઈ પણ ધાર્યા કરતાં વધારે લોકો આવ્યા હોવાથી પોલીસ માટે કામ કરવું કપરું થઈ પડ્યું. અને આમાં એટલી દોડધામ મચી ગઇ હતી કે દૂરથી તો જતીન અને સંદીપને ગોતવા મુશ્કેલ થઈ પડ્યા હતા. લોકોની દોડધામ સાથે સખત પવન ચાલુ થયો હતી જેના લીધે મેદાનમાં ચારેબાજુ રેતી ઊડતી હતી. સંદીપને શુ કરવું તે સમજાતું નહોતું. અચાનક જ તેના પગના સાથળ નીચેના ભાગે જોરથી ડંડો વાગ્યો. સંદીપના મોમાંથી રાડ નીકળી ગઇ. અને ત્યારે જ તેના છાતી પર ચાકુથી હુમલો થયો. પથ્થરમારો અન લોકોના અવાજો થી વાતાવરણમાં ઘોંઘટ ફેલાઈ ગયો હતો આમા સંદીપની પ્રાણઘાતક ચીસ તો કોને સંભળાય. પણ સંદીપની આસપાસ આટલી ધૂળ હોવા છતાં તે ચહેરો સંદીપને જાણીતો લાગ્યો. થોડી વારમાં સંદીપનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. જ્યારે ભીડને પોલીસે કાબુમાં લીધી ત્યારે સંદીપની લાશ પડી હતી. જતીન ખભાના ભાગે ચાકુથી થયેલા વારથી ઘાયલ થઈને પીડાથી કણસતો ત્યાં પડ્યો હતો અને બીજું અચરજ એ હતું કે જે વ્યક્તિ આ ભાષણમાં સંદીપનો વિરોધ કરવા આવ્યો હતો તેની પણ હત્યા થઈ ગઈ હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને નરેન્દ્રને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. અને બંને લાશોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. તેજ દિવસે પુરા દેશમાં પબ્લીક રસ્તા પર ઉતરી આવી અને જી.તે.જી પક્ષનો વિરોધ કરવા લાગી. આમને આમ પંદર દિવસ આવોજ માહોલ રહ્યો. સંદીપની હત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી. અમુક વ્યક્તિઓને તાત્કાલિક ગિરફ્તાર કરવામાં આવ્યા. પણ તેનું કોઈ રિઝલ્ટ ના આવ્યું. બીજી બાજુ પુરા દેશની જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો. હવે આ મુદ્દો પ્રાદેશિક ના રહેતા પુરા દેશનો બની ગયો. આવા વાતાવરણમાં પેટ્રોલનો ભાવ તો ઓછો થયો પણ વિરોધ ના શમ્યો. આખરે ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવું પડ્યું.

બે મહિના પછી

સી.એમ જતીન એ.સી. ચેમ્બરમાં બેસીને વિચારી રહ્યો હતો "રાજકારણ જેવી ખરાબ વસ્તુ તો કોઈજ નથીં . વી.જે.તી એ જો પેલી ક્લિપ ના બનાવી હોત તો આ બધું કઈ થાત જ નહીં અને જુ.ડી .એ નો સપોર્ટ ના મળ્યો હોત તો હું સંદીપને ના મારી જ ના શક્યો હોત અને ના હું મુખ્યમંત્રી બની શક્યો હોત. આભાર સંદીપ તારી મોત મને ખુબ જ ફળી . ભગવાને અત્યાર સુધી તો તારી આત્માને શાંતિ આપી જ દીધી હશે .

રેટ કરો અને રિવ્યુ આપો

S J

S J 1 વર્ષ પહેલા

Bharat Saspara

Bharat Saspara 3 વર્ષ પહેલા

Dhara

Dhara 3 વર્ષ પહેલા

Beena Vyas

Beena Vyas 3 વર્ષ પહેલા

Janki Patel

Janki Patel 3 વર્ષ પહેલા